પ્રેમથી થાય પરિવર્તન – અવંતિકા ગુણવંત

[દામ્પત્યજીવનની વિવિધ સમસ્યાઓનું સુંદર સમાધાન મળી રહે તેવા અનુપમ લેખોનો સંચય ‘કુર્યાત સદા મંગલમ’ પુસ્તકમાં થયો છે. ‘જનકલ્યાણ’ સામાયિકમાં નિયમિતરૂપે પ્રકાશિત થતા આ લેખો સંગ્રહિત થઈને તાજેતરમાં પુસ્તકરૂપે પ્રકાશિત થયા છે. સામાયિકના આજીવન સભ્યોને તે વિનામૂલ્યે મોકલવામાં આવ્યું છે. અવંતિકાબેનનો આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 79 26612505. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]

Picture 036શિયાળાની બપોર છે. બધાં શાંતિથી પોતપોતાના રૂમમાં આરામ કરે છે. ત્યારે નવપરિણીતા નિતલે જોયું કે એનાં સાસુ અરૂપાબહેન રસોડામાં કંઈક ઉદ્યમ કરી રહ્યાં છે.
‘અત્યારે શું કરો છો ?’ નિતલે સંવેદનાહીન અવાજે કહ્યું.
‘નાસ્તો બનાવું છું.’ ઉત્સાહથી અરૂપાબહેને કહ્યું.
‘પણ આ તો તમે રોટલી લઈને બેઠાં છો.’
‘હા, બૂરુ ખાંડ, સહેજ ચોખાનો લોટ અને પાણીને મિક્સ કરીને પેસ્ટ બનાવી છે, તેને આ વધેલી રોટલી પર લગાડી વીંટો વાળીને તળી લઈશ, બિસ્કિટ જેવું લાગશે, હમણાં ચા બનાવીશું ત્યારે ખાઈશું.’

નિતલ કંઈ બોલી નહિ. એને સાસુની આવી પ્રવૃત્તિમાં જરાય રસ ન પડ્યો. અરૂપાબહેન સવારના છ વાગ્યે ઊઠે ત્યારથી કંઈ ને કંઈ કર્યા જ કરે. ઘરનું ફર્નિચર જુદી રીતે ગોઠવે. આંગણામાં ગોઠવેલાં કુંડાં અને ક્યારામાં ગોડ કરે ને કંઈક વાવે ને કાપે અને રસોડું તો જાણે એમના માટે સ્વર્ગ. એનાં એ જ લોટ, દાળ, શાક અને મસાલા હોય પણ એમાંથી રોજ નવી નવી વાનગી બનાવે. ભાણામાં નવા રૂપરંગ સ્વાદવાળી વાનગીઓ પીરસાય. અમીય એની મમ્મીના આ ગુણનો પૂજારી હતો. પરંતુ નિતલને સાસુની આ રીત ના ગમે. એ રસ ના લે, મદદ ના કરે પણ બેધડક બોલે, ‘મમ્મીને તો જીવતાં જ નથી આવડતું. આખો દિવસ કામ કામ ને કામ. મને એમને જોઈને થાક ચડી જાય છે.’ અમીય ક્યારેય અરૂપાબહેનને કહેતો : ‘મમ્મી, નિતલને તારી પાસે બેસાડીને બધું શીખવને.’

