રાફડા – ડૉ. પ્રફુલ્લ દેસાઈ

[‘જલારામદીપ’ સામાયિકમાંથી સાભાર.]

લગભગ અડધા ખંડમાં સફાઈ થઈ રહી હતી. કબાટમાંના કપડાં, ઝૂલાની ગાદી, બેડપરનાં ઓશિકાં-ચારસા, નીચેની કારપેટ બધું સાફ થઈને વ્યવસ્થિત ગોઠવાઈ ગયું હતું. રણજિતને જરા ‘હાશ’ થઈ. ટેબલપરના અને કાચના કબાટની અંદર અને ઉપર ખડકાયેલાં પુસ્તકો, મેગેઝિન અને પોતાનાં લખાણના ગંજ હવે વ્યવસ્થિત કરવાના હતાં. એ બધાંની હાલત જોતાં એને જરા ધ્રુજારી આવી ગઈ. એને થયું કે એ કામ ભગીરથ છે. દર વર્ષે ચોમાસું પૂરું થતું હોય અને દિવાળી આવવાની તૈયારી હોય, ત્યાં જ રણજિતને ધ્રાસકો પડવા માંડે. વાસંતી અને મિતાને ઘરની સફાઈ કરવાનો સોલો ઉપડ્યો જ હોય. સફાઈયજ્ઞ શરૂ થતાં રણજિતનાં મોતિયાં મરી જાય. હલ્લો ગમે ત્યારે પોતાના ખંડ સુધી પહોંચવાના ભણકારા એને આવવા માંડે અને એ તપસ્યા કરતા ઋષિની જેમ તપોભંગ થઈ જાય.

આ દિવાળી શા માટે આવતી હશે ? એને સવાલ થતો. પોતે કંઈ ઉત્સવના તરવરાટ અને આનંદનો વિરોધી નહોતો પણ સાફસૂફી અને સફાઈની આકરી ઝૂંબેશ એને કદી સમજાતી નહીં. એને મન સફાઈ અને સ્વચ્છતા એ સતત ચાલતી પ્રક્રિયા હોવી જોઈએ. એને થતું કે સ્ત્રીવર્ગ વર્ષ દરમિયાન કેમ સતત સફાઈ કરતો નથી રહેતો ? વર્ષ આખું બેદરકાર રહે અને પછી અચાનક દિવાળીનાં દૂદૂંભી વાગવા માંડે અને ઘરેઘરની વીરાંગનાઓ સફાળી જાગી ધૂળ અને જાળાં સામે યુદ્ધ આદરવા મેદાને પડે અને દરેક ઘર ઉથલપાથલ અને અવ્યવસ્થાનું સમરાંગણ બની જાય ! એ યુદ્ધ પોતાના સ્થાનક સુધી આવી પહોંચે અને રણજિતને ભય લાગવા માંડે કે, એ આક્રમણમાં પોતાનાં પુસ્તકો, સામાયિકો, લખાણોની વ્યવસ્થા અને ગોઠવણીના ફૂરચેફૂરચા ઊડી જશે. પોતાનું ધ્યાનભંગ થાય તે તો કદાચ સહી શકાય પણ પછી આડાંઅવળાં, ગમે ત્યાં, ગમે તે રીતે, સીંચી દેવાયેલા એ સામાનમાંથી પોતાને જોઈતી સામગ્રી શોધતાં એને નવનેજાં પાણી ઊતરે. વાસંતીને પોતાનો એ ભય કદી સમજાયો નહોતો.

