જાહેરખબરનો ઝંઝાવાત – વીણા શાહ

[પુન:પ્રકાશિત]

તમને નથી લાગતું કે જાહેર ખબરનો ઝંઝાવાત આખા વિશ્વને આવરી રહ્યો છે. આજનું જીવન એટલે જાહેર ખબરનું જીવન. એના વિના સવાર ના પડે. છાપું ઉઘાડો, રેડિયો ચલાવો એટલે જાહેર ખબરની ભરમાર શરૂ થઈ જાય. પૂજા કરવા બેસો ત્યારે અગરબત્તીની જાહેરાત દેખાય. ઘરની બહાર પગ મૂકો એટલે આજુબાજુ, ઉપર-નીચે જુઓ, આંખો ખુલ્લી રાખો તો જાહેર ખબરનાં પાટિયાં દેખાય. ક્યાંક તો છોકરાઓ બેનરો લઈને ઊભા હોય. કોઈ વળી ગાતાં-વગાડતાં તેમની ચીજવસ્તુની જાહેરાત કરતા હોય. વીજળીથી ઝળહળતાં થતાં બોર્ડો આંખોને આંજી નાખે એવા પ્રકાશથી શોભતાં હોય. જાણે એમ જ લાગે કે આપણું શહેર કેટલી આબાદી કરી રહ્યું છે ! જો સિનેમા જોવા જાવ તો ત્યાં પણ પડદા પર જાહેર ખબરની સ્લાઈડથી તમને આવકારે. હજુ નાટકોમાં શરૂ થયું નથી. થાય તો નવાઈ નહીં. વચમાં બ્રેક કે મધ્યાંતર વખતે જાહેર ખબરવાળા આવીને પોતાના માલનાં ગુણગાન ગાય તો ! નાટક કોઈ દિવસ સમયસર શરૂ થતાં નથી. વખતસર આવતા લોકો તો આવીને બેસી જાય. તે વખતે લોકોનું મનોરંજન કરવા જાહેર ખબરવાળા આવી જાય તો કેવું ? નાટક મોડું શરૂ થાય છે એ વાત ભૂલી જાય. જાહેર ખબરના જમાનામાં કોઈને વાંધો નહિ આવે ! નાટકવાળાને પૈસા મળશે.

આજે દુનિયા સાંકડી થતી જાય છે. શહેરોનો વિસ્તાર વધતો જાય છે. વસ્તી બેસુમાર કૂદકે ને ભૂસકે વધતી જાય છે. માલનું ઉત્પાદન પણ નવાં નવાં યંત્રોને લીધે જબરદસ્ત વધતું જાય છે. જીવનના એક એક સ્તરમાં જો જીવવું હોય તો હરીફાઈનો સામનો કરવો પડે છે. પહેલાં આવી ગળાકાપ હરીફાઈ નહોતી. હવે તો બાળક જન્મે ત્યારથી જ એને સ્પર્ધામાં ઊતરવાનું હોય છે. બાળમંદિરમાં દાખલ થવું હોય ત્યારથી જ માથાનો દુખાવો શરૂ થઈ જાય છે. દાખલ કરાવવા ટીણિયાઓ માટે ટયૂશનો શરૂ થઈ જાય. તે ટયૂશનો શાળા-કૉલેજ સુધી ચાલુ જ રહે. કારણ બાળકે સારા માર્કસે પાસ થવાનું છે તો જ આગળ ને આગળ ધપી શકાય. તે ટયૂશન કલાસોની જાહેર ખબરથી એમની પાસે પહોંચી જાય. પાસ થવાની, દાખલ કરાવી આપવાની સો ટકા ખાતરી મળે. ટયૂશન સિવાય ભણી જ ન શકાય. શિક્ષણક્ષેત્રે પણ જાહેર ખબરનું વર્ચસ્વ ઓછું નથી. રસ્તે ચાલતાં કે ગાડીમાં જતાં ફરફરિયાં તો મળતાં જ રહે. ઘરે આવી ટી.વી ખોલો તો પાછું એ જ. કંઈક સારું પાંચ મિનિટ જોવા મળે તો પંદર મિનિટ જાહેર ખબરનો મીઠો મધુરો વાર્તાલાપ કે સંગીત સાંભળવા મળે.