અરૂપાબહેન કંઈ બોલતાં નહિ, પણ મનમાં વિચારતાં કે એને રસ હોય તો મારી પાસે બેસેને. એને તો જોવા જાણવાનીય જિજ્ઞાસા નથી. મારા વરને ગમે છે માટે હું કરું એવો ઉત્સાહયે નથી. અમીય તો નાનપણથી માને મદદ કરતો. એને મમ્મીની જેમ કંઈક નવું કલાત્મક રીતે કરવું બહુ ગમતું. એને હોંશ છે કે નિતલ પણ મમ્મીની જેમ કરે. પણ નિતલમાં તો ભારોભાર આળસ ભરી છે. ક્યારેક અમીય નિતલને કહેતો :
‘ચાલને આપણે મમ્મીને મદદ કરીએ.’
‘ના. એ જે કરે છે એ વેચાતું લાવી શકાય કે નોકર પાસે કરાવી શકાય. અને એમનામાં જોર છે તો કરે. વળી એમને બહાર જવાનો કોઈને હળવા મળવાનો શોખ નથી તે કર્યા કરે.’
‘નિતલ તને એવું નથી થતું કે દિવસ આખો ગયો, મેં શું કર્યું ?’
‘તારી મમ્મીની જેમ વૈતરું કરું ?’ નિતલ અકળાઈને બરાડતી.
‘મમ્મી કરે છે એ વૈતરું નથી. એ જે કરે છે તેથી તો આપણી જિંદગી રસભરી અને તાજગીભરી લાગે છે.’
‘મને તારી આ ફિલોસોફી નથી ગમતી. મને તો આરામ અને ચેનભરી જિંદગી ગમે.’

આમ અમીય અને નિતલ વચ્ચે સ્વભાવ અને માન્યતામાં ફેર હતો. રસના વિષયો જુદા હતા. ડગલે ને પગલે આ ભેદ નડતો. નાની વાતોય મોટું સ્વરૂપ ધારણ કરી ઝઘડાનું મૂળ બનતી. બેઉ વચ્ચેનું મુગ્ધ, મધુર આકર્ષણ નાશ પામ્યું. બેઉ એક ક્ષણ માટેય સંવાદ નથી સાધી શકતાં. બેઉને અન્યોન્યમાં દોષ જ દોષ દેખાય છે. બેઉમાં સંયમનો અભાવ છે. ધીરજ નથી. સમતા નથી. વાતવાતમાં ઝઘડા, આક્ષેપો, ધમકીઓ, કજિયો ને કંકાસ. અરૂપાબહેન ફફડી ઊઠ્યાં. આમ ને આમ તો આમનું દામ્પત્ય નંદવાઈ જશે. ભય, શંકા અને ઉદ્વેગમાં એમનો કાયમનો ઉત્સાહી, આનંદી સ્વભાવ ગાયબ થઈ ગયો.

અમીયના પપ્પા કાર્તિકભાઈ ખૂબ સ્વસ્થ અને ગંભીર માણસ છે. તેઓ અરૂપાબહેનને કહે છે : ‘તું દીકરા-વહુની ચિંતા કરવી છોડી દે. શ્રદ્ધા રાખ બધું સારું થશે. તું પહેલાંની જેમ હસતી રહે.’
પતિની વાત સાંભળીને અરૂણાબહેન બોલ્યાં : ‘કાયમ ઝઘડાના સૂર સંભળાતા હોય ત્યાં હું શી રીતે હસતી રહું ?’ આટલું બોલતાં બોલતાં એ રડી પડ્યાં.
કાર્તિકભાઈ કહે : ‘આ આપણી સહનશક્તિ અને ધીરજની કસોટી છે. આપણે જરાય ઢીલા નહિ પડવાનું, નહિ તો દીકરાને દુ:ખ થાય. અમીય ખૂબ લાગણીવાળો છે. એની અપેક્ષા મુજબ એનું દામ્પત્યજીવન આકાર નથી લેતું તેથી એ મૂંઝાયેલો છે, અકળાયેલો છે, પણ આપણે તો દુનિયા જોઈ છે, જાણીએ છીએ કે એક હાથની પાંચ આંગળીઓય સરખી નથી તો બીજા ઘરની, બીજા વાતાવરણમાં ઉછરેલી છોકરી આપણા જેવું ના માનતી હોય અને ના વિચારતી હોય એ તદ્દન સ્વાભાવિક છે. એની ફરિયાદ કરવાની ના હોય કે ઉદાસેય થવાનું ના હોય.’
‘હું ક્યાં ફરિયાદ કરું છું. પણ આપણો દીકરો કેવો ઉદાસ ઉદાસ રહે છે.’
‘અમીયે સમજવું જોઈએ કે સ્વભાવ ધીરે ધીરે બદલાશે. ટોક ટોક કરવાથી નિતલ બદલાશે નહિ પણ ઉપરથી એમના વચ્ચે જે પ્રેમ અને આકર્ષણ છે એય નાશ પામશે. અમીયે કાયમ યાદ રાખવું જોઈએ કે એ નિતલનો પતિ છે, એને સુધારનાર શિક્ષક નહિ. નિતલનો સ્વભાવ જાણી, સમજીને એણે વર્તવું જોઈએ. એ બોલે છે ત્યારે કેવો રુક્ષ બની જાય છે. પત્નીને આવી રીત સ્પર્શે ?’
‘તો તમે એને સમજાવોને.’ અરૂપાબહેન આરતથી બોલ્યાં.

