ઑલ ઈઝ વૅલ – મૃગેશ શાહ

આ દુનિયામાં વ્યસન પછીની બીજા નંબરની ગુલામી કદાચ ડિગ્રીઓની છે એમ કહી શકાય. વ્યસનનો નશો તો ક્યારેક ઊતરે છે અને માણસને સાચી પરિસ્થિતિનું ભાન થાય છે. પરંતુ ડિગ્રીઓ મેળવવાનો નશો એવો છે કે તે પેઢી દર પેઢી કાયમ બની રહે છે. ટનલની જેમ દરેક જણ એમાંથી પસાર થતા રહે છે. સંજોગોવશાત જો કોઈ વ્યક્તિ ભણી નથી શકતો અથવા તો અન્ય લોકો કરતાં સાવ જુદો માર્ગ લે છે તો તેનું કહેવાતા ભણેલા સભ્ય સમાજમાં કોઈ સ્થાન રહેતું નથી. અભણને સાવ નગણ્ય ગણવાની આ એકવીસમી સદીની નવી અસ્પૃશ્યતા છે.

3-Idiots_2આપણી શૈક્ષણિક સંસ્થાઓ અને કૉલેજો મલ્ટીનેશનલ કંપનીઓ માટે મશીનો બનાવતી હોય એ રીતે ડિગ્રીધારીઓને તૈયાર કરે છે. દુનિયાની દોડમાં રહેવા અને આકર્ષક પગારના પેકેજો મેળવવા સિવાય જીવનનું કોઈ બીજું પાસું આ માનવ-મશીનો વિચારી શકતા નથી. ઊંચા પગારો છોડવાની હિંમત ન હોવાથી સાવ કંગાળ વિચારધારા અપનાવીને એક જગ્યાએ પડી રહેવાનું તેઓ મુનાસિબ માને છે. જેટલો વધારે પગાર એટલું જીવન સફળ !! જ્ઞાન મેળવવાની ભૂખ તો સાવ શૂન્ય જ થઈ જાય છે અને ઉપરથી ફિઝિક્સ ભણનારો એમ વિચારે છે કે મારે કેમેસ્ટ્રી સાથે શું લેવા દેવા ? સાહિત્ય ભણનારો એમ વિચારે છે કે મારે કોમ્પ્યુટર શીખીને શું કામ ? વિનોબા ભાવે, નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા જેવા શિક્ષણાચાર્યોએ વારંવાર કહ્યું છે કે જ્ઞાન કદી ખંડિત હોઈ શકે જ નહીં. બધું પરસ્પર જોડાયેલું છે અને એક સાથે અનેક વસ્તુઓને આત્મસાત કરવાની વિદ્યા કેળવવી એનું જ નામ જ્ઞાન. પણ કોઈને ક્યાં જ્ઞાન મેળવવું છે ? ભણવા માટે કોણ ભણે છે ? દષ્ટિ માત્ર કેમ્પસ ઈન્ટરવ્યૂના આકર્ષક પેકેજો પર રહેતી હોય છે.

સામાન્ય રીતે કોઈ પણ ક્ષેત્રમાં જો વ્યક્તિ સાવ જુદો માર્ગ અપનાવે એટલે એને સમાજનું ખૂબ સાંભળવાનું થતું હોય છે. એમાંય ઘેટાંની પાછળ ઘેટાંની જેમ ચાલનારા લોકો આપણને ડરાવવા હંમેશા તૈયાર બેઠાં હોય છે. કોઈ કશુંક નવું કરે એ ઘાંચીના બળદની પેઠે ગોળ ગોળ ફરતા લોકોથી સહન થઈ શકતું નથી હોતું. છેલ્લા પાંચ વર્ષથી મને હંમેશા એવું કહેનારા મળી આવે છે કે : ‘આ રીડગુજરાતીમાંથી તમને શું મળે ?’, ‘પુસ્તકો જ નથી વાંચતા તો સાઈટ કોણ વાંચશે ?’, ‘વાંચવા કોણ નવરું છે ?’, ‘વાંચવાનો જમાનો ગયો…’, ‘એમ કંઈ સાહિત્ય-સાહિત્ય કરે પેટ ના ભરાય….’, ‘જુવાનીમાં બે પૈસા કમાઈ લો….’ વગેરે વગેરે…. કોઈક તત્વચિંતકે કહ્યું છે કે જો તમારા કામની આલોચના થાય તો સમજવું કે તમારો માર્ગ એકદમ બરાબર છે ! કંઈક જુદું કરનારને ખૂબ સહન કરવું પડતું હોય છે. સંપૂર્ણ એકાગ્રતાથી કોઈક સાવ અલગ પ્રકારના કાર્યમાં ડૂબી જઈએ ત્યારે એમાંથી પ્રાપ્ત થતો આનંદ દુનિયાની સમજમાં આવતો નથી. એ આનંદ જ દુનિયાના વાકપ્રહારો સહન કરવાની શક્તિ આપતો હોય છે.

