રાજીનામું – પરાજિત પટેલ

[ટૂંકીવાર્તાઓના જાણીતા લેખક પરાજિત પટેલની કલમે તાજેતરમાં પ્રકાશિત થયેલા પુસ્તક ‘દિલનો દસ્તાવેજ’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 033ઓહ રે, આ સજ્જન બોલે છે ? મારો સજ્જન ? જેના માટે થઈને મેં આખી દુનિયાના વિરોધને ઠોકરે માર્યો હતો એ સજ્જન બોલે છે ? શિખરાના મનનું ઊંડાણ ખોદાવા લાગ્યું. ભારે બળતરા અનુભવતી હતી એ. જગત તો પીડા આપે, પણ પોતાનું માણસ જ પીડા આપવા લાગી જાય, ત્યારે જે આઘાત લાગે છે એ જીરવાય એવો નથી હોતો ! શિખરા માટે આ એક આઘાતજનક વાત હતી. એક એવો આઘાત કે જેની એ કલ્પના પણ ન કરી શકે ! એક એવો આઘાત કે જે એને માટે જીરવવો દોહ્યલો થઈ પડે તેમ હતો ! આમ તો જિંદગી એટલે જ આઘાતોનો સરવાળો ! આઘાત પર આઘાત મળ્યે જાય જિંદગીમાં ! એક આઘાતની કળ વળે ને તમે બેઠા થાવ ત્યાં આઘાતની બીજી લાત લાગે.

શિખરા દિગ્મૂઢ બની ગઈ.
એણે કદી કલ્પ્યું પણ નહોતું કે સજ્જનના મોઢામાંથી આવા શબ્દો નીકળશે ! સજ્જનને એ ચાહતી હતી. સજ્જન એને ગમતો હતો. દિલની સચ્ચાઈથી તે એને ચાહતી હતી. અને તેથી જ તો શિખરા એની હર એક ઈચ્છાની પૂર્તિ કરવા પ્રયત્ન કરતી. સજ્જન જે કહે તે હા. સજ્જનની ઈચ્છા તે પોતાની ઈચ્છા. કારણ કે સજ્જનથી તે ભિન્ન નહોતી. પણ સજ્જનના મોઢામાંથી નીકળેલા પેલા શબ્દોએ તો શિખરાના આખા અસ્તિત્વને રણઝણાવી મૂક્યું હતું. એના ચિત્તમાં ખળભળાટ મચાવી દીધો હતો. ‘આ….હા !’ વેદના અનુભવતી હોય એ રીતે તે સોફા પર બેસી પડી. એણે બે હાથ વડે માથું પકડી લીધું.

શિખરા તો શિખરા જ હતી.
શિખરાને લાવણ્યની મૂર્તિ કહેવી કે આરસની ? ઉપરવાળાએ પૂરેપૂરી નવરાશના સમયે ફૂલ મૂડમાં આવીને નર્યા સંગેમરમરમાંથી ઝીણા ટાંકણા વડે હળવે હાથે ઘડી કાઢી હોય એવી એની નાજુક નમણી કાયા અને એવી જ આકર્ષક બદામી આંખો. એ આંખો સામે જોયા પછી આંખને હટાવવાનું મન ન થાય !
સજ્જન કહેતો : ‘શિખરા !’
‘શું છે ?’
‘એક વાતની કબૂલાત કરી લઉં ?’
‘શી ?’
‘તારી આ આંખોએ જ મને પાગલ બનાવી દીધો છે. હું તો ભાઈ તારી આંખનો અફીણી અને તારા પ્રેમનો પાગલ.’ – ને એના ખભા ઉપર હાથ મૂકીને સજ્જન શિખરાની આંખોના ઊંડાણમાં ઊતરવા મથી રહેતો. સ્ત્રી આમ તો સર્વાંગ સુંદર હોય છે પણ કોઈ સ્ત્રીની આંખો તો એની સુંદરતાને શિખર પર બેસાડી દે છે.

સજ્જન હતો તો સામાન્ય કલાર્ક. રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં કારકુની કરતો હતો સજ્જન. ભણવું હતું, આગળ વધવું હતું. ઉચ્ચતમ કારકિર્દી ઘડવી હતી. સપનાં હતાં ને સપનાં ખૂબ ઊંચાં હતાં. પણ એ લાચાર હતો. સંજોગોએ એને લાચાર બનાવી દીધો હતો. ઘરના વિષમ સંજોગો અને કથળતી આર્થિક હાલત અને આ બધાને કારણે મૅટ્રિક થયા પછી એને તરત જ નોકરી સ્વીકારી લેવી પડી હતી. પહેલાં બે-ત્રણ વર્ષ ખાનગી પેઢીમાં કામ કર્યું ને એ પછી એને રેવન્યુ ખાતામાં કારકુનની નોકરી મળી ગઈ. અને એક દિવસે સામેની સોસાયટીમાં રહેતી શિખરાના જીવનમાં એકાએક દાખલ થઈ ગયો. શિખરા ગ્રેજ્યુએટ હતી. પણ એની આંખોમાં સજ્જન વસી ગયો ! આમ તો એય ક્યાં ઓછો દેખાવડો હતો ? હાઈડ-બોડી ગમી જાય તેવી. ગૌરવર્ણ. એની વાણી અદ્દભુત. એની રીતભાત, એની લાગણી વરસાવવાની રીત બધું જ શિખરાને ગમી ગયું.

