વાગોળવા જેવા વિચાર – સંકલિત

[સુરતથી પ્રકાશિત થતા ‘જીવનયાત્રી’ સામાયિકમાંથી સાભાર.]

[1] હે ભગવાન ! જગતને તું જ સુધારજે પણ એની શરૂઆત મારાથી કરજે.

[2] જિંદગીમાં જે માગીએ છીએ તે બધું જ નથી મળતું અને મળે છે તેમાનું ઘણું જ માગેલું પણ નથી હોતું.

[3] પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ પરિણામોથી નથી છટકી શકાતું.

[4] દુ:ખી થયેલો માણસ પરિસ્થિતિ અથવા પ્રારબ્ધને દોષ દઈ દે છે, પરંતુ પોતાનાં કર્મ દોષને યાદ નથી કરી શકતો.

[5] પોતાના સંતાનને પુરુષાર્થની ટેવો પાડે છે તે મા-બાપ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે.

[6] દીકરીને સાસરે વળાવતી વખતે સંસ્કારોનો કરિયાવર કરનાર માતાપિતા સૌથી મોટો દાયજો આપે છે.

[7] જે માણસ કોઈનુંય કશું સાંભળતો જ નથી એનું ઈશ્વર પણ કંઈ સાંભળતો નથી.

[8] પરસેવો પાડ્યા વગરની કમાણી સુખ અને શાંતિની ઝડપથી સમાપ્તિ કરે છે.

[9] દુશ્મન માટે સળગાવેલી આગ, દુશ્મન કરતાં પોતાને જ વધુ બાળનારી હોય છે.

[10] દુષ્કૃત્યોને હંમેશા ઢાંકી રાખે એવો પડદો વણનાર કોઈ વણકર હજુ પાક્યો નથી.

[11] હાલ તુરંત તમારી સામે આવેલા નાના-નાના કામો અત્યારે જ કરવા માંડીએ તો મોટા કામો શોધતા શોધતા આપ મેળે જ આવી પહોંચશે.

[12] સાદાઈ, સંયમ અને સંતોષ હશે તો જ શાંતિની અનુભૂતિ થઈ શકશે.

[13] નીતિ કપડાં સમાન છે અને ધર્મ દાગીના સમાન. જેમ કપડાં વિના ઘરેણા શોભતાં નથી તેમ નીતિ વગરનો ધર્મ સારો લાગતો નથી.

[14] શરીરને માત્ર સુખી કરવા જતાં આત્મા દુ:ખી ન થઈ જાય તેનો ખ્યાલ રાખવો.

[15] બે દિવસની મુસાફરી કરવા માટે કેટલીય તૈયારી કરનારો માણસ, કાયમની મુસાફરી કરવા માટે કેમ કંઈ જ તૈયારી કરતો નથી ?

[16] જવાબ શોધવો હોય તો પહેલા સવાલને બરાબર સમજી લેવો જરૂરી છે.

[17] જગતનાં સર્વ ઝગડાઓનું મૂળ અર્થ અને કામ જ હોય છે.

[18] આંખમાં અમી તો દુનિયા ગમી, જીભમાં અમી તો દુનિયા નમી.

[19] કાચા કાન, શંકાશીલ નજર અને ઢીલું મન માણસને ગમે તેવા ઉપભોગો વચ્ચે પણ નરકનો અનુભવ કરાવે છે.

[20] સંતતિ અને સંપત્તિ એ કુદરતી દેન છે, તેને પ્રાપ્ત કરવા પાપ ન કરાય પણ પ્રયત્ન કરાય.

[21] જે માણસ પોતાની જાતને સુધારવા બેઠા હોય તેની પાસે બીજાની ટીકા કરવાનો સમય હોતો નથી.

[22] એક વાર ખાય તે યોગી, બે વાર ખાય તે ભોગી, ત્રણ વાર ખાય તે રોગી અને અનેકવાર ખાય તેની બરબાદી.