શિક્ષણજગતના મહાનુભાવોના કંઈક આ પ્રકારના વિચારોને કચકડે મઢીને તાજેતરમાં ‘3 ઈડિયટ્સ’ નામનું ચલચિત્ર પ્રદર્શિત કરાયું છે. અહીં એ ફિલ્મની વાર્તા કહેવાનો ઉપક્રમ નથી પરંતુ સ્વાભાવિક છે કે ત્રણ કલાકમાં ઘણી બધી વસ્તુઓ આવરી લેવાની હોય તેથી દશ્યો આંખ સામેથી ઝડપથી પસાર થઈ જતાં હોય છે. કોઈક બાબતે કશુંક વિચારીએ તે પહેલાં તો વાર્તા આગળ વધી જતી હોય છે. આથી, કેટલીક ફિલ્મોને કઈ રીતે જોવી અને સમજવી એ પણ એક કલા છે. ખાસ કરીને વિચારપ્રેરક ફિલ્મોના સંવાદો અને દ્રશ્યો થોડામાં ઘણું કહી જતાં હોય છે. જો એની પર બરાબર મનન ન થાય તો આપણે તેમાંથી મનોરંજન સિવાય બીજું કશું મેળવી શકતા નથી. પરિણામે ઘણું ગુમાવવાનું થાય છે. શિક્ષણને ક્યા અર્થમાં આત્મસાત કરવું એનો ખૂબ સુંદર સંદેશ આ ફિલ્મ આપે છે અને સાથે સાથે આજની શિક્ષણ વ્યવસ્થાની ભરપૂર ઠેકડી પણ ઉડાડે છે. આ ફિલ્મના દ્રશ્યો અને સંવાદોમાંથી પ્રાપ્ત થતાં વિચારોની અહીં એક યાદી આપવામાં આવી છે, જે ફિલ્મ જોનારને કે જેમણે ફિલ્મ જોયેલી હોય તેને પણ ઉપયોગી થઈ રહેશે તેવી આશા છે.

[1] સૌથી પહેલો સંદેશ પંચતંત્રની કથાઓ પર આધારિત છે. પંચતંત્રમાં કહેવાયું છે કે બળ કરતાં બુદ્ધિ વધે. જે બધા કરતાં કંઈક જુદુ વિચારે છે તે જ હકીકતે પોતાની બુદ્ધિનો સાચો ઉપયોગ કરી જાણે છે. આપત્તિના સમયમાં બુદ્ધિ કામ આવે છે. કૉલેજના રેગિંગને ડામવા માટે માત્ર કાગળો પર કાયદા ઘડવાથી કામ ચાલતું નથી. ત્યાં સામુહિક બળ પણ ચાલતું નથી. કળથી કામ લઈને આ દૂષણ ઊભું કરનારને બોધપાઠ ભણાવવાનો રહે છે.

[2] આ જ દ્રશ્ય બીજો એક બોધ આપ છે કે જ્ઞાન યોગ્ય સમયે ક્રિયાન્વિત થવું જોઈએ. આસપાસ પડેલ ચમચી, ફુટપટ્ટી અને વાયરનો ઉપયોગ કરીને શું બનાવી શકાય – એની ગણત્રી સેકંડોમાં થવી જોઈએ. જેની પાસે આ તીવ્રતા છે એનાથી બધા ભાગે છે. એને કોઈ પરેશાન કરી શકતું નથી.

[3] આજનું શિક્ષણ એવું પોપટિયું છે કે પ્રોફેસર જે બોલવાના હોય તે બાજુમાં ઈસ્ત્રીની લારી પર કામ કરતા શ્રમજીવી બાળકને પણ ખબર હોય છે ! કૉલેજોમાં પ્રોજેક્ટ અને પેપર્સ કોપી કરી આપવામાં આ આસિસ્ટન્ટો ‘ફિક્સ ચાર્જ’ લઈને વિદ્યાર્થીઓની સેવા કરતા હોય છે ! વળી, પ્રોફેસર ભણાવે ત્યારે સામાન્ય વિદ્યાર્થીઓને ‘આવું કેમ ?’ એવો પ્રશ્ન તો થતો જ નથી. જે કહેવામાં આવે છે તે કથાની જેમ સાંભળી લેવાય છે. પ્રશ્ન પૂછનારની સામે લોકો હસે છે.