કાર્તિકભાઈએ દીકરાને એકાંતમાં કહ્યું : ‘બેટા, નાની નાની વાતમાં તું ઉશ્કેરાઈ કેમ જાય છે ?’
‘શું કરું પપ્પા, નિતલ સમજતી જ નથી.’
‘પણ તું તો સમજે છે ને ! તું તારી રીત પ્રમાણે એ ચાલે એ વાત જ છોડી દે. તારો દુરાગ્રહ એના માટે અસહ્ય છે.’
‘મારી વાત સાચી હોય, સારી હોય, જરૂરી હોય તોય છોડી દઉં ? નિતલને ગૃહિણી તરીકે જીવતાં જ નથી આવડતું. ઘરને સ્વર્ગ બનાવવાની કલા સ્ત્રીને હસ્તગત હોવી જોઈએ. પણ એને તો ઘરમાં કે ઘરના કોઈ કામમાં રસ જ નથી. એ મારી વાત સાંભળતી જ નથી.’
‘બેટા, તારી વાત ગમે તેટલી સારી હોય પણ એની પર ઠોકી ના બેસાડાય. તું આધુનિક વિચારસરણીને ઓળખ. નિતલ સ્વભાવની જિદ્દી છે. એને તું વારંવાર કહે છે તેથી એ છંછેડાય છે. તારી મમ્મીનું તું દષ્ટાંત આપે છે એની સાથે સરખાવે છે તેથી એ વધારે અક્કડ બને છે. માટે તું, નિતલ તારી મમ્મી જેવી થાય એ વાત છોડી દે.’
‘પપ્પા, મારી માન્યતા, મારા વિચાર, મારા સ્વપ્નાંનું શું ? સહજીવન આને કહેવાય ? સાથીની વાત પર વિચાર નહિ કરવાનો ?’
‘અમીય બેટા, જિંદગી બહુ લાંબી છે. તું ધીરજ રાખ. શાંતિ જાળવ. સમય આવે નિતલ કૂણી પડશે. સમજશે. એ જેવી છે એવી એને પ્રેમથી સ્વીકાર. એની સાથે હળવાશ અને આનંદથી વર્તન કર. તારી મમ્મીની રીતે તું બહુ વરસો જીવ્યો. હવે નિતલની રીતે જીવ. એક વાર નિતલ તારી સાથે તાદાત્મ્ય સાધશે પછી એ તારી રીતે જીવશે. તારા વગર કહ્યે તારા મનની વાત એને ખબર પડશે. તારી ખુશી એ જ એની ખુશી હશે.’
‘પપ્પા, આવી કવિતા મને પસંદ નથી. તમે કહો છો એવું વાર્તામાં બને, જીવનમાં નહિ.’ અમીય ચીડથી બોલી ઊઠ્યો. એને ભાવ, ભાવના, આદર્શ બધું જૂઠું છળ લાગવા માંડ્યું હતું.

