ચાર પેનોની વાત – અભિમન્યુ આચાર્ય
[ ધોરણ-10માં અભ્યાસ કરતાં પંદર વર્ષીય અભિમન્યુની એક વાર્તા આપણે ‘વાર્તા-ઉત્સવ’ પુસ્તકમાં માણી હતી. તાજેતરમાં ‘ગૂર્જર પ્રકાશન’ દ્વારા એ જ પ્રકારના ‘હાસ્ય-ઉત્સવ’ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવ્યું છે જેમાં માત્ર નવોદિત સર્જકોની બે-બે એમ કુલ 55 કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પુસ્તકનું સંપાદન શ્રી રોહિતભાઈ શાહે કર્યું છે. આ પુસ્તકમાં પણ અભિમન્યુની બે કૃતિઓ સ્થાન પામી છે. આજે માણીએ તેની એક કટાક્ષિકા ‘હાસ્ય-ઉત્સવ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે ‘ગૂર્જર પ્રકાશન’નો ખૂબ ખૂબ આભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે. અભિમન્યુનો (સુરેન્દ્રનગર) આપ આ નંબર પર +91 9428291866 અથવા આ સરનામે acharya_abhimanyu@yahoo.com સંપર્ક કરી શકો છો. – તંત્રી.]
ચાર બહેનપણીઓ હતી.
જો કે ચાર બહેનપણીઓની વાતમાં સામાન્ય રીતે લોકોને રસ પડતો નથી, પણ આ વાત જેવી-તેવી બહેનપણીઓની નથી. ચાર પેનોની વાત છે. અને વાતમાં મજા એટલા માટે આવશે કે આ ચાર પેનો ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલી છે.
કેવી રીતે ?
વાત આમ છે – આ ચારેય પેનો પહેલાં એક રી-ટેલ સ્ટૉરમાં સાથે હતી. ત્યારથી ચારેય વચ્ચે ‘ફ્રેન્ડશિપ’ શરૂ થઈ. પછી વારાફરતી ચારેય પેનો વેચાઈ ગઈ. એક પેન લેખક લઈ ગયો, એક કવિ લઈ ગયો, એક હાસ્યકાર લઈ ગયો તો એક વિવેચક લઈ ગયો. હવે સમજ્યાને, કેવી રીતે આ ચારેય પેનો ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલી છે ? પણ કુદરતની રીત ન્યારી છે. જીવનના અંતિમ દિવસોમાં, એ ચારેય પેનો એક કચરા-ટોપલીમાં ભેગી થઈ ગઈ. ત્યાં એ ચારેય જીવનમાં કેવાં કષ્ટો વેઠ્યાં, કેવી કઠણાઈઓ સહન કરી તેની વાતો કરે છે. આવો, તેમની વાતો જાણીએ, માણીએ :
ચારેય પેનો એકબીજાને ઘણા દિવસે જોઈને રાજીરાજી થઈ જાય છે. ચારેયનો દેખાવ બદલાઈ ગયો છે. પહેલાં જેવી હતી તેવી હવે એકેય નથી રહી. ચારેય વાતોએ ચડે છે….. પેલી ત્રણેય પેનો લેખકની પેનને પૂછે છે : ‘શું અલી, તેં આખી જિંદગી શું કર્યું ? અમને જરા વાત તો કર.’
લેખકની પેન પોતાની વાત શરૂ કરે છે :
‘મને રી-ટેલ સ્ટોરમાંથી ગુજરાતી લેખક લઈ ગયો. બસ, ત્યારથી હું સમજી ગઈ કે મારા જીવનમાં તો દુ:ખ જ છે. મારો માલિક બહુ ખરાબ હતો. તેની વાર્તા કે નવલકથામાં કાંઈ ન હોય, છતાં લખ-લખ કરે…. અને વળી એ નવલકથા છાપામાં હપ્તાવાર પ્રગટ થાય. જેટલા વધુ હપ્તા, તેટલા વધુ પૈસા. માટે એ રબરબેન્ડ ખેંચતો હોય તેમ નવલકથાને ખેંચ્યે રાખે, અને બહુ ખેંચવાથી જેમ રબરબેન્ડ તૂટી જાય, એમ નવલકથા પણ બહુ ખેંચવાથી રસહીન બની જાય. છેલ્લે તો એવી સ્થિતિ આવી જાય કે એ નવલકથા કોઈ વાંચે નહિ.