[4] માણસ પોતાના જીવન દરમ્યાન સારા અને ખરાબ એમ બંને પ્રકારના કર્મો કરતો હોય છે. સારા કર્મો કરવાથી ખરાબ કર્મોમાં ખતમ નથી થઈ જતાં. ખરાબ કર્મોનું ખરાબ ફળ તો ભોગવવું જ પડે છે પરંતુ જો સારા કર્મોની માત્રા વધારે હોય તો ખરાબ કર્મો ભોગવવાની શક્તિ વધે છે. આંતરિક સહનશક્તિ મજબૂત બને છે. એ રીતે ‘ઑલ ઈઝ વેલ’ એમ બોલવાથી કંઈ આસપાસની પરિસ્થિતિ બદલાઈ જતી નથી. પરંતુ પ્રાપ્ત થયેલી પરિસ્થિતિને સહન કરવાની શક્તિ ચોક્કસ વધે છે.

[5] સફળતાની પાછળ શું કામ ભાગો છો ? પોતાનું કૌશલ્ય વધારો – સફળતા તમને શોધતી તમારી પાસે આવશે. – રણછોડ ચાંચડ (ફિલ્મનું મુખ્ય પાત્ર.)

[6] કૉલેજોમાં જ્ઞાન તો પ્રાપ્ત થતું જ નથી. માત્ર ગોખણપટ્ટીને પ્રાધાન્ય આપવામાં આવે છે. જે વધારે યાદ રાખી શકે છે તે મહાન છે ! જે વધુ માર્કસ લાવે છે, જેનો નંબર ઊંચો છે એ બધા કરતાં વધુ હોંશિયાર છે એમ માની લેવામાં આવે છે. આ સિસ્ટમ એવી સજ્જડ છે કે એને બદલી શકવાની કોઈનામાં હિંમત નથી.

[7] ઓછા માર્ક્સને કારણે વિદ્યાર્થી હીનભાવ અનુભવે છે, ડિપ્રેશનનો ભોગ બને છે અને છેક ત્યાં સુધી કે તે આત્મહત્યા પણ કરી બેસે છે. પરીક્ષાના માર્કસનું મહત્વ જીવંત વ્યક્તિ કરતાં પણ વધી જાય છે. એ પોતાના માટે નહીં પણ પોતાના માતાપિતાના સપનાં સાકાર કરવા જીવતો હોય છે. એ સપનાં પણ સમાજમાં સ્ટેટ્સ મેળવવાના, પૈસા કમાવવાના, દહેજમાં મારુતી-800 ગાડી આપવાનાં હોઈ શકે છે.

[8] સાવ અલગ રીતે જીવનાર વ્યક્તિ દુનિયાની પરવા કરતો નથી. એ એવા શબ્દોની ખોજ કરે છે જે ડિક્ષનેરીમાં હોતા નથી. પુસ્તકીયા કીડાઓ હજારો પાનાં ફેરવી લે તો પણ એનો અર્થ પામી શકતા નથી. એ આ દુનિયામાં નવા શબ્દોને જન્મ આપે છે. જેમ કે ગાંધીજી એ ‘સત્યાગ્રહ’, વિનોબાજીએ ‘ભૂદાન’, ‘શાંતિસેના’ વગેરે સાવ નવા જ શબ્દોની ખોજ કરી. આ પ્રકારનો વ્યક્તિ સાચું શિક્ષણ આપી શકે છે. એ પુસ્તકીયું ન રહેતાં અનુભવજન્ય બને છે. સાચો શિક્ષક જ્ઞાન આપતો નથી, જ્ઞાનની ભૂખ પેદા કરે છે.

[9] મૂળમાં જો નવું શીખવાની તાલાવેલી હોય તો અભ્યાસક્રમ આસાનીથી ભણી લેવાય છે. અન્ય પ્રવૃત્તિઓમાં આગળ રહેનાર વ્યક્તિ અભ્યાસમાં નબળો રહી જશે તો ? એવી એક ભ્રામક માન્યતા પ્રવર્તતી હોય છે. પરંતુ જે હકીકતે હોંશિયાર છે એ તો બધું જ થોડા સમયમાં શીખીને ધાર્યો નંબર મેળવી શકે છે. સ્વામી વિવેકાનંદ જેમ આખે આખું પુસ્તક યાદ રાખી શકતા હતા એમ.

