જીવનપાથેય : ‘રીડગુજરાતી પુસ્તિકા’ – તંત્રી

આજના મંગલ પ્રભાતે રીડગુજરાતીની આ પ્રથમ પુસ્તિકા ‘જીવનપાથેય’ આપ સૌ વાચકો સમક્ષ મૂકતાં હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું. આપના પ્રોત્સાહન, સહકાર અને શુભેચ્છાઓથી આજે આ સપનું સાકાર બન્યું છે ! આ પુસ્તિકાનું નામ ‘જીવનપાથેય’ રાખવામાં આવ્યું છે. ‘જીવનપાથેય’ એટલે કે જીવનપંથ માટેનું ભાથું. અહીં ભાથું એટલે કે સુસાહિત્યનો સંચય. એક એવા પ્રકારનો વૈચારિક ખોરાક કે જે આપણા ચિત્તને પોષણ પૂરું પાડે અને મનને અનેરી તાજગી બક્ષે.

Picture 031મને હંમેશા એમ લાગે છે કે વાંચવું એટલે કશુંક પામવું. જે વાંચીને કશુંક મેળવ્યાનો અહેસાસ થાય તેને જ ખરા અર્થમાં વાંચન કહી શકાય. તેથી જ રીડગુજરાતી પર હું વાચકોને માત્ર ગમે એવા નહિ, પરંતુ સૌ વાચકો માટે ખરેખર વાંચવા જરૂરી હોય તેવા લેખો પસંદ કરવાનો આગ્રહ રાખું છું. સારું વાંચન આપણને હંમેશા વિચારવા મજબૂર કરે છે. ક્યારેક એ વિચારો આચરણમાં પરિણમીને માનવીય ચારિત્ર્યનું ઘડતર કરતાં હોય છે. આપણા જીવન ઘડતરમાં આપણને મદદરૂપ બને તેવા કુલ 18 જેટલા વિવિધ પ્રકારના ઉત્તમ લેખોનો આ ‘જીવનપાથેય’માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ લેખોમાં મુખ્યત્વે નિબંધો, વાર્તા, પ્રેરક-પ્રસંગો, બાળવાર્તા, લઘુકથાઓ અને સત્યઘટનાઓ છે. રીડગુજરાતી પર અગાઉ પ્રકાશિત થયેલા તેમજ કેટલાક અપ્રકાશિત લેખો પણ આ પુસ્તિકામાં સમાવી લેવાયાં છે. મનગમતા લેખોને કાયમીરૂપે સાચવી રાખવા માટે અથવા ફુરસદના સમયે ફરીથી મમળાવવા માટે કે કોઈ પરિચિત મિત્રોને વહેંચવા માટે આ પુસ્તિકા આપને મદદરૂપ થઈ રહેશે તેમ હું માનું છું.

પુસ્તક કે પુસ્તિકાનું પ્રકાશન અથવા વિમોચન એ પુષ્પ ખીલવા જેવી નાજૂક ઘટના છે, એમ મને લાગે છે. કોઈ કળી જ્યારે ફૂલ બનીને ખીલી ઊઠે છે ત્યારે એનો કોઈ ઘોંઘાટ નથી થતો. એ તો પરમ શાંત પળોમાં સહજ રીતે મહેંકી ઊઠે છે. ઘણા સ્નેહીજનોના મને નમ્ર સૂચનો હતાં કે રીડગુજરાતીની પ્રથમ પુસ્તિકાનું કંઈક જોરદાર વિમોચન થવું જોઈએ ! – પણ વિમોચન વળી જોરદાર શેનું ? એ તો ફૂલ ખીલવા જેવી ઋજુ ઘટના છે. આજે અહીં આ પુસ્તિકા વિશે આપને બે વાત કહું, બસ…એટલું જ વિમોચન પર્યાપ્ત છે.

