જસ્ટ, એક મિનિટ – રાજુ અંધારિયા

[સાપ્તાહિક ‘ચિત્રલેખા’માં પ્રગટ થતી શ્રી રાજુભાઈ અંધારિયાની કૉલમ ‘જસ્ટ એક મિનિટ….’ લેખોના આ સંગ્રહમાં પ્રેરણાત્મક અને સર્જનાત્મક દષ્ટાંતો દ્વારા વાચકો ખૂબ જ ટૂંકા સમયના વાંચન દ્વારા જીવનનું મોટું ભાથું મેળવી શકે એવી રસપ્રદ વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપ લેખકનો આ સરનામે rajooandharia@gmail.com અથવા આ નંબર પર +91 9426711556 પર સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 037[1]
માણસ જે રીતે બોલે છે એના પરથી એના વ્યક્તિત્વનું માપ નીકળી જાય છે. તમે જોશો કે દરેક માણસની વાતચીત કરવાની અલગ અલગ સ્ટાઈલ હોય છે. કેટલાક લોકોની વાત જાણે આપણે સાંભળ્યા જ કરીએ એટલો બધો રસ પડે છે, જ્યારે કેટલાકની વાતમાં આપણને એટલો કંટાળો ઊપજે છે કે ક્યારે પીછો છૂટે એનાથી ? કંટાળાજનક વાતચીત અથવા વાતચીતની નિષ્ફળતાને નોતરતું એક પરિબળ છે વાતનું વતેસર. વાતનું વારંવાર પુનરાવર્તન. પ્રસિદ્ધ હાસ્યલેખક માર્ક ટ્વેઈને લાંબુ લાંબુ બોલી અને નિરર્થક રીતે વાતને ખેંચીતાણીને લાંબી-પહોળી કરનાર વિશે એક માર્મિક કથા આલેખી છે. સાંભળીએ માર્ક ટ્વેઈનના જ શબ્દોમાં –

એકવાર અમે બધા હાર્ટફોર્ડ ચર્ચમાં ત્યાંના પાદરી શ્રીમાન હાઉલીનું પ્રવચન સાંભળવા એકઠા થયા હતા. એ અમને એવા જરૂરિયાતમંદ લોકો વિશે વાત કરવાના હતા કે જેઓ ખરેખર ગરીબ હોવા છતાં કોઈ પાસે મદદ માટે હાથ ફેલાવવાનું પસંદ કરતા નહોતા. હાઉલીએ અત્યંત દારૂણ પરિસ્થિતિમાં ઝૂપડપટ્ટીમાં વસતા એ ગરીબ લોકોનું હૃદયસ્પર્શી ચિત્રણ રજૂ કર્યું. એ સાંભળીને મારું દિલ દ્રવી ઊઠ્યું. એ સમયે મારા ખિસ્સામાં ચારસો ડૉલર હતા. એ બધા, તેમજ બની શકે તો ઉછીના લઈને થોડા વધારે પણ મેં એમને આપી દેવાનું નક્કી કર્યું.

બીજા શ્રોતાઓની હાલત પણ મારા જેવી જ હતી. પરંતુ એ વખતે શ્રીમાન હાઉલીએ દાન માટેની પેટી ફેરવવાને બદલે પોતાનું પ્રવચન ચાલુ રાખ્યું. ગરમી વધતી જતી હતી. લોકોનો કંટાળો પણ વધતો જતો હતો, પણ પાદરીનું પ્રવચન આગળ ધપ્યે જ જતું હતું. હવે હું કંટાળ્યો હતો, મને આળસ થવા લાગી અને મારી આંખો ઊંઘથી ઘેરાવા લાગી. દાન માટેનો મારો શરૂઆતનો ઉત્સાહ હતો એ પણ મંદ પડવા લાગ્યો હતો. ચારસો ડૉલરથી ઘટીને હું એકસો ડૉલર પર આવી ગયો, અને પછી તો એનાથીય નીચે પહોંચી ગયો અને જ્યારે ખરેખર દાનની પેટી ફેરવવામાં આવી ત્યારે મેં એમાં કશું નાખવાને બદલે એમાંથી દસ સેન્ટ ઉઠાવી લીધા !

