પ્રકીર્ણ – મોહમ્મદ માંકડ

[આદરણીય સાહિત્યકાર શ્રી મોહમ્મદ માંકડના તાજેતરમાં પ્રકાશિત થયેલા નિબંધસંગ્રહ ‘પ્રકીર્ણ’માંથી સાભાર પ્રસ્તુત છે બે સુંદર નિબંધો. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.]

[1] બધાં કામ સરકાર કે સંસ્થાઓ નહીં કરી શકે

Picture 027વીસમી સદીના ઉત્તરાર્ધમાં લગભગ મોટા ભાગના દેશોના લોકોમાં સરકારે શું શું કરવું જોઈએ, તે વિશે જાગૃતિ આવી છે. સરકારની ફરજો વિશે અગાઉ આટલી જાગૃતિ નાગરિકોમાં ભાગ્યે જ હતી. પરંતુ સમય વીતવા સાથે નાગરિક વધુ જાગૃત બન્યો છે પરંતુ હવે એ જાગૃતિ જીદ અને આંદોલનનું રૂપ લેતી જાય છે. આ પણ એટલું વાંધાજનક નથી, કારણ કે સરકારો ખરેખર તો, માણસોના પૈસાથી માણસો માટે જ ચાલતી હોવાનો દાવો કરતી હોય છે, પરંતુ વસ્તુના ઉત્પાદનના પરિણામ રૂપે સામાન્ય રીતે કોઈક કચરો, રેસિડ્યુ-બાયપ્રોડક્ટ વધે છે, તેમ વિચારોના અમલના પરિણામે પણ બીજી તરફ કશુંક વધતું હોય છે. યુવાનોની સ્વતંત્રતાની વાતમાં જો અતિરેક થાય તો પરિણામે વડીલોને સહન કરવું પડે છે. મૂડીવાદ વધે તો મજૂરોને અને મજૂરવાદ વધે તો સાહસિક વ્યક્તિઓને કોઈ ને કોઈ રીતે સહન કરવું જ પડે છે. કોઈ પણ એક બાજુના છેડા પર વધુ ઝોક મૂકવામાં આવે તો તેની અસર બીજા છેડે થયા વિના રહેતી નથી. કોઈ એક સમૂહની જીદ બીજા સમુહ માટે મુશ્કેલી સર્જ્યા વિના રહેતી નથી.

આમ સરકારે શું કરવું જોઈએ એ બાબતની આપણી જાગૃતિએ આપણે પોતે વ્યક્તિ તરીકે શું કરવું જોઈએ તે વાત વિસારે પાડી દીધી છે. પરંતુ કેટલાંક કામ સરકાર ઈચ્છે તોપણ કરી શકતી નથી. માત્ર વ્યક્તિ જ તે કરી શકે છે અને એટલે, સારા સમાજ માટે, સારા જીવન માટે, આનંદ માટે અને સુખ માટે, દરેક વ્યક્તિએ પોતે પણ કાંઈક કરવું પડે છે. દરેક કામ સમૂહમાં થઈ શકતું નથી. સરકાર કે સંસ્થાઓ સારા રસ્તાઓ બનાવી શકે છે, દવાખાનાંઓ બાંધી શકે છે. શાળાઓ ચલાવી શકે છે, પણ રસ્તાને ગંદા નહીં બનાવવાનું, દવાખાનામાં દર્દીઓ ઉપર બરાબર ધ્યાન આપવાનું, બાળકને સારું શિક્ષણ આપવાનું કામ તો વ્યક્તિઓ જ કરી શકે છે. તેમાં કાયદાઓ કામ આપતા નથી અને સરકાર કાયદાઓ કરી શકે છે વ્યક્તિને બદલી શકતી નથી. સરકાર તો માત્ર એક ખોખું છે. તેનો પ્રાણ તો દરેક જાગૃત નાગરિકમાં વસેલો હોય છે એટલે જે દેશનું બંધારણ કે કાયદાઓ ગમે તેવા હોય પણ જે દેશના નાગરિકો વધારે સંસ્કૃત, સમજદાર અને પોતાનું કામ કરવા માટે પોતાની ફરજ બજાવવા માટે તત્પર હોય તે દેશ જ વધારે સમૃદ્ધ બની શકે છે, સુખી બની શકે છે. સરકાર જે કાયદાઓ કરે એનો અમલ સાચી રીતે થાય તો જ સુખચેન અને શાંતિ પ્રવર્તી શકે. માત્ર સારા કાયદાઓ અને વિચારસરણીઓથી જ કોઈ દેશ કે સમાજ આબાદ બની શકતો નથી.

એક વાર એક માણસ પોતાની કારમાં જતો હતો ત્યારે રસ્તા પર પડેલો એક વાંકો અણીદાર લોખંડનો સળિયો તેણે જોયો. બીજા શહેરી માણસોની જેમ તે પણ ઉતાવળમાં હતો છતાં તેનું મન ન રહ્યું, તેણે કાર ઊભી રાખી, સળિયો ઉપાડીને રસ્તા પરથી દૂર કર્યો અને ફરી કાર ચલાવી મૂકી. અડધા કલાક પછી એ કાર પાર્ક કરી રહ્યો હતો ત્યારે બીજો એક કારવાળો માણસ તેની પાસે આવ્યો. તેણે કહ્યું, ‘તમે તે સળિયો ખસેડ્યો તે મેં જોયું. ખરેખર તમે સરસ કામ કર્યું. કદાચ કોઈ અકસ્માત, નુકશાન કે કોઈકનો જીવ બચાવ્યો. હું તમને ખાલી અભિનંદન નહીં આપું, આજ સુધી હું આવી બાબતોમાં બેદરકાર રહ્યો છું, પણ હવેથી હું પણ આવી નાની વાતોનું ધ્યાન રાખીશ અને એ રીતે તમારી સ્મૃતિ મારા મનમાં કાયમ રહેશે.’

આ રીતે એક નાનકડું કામ અને થોડા મીઠા શબ્દો બંને વ્યક્તિઓ માટે સંતોષ અને સુખદાયક બની ગયા. કોઈ સરકાર આવાં કામ કરી શકતી નથી. માત્ર વ્યક્તિઓ જ કરી શકે છે અને એટલે વ્યક્તિઓએ આવાં કામ કરવાં જ જોઈએ. ઘરને સાફસૂફ રાખવાની જવાબદારી જેમ આપણે સ્વીકારેલી હોય છે એ જ રીતે જે સમાજમાં આપણે વસતા હોઈએ તેમાં નાનકડી સાફસૂફી કરવા માટે પણ આપણે કેળવણી પામેલા હોવા જોઈએ. માણસ જ્યારે આવું કોઈક સારું કામ કરે છે ત્યારે ત્રણ વસ્તુ એક સાથે બને છે : તેને પોતાને આનંદ થાય છે, તે બીજાને આનંદ આપી શકે છે અને આખાય માનવસમાજને થોડો વધુ સારો બનાવી શકે છે. એની અસર જો કે બહુ જ નાની હોય છે, પણ સાવ નાનકડાં પાણીનાં ટીપાં મોટી મોટી શિલાઓના આકારો બદલી શકે છે.

બીજાની ટીકા કરવામાં આપણે જેટલા તત્પર હોઈએ છીએ એટલા બીજાની પ્રશંસા કરવામાં હોતા નથી. કેવો ભ્રષ્ટાચાર ચાલે છે, કેવી લાગવગ ચાલે છે, કોણ કેવું ખરાબ કામ કરે છે તેની વાતો બહુ મોટા અવાજે માણસો કરે છે પણ બીજા કેટલાક માણસો સમાજને ઉપયોગી અને સમાજજીવનને પોષક એવાં કેટલાંક સારાં કામ કરે છે તેની નોંધ ભાગ્યે જ કોઈ લે છે. ભ્રષ્ટાચાર, લાગવગ, સ્વાર્થ, છેતરપિંડી એવું તો સમાજમાં ચાલ્યા જ કરે છે, પણ સાથે સાથે માણસને – માણસની માણસાઈને નિખારે એવાં કામ પણ થતાં રહે છે અને આખીયે માનવજાતની પ્રગતિ બહુ ધીમે ધીમે પણ એવાં કામને લીધે જ થાય છે. એવાં કામોને લીધે જ માણસ માણસ તરીકે પૃથ્વી પર ટકી રહી શકે છે. જો આપણને અનુકૂળતા હોય તો, કોઈ વૃદ્ધ માણસને બસમાં કે ટ્રેનમાં જગા આપવી, ગિર્દી હોય તો ટિકિટ લઈ આપવી, કોઈને રસ્તો કે સ્થળ બતાવવા માટે તેની સાથે થોડે સુધી જવું, આ બહુ નજીવાં કામ છે, પણ એવી નજીવી રેખાઓથી જ માણસનું ચિત્ર બનતું હોય છે. માણસ માત્ર તેના વિચારો દ્વારા નહીં, તેના દિવસભરનાં સાવ નાનકડાં કાર્યો દ્વારા માણસ બની શકતો હોય છે.