[10] અંગ્રેજીમાં એક શબ્દ છે : ‘Decision Making’ ચપળતાથી જીવનારો માનવી સામાન્ય વ્યક્તિઓ કરતાં ખૂબ ઝડપી નિર્ણય લઈ શકતો હોય છે. કોઈ બિમાર લકવાગ્રસ્ત માનવીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાનો હોય ત્યારે પ્રાપ્ય સાધનોમાંથી તાત્કાલિક શું ઉકેલ કાઢી શકાય તેની કોઠાસૂઝ એનામાં આપો આપ વિકસે છે. આ નિર્ણયશક્તિ જુદા જુદા સંજોગોનો સામનો કરવામાંથી કેળવી શકાય છે.

[11] આજનો માનવી હકીકતે માનવીને પ્રેમ કરે છે ખરો ? એ તો ક્યારેક વસ્તુઓને જ પ્રેમ કરતો હોય છે. લાખોના ઘડિયાળ, બૂટ અને કરોડોના ડ્રેસનું મૂલ્ય માણસની લાગણીઓથી વધી જાય છે. કહેવાતા પ્રેમ પાછળ ‘લાઈફ પાર્ટનર’ બનવાની ઓછી અને ‘બિઝનેસ પાર્ટનર’ બનવાની મહત્વાકાંક્ષા વધુ હોય છે. જ્યારે એ પદ કે પ્રતિષ્ઠાને નુકશાન પહોંચે છે ત્યારે બધો જ પ્રેમ એક ક્ષણમાં આપોઆપ ઓસરી જાય છે અને વ્યક્તિનું મૂળ સ્વરૂપ સામે આવે છે.

[12] જ્ઞાન એટલે સવારથી ઊઠીને રાત સુધી સતત કંઈક નવું નવું શીખવાની ધગશ અને તાલાવેલી. ‘આ મારું ફિલ્ડ નથી…’ એમ માનવું એ જ અજ્ઞાનતાની નિશાની છે. જ્ઞાનપિપાસુ વ્યક્તિને ભાષા, દેશ, કાળ કે વિષયોની કોઈ મર્યાદા નડતી નથી. એના જ્ઞાનનો સતત ઉપયોગ થતો રહે છે અને એ ઉપયોગથી એને સતત નવું નવું જ્ઞાન પ્રાપ્ત થતું રહે છે. એ વેક્યુમ-ક્લિનરથી પ્રસુતિ પણ કરાવી શકે છે અને ગાડીની બેટરી વડે ઈન્વર્ટર પણ બનાવી શકે છે. ‘મારું તો બસ આ એક જ કામ’ એવી એને કોઈ મર્યાદા હોતી નથી.

[13] કેટલાક લોકો એવા હોય છે કે જે બે-ચાર ડિગ્રીઓ લે છે. પહેલાં એન્જિનિયરિંગ કરશે, પછી એમ.બી.એ કરશે અને પછી પરદેશની બેન્કમાં જઈને નોકરીમાં બેસી જશે. અલ્યા ભઈ, તારે બેન્કની નોકરી જ કરવી હતી તો તેં એન્જિનિયરિંગ શા માટે કર્યું ? – રણછોડ ચાંચડ (ફિલ્મનો એક સંવાદ)

[14] સાવ અલગ રીતે જીવનાર વ્યક્તિ કમાશે શું ? ખાશે શું ? – આવા ફાલતુ પ્રશ્નો ટોળામાં જીવનારને હંમેશા થતાં હોય છે. સંશોધનમાં ડૂબેલા સાહસિકને આવી ચિંતાઓ કદી સતાવતી નથી. ‘જેવા પડશે એવા દેવાશે’ એવી મકક્મતાથી એ જીવી લેતો હોય છે અને પરિણામે અન્ય લોકો કરતાં પણ એ સારું પદ અને પ્રતિષ્ઠા સમાજમાં આપોઆપ મેળવી શકતો હોય છે. એની એકાગ્રતા અને એનું કામ ક્યારેક એને સમાજમાં સર્વોચ્ચ સ્થાને મૂકી આપે છે. પણ હા, એની માટે એને ધીરજ કેળવવાની રહે છે.