[23] અંધને રસ્તો બતાવવો, તરસ્યાને પાણી પાવું અને ભૂખ્યાને રોટલો દેવો એ શ્રેષ્ઠ દાન છે.

[24] જગતને મિત્ર બનીને જોશો તો સુંદર લાગશે અને શત્રુ બનીને જોશો તો કદરૂપ લાગશે.

[25] જે ગરીબી આળસ, વ્યસન, મૂર્ખતા, અનીતિ અને નકામા ખર્ચાઓને લીધે આવી હોય તો જરૂર શરમજનક : એ સિવાયની ગરીબી માટે જરાય શરમાવાનું ન હોય.

[26] પાણી પણ ડૂબાડતા પહેલા બે વખત બચવાની તક આપે છે, કોઈને ખુલાસો કરવા માટેની એકાદ તક તો આપો.

[27] તમારી હાજરીથી જે લોકો કાંપે છે, એ જ લોકો તમારી ગેરહાજરીમાં તમને કાપે છે.

[28] જેમ શરીરને સાફ રાખવા નિયમિત સ્નાન કરવું પડે છે, તેમ અંત:કરણને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી પડે છે.

[29] બાળકોને કેળવવા એ એક કળા છે, એમાં જેટલો સમય આપશો, એટલા મીઠાં ફળ ભવિષ્યમાં મળશે.

[30] આપણને સહુને સામે કિનારે પહોંચવાની ઉતાવળ બહુ જ છે, પરંતુ હોડીને હલેસા બીજા કોઈ મારી દે તો.

[31] બાળકોને તમે તમારો પ્રેમ આપો. વિચારો નહીં. કારણ કે એની પાસે એમના પોતાના વિચારો છે જ એને પ્રતિપાદિત થવા દો.

[32] વેઠ ઊતારનાર માણસ પોતે જ પોતાને વેઠિયાનો દરજ્જો આપતો હોય છે. કામદાર પોતાના કામમાં જ્યારે મન રેડે છે, ત્યારે તે કારીગર બને છે અને કામમાં જ્યારે હૃદય રેડે છે ત્યારે તે કલાકાર બને છે.

[33] દુનિયામાં માનપૂર્વક રહેવાનો સરળ માર્ગ એ છે કે, આપણે જેવા બહારથી દેખાવા ઈચ્છતા હોઈએ તેવા જ અંદરથી પણ રહીએ.

[34] તકની ઓળખાણની મુશ્કેલી એ છે કે એ જ્યારે આવે છે ત્યારે ખબર રહેતી નથી અને ચાલી જાય છે પછી બહુ મોટી લાગે છે.

[35] કીર્તિ મેળવવા માટે ઘણા જ સારા કામ કરવા પડે છે, પરંતુ અપકીર્તિ માટે એક જ ખરાબ કામ પૂરતું છે.

[36] પગ લપસવાથી થયેલા ઘા રૂઝાઈ જશે, પણ જીભ લપસવાથી થયેલા ઘા રૂઝાતા બહુ વાર લાગે છે.

[37] માણસ જો પોતાના મનથી શાંતિ પ્રાપ્ત ન કરી શકતો હોય, તો દુનિયાનું કોઈપણ સ્થળ તેને શાંતિ આપી શકશે નહીં.

[38] દિવસમાં બે-ત્રણ વખત સ્મશાન ને યાદ કરવામાં આવે તો બુદ્ધિમાં જરૂર ફેર પડશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બા એકલાં જીવે – મુકેશ જોષી
મહા પ્રશ્ન – કિસન સોસા Next »   

23 પ્રતિભાવો : વાગોળવા જેવા વિચાર – સંકલિત

 1. dr sudhakar hathi says:

  na na vakyo mota mota pustako thi pan vadhu gyan aapi jay chhe dr sudhakar hathi jam nagar

 2. ખુબ સુંદર સંકલન.

 3. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ સંકલન. આભાર.

 4. ૨૦, ૨૯ અને ૩૧ મો વિચાર મોતી ખુબ સુદર છે.