લાંબી લાંબી વાત કરનાર માર્ક ટ્વેઈનની આ રમૂજ કદાચ અતિશયોક્તિભરેલી લાગે, પરંતુ એણે આ મર્મ રજૂ કરી એક હકીકત ઉપર પ્રકાશ ફેંક્યો છે ! એકધારું, લંબાણપૂર્વક બોલનાર કે મૂળ વાતનું વારંવાર પુનરાવર્તન કરનાર વ્યક્તિ વાતચીતમાં નિષ્ફળ નીવડે છે.

[2]
જીવનમાં પરિસ્થિતિ સાવ વણસી ગયેલી લાગે, દિવસના ચોવીસ કલાક પણ પૂરતા ન લાગે ત્યારે કાચની બરણી અને ચાને યાદ કરજો. કલાસ શરૂ થયો ત્યારે એક પ્રોફેસરે એક પણ શબ્દ બોલ્યા વિના ટેબલ પર એક ખૂબ મોટી અને ખાલી બરણી મૂકી. પછી રબરની દડીઓથી બરણીને આખી ભરી દીધી. વિદ્યાર્થીઓને પૂછ્યું કે બરણી આખી ભરાઈ ગઈ છે ને ? બધાએ હા પાડી. પછી પ્રોફેસરે એક બોક્સમાંથી નાના પાંચીકા અને છીપલાં પેલી બરણીમાં નાખીને ધીરેથી હલાવી. દડીઓ વચ્ચેની જગ્યામાં સરકીને બધા પાંચીકા અને છીપલાંય સમાઈ ગયાં. વિદ્યાર્થીઓએ કહ્યું કે હવે તો બરણી પૂરેપૂરી ભરાઈ ગઈ છે, પણ પ્રોફેસરે તો એમાં થોડી રેતી નાખી તો એ પણ સમાઈ ગઈ. હવે તો બરણીમાં સહેજે જગ્યા નથી એમ વિદ્યાર્થીઓએ કહ્યું ત્યાં તો પ્રોફેસરે ટેબલની નીચેથી ચાના બે કપ કાઢી બધી ચા બરણીમાં રેડી દીધી અને જુઓ, બધી ચા સમાઈ પણ ગઈ !

આ પ્રયોગમાં બરણી આપણા જીવનનું પ્રતીક છે. નાની દડી આપણા માટે જે અગત્યના છે એ પરિવાર, આરોગ્ય, મિત્રો અને એવી બાબતો કે જેના માટે અતિ લગાવ હોય, બીજું બધું ગુમાવી દીધા પછીય એની સાથે મોજથી જીવન વ્યતીત કરી શકાય એનું પ્રતિનિધિત્વ કરે છે. પાંચીકા કામ-ધંધો, મકાન, કાર રાચરચીલું વગેરે જેવી ચીજ દર્શાવે છે અને રેતી બાકીની સાવ સામાન્ય બાબતોનું પ્રતીક છે.

બરણીમાં પ્રથમ રેતી ભરવાથી પાંચીકા કે નાની દડી માટે જગ્યા નહીં બચે. જીવનમાંય ક્ષુલ્લક બાબતો પાછળ સમય અને શક્તિ ખરચીએ તો અગત્યની બાબતો માટે જગ્યા જ નહીં રહે. સુખ અને પ્રસન્નતા માટે જે અગત્યનું છે એ નાની દડીઓની સંભાળ લો. એ સાથે જરૂરી કાર્યો છે એ પાંચીકાનો અગ્રતાક્રમ નક્કી કરો. બાકીનું બધું રેતી સમાન છે. અને ચા ? જીવનમાં ભલેને ગમે એટલી વ્યસ્તતા હોય તો પણ મિત્રો અને સ્નેહીઓ સાથે ચાની ચૂસકી લેવાની જગ્યા તો હંમેશા રહે જ છે.

[3]
વિમાન ઊપડવાને ઘણીવાર હોવાથી સમય પસાર કરવા એક પુસ્તક અને બિસ્કિટનું પેકેટ ખરીદીને એક સ્ત્રી એરપોર્ટની લાઉન્જની એક બેન્ચ પર બેઠી. વાંચવામાં એ તલ્લીન હતી. એ દરમિયાન એને લાગ્યું કે એની બાજુમાં એક યુવાન બેઠેલો છે. તે યુવાન, બન્ને વચ્ચે પડેલાં બિસ્કિટના પૅકેટમાંથી એક પછી એક ખાતો હતો અને એના તરફ તાકતો હતો. સ્ત્રીને આથી અકળામણ તો થઈ પણ એને અવગણીને વાંચવાનું ચાલુ રાખ્યું. જો કે સાથે સાથે એ પણ બિસ્કિટ ખાતી હતી. થોડીવાર રહીને એણે જોયું કે પેલો બેશરમ યુવાન પણ એ જ પૅકેટમાંથી બિસ્કીટ ખાતો હતો. છેવટે એક બિસ્કિટ વધ્યું ત્યારે યુવાને ફિક્કા સ્મિત સાથે એના બે ટુકડા કર્યા, એમાંથી એક એણે પેલી સ્ત્રીને આપ્યો અને બીજો પોતે ખાધો.

