પ્રભાતનું કિરણ – સંકલિત

[1] આવડત – મુનિ દવે

અંગ્રેજીમાં બે શબ્દો છે. Capacity અને Capability – ક્ષમતા અને ક્ષમતાનો ઉપયોગ કરવાની આવડત. Capacity એટલે Physical Space in a Vessel to contain something (liquid, solid or gas). Capability એટલે ability to use capacity પાણીની ટાંકીની નિશ્ચિત Capacity (ક્ષમતા) હોય. અમુક લિટર પાણી જ સમાય. એવું જ અનાજની કોઠીનું કે ગેસ સિલિન્ડરનું. પણ માણસની Capacity કેટલી ? એ કેટલી ઝડપે દોડી શકે ? કેટલા કલાક કામ કરી શકે ? કેટલી ઝડપથી કેટલું શીખી શકે ? આનું કોઈ માપ, કોઈ હદ ખરી ? આપણને ખબર છે કે ગાંધીજી, રામકૃષ્ણદેવ, મિલ્ખાસીંગ, સચીન તેંડુલકર, બટ્રાન્ડ રસેલ, ટાગોર, આઈન્સટાઈન….. આ બધા વ્યક્તિવિશેષોમાં માણસ તરીકેના એ જ તત્વો છે/હતા જે આપણા બધામાં છે. તેમ છતાં આપણે વ્યક્તિ છીએ. એ ‘વ્યક્તિવિશેષ’ છે. આ વિશેષતા Capability – ગુણવત્તાની છે. માણસની ક્ષમતા અગાધ છે. એ ધારે એટલી પોતાની ક્ષમતા વધારી શકે છે. આથી માણસનું માપ સ્થૂળ પદાર્થોની માફક Capacity માં નહીં પણ Capability માં જાણવું પડે. (‘વિચારવલોણું’માંથી સાભાર.)

[2] સમય – અમૃત મોરારજી

ગઈકાલ :
જા દીકરા રમેશ, આપણી સોસાયટીમાં રમણકાકા ઘણાં સમયથી બીમાર છે. બે શબ્દ આશ્વાસનના કહી આવ. થોડી સલાહ પણ આપવી જરૂરી હોય તો આપી આવજે અને પૈસાની જરૂર હોય તો તે પણ પૂછી આવજે. માનવતાની દષ્ટિએ સોસાયટીમાં આમ કરવું જરૂરી છે. સહકારની ભાવના સદા રાખવી.
આજ :
જો વિજય, આ સોસાયટીમાં તો બધાં એક પછી એક બીમાર પડ્યાં જ કરવાનાં. નવીનભાઈને મળવા જવાની બહુ ઉતાવળ ન કર. પહેલાં આજે આપણાં પૈસા બૅન્કમાં ભરી આવ. પછી કાલે કે રવિવારે સમય મળે તો જજે. અને હા, જોજે પૈસા માગે તો આપવાની વાત ન કરતો. અમારે પણ દેવું છે એમ જૂઠું બોલજે.
આવતીકાલ :
તે રાધાકાકી બીમાર છે તો આપણે શા માટે ચિંતા કરવાની ? બીમાર છે. ઉંમર થઈ છે. તો હવે મોત ગમે ત્યારે આવી પડે. હા, મોહન તું જાણતો હશે, એક દિવસ રાધાકાકી દવા માટે તારી પાસે અઢીસો રૂપિયા લઈ ગયેલી. એમના વહુ અને દીકરો જાણે છે. તે પૈસા મરે તે પહેલાં ગમે તેમ કરી કઢાવી લાવજે. એક પૈસોયે ગમે તે સંજોગોમાં કદી છોડવો નહીં.
(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)