ઘણા લોકોનું વળી એમ પણ કહેવું હતું કે કોઈ જાણીતા લેખક પાસે પ્રસ્તાવના લખાવો અથવા શુભેચ્છા-સંદેશ લખાવો તો જરા વજન પડે !! સૌના અભિપ્રાયોને વંદન. પરંતુ મને એમ થાય છે કે આ પુસ્તિકાઓ એવા પ્રકારના ટેકાઓથી દૂર રહે તે વધારે હિતાવહ છે. વજન લખાણનું પડવું જોઈએ, નહિ કે પ્રસ્તાવના કે શુભેચ્છા-સંદેશનું. સારા કાર્ય માટે સૌના આશીર્વાદ અને શુભેચ્છાઓ તો સાથે હોય જ. ખરી રીતે, કોઈ પણ પુસ્તક એના લખાણોથી લોકોના હૃદયમાં વસવું જોઈએ. આ રીતે વિચારતાં, જો આ પુસ્તિકાઓનું લખાણ યોગ્ય હશે તો લોકોના હૃદય સુધી જરૂર પહોંચશે. પુસ્તક પ્રકાશનની ઘટના દિવ્ય હોવી જોઈએ, ભવ્ય નહીં એમ મને હંમેશા લાગ્યું છે. દિવ્યતા એટલે સૌમ્યતા અને સહજતા. આથી, આ પુસ્તિકાઓના પ્રકાશનથી કોઈ મોટું ભવ્ય કાર્ય થયું છે એમ માની લેવું નહીં. માત્ર છપાવવાથી કે દેખાવથી પુસ્તક ‘પુસ્તક’ નથી બની જતું; ‘પુસ્તક’ બને છે એના લખાણોના અંત:સત્વ દ્વારા. જેમાં સત્વ ન હોય તે કહેવાતું પુસ્તક, હકીકતે પુસ્તકનું ખોળિયું જ હોય છે ! આ ‘જીવનપાથેય’માં એ સત્વ તત્વને જાળવવાનો અને તેને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શુભ અને જીવનપ્રેરક વાંચન સૌ કોઈ સુધી પહોંચે તે આ પુસ્તિકા પ્રકાશનનો મુખ્ય ઉદ્દેશ છે.

અગાઉના તંત્રીલેખમાં જણાવ્યા પ્રમાણે આ પુસ્તિકા પ્રકાશનના અન્ય બે અગત્યના હેતુઓ છે; જેમાં એક છે નવોદિતોને પ્રોત્સાહિત કરવાનો. તેથી આ પુસ્તિકામાં નવોદિત સર્જકોની કૃતિઓનો મહત્તમ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, બીજો હેતુ છે આર્થિક આયોજનનો. આ પુસ્તિકાના વેચાણમાંથી પ્રાપ્ત થતી રકમ ‘રીડગુજરાતી.કોમ’ વેબસાઈટના વિકાસ અને મેઈન્ટેનન્સ માટે વાપરી શકાય અને સૌને ઈન્ટરનેટના માધ્યમથી વિનામૂલ્યે નિયમિત વાંચન પ્રાપ્ત થતું રહે તે માટે આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. મને વિશ્વાસ છે કે આપ સૌ આ શુભકાર્ય માટે આપનો સહયોગ આપશો.

આજથી આ પુસ્તિકાનું વેચાણ ખુલ્લું મૂકવામાં આવે છે. થોડાંક વધુ પાનનો ઉમેરો થયો હોવાથી તેની કિંમત રૂ. 55 રાખવામાં આવી છે. તેના કુલ પાનની સંખ્યા : 90 છે. વિશ્વના કોઈ પણ ખૂણે આ પુસ્તિકા આપ કેવી રીતે મેળવી શકશો, તેની સંપૂર્ણ વિગત અહીં આપવામાં આવી છે : http://archive.readgujarati.in/booklet/

આશા છે આપને આ પુસ્તિકા પસંદ આવશે અને ભવિષ્યમાં પ્રકાશિત થનારી આ પ્રકારની અન્ય પુસ્તિકાઓની આપને પ્રતિક્ષા રહેશે. આ ‘જીવનપાથેય’ આપણા સૌના જીવનપંથનું વૈચારીક ભાથું બની રહે તેવી શુભેચ્છાઓ સાથે સૌ વાચકમિત્રોને મારા પ્રણામ.

લિ.
મૃગેશ શાહ,
તંત્રી, રીડગુજરાતી. વડોદરા.
મોબાઈલ : +91  9898064256

નોંધ : આજે  એક જ લેખ પ્રકાશિત કરવામાં આવ્યો છે તેની નોંધ લેશો.  નવા બે લેખો સાથે આવતીકાલે સવારે ફરી મળીશું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – મનોજ પંચોલી
આસવ – હરિશ્ચંદ્ર Next »   

41 પ્રતિભાવો : જીવનપાથેય : ‘રીડગુજરાતી પુસ્તિકા’ – તંત્રી

 1. Akash says:

  મે મેઇલ કરિ દિધો છે, પુસ્તક પ્રાપ્તિ માટે. આ સરસ કાર્ય બદલ આપને શુભેછ્ચાઓ..