[15] સફળતા એટલે માત્ર પદ અને પ્રતિષ્ઠા અને ઊંચો પગાર નહીં. હકીકતે કહેવાતો સફળ વ્યક્તિ કોઈક સાવ નાના કામમાં પરોવાઈને પોતાની ક્ષમતાનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરતો હોય છે. એની સફળતા દુનિયાના લોકોને દેખાડવા માટે નથી હોતી. એ તો લડાખના કોઈ ઉત્તુંગ પહાડી શિખરો વચ્ચે પોતાની મનગમતી પ્રવૃત્તિમાં મગ્ન બની જાય છે. દુનિયાની એને પરવા હોતી નથી અને દુનિયા એની કદર કરે એવી પણ તે ઈચ્છા રાખતો નથી. પ્રકૃતિના ખોળે એ કામમાં મગ્ન બનીને રહે છે. હકીકતે એના માટે કોઈ કામ નાનું કે મોટું હોતું નથી.

[16] એ બધું તો ઠીક, પણ આવા ઓલિયાને કન્યા કોણ દેશે ? – પોતાના કાર્યમાં સંતુષ્ઠ વ્યક્તિને કન્યા શોધવા જવું પડતું નથી, કન્યા જ એને હિમાલયની ટોચેથી પણ શોધી કાઢે છે. એ ડિગ્રીઓનો ઉપયોગ યોગ્ય પાત્ર મેળવવા ક્યારેય કરતો નથી. એને માટે ડિગ્રીઓએ સામાજીક મોભાનું સાધન નથી.

[17] જે બહુ કુશળતાથી તમામ વ્યાખ્યાઓ અને આખે આખા પાનાંઓ યાદ રાખી શકે છે એવા ગોખણિયા વિદ્યાર્થીની ક્યારેક દયનીય હાલત થતી હોય છે. સમજ્યા વગરની ગોખણપટ્ટી ક્યારેક એવી મુસીબત નોંતરે છે કે વિદ્યાર્થી હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ જાય છે. પોપટની જેમ ગોખેલા વક્તવ્યમાં કેટલાંક શબ્દો બદલાઈ જવાથી અર્થનો અનર્થ સર્જાય છે અને પરિસ્થિતિ બેકાબૂ બને છે. ક્યારેક પોતે ખોદેલા ખાડામાં પોતાને જ પડવાનો વારો આવે છે.

[18] જીવનમાં માણસે પોતાને મનગમતા ક્ષેત્રમાં જ આગળ જવાનું પ્રાધાન્ય રાખવું જોઈએ. એ પછી ભલે ને વાઈલ્ડ-લાઈફ ફોટોગ્રાફી જેવું સાવ અલગ ક્ષેત્ર જ કેમ ન હોય ! સચિન તેંડુલકર સંગીતમાં ગયો હોત અને લતામંગેશકરે સ્પોર્ટ્સ લીધું હોત તો આપણે બેઉને ગુમાવ્યાં હોત ! કોઈ પણ ક્ષેત્ર બહારથી ભલે નાનું લાગતું હોય, તમારી આવડત તેને આપોઆપ મોટું બનાવી દે છે અને ક્યારેક તો દુનિયામાં સાવ નવા જ માર્ગનું એ રીતે નિર્માણ થતું હોય છે. અભ્યાસની લાઈન દુનિયાના પ્રવાહો કે માતાપિતાના આગ્રહો પર આધારિત ન હોવી જોઈએ. પ્રેમથી બધાને સમજાવીને પોતાના મનગમતા ક્ષેત્રમાં યાહોમ કરીને ઝંપલાવવું જોઈએ. ભલે દુનિયા તમારા નિર્ણયની કદર નહીં કરે, પણ so what ?

[19] ઘણા લોકો એવું માને છે કે આ પ્રકારની વિચારધારાથી મલ્ટિનેશનલ કંપનીમાં નોકરી નહીં મળે તો ? પરંતુ એ યાદ રાખવું જોઈએ કે કંપનીઓને ટેવ આપણે જ પાડીએ છીએ. જાગૃત વ્યક્તિ પોતાની આવડતથી કોઈ પણ પરિસ્થિતિને પાર પાડી શકે છે. એવા વ્યક્તિને મલ્ટિનેશનલ કંપનીઓ સામેથી પૂછે છે કે ‘તમે કેટલો પગાર લેશો ?’ દુનિયાની દષ્ટિએ બહુ મોટી ગણાતી સિદ્ધિઓ તો આ પ્રકારના વ્યક્તિને ચપટી વગાડતાં સહેલાઈથી મળી જતી હોય છે.