[3] દિશા સૂચક પ્રતિકો – ભગવતી પ્રકાશ જોષી

સોય કહે છે : ફાટેલા સંબંધોને સાંધતાં શીખો
બગલો કહે છે : ધ્યાન અને વૃત્તિ સ્થિર રાખો.
કાગડો કહે છે : ગાફેલ ન રહો, ચેતીને ચાલો.
સિંહ કહે છે : સ્વમાનથી ગૌરવભેર ચાલો.
વાઘ કહે છે : છેલ્લી ઘડી સુધી ચૂપ રહો પણ પછી તૂટી પડો.
પથ્થર કહે છે : પૂજાવું હોય તો ટાંકણાંના ઘા સહન કરો.
પતંગ કહે છે : ઊંચે ઊડવું હોય તો પવનના સપાટા સહન કરવા પડશે.
સોનું કહે છે : વિશ્વમાં પંકાવું હોય તો મારી માફક અગ્નિમાંથી પસાર થવું પડશે.
ચંદન કહે છે : ઘા કરનારને પણ શીતળ છાયા આપો.
નદી કહે છે : પવિત્ર-અપવિત્ર દરેક ઉપર સમદષ્ટિ રાખો.
સૂર્ય કહે છે : બસ આપ્યા જ કરો.
ચંદ્ર કહે છે : વહેલા ઊઠો, પ્રભાત નવું જીવન આપે છે.
શિયાળ કહે છે : મહેનત વગરનું ખાઈશ નહીં.
મોતી કહે છે : પાણીદાર બનો, ચમકતા રહો.
મેના કહે છે : મીઠાં પ્રિય વચનો બોલો.
કીડી કહે છે : આવતા દિવસો માટે સંગ્રહ કરો .
મધમાખી કહે છે : બીજા માટે ઘસાઈ, ઊજળા બનો.
ગરુડ કહે છે : ઊંચા આદર્શો અપનાવો.
મહામાનવ કહે છે : પાપ વગરની જિંદગી જીવો. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)

[4] પ્રેરક પ્રસંગ – કનૈયાલાલ રાવલ

રામકૃષ્ણ પરમહંસના શિષ્ય મથુરાબાબુએ એક મંદિર બનાવી એમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી. મૂર્તિને વસ્ત્ર અને આભૂષણોથી સજાવી. એક દિવસ કોઈક ચોર મૂર્તિ પરનાં આભૂષણો ચોરી ગયો. મથુરાબાબુ મંદિરમાં જઈ ઉદાસ થઈને બોલ્યા : ‘હે ભગવંત ! આપના હાથમાં ગદા અને ચક્ર હતાં છતાં ચોર ચોરી કરીને જતો રહ્યો ?’ પાસે ઊભેલા રામકૃષ્ણે એ વાર્તાલાપ સાંભળીને કહ્યું : ‘મથુરાબાબુ ! ભગવાનને તમારી જેમ આભૂષણો અને દાગીનાનો મોહ અને લોભ નથી. એમને કઈ વસ્તુની ખોટ છે કે જેથી તેઓ આખી રાત જાગતા રહે અને તુચ્છ આભૂષણોની રખેવાળી કરે ?’ (‘અખંડ આનંદ’માંથી સાભાર.)

[5] કૉફીનો કપ – અનુ. મૃગેશ શાહ

એકવાર એક બુદ્ધિમાન શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓને કૉફી માટે નિમંત્રણ આપ્યું. આ નિમંત્રણમાં નવાઈની વાત એ હતી કે ટેબલ પર મૂકેલા બધા જ કપ જુદા જુદા રૂપ-રંગના હતા. બધા વિદ્યાર્થીઓએ તે જોયું અને ત્યારબાદ તેમણે કૉફી પીવાનું શરૂ કર્યું. કૉફી પીતાં તેઓ એકબીજાના કપ તરફ જોઈ રહ્યાં. શિક્ષકે આ બધું થોડીવાર ધ્યાનથી નિરીક્ષણ કરતાં વિદ્યાર્થીઓને કહ્યું : ‘શું તમે અત્યારે તમારી વર્તણૂંકથી સભાન છો ? તમે બધા જ એકબીજાના કૉફી-કપ જોઈ રહ્યાં છો. સાથે હું એ પણ નોંધી રહ્યો છું કે તમારામાંના કેટલાંક, કે જેમનો કપ સાવ સાદો સીધો છે તેઓ મોંઘાકપવાળાની ઈર્ષ્યા કરી રહ્યાં છે. શું એવું નથી ?’

