સમજણ – નીલમ દોશી

[ગુજરાતી સાહિત્યના વિવિધ પ્રકારો પૈકી ‘બાળનાટકો’ ક્ષેત્રે ખૂબ ઓછા સંગ્રહો પ્રકાશિત થયેલા છે. તાજેતરમાં જાણીતા સાહિત્યકાર નીલમબેન દોશીનું ‘જન્મદિવસની ઉજવણી’નામનું પુસ્તક સુંદર બાળનાટકો લઈને આવ્યું છે. આ નાટ્યસંગ્રહની ખાસ વિશિષ્ટતા એ છે કે તેમાંના દરેક નાટક સફળતાપૂર્વક ભજવાઈ ગયેલ છે અને સુંદર પ્રતિસાદ મેળવી ચૂકેલ છે. આજે માણીએ તેમાંથી એક બાળનાટક. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે શ્રીમતી નીલમબેનનો (ઓરિસ્સા) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે nilamhdoshi@yahoo.com અથવા આ નંબર પર +91 9556146535 સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 035પાત્રો :
દાદીમા
પપ્પા
અનંત : (તેમનો દીકરો લગભગ દસ વરસનો)
હિનલ : (અનંતની નાની બહેન આઠ વરસની)

સ્થળ :
મધ્યમ વર્ગનું હોય તેવું સમાન્ય ઘર.
(બંને બાળકો યુનિફોર્મમાં તૈયાર થઈને અંદરથી આવે છે. દાદીમા માળા ફેરવતાં બેઠાં છે.)

અનંત : ગુડ મોર્નિંગ દાદીમા
દાદીમા : જે શ્રીકૃષ્ણ કે’વાય બેટા….
હિનલ : દાદીમા, અમને તો સમજાતું જ નથી કે અમારે તમારું માનવું કે સ્કૂલમાં ટીચરનું ?
દાદીમા : એટલે ?
અનંત : એટલે એમ જ કે તમે કહ્યા કરો કે ગુજરાતીમાં બોલો…. આપણી માતૃભાષામાં વાત કરો….
હિનલ : ને સ્કૂલમાં ભૂલથી પણ ગુજરાતીમાં બોલાઈ જવાય તો ટીચર ગુસ્સે થાય છે.
અનંત : એટલે અમારે તો બંને વચ્ચે સેન્ડવીચ જ થવાનું.
હિનલ : અરે, ક્યારેક ક્યારેક તો કંઈ સમજાય પણ નહીં. તમે કહો છો, ‘લે બેટા, આ ફલાવરનું શાક…’ અને સ્કૂલમાં ટીચર કહેશે પાંચ ફ્લાવરનાં નામ આપો.
અનંત : અને પપ્પા કહેશે હાય ! માઈ સન… અને સ્કૂલમાં કહે…. ‘Where is rising Sun ?’
હિનલ : આ બધા શબ્દોના ગોટાળા… ને અમારી મૂંઝવણનો તો પાર નહીં….
દાદીમા : મને તો કઈ ખબર નથી પડતી.
અનંત : અરે દાદીમા, જવા દો…… એ બધી વાતો તમને નહીં સમજાય.
દાદીમા : કેમ અમને નહીં સમજાય ? ને એવું હોય તો તમે સમજાવો.
હિનલ : સમજાવું ? ઓ.કે. જુઓ એક નાનકડું ગીત કહું છું. સાંભળો (બંને ગાય છે.)

‘મીના શીખતી અંગ્રેજી ને લીના શીખે ગુજરાતી
મીના કહે ડેડી….. ને લીનાને ગમે પપ્પા…….
મીના સૂંઘે રોઝ ને લીનાનો ગુલાબગોટો……
મીના ફેંકે થેંક્યુ ને લીના માને આભાર…
મીના પાસે છે મની ને લીનાને ગમે પૈસા……’

[અચાનક અનંત ઘડિયાળ સામે જુએ છે અને કહે છે : ]

અનંત : અરે એય…. આઠ વાગી ગયા. સ્કૂલનો સમય થઈ ગયો ભાગ જલદી. (બંને જલદી જાય છે) દાદીમા, બાય… બાકીનું આવીને, મોડું થઈ ગયું.
દાદીમા : અરે બેટા, સંભાળીને જાજો.

[દશ્ય બીજું]

સ્થળ : એ જ ઘર. (અનંત અને હિનલ સ્કૂલેથી આવે છે. બૂટ-મોજાં ઉતારીને એક બાજુ ફેંકે છે. બંને થોડાં ગુસ્સામાં ને થોડાં ઉદાસ છે.)
હિનલ : બધાં પ્રવાસમાં જાય…. બસ આપણે જ નહીં.
અનંત : આવા મોટા પ્રવાસમાં જવાની કેવી મજા આવે ? પણ મને નથી લાગતું કે આપણને પપ્પા હા પાડે.
હિનલ : ના, ના, જોને પહેલાં આપણે ગયાં જ હતાં ને ? ક્યાં ના પાડી હતી ? મમ્મીએ સરસ નાસ્તો પણ બનાવી જ આપ્યો હતો ને ?
અનંત : એ તો સવારથી સાંજ જ જવાનું હતું ને ? આમાં તો કેમ્પના ત્રણ હજાર રૂપિયા ભરવાના છે ને પપ્પા છે કંજૂસ. હમણાં ના પાડી દેશે (રડમસ અવાજે) જોજે ને આપણે જવાશે જ નહીં ને !
હિનલ : તો શું કરશું ?
અનંત : (ગુસ્સાથી) શું કરશું શું ? આ વખતે તો હું માનવાનો જ નથી… જીદ કરશું, ભૂખ હડતાલ કરશું પણ પ્રવાસે જવાના પૈસા તો લેશું જ. આવા સમર કેમ્પમાં છેક કુલ્લુ મનાલી જવાનું આપણને મન ન થાય ?
હિનલ : મારીયે બધી બહેનપણીઓ જવાની છે.
અનંત : આ વખતે આપણે માનવું જ નથી હો.