એક ફિલસૂફે સાચું જ કહ્યું છે કે દરરોજ કરવાનું કામ હોય તો સાવ નાનું કામ માણસ માટે સૌથી અઘરું બની જાય છે. સારા બનવું એ આમ તો સાવ નાનું કામ છે, પણ માણસને એ બહુ અઘરું લાગે છે. જ્યારે માણસ બીજાને ઉપયોગી થવાનો કે નાનાં, મોટાં સારાં કામ કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે જ તેને ખબર પડે છે કે તે બહુ મુશ્કેલ હોય છે. ખાસ કરીને શરૂઆતમાં એથી ઘણી ગેરસમજ જન્મે છે. એવા માણસને ઘણા લોકો પંચાતિયો, નવરો, મોટપ લેવા કે બીજાનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરનાર કહી વગોવે છે. એ બદલ માણસે મહેણાં-ટોણા કે ટીકાઓ સાંભળવી પડે છે, પણ જો તે નિસ્પૃહભાવે પોતાનું કામ કરે, તો છેવટે ટીકાકારો થાકી જાય છે. બીજાને ઉપયોગી થવામાં એક વિશિષ્ટ પ્રકારનો આનંદ થાય છે અને એ આનંદ જીવવા માટે માની પણ ન શકાય તેવી પ્રેરણા આપે છે. હતાશા અને ખાલીપણું એ આધુનિક માનવીનાં બહુ મોટાં દુશ્મન છે. પૈસા, સાધનો અને સગવડો વચ્ચે આજનો માનવી જેવું ખાલીપણું અનુભવે છે એવું અગાઉના માણસો ભાગ્યે જ અનુભવતા હતા. બધું હોવા છતાં, મેળવવા છતાં, આજે માનવીને ખાલી ખાલી લાગે છે. આવી લાગણી જ્યારે ઘેરી વળે ત્યારે બીજાને ઉપયોગી એવું નાનું, નજીવું કામ કરવાનો પ્રયત્ન કરવો, સભાનપણે પ્રયત્ન કરવો. ખાલીપણું દૂર થઈ જશે અને મન આનંદથી ભરાઈ જશે.

વ્યક્તિ તરીકે લગભગ દરરોજ આપણી સામે આવાં અનેક કામ આવતાં હોય છે, ત્યારે એક વાત યાદ રાખવી, બધાં કામ સરકાર કે સંસ્થાઓ કરી શકશે નહીં કારણ કે, સરકાર સરકાર તરીકે નિર્જીવ હોય છે અને સરકારી માણસો જથ્થામાં હોય છે એટલે ‘વ્યક્તિ’, હોતા નથી. જે રીતે યંત્રો પોતે કશું કરી શકતાં નથી એ જ રીતે સંસ્થાઓ, ધર્મસ્થાનો, નિશાળો કે સરકારી અમલદારો પોતાની મેળે કશું જ માતબર કરી શકતા નથી. તેઓ માત્ર વ્યક્તિને મદદ કરી શકે છે. સારી કે ખરાબ વ્યક્તિ બનવાનું તો વ્યક્તિના પોતાના જ હાથમાં હોય છે.

એટલે, જ્યારે પણ આપણી સામે કોઈ કામ આવે ત્યારે તે કામ કરવાથી જો આપણને સંતોષ થાય તેમ હોય તો, બીજાનો વિચાર છોડીને આપણા પોતાના સંતોષ માટે તે કામ કરી લેવું જોઈએ. કારણ કે, જગતનાં મહાન કાર્યો, સરકારો કે સમાજ દ્વારા નહીં અમુક વ્યક્તિઓએ કરેલ આવી જાતના પ્રયત્નોથી જ થઈ શક્યાં છે. કેટલાક માણસો એકલા-અટૂલા હતા, સરકાર કે સમાજનો તેમને ટેકો નહોતો. (બલકે વિરોધ હતો.) છતાં તેની દરકાર કર્યા વિના પોતાને જે સાચું લાગ્યું તે વિચાર્યું, લખ્યું, ચીતર્યું, પ્રયોગમાં મૂક્યું, તેથી જ આ જગતમાં અને માનવજીવનમાં ક્રાંતિકારી ફેરફારો થઈ શકયા છે. બુદ્ધ, માર્ક્સ કે ગાંધી સરકારના ઓશિયાળા નહોતા.
.

[2] માણસને શું જોઈએ, પૈસા, પ્રતિષ્ઠા કે બીજું કાંઈ ?

થોડા સમય પહેલાં પોતાની જ્ઞાતિના હોદ્દેદારો વિરુદ્ધ દાદ માગવા માટે એક પરિવારે હાઈકોર્ટમાં રિટ અરજી કરી છે. પરિવારજનોનું કહેવું છે કે સમાજના હોદ્દેદારોએ એમનું સભ્યપદ રદ કરીને, કમી કરીને એમના પરિવારને જ્ઞાતિ બહાર કર્યો છે, જેના કારણે એમનાં સંતાનોનાં લગ્ન થતાં નથી અને તેઓ માનસિક તેમ જ શારીરિક ત્રાસ અનુભવી રહ્યાં છે. આ બાબત ભારતીય બંધારણના ભંગ સમાન છે એવી રજૂઆત કરીને હાઈકોર્ટમાં દાદ માગતી રિટ અરજી કરી છે.

આ સમાચારને આપણે ન્યાયાલયમાં કરવામાં આવેલી એક કાર્યવાહી કે ઘટના તરીકે ન જોઈએ અને માનવ સ્વભાવના અભ્યાસુ વિદ્યાર્થી તરીકે જોઈએ તો એક પક્ષની અવહેલના કરીને બીજો પક્ષ પોતાનું મહત્વ પ્રસ્થાપિત કરી રહ્યો છે, એવું તારણ નીકળે. આમ તો, અભ્યાસુઓ જાણે છે કે માનવસ્વભાવની આ ખાસિયત છે કોઈ નવી વાત નથી. ‘પોતાનું મહત્વ’ અને ‘બીજાની અવહેલના’ની વૃત્તિ માણસમાં મૂળભૂત પડેલી છે. આનું સીધું, સરળ અને યાદ આવી જાય તેવું ઉદાહરણ ‘રામાયણ’ છે. આપણે જાણીએ છીએ કે રાજા દશરથ પાસે કૈકેયીએ વચન માગેલ કે ભરતને રાજગાદી અને રામને ચૌદ વરસનો વનવાસ. એટલે કે પુત્ર ભરતનું મહત્વ અને શ્રી રામની અવહેલના. (જોકે, એનું પરિણામ કૈકેયી ધારતાં હતાં એવું ન આવ્યું, એ જુદી વાત છે.)

સામાન્ય માણસ માટે, એની અવહેલના એ એક મોટા આઘાતની વસ્તુ બની જાય છે. ક્યારેક એ એના માટે મોટી સજા બની જાય છે. અવહેલના માણસને પીડા અને વેદના આપે છે અને ક્યારેક અસામાજિક કાર્ય કરવા કે આપઘાત કરવા પણ પ્રેરે છે. અવહેલના અને એના ડરની શરૂઆત માણસના જીવનમાં એના બચપણથી જ થાય છે. આપણે જાણીએ છીએ કે, બાળકને એની માતા અથવા તો એના પિતા, ભાઈ કે એની સાથે રમત રમતો એનો કોઈ બાળમિત્ર એમ કહે કે, એ અમુક કામ કરશે કે અમુક રીતે બોલશે અથવા તો અમુક રીતે વર્તશે તો પોતે એની સાથે નહીં બોલે, એની કિટ્ટા કરશે, તો તરત જ બાળક માનસિક રીતે દબાણમાં આવી જશે, એને એકલા પડી જવાનો ડર લાગશે અને સામી વ્યક્તિની ઈચ્છા પ્રમાણે જ પોતે વર્તશે એવી ખાતરી એ આપશે અને એમ કરીને ખાતરી કરી લેશે કે પેલી વ્યક્તિ એની સાથે સંબંધ તોડી નહિ નાખે ને ?