સ્ત્રીએ મનોમન વિચાર્યું કે આ તે કેવો અવિવેકી અને અભણ માણસ છે ! મારાં બિસ્કિટ ખાઈ ગયો છતાં સૌજન્ય ખાતરેય આભારની લાગણી વ્યક્ત કરતો નથી ! છેવટે ફલાઈટનું એનાઉન્સમેન્ટ થતાં એ સ્ત્રી વિમાનમાં બેઠી. વાંચવાનું પૂરું થવા આવેલું પુસ્તક પોતાની હેન્ડબેગમાંથી કાઢવા ગઈ તો જોયું કે એનું બિસ્કીટનું પૅકેટ તો એમ ને એમ જ હતું. જો એના બધાં બિસ્કિટ એની પાસે જ હતાં તો પોતે ખાધેલાં બિસ્કિટ તો પેલા યુવાનનાં હતાં. જો કે હવે તો ઘણું મોડું થઈ ગયું હતું, એ દિલગીરી પણ વ્યક્ત કરી શકે એમ નહોતી. હવે એને ભાન થયું કે પેલો યુવાન નહીં પરંતુ એ પોતે જ બેશરમ, અવિવેકી અને અભણ હતી.

આપણા જીવનમાંય એવું કેટલી વાર બને છે કે અમુક બાબત અમુક રીતે જ બને એમ માની લીધું હોય, પણ પછીથી ખબર પડે કે એમ માનવું સાચું નહોતું. એવું કેટલી વાર બને છે કે પોતા પરના વિશ્વાસના અભાવે અહંકારી વિચારો વડે બીજા વિશે વાસ્તવિકતા સાથે સ્નાનસૂતકનોય સંબંધ ન હોય એવો અભિપ્રાય બાંધી બેસીએ છીએ. આથી બીજા વિશે કાંઈ માની બેસીએ એ પહેલાં આપણે બે વાર વિચારવું જોઈએ.

[4]
આપણી આસપાસ બનતી ઘટનાઓ અને સાંભળવા-વાંચાવા મળતાં દ્રષ્ટાંતને જોવાની એક દષ્ટિ હોય છે. એવી દષ્ટિ ખીલવીએ તો એમાંથી જીવન જીવવાનું મૂલ્યવાન ભાતું મળી રહે. એક વૃદ્ધ ખેડૂત હતો. એકલો હતો. બટેટાનો પાક લેવા માટે ખેતર ખેડવું હતું. મહેનત માંગી લેતું આ કામ આમ તો એનો એકમાત્ર પુત્ર કરતો, પણ અત્યારે એ જેલમાં હતો. વૃદ્ધ ખેડૂતે પોતાની વ્યથા ઠાલવતાં પુત્રને એક કાગળ લખ્યો : ‘બેટા, હું ખૂબ પરેશાન છું. મને લાગે છે કે આ વર્ષે આપણા ખેતરમાં બટેટાનો પાક હું લઈ શકીશ નહીં. વૃદ્ધાવસ્થાને કારણે ખેતર ખેડવાની ત્રેવડ મારામાં રહી નથી. જો તું અહીં હોત તો મારી બધી જ મુશ્કેલીઓનો અંત આવી ગયો હોત. જો તું જેલમાં ન હોત તો આપણું ખેતર તેં જરૂર ખેડી નાખ્યું હોત.