પરંતુ કાર્તિકભાઈ ધીરજ ગુમાવે એવા ન હતા. એ બોલ્યા : ‘બેટા, વાસ્તવિક જીવનમાં આવું જ બને છે. પ્રેમનો એ જાદુ છે. દરેક માણસ પર એનો પ્રભાવ પડે જ. પતિ-પત્નીના સંબંધની એ જ ખૂબી છે. તું થોડોક કોમળ બન. કલા અને નાજુકાઈથી આખી વાત હેન્ડલ કર. સંબંધ બંધાયો એટલે પ્રેમ પાંગરે જ એવું નહિ. ચાર ફેરા કર્યા એટલે જીવનભર સાથે રહેશો જ એવું આ જમાનામાં નથી બનતું. જીવનભરનો સાથ નિભાવવા પ્રયત્ન કરવો પડે. એકબીજાનું મન સાચવીને, માન આપીને એક થવાય. ઘાંટાઘાંટ કરીને નહિ.’
અમીય એના પપ્પાની વાત સાંભળીને વિચાર કરતો થઈ ગયો. એને થયું – હું જૂનવાણી ઘરેડમાં જીવતા માણસની જેમ વિચારું છું ને પપ્પા આદર્શ આધુનિકની જેમ. હવે હું પપ્પા કહે છે એમ જ વર્તીશ.

આવો નિર્ણય કર્યો ને અમીયના મનની બધી કડવાશ ઓસરી ગઈ. એનું મન પુલકિત થઈ ઉઠ્યું.

[કુલ પાન : 128. કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : પુનિત પ્રકાશન પ્રતિષ્ઠાન. સંત ‘પુનિત’ માર્ગ, મણિનગર, અમદાવાદ-380008. ફોન : +91 79 25454545. ઈ-મેઈલ : jankalyan99@yahoo.co.in ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભોગીકાકાનું ક્રિકેટ – નિર્મિશ ઠાકર
જસ્ટ, એક મિનિટ – રાજુ અંધારિયા Next »   

28 પ્રતિભાવો : પ્રેમથી થાય પરિવર્તન – અવંતિકા ગુણવંત

 1. shruti.maru from surat says:

  good morning every friends.
  this artical is very nice.understanding makes every relatonship best in world.

  really this is very nice artical.

 2. જગત દવે says:

  આ એક મનોવિગ્યાનિક સત્ય છે….દરેક પુરુષ જાણે અજાણ્યે તેની પત્નીમાં તેની માતાની છબી શોધતો હોય છે. ઘણાં તે ભ્રમમાં થી જલ્દી બહાર આવી જાય છે…..(જો પત્ની સમજદાર અથવા જોરદાર હોય તો 🙂 ) અને ઘણાંનો એ ભ્રમ દાંપત્ય જીવનમાં રમખાણ મચાવે છે. ( જો પતિ નો ‘male ego’ અથવા ‘માતૃ-ભક્તિ’ ખુબ ઊંચાઈએ હોય તો)

  ઘણાં ઉદાહરણો તો વાંચકો ને આ વાંચતા જ યાદ આવવા લાગશે. 🙂

  ગુજરાતીમાં આવા પુરુષોને માટે એક સુંદર શબ્દ છે ‘માવડીયો’.

 3. nayan panchal says:

  બરાબર વાત છે ભાઈ. આમપણ અમીયના હાથમાં છે પોતાને બદલવાનુ, પોતાની પત્નીને બદલવા દુરાગ્રહથી તો વાત વધારે બગડશે. એવી ધીરજ સાથે જીવવાનુ કે આજે નહિ તો કાલે નિતલ થોડીક તો બદલાશે જ.

  બાકી માવડિયો હોવુ એ કંઈ ખરાબ ગુણ નથી. માતા અને પત્ની વચ્ચે બેલેન્સ કરવુ પડે, બને ત્યાં સુધી તેમની વચ્ચે ન પડવુ. તેમની વચ્ચેના ઇશ્યુઝ તેઓ જાતે સોલ્વ કરી શકે છે.

  કદાચ નવોઢા પણ પોતાના પતિમાં પોતાના પિતાના અમુક ગુણો શોધતી જ હશે.
  આભાર,
  નયન

  • જગત દવે says:

   નયનભાઈ,

   વાર્તાના સંદર્ભમાં મેં “માવડીયો” શબ્દ લખ્યો છે…….આ વાત સ્ત્રીઓ ને પણ એટલા જ પ્રમાણમાં લાગુ પડે છે.