વાર્તા પણ ખૂબ ભૂંડી લખે. મને મારા પર જ ચીડ ચડે. મને થતું કે મારાથી આવી ભૂંડી વાર્તા ક્યાં લખાઈ ! પણ આવાં તો અનેક કુકર્મો મારા માલિકે મારી પાસે કરાવ્યાં. ગુજરાતી સાહિત્યમાં માંડ એક-બે સારા લેખક હોય, તો એમની પણ મારા માલિકને ઈર્ષ્યા થાય. મને થતું કે મારા માલિકને હું કહી દઉં, આવા સારા લેખકની ઈર્ષ્યા કરવાને બદલે તેમાંથી પ્રેરણા લો. પણ હું કશું કહેતી નહિ. મારા માલિક દિવસની ત્રણ વાર્તાઓ લખતા. મને થતું કે આ કોઈ વાંચતું પણ હશે કે નહિ ! ક્યારેક તો વાર્તા ખૂબ ભંગાર હોય, ત્યારે મારા માલિક સામેથી પૈસા આપીને વાર્તા છપાવતા. આવું કરવા કરતાં તો ન લખવું સારું. પણ મારો માલિક લેખક ખરો ને, સમજે શાનો ? હું ભગવાનને બસ એટલી જ પ્રાર્થના કરું કે આવતા ભવે મને કોઈ સારા લેખકની પેન બનાવે. આવા થર્ડ કલાસ લેખકની પેન બનવા કરતાં તો મરવું સારું.’
લેખકની પેનની વ્યથા સાંભળી બીજી ત્રણેય પેનો ગમગીન થઈ ગઈ. ત્યાં જ હાસ્યલેખકની પેન બોલી ઊઠી : ‘મારા જીવનની વાર્તા પણ ગમગીન જ છે. રી-ટેલ સ્ટોરમાંથી મને એક ગુજરાતી હાસ્યલેખક ઉપાડી ગયો, ત્યારે એ નવોનવો હાસ્યલેખક હતો. માટે તેના શરૂઆતના અમુક લેખો સારા. એ લેખો જ્યારે એ મારાથી લખે, ત્યારે મને સુખ મળતું. પણ જ્યારથી મારા માલિકનું નામ થઈ ગયું, ત્યારથી ઢસરડા શરૂ ! જૂની ચવાઈ ગયેલી જૉક્સ લખે, લેખો લખે. વળી કોઈ ચોપડી પર ઑટોગ્રાફ લેવા આવે, તો વાંકાચૂંકા અક્ષરે સહી કરે. મને મન થઈ જતું કે અત્યારે તો ચોપડીમાં સહી કરો છો, પણ જો સારા લેખો લખ્યા હોત, તો તમારી સહી લોકોનાં હૃદય પર થાત, પણ હું બોલતી નહિ.
મારા માલિકના લેખ મોટા ભાગે પત્ની પર જ રહેતા. પહેલાં-પહેલાં તો લેખો ચાલ્યા, પણ પછી બધાય એવું લખવા લાગ્યા એટલે મારા માલિકનો કોઈ ભાવ પૂછવા આવતું નહિ. છેલ્લે તો હદ થઈ ગઈ. મારા માલિકે પોતાના પગ પર કુહાડી મારી. જે વધેલી-ઘટેલી આબરૂ હતી, તે પણ ન રહી. જ્યારે મારા માલિકના લેખો ચાલ્યા નહિ, ત્યારે એણે અશ્લીલ હાસ્યલેખો લખવા લાગ્યા. અમુક સામાયિકોમાં આ લેખો છપાતા, પણ મને થતું કે કોણ વાંચતું હશે આવું વલ્ગર ! ભગવાનને મારી એક જ પ્રાર્થના છે કે મારો ઉપયોગ હાસ્યલેખક નવો હોય ત્યાં સુધી જ કરે. આ ભવ તો ગયો પાણીમાં !’ હાસ્યલેખકની પેનની વાત સાંભળી બીજી ત્રણેય પેનોને બહુ દુ:ખ થયું.