થોડા જ સમયમાં પેલા વૃદ્ધને વળતો ટેલિગ્રામ મળ્યો : ‘મહેરબાની કરીને ખેતર ખેડતા નહીં. ખેતરમાં જ મેં બંદૂકો દાટી છે.’ બીજે દિવસે વહેલી સવારે ડઝનબંધ પોલીસ ખેતરમાં આવી પહોંચે છે. ખેતરનો ખૂણેખૂણો ખોદી નાખે છે, પરંતુ એક પણ બંદૂક મળતી નથી. મૂંઝવણમાં મુકાઈ ગયેલો વૃદ્ધ ખેડૂત એના પુત્રને બીજો કાગળ લખી જે કાંઈ થયું એ જણાવે છે અને હવે પછી શું કરવું એવી મૂંઝવણ વ્યક્ત કરે છે. તરત જ એના પુત્રનો જવાબ આવ્યો : ‘તમારું કામ થઈ ગયું છે, હવે બટેટાનું વાવેતર કરી દો…. અહીં બેઠાં મારાથી જે કાંઈ શ્રેષ્ઠ થઈ શકે એ આ કર્યું છે.’

જગતના કોઈ પણ ખૂણામાં ભલે ને તમે હો, જો તમે કોઈનું ભલું કરવાનો મક્કમ નિર્ધાર કરો તો અચૂક તમે એ કરી જ શકો છો.

[5]
બહુ જૂની આ વાત છે.
એક રાજાએ એના સૌથી હોશિયાર અને શાણા દરબારીઓને એક કામ સોંપ્યું. શું હતું એ કામ ? જગતની શાણપણવાળી વાત, જે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ એમ દરેક સમયે સનાતન સત્ય હોય એવી વાત શોધી લાવવાનો હુકમ કર્યો, સાથે એમ પણ કહ્યું કે વાતને લેખિત સ્વરૂપમાં તૈયાર કરવી જેથી આ વર્તમાન તેમ જ ભવિષ્યની પ્રજાનેય ઉપયોગી નીવડે.

દરબારીઓ તો આ કામ પાછળ દિવસ-રાત જોયા વિના મંડી પડ્યા. છેવટે એ સફળ થયા. જગતની સૌથી શાણપણભરી વાત શોધી એને બાર ગ્રંથમાં સમાવી રાજા સમક્ષ રજૂ કરી. આ ગ્રંથ જોઈ રાજા કહે : ‘મને ખાતરી છે કે આ બધા ગ્રંથમાં એવું શાણપણભર્યું જ્ઞાન તમે સમાવ્યું છે કે આવનારી પેઢીઓ માટે એને છોડી જવાનું આપણને ગૌરવ થાય. જો કે મને ડર છે કે આટલા મોટા ગ્રંથ કોણ વાંચશે ? એટલે આ લખાણ ટૂંકાવીને રજૂ કરો.’ ફરીથી દરબારીઓએ એના પર મહેનત કરી બધા લખાણનાં સારાંશને એક જ ગ્રંથમાં સમાવી લીધો. જો કે રાજાને એનાથીય સંતોષ ન હતો. એવડો મોટો એક ગ્રંથ પણ લોકો નહીં વાંચે એમ કહી એને હજી વધુ ટૂંકાવવા હુકમ કર્યો. શાણા દરબારીઓએ ગ્રંથને ટૂંકાવીને એક પ્રકરણ તૈયાર કર્યું. રાજા કહે કે એને પણ ટૂંકાવો. આથી એમાંથી એક પાનું, પછી એક ફકરો અને છેવટે એક વાક્ય તૈયાર કરી રાજા પાસે રજૂ કર્યું.

રાજાએ આ વાક્ય જોયું અને ખુશીથી ઝૂમી ઊઠ્યો. એ કહે : ‘વાહ ! જગતની સૌથી શાણપણભરી આ વાત છે. આ સત્યને લોકો જેટલું ઝડપથી સમજશે એટલી ઝડપથી આપણી બધી સમસ્યા ઉકેલાઈ જશે.’
શાણપણભર્યું આ સત્ય શું છે ?
‘કશું કદી મફત મળતું નથી.’ અર્થાત ‘નો ફ્રી લંચ !’
આ એક એવું શાશ્વત સત્ય છે જેને કદી કાળનું બંધન નડ્યું નથી. ભૂતકાળમાં આ વાત જેટલી સાચી હતી એટલી જ સત્ય અત્યારે પણ છે અને ભવિષ્યમાંય આમાં ફેર પડવાનો કોઈ અવકાશ નથી.

