હું, પપ્પુ અને વડાપાઉં – કીર્તિ પરીખ

[ રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે કીર્તિબેનનો (દુબઈ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે kirtidasp@rediffmail.com અથવા આ નંબર પર +971 50 1364530 સંપર્ક કરી શકો છો. ]

આપણાં દેશમાં લાખો લોકો રોજ પોતાના રોજગાર માટે ટ્રેનમાં મુસાફરી કરે છે. જીવનનો ખૂબ મોટો સમય તેઓ ટ્રેનમાં જ પસાર કરતાં હોય છે. તેથી જ ટ્રેન સાથે અલગ લગાવ ઉત્પન્ન થઈ જાય છે. કોમળ લાગણીનો તાર પણ બંધાઈ જાય છે. પરિણામ સ્વરૂપ, ટ્રેનમાં જતો એ દરેક મુસાફર ભારતીય રેલ્વેનો ઉપકાર ન માને તો એ ટ્રેનનો સાચો સાથીદાર નથી.

ટ્રેનની અંદર પ્રવેશતાં જ મારી નજર મારી રોજની સીટ ઉપર પડી. ખાલી પડેલી સીટને જોઈને મને જરા હાશકારો થયો. મારી ઍટેચી સામાન મુકવાની જગ્યાએ સરકાવી હું સીટ ઉપર ગોઠવાયો. વહેલી સવારનાં ૪:૧૫ થયાં હતાં. ટ્રેનને સુરતથી મુંબઈ તરફ જવાને હજુ વાર હતી. ૩૫ થી ૪૦ મિનિટની વાર હતી. મેં આજુબાજુ જોયું. રોજ સાથે સફર કરતાં મિત્રો હજુ સુધી આવ્યાં ન હતાં. આજે હું જ વહેલો આવી ગયો હતો. માથા પર હાથ દબાવી ચશ્માંને ખિસ્સામાં મૂક્યાં અને આંખો બંધ કરી, થોડો ઊંડો શ્વાસ લીધો. શરીરમાં થાક વર્તાતો હતો. થોડી કળતર પણ લાગતી હતી. વહેલી સવારે પણ મન બિલકુલ પ્રફુલ્લિત ન હતું. આખી રાત્રીનો ઉજાગરો હોવાને લીધે મન બેચેન હતું. શરીર ખાસ સાથ આપવા રાજી નહોતું. મારા મિત્ર મેહુલના પિતાનું અવસાન થયું હતું . રાત્રે હું હોસ્પિટલમાં જ હતો પરંતુ સ્મશાન સુધી જવું પડેલું. તેથી આખી રાત એમાં જ પસાર થઈ હતી. સવારની ૫:૪૦ની મારી ટ્રેન હતી. પરંતુ હું વહેલો આવી ગયો હતો. જાણે બધાથી ભાગતો, બધાથી છૂટવા, મારા રૂટિનમાં જોડાવા… અને એટલે જ મેહુલના ઘેરથી સીધો જ રેલ્વે-સ્ટેશન પર આવી ગયો હતો. નાસ્તાનો ડબ્બો પણ સાથે લઈ શકાય એવું હતું નહીં. રોજ આ જ ટ્રેનમાં સુરતથી મુંબઈ જવાનું અને એ જ સાંજે મુંબઈથી આ જ ટ્રેનમાં સુરત પાછા ફરવાનું. રોજનો એ જ કોલાહલ, એ જ ભાગદોડ, બધું જ તન-મન સાથે વણાઈ ગયું હતું.