આમ, બચપણથી જ એકલા પડી જવાનો જે ડર માણસના મનમાં ઘૂસી ગયો હોય એ જીવનભર એના મનમાંથી નીકળતો નથી. જ્ઞાતિ બહાર મુકવાનો ડર હોય કે, હદપારીનો ડર હોય, આખરે તો એ પોતાના ટોળામાંથી વિખૂટા પડી જવાનો ડર છે. એ ટોળું એની જ્ઞાતિ, ગામ, સમાજ, સ્તર ગમે તે હોઈ શકે છે. દરેક માણસને એનો પોતાનો એક સમાજ અને દુનિયા હોય છે. ચોર-લૂંટારાને પણ એમનો સમાજ હોય છે. બીજા માણસોની દષ્ટિએ ક્રૂર અને બદમાશ ગણાતા માણસો કેટલીક વાર એમના સમાજમાં એકવચની અને બહાદુર ગણાતા હોય છે. નફાખોરો, સંઘરાખોરો, સટ્ટોડિયાઓને, બધાને પોતાનો સમાજ હોય છે અને એ સમાજમાં પોતાનું સ્થાન બરાબર રહે એની કાળજી એ લોકો રાખતા હોય છે. એમના સમાજ બહારના માણસો એમને ગમે તેવા ગણે તેની એમને ખાસ પરવા નથી હોતી.

બીજી તરફ,
જેમ અવહેલના માણસને પીડા અને વેદના આપે છે એમ માણસનું મહત્વ એને આનંદ અને સુખ આપે છે. એટલે જ દરેક માણસ મહત્વપૂર્ણ જિંદગી જીવવાનું ઝંખે છે. ઘણી વાર આપણને એમ લાગે કે માણસને સૌથી વધુ પૈસા ગમે છે, સત્તા ગમે છે કે એશઆરામના સાધનો ગમે છે, પણ સહેજ વધુ ઊંડી નજર કરીએ તો ખબર પડે છે કે આ વસ્તુઓનો ઉપયોગ તો એ પોતાનું મહત્વ વધારવા માટે જ કરે છે. પૈસા અમુક હદ સુધી જરૂરી કામ આપે છે. એ પૈસા દ્વારા એ પોતાના માટે સુખ સગવડના સાધનો વસાવી શકે છે કે સલામતીની સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે, પરંતુ હદથી વધુ પૈસા કમાનાર માણસ એ પૈસાનો પોતાના અંગત કામમાં કેટલો ઉપયોગ કરી શકે ? અને છતાં એક અબજ કમાનાર એથી વધુ, અને પાંચ અબજ, પાંચસો અબજ કે પાંચ હજાર અબજ કમાનાર પણ એથી વધુ કમાવા માટે યોજનાઓ કર્યા જ કરે છે. શા માટે ? માત્ર પોતાનું મહત્વ ધરાવવા માટે.

એટલું જ નહીં, પોતાનું મહત્વ વધારવા માટે માણસ પૈસા આપી દેવા, દાન કરી દેવા માટે પણ તૈયાર થઈ જાય છે. જો પૈસા જ એના માટે આખરી ધ્યેય હોત તો એ કદી એવું ન કરત. એવું જ સગવડોનું છે. માણસને સગવડ ગમે છે પણ એ સગવડોનો ત્યાગ કરવાથી પોતાનું મહત્વ વધતું હોય ત્યારે પોતે એ સગવડોનો ત્યાગ પણ કરે છે. પોતાના શરીરને કષ્ટ પણ આપે છે. બધું જ ત્યાગીને સાધુ કે ફકીર પણ બની જાય છે. રમત-ગમતમાં, હરીફાઈઓમાં, પર્વતારોહણમાં કે સાગર તરવામાં માણસ પોતાનો જ રેકોર્ડ તોડવા પ્રયત્ન કરે છે, કેમ ? દરેક માણસ પોતાનું મહત્વ જળવાઈ રહે અને એ મહત્વ વધે એવું જ વર્તન કરે છે, કારણ કે માણસ સમજે છે કે જે જગાએ એનું મહત્વ છે ત્યાં એની અવહેલના થઈ શકતી નથી.

મહત્વ બાબતમાં બીજી વાત એ પણ સમજવા જેવી છે કે, માણસ પોતાનું મહત્વ જે પોતાના હોય, પોતાના ક્ષેત્રના હોય એની પાસે સ્થાપિત કરવા ઈચ્છે છે. માણસ પોતાનો જિલ્લો, પોતાનું ગામ, પોતાનો સમાજ, પોતાની જ્ઞાતિ, પોતાનું કુટુંબ અને પોતાની જાત પાસે પોતાનું મહત્વ સ્થાપિત કરવા પ્રયત્નશીલ રહે છે. માણસને જ્યારે ક્યાંય મહત્વ નથી મળતું ત્યારે પણ એ એમ જ માને છે કે પોતે મહત્વની વ્યક્તિ હોવા છતાં એને કોઈ સમજી શકતું નથી. પોતાનું કોઈ મહત્વ નથી એમ પોતાની જાત પાસે સ્વીકારવાની એની કોઈ તૈયારી નથી હોતી, કારણ કે જો એવી સ્થિતિ ઊભી થાય તો એનો તો છેલ્લો સહારો પણ જતો રહે છે. નાના બાળકનું મહત્વ ઘવાય તો એ પણ રિસાઈ જાય છે અથવા તો રડવા લાગે છે તો પુખ્ત ઉંમરની વ્યક્તિ પોતાના કોઈ ઉંમરના ખાસ મહત્વ વિના કઈ રીતે જીવી શકે ?

માણસ પોતાનું મહત્વ પ્રસ્થાપિત કરે કે વધારે ત્યાં સુધી તો ઠીક પરંતુ પોતાનું મહત્વ પ્રસ્થાપિત કરવા કે વધારવા એ બીજાનું મહત્વ ઘટાડવા, એની અવહેલના કે તિરસ્કાર કરવા પ્રયત્ન કરે ત્યારે સમાજમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. દીવાની અને ફોજદારી કોર્ટમાં થતા મોટા ભાગના કેસોનો જો આ રીતે અભ્યાસ કરવામાં આવે તો આનો ખ્યાલ આવ્યા વિના નહીં રહે. બે અબજોપતિ ભાઈઓ વચ્ચે થતા કેસ પાછળ, પોલીસ – એટ્રોસિટીઝ, રાજકીય કાવાદાવા, કે ખૂનખરાબાના ખટલાઓ પાછળ આવાં જ કારણ પડેલા હોય છે.

દરેક વ્યક્તિ પોતાના સમાજમાં મહત્વની વ્યક્તિ તરીકે જીવી શકે તેવા પ્રયત્નો કરે છે, પરંતુ એનો લોભ જ્યારે વધી જાય છે ત્યારે એ મહાત્વાકાંક્ષા વકરી જાય છે અને માનવ-સમાજમાં ઊથલપાથલ સર્જાય છે. અને એવંર ન બને એટલા માટે કાયદાઓ અને કોર્ટો અસ્તિવમાં આવે છે. કોઈ પણ વ્યક્તિ, પછી એ જ્ઞાતિ બહાર મુકાનાર કુટુંબની વ્યક્તિ હોય કે પોતાના પ્રિયજનને ગુમાવનાર વ્યક્તિ હોય, ક્યારેય હોંશે હોંશે કોર્ટમાં જતી નથી. એના મહત્વને, અસ્તિત્વને જ્યારે વધુ પડતું નુકશાન થાય ત્યારે જ કોર્ટમાં ધા નાખે છે.

મહત્વ માટેની માણસની ઝંખનાની, એના અતિરેકની અને માણસને થતા અન્યાય કે અવહેલનાની વાત આવી છે.

[કુલ પાન : 152. કિંમત રૂ. 100. પ્રાપ્તિસ્થાન : પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાઠિયાણીનો રોટલો – જોરાવરસિંહ જાદવ
આંબો – વર્ષા અડાલજા Next »   

43 પ્રતિભાવો : પ્રકીર્ણ – મોહમ્મદ માંકડ

 1. Jagat Dave says:

  [1] બધાં કામ સરકાર કે સંસ્થાઓ નહીં કરી શકેઃ થોડા અંશે અસહમત……કેમ?????? કેમ કે……….

  ભારતીય જીવનમાં રોજબરોજ ની સામાન્ય ધટમાળમાં જે સંઘર્ષ દેખાય છે તે મોટાભાગે સરકારની નાકામી-ભ્રષ્ટાચાર નું પરિણામ હોય છે. ઉ. ત. રસ્તાઓની બિસ્માર હાલત અને ટ્રાફિકની સમસ્યાઓ, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, બજાર કિંમતો પર નિયંત્રણનો અભાવ, સંપતિનું અસમાન વિતરણ વિ.