એક દિવસે શિખરા ઉદાસ ચહેરે બેઠી હતી. આંખોમાં પણ ઉદાસીના ઓળા ઊતરી આવ્યા હતા. કારણ તો સામાન્ય હતું. એના બાપુજીએ એક છોકરાના પિતાજીને પુછાવ્યું હતું પણ એમણે તો ફોન પર જ કહી દીધું હતું : ‘માફ કરજો, તમારી છોકરીને અમે અમારા ઘરની વહુ બનાવવા માગતા નથી ! તમે ક્યાં અને અમે ક્યાં ? ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી ? ગાંગા તેલીની છોકરી રાજા ભોજની પુત્રવધૂ ન બની શકે, સમજ્યા ?’ – અપમાન કરી નાંખ્યું હતું એ શ્રીમંત પણ તુંડમિજાજી ગૃહસ્થે, ને આ વાત જાણી ત્યારે શિખરાના મનમાં ઉદાસી ફરી વળી ! મને હજી તો જોઈ પણ નથી, ત્યાં આવું અપમાન ? એ ખિન્ન વદને બેઠી હતી ત્યાં જ સજ્જન આવ્યો હતો. એણે ટહુકો કર્યો :
‘શિખરા !’
શિખરા ખિન્ન હતી. ઉદાસ હતી. એનો ચહેરો ઊતરી ગયો હતો. એણે સજળ નેત્રે સજ્જન તરફ જોયું.
સજ્જન ચમક્યો : ‘અરે શિખરા ! તારી આંખમાં આંસુ ? તું રડે છે ? શું બન્યું છે એ તો કહે.’
શિખરાએ વાત કરી.
સાંભળીને સજ્જન હસી પડ્યો : ‘તું એ વાત ભૂલી જા. આમાં તો ગાંગો તેલી મને તો એ છોકરાનો બાપ જ લાગે છે ! ગાંગા તેલીનાં નસીબ ગાંગા તેલી જેવાં હોય ! તેલ બજારમાં તેલનાં ટીન વેચવાનો બીઝનેસ કરતો એ માણસ ગાંગો તેલી જ છે. એના ઘરમાં વળી રાજા ભોજની છોકરીને ય ટક્કર મારે એવી રૂપ રૂપના અંબાર સમી શિખરા ક્યાંથી હોય ? અને આ વાતમાં તું રડે છે ? ભગવાનનો પાડ માન કે તું બચી ગઈ ! બાપ આવો છે તો એનો દીકરો કેવો હશે ? ચાલ, મગજ પરથી આ વાતને ખંખરી નાખ. અને હસ જો….’ ને અચાનક શિખરા ઉઘડતા ફૂલ જેવું હસી પડી હતી. અને એ પછી તો બેયજણાં એકદમ નજીક આવી ગયાં. સજ્જન લાગણીનો શ્રાવણ વરસાવતો ગયો. ભાવજળમાં શિખરાને ડુબાડતો ગયો ને શિખરા પણ સજ્જનના અનુરાગમાં ઓગળતી ગઈ.

અને એક દિવસે શિખરાએ હિંમતભેર કહી દીધું : ‘હું સજ્જન સાથે લગ્ન કરીશ.’
આંચકો ખાઈ ગયાં શિખરાનાં મા-બાપ. એમનો વિરોધ હતો. એના પપ્પાએ તો કહ્યું પણ ખરું : ‘શિખરા ! મારી વાતને સમજવા પ્રયત્ન કર. અત્યારે તું લાગણીના પ્રવાહમાં ખેંચાઈને આ ઉતાવળિયું પગલું ભરી રહી છે. બાકી બંને વચ્ચે શિક્ષણનો જે તફાવત છે તે તને ભવિષ્યમાં સાલશે. કદાચ તને નહિ સાલે તોપણ સજ્જન મનમાં સમસમ્યા કરશે. એક પ્રકારનો લઘુતાભાવ એને પીડશે. પરિણામે દાંપત્યજીવનમાં એક પ્રકારની ઊભી તિરાડ પડશે. તે દિવસે તને પસ્તાવો થયા વિના નહિ રહે.’
‘તારા પપ્પા ખરું કહે છે, બેટી !’ એની મમ્મીએ પતિની વાતમાં સૂર પુરાવ્યો હતો. પણ શિખરા અણનમ હતી. એનો નિર્ણય અણનમ હતો. એનો સંકલ્પ અણનમ હતો. ને બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી નાંખ્યું.