આ બધી જાહેર ખબરો સાંભળી સાંભળીને બાળકોને તો મોઢે થઈ જાય છે. ભણવાનું યાદ રહે તેના કરતાં આ બધું સરસ રીતે બોલી શકે છે. નોકરી જોઈતી હોય, ઘર લેવું કે વેચવું હોય, દીકરા-દીકરી માટે યોગ્ય પાત્ર જોઈતું હોય, નોકર બાઈ જોઈતી હોય કે ઘરની કોઈ પણ યંત્રસામગ્રીની ઈચ્છા હોય તો જુઓ જાહેર ખબર. ચૂંટણીમાં ઊભા રહેવું છે, જંગ જીતવાનો છે તો શું કરીશું ? બસ એ જ; જાહેર ખબરનો સહારો. મીડિયાનો ઉપયોગ. એના વિના ચૂંટણી લડી શકાય નહિ. આજે જનજીવનમાં જાહેર ખબરનું સ્થાન અનોખું છે, અનિવાર્ય છે. તેના વિના ડગલુંયે ન ભરાય. જાહેર ખબર પાછળ જે અનહદ ખર્ચા થઈ રહ્યા છે તેમાં શું કાપ ન મૂકી શકાય ? ટી.વીમાં એક મિનિટની જાહેર ખબર પાછળ કે છાપામાં બે ઈંચની પટ્ટીમાં કેટલા પૈસાનો ધુમાડો થાય છે એની તો કલ્પના જ કરવી રહી. આજે જે વસ્તુ પાંચ રૂપિયામાં વેચાય તે જો આ બધા ખર્ચા ઓછા થાય તો નજીવી કિંમતે મળે. સાબુના ભાવ વધતા જાય પણ તેની સાઈઝ ને વજન ઘટતાં જાય. આ બધી બોલબાલા તાગડધિન્ના કોના ઉપર ? તો કન્ઝયૂમર પર. મોંઘવારીના જમાનામાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુ સસ્તી થવાને બદલે બેધડક મોંધી જ થતી જાય છે, કારણ સમયની માગ જનતા પાસે પહોંચવા જાહેર ખબર. આ બધી લોભામણી ફસામણી જાહેર ખબરથી ચેતતા રહેવાની જરૂર છે. તમારે જીવન કેવી રીતે જીવવું, પતિ-પત્નીએ એકબીજાને કેવી રીતે સાચવવાં તેનીયે જાહેર ખબરમાં શિખામણ ! આમ અણસમજુ બાળક કે કન્ઝયૂમર કેવા ફસાઈ જાય છે !