ટૂંકમાં ‘आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:’ એટલે કે અમને દશે દિશામાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ. અમારી જ્ઞાની ભૂખ સતત તીવ્ર બને અને જીવનમાં નવો પંથ કંડારવા અમે સતત સાહસિક બનીએ એવી આપણી ઔપનિષદીય વિચારધારા છે. શિક્ષણનો મૂળ હેતુ પણ જ્ઞાનની ભૂખ જગાડવાનો જ હોવો જોઈએ. પરંતુ સાંપ્રત સમયમાં એ કંઈક ભૂલાતો જતો હોય એમ લાગે છે. પૈસો, પદ અને પ્રતિષ્ઠાની દોડમાં સર્જનાત્મક જીવન વિસરાતું જાય છે. છેક ત્યાં સુધી કે જો આસપાસમાં કોઈ સર્જનાત્મક વિચારે તો દુનિયા એને પાગલ ગણે છે ! પરંતુ લાંબેગાળે દુનિયાના પટ પર એ આપોઆપ સ્પષ્ટ થઈ જ જાય છે કે કોણ સફળ છે અને કોણ નિષ્ફળ. આ કેન્દ્રવર્તી વિચારને ધ્યાનમાં રાખીને કેટલીક બાબતો બાદ કરતાં એકંદરે ફિલ્મ જોવા જેવી ખરી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કવિતાનો સૂર્ય (રવીન્દ્રચરિત) – મહેશ દવે
સંસ્કારનો ઈજારો કોનો ? – વનલતા મહેતા Next »   

66 પ્રતિભાવો : ઑલ ઈઝ વૅલ – મૃગેશ શાહ

 1. hardik says:

  Mrugeshbhai,

  Aabhar haji movie jovani baaki che. etle mein lekh bahu barabar vaanchyo nathi.

  But about last paragraph. I think it’s 50-50 and core of this topic.

  In India middle class is growing and already huge. No individual wants to dare and think differently and put life at stake to establish his/her self and support the family. All follow same road, CA,MBA,BE and Masters and so on. It is perceived that “there are high chances if you miss one opportunity in taking different road that’s an END of road”. Second is our genes of going through secure path and not accepting failure as stepping stone.

  On the other side there are different limitations of accessing knowledge. We used to be knowledge based country in ancient time but not anymore. Sometimes even some guys are capable they don’t find the right knowledge. Our learning is not fact based. We assume a lot and that’s why we don’t ask right question.

  I agree to one point. In whatever condition you must posses a skill of earning money. And yes fundamentals must be clear and very strong when we learn whatever subject. Never stop learning

  Yaad,
  Hardik

 2. Milan says:

  Good Article and it touch my heart I feel that when you do something there is three steps to success 1 – Laughing what you doing , if this stage is clear then 2 .try to Forcablly Stop what you doing, and then 3 is Agree that Activity each and every activies hav same things thouse who passe these 3 stages they are most successfull personallity in the world , It is very nice article and personally Read gujarati is new way to read Gujarati Sahitya to net seavy person like me and you also have create new way to take interest to read in Gujarati Some extent i feel that if people can read article they also get the ideas to solve their regular life problems in personal or professional life, any way Good Work and Keep it UP

 3. જય પટેલ says:

  સાંપ્રત સમસ્યાઓથી દૂષિત થયેલા આજના માહોલમાં કંઈક નવું કરવા માટે સાહસ વૃતિ જોઈએ.

  રીડ ગુજરાતી પર થોડા દિવસ પર એક બળદની વાર્તા આવેલી જે કૂવામાં પડી જાય છે.
  લોકોને લાગ્યું કે બળદ હવે ઉપર નહિ આવી શકે તેથી લોકોએ માટી નાખી તેનો નિકાલ
  કરવાનો રસ્તો કર્યો. જેમ જેમ લોકો માટી નાખતા ગયા તેમ તેમ બળદ માટી ખંખેરી ઉપર આવતો ગયો.
  આ માટી એટલે નિંદા…કૂથલી….ઈર્ષા…દ્વેષ.
  કંઈક નવું કરવા માટે સમાજમાં રહેલા ઝેરી નાગોના દંશ પણ સહન કરવા જ રહ્યા.

  મૃગેશભાઈએ સમાજ ઘડતરની જે ભેખ ધરી છે તેને નાણાં રૂપી મુલ્યોના ત્રાજવે મૂર્ખાઓ જ તોલી શકે.
  જેને સમાજ માટે કંઈક કરવું છે તેની ચિંતા હજાર હાથવાળો ઉપરવાળો કરે છે. મીરા ભટ્ટ ની યાદ અત્રે આવે છે.

  When you are on the top
  You are always alone.