ને એક દિવસે બંને પ્રભુતામાં પગલાં માંડી બેઠાં.
સજ્જનની આ શહેરમાં બદલી થઈ ગઈ. બંને ખૂબ જ આનંદથી દિવસો પસાર કરતાં હતાં. શિખરા પ્રેમ વરસાવતી. સજ્જન લાગણી વરસાવતો. ‘શિખરા શિખરા’ના રટણથી ઘરને ગજવી મૂકતો. બેય પારેવડાં હેતથી-લાગણીથી-પ્રેમથી એકમેકની હૂંફમાં ગટુર….ગૂ કરતાં હતાં. પડોશીઓએ પણ એમને કદી ઝઘડતાં જોયા નહોતાં. ઝાડની ડાળીએ બનાવેલા માળામાં બેય ચકલાં ચાંચમાં ચાંચ પરોવીને આનંદથી રહેતાં હતાં. પ્રેમથી જીવતાં હતાં.
સજ્જન નોકરીએ જવા નીકળતો ત્યારે શિખરા બારણા વચ્ચે ઊભી રહેતી.
એ હાથ ઊંચો કરતી : ‘આવજો…’
ત્યાં જ સજ્જન પાછો વળીને એની પાસે આવતો : ‘લે, આવજો કહ્યું એટલે અબ ઘડી આવી ગયો.’ ને પછી શિખરાનો હાથ પકડી લેતાં ને એની હથેળી હોઠ પર દબાવી દેતો….. ‘અરે, તમે તો….’ શિખરા કંઈક કહેવા જતી ત્યાં જ સજ્જન ઝડપથી આનંદપૂર્વક પગથિયાં ઊતરી પડતો. જતાં જતાં બોલતો : ‘અભી તો ઈતના હી કાફી હૈ, બાકી સબ શામ કો.’
શિખરા હસતી.
‘ખૂબ સુખી જોડું છે.’ લોકો વાતો કરતાં.
‘સજ્જન ભાઈ બહુ પ્રેમાળ છે.’
‘તે હોય જ ને ! આવી ભણેલીગણેલી પત્ની મળી છે પછી !’
‘પણ શિખરાબહેનને ધન્ય વખાણું હોં !’
‘કેમ ?’
‘કેમ કે પતિ કરતાં પોતે વધારે ભણેલાં છે, પણ છે જરાય અભિમાન કે અસંતોષ ?’
‘કેટલું ભણ્યા છે સજ્જનભાઈ ?’
‘મૅટ્રિક સુધી.’
‘ને શિખરાબહેન ?’
‘ગ્રેજ્યુએટ થયેલાં છે !’
‘બાપ રે ! આટલો બધો ભણતરનો ફેર ?’

સજ્જનને લાગતું કે શિખરા પત્ની તરીકે ખૂબ સારી છે. આવી સાલસ સ્વભાવની પત્ની મેળવીને પોતે ભાગ્યશાળી પુરવાર થયો છે એમ એને લાગતું.
એક દિવસે શિખરાએ કહ્યું : ‘એક વાત કહું ?’
‘કહે ને.’
‘એક હાઈસ્કૂલમાં જગ્યા પડી છે તમે કહેતા હોવ તો અરજી કરું ?’
‘કર.’
શિખરાએ અરજી કરી. તે ઈન્ટરવ્યુમાં સિલેક્ટ થઈ ગઈ. તેને નોકરી મળી ગઈ. હવે તે પોતાની નોકરીમાં ઓતપ્રોત રહેવા લાગી. રજાના દિવસે તેના સ્ટાફના માણસો મળવા આવતા પણ એ જોઈને સજ્જનનો જીવ બળી જતો. એને થતું : ‘આ બધા ભણેલા માણસો આગળ પોતે સાવ અભણ જેવો લાગે છે !’ શિખરાના સ્ટાફની એક શિક્ષિકાએ તો પૂછ્યું પણ ખરું : ‘શિખરા, તારા મિસ્ટર ગ્રેજ્યુએટ તો હશે જ….’
‘ના.’
‘તો ?’
‘એ મેટ્રિક સુધી જ ભણ્યા છે !’
‘હાય હાય ! તું ગ્રેજ્યુએટ થઈને એક ઓછું ભણેલા સાથે પરણી છે ?’ અને એણે જીભડો કાઢ્યો હતો. આ સંવાદ સજ્જનના કાને પડી ગયો અને પહેલ વહેલું પોતાની પત્નીનું ભણતર સાલ્યું. ને એક વાર એણે પણ કહી દીધું : ‘આ રીતે તું અજાણ્યા માણસો સાથે ગામગપાટા હાંકે એ મને ગમતું નથી, શિખરા !’
‘અજાણ્યા ક્યાં છે ? મારા સ્ટાફના માણસો તો છે !’
‘હાસ્તો ! ને પાછા મારા કરતાં વધારે ભણેલા છે. એટલે મૅડમને એમની સાથે વાતો કરવામાં વધારે મજા પડે છે…..!’