અચાનક ખખડાટ થતાં મેં આંખો ખોલી. લોકો હવે પ્રવેશવા લાગ્યાં હતાં. બધાની સાથે તો ઓળખાણ નહોતી પણ છતાં લગભગ બધા જ જાણીતા ચહેરાઓ હતાં. રોજનાં આ જ બધા સાથીઓ. સાડાચાર કલાકની સફરનો મારો નાનકડો પરિવાર – ટ્રેનના ડબ્બાઓમાં જ જન્મેલો અને આથમેલો…. ટ્રેનને ઉપડવાનો સમય જેમ જેમ નજીક આવવા લાગ્યો તેમ તેમ સાથીઓનું આગમન થવા લાગ્યું. કોઈ બગાસા ખાતાં તો કોઈ વળી ચ્હાની ચુસ્કી ભરતાં તો કોઈ કૉલરને ઠીક કરતાં તો કોઈ વળી બાથરૂમ પાસેથી પસાર થતાં નાકે રૂમાલ અડાડી પ્રવેશતાં દેખાયાં. હું બધાની સામે નજર કરીને ફરી આંખો બંધ કરી લેતો હતો.વહેલી સવારની ઊંઘ માણવા પ્રયત્ન કરી રહ્યો હતો. બરાબર ૫:૩૦ થતાં ગાર્ડની સીટી સંભળાઈ. હલકા ઝાટકા સાથે ટ્રેનના પદચાપની શરૂઆત થઈ. ધીમે ધીમે ટ્રેનની ઝડપ વધી. લોકોની ચહલપહલ લગભગ બંધ થઈ ગઈ હતી. બધાં પોતપોતાની સીટ ઉપર વ્યવસ્થિત ગોઠવાઈ ગયાં હતાં.

રોજની જેમ એ જ નિરસ શરૂઆત ! કોઈ છાપામાં મોઢું નાખી વાળ ખંજવાળતું હતું. કેટલાકે પત્તા રમવાની શરૂઆત કરી દીધી હતી. કોઈ કાનમાં ‘આઈ.પૉડ’ , ‘એમ.પી.3’ લગાવીને બેસૂરી ચપટીઓ વગાડતું હતું. કોઈ બાજુવાળાના ખભા પર માથું ઢાળીને આરામથી ઊંઘી રહ્યું હતું. દૂર ખૂણામાં ફેકેલાં ચ્હાનાં પ્લાસ્ટિકના પ્યાલાઓ ઉપર માખીઓ પણ પોતાનું કામ કરી રહી હતી. અચાનક કંઈક મારા પગ પાસે અથડાઈને પડ્યું. મેં નજર કરી તો ટીસ્યુપેપર ગૂંચળું વળી ગયેલું પડ્યું હતું. એ જોઈને મેં ઉપર નજર કરી. લિપસ્ટીકથી સુશોભિત કોઈ બહેને નાક છીંકી ટીસ્યું મારા પગ પાસે ફેંકેલું. મારી સામે નજર મળતાં જ તેઓ સૉરી બોલી ઊઠ્યાં. મારે એમને કંઈક જવાબ આપવાનો રહેતો ન હતો. એમની ‘સૉરી’ની સભ્યતામાં આપણો જવાબ હતો.

ટ્રેને હવે બરાબર રફતાર પકડી હતી. સુરત સ્ટેશન છોડ્યાને ખાસ્સો સમય પસાર થઈ ગયો હતો. વાપી સ્ટેશન આવતાં ટ્રેને જરા વિસામો લીધો. મેં ચ્હા પીધી. થોડું સારું લાગ્યું. મિત્રો હજી પણ પત્તા રમવામાં મશગૂલ હતાં. નાની-મોટી મજાક કરતાં હસી રહ્યાં હતાં. કોઈ વળી જરા નમીને મારી સામે મલકાઈ લેતું હતું. હું પણ કંઈ સમજાય તે પહેલાં જરા મંદ ફિક્કું સ્મિત આપી મોં ફેરવી લેતો હતો. ટ્રેઈન એની એ જ રફતારમાં ચિરપરિચીત રસ્તાને અલવિદા કહેતી દોડી રહી હતી. વલસાડના સ્ટેશન પર ટ્રેન થોડું રોકાઈ. કંઈ કેટલાયે લોકોની અહીં ફેરબદલી થઈ. સીંગચણા, આઈસ્ક્રીમ, ચા, જામફળનાં અવાજો વાતાવરણમાં એક સામટા ગૂંજી ઊઠયાં. કંઈ કેટલીયે વાર પૈસાની લેવડદેવડમાં સિક્કાઓ નીચે પડયાં અને રણકાર કરી ફરી ખામોશ થયાં.