  મારા માનવા પ્રમાણે સામુહિક શિસ્ત કાયદાનાં કડક અમલ વગર શક્ય નથી……..અને લાંબા સમય સુધી શિસ્તનો અમલ તેને આદતમાં પરિવર્તિત કરી દે છે. પશ્ચિમનાં દેશોનાં ઉદાહરણો અપાય છે….પણ ત્યાંના પોલીસ સાથે ‘તોડ-પાણી’ થઈ શકે તેવી કલ્પના પણ નથી થઈ શકતી. પ્રજા ખોટુ કામ કરતા ડરે તે પણ જરુરી છે. નહીતો ભારતમાં ધાર્મિક મેળાવડાંઓ માં અને મંદિરોમાં જે ભીડ ઊમટે છે તે જોતાં તો એવું લાગે કે અહીં ભ્રષ્ટાચાર તો હોઈ જ ન શકે.

  • Mehul Mehta Baroda/Amdavad says:

   જગતભાઇ,
   હું આપની સાથે સહેમત નહી થાઉ કારણકે તમે જે સંઘર્ષ નાં ઉદાહરણ આપો છો તે માં ભ્રષ્ટાચાર માટે પ્ર્જા જ જવાબદાર છે. આંપણે સારી સડક ઇચ્છી છે પરતું ટોલ ટેક્ષ નથી ભરવો એટલે ઉચક રકમ આપવાની આદત ટેક્ષ ઉઘરાવનાર ને પાડીએ છીએ. આમજ દરેક વસ્તુમાં ભાર્રતીય પ્રજાને છટકબારીની / સ્વલાભ સાચવવાની આદત પડી છે અને અમલદારો ને પાડી છે. પશ્ચીમમાં પણ પ્રજા ખોટા કામ કરે છે પરતુ ત્યાની પ્રજાનું સહુલીયત સાચવવાનું વલણ આંપણા કરતા ઘણુ સારુ છે. તેવીજ સમજ કાયદા પાલન ને લાગુ પડે છે. પેશાબખાનૂ હોવા છતા તેની દિવાલે પેશાબ કરવો, કચરો ઘર બહાર ફેંકી દેવો, બસ /ટ્રેનની સીટ ફડવી, અને બીજુ ઘણું–જોઇને આંપણે અન્ય ને સુધારવાના પ્રયત્નો પ્ણ નથી કરતા- પહેલા તો પ્રજા એ સારી સરકાર ને લાયક બનવુ પડશે.

   • Jagat Dave says:

    મેહુલ,

    એટલે જ હું થોડા અંશે જ અસહમત છુ.

    જગત ના હર હર મહાદેવ.

    • કલ્પેશ says:

     યથા રાજા તથા પ્રજા
     તેમ જ જો પ્રજા ઘોરતી હોય તો શુ કહેવુ?

     બન્ને આ રીતે એક્બીજા પર અવલંબે છે અને જીવે છે.
     તે ચોરી કરી તો હવે મને પણ ભેળસેળનો હક મળી જાય છે.
     – આ વિચારમા પણ આપણી જ પડતી છે

  • Gopal Shah says:

   જગત ભાઇ,
   ઍક દમ સાચુ કહુ તમે… પણ જો જો તમારિ હાલત પેલા ચિરાગ જેવિ ના થાય. He also tried to show the cons – or the other side of the coin – but no one listed to him or agree on his views…. બધા નિ આખો ખોલવા જતા – બધા એ અનિ જ આખો બંધ કરિ દિધિ…. I don’t agree with his views most of the time but kid had guts to speak truth!

   • Jagat Dave says:

    ગોપાલભાઈ,

    સત્ય પરપોટા જેવું હોય છે તેને તળીયા સુધી લઈ જાવ તોય તેની ઉર્ધ્વ ગતિ નિશ્ચિત છે તે સપાટી પર આવીને જ રહેશે.

    સમગ્ર પ્રજાનું આપોઆપ અને એકાએક ગુણવાન બની જવું શક્ય નથી…….પણ……”દિલ કે ખુશ રખને કો ગાલિબ યે ખયાલ અચ્છા હે”

    કુશળ વહીવટમાં સમગ્ર પ્રજા-જીવન (life style) ને ધડમૂળથી પલટી નાખવાની તાકાત છે. ઊ.ત.

    ૧. Telecommunication ક્ષેત્રનાં દરવાજા ભારતમાં ખોલી નખાયા પહેલાનું પ્રજા-જીવન અને હાલનું પ્રજા-જીવન.
    ૨. દિલ્હીમાં મેટ્રો શરુ થયા પહેલાનો ટ્રાફિક અને પછીનો ટ્રાફિક (અથવા પ્રદુષણ)
    ૩. નર્મદા યોજના પહેલાંનું ગુજરાત અને પછીનું ગુજરાત.
    ૪. નરેન્દ્ર મોદીનું ગુજરાત અને કેશુભાઈનું ગુજરાત.
    ૫. સરદાર પટેલનું ભારત અને શિવરાજ પાટીલનું ભારત

    આવા જ ઉદાહરણો સ્થાનિક કક્ષાના વહીવટનાં પણ આપી શકાય.

    પ્રજામાં ગુણો તો પડેલાં જ છે પણ તે તો જ ખીલે જો તેને કુશળ વહીવટનો સાથ મળે દા. ત. તમે કોઈ પ્રજાકીય પ્રશ્ન ઉકેલવા માટેનો નિઃસ્વાર્થ પ્રયત્ન શરુ કરો અને તમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગે તો? જો તમને પોલિસતંત્રનાં કે કાયદાનાં વહીવટમાં શ્રધ્ધા નહી હોય તો તે કામ ત્યાં જ અટકી જશે અથવા તમે તમારા અંગત જોખમે ચાલુ રાખશો. (સત્યેન્દ્રનાથ વિષે જાણતાં જ હશો) પણ તે તમારા વિચારતંત્રને જરુર હલબલાવી નાંખશે અને તેની કાયમી અસર તમારા જાહેર વ્યવહારને બદલી નાંખશે. અને એવું જ ભારતનાં લાખો/કરોડો લોકો સાથે થાય છે.

    સમગ્ર પ્રજામાં ગુણોનો વિકાસ થાય તે ઈચ્છનીય જરુર છે પણ પ્રજા જ્યાંથી પ્રેરણા લે છે તે જાહેર ક્ષેત્રમાં પડેલી વ્યક્તિઓ માં તે જો નહી જોવા મળે તો તે વિલીન થતાં જશે. જેમ કે ગાંધીજી નાં ગયા પછી થયું તેમ જ.

    • જય પટેલ says:

     શ્રી જગતભાઈ

     …તમે કોઈ પ્રજાકીય પ્રશ્ર્ન ઉકેલવા માટેનો નિઃસ્વાર્થ પ્રયત્ન શરૂ કરો અને તમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળવા લાગે તો ?

     તો પછી શું કાંઈ જ ન કરવું ?
     આપણા દેશમાં સરકારના અધિકારીઓ સરકારની સામે જ પડી…જાન હાથમાં લઈ સિધ્ધિઓ હાંસલ
     કરી છે. જેનામાં દેશદાઝ હોય તે એકલો જાને રે….માથે કફન લઈ નિકળી પડતો હોય છે.

     ઉદાહરણ તરીકે આ એકલવ્યોને નજરાઅંદાજ કરી શકાય ?
     ૧) ચૂંટણી કમિશનર શ્રી ટી.એન. શેસાન
     ૨)પોલિસ અધિકારી સુશ્રી કિરણ બેદી
     ૩)મુંબઈ સુધરાઈ કમિશનર શ્રી ખેરનાર
     ૪)રાજકોટના ભૂ. કમિશનર શ્રી જગદીશન
     ૫)સુરતની મુરત બદલનાર ભૂ. કમિશનર શ્રી રાવસાહેબ
     ૬)મુંબઈ પોલિસ કમિશનર શ્રી રિબેરો
     ૭) પંજાબમાં શાંતિ સ્થાપિત કરનાર ડીજીપી. શ્રી ગીલ

     …..અને સૌથી મોટા મહારથી સામા પૂરે તરનાર શ્રી સરદાર પટેલ કે જેમણે
     વડાપ્રધાન પંડિત નહેરૂની ઈચ્છા વિરૂધ્ધ સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો અને
     હૈદરાબાદમાં વડાપ્રધાનના મતને દરગૂજર કરી ભારતીય સેના મોક્લી નિઝામને
     તગેડી મુકી હૈદરાબાદને ભારતમાં ખાલસા કર્યું.

     આ બધા જ એકલવીરોએ જાન હથેળીમાં લઈ ભારતને આબાદ કર્યુ છે.
     કુશળ વહીવટ કરવા માટે સરકારનો સાથ અપ્રસ્તુત છે.
     કુશળ વહીવટ કરવા માટે જરૂર છે બાહોશ…નિર્ભય…પ્રામાણિક કર્મયોગીઓની
     જે પ્રજામાંથી જ આવે છે.

