મહા પ્રશ્ન – કિસન સોસા

‘ઈડિયટ બોક્સ !’
ખૂબ ખૂબ આભાર તારો !
આજ સુધી અમે અબુધ, અજ્ઞાની,
અટવાયા કરતા હતા અંધારામાં
ખંજવાળ્યા કરતા હતા માથું
અમારી અવનતિ વિશે.
પણ તેં ખૂબ સહજતાથી
એ હકીકત પર
રંગદર્શી રૂપદર્શી
પ્રકાશ ફેંક્યો કે
આ મહાન દેશનો મહા પ્રશ્ન
ભૂખ અને બેકારી નહીં
આરોગ્ય… શિક્ષણ… રહેઠાણ… નહીં
અરે, નોકરીમાં કાનૂનરક્ષિત
‘કોન્ટ્રાક્ટ પ્રથા’નો ય નહીં
બલ્કે, ‘ડેન્ડ્રફ’નો છે.
એના નિવારણ માટે
રામબાણ ‘શેમ્પુ’ વાપરો….
અને માથું ખંજવાળ્યા વિના સુખેથી
ભવસાગર તરો….!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાગોળવા જેવા વિચાર – સંકલિત
ગઝલ – મનોજ પંચોલી Next »   

19 પ્રતિભાવો : મહા પ્રશ્ન – કિસન સોસા

 1. Jagat Dave says:

  સારો કટાક્ષ. એક હતું ‘પીજ ટી. વી.’ ……..અને હવે છે…….’ઝી ટી. વી.’

  આ માધ્યમમાં ઘણી ક્ષમતા છે પણ આપણાં દુર્ભાગ્યે એ હવે ‘મૂડી-વાદ’ નો જ રાગ આલાપે છે. હદતો ત્યાં છે કે આજ કાલ તો અંધ-શ્રધ્ધાનું પણ તે ‘માર્કેટીંગ’ કરે છે. જાહેરાતો વચ્ચે જ મુખ્ય કાર્યક્રમનું પ્રસારણ કરાય છે. ઘણીવાર તો એ પણ ભુલી જવાય છે કે શું જોવા માટે બેઠા છીએ આ ‘ઈડિયટ બોક્સ’ સામે.

 2. Gopal Shah says:

  શુ કેવા માગો છો કવિવર? આટલો મોટો કટક્ષ શા માટે?

 3. nayan panchal says:

  “ઈડિયટ બોક્સ” ???

  ટેલિવિઝનને ઈડિયટ કહેનારા પોતે ઈડિયટ લાગે છે. તમારી પાસે રીમોટ કંટ્રોલ છે, ટીવીમાં ૧૦૦ કરતા વધુ ચેનલો આવે છે, બિચારુ ટીવી તો તમારે જે જોવુ છે તે તમને બતાવે છે. નક્કી તો તમારે કરવાનુ છે ને ભલા માણસ.

  રચના સરસ છે.
  નયન

  • dhiraj says:

   નયનભાઈ
   t.v. ને ઈડીયટ કહેનારા ઈડિયટ નથી..
   ખુબ બુધ્ધીશાળી છે.

   શુ જોવુ અને શુ ન જોવુ એ વિવેક બુધ્ધી નુ કામ છે. દરેક માં વિવેક બુધ્ધી હોવી એ શક્ય નથી.

   અને નાના બાળકો માં હજી વિવેક બુધ્ધી નો વિકાસ થાય તે પહેલા આ ‘ઈડીયટ બોક્ષ” તેનુ ધનોત પનોત કાઢી નાખે છે.

   • nayan panchal says:

    ધીરજભાઈ,

    મા-બાપની ફરજ છે કે તેમને સમજણ આપે. બાળકો મોટા થયા પછી પણ નહિ જોવાની વસ્તુઓ જુએ છે, મહિલાઓ વર્ષોવર્ષ ચાલતી સાસ-બહુની સિરિયલો જુએ છે.