[મમ્મી આવે છે.]
મમ્મી : ઓહ ! બેટા, આવી ગયાં ?
બંને : (ગુસ્સાથી) હા, આવી તો જઈએ જ ને ?
મમ્મી : કેમ આજે આમ બોલો છો ? ભૂખ લાગી છે ? તમારા માટે ગરમ નાસ્તો તૈયાર જ છે હો !
અનંત : અમારે નાસ્તો નથી કરવો.
મમ્મી : પણ થયું શું ?
હિનલ : મમ્મી, આજે અમારી એક વાત માનીશ ?
મમ્મી : ચોક્કસ માનીશ. મારી લાડકી દીકરીની વાત ન માનું એમ બને ?
અનંત : અને હું ?
મમ્મી : અને તું મારો લાડકો દીકરો. બોલો, શું વાત છે ?
અનંત : મમ્મી, વાત એમ છે ને કે અમારી સ્કૂલમાંથી આ વૅકેશનમાં સમર કેમ્પ જવાનો છે.
મમ્મી : (મોઢું પડી જાય છે. ધીમેથી) સમર કેમ્પ ?
અનંત : હા. કુલુ મનાલી…. ને એમાં અમારા બધાય મિત્રો જવાના છે.
હિનલ : મમ્મી….. પ્લીઝ…. અમારેય જવું છે.
મમ્મી : કેટલા પૈસા ભરવાના છે ?
અનંત : ફક્ત ત્રણ હજાર રૂપિયા.
મમ્મી : ત્રણ હજાર !
અનંત : મમ્મી, ત્યાં છેક લઈ જાય તો એટલા તો હોય જ ને ? મારા બધા મિત્રો તો કહે છે કે બહુ સસ્તામાં આટલા બધા દિવસો લઈ જાય છે. આ તો સ્ટુડન્ટ કન્સેશન છે ને એટલે…..!
મમ્મી : પણ બેટા….
હિનલ : પ્લીઝ…. મમ્મી….
અનંત : ને મમ્મી, પપ્પાને પણ તારે જ સમજાવવાના છે. હંમેશાં અમને ના જ પાડે છે એ ન ચાલે હોં !
મમ્મી : (એક બાજુ જઈને) પપ્પાને શું સમજાવું ? ને તમને પણ શું સમજાવું ? મા-બાપની લાચારીની વાત અત્યારે તમને કેમ સમજાવીએ ?
અનંત : મમ્મી, પ્લીઝ…. ના, ન કહેતી હો.
મમ્મી : સારું. પપ્પા હમણાં આવવા જ જોઈએ. ચાલો, ત્યાં સુધીમાં તમે નાસ્તો કરી લો.
અનંત : નહીં અમને ભૂખ નથી…. (હિનલ સામે જોઈ ઈશારો કરે છે)
હિનલ : મને પણ ભૂખ નથી લાગી. (મમ્મી સમજી જાય છે. પણ શું બોલવું તે ખબર ન પડવાથી ઉદાસ થઈને બેસી જાય છે.)

[ત્યાં પપ્પા આવે છે. આવીને ખુરશી પર બેસે છે. છોકરાંઓ સામે જોઈ સ્મિત કરે છે. પણ આજે તેઓ હસવાનાં મૂડમાં નથી.]