વિદ્યાર્થીઓ સંમત થયાં. એમને પોતાની વર્તણૂંક બદલ થોડો સંકોચ પણ થયો.
શિક્ષકે પોતાની વાત આગળ વધારતાં કહ્યું : ‘તમને બધાને નવાઈ લાગી હશે કે આ બધા કપ આટલા જુદા જુદા શા માટે છે ? પણ એ મેં અહીં જાણી જોઈને રાખ્યા હતાં. જરાક ધ્યાનથી વિચારો તો તમને આમાંથી જીવનનો એક અગત્યનો બોધપાઠ શીખવા મળશે. જીવન એ કૉફી સમાન છે જ્યારે કપ એ જીવનમાં આવતી જુદી જુદી પરીસ્થિતિઓનું પ્રતીક છે. તમને બધાને આ કપમાં એક સરખી વસ્તુ આપવામાં આવી છે પણ તેમ છતાં તમે બીજાના કપની ઈર્ષ્યા કરવામાં કૉફીની મજા માણી શકતા નથી. શું આ સાચું નથી ? જ્યારે તમે બીજાના જીવનની જુદી જુદી પરીસ્થિતિઓનું મૂલ્યાંકન કરવા બેસી જાઓ છો ત્યારે હકીકતે તો તમે તમારા જ જીવનનો આનંદ ગુમાવી બેસો છો.’

અંતમાં શિક્ષકે કહ્યું : ‘તો હવે ચાલો, બધા આંખ બંધ કરો અને તમારા કપમાં ભરેલી કૉફીનો સ્વાદ માણો. ખરેખર એ ખૂબ જ ટેસ્ટી છે. જરા ચાખી જુઓ; અને ચાખીને મને કહો કે શું એ ટેસ્ટને કપના રૂપ-રંગ સાથે કંઈ લાગેવળગે છે ? મિત્રો, તમે કોઈ પણ ક્ષણે જીવન આનંદપૂર્વક જીવી શકો છો, પછી ભલે ને તમે ગમે ત્યાં હોવ. તમારી પાસે ગમે તે હોય. માત્ર જીવનનો સ્વાદ માણતા શીખી લો !’ (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓ માટેના મેગેઝીન ‘સુચિતા ટાઈમ્સ’ (અલાહબાદ)માંથી સાભાર અનુવાદિત.)

[6] જીવનનો મહિમા – અજ્ઞાત

પ્લેગની દવા શોધવા પ્લેગના મરણ પામેલા દર્દીને તપાસે કોણ ? એવો દધીચિ કોણ હોય કે પોતાના પ્રાણ હાથે કરીને આપે ? એક અઠ્ઠાવીસ વર્ષનો ડૉક્ટર ઊભો થયો. એણે શાંતિ અને ધીરજથી ડૉક્ટરોને કહ્યું, ‘આપણે આ રોગનાં મૂળ શોધી શકીએ તો હજારો મા-બાપનાં આંસુ લૂછી શકીએ. આ મારું વસિયતનામું. જે કંઈ છે તે સાર્વજનિક દવાખાનાને હું આપી દઉં છું. હું તૈયાર છું.’ – એ દધીચિ જેવા ડૉક્ટરનું નામ હતું ડૉક્ટર હેન્નરી ગાયન. આપણે જે જે વસ્તુ ભોગવીએ છીએ તે તમામની પાછળ કોઈને કોઈનું જીવન અર્પણ થયેલું છે એ ન ભૂલાય, તો જ જીવનનો મહિમા આપણને સમજાય. (‘અખંડ આનંદ’માંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જસ્ટ, એક મિનિટ – રાજુ અંધારિયા
બરફમાં જ્વાળામુખી – મહેશ દવે Next »   

19 પ્રતિભાવો : પ્રભાતનું કિરણ – સંકલિત

 1. hardik says:

  મૃગેશભાઈ,

  ખુબ સરસ સંકલન.

  [2] સમય – ખબર નહી પણ લૉકૉ સમય ને કેમ દૉષી માને છે. પણ લેખકે જે દર્શાવે છે જે તે વાસ્તવિકતા છે.

  [4],[5],[6] – ખુબ સરસ..

  યાદ,
  હાર્દિક

 2. Viren Shah says:

  ખૂબજ સુંદર આલેખન. ખાસ કરીને “કૉફીનો કપ” અતિ સુંદર.
  ક્યારેક એવું છે કે નાનકડી વાત જીવનમાં લોકોને વિચારતા કરી મુકે અને ઘણા મહત્વના નિર્ણયો આવી નાની વાતોમાંથી સ્ફુરે.
  એને કારણે જીવનની દિશા બદલાઈ જાય.
  ચંદ્રગુપ્ત મૌર્ય એકવાર એક ગુપ્ત વેષે ડોશીને ત્યાં ભોજન લેતો હતો. ત્યારે ડોશીએ એવું કહ્યું કે તું ભાત વચ્ચેથી ખાય છે એને બદલે ચારે બાજુ થી ખાતો હોય તો?આપણો રાજા ચંદ્રગુપ્ત પણ તારા જેવી જ ભૂલ કરે છે જેથી હજુ શુધી નંદને જીતી શક્યો નથી. આટલી નાની વાતને અંતે ઈતિહાસ બદલી નાખ્યો.
  વિચારશીલ લોકો માટેની કહેવત “તેજીને ટકોર” અહી સાર્થક થાય છે. આવી સુંદર કથાઓ જીવન બદલી શકે છે.

