આપણું તો એવું – રમણીક સોમેશ્વર

આપણું તો કાયમનું એવું,
ધોધમાર વરસાદે કોરાકટ રહીએ,
ને ભીંજવતું નાનકડું નેવું,
આપણું તો કાયમનું એવું.

ઘેરાતી રાત હોય ત્યારે વિચારોની
લાગે લંગાર રાતપાળી,
બોલવાનું હોય ત્યારે ઝાકળની જેમ,,
હાળા ઊડે, દઈ જાય હાથતાળી,
હવે કહેવું તો બીજું શું કહેવું ?
આપણું તો કાયમનું એવું.

પાંચ-સાત પેનનો ઠઠારો કરીને,
પછી હાથમાં લો કાગળની થોકડી.
શબ્દોની મૂડી તપાસે તો પરચુરણ,
ઉપમાઓ હાથે ચડે રોકડી.
અને ખડિયામાં એની એ ટેવું,
આપણું તો કાયમનું એવું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રાજમાન રાજેશ્રી શ્રી બાધાપ્રસાદ – ડૉ. નલિની ગણાત્રા
તમારું ધ્યાન દોરું છું – નીતિન વડગામા Next »   

6 પ્રતિભાવો : આપણું તો એવું – રમણીક સોમેશ્વર

 1. ખુબ સુન્દર કાવ્ય

 2. chintan solanki says:

  શુ વાત છે? ખુબજ સરસ.
  ખરેખર સુંદર શબ્દો છે.

 3. chintan solanki says:

  શું હું આ કાવ્ય ઓરકુટ કે ફેસબૂક પર શેર કરી શકું?

 4. Navin N Modi says:

  સાહિત્યનો શોખ હોવાથી ધોધમાર વરસાદ જેવી ઘણી ક્રુતિઓ માણી છે. આજે તો નાનકડા નેવા જેવડી આ કાવ્ય-ક્રુતિ પણ ધોધમાર વરસાદની જેમ જ ભીંજવી ગઈ. રમણીકભાઈને ખૂબ અભિનંદન.

 5. Veena Dave. USA says:

  સરસ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.