એવું નહોતું કે વાસંતીને એના તરફ લાગણી નહોતી કે એના કાર્યમાં રસ નહોતો પણ એ તો સારી વ્યવસ્થાપક અને કુશળ ગૃહિણી. એ સામી દલીલ પણ કરી શકતી :
‘અચ્છા, તમે કહો છો કે સફાઈ તો સતત ચાલુ રહેવી જોઈએ, તો તમે કેમ તમારા રૂમને ચોખ્ખો નથી રાખતા ?’ વાસંતીનો એ સવાલ યાદ આવતાં રણજિતને હસવું આવ્યું. પોતાની હાલત અત્યારે કેવી છે ? ખંડને દરવાજે ઊભા રહી કોઈ એને પુસ્તકોના ગંજ વચ્ચે શોધે તો એનો પત્તો પણ મળે ? ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવું એ કામ… જો કે એને વધારે સારી ઉપમા મળી હતી અને તે પણ પાછી વાસંતીના સવાલના જવાબરૂપે…. ઋષિમુનિઓ તપસ્યામાં બેઠા હોય ત્યારે એમની આજુબાજુ…..

મિતાએ એકવાર પૂછેલું પણ ખરું, ‘પપ્પા…. આ ધૂળના ઢગલા વચ્ચે તમને શોધવા પણ કઈ રીતે ?’ એ ફિક્કુ હસ્યો હતો. પછી મિતાને થયું હશે કે કંઈ વધારે પડતું બોલાઈ ગયું છે એટલે ક્ષોભથી બોલેલી, ‘આયમ સૉરી, પપ્પા !’ પણ વાસંતી આવી તક ચૂકે ? લાગલી જ બોલી ઊઠેલી :
‘મિતા, તને પેલા ચ્યવનઋષિની વાત તો ખબર છે ને ?’
મિતા વળી વધારે ક્ષોભથી બોલેલી, ‘ઓહ મમ્મા, ડૉન્ટ સ્ટાર્ટ અગેઈન !’
પણ પોતાનાથી કહ્યા વગર રહેવાયું નહોતું, ‘પણ એમાં ચ્યવનને ક્યાં ખોટ ગઈ હતી ? એના જેવા લઘરવઘરને સુકન્યા જેવી રાજકુમારી ક્યાં મળતે ?’ એણે વાસંતી તરફ જોઈને સ્મિત કર્યું હતું અને વાસંતી ચૂપ થઈ ગઈ હતી. તેણે વાસંતીને સારું લગાડવા નહોતું કહ્યું. સાહિત્યકાર તરીકેની એની થોડી પ્રસિદ્ધિથી જ એને વાસંતી મળી હતી ને ? વાસંતી ત્યારે સંસ્કૃત અને ગુજરાતી વિષયો સાથે એમ.એ. કરી રહી હતી અને એના વિશે જાણતી હતી, એટલે એણે જ એના પપ્પાને….

પહેલી મુલાકાત વખતે તેણે અહોભાવથી કહ્યું પણ ખરું, ‘તમારી આગળ હું તો ગામડિયણ કહેવાઉં !’ સારું હતું કે સસરાજીના મતે એ ઍન્જિનિયર થઈને સારી જૉબ મેળવી શકે તેવો કાબેલ હતો, નહીં તો પેલો ‘અહોભાવ’ પણ કંઈ કામ લાગ્યો ન હોત ! વાસંતીનો એ અહોભાવ જો કે થોડા સમય સુધી જ ટકી રહ્યો હતો. વચ્ચે એક ગરબડ થઈ ગઈ હતી. સરસ્વતીચન્દ્ર અને કુમુદસુંદરી લગ્ન પહેલાં એકબીજાને પત્રો લખતાં હતાં. એકવાર કુમુદે ભાવાવેશમાં એને ‘પ્રિયે’ કહી સંબોધ્યો હતો. એણે મજાકમાં વાસુને એટલે કે વાસંતીને લખ્યું હતું : ‘હું તારી પ્રિયા ક્યારથી થઈ ગયો ?’ બસ, વાસુના જવાબ આવતા બંધ થઈ ગયા. જેમતેમ રૂબરૂ મળ્યા ત્યારે એણે પૂછ્યું હતું.
વાસુ આડું જોઈને બોલી હતી : ‘ગામડિયણ વળી કાગળ શું લખવાની ?’ એ ‘ગામડિયણ’ શબ્દ પરનો શ્લેષ એને અકળાવી ગયો હતો.
‘અરે પણ…. એ તો મેં મજાકમાં…….’
પણ વાત બની નહોતી. એમાં વળી બીજો ‘લોચો’ પડ્યો હતો.