   પણ આપણી ગૃહસ્થ વ્યવસ્થામાં ઘણીવાર પત્નીનાં આત્મસન્માન નું ધ્યાન રખાતું નથી. તે માટે લગ્ન બાદ સ્ત્રીઓ એ હંમેશા લાંબો સંધર્ષ કરવો પડે છે. ખાસ કરીને જો પુરુષ પાત્ર જો તેની માતાનાં વધુ પડતા પ્રભાવમાં હોય (અથવા માતા ને જો તેના દિકરા પ્રત્યે વધુ પડતો લગાવ હોય) ત્યારે નવપરણીત સ્ત્રી ની ગુંગળામણ બેવડાઈ જાય છે.

   • nayan panchal says:

    જગતભાઈ,

    મેં તો નિરપેક્ષ રીતે ‘માવડિયા’ શબ્દ માટે લખ્યુ છે. ઘણા શબ્દો ખાલી ખોટા વગોવાઈ ગયા છે. મને કોઈ માવડિયો કહે તો મને જરા પણ ખોટું નથી લાગતુ. લગ્ન પછી ઘરના અન્ય સભ્યો માટે તો માત્ર એક સભ્યનો વધારો થાય છે જ્યારે માત્ર નવપરિણીતા માટે તો આખો પરિવાર જ નવો હોય છે એટલે તેણે સ્વભાવિક રીતે વધુ એડજસ્ટ કરવુ પડે.

    આવો જ એક બીજો શબ્દ છે ‘ગુજ્જુ’. મને નથી સમજાતુ શા માટે ઘણા ગુજરાતીઓને ગુજ્જુ તરીકેનું સંબોધન ગાળ જેવુ લાગે છે..

    નયન

    • Ashish Dave says:

     I totally agree with you. I hate gujju, desi kind of wards… and the way gujarati characters in serial or movie speak hindi is also annoying, really putting all of us down. Sanjeevkumar, Asha Parekh, Sharman Joshi, Satish Shah don’t speak like that, even most of the people I know also speak hindi failrly well.

     Ashish Dave
     Sunnyvale, California

     • kunal says:

      thats true, but our gujarati directors and artist do that to get just a good n cheap publicity and profit.

  • Bhupendra says:

   Shri Nayanbhai,

   Maru nam Bhupendra chhe. su tame mane “DIKRI VAHAL NO DARIYO” ane “DIKRI ETLE DIKRI” kai site parthi vanchi sakay athva to download kari sakay e tame mane janavso. please tame janvaso to tamaro khub khub abhar.

   maru email id i_u822@yahoo.com che.

   Bhupendra

 4. Sweta Patel says:

  ઘણો જ સરસ આર્ટિકલ,

  સાચે જ દરેક પતિ તેનિ પત્નિ મા, મા ના ગુણો શોધતા હોય છે અને દરેક પત્નિ પણ તેના પતિ મા તેના પિતા ના કેટ્કાક ગુણો શોધતિ હોય છે, જે પહેલા કોઇ ની દિકરિ હોય છે અને તેના પપ્પા તેનિ માટે Hero હોય છે. પણ દરેક વ્યક્તિ એ ધ્યાન મા રાખવુ જોઇયે કે, every person is different.

  I agree with above comments, but know what, જ્યારે પુરુષ તેનિ પત્નિ અને માતા બન્ને નુ ધ્યાન રાખે અને બેલેન્સ કરવા જાય ત્યારે પત્નિ ને તે “માવડિયો” લાગે, અને માતા ને તે “વહુઘેલો ” લાગે , ઘણુ કરવા છતાય પુરુષ બિચારો સેન્ડ્વિચ નિ જેમ પિસાય છે. કારણ કે પેહલે થિ જ તેમના મન વઢ્યા એટલે બધુ જ નેગેટિવ જ લેવાના.

 5. Gopal Shah says:

  વાર્તા કાંઇ અધુરિ લાગિ…. ખુબ સામાન્ય વાત…. બહુ મજા ના આવિ….