પપ્પા : અનંત લે તારાં બૅટ અને બૉલ. (આપે છે) તેં મંગાવ્યાં હતાં ને ? અને હિનલ, આ તારી કેડબરી. ખુશ ? (છોકરાંઓ લેતાં નથી, ચૂપચાપ બેસી રહે છે.)
પપ્પા : કેમ, આજે શું થયું છે મારા દીકરાઓને ?
અનંત : મમ્મી, તું જ કહે ને…..
પપ્પા : અરે, મમ્મીને કહેવું પડે એવું વળી શું છે ?
અનંત : હિનલ, તું જ કહે ને…. આમે પણ તું પપ્પાની ચમચી છો.
પપ્પા : અરે એટલું બધું સસ્પેન્સ શું છે ?
હિનલ : પપ્પા, સસ્પેન્સ કંઈ નહીં…. આ તો અમારી સ્કૂલમાંથી આ વૅકેશનમાં સમર કેમ્પ જવાનો છે.
અનંત : કુલુ-મનાલી….
પપ્પા : કેટલા પૈસા ભરવાના છે ?
હિનલ : રૂપિયા ત્રણ હજાર એકના.
અનંત : પપ્પા પ્લીઝ…. અમે જઈએ ને ? બે દિવસમાં નામ લખાવી દેવાનાં છે.
પપ્પા : એટલે કુલ છ હજાર રૂપિયા.
મમ્મી : હા. છ હજાર. (પપ્પાની સામે જોઈ રહે છે.)
પપ્પા : તમને ખબર છે ને કે તમારા પપ્પાની આવક એટલી નથી કે તમને આટલા બધા પૈસા આપી શકે !
મમ્મી : હા, બેટા, બાકી પોતાનાં છોકરાં પ્રવાસમાં જાય એ કોને ન ગમે ?
પપ્પા : મને પણ તમને મોકલવાની ઘણી હોંશ છે. પણ હવે તમે એટલાં નાનાં નથી કે તમે સમજી ન શકો, ને મને ચોખ્ખી વાત કરવાની ટેવ છે. એટલે આડી-અવળી વાત કરવાને બદલે હું સ્પષ્ટ જ કહીશ. મને આશા છે કે તમે મારી મજબૂરી સમજી શકશો. મારી પાસે એટલા પૈસા નથી.
અનંત : (રડમસ અવાજે) પપ્પા, પ્લીઝ….. કંઈક કરો ને !
પપ્પા : શું કરું બેટા ? પૈસા હોત તો હું ના થોડો પાડત ?
હિનલ : ના, પપ્પા, તમે ધારો તો બધું કરી શકો. બહાનાં ન કાઢો હો.
પપ્પા : બહાનાં નથી… હકીકત કહું છું.
અનંત : તમે તો આખો દિવસ બહારગામ જાવ જ છો ને ?
પપ્પા : એ થોડો ફરવા જાઉં છું ? એ તો ઑફિસના કામે જવું પડે છે. અને એનો ખર્ચો તો કંપની આપે.
હિનલ : ના. પપ્પા… એ અમે કંઈ ન જાણીએ. આ વખતે તો તમારે જવા દેવાં જ પડશે.
પપ્પા : (ગુસ્સે થાય છે) એક વાર સાચી વાત કહીને સમજાવ્યાં. પછી જીદ કરવાની જરૂર નથી. એક વાર ના કહી કે આપણને પોષાય તેમ નથી એટલે વાત પૂરી….
અનંત : પણ પપ્પા….
પપ્પા : (એકદમ ગુસ્સાથી) બસ…. બહુ થયું. હવે દલીલો નહીં. હવે એ વાત પૂરી.
મમ્મી : ચાલો પહેલાં બધાં જમી લઈએ. ચાલ બેટા,
અનંત-હિનલ : અમારે નથી જમવું.
પપ્પા : એ વળી શું ?
અનંત : એટલે એમ કે અમારે નથી જમવું.
હિનલ : અમને ભૂખ નથી લાગી.
મમ્મી : બેટા, એવી જીદ ન કરાય. અનાજ તો દેવતા છે. એનું અપમાન ન કરાય. (બંને કંઈ બોલતાં નથી. ચૂપચાપ અદબ વાળીને બેસી રહે છે. મમ્મી-પપ્પા સામે જુએ છે.)
પપ્પા : (ગુસ્સાથી) એને ન જમવું હોય તો કંઈ નહીં…. મનાવવાની જરૂર નથી. આમ જ જિદ્દી થઈ ગયાં છે. ભૂખ લાગશે ત્યારે જાતે જમશે. ચાલ, હું તો થાકી ગયો છું, આવતાં વેંત…..
મમ્મી : (રડમસ અવાજે) પણ…..
પપ્પા : પણ ને બણ કંઈ નહીં…. હવે એ લોકો નાનાં નથી. તેમણે હવે સમજતાં શીખવું જ પડશે. સાચી વાત જે છે એ કહી દીધી. (ગુસ્સાથી) હવે શું મારે ચોરી કરવી કે ઉધાર માગવા ? (મમ્મીને હાથ ખેંચી અંદર લઈ જાય છે.)
અનંત : (ગુસ્સાથી) જોયું ને ? મને ખબર જ હતી કે ના જ પાડશે. બહાનાં તૈયાર જ હોય છે.
હિનલ : પણ હવે ? હવે શું કરશું ?
અનંત : હવે ભૂખહડતાલ… ગાંધીચીંધ્યા માર્ગે…. સત્યાગ્રહ…. અનશન…. આપણે ભણ્યાં છીએ ને ?
હિનલ : (રોતલ અવાજે) પણ ભાઈ, મને તો ભૂખ લાગી છે…
અનંત : બહાદુર થા બહાદુર…. એક દિવસ ભૂખી નથી રહી શકતી ?
હિનલ : પણ એક દિવસમાં પૈસા નહીં આપે તો ?
અનંત : જરૂર આપશે. આપણે ભૂખ્યાં રહીએ એ કોઈને નહીં ગમે. એની તો આપણને યે ખબર છે. આ વખતે તો પપ્પાને પૈસા આપવા જ પડશે….
[બંને ચૂપચાપ બેસી રહે છે.]

[દશ્ય : 3]
[દાદીમા, મમ્મી, પપ્પા ત્રણે ઉદાસ ચહેરે બેઠાં છે. બંને છોકરાંઓ બારણામાંથી ડોકિયું કરે છે.]