કવિની પેનથી રહેવાયું નહિ. એ પણ બોલી ઊઠી :
‘મારી હાલત તો તમારાં બંનેથી કફોડી થઈ છે. મારું આખું જીવન વ્યર્થ ગયું છે. કવિની પેન બનવું ખરેખર અઘરું કામ છે. રી-ટેલ સ્ટૉરમાંથી મને એક ગુજરાતી કવિ લઈ ગયો. મને હતું કે કવિઓ સારા હોય છે. લોકો કવિઓને વાંચે છે. પણ ત્યારે મને ક્યાં ખબર હતી કે મારો માલિક તો ગઝલકાર છે ! આજકાલ તો ગઝલ વાંચવાવાળા કરતાં ગઝલ લખવાવાળા વધી ગયા છે. મારો માલિક આખો દિવસ ગઝલ લખ-લખ જ કરે. હરામ જો એક શે’ર પણ સારો હોય તો ! અરે, એકથી એક ભંગાર શે’ર લખે અને એમાં પણ ક્યારેક વળી ઘરે કોઈ મહેમાન આવે તો મહેમાનને ગઝલ સંભળાવે ! દરેક શે’રના અંતે મહેમાન પરસેવો લૂછતાં-લૂછતાં બોલે, ‘વાહ વાહ !’ મારો માલિક મહેમાનોને ગઝલ કેમ સંભળાવતો, તેનું લૉજિક હું પાછળથી સમજી. મહેમાન જલદી ભાગી જાય એ માટેની આ એની તરકીબ હતી !
મને ઘણી વાર મારા માલિકને કહેવાનું મન થતું કે કાવ્યના ઘણા પ્રકાર છે – સૉનેટ, ગીત, અછાંદસ, મુક્તક વગેરે. છતાં ગઝલને શું કામ ચાટે છે ? હદ તો ત્યારે થતી, જ્યારે મારો માલિક કોઈ નવોદિત કવિની ગઝલ પોતાના નામે છપાવી મારતો ! આવાં કુકર્મો એ કર્ય જ રાખતો. ખરેખર, હું મારા દુશ્મન માટે પણ એવું ન ઈચ્છું કે એ ગુજરાતી ગઝલકારની પેન બને !’ કવિની પેનની વાત સાંભળી લેખક તથા હાસ્યકારની પેનો તો રડવા લાગી. વિવેચકની પેન ન રડી. કારણ કે કદાચ વિવેચકની પેને સૌથી વધુ દુ:ખ સહન કર્યાં હશે…..
વિવેચકની પેને પોતાની વાત શરૂ કરી…..
‘રી-ટેલ સ્ટોરમાંથી મને એક ગુજરાતી વિવેચક ઊઠાવી ગયો. વિવેચક વિશે મને ઝાઝી ખબર નહિ. પણ ધીમે ધીમે મને ખબર પડવા માંડી કે મારું કામ ખૂબ જ અઘરું છે. મારો માલિક ખૂબ ગરમ મિજાજનો. કોઈ કવિ કે લેખકની નબળી કૃતિ વાંચે એટલે એનો ક્રોધ ભભૂકી ઊઠે. એ લખવા બેસે, અને ટીકા કરવાની હોય ત્યારે એ મારા પર એટલું બધું જોર દે કે કાગળ પણ ફાટી જાય ! એક વખત તો કોઈ કવિની છંદહીન ગઝલ વાંચીને એ લખવા બેઠો. ત્યારે ખૂબ ટીકા કરતી વખતે મારા પર એટલું બધું જોર દીધું કે મારી અણી તૂટતાં-તૂટતાં રહી ગઈ. મારા માલિકની ટીકાઓ વાંચી ઘણાખરા નવોદિત કવિ-લેખકો લખવાનું છોડી દેતા. મારો માલિક, સાલો હરામખોર…… ઓહ, સોરી ! કદાચ મારા માલિક સાથે રહી-રહીને મારી ભાષા પણ તેના જેવી જ થઈ ગઈ છે. મારો માલિક કદી કોઈ લેખક કે કવિની સારી કૃતિને બિરદાવતો નહિ, પણ ખરાબ કૃતિની ટીકા જરૂર કરતો ! મારા માલિકને વિવેચક નહિ, આલોચક કહેવો જોઈએ. તમારી વાતો સાંભળીને મને થયું કે વિવેચકની પેન થવા કરતાં લેખક, હાસ્યકાર કે કવિની પેન થવું લાખ ગણું સારું છે !’