સાંભળતાં જ આંચકો ખાઈ ગઈ શિખરા ! એના કાળજામાં કાંટો ખૂંપી ગયો, આ સજ્જન બોલે છે ? એનો પ્રેમાળ પતિ બોલે છે ? પપ્પા કહેતા હતા એ વાત છેવટે સાચી પડી ! એણે કલ્પ્યું પણ નહોતું કે, સજ્જનના મોઢામાંથી આવા શબ્દો નીકળશે ! દુ:ખ થયું એને. કાળજું કપાઈ ગયું એનું. અકથ્ય વેદના અનુભવી શિખરાએ. બીજે દિવસે સજ્જન જ્યારે ઘેર આવ્યો ત્યારે તેણે કહ્યું : ‘સાંભળો છો ?’
‘શું છે ?’
‘મેં નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે !’
‘કેમ ?’
‘કારણ કે તમારા હૃદયમાંથી રાજીનામું આપવું એના કરતાં આ રાજીનામું મને વધારે યોગ્ય લાગ્યું !’ ને એણે આડા ફરીને આંખમાં ધસી આવેલું આંસુ આંગળી વડે લૂછી નાખ્યું.

શું શિખરાનો નિર્ણય યોગ્ય હતો ?

[કુલ પાન : 280. કિંમત રૂ. 160. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવન ઉત્સવ – ઉદયસિંહ ડાભી
જાહેરખબરનો ઝંઝાવાત – વીણા શાહ Next »   

42 પ્રતિભાવો : રાજીનામું – પરાજિત પટેલ

 1. hassan says:

  મારા અભીપ્રાય મૂજબ Rajinamu aapvu uttam karya kehvay
  person having less education is always remains in complex
  if the story is based on truth it is best
  if not based on truth then very very best

 2. જય પટેલ says:

  અહંકાર અને આત્મ-સન્માન વચ્ચેનું દ્વંદ્દ યુધ્ધ નિરૂપતી સરસ ટૂંકી વાર્તા.

  અભિમાન ફિલ્મની સ્ટોરી રજૂ કરતી રાજીનામું વાર્તામાં શિખરાના રાજીનામા સિવાય કોઈ વિકલ્પ જ ન્હોતો ?
  શિક્ષણના ભેદને અવગણીએ તો પણ સરેરાશ માનવીય ગુણોથી સજ્જનકુમાર વંચિત છે.

  કાળઝાળ મોંઘવારીના જમાનામાં ફક્ત એક માત્ર બનાવના કારણે લગ્ન બચાવવા
  સહજતાથી શિક્ષણના ક્ષેત્રની સારી નોકરી છોડી દેવી તેના કરતાં ઓછું ભણેલા સજ્જનકુમારના
  અંહકારને ઓગાળવા કોઈ પ્રયાસ તો કમસે કમ જરૂર કરવો જોઈએ.

  ઉચ્ચ શિક્ષણ તો જ ઉજળું થયું કહેવાય જ્યારે જીવનરૂપી તોફાની મોજાંઓ વચ્ચે નૌકા સહી સલામત પાર ઉતારીએ.
  શિખરાનું રાજીનામું યુધ્ધ શરૂ થતાં પહેલાં શરણાગતિનો ભાવ દર્શાવે છે આવી મનોસ્થિતીવાળી શિક્ષીકા વિદ્યાર્થીના જીવન ઘડતરમાં કેવું યોગદાન આપશે તે પ્રશ્ન સહજ થાય.

  • trupti says:

   જય,

   મારા મન મા પણ આજ વિચાર અવ્યો હતો, પણ મારી પાસે તે દર્શાવવા શ્બ્દો ન હતા. તમે બહુજ સરસ રીતે તમારા અભિપ્રાયો વ્યકત કર્યા છે.

   • જય પટેલ says:

    તૃપ્તી

    અભિપ્રાયને આવકારવા બદલ આપનો આભાર.

    શિક્ષીકા જો શરણાગતિના ભાવવાળી હોય તો સમાજનો પાયો કાચો રહી જાય અને
    શિક્ષણ ક્ષેત્રે સમાજનો પાયો કાચો હોય તો તેવા સમાજનું ભવિષ્ય શું ?

 3. aarohi says:

  આપણા સમાજમાં અહં જ બધા સબંધોમાં કડ્વાશ લાવે છે. સજ્જનને નહોતી ખબર કે શિખરા વધારે ભણેલી છે તો ભવિષ્યમાં આ વાત આવી શકે? શિખરા ને તો એના પપ્પાએ કહ્યુ જ હતુ એટલે ખબર હતી કે આવુ થઇ શકે પણ એણે સજ્જન પર વિશ્વાસ હતો. ખેર કાયમ સ્ત્રીએ જ આ વાતમાં compromise કરવાનુ હોય છે.

 4. કોઇ પણ જાતના સંઘર્ષમાં ઉતરવા કરતાં શિખરા એ આ સહેલો રસ્તો પસંદ કર્યો. એ નિર્ણય સાચો તો બિલકુલ નથી.
  1. મા-બાપે આવી કોઇ પરિસ્થિતિના પેદા થવા વિષે અગાઉ ચેતવણી આપી જ હતી.
  2. સજ્જનને આગળ અભ્યાસ કરવા માટે તે પ્રેરણા રુપ પણ બની શકી હોત.
  3. તેમના પ્રેમની સાચી કસોટી જ અહિં છે.