અનંત : હિનલ, મને લાગે છે ત્રણે ભેગાં મળીને આપણી જ વાત કરે છે. વાંધો નહીં…. દાદીમા હંમેશની જેમ આપણો પક્ષ લઈને પપ્પાને સમજાવશે જ. ચાલ. એક કામ કરીએ. આપણે છાનાંમાનાં અહીં સંતાઈને તેમની વાતો સાંભળીએ. આપણને પણ ખબર તો પડે કે આપણી શી વાતો કરે છે.
હિનલ : મને તો ભૂખ પણ બહુ લાગી છે હોં.
અનંત : અરે ચિંતા ન કર. દાદીમા છે એટલે આપણને ન્યાય મળશે જ.

[બંને બારણા પાછળ સંતાઈને ઊભાં છે અને સાંભળે છે.]
પપ્પા : બા, તમે આજે કેમ જમ્યાં નહીં ?
દાદીમા : બેટા, આજે છોકરાંઓએ ખાધું નથી…. મારા ગળે કોળિયો કેમ ઊતરે ?
પપ્પા : ખાવું તો કોઈને યે ક્યાં ભાવ્યું છે ? પણ છોકરાંઓની ખોટી જીદ કેમ ચાલે ?
મમ્મી : બધાં જતાં હોય એટલે છોકરાંઓને પણ મન તો થાય ને ?
પપ્પા : હા, પણ મન થાય એ બધું જિંદગીમાં થોડું મળી શકે છે ? મન તો મનેયે ઘણું થાય છે…. પણ થઈ શકે છે એકેય ઈચ્છા પૂરી ?
મમ્મી : છોકરાંઓ નાનાં છે એટલે અત્યારે સમજી ન શકે.
પપ્પા : મનેયે છોકરાંઓને પ્રવાસે મોકલવાનું મન શું નહીં થતું હોય ? ના પાડવી મને કેટલી આકરી લાગે છે તે તેમને શી ખબર પડે ?
મમ્મી : હા, પણ આપણી લાચારી તેમને કેમ સમજાવવી ?
દાદીમા : એક કામ કરીએ.
પપ્પા : શું ?
દાદીમા : મારી આંખના ઑપરેશન માટે તું પૈસા ભેગા કરે છે ને ?
પપ્પા : હા, તો એનું શું છે ?
દાદીમા : તો એ પૈસા છોકરાંઓને પ્રવાસમાં જવા આપી દે.
પપ્પા : (ગળગળા અવાજે) બા, પછી ઑપરેશનના પૈસા ક્યાંથી કાઢવા ? હજુ તો એ પણ પૂરા જમા નથી થયા. આવતા મહિને તો ગમે તેમ કરીને કરાવવું જ પડશે, એમ ડોક્ટરે કહ્યું છે.
દાદીમા : ના, વાંધો નહીં. ઑપરેશન થોડું મોડું કરાવશું. છોકરાંઓ આમ નિરાશ થાય એ મને ગમે નહીં.
પપ્પા : ને બા, તમને આટલી તકલીફ છે એનું શું ?
દાદીમા : મોટાંઓ તો તકલીફ સહન કરી શકે. નાનાં છોકરાંઓનું મન તૂટી જાય.
પપ્પા : ના. બા, હું એવું ન કરી શકું. જેમ છોકરાંઓ મને વહાલાં છે, એમ તુંયે મારી મા છો. હું જ કંઈક બીજો રસ્તો શોધીશ. તું ચિંતા ન કર.
દાદીમા : બીજો રસ્તો એટલે શું ? ઉધાર જ માગવાનોને કોઈ પાસે ?
પપ્પા : બીજું શું કરું ?
મમ્મી : આપણે ક્યારેય કોઈ પાસે હાથ નથી લંબાવ્યો. હંમેશાં સ્વમાનથી જીવ્યાં છીએ. ખાલી છોકરાંઓની જીદ માટે થઈને….
પપ્પા : કંઈ વાંધો નહીં. એ પણ છોકરાંઓ માટે કરશું.
મમ્મી : ના, ના, મને વિશ્વાસ છે. આપણાં બાળકો એવાં અસંસ્કારી કે જિદ્દી નથી જ. તેમને સાચી વાત ફરીથી સમજાવશું તો જરૂર સમજશે. મને તેમનામાં પૂરો વિશ્વાસ છે.
પપ્પા : બધું કહી તો જોયું કે પૈસા નથી….
મમ્મી : ના, એમ નહીં. આપણે એમને પ્રેમથી પાસે બેસાડીને… વિગતવાર ક્યાં સમજાવ્યાં છે ? એમ જ એક વાક્યમાં કહી દઈએ એટલે એમને તો એમ જ થાય ને કે આપણે બહાનાં કાઢીએ છીએ.
પપ્પા : ના, ના, એ બધાં કરતાં હું જ કંઈક રસ્તો કાઢી લઈશ. હવે પહેલાં તું બંનેને સમજાવીને જમાડ. બીજી બધી વાત પછી.
મમ્મી : હા, આપણે કોઈ પણ ક્યાં શાંતિથી જમી શક્યાં છીએ ? બાળકો ભૂખ્યાં હોયને મા-બાપને ગળે કોળિયો કેમ ઊતરે ? ચાલો અંદર. (બધાં અંદર જાય છે.)

[અનંત અને હિનલ આવે છે. બંનેની આંખમાં આંસુ છે.]