  જીવનના અંતે તમારો કૉફી નો કપ કદાચ કીમતી ના હોય પણ તમે જીવેલું જીવન સંતોષથી ભરેલું હોય તો કપ સોનાનો હોય કે ચીની માટીનો એમાં શું ફરક પડે?
  અંગ્રેજીમાં એક કહેવત છે કે “મારે મારું સંગીત રેલાવ્યા વગર મરવું નથી”. I don’t want to die with my music within me.
  પણ જો વિચારસરણી એવા પ્રકારે ઘડી હોય કે પરિસ્થિતિને સ્વીકારીને, જરૂર પડે થાય એટલો પ્રયત્ન કરીને પણ સંતોષ વાળું સાત્વિક જીવન જીવ્યા હોવ તો મોત ગમે તે ઘડીએ આવે, સ્વાગત કરવા તૈયાર હશું.

  વાંચન, સમજણ અને અનુભવનો સમન્વય થાય ત્યારે જીવન અચૂક આવી સાત્વિક અને નિરામય મનઃસ્થિતિ તરફ વળે જ.

  વિરેન, ડાલાસ, ટેક્ષાસ.

 3. ખુબ જ સુંદર સંકલન

  ૩ અને ૬ સૌથી સુંદર છે.
  આપણને હંમેશાં બીજાની થાળીનો લાડવો મોટો દેખાય છે, અને આપણી થાળીમાં ભગવાને પીરસેલું ભોજન માણી શકતા નથી.

 4. Chintan says:

  એકદમ સરસ સંકલન.
  જીવનમાં આવતી વિષમ પરિસ્થિતિમાં આંતરિક મનોબળ પુરી પાડતી ઉત્તમ કણિકાઓ.
  આભાર મૃગેશભાઈ.

 5. જય પટેલ says:

  કૉફીના ટેબલ પર સુંદર વિચાર આવ્યો. પોતાનું રીમોટ કંટ્રોલ કોઈને આપવું નહિ.

  આપણા મન-જીવનનું નિયંત્રણ બીજા પાસે ના હોય તે ઈચ્છનીય છે.
  ઈર્ષ્યા આગ સમાન છે જે વ્યક્તિને પોતાને જ ભષ્મ કરી દે છે.

  મનનીય મણકાઓ.
  દિશા સૂચક પ્રતિકો….ઉત્તમ.

 6. hiral says:

  bahuj saras nice vanchvani maja aavi and ketala sundar prerak prasang che reaaly too gud sir

 7. hiral says:

  jivan ma naani nani vat pan ketala sundar bodhpath aapi jay che jem ke coffee na mug khuab j sundar vat che aa reaaly maja aavi samajvani and aane jivan ma utarvu joim ae

 8. Kaushalendra says:

  ખુબ જ સરસ

 9. nirag says:

  ખુબ જ સુન્દર લેખ

 10. nayan panchal says:

  ખૂબ જ સરસ સંકલન. ઘણા આવા પ્રસંગો ખૂબ જ પ્રેરણાદાયક અને વિચારપ્રેરક હોય છે.

  મને એક પ્રશ્ન યાદ આવે છે જે તમને પૂછું છું;

  ઉમેશ પહાડી વિસ્તારમાં રહે છે અને રોજ બસ વડે શહેરમાં આવ-જા કરે છે. એક દિવસ સાંજે ઉમેશ બસમાં પાછો ફર્યો અને તેને દિવસભરના થાકને કારણે ઉંઘ આવી ગઈ. તે પોતાનુ ઉતરવાનુ નિયત સ્થળ ચૂકી ગયો. અચાનક તેની આંખ ખૂલી, તેણે તરત જ બસ થોભાવી અને ઉતરી ગયો. બસ માંડ ૧૦૦મીટર આગળ ગઈ હશે, કે પહાડ પરથી એક મોટો પથ્થર ગબડતો આવ્યો, જોરથી બસ સાથે ટકરાયો અને ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવતા બસ ખાઈમાં જઈ પડી.