 2. nayan panchal says:

  મૃગેશભાઈ,

  પ્રથમ પુસ્તિકાના વિમોચન બદલ ખૂબ અભિનંદન. હું તમારા વિચોરો સાથે સંપૂર્ણપણે સહમત છું. આશા છે કે તમારા બંને હેતુઓ ખૂબ જ સફળતાપૂર્વક પાર પડે.

  જીવનપાથેય લેખમાળાના અન્ય ઘણા ભાગ બહાર પડે એવી પ્રભુપ્રાર્થના.
  આભાર,
  નયન

  • nayan panchal says:

   મૃગેશભાઈ,

   પુસ્તિકા સારી બની છે પરંતુ મને તમારાથી એક ફરિયાદ એ છે કે તેમાં તમારા વડે લખાયેલ એક પણ લેખ નથી.

   એવુ તો નથી ને કે તમે તમારા લેખોનું એક અલગ પુસ્તક બહાર પાડવાના છો, જો એવુ થાય તો મજા પડી જાય.

   નયન

 3. hardik says:

  Congrates Mrugeshbhai,

  Aapnu aa karya ena udesh saathe safal thai ane, satvik vaanchal mali rahe ej prarthana.

  Regards,
  Hardik

 4. Mukesh Pandya says:

  શ્રી મૃગેશભાઈ,
  ‘ જીવન પાથેય’ પુસ્તિકાના ગંગા અવતરણ બદલ આપને અને રીડ ગુજરાતીને અભિનંદન અને ધન્યવાદ. રીડ ગુજરાતી આ જ રીતે પ્રગતિ કરતું રહે તેવી શુભેચ્છાઓ.

 5. gopal parekh says:

  અભિનન્દન, આ કાર્યમાઁ પણ તમને ઝળ્હળતી સફળતા મળો એ જ દુઆ

 6. congratulation
  show must go on without any hurdles
  dr. tushar chokshi

 7. shruti says:

  CONGREATULATIONS MRUGESH BHAI…. BEST WISHES FOR THE BOOK FRM READGUJARATI….

  REGARDS
  SHRUTI

 8. ખુબ ખુબ અભિનંદન …રીડગુજરાતીને પુસ્તક સ્વરુપે સૌ વાચકો સમક્ષ મુકવા માટે.

  પ્રગતિ થાય તેમજ તમારો હેતુ પાર પડે તેવી શુભેચ્છાઓ.

 9. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ ખુબ અભિનંદન …રીડગુજરાતીને પુસ્તક સ્વરુપે સૌ વાચકો સમક્ષ મુકવા માટે. જીવન પાથેય પુસ્તકનું નામ જ એટલું સરસ છે કે બધાને આ પુસ્તક જરૂરથી ગમશે જ.

 10. aarohi says:

  આ પુસ્તક કેવી રીતે ખરિદાય્?

 11. Chintan says:

  વાહ મૃગેશભાઈ..આપને ખુબ ખુબ અભિનદન.

  આજે લાંબા વેકેશન પછી સાઈટ જોઇ ને તરત આપની પ્રથમ પુસ્તિકાના સમાચાર જોયા..મન એકદમ ખુશ થઈ ગયુ.

  • Chintan says:

   મૃગેશભાઈ..પુસ્તિકા ખુબજ સુંદર બની છે.
   આપે જે રીતે લેખોની પસંદગી કરી છે તે મજાની છે. દરેક વિભાગના લેખનો સમાવેશ કરીને પુસ્તક મજાનુ બનાવ્યુ છે.

   આપનો ખુબ ખુબ આભાર.

 12. Prutha says:

  Congratulations Mrugeshbhai…!!!
  I wish you great success with your book…

  Regards
  Prutha

 13. જય પટેલ says:

  જીવન પાથેય – પ્રથમ રીડ ગુજરાતી પુસ્તિકાના અવતરણ પ્રસંગે અભિનંદન.

  પુસ્તકમાંના વિચારોનો અમલ કરીએ તો સ્વ…સમાજ…અને રાષ્ટ્રને ઉપયોગી થઈ પડે.
  જીવન ઘડતર કરી જીવન પથ પર સુખરૂપ લઈ જનારા પુસ્તકો બાળકોને જરૂર વંચાવવા જોઈએ.