જાહેર ખબરને લોભામણી કહી કારણકે કે એ જોઈને જે ન લેવું હોય તે લેવાનું મન થાય. જરા ટ્રાય તો કરી જોઈએ. ખાણીપીણીની જાહેર ખબરોએ તો દાટ વાળી નાખ્યો છે. ખાસ કરીને નાનાં બાળકોને ધ્યાનમાં રાખીને જે જાતજાતની જાહેરખબરો આવે છે તે તમે સૌ જુઓ છો ને જાણો છો. ઘણી વસ્તુઓ એવી છે કે જે બાળકોના સ્વાસ્થય માટે બિલકુલ સારી નથી. પીણાંઓ જે બાળકોને કહેવાય છે કે બંધાણી બનાવે છે અને જાતજાતની અમાન્ય વસ્તુઓથી ભરેલાં હોય છે. અત્યારે તો પેપ્સી કે કોકાકોલા વગર ચાલે નહિ. આ બધી પરદેશી પેદાશે આપણાં પીણાંઓને નાતબહાર મૂકી દીધાં છે. લીંબુપાણી કે નાળિયેર પાણીનો વપરાશ કેટલો ? બાળકને પૂછશો તો તે પરદેશી પીણું જ પસંદ કરશે. આપણે નવું નવું ખાતા-પીતાં, પહેરતાં-ઓઢતાં શીખ્યા પણ તે અવિચારી રીતે, આ બધું તો સારું જ હોય. આયાત થયેલું ઈમ્પોર્ટેડનીજ બોલબાલા. પછી તે ગમે તે હોય. દેશી આપણને ગમતું નથી. મલ્ટીનેશનલ કંપનીઓનો જે ધસારો આવી રહ્યો છે એમાં આપણું કાંઈ જ ચાલવાનું નથી. હેમ્બરગરના ડૂચા જ ચાવવાના રહેશે. ઘરે રાંઘવાનું ઓછું થઈ જશે અને ફાસ્ટ ફુડની પાછળ જ બધાં પડશે… આજે ઘરમાં બધાં કામ કરતાં હોય ત્યારે સમયની ખેંચ પડે એ સ્વાભાવિક છે એટલે બહાર જલ્દી જલ્દી ખાઈ લેવાનું જ ગમે. નોકરી કરવા બાળકોને ઉછેરવા આયા રાખવી ને રસોઈમાં સમયના અભાવે તો હોટલમાં ખાવાનું વધારવું એના જેવી કરુણ કથની એકેય નથી. પણ શું થાય ? જમાના પ્રમાણે તો ચાલવું જ જોઈએ ને ? તમે શું કરો છો ? એમ કોઈ પૂછે તો ઘર-છોકરાં ને વરને સંભાળું છું એવું કહેતાં સંકોચ થાય. પણ મોટી ઑફિસમાં કે ફર્મમાં કામ કરું છું તે તો ગર્વ સાથે કહી શકાય. ક્યારે આપણે સ્ત્રીના ઉમદા કાર્યની મહત્તા સમજીશું ? જિંદગી આખી છોકરાં સાચવવાનાં નથી હોતાં પણ નાનાં હોય તે વખતે તો એમની પડખે ઊભા રહેવું જ પડે. જો ભવિષ્યમાં પાછલી ઉંમરમાં સુખ-શાંતિ જોઈતી હોય તો બાળકોને અવગણશો નહિ. બાળકો જે નાનપણમાં શીખ્યાં હશે તે કદી ભૂલશે નહિ. નૈતિક મૂલ્યો એના જીવનમાં ઊતરી જશે તો જીવન જીવતાં, ખાતાં, પીતાં અને પહેરવા-ઓઢવામાં સંયમ હશે. સાત્ત્વિક આહાર ને સુંદર વસ્ત્રોને પસંદ કરશે. ફક્ત જીવનનાં થોડાં વરસો આપો.

જાહેર ખબરની બાળક ઉપર શું અસર થાય છે તે જોઈએ. કદાચ તમે વાંચ્યું પણ હશે. અમદાવાદમાં આ બનાવ બન્યો છે. બે નાનકડાં સુંદર ભાઈઓ હતા. સાથે જ ઊછરતા. એક બાળક કાળું અને એક બાળક ગોરું. કદાચ કુટુંબમાં કાળા બાળક માટે ટીકાઓ થતી હોય, એના ભાવ ઓછા પુછાતા હોય. ગોરા બાળકને વિચાર આવ્યા કરે કે, મારા નાનકડા ભાઈને ગોરો કેમ બનાવું ? ટી.વીમાં જાહેર ખબર વાંચી. સાબુથી ગમે તેવા ગંદા કપડાં સફેદ થઈ જાય. બાળકે શું કર્યું તે તમે જાણો છો ? એની મા બાજુમાં પાડોશીને મળવા ગઈ હતી. બાળકે તો વોશિંગ મશીન ખોલ્યું. અંદર સાબુ નાખ્યો. પાણીય કદાચ નાખ્યું હશે ને નાનકડા ભાઈને ઊંચકીને મશીનમાં મૂકી દીધો. મશીન ચાલુ કર્યું. મા આવી. શું દશા થઈ હશે માની ? કોને દોષ દેવો ? બાળક તો લોહીલુહાણ. એક પીણાની જાહેર ખબરની તો કદાચ ઘણા ને ખબર હશે. જે જાહેર ખબર જોઈને એક છોકરાએ જાન ગુમાવ્યો. જાતજાતના સ્ટંટ વિચાર્યા વગર જનતા સમક્ષ મૂકવા સરકાર પરવાનગી પણ કેમ આપે છે ? પૈસો મારો પરમેશ્વર. આજે જનતાની દરકાર કોઈને નથી. ગમે તેમ પૈસાના ઢગલા ઉપર બેસવું છે. યેનકેન પ્રકારેણ પૈસા ભેગા કરવા છે. પછી એ રસ્તો અનૈતિક હોયે તોયે એની પરવા કોઈ કરતું નથી.