  આવુ જ એક વાક્ય બીજુ પણ વાંચેલુ છે.

  “જો તમે સંતાનને સંસ્કાર નહી આપો તો સંતતિ અને સંપતિ બન્ને ગુમાવવાનો સમય આવશે” પ.પુ. પ્રમુખસ્વામિ મહારાજ

 5. rajnichheda says:

  ખુબ સરસ સંકલન. આભાર.

 6. Veena Dave. USA says:

  વાહ્ , સવારમા સરસ વાચન મળી ગયુ. સવાર કે દિવસ તો શુ જીવન સરસ કરી આપે એવુ અમુલ્ય્ સંકલન.

 7. Chirag says:

  Good article…. Good thinking….

 8. Jagat Dave says:

  મારા work table પર સુવાક્યોથી મઢેલું ૩૬૫ સુવાક્યો ધરાવતું કેલેન્ડર રાખ્યું છે………

  જેમાં આજ નો સુવિચાર……… “Education makes people easy to lead, but difficult to drive, easy to govern, but impossible to enslave”

 9. nayan panchal says:

  સુંદર સંકલન.

  If you feel Life is tragedy; If you think, Life is comedy.

  નયન

 10. very good article.

  one sentenance from me.

  Game ne male te annand, ane male ne game te sukh.

 11. આ લેખો જીવન પ્રેરણા આપનારા છે.

  I am Proud of you for good & Great articles .

 12. Nimesh Trivedi says:

  simply superb….

 13. Mahesh Kundalia says:

  બહુ જ સરસ સુવિચારો નું સનંકલન….આભાર..!

  “સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,
  અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..!”

 14. Mayur Patel-Shanghai,china says:

  પ.પુજ્ય પ્રમુખસ્વામિ મહારાજ નું એક વચન યાદ આવે છે…” બીજાનાં ભલામાં આપણું ભલું છે..”…

  જો બધાં લોકો આને અનુસરે તો ક્યાંય કોઇ દુઃખ ન રહે…

 15. Mital Parmar says:

  ખરેખર બહુ જ સરસ સુવાક્યો ……..ane je loko e pratibhavo aapi ne je suvakyo lakhya chhe te pan bahu saras chhe….thanks

 16. DEVSWARUP says:

  અદભુત્

 17. DHIREN BHANKHARIA says:

  ખુબ જ સરસ લેખ વચિ ને મજ અવ્વિ ગૈ

 18. Haresh Gala says:

  સરસ સાઈટ છે.
  બાલમૂતિ મેગેઝીનમા આ સાઈટ વિશે વાંચીને અભિપ્રાય લખવા પ્રેરાયો છુ.

  આ સાઈટને વઘુ પ્રચલિત કરવા મહેનત કરીશ.

  હરેશ ગાલા

 19. aarti says:

  મને તમારા સુવિચાર ખુબ ગ્મ્યા . મારો આજ્નો સુવિચાર ,
  ” કાય નથિ હોતુ ત્યારે ભવ નડૅ છે ,થોડૂક હોય ત્યારે ભાવ નડે છે અને બધુજ હોય ત્યારે સ્વભાવ નડૅ છે “….ઃ)

 20. Amit Trivedi says:

  બાળકોને તમે તમારો પ્રેમ આપો. વિચારો નહીં. કારણ કે એની પાસે એમના પોતાના વિચારો છે જ એને પ્રતિપાદિત થવા દો

  મને તમારા સુવિચાર ખુબ ગ્મ્યા ….આભાર..

 21. dr. biren joshi says:

  nana nana vakyo ganu badhu kahi jay che. aja na e. jamana ma (pizza and cake) ma (original rotla and churmu) apava badel thants to this sighe and orginaser

 22. Upen Valia says:

  ખરેખર બહુ જ સરસ સુવાક્યો..
  જીવન મા ઉતારવા જોઇએ..

 23. Hitesh nanda says:

  Sundar suvicharo chhe jivan ma bahu upyogi 6.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.