 14. Jagat Dave says:

  અભિનંદન…..મારા નાનકડા પુસ્તકસંગ્રહમાં આ પુસ્તક ને આવકારવા આતુર છું.

  મારા અને દરેક વાંચનારના જીવન-પથમાં એ જરૂર ‘જીવન-પાથેય’ બનશે તેવી શુભેચ્છાઓ.

 15. dhiraj says:

  અભિનદન અભિનંદન જન્મદિવસ ના અભિનંદન
  અભિનદન અભિનંદન જીવનપાથેય ને અભિનંદન

 16. મૃગેશભાઈ
  “જીવપાથેય ” દ્વારા “”રીડગુજરાતી પુસ્તિકાનું”” પકાશન ગુજરાતી ભાષા માટે આવકાર્ય પગલું છે.
  અમારી શુભકામના.
  “” પુસ્તક પ્રકાશની ઘટનાં દિવ્યા હોવી જોઈએ ભવ્ય નહીં “” રીડગુજરાતીની આજ ખાસિયત છે. આભાર મૃઉગેશભાઈ.
  આ પુસ્તક પ્રકાશનના બે હેતું દર્શવ્યાં છે. બંને ઉતકૃષ્ઠ છે.
  ૧) નવોદિત લેખકોનો હાથ પકડ્વાનો.
  ૨)રીડગુજરાતીને હજુ વધારે સક્ષમ બનાવી ગુજરાતી ભાષાને ઠેર ઠેર ગુજરાતીઓ સુધી પહોચાડવાની ભાવનાં.
  ——————–
  આપને મારી હાર્દિક શુભેચ્છા.
  કીર્તિદા

 17. Kavita says:

  Congratulations & Best wishes Mrugeshbhai. This book will certainley take place in my library.

 18. Moxesh Shah says:

  Dear Mrugeshbhai,
  Heartly Congratulations on online release of the first printed book from Read Gujarati. The way you did it, is really courageous and trendsetter. We appreciate your thoughts and pray to god for all success in all your good work. Thanks for all the efforts and hard work that you made to make it happen, for one and all.

  With Best Wishes,
  Moxesh Shah.

 19. હાર્દિક અભિનંદન મૃગેશભાઈ,

  આ અવસર એક ઉજવણીનો છે. તમારી સાહિત્ય પ્રિતીના વિજયનો છે. પુસ્તક જેવું કોઈ મિત્ર નથી. અને જ્યારે એ પુસ્તક ‘જીવન પાથેય’ હોય ત્યારે તો એ જિંદગીભરનું મિત્ર થઈને રહેવા જ સર્જાયું હોય એમાં કોઈ શક નથી.
  આ એક સાહસ પણ છે. પણ પુસ્તકની કિમત વાજબી રાખી છે એટલે જરૂર એ ઘણાના જીવનના પથ બદલવામાં ભાગીદાર થશે એવો વિશ્વાસ છે.

  પુસ્તકનુ પ્રકાશન બે રીતે થઈ શકે. એક તો મોટો સમારંભ યોજીને કોઈ મહાનુભાવના હસ્તે પુસ્તકનું કવર પેઈજ ખોલીને અને બીજી રીતે આજના ઈન્ટરનેટના યુગમાં સાહિત્યરસિક વાંચકો દ્વારા એક “ક્લિક” કરીને!!

  જમાનો બદલાય છે.
  ***************************************************************************************************
  ઘણા લેખકોની મનિષા હોય છે કે એમની કૃતિઓનું પુસ્તક પ્રકાશિત થાય. પણ એમાં ઘણા અંતરાયો હોય છે.
  મારા જેવા માટે તો આ આસાન નથી. પણ આજના યુગની સુવિધાનો ઉપયોગ કરી મેં પણ મારી વાર્તાઓનો સંકલિત સંગ્રહ સહુ સાહિત્યપ્રિય સ્વજનોને અર્પણ કરેલ છે.

  ઉપર મારા નામ પર એક ક્લિક કરતાં મારી વાર્તાઓનો ખજાનો ખુલ્લેઆમ મફતમાં લુંટવાની આપને તક મળશે. તો એનો લાભ લેવા કૃપા કરશો.
  _______________________________________________________________________
  ફરીથી મૃગેશભાઈ આપને અભિનંદન. આપની સાહિત્યસેવાની સુવાસ ખુબ ખુબ ફેલાય, મા સરસ્વતિની કૃપા વરસે અને સાથે મા લક્ષ્મીદેવી પણ પધારે કે જેથી રીડગુજરાતી.કોમનો આગવો વિકાસ થાય.