[6]
એક રાજા હતો. એને ચાર કુંવર. રાજા ઈચ્છતો હતો કે ચારેય કુંવરને ડહાપણભર્યા જીવનબોધનો પ્રત્યક્ષ અનુભવ થાય. આ હેતુસર શિયાળાની એક સવારે રાજએ સૌથી મોટા કુંવરને મહેલથી માઈલો દૂર આવેલ એક આંબાવાડિયામાં થોડા દિવસ વિતાવી આવવાનો હુકમ કર્યો. પછી વસંતઋતુનું આગમન થયું. રાજાએ બીજા નંબરના રાજકુમારને એ જ હુકમ કરી આંબાવાડિયામાં જવા રવાના કર્યો. ત્રીજા નંબરનો કુંવર ઉનાળામાં તો સૌથી નાનો પાનખરમાં એ જ આંબાવાડિયા થોડા દિવસ રહી આવ્યો.

સૌથી નાનો રાજકુમાર જ્યારે પાછો ફર્યો ત્યારે રાજાએ ચારેય પુત્રોને એકસાથે એની હાજરીમાં બોલાવીને પૂછ્યું : ‘તમે ચારેય આંબાવાડિયામાં થોડા થોડા દિવસ વિતાવી આવ્યા છો, તો હવે મને કહો કે તમે ત્યાં શું જોયું ?’
સૌથી મોટો કુંવર કહે : ‘આંબાના વૃક્ષ સાવ સુકાઈ ગયેલાં હતાં.’
‘ના….’ બીજો રાજકુમાર વાંધો ઉઠાવતાં બોલી ઊઠ્યો, ‘દરેક આંબો લીલાંછમ પર્ણોથી ભરપૂર હતો.’
ત્યાં વળી ત્રીજો કહે : ‘મેં જે વૃક્ષો જોયાં એમાં ઠેકઠેકાણે ઝીણાં-ઝીણાં ગુલાબી પુષ્પોનાં ઝૂમખાં ખીલી ઊઠ્યાં હતાં.’
બધાનો વિરોધ કરતાં સૌથી નાના કુંવરે કહ્યું : ‘દરેક વૃક્ષ પર સરસ મજાનાં સોનેરી પીળા રંગનાં ફળ લચી રહ્યાં હતાં.’ ચારેયને શાંત પાડીને રાજાએ કહ્યું : ‘તમે સૌ તમારી રીતે સાચા જ છો, કારણ કે તમે સૌએ આંબાવાડિયામાંનાં વૃક્ષો જુદા જુદા સમયે જોયાં હતાં.’

આંબાવાડિયાનું આ દષ્ટાંત આપણને એવું સૂચવે છે કે આપણી સામે જે અન્ય વ્યક્તિ છે એનો દષ્ટિકોણ જુદો હોઈ શકે છે. આ ઉપરાંત બીજી કેટલીક બાબતો પણ ધ્યાનમાં રાખવાની છે, જેમ કે દરેક વ્યક્તિના અનુભવ જુદા હોવાના, જે તે બાબતને જોવાની રીત અલગ હોવાની, મૂલ્યોમાં ફરક હોવાનો અને શક્ય છે કે એક જ બાબત વિશે બોલવા અલગ શબ્દ હોવાના એટલે વગર વિચાર્યે સામેવાળી વ્યક્તિને ‘તું ખોટી છે’ એવું કહેવાની ઉતાવળ ન કરવી…..

[કુલ પાન : 171 (મોટી સાઈઝ). કિંમત રૂ. 125. પ્રાપ્તિસ્થાન : નવભારત સાહિત્ય મંદિર, દેરાસર સામે, ગાંધીરોડ, અમદાવાદ-380001. ફોન : +91 79 22132921.]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેમથી થાય પરિવર્તન – અવંતિકા ગુણવંત
પ્રભાતનું કિરણ – સંકલિત Next »   

52 પ્રતિભાવો : જસ્ટ, એક મિનિટ – રાજુ અંધારિયા

 1. hardik says:

  માર્ક ટવેઈન, નૉમ ચૉમસ્કી, અને ગૉર વિડાલ બેસ્ટ ઓફ ધ બેસ્ટ હ્યુમરીસ્ટ, લિંગ્વીસ્ટિક અને એસેયીસ્ટ..
  એમનુ લિટરેચર વાંચવા યૉગ્ય, વસાવા યૉગ્ય અને વંચાવા યૉગ્ય..ખાસ કરી ને નૉમ ચૉમસ્કી ના ફૉરેન પૉલિસી ના લેક્ચરસ..

  although i am far from literature and arts field but reading irrefutable essays and analysis by noam chomsky and gore vidal and little interest on foreign policies of different world countries i end up follower of these guys..