મારી નજર દરવાજામાં હતી. પેટમાં ભૂખ લાગી હતી. ગઈકાલ રાતથી કશું જ ખાધું નહોતું. મેહુલના પપ્પાનાં અવસાનને કારણે જમવાનો બિલકુલ સમય નહોતો મળ્યો. મન પણ થાય એવી સ્થિતિ નહોતી. એટલે જ વડાપાઉંની રાહમાં હું અત્યારે દરવાજ તરફ મીટ માંડીને બેઠો હતો. હું પપ્પુની રાહ જોઈ રહ્યો હતો. પપ્પુ રોજ વલસાડથી વડાપાઉં લઈને ટ્રેનમાં ચઢતો અને મુંબઈ સુધી વ્યાપાર કરતો. હું ક્યારેક જ તેના વડાપાઉં ખરીદતો કારણકે હું રોજ મારી સાથે લંચબોકસ લઈને જ આવતો હતો. પરંતુ પપ્પુનો સ્વભાવ મને બહુ જ ગમતો. વડાપાઉં વેચવાની એની રીત નિરાળી હતી. વડાપાઉં અને પૈસાની લેવડ-દેવડ વચ્ચે એ ગ્રાહક સાથે આત્મીયતા કેળવી લેતો. ક્યારેક ગીતો પણ સંભળાવતો. એકવાર ફિલ્મોની વાતો શરૂ કરે તો એને અટકાવવો મુશ્કેલ હતો.

ટ્રેન તો ક્યારની શરૂ થઈ ચૂકી હતી. પરંતુ પપ્પુ નહોતો દેખાતો. એ હમણાં આવશે એમ માની મારી નજર ડબ્બા તરફથી આવતાં લોકો પર જ અટકેલી હતી. પરંતુ પપ્પુ ખરેખર ન આવ્યો. બધાં ફરી એ જ પત્તા રમવામાં કે છાપા વાંચવામાં ખોવાઈ ગયાં પરંતુ મને કેમેય કરીને આજે ચેન પડતું નહોતું. નીચું જોઈ હું પહેરેલા ચંપલ સાથે પગને હલાવવા લાગ્યો. એકાદ ભેલ-પકોડાવાળાનો અવાજ મારા કાને પડ્યો, મેં પપ્પુ સમજી નજર ઊંચી કરી, પરંતુ એ પપ્પુ નહોતો. મેં ચોતરફ ડબ્બામાં નજર કરી. રોજ પપ્પુ સાથે મજાક-મશ્કરી કરતાં લોકો ક્યારેક પપ્પુ પાસે પોતાનો મૂડ બદલાવવા ગીતો ગવડાવતાં હતાં – આજે એ લોકો પપ્પુની વાતો તો શું, એને યાદ પણ નહોતાં કરી રહ્યાં. એ બધાં એમનામાં જ મશગૂલ હતાં. મને આશ્ચ્રર્ય થયું કે આ લોકો આટલાં બધાં સહજ કેવી રીતે રહી શકે છે ? શું આ લોકો માત્ર સમય પસાર કરવા જ બીજાનો ઉપયોગ કરતાં હશે ? અને પછી ભૂલી જતા હશે ? અરેરે….શું માણસનું મન આટલું હીન થઈ ગયું હશે ? કે પછી હું વધુ પડતો લાગણીશીલ થઈ ગયો છું ?

ટ્રેન બોરીવલી સ્ટેશને ધીમી પડી. કોઈએ મારા ખભા ઉપર હાથ મૂક્યો. મેં એમની સામે નજર કરી. આ મૂક સંકેતે એમણે મને સ્ટેશન આવ્યાનો સંદેશ આપ્યો. હું ઊભો થયો અને મારી ઑફિસ તરફ રવાનાં થયો. આખો દિવસ ઑફિસમાં મારું મન ન લાગ્યું. મને બેચેની જ રહ્યા કરી. ઊચાટ સાથે મેં આખો દિવસ પસાર કર્યો.