અનંત : હિનુ, આપણે આવાં અસંસ્કારી છીએ ?
હિનલ : ને દાદીમા તો આપણને કેટલાં વહાલાં છે ! તેના ઑપરેશનના પૈસાથી આપણે શું પ્રવાસમાં જઈને મજા કરીએ ?
અનંત : ના, ના, મને લાગે છે આપણી જ ભૂલ હતી. મમ્મી-પપ્પા બહાનાં નથી કાઢતાં. દુનિયામાં બધા થોડા પૈસાદાર હોય છે ?
હિનલ : જેને પ્રવાસમાં જવું હોય એ ભલે જાય. આપણને એનાથી ફરક નથી પડતો.
અનંત : આપણાં મમ્મી, પપ્પા, દાદીમા બધાં ખુશ રહે તો જ આપણે ખુશ રહી શકીએ ને ?
[ત્યાં મમ્મી-પપ્પા આવે છે.]
મમ્મી : ચાલો બેટા, હવે જમી લો.
પપ્પા : ને ચિંતા ન કરો…. તમારા પ્રવાસમાં જવાની વ્યવસ્થા થઈ જશે. ઓ.કે. ? હવે ખુશ ?
[બંને બાળકો કંઈ બોલતાં નથી.]
મમ્મી : હવે શું છે ? પપ્પામાં વિશ્વાસ નથી ? કેમ બોલતાં નથી ?
અનંત : પપ્પા, શું બોલીએ ?
હિનલ : અમે કંઈ એવાં જિદ્દી છોકરાં નથી.
મમ્મી : એટલે ?
અનંત : એટલે એમ જ કે અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે.
હિનલ : અમારે પ્રવાસમાં જવું જ નથી.
અનંત : ને અમે ક્યારેય કોઈ પણ ખોટી વસ્તુની જીદ પણ નહીં કરીએ…..
પપ્પા : પણ….
અનંત : પણ…. કાંઈ નહીં. અમે તમારી બધી વાત સાંભળી છે. પ્લીઝ પપ્પા. અમને માફ કરો. (બંને સાથે) અમને માફ કરો.
મમ્મી : (ગર્વથી) હું કહેતી જ હતી ને કે મારાં છોકરાંઓ અસંસ્કારી નથી જ. (બંનેને વહાલ કરે છે.)
પપ્પા : મારાં નહીં…. આપણાં કહે. બેટા, ‘We are proud of you’.
હિનલ-અનંત : (સાથે) પપ્પા. અમે પણ….
[દાદીમા અંદરથી આવે છે.]
દાદીમા : ને બેટા. મને તો તમારા બધાનું ગૌરવ છે. (છોકરાંઓ દાદીમાને ભેટી પડે છે…..)

[પડદો પડે છે.]

[કુલ પાન : 110. કિંમત રૂ. 75. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભારતની કાષ્ઠકળામાં શિરમોર ગુજરાત – કનુ નાયક
ઝીલો… – ધ્રુવ ભટ્ટ Next »   

41 પ્રતિભાવો : સમજણ – નીલમ દોશી

 1. hardik says:

  ખુબ સરસ..આવુ તો હવે આજે ખબર નહી ક્યારે જોવા મળશે..
  મારૂ બાળપણ યાદ આવી ગયુ. માત્ર મારી વાત મમ્મી આગળ જ પતી ગયી હતી એને મને સમજાવ્યૉ અને ત્યાર બાદ ક્યારેય શાળા ના એક દિવસ થી વધારે ના પ્રવાસ મા નહૉતૉ ગયૉ અને મારી બહેન પણ..આજે અમે બન્ને જે કાઈ છીએ તે અમારા મમ્મી પપ્પા ના કારણે..
  શુ દિવસૉ હતા. today when ever me and my sister talk we still miss each other a lot. and now my nephew is the one who makes our talks more special..Personally i feel in girl’s life there is a special place for his brother and parents and parents and dada dadi are like blanket cozy,warmth and have ample time to be with you..dada dadi kharekhar balpan ne soneri banave che..
  oh well, aa lekh e mane paacho baalak banavi deedho..

  Thank you author,
  Hardik

 2. Mukesh Pandya says:

  સુંદર નાટક. આજના બાળકો આ વાત સમજે તો ?

 3. gopal parekh says:

  ભાઇ મૃગેશ તથા નિલમબેન બઁને ને અભિનન્દન આવુઁ સરસ પીરસવા માટે.

 4. gopal parekh says:

  બાળકોમાઁ પ્રવાસને કારણે લઘુતાગ્રઁથી પેદા થાય એવી સ્કૂલમાઁ શા માટે મોકલવા? બાળકોનુઁ સ્વમાન અને ખુમારી જળવાઇ રહે એનુઁ પણ ધ્યાન રાખવુઁ રહ્યુઁ.

  • hardik says:

   Dear Gopalbhai,

   I don’t think so. Personally i feel it helps to stand you on your ground and make you more self confident. I think it teaches you to accept reality. Honestly, i dint care so do others..once my friends are back from camping they’ll share their experience, i’ld be sad for a moment but next day is as usual. Frankly, “baalko kori paati hoi che.”

   Regards,
   Hardik

   • gopal parekh says:

    mrhardik,
    pl meet the parents,who cannot a
    afford,and gettheir responses.