 4. સાવ સાચી વાત. આપણા અલગ આદર્શોને વળગી રહેવું ઘણુ અઘરુ છે, કારણકે તેને વળગી રહી એ તો સતત લોકોના વાકબાણ સહન કરવા પડે છે…. તમારો જ એક લેખ “બાણશૌયા” યાદ આવી ગયો જેમાં પોતાના ગણાત લોકો જ તમારા હ્ર્દયને છન્ની કરી નાખે છે.

 5. મૃગેશભાઈ
  આભાર્ ફિલ્મને ને માત્ર જોઈ નથી સાચા અર્થમાં મનન કર્યુ છે. અત્યારના સમાજમાં જે રીતે ડીગ્રી મેળવવી એ વ્યસન પછીનું વ્યસન થઈ ગયું છે ,એ ખરેખર ચિંતાનો વિષય છે. માણસ પોતાની આવડત કે પોતાનુ ગમતુ એ ભૂલી ને સમાજની દોડમાં જોડાયને ખોવાઈ જાય છે. વ્યકિતની મૂલવણી માત્ર અત્યારે પૈસા અને ડીગ્રીથી થાય છે. શાશ્ત્રોની ગ્યાનની વ્યાખ્યા સાથે આજનું ગ્યાન ક્યાંય બંધબેસતું નથી . મહાનુભાવોએ કહેલી કોઈ પણ એક વાત જો આપણને સમજાય તો પણ કંઈક અલગ કરવાની હિમ્મત માણસ કરી શકે. બાકી ગાડરીયાં પ્રવાહમાં જોડાવુ સાવ સરલ છે . કંઈક અલગ કરવામાં આનંદ છે , .જે તમે રીડગુજરતી અંગે વાત કરી તેમાં દેખાય છે.
  ફિલ્મ ની વાત ના માધ્યમથી જે વિચારોનુ વિશ્લેષન કર્યુ ,ખૂબ ગમ્યું .
  આભાર મૃગેશભાઈ
  કીર્તિદા

 6. કલ્પેશ says:

  આપણા દેશ અને આપણને બધાને ઘણી સમસ્યાઓ નાગચૂડમા લઇ રહી છે.
  આ એક કાવતરુ હોય એમ લાગે છે.

  ૧) કોઇ દેશને તોડવો હોય તો એમની ભાષાને/સંસ્કૃતિ/ગરીબ વર્ગને તોડી નાખો
  અથવા તમે નગણ્ય છો જો તમે ફલાણી ડિગ્રી અથવા ભાષા ન જાણતા હો, અથવા તમારી પાસે રુપિયા ન હોય તો.

  ૨) આપણુ ટોળા જેવુ વર્તન. એલો કોમ્પ્યુટર સોફ્ટવેર શીખે છે, એમા પગાર સારો મળે છે એટલે આ કરવા જેવુ
  ચલો એમ.બી.એ કરી લઇએ, એક ડિગ્રી વધારે તો પગાર વધારે.

  વિચારઃ એક ગરીબ માણસ મજબૂરીથી પણ નાનો ધંધો કરી શકે છે.
  પણ એક “માસ્ટર્સ ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન” ડિગ્રીવાળો/વાળી સાહસ નથી કરી શકતો.

  એ ઉપરાંત મારા જેવો માણસ પણ સાહસ કરતા વિચારે છે.
  સલામતીની ભૂખ(?) એટલી ભારે છે કે હાથપગ અને મગજ પણ બંધ થઇ ગયા છે.

  ફિલ્મી ડાયલોગઃ બંદૂક તુમ્હારે પાસ હૈ લેકિન ઇસકો જરુરતકે સમય ચલાને કે લિયે જો હિંમત ચાહીએ વો દુનિયાકે કિસી બઝારમે બિકતી નહી.

  ૩) મા-બાપ આ ટોળાની જેમ વર્તે અને કોઇ કુટુંબ એ પ્રમાણે ન કરે તો એને નીચુ દેખાડવામા આવે.
  કાંઇ નહી તો સલાહ(?) આપીને કે “પૈસા કેમ કમાશો?” “છોકરી કોણ આપશે?” વગેરે

  ૪) અંગ્રેજી બોલો તો વટ પડશે અને કાંઇ નહી તો ભોંઠા નહી પડીએ.
  મારા જ્ઞાતિના યુવામેળામા લોકો પોતાનો પરિચય આપી રહ્યા હતા.
  શરુઆત એક ભણેલા યુવકથી થઇ, અંગ્રેજીમા પરિચય, બીજા થોડા લોકો પણ એમ જ કર્યુ.