  અસ્તુ!!

 20. Veena Dave. USA says:

  અભિનંદન.

 21. Vraj Dave says:

  ખુબ ખુબ અભિનંદન. માં ભગવતી આપના કાર્યને સફળ બનાવે.
  આભાર.
  વ્રજ દવે

 22. Ekta.U.S.A. says:

  શ્રિ. મ્રુગેશભાઈ,

  તમારા રિડ ગુજરતિ ના પુસ્તક પ્રકાશન માટે ખુબજ અભિન્દંન .
  આવિજ રિતે રિડ ગુજરતિ નિ ઉત્રો -ઉતર પ્રગતિ થાય એ જ ભગવાન પાસે પ્રાથના.
  આભાર્.
  એક્તા.

 23. Sahil says:

  Congratulations…

 24. Gopal Shah says:

  હાર્દિક અભિન્દંન….. ઘણિ શુભ કામનાઓ….

 25. Ramesh Patel says:

  આપની વાત પુસ્તકના લેખમાં દિવ્યતા હોવી જોઈએ અને આ ઉમદા વિચારને
  રીડગુજરાતી દ્વારા આપે ખીલવ્યો છે અને આવી સુંદર ભાવનામાંથી જ
  પ્રથમ પુસ્તકે આકાર લીધો છે તે માટે અભિનંદનના અધિકારી છો.લાભ
  સૌને મળશે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 26. sima shah says:

  હાર્દિક અભીનંદન અને આ કાર્યમાં પણ આપને જ્વલંત સફળતા મળે એવી અંતરથી શુભેચ્છા.
  સીમા

 27. trupti says:

  Congradulations to you and your entire team Mrugehsbhai.

 28. dr.charuta ganatra says:

  thanks. we were waiting for this since long….

 29. Rakesh Thakkar, Vapi says:

  અભિનંદન ! પુસ્તક મંગાવી રહ્યો છું. પુસ્તકન સફળતા માટે શુભેચ્છા!

 30. chandresh shah says:

  Dear Mrugeshbhai,

  I heartily congratulate you for releasing ‘JIVANPATHEY”.
  As metnined in preface, the content of the book will really inspire the readers to enrich their lives inwardly. Your thought “to read means to get something-to fill better” is abosolutely right. I am sure you must have selected the best articles. If possible, you may put online some outstanding sentences or paragraphs of JIVANPATHEY to compel the reader to purchase worth reading materialy to beautify their own lives.

  Wishing all the best for future publications also,

  chandresh shah,
  Jamnagar

 31. Ashish Dave says:

  Congratulations Mrugeshbhai… It is the journey that counts and not the final destination…

  Ashish Dave
  Sunnyvale, California

 32. Pinki says:

  પ્રિય મૃગેશભાઈ,

  રીડ ગુજરાતી પુસ્તિકાના અવતરણ પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ.

 33. Akash says:

  મ્રુગેભાઇ, આપનિ પુસ્તિકા મળિ ગૈ છે. ખુબ જ સુન્દર લાગિ. આભાર.

 34. Pankita Bhavsar says:

  Many Many Congrates!!!

 35. Praful Thar says:

  સ્નેહી શ્રી મ્રગેશભાઇ

  જીવનમાં જે છે એ યાદોં જ છે કે જેની વણજાર સાહિત્યમાંથી / સારી કૃતિકા વાળી પુસ્તિકામાંથી જ મળી રહે છે. તમારા દિલની ઉદારતાના વિચારોનું યોગદાન મોટું તો એ છે કે નવોદિતોને પ્રોત્સાહિત કરવાનું. જે તમારી વેબ સાઇટના પરિચયમાં આવ્યો ત્યારે ખબર પડી. ખરેખર તો રોજબરોજ સાઇટ ઉપર લટાર મારવા નીકળું ત્યારે તમારી મહેનત આંખે વળગ્યા વગર રહેતી નથી…

  અમો ભાઇ-બહેનઆપના શુભચિંતક હોય તેથી અમારા ખુબ ખૂબ આશિર્વાદ અને અભિનંદન.

  લી.પ્રફુલ ઠાર અને બહેન મનોરમા ઠાર

 36. Pinki says:

  Dear Mrugeshbhai,

  I put a note on my site regarding ‘Jivanpathey’

  heartly best wishes again… !

  http://webmehfil.com/?p=2367

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.