     ભારત પર ફક્ત ૧૧૦૦૦ અંગેજો રાજ કરતા હતા !!!

     • Jagat Dave says:

      જયભાઈ,

      ચર્ચામાં આપનું સ્વાગત છે. ખુબ સરસ વિચારો રજુ કર્યા આપે. મારા વિચારો પણ આપ જો ધ્યાન પૂર્વક વાંચશો તો ખ્યાલ આવશે કે આપણે બંને એક જ વાત કરી રહ્યા છીએ. મેં ઉત્તમ વહીવટનાં ઉદાહરણો આપ્યા છે તો તમે વહીવટદારોનાં ઉદાહરણો આપ્યા છે.

      આપે જે મહાનુભાવોની વાત કરી છે તેઓ કુશળ વહીવટકર્તાઓનાં ઉત્તમ ઉદાહરણો છે. જે સરકારનો જ એક હિસ્સો હતાં અથવા છે. જેમને તેમના જે તે પદો પર વિશાળ સતાઓ હાંસિલ હતી અને તેનો તેમણે જાહેર હિત કે અને શિસ્ત માટે ઉત્તમ રીતે ઉપયોગ કર્યો છે.

      મારી વાત સામાન્ય માનવી માટે છે…….તમે રીબેરો કિરણબેદી/ કમિશ્નર હોવ અને જાન હથેળી પર મુકો અને તમે માત્ર જય પટેલ હોવ કે જગત દવે હોવ અને જાન હથેળીમાં મુકો તેમાં બહુ ફર્ક છે. તેમ તમને નથી લાગતું?

      ‘સફાઈ’ ની વ્યાપક આવશ્યક્તાઓ છે આપણા દેશમાં સરકાર થી પ્રજા સુધી બધે જ. વ્યાપક સાધનો, સતાઓ ને કારણે સરકાર તરફથી તેનો સરળતાથી અમલ કરી શકાય જયારે પ્રજા પાસે સિમિત સતા અને સાધનો હોવાથી તે સફાઈ ની અસર અને સિમિત વર્તુળ સુધી કે અંગત વર્તુળ સુધી જ રહેવાની. ઉ. ત. આતંકવાદનો પ્રશ્ન કુશળ સરકારના કુશળ વહીવટથી જેટલો ઝડપથી અને વ્યાપક અસરોથી ઊકેલી શકાશે તેટલો કદાચ NGOs અને પ્રજા તરીકે વ્યક્તિગત રીતે નહી ઊકેલી શકાય. તેવી જ રીતે જાહેર સ્થળો પર ગંદકી કરવાનો પ્રશ્ન સમગ્ર પ્રજાએ યા તો વ્યક્તિગત રીતે પણ (કદાચ) ઉકેલી શકાય. (જો કે તેમાં પણ ઝગડાઓ અને મારામારીઓ થતી જોઈ છે…….પાછો કાયદાનો કોઈને ડર નથીની વાત આવી ગઈ)

     • trupti says:

      જય,

      ભારત મા પ્રજા સુરવિર તો છે જ પણ જ્યારે જાન આપવા ની વાત આવે ત્યારે ઘણા ખરા ને પોતાના કુટુબિ ઓ જવાબદારી યાદ આવી જાય છે. પણ એવા સુરવિરો પણ છે જે પોતાના જાનની પરવા કર્યા વગર સમાજ નુ અને મહદ અશે સામાન્યા પ્રજા નુ ભલુ કરવા જતા પ્રાણ ગુમાવે છે. શ્રી હેમલ ધોળકિયા ને ઉદાહરણ બહુ તાજુ છે, જેઓ એ પાણી માટે ની લડાઈ મ પુતાનો જાન ગુમાવ્યો. મહદ અશે પુરા ભારત મા આ વરસે વરસાદ ઓછો પડ્યો છે, અને મુબઈ ની સુધરાઈ એ ૧૫% નો પાની કાપ સામાન્ય પ્રજા માટે અને ધધાકીય આવાસો માટે ૩૦%. આ કાપ ફક્ત પેપર પર છે જ્યારે પ્રજા ૫૦-૬૦% નો કાપ સહન કરી રહી છે. સુધરાઈ મા ફરીયાદ કરતા પણ કાઈ વ્ળ્યુ નહી એટલે, પ્રજા રસ્તા પર આવી ગઈ અને તેની આગેવાની યુવાન ધોળ્કીયા ભાઈ એ લીધી, લાઠી ચાર્જ થયો અને એમા નિર્દોસ માણસે જિવ ગુમાવવો પડ્યો. જેને જાન ગુમાવ્યો તે ભાઈ ગુજરાતી હતા અને ફાયદો બઘીજ પ્રજા ને થવાનો હતો, પ્રશ્ન એ છે કે, ત્યારે MNS વાળા ઠાકરે ભાઈ ક્યા ગયા હતા?
      પાણી નો પ્રશ્ન તો છે જ પણ એટલો નહી જેટલો સુધરાઈ એ ઉભો કર્યો છે પણ પૈસા ખાવા ના ધધા છે. સુધરાઈ આગળ ટેન્કર થી આપવા માટે પાણી છે પણ પાઈપ થી આપવા માટે નથી, કારણ પૈસા ખાવા છે.

     • Jagat Dave says:

      તૃપ્તિબેન,

      ફરી વાત આવી ને અટકી ગઈ……..વહીવટ અને ભષ્ટાચાર પર.

      માટે જ…..ભારત દેશની વિશાળ જનતાને ‘સારી વ્યક્તિઓ’ બનાવવા માટે પણ સારા વહીવટની આવશ્યકતા છે.

      જયાં સુધી પાણીના પ્રશ્ન નો સવાલ છે……..ભારતના મોટાભાગનાં શહેરો-ગામો હજુ પણ અંગ્રેજો દ્વારા કે રાજાઓ દ્વારા તૈયાર કરાયેલા જળાશયો અને માળખા પર આશ્રિત છે. ભારતની સરકારોએ અને પ્રજાએ પણ ૭૦ વર્ષ દરમ્યાન શું કર્યું આ બાબત નો ઊકેલ લાવવા? કોને દોષ દેશું? પ્રજાને કે સરકારો ને?

      તા. ક. : નરેન્દ્ર મોદીના પ્રયત્નો દ્વારા હમણાં જ ધોળી ધજા ડેમ (એ પણ અંગ્રેજો દ્વારા નિર્મિત છે.) ને નર્મદા ના નીર પહોંચાડાયા ના ખબર અખબારોમાં ચમક્યા છે.

 2. જોગીદાસ, સાઉદી અરેબીયા says:

  આ નિબંધમાં સરસ ચર્ચા થઇ છે. “બુદ્ધ, માર્ક્સ કે ગાંધી સરકારના ઓશિયાળા નહોતા.” એ સત્ય છે પણ આવી વ્યક્તિઓ કેવળ અમુક સમયે જ કેમ અવતરે છે? આવું બનવા પાછળ પણ કોઇ પ્રાકૃતિક નિયમો જ કામ કરતા હશે ને. તેથી તે નિયમો જો તારવી શકાય તો આગળ શું બનશે તે પણ ભવિષ્ય-પુરાણમાં જેમ મરુભૂમી (અરબસ્તાન) માં નરાશંશ જન્મશે તે કથન જેમ સાચું પડ્યું તેમ આગળ શું બનશે તેની કલ્પના કરી શકાય. આ સિદ્ધિ ભાગ્યે જ કોઇકને પ્રાપ્ત થાય છે.

 3. ખુબ જ સુંદર.

  ૧. આપણે કેવા વ્યક્તિ બનીયે છીએ તેના પરથી નાક્કી કરી શકાય કે આપણો સમાજ કેવો બનશે.

  ૨. આપણે કોઇની લીટી નાની કરીને પોતાની લીટી મોટી છે તેવું મોટેભાગે સાબિત કરવા માગતા હોઇએ છીએ જે એક રીતે તો કોઇની અવહેલના જ છે.

 4. Veena Dave. USA says:

  સરસ લેખ.

 5. Malay Bhatt says:

  આ લે વાંચીને અમેરિકન પ્રમુખ JFK (જ્હોન એફ્ કેનેડી) ની વાત યાદ આવી ગઈ…
  Ask not what your country can do for you, ask what you can do for your country.

 6. જય પટેલ says:

  હમેંશાની જેમ શ્રી મોહમંદ માંકડના વિચારો ગુજરાતની વિચારસરણીનું
  પ્રતિબિંબ બની રહેતા હોય છે.

  સરકાર કંઈક મદદ કરે તે વિચાર સામાન્ય રીતે ઉત્તર ભારતીય છે.
  ગુજરાતમાં આપણી વિચારધારા સ્વતંત્ર રહી છે જે સહકારી ચળવળમાં પણ
  જોઈ શકાય છે.