તમને થશે કે મારો એપ્રોચ હંમેશાં નકારાત્મક રહ્યો છે. પણ એવું નથી. આધુનિક પ્રગતિને આવકારું છું. આપણે ઘણું નવું નવું શીખીએ છીએ. બહેનો, બાળકો પણ ખૂબ હોશિયાર અને ચાલાક થતાં જાય છે. પણ સાથે સાથે એટલું યાદ રાખવું જરૂરી છે કે આપણે જીવન નક્કર વાસ્તવિક ભૂમિ પર જીવી રહ્યાં છીએ. અવાસ્તવિક અનૈતિક જીવનને તિલાંજલી આપીને, સારું હોય એટલું અપનાવવું ને નઠારું હોય તેને એક ઝાટકે ફેંકી દેવું એમાં જ આપણી ખુશી અને આનંદ સમાયેલાં છે. બીજાના મહેલો જોઈને આપણી ઝૂંપડી પાડી ન નખાય, નહિ તો ઘર વગરના જ થઈ જઈએ. ઈમ્પોર્ટેડ બધું ખરાબ નથી. પણ આપણા દેશને, સમાજને અને જીવનને અનુકૂળ હોય તેટલું જ અપનાવવું એમાં ડહાપણ રહેલું છે. વિચારપૂર્વક જાહેર ખબરની ચુંગાલમાંથી છૂટીએ એ જ પ્રાર્થના.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રાજીનામું – પરાજિત પટેલ
સમજણના સૂર – સં. ભાર્ગવી દોશી Next »   

11 પ્રતિભાવો : જાહેરખબરનો ઝંઝાવાત – વીણા શાહ

 1. Balkrishna A. Shah says:

  જાહેર ખબરનો ઝંઝાવાત

  નરી વાસ્તવિકતા. કે જેનો ઉપાય શોધવો અતિ મુશ્કેલ છે.

 2. વ્યાપારનાં નુસ્ખા નો અંત નથી આવવાનો આપણે સારા નરસા ની ઓળખ કરીને ચાલતાં શિખવું પડ્શે.
  આપ્રકારના લેખો દ્વારા આંખ ખૂલે તો વ્યક્તિ એકવાર વિચારતો જરૂર થાય ..
  કીર્તિદા

 3. જાહેરાતો વિષે થોડુ વધારે readgujarati પરથી જ

  “જાહેરાત ચાહે ગાડીની કરવી છે કે ઘડિયાળની કરવી છે, ફ્રિજની કરવી છે કે ટૂથપેસ્ટની કરવી છે, સાબુની કરવી છે કે દંતમંજનની કરવી છે, પેન્સિલની કરવી છે કે પેનની કરવી છે; બસ બધે જ સ્ત્રીને હાજર કરી દો અને સ્ત્રી પણ આધેડ નહીં, પ્રૌઢા કે વૃદ્ધા નહીં, યુવાન દેખાય એવી જ ! એ યુવાન સ્ત્રી પણ મર્યાદાસભર વસ્ત્રોમાં નહીં પણ ઉદ્દભટ (ઉત્તેજક) વસ્ત્રોમાં હોય તેને જ ! શું દર્શાવે છે આ ? એ જ કે સ્ત્રી એ ઉપયોગની જ વસ્તુ ગણવામાં આવે છે. જ્યાં પણ તમારા સ્વાર્થને પુષ્ટ કરવા એનો ઉપયોગ થઈ શકતો હોય ત્યાં ઉપયોગ કરી લો. એમ કરવા જતાં એક વાર હજારો, લાખો નહીં પણ કરોડો રૂપિયા વેરવા પડતા હોય તો વેરી દો, એને બજારમાં ફરતી કરવી હોય તો કરી દો, એને કુટુંબથી વિખૂટી પાડવી હોય તો પાડી દો, એના બાળકથી એને દૂર રાખી દેવી પડતી હોય તો રાખી દો, પણ એનો-એના શરીરનો-એના રૂપનો પૂરેપૂરો ઉપયોગ કરી જ લો !!”
  – પ્રશ્નોત્તરી – આચાર્ય વિજય રત્નસુંદરસૂરિશ્વરજી

