બા એકલાં જીવે – મુકેશ જોષી

બા એકલાં જીવે….. બા સાવ એકલાં જીવે
એકલતાનાં વર્ષો એને ટીપે ટીપે પીવે
બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું
રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું
દોડાદોડી, સંતાકૂકડી, સહુ પકડાઈ જાતાં
ભાઈ-ભગિની ભેળાં બેસી સુખનો હિંચકો ખાતાં
સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે
ઊડવાનું બળ આપી પાછી ઊડવાનું શીખડાવે
સુખનો સૂરજ છાનોમાનો જલતો ઘરના દીવે…
કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ
કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ
સૂનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતાં
બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા
સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે
બાએ સહુના સપના તેડ્યા કોણ બાને તેડે
ફાટેલા સાળુડાં સાથે કૈંક નિ:સાસા સીવે
કમસે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ
નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ
દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે
ફ્રેમ થયેલા દાદા એનાં આંસુ ક્યાંથી લૂછે
શબરીજીને ફળી ગયા’તા બોર અને એ રામ
બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો’ રામ
જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે…
બા એકલાં જીવે….. બા સાવ એકલાં જીવે

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રાફડા – ડૉ. પ્રફુલ્લ દેસાઈ
વાગોળવા જેવા વિચાર – સંકલિત Next »   

27 પ્રતિભાવો : બા એકલાં જીવે – મુકેશ જોષી

 1. gopal parekh says:

  હૈયુઁ વલોવાય જાય એવી કવિતા

 2. Mukesh Pandya says:

  એક લાગણીભીની રચના. મારા મતે, રીડગુજરાતીના દરેક વાચકને પોતાની કથની લાગે તેવી ઘટમાળની સુંદર રજુઆત.

 3. ખુબ જ સુંદર હ્રદય હચમચાવી મૂકે તેવી કવિતા.

 4. HARSH says:

  ખુબ સુન્દર છે અને દરેક વાચકે સમજવા જેવી છે..

 5. “શબરીજીને ફળી ગયા’તા બોર અને એ રામ
  બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો’ રામ”

  હ્રદય દ્રાવક કવિતા…
  આભાર

 6. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ રચના. અતિ સુંદર.

 7. જય પટેલ says:

  બાએ સહુના સપના તેડ્યા કોણ બાને તેડે.

  ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ આ રચના માધ્યમિક શિક્ષણના ધો. ૯માં અપનાવી જોઈએ.
  સંસ્કારનુ સિંચન કરતી ભાવવહી રચના બાળકો જીવન ઘડતરમાં ચાવીરૂપ ભુમિકા ભજવશે.

  • Akash says:

   સુન્દર રચ્ના.. સાચેના રચ્ના સન્સ્કાર નુ સિન્ચન કર્શે જો શાળા મા અપ્નાવિ હોય તો..સુન્દર વિચાર્..

 8. Veena Dave. USA says:

  ખુબ સરસ.

 9. Gopal Shah says:

  આંખો ભનિ થઇ ગઇ…. ખુબ સરસ રચના… બાઘબાન ફિલ્મ યાદ આવિ ગઇ….

 10. Jagat Dave says:

  એક ધણી જુની રચના ‘આંધળી મા નો કાગળ’ યાદ આવી ગઈ.

 11. Samir says:

  લાગણી ભીની કવિતા!!!

 12. Pravin V. Patel [ Norristown, PA USA ] says:

  નરી વાસ્તવિકતા.
  આબેહૂબ રજુઆત.
  લોકો જાણે છે,
  છતાં આંખ આડા કાન.
  શાને લાચાર?????????????????
  આભાર.
  હાર્દિક ધન્યવાદ.

 13. Sunita Thakar says:

  દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે
  ફ્રેમ થયેલા દાદા એનાં આંસુ ક્યાંથી લૂછે
  આજે પન મારા બા ને ફોન કરુ છુ તો એમનો અવાજ એટલો મીઠો લાગે છે કે બસ એ બોલ્યા કરે અને હુ સામ્ભળ્યા કરુ. મુકેશભાઈ તમે તો હ્રદય ના તાર હચમચાવી નાખ્યા.

 14. nayan panchal says:

  અત્યંત સંવેદનશીલ અને હ્રદયસ્પર્શી રચના.