  એવુ લાગે છે કે આમા ના અમુક લેખ રીપીટ છે, અથવા ક્યાક વાંચ્યા છે.

  • Ashish Dave says:

   Hardikbhai,

   I am glad that you have been reading such a world class wrtinings. By the way Chitralekha publshes Rajubhai’s column.

   Ashish Dave
   Sunnyvale, California

  • જય પટેલ says:

   શ્રી હાર્દિકભાઈ

   આપ વર્લ્ડ ક્લાસ લેખકોના વિચારો માણી રહ્યા છો…જાણી આનંદ થયો.
   આપનું વિશ્વ સ્તરીય વાંચન – સમુદ્ર મંથન નો લાભ રીડ ગુજરાતીના વાચકોને પણ આપશો.

   વિશ્વ સ્તરીય વાંચનનો રણકો આપના પ્રતિભાવમાં પણ રણકશે એવી અભ્યર્થના સાથે.
   નવા વર્ષની શુભેચ્છાઓ.

 2. Rajoo Andharia says:

  Dear Mrugeshbhai,
  Thank you very much for covering my book on this popular website. The way you have covered the review and the selection of the articles show your insight for literature. The range of articlea chosen can express the message and purpose behnd the book.
  Againg thanks a lot and wish you all the best.

 3. swati says:

  ખુબ જ સરસ્.

 4. nayan panchal says:

  સરસ સંકલન.

  આભાર,
  નયન

 5. Veena Dave. USA says:

  સરસ સંકલન.
  વાચેલુ ફરી વાચવાની પણ મઝા આવિ.

 6. જય પટેલ says:

  પ્રેરણાત્મક સંપુટ.

  આભાર.

 7. Vipul Panchal says:

  All stories are too good.

 8. sapna says:

  Very nice stories.very helpful.

 9. Bhalchandra, USA says:

  I felt sad. These are famous stories in English. I am sure there are smart Gujaratis who can write creative and original literature. This author should acknowledge the original source, just to be fair.

  • Rajoo Andharia says:

   Your feelings are SIR AANKHO PAR, but let me tell you that inspiring stories have no barrier of any border of country. The purpose of this type of article is to inspire people in a positive way. I think that we are successful in this purpose.

   • જગત દવે says:

    શ્રીરાજુભાઈ,

    પ્રેરણાત્મક વાતો ને કોઈ દેશ કે સીમાઓના બંધન નથી હોતા તે વાત સાચી અને ઘણીવાર original source શોખવો પણ મુશ્કેલ હોય છે…..છતાં પણ, આપનું નામ અહીં સાહિત્યકાર તરીકે નહી પરંતુ સંકલનકાર તરીકે લખ્યું હોત તો વધારે વ્યાજબી ગણાત એવું મને લાગે છે. (આ બાબતે મૃગેશભાઈ કદાચ વધુ પ્રકાશ પાથરી શકે)

    પ્રેરણાનાં સ્ત્રોત્ર ને તેનાથી ભલે કોઈ ફર્ક ન પડે પણ વાચક વર્ગ સાથે પ્રમાણિકતા જળવાય તે પણ બહું જરુરી છે તેમ નથી લાગતું?

    આપનો પ્રેરણાત્મક વાતો વ્હેચવાનો ખંત જળવાઈ રહે તેવી પ્રભુને પ્રાર્થના.

    • Rajoo Andharia says:

     Thanks. I have mentioned in the introduction (Preface) about sources of the stories. Even in some of the stories I have acknowledged the original sources. So the only purpose to motivate people with positive thinking is fulfilled with this effort collectively with Chitralekha and Mrugeshbhai.

 10. Ramesh Desai says:

  Nice stories. Always think twice or thrice before giving or assuming opinion. Thanks.