    જ્યારે આપણે એક આંગળી ચીંધીએ છીએ ત્યારે બાકીની આંગળીઓ આપણા પોતાના તરફ ચીંધાયેલી હોય છે.

    આભાર,
    નયન

  • Jagat Dave says:

   નયનભાઈ,

   “ઈડિયટ બોક્સ” તો એક કટાક્ષ છે પણ ઘણીવાર કઈંક ‘સારુ’ જોવા જે રીતે એક ની એક જાહેરાતો ૧૦૦ વાર જોવી પડે છે, ત્યારે જરુર એવું લાગે છે કે આ સામેની ચેનલવાળાઓ…… જોનારાઓ ને જરુર “ઈડિયટ” માને છે.

   • nayan panchal says:

    જગતભાઈ,

    તમારી વાત સાચી છે. જેમ દરેક વસ્તુમાં Part n Parcel હોય છે તેમ જાહેરખબરોને પણ તેનો જ એક ભાગ ગણવી પડે.

    સફારી સિવાય ગુજરાતીનુ કોઈ મેગેઝિન ભરપૂર જાહેરખબર વગરનુ નથી. જો રીડગુજરાતીને પણ પૂરતા પ્રમાણમાં જાહેરખબર મળી રહેતી હોત તો આર્થિક આયોજનની ચિંતા ન થાત. ધારો કે સદનસીબે રીડગુજરાતીને પૂરતા પ્રમાણમાં જાહેરખબરો મળવા માંડી તો કોઈક વાચક વાંધો ઉઠાવે પણ ખરો કે વાંચન ઓછુ અને જાહેરખબર વધારે છે. કાશ, આવુ થાય !!

    નયન

    • જય પટેલ says:

     શ્રી નયનભાઈ

     અમદાવાદથી પ્રગટ થતું શ્રી એચ.એન.ગોલીબારનું…ચક્રમ…સામયિક
     એક પણ જાહેરખબર વિનાનું સામયિક છે.

     • nayan panchal says:

      જયભાઈ,

      માહિતી આપવા બદલ આભાર. કદાચ તમે ચંદન વિશે વાત કરી રહ્યા છો.

      નયન

     • જય પટેલ says:

      શ્રી નયનભાઈ

      ચક્રમ ચંદન સામયિકનું મૂળ નામ ચક્રમ છે.

      આપ વધુ માહિતી માટે વિકીમીડિયા પર ચક્રમચંદનવીકલી કરશો તો
      પુરો ઈતિહાસ પ્રગટ થશે. જેમાં સામયિક જાહેરખબર વિના ચલાવાના નિર્ણય
      પાછળની કથની છે જેમાં ગુજરાતનું ખમીર પ્રગટે છે.

      શ્રી એચ.એન. ગોલીબારને સલામ.

    • જગત દવે says:

     નયનભાઈ,

     જાહેરખબર જો કાર્યક્રમનો એક ભાગ હોય તો ક્યાં વાંધો જ છે…….પણ હવે તો કાર્યક્રમ જ જાહેરખબરનો ભાગ બનતા જાય છે. 🙂

     ઘણીવાર સારા કાર્યક્રમ વચ્ચે પણ ક-સમયે ‘કનિષ્ઠ’ જાહેરાતો અચાનક પ્રગટ થાય છે ત્યારે પરિવાર ક્ષોભ-જનક સ્થિતીમાં મુકાય જાય છે.

     તમારી ‘રીડ-ગુજરાતી’ વિષેની કલ્પના જરૂર સાકાર થાય તેવી પ્રાર્થના. પણ મૃગેશભાઈ “વાંચન ઓછુ અને જાહેરખબર વધારે” તેવું નહિ થવા દે તેવી તેમની વિવેક-બુધ્ધિ પર શ્રધ્ધા છે. આર્થિક આયોજનની ચિંતા તેઓ જરૂર કરે છે પણ તેના પરિણામ પણ કેવા સુંદર હોય છે……!!!! તે આપણે ‘જીવન-પાથેય’ ના સ્વરુપે જોઈ જ રહ્યા છીએ.