  બીજા પણ ટુંકા ગાળાના ઉકેલ છે જે અપનાવી શકાય. હું એક એવા પ્રેમી-યુગલને ઓળખું છું જેમાં પત્ની MSc. છે અને કોલેજમાં વ્યાખ્યાતા છે જ્યારે પતિ દસમું પાસ છે. કોઇ એક ખાનગી કચેરીમાં મદદનીશ છે.
  અનેક મારામારીમાં પોલીસના ચોપડે નામ નોંધાયેલ (history sheeter) છે ! બંનેએ ભાગીને લગ્ન કર્યાં છે.
  વાર્તાવાળો પ્રસંગનો સામનો તેઓને ડગલેને પગલે કરવો પડે છે

 5. જગત દવે says:

  પ્રિય વાંચકોઃ

  ધ્યાનથી જો સંવાદો વાંચીએ તો……શિખરા એ એક જગ્યા એ ભુલ કરી છે……..તેના પતિના ભણતર વિષે તેણે તેની સહ-શિક્ષિકા સાથે વાત કરતી વખતે……..તે જવાબ આપે કે

  ‘એ મેટ્રિક સુધી જ ભણ્યા છે !’

  અહીં શિખરા એ સમજીને જવાબ આપવાની જરુર હતી એવો કંઈક જવાબ કે જેનાથી તેના પતિમાં એવી હિણપત ની લાગણી જન્મ જ ન લે……. ખાસ કરીને તેની સહ-શિક્ષિકા નો સવાલ પુછવાનો ગર્ભિત હેતુ શંકાસ્પદ જણાય છે……તેવા સમયે એ સમજવુ જોઈએ કે એક વધુ શિક્ષિત જીવન-સાથી તરીકે તેની લગ્ન જીવન સંભાળવાની જવાબદારી પણ વધી જાય છે.

  • Vraj Dave says:

   શ્રી જગતભાઇ દવે,
   આપના પ્રતિભાવ સાથે ૧૦૦% સહમત છું. ખાસ જ્યારે બન્ને જણા નોકરી કરતા હોય તો નોકરીના સમય દરમ્યાન સ્ટાફ મળતોજ હોય છે, હા પ્રસંગોપાત ક્યારેક ધરે બધા મળે તો એવો વિષયતો નો જ છેડવો જોયે જે કોઇને પણ નુકસાન કરે.બાકી શ્રીવિણાબહેન ના શબ્દો માં કહી એ તો ‘પંચાતિયાને ઘરના ઉંબરાથી દુર જ રખાય’.
   આપના દરેક પ્રતિભાવ માં દમ હોયછે.
   આભાર .
   વ્રજ દવે

 6. nayan panchal says:

  નિર્ણય બિલકુલ અયોગ્ય. અને આ નિર્ણય શિખરા અને સજ્જન બંનેના વ્યક્તિત્વની ખામીઓ બતાવે છે.

  શિખરા અને સજ્જનનો પ્રેમ પણ શરતોને આધીન નીકળ્યો. ‘કારણ કે તમારા હૃદયમાંથી રાજીનામું આપવું એના કરતાં આ રાજીનામું મને વધારે યોગ્ય લાગ્યું !’ ન શિખરાએ પોતાની બાજૂ દર્શાવવાનો પ્રયત્ન કર્યો કે ન સજ્જને સમજદારી દાખવી.
  સારા સમયમાં પ્રેમતો બધા નિભાવી શકે, વિષમતાઓ વચ્ચે જે પ્રેમ ટકી રહે તે સાચો પ્રેમ.

  જેવી અહીંયા બંને પ્રેમીઓની કસોટી થઈ તો તેમણે હથિયાર હેઠા મૂકી દીધા.

  સરસ વાર્તા,આભાર.
  નયન

  • જય પટેલ says:

   શ્રી નયનભાઈ

   આપના પ્રતિભાવમાં આપે શિખરાનો…નિર્ણય બિલકુલ અયોગ્ય…..દર્શાવેલ છે.
   જ્યારે શ્વેતા પટેલના પ્રતિભાવના પ્રત્યુત્તરમાં આપે શિખરાના નિર્ણયને વિંડેકેટ કરતો નિર્દેશ કર્યો છે..!!

   આપના પરસ્પર વિરોધી મંતવ્યો આશ્ચર્યજનક છે.

   • nayan panchal says:

    જયભાઈ,

    મને વિરોધાભાસ નથી લાગતો. મને તો બંને એકબીજાના complimentary લાગે છે.

    કદાચ હું યોગ્ય રીતે શબ્દોમાં મૂકી નથી શક્યો.

    આભાર,
    નયન

 7. S Patel says:

  I m agree with Jagat Dave. Men or women when somebody is talking about him/her in front of other people their feelings hurt and anybody can react on that.

  Instead of giving resignation Shikhara can stop doing party at home with such a people who are not respecting her husband. In fact they shouldn’t hanged out with this type of people.