સાંજે ફરી રેલ્વે સ્ટેશને આવ્યો. મારી રોજની સીટ પર ગોઠવાઈ ગયો. રોજના મારા સહયાત્રીકો એક પછી એક આવવા માંડ્યા અને પોતાની જગ્યા પર ગોઠવાતાં ગયાં. ધીમે ધીમે અંધારૂ થવા લાગ્યું હતું. ઍટેચીને ખોળામાં રાખી, એનાં ઉપર માથું અઢેલીને હું બેસી રહ્યો. ટ્રેન ધીમે ધીમે પોતાના ઘર ભણી જઈ રહી હતી. ઠંડો પવન મને વારંવાર જગાડી રહ્યો હતો. છત ઉપરની નાનકડી ઝીણી લાઈટો વચ્ચે મને ઉદાસીનતા અને ગમગીની જેવું વાતાવરણ ભાસતું હતું. પરંતુ મને એ બધું ગમતું હતું. મારી અંદરની બેચેની સાથે ક્યાંક એનો મેળ બેસી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. હું લાઈટો સામે જોઈને ખંધુ હસી પડ્યો.

ત્યાં જ મને આવાજ સંભળાયો : ‘વડાપાઉં …ફ્રેશ વડાપાઉં… ચટણી સાથે વડાપાઉં….’ હું એ અવાજની દિશાભણી સફાળો ઊભો થયો. દૂર બેઠેલા લોકોની વચ્ચેથી મેં મારી નજરને ધારદાર બનાવી આરપાર દોડાવી. જોયું તો ત્યાં પપ્પુ હતો ! મને ઊભો થયેલો જોઈ પપ્પુએ હાથ ઊંચો કરી પોતાની હાજરીનો અણસાર આપી નાનકડું સ્મિત ફરકાવ્યું. જાણે મને મનોમન કહેતો હોય કે હમણાં જ ત્યાં આવું છું. હું પણ હાથ હલાવીને બેસી ગયો. મારો હાશકારો મને મારા કાનમાં સંભળાયો. હું જોઈ રહ્યો હતો કે પપ્પુ પોતાનાં એ જ ચિરપરિચિત અંદાજથી અને આત્મીયતાથી બધાને વડાપાઉં વહેંચી રહ્યો હતો.

ગઈકાલ રાતથી મારાં પેટમાં કશું જ પડેલું નહોતું. ભૂખ હવે બળવો પોકારી રહી હતી. પપ્પુ મારી પાસે આવ્યો. મેં બે ડિશ વડાપાઉં ખરીદ્યા. ત્યાં તો એ બોલ્યો :
‘કેમ સાહેબ, બહુ જ થાકેલા લાગો છો ? રાતથી કંઈ ખાધું નથી કે શું ? તબિયત તો સારી છે ને ?’
મેં ડિશ પકડતાં કહ્યું : ‘ના…ના….એવું કંઈ જ નથી.’
ખિસ્સામાંથી ૫૦ રૂપિયાની નોટ કાઢતાં મેં એને પૂછ્યું : ‘સવારે કેમ દેખાયો નહોતો ?’
પપ્પુ એકદમ હસી પડ્યો અને બોલ્યો :
‘સાહેબ એમાં એવું છે ને કે…… કોઈએ મને કહ્યું કે ૬:૧૫ની ટ્રેનમાં ધંધો સારો છે, તે હું જરા ચાન્સ લેવા ગયેલો ! ધંધો તો જો કે આ ટ્રેઈન કરતાં ઘણો સારો થયો….પરંતુ એવું છે ને કે એ ટ્રેન આપણી ન લાગે. આ ટ્રેનમાં મારું બચપણ ગયું છે. નાનપણથી અહીં જ ધંધો કર્યો છે. એટલે અહીં મને મારો પરિવાર હોય એવું લાગે. બધા મને અહીં ઓળખે છે. એટલે ત્યાં મન ન માન્યું. તમારા જેવા આ બધા લોકો જોડે મન મળી ગયું છે. ખરુંને ?’