    • Chirag says:

     Gopalbhai,

     I agree with Hardik. This is not about parents who does above and beyond for their kids – any parents in the world would go above and beyond for their kids – they will do anything to make their kids happy – but this is not about what parents can do – this is about kids – how well those kids are raised – they realized their mistake and before it got out of control or too late – they corrected it! By doing this not only they made them self better but they made their parents proud – These kids will never have to look down nor step back in life – because they are now more mature and understanding. This was about kids and how they are – their thinking and how well they understand if we explain things to them or they come to know the condition of their surroundings.

 5. PARAS SHAH says:

  Really nice article childen are very clever only thing you have to tell what ever fact is and they will und everything
  v always under estimate their level of und

 6. Pinki says:

  સરસ વાત… !!

  but now, parents are ready to send kids anyhow,
  after all it’s a que. of their image, status… !! 🙂

 7. sudhir patel says:

  ખૂબ જ સુંદર બાળ-નાટક!
  નીલમબેનને અભિનંદન!
  સુધીર પટેલ.

 8. ખૂબ જ સુંદર બાળ-નાટક!
  નીલમબેનને અભિનંદન!
  પીંકીબહેન તથા હાર્દિક્ભાઇ બંનેની વાત સાચી છે.

 9. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ. ખુબ જ સરસ.

 10. સુંદર નાટક.

  ખરેખર તો આ નાટક નથી…દરેક સામાન્ય ઘરમાં ભજવાતું દ્રશ્ય છે..જો માતા પિતા શરમ રાખ્યા વગર પોતાની પરિશ્થિતિ સમજાવે તો બાળક જીદ કરતાં ન શીખે.

 11. Akash says:

  સુન્દર નાટક. સ્કુલ મા આ નાટક કરે તો છ્હોકરઓ વધારે સમ્જ્હ્દારિ દાખવવા માન્ડે.

 12. Sweta Patel says:

  Hardikbhai,

  You are 100% right. I really feel the same. and exactly same thoughts you have, as i also miss my brother a lot, infect most from all of my family members, as we were good friends too. and we shared lot of things together.
  something i want to share with you, when we were kids, we make maggi(noodles), and he used to say, “હુ વધારે જ લઈશ્ તો જ તને આપિશ, હક્ક થિ, હુ નાનો છુ માટે”, અને જ્યારે અમે નિશાળે જતા હતા ત્યારે મારિ મોટિબેન દાદા છત્રિ પક્ડિ ને ચાલતિ હોય્ પાછળ તેનિ school bag હોય અને એક બાજુ મારિ અને બિજિ બાજુ મારા ભાઈ નિ school bag હોય , અને હુ અને મારો ભાઈ શાન્તિ થિ બાજુ મા ચાલતા હોય્ , વિચારિ ને આજે પણ હસવુ રોકાતુ નથિ. only few times, not daily. but eventhough those are very precious moments for me. many more moments we cherish when we all three talking on conference call, as i am in Usa , my brother is in Canada and my elder sister is in India. So, we are too close eventhough living so far from each other, talking almost daily.

  And i admit, we also had the same situation, and i think, in this kind of situations, children are more understanding and they really enjoy every shade of life. i mean if a person who had seen sorrow, they can enjoy happiness more. (in compare of children who born with silver spoon)

  Thanks to Nilamben for such a touchy story and Thanks to Mrugeshbhai.

  • hardik says:

   Shwetaben,

   Thanks for sharing your experience. I have younger sister so i used to carry her with school when i got new bicycle(although i dint like). We were in same school but i don’t like to carry her as she used to play around while i drive bicycle and used to tell each and everything of mine to my parents. i used to call her “champa”, even now sometime i call her with that name..We used to fight a lot when kids but if i fight with someone and if some may have hit me she used to go with bat and hit the other person even she was younger and she dint care who is at fault..
   I used to eat her whole break fast and returning from school i will get fruit juice from “mehndi rang laagyo” just opposite to my school(RM trivedi new education high school) for her and we used to share sometimes if it’s mango juice.

   But once we grew we realized our responsibilities since then it was our bond and maturity. After schooling i studied outside ahmedabad, i worked out side ahmedabad, worked out side india and now residing out side India..we’re miles apart but yet connected via phone,internet and parents. It’s such that she will always remember me when she’s down or has bad day.

   nice talking wid u via RG.

   thnx
   hardik

   • Sweta Patel says:

    Thanks hardikbhai for sharing ur experience, and I had exactly same experience with my brother, the incidence u described was same as mine.

    This precious moments never come back, but always stays in our memory. yes, after few years, when we realized the bond between our siblings, we stop fighting and just want to be with them, and know what, ” કરકસર મા વસ્તુઓ વહેન્ચિ ને ખાવા નિ મજા કાઈ ઔર જ છે.” ” આજે પણ જ્યારે આપણિ પાસે ઢગલો વસ્તુઓ હોય ત્યારે તે દિવસો નથિ.” એ બધિ નાનિ- નાનિ વાતો જિવન ના ઘણા પાઠ ભણાવિ જાય છે, અને સન્સ્કારો નુ સિન્ચન પણ થતુ જાય છે.

    Nice talking with u too, thanks to read gujarati who give us platform to share our views.

    આભાર મ્રુગેશભાઈ અને નિલમબેન

 13. nayan panchal says:

  ખૂબ જ સરસ નાટક લખાયુ છે.

