ભોગીકાકાનું ક્રિકેટ – નિર્મિશ ઠાકર

[‘બાળ હાસ્યગીત’ – ‘ટમટમ’ સામાયિકમાંથી સાભાર.]

વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ
ભાવનગરના ભોગીકાકા, રમવા દોડ્યા છે ક્રિકેટ

આજે પહેલી મારું ફોર
કહીને કાકા કાઢે જોર
બેટ ફેરવે ચારે કોર
ભારે ચાલી શોરબકોર
વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ

ફાસ્ટ બોલથી લાગે કંપ
શ્વાસ તો જાણે ચાલે પંપ
બોલ પડ્યો કે માર્યો જંપ
કાકાએ તો તોડ્યો સ્ટંપ
વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ

હેમુને વાગી હડફેટ
બિલ્લુને જઈ વાગ્યું બેટ
ભોગીકાકા શોધે હેટ
પપ્પુ હસતો પકડી પેટ
વાંકીચૂંકી પહેરી હેટ, હાથમાં ઝાલી ઊંધુ બેટ

ક્રિકેટ લાગે કડવું ઝેર
એમાં ક્યાં છે લીલા લ્હેર
ક્રિકેટ કરશે કાળો કેર
કહીને કાકા ચાલ્યા ઘેર

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આવો ! – મકરન્દ દવે
પ્રેમથી થાય પરિવર્તન – અવંતિકા ગુણવંત Next »   

3 પ્રતિભાવો : ભોગીકાકાનું ક્રિકેટ – નિર્મિશ ઠાકર

  1. nayan panchal says:

    સરસ. ખાટી દ્રાક્ષવાળો શિયાળ યાદ આવી ગયો.

    આભાર.

  2. ANAND MEHTA says:

    બહુ સરસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.