બાકીના પૈસા મારા હાથમાં આપી એ આગળ વધ્યો.
મેં પપ્પુના વડાપાઉં ખાધા. હવે મને પેટમાં સારું લાગ્યું. મારું મન એકદમ હળવું થઈ ગયું. સવારે જે બેચેની વળગાડની જેમ વીંટળાઈ હતી તે ઓગળી ગઈ. શરીરમાં નવી શક્તિનો સંચાર થયો હોય એવું લાગ્યું. તો પછી સવારે એવું શા માટે લાગતું હતું ? ઊજાગરાને લીધે કે પછી હું ખૂબ થાકી ગયો હતો એથી ? કે પછી પપ્પુને રોજ જોતો હતો પરંતુ આજે સવારથી એ ગાયબ થયેલો એટલે ? શું પપ્પુ સાથે મારે ખરેખર લગાવ હતો ? પપ્પુને બીજી ટ્રેનમાં ન ગમ્યું અને મને અહીં પપ્પુ વિના ચેન ન પડ્યું ! શું સંબંધ છે આ બંને ઘટનાઓ વચ્ચે ?

હું કંઈ પણ વિચારું ત્યાં જ ટ્રેન અચાનક અટકી. કોઈએ પપ્પુને બૂમ મારી જે મને સંભળાઈ. પત્તાં રમતી એ ટોળીમાંથી કોઈનો અવાજ હતો.
‘એલા પપ્પુ ! યાર…. સવારે ક્યાં હતો ? સવારે તું બિલકુલ દેખાયો નહીં ?’
મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. શું સવારની મારી એ બેચેની મેહુલનાં પપ્પનાં અવસાનને લીધે હતી કે પછી સવારે આ લોકોની બેપરવાહીથી મને દુઃખ થયું હતું ? હું ક્યાં અટકેલો હતો એ વિચારું ત્યાં જ ટ્રેને રફતાર પકડી. મેં ફિક્કું હસીને આંખો બંધ કરી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બરફમાં જ્વાળામુખી – મહેશ દવે
ચાર પેનોની વાત – અભિમન્યુ આચાર્ય Next »   

30 પ્રતિભાવો : હું, પપ્પુ અને વડાપાઉં – કીર્તિ પરીખ

 1. ranjan pandya says:

  પંદર વરસ ભરુચથી સુરત સવારે ૪.૩૦ ની લોકલ્ પકડી કરેલું અપ-ડાઉન, ટ્રેનમાં મુસાફરીમાં વેઠેલી ગીરદીની મુશ્કેલી,બેસવાની જ્ગ્યા મળે તો ઠીક છે નહિ તો છાપું પાથરી બે ડ્બ્બાની વચ્ચે અડધી ઊંઘમાં ઝોકાં ખાતાં ખાતાં ક્યારે તાપીનો પુલ ખખડે …. અને …હુરત ક્યારે આવ્યું…મારી તો ઊંધનો નશો ઉતરી જતો…બધું જ યાદ આવી ગયું …સાથે સાથે મીત્રો સાથે માણેલી મઝા કેમ ભુલાય?…

 2. ખરેખર ગમ્યુ. આમ પણ કીર્તિબેનની કલમનો ચમકારો ઘણા વખત પહેલા જ જોઈ લીધો હતો. માનવમનના ભાવોનુ સુઁદર નિરુપણ! ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ.

 3. Vipul Panchal says:

  Nice story.

 4. Ronak Shah says:

  એકદમ મસ્ત maja padi gayi ……. one of the best story which is very near to reality of Commuters. Very emotional…

  but some calculation lacks are there…
  U reached railway station at 4:30 AM and still 30-35 minutes to go to start the train.

  વહેલી સવારનાં ૪:૧૫ થયાં હતાં. ટ્રેનને સુરતથી મુંબઈ તરફ જવાને હજુ વાર હતી. ૩૫ થી ૪૦ મિનિટની વાર હતી.
  બરાબર ૫:૩૦ થતાં ગાર્ડની સીટી સંભળાઈ

  ૪:૧૫ + ૪૦ મિનિટ = ૫:૩૦ ????

  • Chirag says:

   Ronak,

   This was not a math problem that we have to worry about the numbers and time. This is more of an emotional story – story of a common men and his daily common life…. Day/Date/Time is totally irrelevant to the story.