  દરેક સ્કૂલમાં ભજવાવુ જોઈએ. બાળકોને જો આપણે એમનેમ સમજાવીએ તો કદાચ તેમને ઉપદેશ જેવુ લાગે, પરંતુ જો પોતાના મિત્રો વડે ભજવાયેલુ જુએ તો ધારી અસર ઉપજે. આજના દેખાદેખીના જમાનામાં આવા નાટક ખૂબ જ પ્રસ્તુત બની જાય છે.

  આભાર,
  નયન

  • Sweta Patel says:

   Exactly right Nayanbhai,

   જ્યારે મોટા લોકો સમજાવિએ તો લાગે ખોટા ખોટા ભાષણો આપે છે, પણ જો તે તેમનિ ઉમ્મર ના મિત્રો ભજ્વે તો તે, intellectually convince જલ્દિ થૈ જાય છે, અને તેમના behaviour મા જલ્દિ ઉતરે પણ છે.

  • Veena Dave. USA says:

   સાચી વાત.

 14. Really,
  The article is very good, and take me in the past of my childhood.
  thanks

 15. Veena Dave. USA says:

  ખુબ સરસ નાટક.
  પીયર પ્રેશર મા ના આવે અને પરિસ્થિતી સમઝે એ સંતાનો પર મા-બાપને ગવૅ થાય. સ્કુલના બીજા બાળકો અને તેમના મા-બાપને આવા બાળકોની વાત ગવૅથી કહેવી જોઇએ.

 16. sudha lathia London says:

  ખુબ જ સરસ નાટક……………….

  એવા ભાવ જાગ્યા કે બાળપણ મા ફરિ જતા રહ્યા………….. જ્યારે અમે લોકો ભણતા ત્યારે પિકનિક મા જવાના પૈસા ન હતા મારિ બા એવુ બોલેલા કે બેટા …………………..તમે મોટા થશો તો દુનિયા જોશો………………. આજે આ વાત સબ્દશહ સાચેી પડિ ચ્હે ……….. All India TOur………….World Tour…………..Europe Tour that dream is complete now thinking ke
  આ વાત મધ્ય વર્ગ ના લોકો નિ વાસ્તવિક્તા છે…………હતિ અને રહેશે……………………
  ખુબ સરસ..આવુ તો હવે આજે ખબર નહી ક્યારે જોવા મળશે

  આભાર ……………….

  આભાર મ્રુગેશભાઈ અને નિલમબેન

 17. સુંદર બાળવાર્તા માટે નીલમબેનને અભિનંદન. ગુજરાતી સાહીત્યમાં બાળ સાહિત્ય છૂટુ છવાયું રહ્યું છે . એ સમયે આ પ્રકારની બાળ રચના સાહિત્ય માટે આવકાર્ય છે.આ નાટકથી દરેક
  વાચકે પોતોનો નાનો મોટો અનુભવ યાદ કરેલ હશે. નાટક વાચતાં વાચતાં ભજવાઈ રહેલ છે એવું લાગ્યું.
  સંદેશાત્મક નટક.
  કીર્તિદા

 18. Ramesh Desai. USA says:

  I agree with all the responses for playing this kind of drama in school. Now a days kids are much smarter than old days.

 19. hiral says:

  wow! excellent play.
  ખુબ જ સરસ નાટક……………….

 20. hiral says:

  reALLY TOO GUD balhath ae to bahu j jordar kehvay but aama balako ketala samjar bataya che ae ketalu jaldi samji jay che and ya too gud story

 21. nilam doshi says:

  sweta, hardikbhai and all..thanks a lot.. for yr appreciation. i just read today only.

  and also thanks mrugeshbhai.

  all dramas of this book has some msgs.

  will post another one on my blog also.
  if u like to read ….
  u can visit..

  http://paramujas.wordpress.com

 22. Ashish Dave says:

  Nilambahen,

  You reminded me my younger days as well. I from the very early childhood knew what my parents could not afford and I never made them uncomfortable by demanding any thing out of the ordinary. Those were the days when whatever limited I had I really enjoyed it a lot. Even to ride a bicycle I had to run behind the rich kids and help them learn how to bike so that I get my 5 minutes ride.

  Today it is all different and there is nothing out there that I cannot afford but I still try to put the same values that my parent taught in my daughter.

  Thanks again.

  Ashish Dave
  Sunnyvale, California

  • trupti says:

   Ashishbhai and all other readers,

   I think most of the readers have gone through the tough life in their early child hood. I remember, when we were kids, our parents had no money to send us for any picnic or outings. In those days, in Mumbai all Govt. buildings used to be decorated with lights on Republic Day and people used to go to see the lights in the night of 26th Jan. I still remeber the year, in 1977, we (I and my 2 elder siblings) wanted to join our friends to see the lightings. One neighboring building had arranged for the truck by which they would carry all the children to see the light from Vile-Parle to Marine Drive. The amount payable for three of us was just Rs.12/- but this was the month end, and there was still time for the payday. We were disappointed, as we were sure; our parents would not be able to spare that much money. Our mummy was feeling bad about the whole episode, some how she managed to gather the money, she had kept it aside for the rainy day, and she managed to send us for the light watching. I remember the year, as next day i.e. on 27 Jan. my maternal Grandpa passed away. However, this incident happened 32 years back. However, it is as fresh as if it has happened yesterday. When we think about the hardship we have gone through, I feel our children are very much fortunate to have everything in their life. At the same time I fear also, as they have got everything ready made and will not have to struggle in their life. My daughter started going for her school outings (overnights) from the time she was just in class 3. However, the money charged by the school is exorbitant. However, by grace of god she is very understanding and content with life, hence from last 2 years she herself is refusing to go for the school trip, as it is expensive, though my hubby and I had volunteered to send her, if she wishes to go.