શહેરમાં જ ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન હતું. ક્યાં ક્યાંથી સાહિત્યકારો પધારવાના હતા. ‘ઘેર બેઠાં ગંગા’ જેવો ઘાટ હતો. તેણે વાસુને સાથે લઈ અધિવેશનમાં મહાલવાનું સપનું જોયું. વાસુનો કોઈ જવાબ આવ્યો નહીં. એને બદલે સસરાજી આવ્યા. લગ્નનું મુહૂર્ત કઢાવીને. મુહૂર્ત અધિવેશનના દિવસનું જ. એણે હિંમત કરીને લગ્ન પાછળ ઠેલવાની વાત કરી અને પપ્પાસહિત ઘરનાં બધાં જ એના પર વરસી પડ્યાં. સસરાજી માંડ માંડ એની જીદ આગળ ઝુક્યા પણ એક શરત સાથે. ‘કુંવારે માંડવે’ વાસંતી એની સાથે અધિવેશનમાં નહીં જાય. એણે વાસંતીને ફરી પત્ર લખ્યો હતો. ન તો એનો જવાબ આવ્યો હતો, ન તો એ ખુદ અધિવેશનમાં આવી હતી. નિરાશા સાથે રણજિતને સમજાયું હતું કે સાહિત્યના વિષયો ભણવા અને તેમાં શોખ ધરાવવો એ બંને અલગ બાબતો હતી.

લગ્ન પછી હનીમુન પર જવાનું જલદી બન્યું નહોતું. વાસુની એમ.એ.ની પરીક્ષા હતી અને એ જૉબ પર નવો હતો. શરૂઆતનાં એ વર્ષો ભારે સંઘર્ષનાં હતાં. એવું નહોતું કે એણે નોકરી અને વાસુ નામની છોકરી સાથે ઘરસંસારમાં બેદરકારી રાખી હતી. બૉસ, સગાંવહાલાં, મિત્રો સૌની એણે કાળજી રાખી હતી તો સાથે સાહિત્યક્ષેત્રે પણ પ્રગતિ કરી હતી. એનો પ્રથમ વાર્તાસંગ્રહ પ્રગટ થયો હતો અને એની સરસ નોંધ લેવાઈ હતી. ઉપરાંત એની ગઝલો અને વિવેચનલેખો પણ વખણાયાં હતાં. એણે એક નવલકથા લખવી શરૂ કરી હતી. નોકરી કરતાં કરતાં જે થોડો સમય એને મળતો હતો, તે હવે એ લખવા પાછળ ગાળતો હતો. એને ખ્યાલ જ નહોતો રહ્યો કે વાસુ…. એની નવલકથા છપાઈ અને પ્રકાશકે એનું દબદબાભર્યું વિમોચન રાખ્યું, તે જ દિવસે વાસુને પ્રસૂતિ માટે હૉસ્પિટલમાં દાખલ કરી હતી. સમારંભથી પરવારતાં રાત પડી ગઈ અને એ છેક બીજી સવારે દીકરીને જોવા ગયો, ત્યારે વાસુ એને જોતાં જ પડખું ફરી ગઈ હતી. એણે દીકરીને હાથમાં લીધી તો વાસુએ મોં કટાણું કર્યું, ‘ઓહ, તમે તમારા એકદંડિયા મહેલમાંથી બહાર નીકળ્યા ?’
‘અરે ભાઈ, આવી સરસ ભેટ તેં આપી, પછી હું……’
‘તમે તો એ પણ ભૂલી ગયેલા કે તમે બાપ બનવાના છો !’
‘મારું એક બીજું સર્જન પણ….’
‘હા, એ માનીતું….. અને આ… અણમાનીતું !’
એ કહેવા જતો હતો પણ કહી ન શક્યો કે એ છોકરી એને માટે કેટલી ભાગ્યશાળી નીવડી હતી. એણે દીકરીને છાતી સાથે દાબતાં એટલું જ કહ્યું હતું, ‘અરે, આ તો મારી મિત છે….. મિત !’