 6. Veena Dave. USA says:

  આ વારતા જેવુ લગભગ દરેક ઘરમા ચાલતુ હોય છે.
  આસપાસ જોશો તો ખબર પડશે કે ઘણી છોકરીઓને કોઇ કામમા રસ જ નથી. વરને ભાવતી વસ્તુ બનાવતા શિખવાની વાત? એ તો જમાના ગયા ભૈ. નથી જવાબદારી છોકરીને લેવી કે નથી છોકરાને લેવી. આજકાલ તો ફોન અને ઇન્ટનેટ પરથી ઉભા થાય તો ને? અરે આજકાલની મા ને પણ સમજણ નથીકે કાલ કોઇ એમ કહેશે તો કે ‘તારી મમ્મીએ તને શુ શિખવાડ્યુ? મા તો એવુ શિખવાડે કે તુ પણ સામે એવો જવાબ આપજે ને…છોકરાઓને પણ નોકરી કરતી, ઘર અને બાળક સંભાળતી, ઘરકામ અને બહારની ખરીદી કરતી પત્નિ જોઇએ. એલા ભાઈ, તુ શું કરીશ? છોકરાને એની મા પણ એવુ જ શિખવાડતિ હશે. તમારો જમાનો જુદો હતો એવુ બધે સંભળાવા લાગ્યુ છે. અત્યારે તો યુવાનો-યુવતિઓના વિચાર વતૅન જોઇને એમ લાગે છે કે લગ્નપ્રથાનુ શુ થાશે?
  વાત આધુરી છે…. લગ્નજીવન ટકાવી રાખવા બાંધછોડ તો કરવી પડે પણ એક પક્ષ કયાં સુધી કરશે? બન્ને પૈડા સરખા થાય તો રથ ચાલે.

  • Shefali says:

   ચોક્ક્સ પને મનુ ચ્હુ કે, જો પતિ-પત્નિ નિ લાઇફ ત્રિજિ વ્ય્ક્તિઇ નિ સલાહ વગર જિવવા દેવાય અને તે પતિ- પત્નિ જ નક્કિ કરે તો તે લગન જિવન ચોક્ક્સ તેઓને ગમે તેવુ બને જ્ . જેથિ આ લગન્જિવન અને સમાજ નુ શુ થશે તે ચિન્તા કર્વાનિ જરુર ન લાગે.

 7. જય પટેલ says:

  પ્રસ્તુત વાર્તા ચરમસીમાએ પહોંચી નથી.

  આજના લાઈટ્નીંગ સ્પીડના જમાનામાં કોઈ ભણેલી ગણેલી પત્ની કહે કે……
  મને તો આરામ અને ચેનભરી જિંદગી ગમે.

  પત્નીની આવી લેઝી માનસિકતા આવનારા તોફાનનો અણસાર માત્ર છે.

  ભણી ગણી લગ્ન જીવનમાં નોકરી કદાચ ના કરો અને ગૃહિણીનો રૉલ ભજવો ત્યારે સમય પસાર ક્યાં કરશો ?
  આરામ અને ચેનભરી જિંદગીમાં ? ( કિટી પાર્ટીમાં…જે શક્ય છે )
  આવી માનસિકતા વાળી પત્ની પોતાના આવનારાં બાળકોના જીવન ઘડતરમાં
  કેવો ભાગ ભજવે તે કલ્પના માત્ર ભયાવહ છે.

  ગૃહિણી તરીકે ઘર સજાવટ…વિવિધ વાનગીઓ બનાવવામાં નિપુણતા…સ્માર્ટ શોપિંગ
  ( જે નાણાંની બચત પણ કરી આપે ) જેવી પ્રવૃતિઓથી સમય સારી પસાર કરી શકાય અને
  વ્યક્તિને લેઝી બનતા અટકાવે…કુથલીગીરીથી દૂર રાખે….

  ……અને હા મને તો આરામ અને ચેનભરી જિંદગી જેવો ભાવ મનમાં કદી ના લાવે.