 11. ચીત્રલેખા નુ એક સુન્દર મોતિ એટલે just one minute khub khub aabhinandan lekhak shri raju bhai ane mrugesh bhai ne

 12. just one minute na lekhak shri rajubhai no tuko parichay aapyohot to tenavishe vadhu janava malat dr sudhakar hathi jamanagar

 13. Vraj Dave says:

  શ્રીરાજુભ’ઈ
  સરસ ખુબજ સરસ. ચિત્રલેખામાં “ઇશીતા ની એલચી” પછી “જસ્ટ એક મિનિટ” વાંચવું જ પડે.
  થોરું ઉમેરું?
  “કશું કદી મફત મળતું નથી નેતા સિવાય ના ને”
  આભાર સાથે જસ્ટ રામ રામ.
  વ્રજ દવે

  • Rajoo Andharia says:

   Dear Vrajbhai,
   It is my great pleasure that you are so much interested for this column. And about your comments for leaders (ofcourse, political) I would say NO COMMENT. But, yes, keep continue your contribution of response.

   • Madhuri says:

    Hi Rajubhai,

    I m same like Vraj. ” “Ishitani Aelchi” and “just ek minute” are the first two articles to read. Your every story gives some meaningful message. I feel let the story from any country, it is reaching to us in a very meaningful way that is important.

    Madhuri

 14. Rushi says:

  ખુબ જ સરસ લેખ…જિવન મા ઉતારવા જેવા સન્દેશ

 15. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ, દરેક ઉદાહરણો પણ ખુબ જ સરસ છે. આભાર રાજુભાઈ. ચિત્રલેખામાં સૌ પ્રથમ હું તમારો જ લેખ વાંચુ છું. દરેક વખતે કાંઇને કાંઇ સારુ જ જાણવા મળે છે. આભાર.

 16. જગત દવે says:

  દરેક અભિપ્રાય પર પ્રતિભાવ આપવાનો શ્રીરાજુભાઈનો ઉત્સાહ તેમના જ ‘પ્રેરણાત્મક પ્રસંગ’ નંબર ૧ એકની યાદ દેવડાવે છે. 🙂

  • સાવ સાચું. હાર્દિક્ભાઇના અભિપ્રાય પર પ્રતિભાવ નથી. પરંતુ ગામનું ગોરસ એકઠું (સંકલિત) કરી પૌષ્ટિક પાક પીરસવાનું કાર્ય પણ પ્રશંસાને પાત્ર તો ખરૂં જ.

 17. Mrugesh Modi says:

  Thanks to Rajubhai & Mrugeshbhai,
  every story has it’s own truth and it’s the “Universal Truth”
  Thanks again…

 18. Riddhi says:

  Rajubhai thx a lot 4 giving such a nice story with morals…
  & fan of ur “EK MINUTE” in chitralekha….

 19. Amin Khoja says:

  ખુબ સરસ….. રાજુભાઈ….ઊચુ…..

 20. preeti says:

  ખુબ સરસ stories છે…

  Thanks…

 21. Ashish Dave says:

  Rajubhai,

  Keep cranking… all your writings are timeless treasures…

  Thanks for sharing Mrugeshbhai.

  Ashish Dave
  Sunnyvale, California

 22. Niranjanmama says:

  રાજેન્દ્રકુમાર,
  આપના દરેક લખાણમાંથી કંઈક શીખવા પ્રયત્ન કરુ છું.
  અને ગૌરવ તો અનુભવુ જ છું.

 23. Rajoo Andharia says:

  Thank you very much Mama. I am really happy and feel pleasure to read your comment.

 24. Hiren Patel says:

  VERY GOOD BOOK…….ALL THE STORIES ARE GREAT……
  ANY ONE IN MUMBAI WANT TO READ THIS BOOK GET IN TOUCH WITH ME @ buntee81@hotmail.com

 25. શ્રી રાજુભાઈ,

  આપના વતી / માટે બસ એટલુ જ કહેવાનુ

  આગામિ પેઢિને દેતા હશે જીવન,
  બાકી અમારા શ્વાસ કાઈ નકામા જાય ના..

  સૌરભ અંધારિયા

 26. hirva says:

  if somebody give advise its not work better than example.Same way Muraribapu is giving liots of example in his “kath” that works.

 27. nidhi joshi says:

  ખુબ જ સરસ

 28. Sri Rajubhai Andharia has given simple and easy to understand instances – thereby the reader can easily understand the moral of short story or exemple and benefit from it. He deserves all the appreciation for compiling
  all these incidents -so one can recollect it immediately. All the best -Rajubhai Andharia . Happy Deepavali and New year to all the readers of readgujarati.com and Mrugeshbhai. Even his knowledge about subject is also very sharp and along with you – he too deserves accolades from all of us.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.