  આપણે એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજો નિભાવીએ છીએ ?
  સરકાર માઈબાપને ગાલી-ગલૉચ કરવાથી વિકાસ કે લૉ અને ઑડર નહિ સ્થપાય.
  બીજા વિશ્વ યુધ્ધ પછી ભારત એક માત્ર દેશ એવો છે જેણે લોકશાહી માળખું જાળવી રાખી
  પ્રગતિના અનેક સીમાચિન્હો હાંસલ કર્યા છે. પ્રજા જવાબદાર નાગરિકની ફરજો બજાવે તો અનેક
  સમસ્યાઓ આપોઆપ હળવી થઈ જાય. આપણે તો મુતરડીની બહાર લગાવેલી ભગવાનની ટાઈલ્સ
  પર પેશાબ કરી મંદિરે દર્શન કરવા જઈ છીએ…!!!

  વ્યક્તિગત જાગૃતિ કેવું પરિણામ આપે તેનું એક ઉદાહરણ.

  મારા ગામ કરમસદમાં મ્યુનિએ કચરો એકઠો કરવા ટ્રાઈસિકલો રાખી છે.
  દરરોજ સવારમાં સફાઈ કર્મયોગી ટ્રાઈસિકલ લઈ સોસાયટીમાં આવી દરેક બંગલામાં
  એક બાજુએ મુકેલી કચરાની બાલ્દીનો કચરો ટ્રાઈસિકલમાં નાખી તેનું કામ શાંતિથી
  કરી બીજી સોસાયટીમાં જાય…કોઈ કોલાહલ નહિ.
  હમણાં સોસાયટીનો રોડ મ્યુનિ બનાવી રહી છે. અમારી સોસાયટીએ નવો રૉડ બનતા પહેલાં
  સોસાયટીની પોતાની ૪ ઈંચની પાઈપો રૉડની એક બાજુએ 3 ફૂટ નીચે લગાવી બધાને સ્વતંત્ર
  પૉઈંટ આપ્યા જેથી ભવિષ્યમાં નવા રોડ પર ખોદકામ ટાળી શકાય.
  આમ નવો રૉડ લાંબા સમય સુધી સારી સ્થિતીમાં સેવા આપી શકે.

  ગુજરાતી વિચારધારા
  પોતાની લીટી લાંબી કરી લેવી.

 7. કલ્પેશ says:

  એક જ વાક્ય, પણ એને આપણે આચરણમા મૂકીએ તો પરિણામ કેવા?

  બીજાની લીટી નાની દેખાડવી જેથી પોતાની લીટી મોટી થાય
  – આ વાક્યનો પ્રયોગ રાજકારણમા રોજેરોજ જોઇ શકાય છે અને થોડેક અંશે જાહેરખબર માધ્યમમા શરુ થઇ ગયુ છે.
  જો એક સમાજ તરીકે આપણે આ કરીએ તો પરિણામ કેવા?

  હુ માનુ છુ કે એક ગુજરાતી તરીકે આપણે આ તો મોટેભાગે નથી કરતા (અપવાદ તો હશે જ).
  અને કદાચ એક પ્રજા તરીકે આપણે થોડુ સારુ કરી શક્યા હોઇએ તો એમાનુ એક કારણ કે આપણે આ વાક્ય જેવુ વિચારતા નથી.

 8. જય પટેલ says:

  શ્રી જગતભાઈ

  આપે બહુ સરસ વાત કરી….મારી વાત સામાન્ય માનવી માટે છે.

  મારી દ્રષ્ટિએ ઉપરોક્ત મહાનુભાવો અને તમારી કે મારી વચ્ચે બેઝીકલી કોઈ જ ફર્ક નથી.
  ( ફરજ દરમ્યાન જીવ જોખમમાં મુકવા બાબતે )
  બન્નેં એક જ સિક્કાની બે બાજુઓ છે. રાજધાની ટ્રેનનો ડ્રાઈવર ૧૦૦ની સ્પીડથી ટ્રેન હંકારે
  કે પછી પાઈલટ બધા પ્રવાસીઓને સુખરૂપ ગંતવ્ય સ્થાને પહોંચાડે ત્યારે જીવ જોખમમાં
  મુકી રાષ્ટ્રની સેવા કરે છે. એજ રીતે સફાઈ કર્મયોગી કચરાના ઢગલાનો નિકાલ જીવ જોખમમાં
  મુકી કરે છે. બે-ત્રણ દિવસ પહેલાં જ સમાચાર હતા. કચરાના ઢગલામાંથી બૉમ્બ
  ફૂટવાથી મૃત્યુ થયું હતું…અફસોસની વાત એ છે કે પોતે ગંદો થઈ સમાજની ગંદકી દૂર કરનાર
  સફાઈ કર્મયોગીની શહિદીની નોંધ પણ લેવાતી નથી…!!!

  પાણીના ડેમ પર નિયુક્ત કર્મયોગી કેટલી વ્યક્તિઓના જીવનું નિયંત્રણ કરે છે તેનાથી
  ગુજરાતની પ્રજા અજાણ નથી. મચ્છુ ડેમની ભયાવહ હોનારત ગુજરાતે જોઈ છે.

  કોઈની સેવાનો વ્યાપ નાનો હોય કે કોઈનો મોટો પણ જીવ તો બંનેનો જોખમમાં છે.
  આપણે ભાવ કેળવવાની જરૂર છે. કોઈપણ ડ્યુટી પર હોઈએ સરકારી કે પ્રાઈવેટ
  રાષ્ટ્ર પ્રત્યે આપણું યોગદાન અદકેરૂ બની રહે તેવા પ્રયાસ જીવ જોખમમાં પણ મુકવો પડે તો
  સહજતાથી…..ગર્વથી…રાષ્ટ્રનિષ્ઠા રાખીને કરીએ.

  ઉપરોક્ત મહાનુભાવો પણ જ્યારે તેમની કેરીયર શરૂ કરી હશે ત્યારે નાના કર્મયોગીઓ જ હશેને ?

  • જય પટેલ says:

   તૃપ્તિ

   આપે મુંબઈ સુધરાઈના ગેર-વહિવટની છણાવટ કરી જે ભાવ વ્યકત કર્યો છે તેમાં મારી પણ સહમતિ છે.
   આપે અમેરિકાના પ્રવાસ દરમ્યાન જોયું હશે કે મોટા શહેરોનો વહિવટ સ્થાનિક કક્ષાએથી થાય છે.
   સત્તાનું વિકેન્દ્રીકરણ કે જેમાં શહેરનો મેયર બધી જ એજન્સીઓનું સંચાલન તેના કમિશનરો દ્વારા કરે.
   મુંબઈને પણ સ્વતંત્ર સત્તા આપી શહેરના મેયરને વ્યાપક સતાઓ આપી સ્થાનિક તંત્રને મજબૂત
   કરવાની જરૂર છે. મુંબઈની પોલિસ પણ મેયરના તાબામાં હોય તે ઈચ્છ્નીય છે.

   દિલ્હીનો પ્રયોગ સફળ થયો છે પણ જરા જૂદી રીતે…રાજ્ય બનાવીને.

   અમેરિકાના મોટા શહેર ન્યુ યોર્ક….લૉસ એંજલસ….શિકાગો વગેરેનું
   વહિવટીતંત્ર સત્તાનું વિકેન્દ્રીકરણ કરી થાય છે જેમાં નિર્ણયો ઝાડપથી લેવાય છે.

   મુંબઈની પાણી સમસ્યાના ઉપાય માટે જળસંચય શ્રેષ્ઠ છે.
   ચોમાસા દરમ્યાન વહી જતા પાણીને ભૂગર્ભમાં ઉતારી જળસ્તરને ઉપર લાવી શકાય.
   અમદાવાદમાં આવા પ્રયોગ સફળ થયા છે.

   • Editor says:

    સૌ વાચકમિત્રો,

    કૃપયા વિષયનો વિસ્તાર ન કરતાં પોતાનો વિચાર ટૂંકમાં રજૂ કરો. વાર્તાલાપ વિસ્તૃત ન બને તે ધ્યાનમાં રાખો તેવી નમ્ર વિનંતી.

    લિ.
    તંત્રી.

 9. Jagat Dave says:

  જયભાઈ,

  જીવ જોખમમાં મુકવા બાબતે તમારા અને મારા વિચારો માં અંતર છે. સામાન્ય માનવીને કોઈપણ ધમકી પણ આપી શકે છે અને તેને મારી પણ શકે છે (સત્યેન્દ્રનાથ) જ્યારે કિરણબેદી ને કે મ્યુની. કમિશ્નર ને ધમકી આપવા માત્રથી ધરપકડ થઈ શકે છે.