 4. nayan panchal says:

  આજના સમયમાં તો “જો દિખતા હૈ, વહી બિકતા હૈ”. જાહેરખબરોનો મારો એક પધ્ધતિસરનુ બ્રેઈનવોશિંગ જ છે ને. જાહેરખબરોના મારા વચ્ચે વિવેકબુધ્ધિ જળવાઈ રહે તેવી પ્રભુપ્રાર્થના.

  આભાર,
  નયન

 5. hardik says:

  First of all congrats to author for writing this nice blog. It’s like you’re really talking and sharing..Sharing makes writing most exciting..last paragraph is stand out..
  “તમને થશે કે મારો એપ્રોચ હંમેશાં નકારાત્મક રહ્યો છે. પણ એવું નથી. આધુનિક પ્રગતિને આવકારું છું. ” i guess this the feeling of the most of the people who sense the realities or experience it. But very few can break this barrier and go beyond..so your feelings are not at all invalid..good luck for your next blog with same intensity..

  In today’s world media and corporates rules if “WE ALLOW TO RULE”,in fact it stands true for other cases also.
  Today i am of the view of everything or anything which can’t be verified by layman it’s at point to question ?
  Remember, money is still with us save it and ask before you spend “is it worth?”..i can go on and on about these corporate shams and marketing by this media thugs..thankfully we have some nice sites like readgujarati.com and others to read some nice blogs..and sometimes interesting comments..

 6. જય પટેલ says:

  જાહેરખબરના વાવાઝોડામાં…..સો વાર કહેવાયેલું અસત્ય છેવટે સત્ય બની જાય છે…!!

  સાદગીવાળું જીવન અપનાવીએ તો દેશમાંથી આવતી કાલની સવારે મલ્ટી-નેશનલ ઉચાળા ભરે.
  આપણે આમોદ-પ્રમોદ જીવન પધ્ધતિથી ટેવાઈ ગયા છીએ તેની ખબર તેઓને છે.
  જાહેરાતોનો મારો સતત ચલાવીને અબજો ડોલર આપણા દેશમાંથી કમાય છે.

  વિચારોના વમળો પેદા કરતો લેખ.

 7. કલ્પેશ says:

  સરસ લેખ.

  આ વાત હું ઘણા દિવસથી વિચારી રહ્યો છુ, કે જાહેરખબર કેવી રીતે non-intrusive અને સાથે જ ઉપયોગી થઇ શકે.
  કારણ, મુંબઇમા તમે બસમા ચઢો તો ઉપર પકડવાના હેન્ડલ પર જાહેરખબર અને સીટની પાછલી બાજુએ પણ જાહેરખબર.

  સ્ત્રીઓનો અને આજકાલ બાળકોનો જે ઉપયોગ થઇ રહ્યો છે, એ ખરેખર દુઃખદ બાબત છે.
  એક ચાઇલ્ડ કરિયર પ્લાનીંગની જાહેરાત આવે છે જેમા એક ૬-૭ વર્ષનો છોકરો એના બાપાને પૂછે છે “મેરે ફ્યુચરકે બારેમેં ક્યા સોચા?”

  સ્ત્રીઓ સાથે પણ એવુ જ વર્તન. એક સુપની એડમા એક ગર્ભવતી સ્ત્રી એની નાની બાળકીને રેડીમેડ સુપ પીવડાવે છે.
  એક કેબલ સર્વિસ પ્રોવાઇડરની એડમા – ઘરની બદલી થતા એક છોકરી એના મા-બાપ (શાહરુખ)થી નારાજ થઇ જાય છે અને કોઇની જોડે વાત કરતી નથી. અને પછી કેબલ ચાલુ થાય છે અને એક કાર્ટુન ચેનલ જોઇને છોકરી હસવા માંડે છે અને મા-બાપ ખુશખુશ!!