   • જગત દવે says:

    તૃપ્તિબેનઃ

    આપની વાત વાંચીને અમારો સમય પણ યાદ આવી ગયો. ખેર…… તેનું વર્ણન ફરી કયારેક…..પણ જેણે સંઘર્ષ કર્યો છે તેવી વ્યક્તિ મોટાભાગે નમ્ર અને સંવેદનશીલ જોવા મળી છે. હમણાં જ લતા મંગેશકર એ તેનાં સાક્ષાત્કાર દરમ્યાન કહ્યું હતું કે ” અગર જીવન મેં સંઘર્ષ ના હોતા તો શાયદ લતા મંગેશકર…લતા મંગેશકર ના હોતી”

    ઝડપી સફળતા માણસ ને ‘મદ-મસ્ત’ બનાવી દેતી હોય છે…….ઘણીવાર એવી વ્યક્તિઓ ને મળવાનું થાય છે ત્યારે એવા લોકો પ્રત્યે દયા અને ધૃણા એકસાથે ઉપજે છે.

    અમીર વાતાવરણમાં ઊછરતા બાળકોમાં પણ નમ્રતા અને સંવેદનશીલતા જળવાઈ રહે તે માટે વાલીઓ એ પ્રયત્ન કરવા જોઈએ કારણકે ક્યારેક તેમાં બુધ્ધ, અબ્દુલ રહિમ ખાન ખાના, ટાગોર કે તોલસ્તોય જન્મ લેતાં હોય છે.

    આપના પરિવારમાં એ પરંપરા જળવાઈ રહી છે તે જાણી ને આનંદ થયો.

    • trupti says:

     જગત ભાઈ,

     તમારા પ્રતિભાવ બદલ આભાર. મારી દિકરી ૧૩ વરસ ની છે અને પાર્લા ની ટોપ શાળા મા ભણે છે. દર વરસે એમને શાળા મા થી મુબઈ બહાર ના પ્રવાસે શાળા લઈ જાય છે. શાળા મા નટ અને નટી ના બાળકો પણ ભણે છે, એટલે જાહેર છે કે તેઓ મોટા મા-બાપ ના બાળકો હોવા ને લીધે તેઓ ની રહેણી પણ ઉચ્ચ હોય. પ્રવાસ કાયમ વિમાન મારફત હોય અને રહેવાનુ પચતારક હોટલ મા હોય, જેને લીધે પ્રવાસ ખર્ચ પણ વધુ હોય, કારણ સાથે જતા શિક્ષકો અને મદદનીસો નો ખર્ચ પણ આપણેજ ભોગવવાનો હોય. આ બધા કારણો ને લીધે જયારે ૨ વરસ પહેલા તેઓ હૈદરાબાદ ના પ્રવાસે જવાના હતા અને ખર્ચ પેટે ૩ દિવસ ના ૧૭,૦૦૦ ભરવાના હતા, અમે તેના ૨ વરસ આગળ જ ત્યા જઈ આવ્યા હોવા ને લીધે, ખાલી એમજ કીધુ કે, “બેટા તને જવુ હોય તો અમને વાધો નથી, પણ અમારા હીસાબે ખર્ચ વધારે છે.” તરત મારી દીકરી એ કીધુ, “મમ્મી, ના મારે નથી જવુ, આપણે ત્યા જઈ આવ્યા છે અને તે પણ પ્લેન મા, તો આટલા બધા પૈસા શુ કરવા પાછા ખર્ચવા?” મને મારી દીકરી પર ગર્વછે.

 23. nilam doshi says:

  thats really great ashishbhai…

  we shulod teach our chidren to accept sometimes ” no ” too..
  so that they can underssstand the values of life and things too..

 24. ANKIL says:

  I LIKE IT VERY MUCH. SACHU KAHU ANANT ATLE HU POTE ANE HINAL ATLE MARO NANO BHAI AA MARA JIVAN NI SATYA GHATNA HOY AVU LAGYU ANE AANKHO MATHI PANI BHARAI AAVU. THANKS I SALUTE WRITER BCZ ITS TOUCHE MY HEART……

  • nilam doshi says:

   thanks,,ankilabhai….

   દરેક ઘરમાં આવા કોઇ દ્રશ્યો ભજવાતા રહેતા હોય છે.. અને જે કામ ઘણી વખત મોટી વાતો, સલાહો ન કરી શકે તે કામ નાટક જેવા માધ્યમ વડે ખૂબ સારી રીતે થઇ શક્તું હોય તેવું માનું છું. મહાત્માગાંધીજી નું ઉદાહરણ આપણે સૌ જાણીએ જ છીએ. શૈશવમાં જોયેલ નાટકની તેમના પર થયેલી અસર જીવનભર રહી હતી.

   બાળકોને સારા નાટકો જોવા, જાણવા કે ભજવવાની તક મળતી રહેવી જોઇએ.

 25. purvi says:

  i like this drama very much plz send me child plays

 26. darshana says:

  નિલમ બેન તમાર નટ્કો ખુબ જ સરસ હોય ચ મને તેનિ નકલ મોક્લજો અભાર્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.