નીલેશના જન્મ પછી એને રણજિતરામ સુવર્ણચન્દ્રક આપવાનું નક્કી થયું હતું અને એનો સમારંભ અમદાવાદમાં હતો. એને નીલેશ અને મિતા સાથે વાસુને પણ એમાં લઈ જવાની તક મળવાની હતી. વાસુને એ બતાવી શકવાનો હતો કે એનો પતિ સાહિત્યવર્તુળમાં કેટલી પ્રતિષ્ઠા ધરાવે છે, પણ વાસુએ સમારંભમાં આવવા ઈન્કાર કરી દીધો. એક સાહિત્યકાર મિત્રે વાસુને કહ્યું પણ હતું, ‘ભાભી, તમારે તો સાથ આપવો જોઈએ.’
‘સાથ ? તમારા આ ઋષિમિત્ર તો ભરી ભીડમાં પણ એકલા રહેવા ટેવાયા છે !’ વાસુની વાત ખોટી નહોતી. એ હવે એના ખંડમાં પુસ્તકો વચ્ચે એકલો રહેવા ટેવાઈ ગયો હતો. એને લાગતું કે એની એકલતાને એ કોઈ સાથે વહેંચી શકે તો સારું.

થોડા સમયથી એવી એકમાત્ર વ્યક્તિ હતી નાનકડી મિતા. એના સ્થાનક અને બહારની દુનિયા વચ્ચે જો કોઈ સરળતાથી આવ-જાવ કરી શકતું તો તે મિતા જ. દીકરીને એ વાર્તા કહેતો, એની પાસે કાલુઘેલું સાંભળતો, હાથમાં પેન આપી કંઈને કંઈ લખાવતો. ગીતો શીખવાડતો. હતું કે એકાદ દિવસ એ મિતાને પોતાનો વારસો આપી શકે તો બહુ. અને નવ વરસની મિતા એક દિવસ ઉત્સાહથી દોડતી આવી હતી. એણે એક વાર્તા લખી હતી. એ સાંભળી એ ઝૂમી ઊઠ્યો હતો :
‘વાહ…. તેં વાર્તાનું નામ શું આપ્યું છે, બેટા ?’
મિતા થોડી ખચકાઈ ગઈ હતી. પછી ધીમેથી બોલી હતી, ‘પપ્પા…..મમ્મી કહે છે કે એનું એક નામ… જ બરાબર છે !’
‘એમ ? તારી મમ્મીએ કહ્યું ? શું….?’
મિતા ધીમેથી બોલી હતી, ‘રાફડા…. પપ્પા, રાફડા એટલે શું ?’

એને જરા ઝટકો લાગ્યો હતો. ત્યાં તો બહારથી વાસુનો ઘાંટો સંભળાયો હતો. મિતા વાર્તા સંભળાવ્યા વિના જ ભાગી છૂટી હતી. થોડીવાર પછી એનો રડવાનો અવાજ પણ આવ્યો હતો. રણજિતે એ યાદ કરતાં એક નિ:શ્વાસ નાંખ્યો. એને થયું કે હવે વધારે સાફસૂફી કરવાની શી જરૂર છે ? એ ખંડમાં…. નહીં…. રાફડામાં પ્રવેશ્યો, દરવાજો બંધ કર્યો. હવે એ હતો, એનાં સાથી પુસ્તકોની મદહોશ કરનારી ગંધ હતી. એણે એક પુસ્તક ઉપાડ્યું અને પછી એને ધીમે ધીમે કોતરવા લાગ્યો. એને એ રાફડામાં જ સુખ અને સલામતી લાગ્યાં હતાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મધુસંચય – સંકલિત
બા એકલાં જીવે – મુકેશ જોષી Next »   

15 પ્રતિભાવો : રાફડા – ડૉ. પ્રફુલ્લ દેસાઈ

 1. nayan panchal says:

  WOW !!!