   Thank you,
   Chirag

 5. પ્રથમતો ડો.વીજળીવાળા નો આભાર .
  તમારા દિશા નિર્દેશથી આગળ વધી શકાયુ છે.
  તમારા પ્રતિભાવોનું મારા માટે કેટલું મૂલ્ય છે ,તે તમે જાણો છો.
  ખૂબખૂબ આભાર મારો પોતાનો બ્લોગ શરૂ કરેલ છે ,પરંતૂ રીડગુજરાતી મારી પ્રથમ પસંદગી છે.
  રોનકભાઈ આપે ભૂલ બતાડી કાન પકડ છું. નાની ભૂલો ક્યારેક રહી જાય , માફ કરશો. સચેત કરનારાં વાચક ,પ્રસંશાને પાત્ર છે.,કારણકે તેઓ હવે પછી ન થનારી ભૂલો માટે અંગુલી નિર્દેશ કરતાં જાય છે
  ખૂબ ગમ્યું.
  આભાર
  કીર્તિદા

  • tejas says:

   કિર્તિદા બહેન
   આપનો લેખ વાચિ ને સર્વ પ્રથમ જે અનુભુતિ થઈ એ સમસન્વેદન ની હતી, યાદ આવી ગયુ કે જોત્જોતા મા ૨૨ વરસ વિતિ ગયા અને હજિ પણ અપ ડઊન ચાલે છે ખબર નથી એનો ક્યારે પાર આવશે . જોકે એક વાત જોદે સહમત છુ કે એક પ્રકાર ની અવ્યક્ત લાગણી થી બન્ધાઈ ગયા હોવાનુ ચોક્કસ લાગે આટ આટ્લ વખત થી અપ્દાઊન કરિયે છીએ.
   પણ વારતા મા એક હકિકત દોષ લાગેછે વપિ સ્ટેશન વલ્સાદ પહેલા નૈ આવે.
   આ દોષ કાઢવા નથિ કહેતો પણ વધુ સારિ વાર્ત અમ્ને ભાવકો ને મળે એટ્લા માટે.

  • apurva says:

   ખુબ સરસ

 6. gopal parekh says:

  લાગણીની ભીનાશ ભીઁજવી ગઇ, પપ્પુ યાદ રહી જશે

 7. Ajit Desai says:

  Dear Kirtidaben,

  Nice and very touching story. It felt like a real story.
  Many a times people don’t realize how they touch others life.
  FYI I’m sure you know that going to Mumbai from Surat, Valsad comes first and then comes VAPI.

 8. nilam doshi says:

  ભાવ અને વર્ણન બંને ગમ્યા..કીર્તિદાબહેન..આભિનંદન..
  પરંતુ છેલ્લો પ્રેરેગ્રાફ બિનજરૂરી લાગ્યો. આખી મુઠ્ઠી ખોલી નાખવાની જરૂર નહોતી. તો વધારે કલાત્મક કૃતિ બની શકત..એવું લાગે છે.

  એની વે..અભિનંદન..

 9. Veena Dave. USA says:

  સરસ .અજાણ લાગણીથી મન બેચેન થાય એ ખરેખર કોઇ વખત ખબર નથી પડતી.
  આભાર.

 10. Ramesh Desai USA says:

  ખૂબ સરસ. વઙાપૌઉ ખાવાનુ મન થઈ ગયુ. આભાર

 11. Chirag says:

  વાહ – મજા આવિ ગઇ…. ખુબ સામાન્ય વાત – પણ અત્યંત અસામાન્ય અનુભવ….
  માનો તો હર કોઇ અપના, ના માનો તો જગ બેગાના… ભિડ મા પણ એકલતા અનુભવાય એ આના પર થિ જાણવા મળે છે….

 12. નટવર says:

  સરસ રચના…!!
  पप्पु कान्ट डान्स साला… યાદ આવી ગયું!
  એવા તો ઘણા જ પપ્પુઓ ઘણાની મુસાફરોની સવાર સુધારે છે.

  અહિં આપણી બેચેનીનું કારણ પણ જાણવા મળ્યું. .

  આપણે શા માટે બેચેન રહીએ છીએ? આપણી બેચેનીનું મુળ શોધવાની મથામણમાં ક્યારેક જિંદગી પુરી થઈ જાય છે.

 13. Prutha says:

  સુન્દર રચના….

 14. nayan panchal says:

  સારી વાર્તા છે.

