મળવાનું રાખો – નરેન્દ્ર કે. શાહ

એકબીજાને મળવાનું રાખો
બાળકો તમે રમવાનું રાખો.

જિંદગી તમે કેવી રીતે જીવ્યા ?
વ્હેલી તકે હસવાનું રાખો.

કદી ન જૂઓ દોષ બીજાના
સત્યમાં તમે ભળવાનું રાખો.

દુશ્મનો પણ છોભીલા થાશે,
હંમેશાં જતું કરવાનું રાખો.

વસંત જતાં પાનખર આવી,
નિરાંતે તમે જીવવાનું રાખો.

જીવનની આખરી અવસ્થાએ
ઘડપણમાં ભજવાનું રાખો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઝીલો… – ધ્રુવ ભટ્ટ
આવો ! – મકરન્દ દવે Next »   

16 પ્રતિભાવો : મળવાનું રાખો – નરેન્દ્ર કે. શાહ

 1. સુંદર ગઝલ
  “દુશ્મનો પણ છોભીલા થાશે,
  હંમેશાં જતું કરવાનું રાખો.”

 2. Rajni Gohil says:

  કદી ન જૂઓ દોષ બીજાના
  સત્યમાં તમે ભળવાનું રાખો.

  બ્રહ્મ સત્ય જગત મિથ્યા. અ “સત્ય” માં ભળવા માટે તો આ જન્મ આપણને મળ્યો છે.
  નરેન્દ્ર કે. શાહે આપણને સાચા અર્થમાં જીવન જીવવાનો સરસ મઝાનો રસ્તો બતાવ્યો છે.

  એકબીજાને મળવાનું – આમાં ફક્ત ભેગા થવાની વાત નથી નદી સમુદ્રને મળે છે સમુદ્ર સાથે એકાકાર થય છે.
  બાળકો તમે રમવાનું રાખો. આપણે પણ બાળકો જેવા બનીને રમવું જોઇએ. જીવન આનંદમય બની જશે.
  હસવાનું રાખો – આ સ્વસ્થ જીવન જીવવાની ચાવી છે. સદાય હસતો ચહેરો કોને ન ગમે!
  કદી ન જૂઓ દોષ બીજાના – ભગવાને આપણને જગતના કાજી બનાવીને નથી મોકલ્યા. બધા દોષ જોવાનુ છોડી દે તો જગત કેટલું રળિયામણું બની જાય. You must be the change you want to see in the world……. Mahatma Gandhi
  હંમેશાં જતું કરવાનું રાખો – જે આપવાથી મળે છે તે માંગવાથી નથી મળતું જતું કરવાની ટેવથી બધે પ્રેમ છવાઇ જશે.

  સુંદર કૃતિ આપવા બદલ નરેન્દ્ર ભાઇ ને અભિનંદન.

 3. એકબિજા ને મનથિ મલવા નુ રાખો બાલકો સાથે રમવાનુ રાખો તક મલે તો હસવા નુ રાખો દોશ જુઓ આપના પોતાના ઘડપણ મા ભણાવવાનુ રાખો

 4. Preeti Dave says:

  ખુબ સરસ ગઝલ …… ખરેખર આ તો જીવન જીવવાની ગુરુ ચાવી છે.

 5. જગત દવે says:

  વાહ…..નરેન્દ્રભાઈ !! બાળપણથી ઘડપણ સુધીની ફીલોસોફી સુંદર રીતે સમજાવી.

  વાંચકો તમને જરુર વધાવશે,
  નરેન્દ્રભાઈ તમે લખવાનું રાખો.

 6. Gopal Shah says:

  છેલ્લો છંદ ના ગમ્યો….
  “જીવનની આખરી અવસ્થાએ
  ઘડપણમાં ભજવાનું રાખો”

  આ ના કરતા,
  “જીવનની આખરી પળો આવિ,
  આ જિવન ભજવાનું રાખો”

  Why one should start praying at the end of the life? Why not pry from begnning!!!

  • Sweta Patel says:

   yes Gopalbhai, I do agree with you, as we should have greatfulness towards God from begining of our life, not just at the end of life. why only when we get old? , is it becoz we want to go to heaven!! God had done so many things for us without asking, so we should have “ક્ર્રુતજ્ઞતા અને ભાવ” for God.

   The poem is too good, but just disagree with this lines.
   “જીવનની આખરી પળો આવિ,
   આ જિવન ભજવાનું રાખો”

   sorry, for the negative comment, as its overall great, teaching us how to live life.

   • Bhavesh Patel says:

    Yeah….Absolutely right……!!!!!

    We should not have to wait untill we become aged but we have to start from very begining…

    Becoz No one knows where our life becomes a full stop…

    We have to be very Graceful to him for all the things which is given to us without any expectations…

    So now it is our duty to be thankful to him & Obey him to get his Pleasure for Foreever…

  • જગત દવે says:

   ગોપાલભાઈ,

   પ્રભુને આજીવન સાથે રાખી શકાય…..પણ પ્રભુ-ભજન ઘડપણમાં વધારે આવકાર્ય છે કેમકે તે સંન્યાસાશ્રમ છે. તે માયા સંકેલવામાં મદદ કરે છે….તે સમય છે પોતાના જીવનને મુલવવાનો અને જીવન ના ત્યાગ ને સહજ બનાવવાનો. જયારે બાકીની અવસ્થાઓમાં ભજવા કરતા કર્મમાં વધું ધ્યાન આપવું જોઈએ….અલબત પ્રભુને સાથે રાખીને જ.

   અહીં કાવ્યકારનો મર્મ કાંઈક આવો જ હોય તેવું મને લાગે છે.

 7. nayan panchal says:

  ખૂબ સુંદર રચના,
  આભાર.

  નયન

  નરેન્દ્રભાઈ,

  વાંચ્યા કરશુ અમે,
  તમે લખવાનુ રાખો…

 8. Ashish Dave says:

  Too good…

  Ashish Dave
  Sunnyvale, California

 9. jignesh says:

  આપ નિ આ ક્ર્તિઇ સરસ લાગિ
  જિગ્નેશ

 10. kinjal khamar says:

  સુંદર ગઝલ
  જિંદગી તમે કેવી રીતે જીવ્યા ?
  વ્હેલી તકે હસવાનું રાખો.ખૂબ,ખૂબ,ખૂબ,ખૂબ સુંદર

  આભાર.
  નરેન્દ્રભાઈ

 11. Kamlesh pandya says:

  Good One…
  Kamlesh Pandya
  Vadodara

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.