 8. Ami Patel says:

  I agree with Jagatbhai…
  Wrong Decision to leave, but I guess only option if want to leave together.

 9. Sweta Patel says:

  I do agree with S patel and Jagat Dave, that she should stop this kind of parties at home, or even she could reply little differently, with polite but firm words to that lady, so no other person could dare to ask in that sense. well, i will say if a teacher is having a surrender to her husband, that time she was just a wife, and not a teacher, that is her personal matter, she could explain her husband nicely that is also truth. Her decision is also right which shows how much she loves her husband. Well, the husband should also be more understanding but wife should try not to creat any situation, or conversation in which indirectly even, she or anyone else hurt husband’s self-respect. .

  અને નયન ભાઈ, બધા પ્રેમ કરનારા મા ૩૬ ગુણ નથિ હોતા કે તે વિષમ પરિસ્થિતિ મા પણ પ્રેમ થિ રહિ શકે તો શુ તેમ્નો પ્રેમ સાચો નથિ? મને લાગે છે કે શિખરા અને સજ્જનનો પ્રેમ પણ શરતોને આધીન નહોતો, પણ સમય -સન્જોગો ને કારણે થોડા મત ભેદ થાય , પન તેનો એ અર્થ નથિ કે તેમને મન ભેદ છે. sorry, for negative coment on ur view. because, two different people when living together, they have to adjust with each-other, and that’s life, that’s love.

  • nayan panchal says:

   શ્વેતાબેન,

   તમારા અભિપ્રાય બદલ આભાર. ક્યાંક વાંચ્યુ હતુ કે Love is not about finding the right person, It is about creating the right relationship.

   આવી નાની નાની વાતોમાં જો મનભેદ થઈ જતો હોય તો વહેલો મોડો મનભેદ થઈને રહેશે જ. આખરે શિખરાની પણ એક હદ આવી જશે જે પછી તે બાંધછોડ નહીં કરી શકે. ત્યારે તમે જે તિરાડની વાત કરી રહ્યા છો તે પડશે.

   પ્રેમમાં તો હારીને જ જીતવાનુ હોય છે, એ વાત ૧૦૦% સાચી. પરંતુ મન મારીને હારવાનુ નામ પ્રેમ નથી. તમે જે રીતે હારવાની વાત કરો છો તેમાં તો વ્યક્તિ ખુશી ખુશી પોતાના પ્રિય પાત્ર પર ન્યોછાવર થઈ જાય છે. મને નથી લાગતુ કે શિખરાએ ખુશી ખુશી રાજીનામુ આપ્યુ હોય.

   ‘કારણ કે તમારા હૃદયમાંથી રાજીનામું આપવું એના કરતાં આ રાજીનામું મને વધારે યોગ્ય લાગ્યું !’ ને એણે આડા ફરીને આંખમાં ધસી આવેલું આંસુ આંગળી વડે લૂછી નાખ્યું.

   નયન

   • Sweta Patel says:

    નયનભાઈ,

    તમારા અભિપ્રાય બદલ આભાર. પણ જો Love is not about finding the right person, It is about creating the right relationship. હોય તો શુ શિખરા નો પ્રયત્ન ખોટો હતો? કારણ કે તે તેના અને સજ્જન ના સમ્બન્ધો તુટતા બચાવવા માટે જ તો રાજિનામુ આપે છે. ખરુ કહુ તો , તુટ્વા ને બદલે મનભેદ ના સર્જાય તે માટે નો પ્રયત્ન કર્યો છે. મને લાગે છે કે,

    ‘કારણ કે તમારા હૃદયમાંથી રાજીનામું આપવું એના કરતાં આ રાજીનામું મને વધારે યોગ્ય લાગ્યું !’ ને એણે આડા ફરીને આંખમાં ધસી આવેલું આંસુ આંગળી વડે લૂછી નાખ્યું.

    ઉપર ના લખાણ થી એ પણ ના કહેવાય કે, તેને નોકરિ છોડવાનુ દુખ નથિ પણ સજ્જન ને જે મનદુખ થયુ તેનુ વધુ લાગિ આવ્યુ છે??!!! વધુ મા તો એ બન્ને નો સુખિ સન્સાર બતાવ્યો છે, અને એક-બિજા ને મેળવિ ખુશ બતાવ્યા છે. તો હવે પછી નુ દ્રશ્ય એ ના હોય શકે કે, સજ્જન ને તેનિ ભુલ સમજાય છે, અને તે શિખરા ને નોકરી પાછિ જોઇન કરવા સમજાવે છે?

    Well, i think different time, different people, and different perception, may have different results.
    Nayanbhai, i really like ur answer, becoz , situation should be consider and thought in each and every way, then only best result we can find. so, what i am thinking and what you are thinking both are good at their place. Thanks for your response.