  સુંદર. લેખકના મનોસંધર્ષનુ અદભૂત નિરૂપણ કર્યુ.

  લગ્ન થતા જ સમીકરણો બદલાઈ જાય છે, જે વસ્તુ માટે પહેલા અહોભાવ હતો તે પછી ખૂંચવા લાગે છે.

  એક સરળ મધ્યમ સંદેશ યાદ આવી ગયોઃ

  Quite often, when two people get married, the woman thinks he will change over time, and the man thinks she will never change.

  Both are doomed to disappointment.

  અને બિચારા લેખકશ્રી (વાર્તાના) વારંવાર cross-road પર આવીને ઉભા રહી જાય છે અને Matrix ફિલ્મના નાયકની જેમ અનુભવે છે, ” The Problem is CHOICE”.

  ખૂબ આભાર,
  નયન

  • hardik says:

   nayanbhai,
   best thing’s not to get married(on laughter side)..
   BTW matrix nu naam lai ne tame, mara jeva tech freak na modha maan thi “Wow” kaheva majbur karya che..
   Kyan “Neo” ni choice ne kyan life partner ni choice(on laughter side again)..
   completely agree with your comments..nice thoughts

   -hardik

   • Gopal Shah says:

    Nayan Bhai and Hardik Bhai,

    I agree with you guys… but why women around the world takes the “Red” capsuel (From Matrix) and thinks that they will change the guy! Where the guy knows… Red or Blue capsule – I am not changing because guys are constants…. Yes guys will compromise to avide any arguments and stuff… a wise move!!!! By the way I have been married over 30 years….

    For first five years of marrage – husband talks – wife listens
    Sencond five years of marrage – wife talks – husband listens
    and after that – they both talk and entire neighbourhood listens

    લગ્નનો લાડુ – ખાએ પછતાયે – ના ખાયે પછતાયે….

    • nayan panchal says:

     લગ્નમાં પણ ગોરમહારાજે લાલ અને ભૂરી કેપ્સ્યુલ આપવી જોઈએ. એક લાસ્ટ ચાન્સ. લાલ કેપ્સ્યુલ.

     જે લોકો Matrix ફિલ્મથી માહિતગાર નથી, તેમને જણાવવાનુ કે તે એક ખૂબ જ સરસ Sci-fi અને Spiritual ફિલ્મ છે.

     Now, no more comments on Matrix. નહીતર મૃગેશભાઈ લાલ કેપ્સ્યુલ આપી દેશે.

     નયન

 2. Devina says:

  VERY SIMPLE AND GOOD STORY

 3. Dilip says:

  Most of the gujarati women never appriciate any literary achivements of their husband.

  • Harish S. Joshi says:

   એવુ બહુજ ઓચ્હુ બને કે જિવન સાથિ નિ રુચિ મા બિજા પાત્ર ને પન એત્લિજ રુચિ હોય્.ને એત્લેજ ગાદુ ચાલ્તુ હોય ચ્હે.
   અપવાદ સ્વરુપે બહુજ ઓચ્હા દમ્પતિ જોવા મલ્સે જેમ્ને એક બિજા ના શોખ મા પન સારિ એવિ રુચિ હોય અને પરસ્પર્
   પ્રોત્સાહન પન આપ્તા રહે. એક સરલ વિશય પર સ્સાર્રો લેખ આભાર્ ભવિશ્ય મા પન આવુ પિરસ્તા રહો એજ અપેક્શા.

 4. hirva says:

  ok story.generally all people appreciate the success.Here husband was not carring in starting he was living in his own world so wife was disturb with his work .But when one can prove itself all will accept.

 5. reema says:

  vasanti ye pan tena pati na kam ma interest levo joiye,
  pan ghani vakhat huaband ne nathi gamtu ke wife tena proffession ma ke bussiness ma interest le

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.