  આવી માનસિકતા દિકરીને કોઈ આપશે ?

  • જગત દવે says:

   જયભાઈ,

   એકદમ ખરી વાત.

   જેનુ જીવન કલા વગરનું……. તેને જીવન જીવવાની કળા પણ નહી આવડે.

   નવરૂ મન રાક્ષસી વિચારો નું કારખાનું.

   • Sweta Patel says:

    ખરેખર, ખુબ જ સાચુ છે, કા તો સફળ ગ્રુહિણિ બનો અથવા કાઈ કામ કાજ કરો ,

    ખાલિ દિમાગ શેતાન નુ ઘર, નેગેટિવ વિચારો આવ્યા કરે, નહિ તો ગેર માર્ગે દોરિ જાય ,

    અને , સસરાના ઠરેલ વિચારો સ્પર્શિ ગયા.

 8. Hemang A Desai says:

  ૧૦૦ લિતિઓનિ એક વર્તા પરન્તુ મર્મ કેત્લોબધો

 9. Ramesh Desai USA says:

  I agree with Veenaben’s opinion. Phone and internet has killed the interest among youngsters in this country.Fast junk food Zindabaad!!

 10. Jigna Bhavsar says:

  ” પતિ છે, એને સુધારનાર શિક્ષક નહિ. નિતલનો સ્વભાવ જાણી, સમજીને એણે વર્તવું જોઈએ. એ બોલે છે ત્યારે કેવો રુક્ષ બની જાય છે. પત્નીને આવી રીત સ્પર્શે ?’”

  I think, this line only says all.

 11. hiral says:

  reaaly too gud story savhi vat che life ma lifepartner ae ekbija ne samji ne prem thi jivvu joi ae to j manmel rahe che and sukhi dampatyajivan jivay ceh

 12. Shefali says:

  1st rule of the marriage life, decorate your marriage life by your(couple’s) dreams. Let the couple live their marriage life without interference of third person and let the couple only decide this for their happy marriage life. Parents are always be a well wisher of their son and daughter but in our culture(mostly) their over love became problem of their son’s/daughter’s marriage life. So, parents, pl. let your child grow. Now they are married and support them only when they need you. Please. And watch how your child is happy with your “Sanskar” in their life. Keep faith in your child and don’t scare them to face problem of the life.

 13. shyamchauhan says:

  This is a very nice article. it’s my pleaser to i read this.
  Thank you AVANTIKA for incrase Gujarati knowledge. Have a nice day.

 14. kunal says:

  સામાન્ય વાર્તા છે. અધુરિ પણ લાગે છે. વાર્તા મા ફક્ત મેસેજ ના હોય એક સુન્દર અન્ત પણ હોય્.

 15. binta patel says:

  aa story mane bahuj gami ghanu badhu shikhvi jay 6 aa story. tamari vat shachi 6 prem hoy toj life sari rite jay 6…..prem vagar kaej nathi .

 16. virendra bhatt says:

  આજના ઝડપી આધુનિક જીવનમાં દંપતીએ સાથે મળી ખભ્ભે ખભ્ભો મિલાવી સંસાર ચલાવવો જરુરી છે. આપણા મૂળ સુંદર સંસ્કારો અને અદ્યતન સગવડોનો સમતોલ સુમેળ સાધી આગળનું જીવન સરળ,સ્વસ્થ અને સુખી-પોતાને અને સર્વ કુટુંબીઓ માટે- બનાવવાનું છે. અને આ શક્ય છે; ધીરજ,સ્નેહ અને શાંતીથી…..હા,કહેવું સહેલું છે,કરવું….

 17. The title of the book – Prem thi Parivartan itself says all. In real life -you cannot achieve anything with force . You have to have patience to mould the daughter-in-law who has come from a different family. It takes time and if you lose patience you will be failure. Avantikaben has rightly pointed out -the best solution is wait – watch- have patience and give time for the daughter-in-law to adjust to you all. As usual – Avantikaben has her own style and way of presentation which is liked by all readers.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.