  જો ઉમેશને બદલે તમે હો તો આ ઘટનાની જાણ થતા તમે શું વિચારો?

  આભાર,
  નયન

  • Viren Shah says:

   સહુ પ્રથમ વિચાર મને એ આવે કે હાશ, હું બચી ગયો.
   પછી બીજો વિચાર અંદરના મુસાફરોનો આવે કે “અરરે એ લોકો ફસાઈ ગયા”

   • Sweta Patel says:

    વિરેનભાઈ, મને પણ એ જ વિચાર આવે પણ સાથે જો બસ ઉભિ ના રખાવિ હોત તો આગળ ગઈ હોત અને પથ્થર સાથે ના ટકરાઈ હોત, અને ઘણા બધા મુસાફરો બચિ જાત.

    નયનભાઈ, સાચો જવાબ આપવા નુ ના ભુલતા, વધુ રાહ ના જોવડાવશો.

    ખુબ જ સુંદર સંકલન, આભાર મૃગેશભાઈ.

  • જય પટેલ says:

   શ્રી નયનભાઈ

   ઈશ્વર કૃપા.

   ઉમેશ જેવી જ ઘટના મારી સાથે બનેલી. અમારી ૨૦૦૫ની આબુ મુલાકાત વેળાએ આબુના સ્થળોની
   મુલાકાત બાદ બીજા દિવસની સવારે આબુ પર્વત ઉતરવા પહેલાં અનાયાસે મેં ડ્રાઈવરને કહ્યું કે
   ગાડીમાં પાણી…બ્રેક વગેરે ચેક કરી લો….અને ડ્રાઈવરે આશ્વર્ય સાથે જોયું બ્રેકનો વાયર
   ફક્ત ૨-૩ તાંતણા સાથે ટકી રહેલો છે. આગલા દિવસે આવી જ સ્થિતિમાં અમે ગુરૂ શિખર ચડેલા..!!

   ડ્રાઈવરે કહ્યું કે ઈશ્વર કૃપાએ જ આપે કહ્યું અને મેં ચેક કર્યું. ( નેવર એડમીટ લેઝીનેસ !! )
   આબુ પર્વત પરથી ઉતરતા જો બ્રેક અચાનક તુટે
   તો પરિણામ શું હોઈ શકે તે કલ્પના અસહજ નથી.

   ઈશ્વરની કૃપા આપણી સાથે હંમેશા હોય છે પણ આપણી કમજોર સમજ તેને કળી શકતી નથી.

   રામ રાખે તેને કોણ ચાખે..!!
   !

  • nayan panchal says:

   પ્રથમ તો મને પણ એવો જ વિચાર આવે કે, “હાશ! બચી ગયા.”

   પરંતુ શ્વેતાબેને કહ્યુ તેમ એવો વિચાર આવવો જોઇએ કે જો હું બસ ઉભી ન રખાવત તો એટલો ટાઈમ બચી જાત અને આ દુર્ઘટના ન થાત.

   આભાર,
   નયન

 11. Chirag says:

  Excellent article… Here are my two cents for some…

  1 – Each men/women are capable for holding vast capacity of knowledge and skills. Yet it’s up to a person on how well one understands his/her capacity and uses it in positive way. To know your potential is one type of capability – and to work and enhance on that potential to its fullest is capacity.

  2 – સતયુગ – કલિયુગ – ઘોર કલિયુગ

  4 – Excellent event with Ramakrishna Paramhans… Saw this in TV serial (Krishna Kathye). When Shivji comes to see Bal Krishna in dress of Yogi Maharaj – Shree Krishna was sleeping, thus Yashoda maa said come later – Kana is sleeping – Shivji said – all I want to do is see his face – I heard so many things about your son… Yashoda maa said NO but offered some ornaments and gold to Shivji – On that Shivji said, I am yogi maa – I don’t care about gold and your ornaments – if you wish I will give you some – and he fills the plate with diamonds and rubies – and said, these are just stones – I am here to see your son who is much more in value then combined the wealth of these three worlds…

  5 – I remember reading the book and seeing the movie “Forest Gump” in that movie and book there is a very fine line – “Life is like a box of chocolates, you never know what you gonna get!”

 12. Veena Dave. USA says:

  ખુબ સરસ સંકલન્.
  આભાર મૃગેશભાઈ.

 13. Vipul Panchal says:

  Excellent Article.

  Thanks.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.