 10. Sweta Patel says:

  અને પ્રેમ મા તો હાર્વા મા જ જિત છે હથિયાર હેઠા મુક્વા નિ તો વાત જ નથિ, બનિ શકે કે શિખરા ના આમ કરવાથિ સજ્જન ને બોધપાઠ મડે અને તેને પોતાનિ ભુલ સમજાય્. નોકરિ તો ફરિ થિ મલિ જાશે. પણ પતિ સાથે જો પ્રેમ મા તિરાડ પડે તે ના પોષાય , કાચ તુટિ ને તેને જોડિએ તો પન તિરાડ તો રહે જ છે. તેથિ જ શિખરા નો નિરણય સાચો હતો.

  નયનભાઇ, i always respect ur comments, i believe it has always depth and mature point of view, but sorry, this time i don’t agree with u.

  • Gopal Shah says:

   શ્વેતા બેન,
   તમારિ વાત એકદમ સાચિ છે….
   શરતો ને આધિન રહિ ને પ્રેમ ના કરાય. એ પ્રેમ ને “સોદા બાજિ કહેવાય. Life will throw many more curves and challenges down the road – so each time Shikara should just give up? No fight? Why?

   Very bad decision…

 11. Veena Dave. USA says:

  સરસ સ્ટોરી.
  શ્રી જગતભાઈ અને શ્રી નયનભાઈ ની કોમેન્ટ્સ સરસ. બીજાની દખલગીરી અને વિષમતામા પ્રેમ…….બન્ને કોમેન્ટ્સ સાથે સહમત.
  કુટુબ ને તોડનારા કેટ્લા અને જોડ્નારા કેટલા આ સમાજમા ? પંચાતીયાને ઘરના ઉંબરાથી દૂર જ રખાય્.

 12. Chetan Tataria says:

  I have little different views. Instead of getting inferiority complex for his less education, why Sajjan can not be proud of his wife’s graduation. If man’s education is higher than his wife, that time this question never arises or I can say wife doesn’t feel that complex that her husband is more educated than her. So the same should have been for man. If they think that way, this question will never come. Also they should think more practically. If he is working as clerk level, his salary will be an average or more that average. Today they are just two, but tomorrow they will have children, they have to think and plan for their child’s future. Leaving the job is not the correct solution for this kind of issue. And even after leaving the job, the issue will still exist between them.

  Tomorrow, Sajjan’s office staff will come to know about her higher education, will “Sajjan” leave his job, because he studied less than his wife? The answer is but obvious “NO”.

  Sajjan can accept the reality and he has option to over come by studying further and complete his graduation. That will also help him in his current job to get the promotion and increment or help him to find new better job which will help him to give better life to his family.

  • Chirag says:

   Chetan,

   More of a practical view…. I like that…. Excellent job…

  • trupti says:

   ચેતનભાઈ,
   Very practical and balance opinion.

  • જય પટેલ says:

   ચેતનભાઈ

   આપના મત અનુસાર સજ્જને ગર્વ લેવો જોઈએ કે શિખરા તેનાથી વધુ ભણેલી છે.

   આપણા ગુજરાતી સમાજમાં આપની આજુબાજુ નજર દોડાવો અને પાંચ પુરૂષ ગણી શકશો કે
   જેમની પત્ની તેમનાથી વધુ ભણેલી હોય અને વ્યવસાયમાં તેનાથી એક કદમ આગળ હોય ?
   કદાચ નહિ મળે.

   તમારી આજુબાજુ પાંચ પુરૂષ શોધી શકશો કે જે ગર્વથી બધાને કહેતો હોય કે
   મારી પત્ની મારા કરતાં વધારે ભણેલી છે અને હોદ્દો પણ ઉચ્ચ ધરાવે છે આવી રીતે ગર્વથી
   કદાચ કહે તો પણ સમાજમાં લોકો તેની જ હાંસી ઉડાવશે…!!!

   આપણા સમાજમાં પુરૂષ બ્રેડ વિનરના રૉલમાં છે અને લગ્ન જીવનની સફળતામાં આ જ
   વધારે ઈચ્છનીય છે. પ્રસ્તુત વાર્તામાં આ જ મેસેજ છે. શિખરાનો ઉચ્ચ અભ્યાસ અને હોદ્દો
   સમય જતાં લગ્નજીવનમાં અડચણ રૂપે પ્રગટ થાય છે.

   આપનો મત વાસ્તવિકતાની ધરા પર નથી પણ કાલ્પનિક વધુ છે જેના માટે
   આપણો સમાજ હજુ તૈયાર નથી.

   • Chetan Tataria says:

    I agree that Man is in winner role and his ego will not allow his wife to be more educated and having higher post. That is the reason when you go for arrange marriage, you look for girl having equal education. If not equal education, little less will be fine. But not going for girl having more education than you, because he knows, later on in the life, this ego clash will happen and that will affect his marriage relationship.

    And I guess society is now coming out of this traditional thinking that Girl has to be less educated than man. I have seen many couple where girl is having double graduation and boy is just 12th pass or just graduation. Still their marriage is going well, so one has to think about this.