     • nayan panchal says:

      જગતભાઈ,

      મૃગેશભાઈ પર તો પૂરેપૂરી શ્રધ્ધા છે. રહી વાત જાહેરખબરના પ્રમાણ અને ગુણવત્તાની તો તેના ધારાધોરણ નક્કી કરવાનુ કામ સરકારનુ છે. સરકાર પાસે પૂરેપૂરી સત્તા છે કે ૩૦ મિનિટના કાર્યક્રમમાં ૫ મિનિટથી વધારે જાહેરખબરો અને ૧થી વધારે વ વિરામ ન હોય એવો ઠરાવ લાવી દે.

      જાહેરાતો અને ફિલ્મી ટ્રેલરોને પાસ કરનારી કમિટી બનેલી જ છે, હવે તેઓ A કેટેગરી વાળી જાહેરખબરો કે ટ્રેલર્સને પાસ કરે અને દિવસમાં કોઈપણ સમયે દર્શાવવાની છૂટ આપે તો…. બિચારું ટીવી !!!

      નયન

    • જગત દવે says:

     લો આ તો તમે જ તેને “ઈડિયટ બોક્સ” કેમ કહેવાય છે તે કહી દીધું……..કા. કે. તેને ખબર જ નથી કે તેનો કેવો ઉપયોગ થઈ રહ્યો છે.

     જેનો પોતાના પર કોઈજ કંટ્રોલ ન હોય તે “ઈડિયટ” જ કહેવાય ને !

     • nayan panchal says:

      જગતભાઈ,

      સવિનય જણાવવાનુ કે તમારી આ દલીલમાં દમ ન લાગ્યો. એ રીતે વિચારીએ તો કોમ્પયુટર, કાર, ડીવીડી પ્લેયર એ બધુ જ ઈડિયટની કેટેગરીમાં આવી જાય.

      નયન

    • Jagat Dave says:

     નયનભાઈ,

     આ કટાક્ષ છે તે ભુલી ગયા? કટાક્ષમાં જયારે કોઈ નિર્જીવ વસ્તુમાં સજીવ તરીકે નિરુપણ કરાય ત્યારે તેને આવા કોઈ પણ ‘ગુણો’થી નવાજી શકાય. એ રીતે તમે જેને ‘ઈડીયટ બોક્સ’ કહેવું હોય તેને કહી શકો. પણ ટી. વી. માટે તે વધારે પ્રખ્યાત થયું છે.

     તમને વાંધો હોય તો બીજુ લાડકું નામ રાખીએ ચાલો….. 🙂

   • Ashish Dave says:

    Don’t you have DVR (Digital Video Recorder) in gulf? I have it and I love it… you can record what you want to see with one click and forward all the adds. All cable companies in US provide them for nominal fee.

    Ashish Dave
    Sunnyvale, California

 4. gopal parekh says:

  એકવાર ચોમાસામાઁ ખાડા ટેકરાવાળા રસ્તા પર રીક્ષાંમાઁ બેસીને જવાનુઁ થયુઁ, મેઁ રીક્ષાવાળાને કહ્યુઁ ભાઇ, જરા ખાડાથી બચાવીને ચલાવને, તો મને કહે કે હુઁ તો ખાડા વચ્ચે રરસ્તો ગોતુઁ છુઁ, આવુઁ જ કઁઇક ટી.વી. સઇરિયલો નુઁ છે.

 5. dhiraj says:

  સરસ રચના..
  સુંદર કવિતા..
  અદભુત કટાક્ષ…
  આભાર … કિસન ભાઈ લખતા રહો…

 6. Ashish Dave says:

  I totally agree with Nayanbhai. TV is for us and we control it. If TV starts controlling our time and us then too bad. Combination of limited entertainment with lots of educational programs is truly outstanding use of the TV. Today’s high definition broadcasting and digital LED/LCD/Plasma TVs and Blu Ray players have made TV much more watch able.

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.