  ભારતીય સમાજ ને સમગ્ર રીતે જોવામાં આવે તો પ્રજાકીય નૈતિક મુલ્યોની રીતે તેટલી સમજદાર નથી. (તેની પાછળ પણ ઘણા કારણો છે) અને અગાઊ મે લખ્યું છે તેમ સમગ્ર પ્રજાનું આપોઆપ અને એકાએક ગુણવાન બની જવું શક્ય નથી. પ્રાચીન સમયમાં ધર્મો એ એ કામ ઘણાં સમય સુધી કર્યું પણ આધુનિક સમય આવતા આવતા તેઓ પણ હજારો સંપ્રદાયો માં વિખાઈ ને વિખવાદનું કારણ બનવા લાગ્યા અને તે પણ સામાજીક મુલ્યોના વિકાસ ને બદલે પતનનું કારણ બનવા લાગ્યા. જાતિ-પ્રથા એ પણ દાટ વાળ્યો. આપણે આપણાં જ જાળામાં અટવાઈ ગયા. ઘણા અંશે હજુ પણ અટવાયેલા છીએ.

  માટે જ…..ભારત દેશની વિશાળ જનતાને ‘સારી વ્યક્તિઓ’ બનાવવા માટે પણ સારા પ્લાનિંગની / સારા વહીવટની અને સારા વહીવટદારોની આવશ્યકતા છે. અનેક હિરાઓ આ ધરતીમાં પડયા જ છે……..પણ પારખુંઓ ક્યાં છે? નથી તો કેમ નથી? વિદેશની ધરતી કેમ તલાશવી પડે છે?

  સમાજનાં નિર્માણ અને પતન માટે તેનાં વહીવટદારો કે સરકારો જેટલું જવાબદાર કોઈ નથી હોતું.

  ૧. પ્રાચીન ઉદાહરણઃ મૌર્ય સામ્રાજ્ય
  ૨.આધુનિક ઉદાહરણઃ પાકિસ્તાન

  • જય પટેલ says:

   શ્રી જગતભાઈ

   ભારતના ઉત્કર્ષના પરિપ્રેક્ષ્યની ચર્ચા રસપ્રદ બની રહી….પરંતુ વિષયાંતરના ભયે વિરામ આપું છું.
   આપની સાથેનું વિચારોનું આદાન-પ્રદાન હંમેશાની જેમ કંઈક નિષ્કર્ષ વાળું રહ્યું છે.

   આભાર સહ

  • trupti says:

   Jagatbhai,

   I some what agree with many of your point.
   Self-discipline: Being a responsible citizen of the country, it is everyone’s duty to follow certain norms and every one needs to behave and use the public property the way they are using their own personal property. To give you an example, we always complain the Municipality, but who is responsible to keep it clean keep the roads clean and tidy? And in my opinion the answer is, we the citizens. However, many times we are seeing people are littering the roads and the public places, because the attitude is, it does not belong to me, let the Govt. or the Municipality takes care of the same. Yesterday when I was walking through the road of Juhu Scheme, which is suppose to be the posh area and till few years ago, it was dominantly occupied by the whose who of the society. I noticed a young man, who was traveling by the richaw spited from the running vehicle. Since there was traffic on the road, after few steps, it halted there, I just asked him one question, ” don’t you know where you are suppose to spit being an educated person also?” in turn he said, “sorry” but the lady seating with him smiled, and I could make out what she was trying to say by that smile. In my view, it is individual’s responsibility to educate the person who does not understand, which is called ‘ we care’. I am working in an International Co. and we give too much of emphasis to this concept, and it is termed as ‘ Beyond Zero’ and it is becoming internationally popular. Under this programme, you have to tell the person who is doing wrong, and try to correct, not only in the organization but also even out side, like, train, other public transport or even on the road, in the society where you are leaving and any public places. The way yesterday I noticed a young educated boy spiting out of the running vehicle, just few minutes back, I had noticed, a man spiting after chewing pan out of the fast moving state transport bus. And the man who spited from the bus was not much educated and looked like an urchin. In this kind of situation, the level of thinking and behavior of educated as well as uneducated person was the same.

   The National Heroes: The only difference between the national leaders and us it, for them the Nation comes first and their family comes second, whereas for us it is vice-a-versa. That is the reason, in spite of their death many years ago, their are still alive in the minds of the people, whereas, we after our death becomes the past very soon and is remembered by our family members only for few years and after that generation is over, we tend to forget them at all.

   • Jagat Dave says:

    તૃપ્તિબેનઃ

    તમારો અભિગમ સ્થાનિક કક્ષાનો છે અને હું વિશાળ પરીપેક્ષમાં વાત કરું છું. મને પ્રશ્ન થાય છે કે પ્રજાનો આટલો મોટો વિશાળ વર્ગ કેમ એવું વર્તન કરે છે? એ જ વ્યક્તિઓ જો વિદેશમાં જાય તો કેમ શિસ્તબધ્ધ થઈ જાય છે? આટલી ધાર્મિક કથાઓ, મંદિરોના ધક્કાઓ, સાધુઓની જમાતો અને ભણતર છતાં તેનાં આત્મામાં ઘંટારવ કેમ નથી થતો?????

    ખામી ક્યાં છે? ધડતરમાં કે ભણતરમાં? સિસ્ટમમાં કે સરકારમાં? ધર્મમાં કે સમાજમાં? કાયદામાં કે અમલમાં? આત્મામાં કે DNA માં?

    તમને એવો સંતોષ જરુર થતો હશે કે હું એક જવાબદાર નાગરીક છું અને હું આવું વર્તન નથી કરતી (હું પણ એવા જ સંતોષમાં રહું છુ)…….પણ શું પતંગીયું પાંખો ફફડાવે ને પર્યાવરણ માં બદલાવ આવી જાય? બહોળા સમાજ ને એવું કરવા જો પ્રેરણા આપવી હોય તો? તો એ કામ કોણ અને ક્યાંથી કરશે? એ વ્યવસ્થાતંત્ર કયાંથી ઉભું થશે? વ્યાપક, ત્વરીત અને કાયમી બદલાવ માટે સરકાર અથવા વહીવટીતંત્રની ઈચ્છાશક્તિ અને કાર્યશક્તિ જરૂરી છે. હું અને તમે કદાચ આપણી આસપાસનાં વર્તૂળમાં ચોખ્ખાઈ રાખીશું પણ તેનાથી ગંદકીનાં કે ભ્રષ્ટાચારનાણ ‘રાક્ષસો’ ને કશો ફેર નહી પડે. અને બધા ‘રાક્ષસો’ આપોઆપ અને એકાએક ગુણવાન બની જવાનાં તેવા કેફમાં રાચવું તે પણ પતંગીયાનાં પાંખો ફફડાવવા બરાબર છે.

    આજે કોપનહેગનમાં દુનિયાનું ભવિષ્ય નક્કી કરવા સરકારો ભેગી કેમ થઈ છે? એક ઉપદેશાત્મક લેખ લખો કે પ્રવચન આપો ને કહી દો કે કાર્બન ઉત્સર્જન આજ થી બંધ………પણ ના એવું નહી થાય તેના માટે વહીવટીતંત્ર જોશે…..કાયદાઓ જોશે…..અમલની વ્યવસ્થા જોશે……તેના અમલનું મુલ્યાંકન કરવાની વ્યવસ્થા જોશે.

    તેવી જ રીતે સમગ્ર સમાજનું જયારે ઘડતર કરવું હોય અને તે પણ ત્વરાથી કરવું હોય તો માત્ર એક લેખ કે પ્રવચન જ નહિ પણ મોટી વ્યવસ્થાની જરુર પડે. સ્વંશિસ્ત આવકાર્ય ગુણ છે પણ તે આવે છે ક્યાંથી? એક તંત્રમાં થી…….સ્વંશિસ્તના પાઠની શરુઆત શાળાઓ માં થી થાય છે જે પણ એક વ્યવસ્થા તંત્રનો ભાગ છે. માટે જ પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવું આવશ્યક છે.