    From story’s context, If you are not able to tolerate that your wife is more educated than you, then why to get married in 1st place and ruin her career. If she marries to someone else, she will be more successful women in life and will have good respect in society. It’s like Man is saying, I know you are more educated than me but to satisfy my male ego, you better sit at home and do nothing and this way save our marriage relationship. Is it practical solution?

    And we are part of the society and we who form “SAMAJ”, so we have to change it and we have to show the readiness. Earlier, widow remarriage was not accepted, but today it’s acceptable. Earlier, Girl’s education was not there, so this question was not so discussed and by default it was accepted or forced you to accept that girl has to be less educated than Man.
    When Girl education started, Society has taken objection but we have overcome it and now we are giving best education to our daughters. So its society who forced you to take it that girl has to be less educated than you.

    But its time that we reject this and go ahead, then only we will have better “SAMAJ”. I know it might be hypothetical but it will happen for sure.

    • trupti says:

     Chetanbhai,

     I agree with you.
     In earlier days, irrespective of the girl’s good performance in the SSC, they were not allowed to study further in some communities. My mom’s school friend, secured 78% in SSC in those days, (may be in early 50s) but still she was not allowed to go to college for further studies, she was from Jain community. When I was in college in early 80s, the situation in that community had still not improved, and her parents married one of my classmate off when she was just in 11th Std., she was also from the same community. This was the scenario in Marwari community also. However, the girls of Kapol community and Jain community used to study even up to the post graduation but their life partner may not be some time 10th passed.
     We say the time has change, but in many communities, still the girls’ education is not given much importance. The parents’ thinks that, the girls gets married and go to their respective houses, then why spent money on their education. That must be the reason why the Govt. is giving free education to the girl child up to 12th Std!
     What is ‘SAMAJ’? who makes it? The answer is, the ‘samaj’ is the mass of people having common interest and works in the interest of the society is “samaj’, that’s what I look at it. The people of ‘samaj’ for their own convenience define the rules of the ‘samaj’. If the ‘samaj’ cannot walk with the time and the people of ‘samaj’, who have made it, then the said ‘samaj’ is not strong.

     .

 13. yogesh says:

  Keeping all arguements aside, i think totally waste of time. Have read it thousands time before so i did not find anything new. Sorry parajit bhai pan aa story ma tame parajit thai gaya.

  yogesh

 14. Vraj Dave says:

  એક દમ સરસ.

 15. Megha Kinkhabwala says:

  શિખરા એ લગ્ન પછી તરત જ સજ્જન ને આગળ ભણવા માટે અને ખાતાકિય promotion ની પરિક્ષા માટે પ્રોત્સાહિત કર્યો હોત તો પરિસ્થિતિ કદાચ જુદી હોત. નોકરી માથી રાજીનામુ આપી ને સમસ્યા નો હલ તો નથી જ આવાનો. સજ્જન એ પણ લગ્ન કરતા પહેલા શિખર પોતાના થી વધારે ભણેલી છે એ વાત ને પુરેપુરી સ્વીકારી ને જ આગળ વધવાનુ હતુ.

 16. gopal parekh says:

  આજના જમાના પ્રમાણે શિખરાનુઁ સમર્પણ વધારે પડતુઁ લાગે છે, આટલી વાતમાઁ રાજીનામુઁ આપવાની જરૂર નો’તી

 17. I think Shikhara should have resigned.Is there any guarantee from Sajjan that he would respect his wife?If it was his inferior complex that came to his mind.After a certain period of time nobody would give her service at that time what should she do?

 18. should have not resigned.I MISSED “NOT” in my comment so corrected .

 19. Ramesh Desai. USA says:

  Good story. Other teachers has no business asking about Sajjan’s education. By giving Rajinamu ,she proved her Love over insult. Thanks.

 20. Hemal Patel says:

  In today’s era many people will say that its wrong design taken by shikhara or many people will suggest that after marriage sajjan should go for further study

  But I must say that story is subjective on truth
  It’s always easy to suggest or advice to other for their decision
  If you see in the story it’s clearly mention the belong from middle class family background
  And its not easy for them to manage their expanse with sajjan’s study
  So decision taken by Shikkhra is only the opation for them to be happy in their life

 21. Snehal says:

  ચાર વાક્યોની ચવાઈ ગયેલી વારતાને ખેંચીને લાંબી કરી છે. એકની એક વાત જુદી જુદી રીતે અનેક વાર કહેવાને બદલે લાગણી સભર સંવાદો અને પ્રસંગો મૂકી શકાયા હોત.

 22. Ashish Dave says:

  Mediocre story receiving so many comments… Bad characterization and predictable outcome. And to answer the final question I would say: In current times no lady should live with such mentality of her life partner for rest of the life. Life is too precious to waste with such character.

  Ashish Dave
  Sunnyvale, California

 23. Parag says:

  શિખરા નુ રાજેીનામુ યોગ્ય નથેી. એને પેલા પોતાના સ્ટાફ્ના બેન જોડે સમ્બન્ધ કાપેી નાખવા જોઇએ.

 24. hitesh says:

  good story…….

  shikhra’s resignation is proper…………
  winning of love …

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.