[કુલ પાન : 216. કિંમત રૂ. 150. પ્રાપ્તિસ્થાન : પ્રાપ્તિસ્થાન : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-1 ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]
Print This Article
·
Save this article As PDF
The moral of the story is ” Grass is always green on the other side. ”
Nice story..
નિર્જીવ વસ્તુઓનું સજીવ પાત્રાલેખન હ્રદયને સ્પર્શી ગયું
સરસ.
Didn’t do justification with the author (owner of the pen). The author (article writer) forgot to mention about what type of stories these writers were writing! We saw and rad what Pens had to say but what about the other side of their world? What about the author/writer? Granted that author (article writer) did mentioned about bed writing and using bad words – but how come they didn’t mentioned what were the Good subjects / Article / Stories etc??? One men’s terrorist is other men’s Freedom Fighter!
Thank you,
હથોટી સારી છે.
ઉંમર અને રુચિભંગની મર્યાદાનો સંકોચ જણાય છે.
સંકલન કરી શકે છે.
જામશે.
અભિનંદન.
સારો લેખ છે અભિમન્યુ, લખતો રહેજે.
વિવેચક અને બબૂચક નજીકના શબ્દો લાગે છે.
આભાર,
નયન
સરસ લેખ બદલ ધન્યવાદ સારા લેખો ક્યારેક વાચવા મળ’
ભઈ અભિ મન્યુ
તમે પણ્ તો લેખક છો
વાહ ચાર પેનોની વાત વાંચી ને આપણે પણ ચેતવા જેવું તો ખરુંજ, પછી લેખક,કવિ કેપ્રતિભાવ આપવા વળા હોઇ એ.
ભાઇ અભિમન્યુ ખરેખર મજો પડી.
આભાર.
વ્રજ દવે
એવુય નથી કે વતન માટે મને પ્રિત નથી
હુ એય જાણૂ છુ કે અમેરીકા રહેવામા મારુ હીત નથી
ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખુ તમને
શુ લખુ ? અહીયા સ્ંસ્કાર કે સ્ંસ્ક્રુતિ સ્ંકલિત નથી.
મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,
હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવામા કાઇ જીત નથી.
અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એઠા કરવાના
અહીંયા નરસિંહ મીરા ના પ્રભાતિયા કે ભજન સ્ંગિત નથી.
સ્ંતાનો ના ઉછેરીકરણ નોય અહીંયા હોય છે હિસાબ કિતાબ
અહીયા ભરતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી
બદલાતી ફેશનના નખરા અહીંયા હોય છે નિત્ય નવા
સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટ્લુ આંતરીક સૌદર્ય ચકચકીત નથી.
પ્રેમ , વિસ્વાસ અને અનુકુલીન આઘરીત સ્ંબઘો નથી
ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહીંયા વ્યવસ્થિત નથી
દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયા મા હે પ્રભુ
મનને મારીને જીવ્યાકરવુ એ સારી રીત નથી
__._,_.__ મગરનાં આંસુ-
જે દેશનો રોટલો ખાવો છે-તેને ગાળો ભાંડવી ઠીક નથી.
વતનને તરછોડી આવ્યા છો જાતે, હવે રોદડાં રડવા ઠીક નથી.
લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ ગુજરાતમાં જોયા પછી,
અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.
સરસ્વતી મંદીરોમા, જયાં વિદ્યાર્થીનીઓ સેઇફ નથી,
ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં ફૂંકવા ઠીક નથી.
બોલિવુડના બિભત્સ ન્રુત્યોને રોજ ટીવી પર જોયા પછી,
મનમાં ગમતી-અમેરિકાની ફેશન વખોડવી ઠીક નથી.
જયાં ઘરડાંઘર નીત નવા બંધાતા હોય ત્યાં,
ભારતિય માબાપોની સેવા કરતાં શ્રવણોની વાતો ઠીક નથી.
મહારાજો ,બાબાઓ,લાલુઓ, ઠાકરેઓ-અને “ભાઇ”ઓ નો.
દેશ છોડી આવ્યા પછી ,હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.
જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.
પાછા પહોંચી જાવ, કોઇ રોકે નહી, મગરના આ આંસુ ઠીક નથી.
Best regards…….
Well Wisher.
ચાર પેનોની વાત .ખૂબ જ સરસ છે
આભાર.
બધી પેન ની વાત થય પણ તમારી પેનનો શો અભિપાય છે