    ઝાઝી વાતોથી તો ગાડા ભરાય….પણ ટુંકસાર કે ‘સ્વંશિસ્ત આવકાર્ય પણ સામુહિકશિસ્ત પાલન માટે વ્યવસ્થા તંત્ર આવશ્યક’

    • trupti says:

     Jagatbhai,

     I do agree with you, and what examples or situation I have highlighted here is of the common person and in day-to-day life, what we are facing. The change is required form its root cause, but as you are aware, the politicians and other powerful persons in the power are corrupt, and there are many reasons for that. The prime reason for taking the bribe by the Police or other Govt. servants are their pay structure, they are very poorly paid compared to kind of work they are doing and kind of risk they are taking in the process of their service. Due to poor pay structure; they are forced to take bribe to meet both their end meet. Lake of basic education, if you notice, the person serving in the police dept. at a lower level are coming form very poor and uneducated and uncivilized background and their family members are not capable enough to support the family by working outside. The need to earn more money is due to globalization, they see many glittering things in the day-to-day life, which the money can buy, but they have no money to enjoy such kind of luxury. There are such few factors leads to the corruption. If you talk about the basic education in the school, once again, the teachers are suppose to be the foundation stones in inculcating the basic values in the minds of the students. The children of 2-3 years, when they start going to school are like a small plant or rather like moldable mud, and can be mould the manner in which we would like to mould. Once again, the salary structure in India, the pay scales of such an important person in the society is poorly paid, hence, they are interested in making money by taking private tuitions and not interested in the growth of the children they are teaching. Until the people will not understand the self-discipline, it is very difficult to change the situation. Suppose, you have to get some of your work done in the govt. office, and you decide, you will not bribe the govt. officials and will wait till your turn comes, but that number will never come unless you will give something under the table, and if you wait, you may suffer heavy financial loss due to delay. Hence, to get your work done you pay bribe. However, if, each citizen decides not to bend him or herself in front of the corruption, then you can expect some drastic change. However, is it possible for each citizen? The answer many be no, as no body has time, energy or money to fight. That is the reason; those so-called public servants have taken the public for granted.

     • Jagat Dave says:

      તૃપ્તિબેનઃ

      આ વાર્તાલાપથી ઘણાં વિચાર વમળો ઉમટ્યાં અને આપણે તે લખ્યા…….ઈચ્છીએ કે ‘પતંગીયાઓનો આ ફફડાટ’ કયારેક રંગ લાવે.

      મોહંમદભાઈનો પણ આભાર માનવો ઘટે કેમ કે તેમનુ લખાણ ઉદ્દીપક બન્યું. મૃગેશભાઈ પણ અભિનંદન ને પાત્ર નિમિત બનવા બદલ અને આ લખાણોને તેમનાં બ્લોગમાં પ્રકાશિત કરવા બદલ.

      અસ્તુ.

    • જય પટેલ says:

     શ્રી જગતભાઈ

     ભારતીય વહિવટી તંત્રને સમજવાની આપની મથામણના સ્વરૂપે નિકળેલો
     નિષ્કર્ષ….ખામી ક્યાં છે ? મને મજબૂર કરી દીધો આપના મનોમંથનના સમાધાન માટે.

     ભારતીય તંત્રની સમસ્યાઓનું મૂળ કાયદાના પાલનની શિથીલતા છે. આ શિથીલતા પ્રગટાવે છે
     નિર્ભયતા. રૂ.૫૦૦૦ કરોડનું કૌભાંડ કરનાર હર્ષદ મહેતા હોય કે પછી રૂ.૧૨૦૦ કરોડનું કૌભાંડ કરનાર
     કેતન પારેખ બધા જ મુકત હવામાં કાયદાની હાંસી ઉડાવી વિચરણ કરે છે. આપણા તંત્રની સામે
     બર્નાડ મેડોફનો કિસ્સો છે જેને ૧૫૦ વર્ષની સજા થઈ છે.

     કાયદાનું સખ્ત પાલન ઉપરથી થાય તો સમાજના નાનામાં નાના માણસને કાયદાનો ડર લાગે.
     મોટા મગરમચ્છો જ્યારે મુકતપણે સમાજમાં નિર્લજત્તાથી ફરતા હોય ત્યારે તંત્ર એક પ્રકારનું
     પ્રોત્સાહન આપે છે વધુ ભ્રષ્ટાચારને પાંગવા માટે.

     જ્યુડિશીયલ સિસ્ટીમ જ્યાં સુધી સખ્ત અને બેરહમ નહિ હોય ત્યાં સુધી ભ્રષ્ટાચારના ભોરિંગને
     નાથવો અશક્ય છે.

     • trupti says:

      જય,
      ભ્રષ્ટાચાર નામ ના કાળી નાગને નાથવા ભગવાન શ્રી ક્રિષણ પાછો એ જનમ લેવો પડસે.

 10. Jagat Dave says:

  એટલે જ…………….બધાં કામ સરકાર કે સંસ્થાઓ ભલે નહીં કરી શકે……….પણ જો કરવા જેવા કામ પણ તે નહી કરે તો લોકો સ્વયંશિસ્ત માં રહેશે તે અપેક્ષા નહી સંતોષાય.

  બુદ્ધ, માર્ક્સ કે ગાંધી નું પેદા થવું એ આમ ઘટના નથી.

  • Jagat Dave says:

   મારા ઉપરનો પ્રતિભાવ લખ્યાંના ચાર જ દિવસ પછી…….આજનાં સમાચારમાં……..

   “સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કે.જી. બાલાક્રિશ્નને શનિવારે ચેતવણી આપી હતી કે અદાલતી કેસોનો નિવેડો લાવવામાં વધુ વિલંબ થતાં લોકો બળવો કરતા થઇ જશે અને ન્યાયિક પ્રણાલી પડી ભાંગશે. તેમણે દેશમાં અદાલતોની સંખ્યા વધારીને ૩૫ હજાર કરવા અનુરોધ કર્યો હતો.”

   કેવો યોગાનુયોગ !!!

   મૃગેશભાઈ માફ કરશો.

   • જય પટેલ says:

    શ્રી જગતભાઈ

    મારા પ્રતિભાવમાં મેં આ જ મુદ્દો રજૂ કર્યો હતો.

    ભારતીય તંત્રની સમસ્યાઓનું મૂળ કાયદાના પાલનની શિથીલતા છે.
    કાયદાનો અમલ ત્વરીત ગતિએ થાય તો ઘણી સમસ્યાઓ હળવી થઈ શકે તેમ છે.
    તમારી આ કૉમેંટની ઉપરની કોમેંટમાં આ મુદ્દો રજૂ કર્યો છે.

    મૃગેશભાઈની માફી યાચના સાથે.

 11. Jagat Dave says:

  તૃપ્તીબેન,

  શ્રીકૃષ્ણના એ એક જ વિધાને એટલી બધી ગેરસમજ ફેલાવી કે આખી પ્રજા તેમની રાહ જોતાં જોતાં નિર્માલ્ય બની ગઈ. તલવાર વિંઝતી પ્રજા તરગાળા રમવા લાગી અને ૪૦૦૦ વર્ષ ગુલામ રહી.

  જો સમજાય તો ગાંધી એ જ ‘કલ્કી’ અવતાર હતો. પણ આપણે તો મોર-પીચ્છનાં છોગા જ શોધવામાં રહી ગયા.

  • hardik says:

   જગતભાઈ,

   તમારા વિચારૉ ખુબ જોરદાર છે. આપ જે રીતે વસ્તુ સમજાવૉ છૉ તે મુજબ મારુ માનવુ છે કે આપ રાજકારણ મા જૉરદાર પરિવર્તન લાવી શકૉ. શુ આપ વિચારૉ છો ભારતીય રાજકારણ મા જૉડાવાનુ?

   આભાર

  • Editor says:

   સૌ વાચકમિત્રો,

   કૃપયા આ ચર્ચા હવે અહીં જ બંધ કરવા વિનંતી. હવે આ વિશે વધુ પ્રતિભાવો ન લખવા વિનંતી.

   લિ.
   તંત્રી.

 12. aarohi says:

  પ્રતિભાવો વાન્ચવાની મજા આવી.

 13. aarohi says:

  ટ્રેન જાનગીપુર પહોચી ત્યા હર્ષનાદ થયો, ” હિન્દુસ્તાન જિન્દાબાદ્. ”

  નાકરદા ગુનાહો કી સઝા યહ હૈ હસરત ,

 14. Veena Dave. USA says:

  ખુબ સરસ પ્રતિભાવો.

 15. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  પ્રતિભાવો સરસ હોય છે.
  દરેક મિત્રો, પોતાની રજુઆત સંદર્ભે સારી એવી માહિતી પીરસી અવનવું જણાવે છે.
  મિત્રોને અભિનંદન.

 16. Ashish Dave says:

  Thought provoking articles… and equally interesting comments… Thanks for all who participated in such a nice and open discussion.

  Ashish Dave
  Sunnyvale, California

 17. This is the first article along with the feedbacks that actually i congratulate mohammad bhai for giving such a fine article –atleast i have not come across with such nice presentation—-here in west –and that specially in USA
  i have seen that ppl are very good in presentation whether it it is life or business or religion —-even discipline
  upto atleast 50% is observed in india –every thing will change —

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.