ગઝલ – મનોજ પંચોલી

ઠેસ વાગી ભીતરે ક્યાંથી વળે કળ,
બંધ આંખે કેટલું છલકાય છે જળ.

ખૂબ આગળ મોકલી પાછાં ફર્યા એ,
શોધવાનો છે રસ્તો મારે જ આગળ.

એકલા ચાલી જવાનું છે નસીબે,
કોણ આવી આપવાનું છે મને બળ.

તું નથી ત્યાં માત્ર ભણકારા મળે છે,
જીવવાનું એ જ સથવારે પળે પળ.

આંસુઓને આવવું ગમતું નથી પણ,
કોણ આવીને કહે છે જા હજી મળ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મહા પ્રશ્ન – કિસન સોસા
જીવનપાથેય : ‘રીડગુજરાતી પુસ્તિકા’ – તંત્રી Next »   

6 પ્રતિભાવો : ગઝલ – મનોજ પંચોલી

 1. Gopal Shah says:

  વાહ…. મજા આવિ ગઇ…. ખુબ સુંન્દર રચના…

 2. hemal says:

  Such Wonderful site
  After 8 years ……
  Sache , ek alag anand anubhvyo

 3. Gunjan Shah says:

  wah dost wah..

  Really good poem.

 4. chaitali oza says:

  very good gazal

 5. vrajesh says:

  વાહ ભાઈ વાહ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.