  મૂળ તો નાના બાળકોના માનસને આ રીતે જ તૈયાર કરવામા આવે છે. અને વિચારશક્તિ અને તર્ક બંધ થઇ જાય અથવા ઓછો થઇ જાય. અમેરિકામા સ્કુલમા પેપ્સી/કોક વગેરે ઠંડા પીણાના યંત્રો મૂકાય છે અને બાળકોની ચેનલ પર એડ જુઓ તો તમને લાગે કે એમ્નુ એક આખુ મોટા લોકો જેવુ વિશ્વ બનાવવામા આવી રહ્યુ છે (દા.ત. બાળકોનો ફેશન શો, બાળકો કલાકાર તરીકે કોઇ પ્રોડ્ક્ટને એન્ડોર્સ કરે, વિડિયો ગેમ્સ જે હિંસક હોય).

  ખૂબ જ સાવધાન રહેવાની જરુર છે, મા-બાપ હોય એ બધાને.

 8. Gopal Shah says:

  Nice article – however one sided…. You should also see the “Other Side of the Coin”. W/out advertisement, we (general public) wouldn’t be able to find out about new products, services, laws etc… etc… Granted that some (almost all) advertisements are non-scenes – rather very based on general knowledge. For example – if you see a store where a dummy is waring sari and its in glass showcase – however the store will say something like “Seema Sari Palace” WHY? Its obvious that their business is sealing saris so why put the board of the store stating “Seema Sari Palace” – People who walks by can see you have store of Saris – but this board is a part of store’s advertisement where a person walking on the other side of the street looking for Sari store can see the board and come to right place rather looking around for the right store. Advertisements are very important and crustal part of our life…. Advertisements are popular from old ages… In old movies (Epic Movies) group of royal guards will come to the center of the town, play loud drum and some one would read the announcement in public – that is also a way of doing an advertisement… Yes some advertisements are very useless and not suitable for young audiences how ever – they are paying media (where its Radio DJs or Television personals) to play their commercial…. Which helps media to get paid and pay their staff etc… etc… Can you imagine what would be the world without any type of advertisements? The entire world’s economy will collapse in just matter of days/weeks/months or couple of years!!! Its up to us, as a society and parents on what we should take and allow for our kids to see on TV – Just like if we read Ramayan and Mahabharat – Shree Ram and Ravan are parts of Ramayan – Shree Krishana, Pandvas, Karan, Kavrvas are parts of Mahabharat – and with our Ravan there will not be a Ramayan – and with Kavravas there will not be Mahabharat – however we teach our kids to be like Shree Ram and Shree Krishana.

 9. Veena Dave. USA says:

  ટીવી-રેડિયો બન્ધ કરી નૅચર નિરખવા નીકળો અને રીડગુજરાતી.કોમ પર લખાતા સાહિત્ય જેવુ વાચવાનુ. લોકોને ટીવી સામે જ સમય પસાર કરવાનુ ગમે છે. મન મરકટ જેવુ છે અને માણસની દોટ પૈસા પાછળ છે. રીમોટ કંન્ટ્રોલ તો આપણા હાથમા છેને?

 10. Sweta Patel says:

  I agree with Gopalbhai and Veenaben,

  yes, advertizement is necessary, but we have to decide what we should see or not, well, when we switch on the TV , we don’t know what will going to be there, but yes if we know some channels(not good), we can block it, so our children will not see it. or we can lead them towards good books, or good activities. And for sure, if we stop watching TV is the best, for news , newspapers are there, and also internet we can use. If we go to enjoy nature’s beauty, that’s best. spending time with family members and sharing their અનુભવ નુ ભાથુ is the best activity i love to do, which includes lessons from elders life, or may some funny moments they had. its really fun…..

 11. Ashish Dave says:

  I agree with Gopalbhai, Veenabahen, and Swetabahen. This is a one sided and in a way biased article. I agree with many things in the article but cannot agree with her prejudice on advertisement. If there is so much competition how one can sell their products? How would any body know how you are different? Finally the consumer will decide and only the good will survive on a long run. Less advertisement meaning cheaper product? I do not get that.

  Why can’t we too make such good products in our own country that can penetrate into the western world? Our yoga, aurved, meditation, and food have really being accepted around the globe. Why not more?

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.