  કોઈ બા ને કે બાપુજીને એકલા ન જીવવુ પડે તેવી પ્રભુપ્રાર્થના.
  નયન

 15. varsha tanna says:

  આંધળીમાના કાગળની જેમ હેયુ વલોવાઇ જાય તેવી રચના

 16. c.z.patel ....from .....toronto says:

  અન્ધદિ મા નો પત્ર લખો ………….બધા ને ગમશે……..થન્ક્સ્……

  • જગત દવે says:

   શ્રી સી. ઝેડ. પટેલની વિનંતીથી અને અન્ય વાંચકો એ વારંવાર જેનો ઉલ્લેખ કર્યો છે તે રચનાઃ
   “આંધળી માં નો કાગળ”

   અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
   પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
   ગગો એનો મુંબઇ કામે;
   ગીગુભાઇ નાગજી નામે.
   લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
   કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
   સમાચાર સાંભળી તારા,
   રોવું મારે કેટલા દ્હાડા ?

   ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
   દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
   નિત નવાં લૂગડાં પ્હેરે
   પાણી જેમ પઇસા વેરે.
   હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
   દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
   કાયા તારી રાખજે રૂડી,
   ગરીબની ઇ જ છે મૂડી.
   ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
   જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
   તારે પકવાનનું ભાણું,
   મારે નિત જારનું ખાણું.
   દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
   આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
   તારે ગામ વીજળીદીવા,
   મારે આંહીં અંધારાં પીવાં.
   લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
   એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
   હવે નથી જીવવા આરો,
   આવ્યો ભીખ માગવા વારો.

   રચનાકાર -શ્રી ઇન્દુલાલ ગાંધી

 17. Digant C Antani says:

  આ ગીતનું અદભુત સ્વરાંકન હમણાં જ શ્રી શ્યામલ-સૌમિલભાઇઓએ કર્યું છે.

  – દિગંત અંતાણી

 18. Gagubha Raj says:

  હ્ર્દયસ્પર્શી કવિતા. “મામા” તરીકેની ભૂમિકા ભજવતાં જોયેલાં અદ્દલ દ્ર્શ્યોને આદરણીય મુકેશભાઇએ શબ્દદેહ આપ્યો છે, અભિનંદન. “બા”ને હજુ વધુ લાડ લડાવતી રચનાઓ આપની કલમેથી નીતરે એવી પ્રભુપ્રાર્થના… અને આજની મારી સ્ફુરણા આપના મંતવ્ય માટે.. “મછરાં (મચ્છર) કેવાં ગણગણે, મારા ગગાને કોણ ઓઢાડશે, અરે ! પીંડી એની ઢાંકો, કોઇની નજરો એને લાગશે, પેલા શીંકાને કોક હટાવો, સૂતાં એના શીરે આવશે, વાયરો નફ્ફટ વધ્યો છે કેવો, એ પડશે તો ગગાને વાગશે” માની રોજિંદી દૈનિક ક્રિયા દરમિયાન પણ “ગગા”ની સતત ચિંતા કરતી બા….

 19. Ashish Shah says:

  Ankh mathi ansu ni dhar nikli gai… mari dadima ane nanima beu yaad avi gaya… Sundar majani kruti… Avi rachanao thi J Gujarati Bhasha samrudh che….

 20. Harish S. Joshi says:

  ભાઇ મુકેશ્ તમે સાધુ વાદ ને પાત્ર ચ્હો.આવિ રચના થેી ગુજરતિ સાહિત્ય મા તમારુ નામ સ્વર્ન અક્શરો થેી અન્કિત થૈ ગયુ.
  આ એક યાદગાર ક્રુતિ ચ્હે.,જેને અમારા હ્રુદય ને ભિન્જ્વિ દિધા ચ્હે.આભાર્.

 21. Devendra Shah says:

  અત્યંત સંવેદનશીલ અને હ્રદયસ્પર્શી રચના.
  ગગુભા નો ઉમેરો પન ખુબ ભાવવાહિ છે.
  ધન્યવાદ્

 22. jashvant. Goswami says:

  બા માટે ગ્ના લેખો જોયા,ગણેી કવેીતા વાચેી,જેીવન ને ડામાડોળ કરેી નાખે લખવુ સહેલ ચે બા ને અપનાવનાર મરદ ના બચ્ચા કેટલા?

 23. Pushpa says:

  કકુ,માવદિ ને યાદ કરિ ને મારુ મૈયર અને શન્તઆબાલિ ને હૈઆ મઆ ઉભા કર્યા દિકરા. બા અને મામઅઓ રસ્ગુલ્લા જેવા માખન ને કુલેર ઘિ રેદિ ને પોરસાતા હત્તા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.