  આભાર,
  નયન

 15. સામાન્ય લાગતો પ્રસન્ગ પણ લેખકને હચમચાવી ગયો એજ તો હૃદયના સબંધોની વાતછે. સતત લખતા રહો એજ આભ્યર્થના.
  “સાજ” મેવાડા

 16. Mrugesh Modi says:

  It’s a very nice and heart touching story. A emotional story…
  Thanks…

 17. જય પટેલ says:

  પપ્પુ વડાપાઉં વાર્તામાં મેહુલના પિતાના અવસાન અને સ્મશાનમાં અગ્નિ સંસ્કારથી નાયકના
  અવ્યકત મન પર ખાલિપાનો ભાર રહે છે જે પપ્પુની ગેરહાજરીથી બેવડાય છે.

  પરિચીત વ્યક્તિને જીવનમાંથી ગુમાવવી અને વ્યક્તિની ગેરહાજરીથી સર્જાયેલા ખાલીપાથી
  માનવ મનમાં સર્જાયેલા મનોમંથનને નિરૂપતી સંવેદશીલ વાર્તા.

  રાષ્ટ્રની સેવામાં લાંબા અંતરની અપ-ડાઉન મુસાફરી કરતા સર્વે ભારતીયોને સલામ.

 18. જીતેન્દ્ર તન્ના says:

  સરસ કૃતિ.

 19. Khyati says:

  very nice story….touched my heart…. its so wonderful, how complex human emotions are…sometimes things we think are mundane and routine seem to affect our lives the most….we only realize this, when these things/people are not around….
  you have potrayed in this story that we all go through this roller coaster of emotions even though we might feel that we are the only once to feel these unknown feelings and its ok to just not try and understand them sometimes…
  even though i havent travelled in a train in india, some of my best and memorable moments have been during travelling and this story refreshed those memories.
  Keep up the good work…. you go girl…

 20. Ashish Dave says:

  Very nice…

  Ashish Dave
  Sunnyvale, California

 21. Vraj Dave says:

  વાહ સરસ મુસાફરી કરાવી ..વડાપાંઉ..પણ યાદ કરાવ્યા. પણ અમારે આ તરફ ખાસ તો મસાલાદાર જ જોવા મલે છે.
  આભાર.
  વ્રજ દવે

 22. vimal shah says:

  લાગણીસભર ઝિણવટ ભર્યુ આલેખન. બહુ સરસ.

 23. Keyur says:

  i have opened this site for first time n simply read this story.. great emotional touch,
  I had spent 9 years in hostel, so i can u’stand this very much..
  Great story madam, please carry on with some more stuf,,,

 24. falguni patel says:

  ખૂબજ સરસ વાર્તા. ખાસ કરી ને છેલ્લો ફકરો જે માન્વીય સમ્વેદ્ના ની આંટીઘૂંટી ને ઓછા શબ્દો માં ગહન રીતે રજૂ કરે છે.
  આ વાર્તા વાંચી ને છેલ્લી વખતે મેં લોકલ ટ્રેન માં કરેલી મૂસાફરી યાદ આવી ગઈ
  મૂસાફરી દર્મ્યાન તો એવીજ ઇંતેજારી હતી કે મારુ સ્ટેશન ક્યારે આવે પણ આજે આ વાર્તા વાંચી ને એવું લાગે છે કે એ વખતે માણસો એ બનાવેલી એમની અમુક ક્ષણ ની ટ્રેન ની જીન્દગી ને નજીક થી નીહાળવા ની તક ને મેં જવા દીધી.

 25. simi says:

  THIS IS A LIFE.NOBODY NO ANYBODY BUT ANY BODY NO EVERY BODY REALY FANTASTIC STORY

 26. Now the trains are made with lesser time stoppage and higher speed so previously we used to enjoy vada pav at Bulsar –khaman at Dahanu –also chikoo and green tea AT DAHANU –now same gujarat express stops for 5 minutes at such stations and we have lost the enjoyment of good snacks —on the top of it western railway is well known for its favour for north indian snacks and no gujarati snack is available in dinning cars of all trains passing through gujarat —so one has to fast in travel !!!!!!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.