  વારો આવ્યો થોડા ઓછા ભણેલા ભાઇ/બહેનનો અને એમણે અંગ્રેજી બોલવાનુ ચાલુ કર્યુ
  મને લાગ્યુ કે શુ કામ આવુ કરે છે, માત્ર દેખાડા માટે?
  થોડા સમય પછી એમ પણ લાગ્યુ કે – આગળ બોલી ગયેલ લોકો સામે પોતે ભોંઠા ન પડે એ માટે જે આવડે એમ અંગ્રેજીમા જ બોલવુ.

  ગર્વ સાથે કહીશ કે મે ગુજરાતીમા પરિચય આપ્યો. અને કહ્યુ કે અંગ્રેજી સારુ જાણુ છુ છ્તા ગુજરાતીમા બોલવાનુ પસંદ કરીશ.
  અને મારી પછી આવનારા લોકોએ ગુજરાતીને પસંદ કરી.

  ગુજરાતી બોલતી વખતે સ્થિરતા લોકો અનુભવી શકતા હતા અને સામેના પ્રેક્ષકોનો ભય (સ્ટેજ ફિયર) પણ ઓછો થઇ ગયો.

  દરેક ખોટા વિચાર સામે પ્રશ્ન કરવો.
  જે શિખ્યુ એ વગર ચકાસણીએ સ્વિકારવુ જરુરી નથી જ.

  આભાર મૃગેશભાઇ.

 7. Chintan says:

  Thanks Mrugeshbhai for such a thoughful analysis of a movie.
  I haven’t seen this movie yet but the way you describe it in your article is giving me some idea about the movie. Basically we are a part of such an old and mechanically driven education system whose destination is never known by its driver itself.

  Still it is not late if government think on it and change it from grass route level so future indian generation can get real taste of knowledge with wisdom. Its also duty of individual parents to give their children basic value added education from home itself to get clear vision towards the practical life.

  Again thanks a lot Mrugeshbhai..keep writing like this.

  Warm Regards,
  Chintan Oza

 8. trupti says:

  કલ્પેસભાઈ,

  તમારો પ્રતિભાવ ઘણોજ સરસ છે.
  આપણે ઘણિવાર જોઈ એ છીએ કે ખાલી ન્યાત ના મેળાવડા મા જ નહી પણ ઘણા જાહેર કાર્યક્રમો મા વક્તા ઓ અગ્રેજી મા જ ભાષણ કરતા હોય છે જયારે સાભળવા વાળા બધાજ એક કોમન ભાષા જાણતા હોય છે. દા.ત. હિન્દી ફિલ્મો ના એવોર્ડ સભારભ. આ સભારભ જો ખાલી હિન્દી મા જ થાય તો? મારે હિસાબે તો એમાજ થવો જોઈએ કારણ, અભીનય કરવાવાળા અને પ્રેકશકો હિન્દી જાણતા જ હોય છે તો હિન્દી મા જ કેમ ન બોલવુ? પણ આપણા દેશ મા અગ્રેજો ગયા અને ભાષા મુકતા ગયા ને એની ગુલામી માથી આપણે બધાજ બહાર આવી શક્યા નથી.

  • જય પટેલ says:

   તૃપ્તિ

   મને આનંદ છે કે કમસે કમ આપના પ્રતિભાવો હવે આપણી લાખેણી માતૃભાષા ગુજરાતીમાં
   આવવા શરૂ થઈ ગયા છે.

   થોડું લખી શકાય તો કંઈ નહિ પણ ગર્વથી પોતાના વિચારો માતૃભાષામાં પ્રગટ થાય તે વધુ ઈચ્છનીય છે.
   અંગ્રેજો ગયા અને ભાષા મુકતા ગયા વાત સાચી પણ આપણને બળજબરી કોઈ નથી કરતું.
   આપણે પોતે જ તેનાથી મુકત થઈ નથી શક્યા. મને આનંદ છે કે આપ તેની ગુલામીમાંથી મુક્ત થયા છો.

   જય જય ગરવી ગુજરાત.

   • Vraj Dave says:

    શ્રીજયભાઇ આપની વાત સાથે સહમત છું પહેલાં પણ મેં અનેક વખત આપણા મિત્રોને વિનંતિ કરી છે કે આપણા પ્રતિભાવો તે રીડગુજરાતીની ગુજરાતીવાતો ના છે.આપણા પ્રતિભાવોમાં પણ ગુજરાતીનો ધબકારો હોવો જોઇએ.
    અને હવે તો સહુ આપે પણ છે. આકોઇ ટીકા નથી ફક્ત વિનંતી છે.
    આભાર.વધ ઘટ વહેવારે.
    વ્રજ દવે

    • જય પટેલ says:

     શ્રી વ્રજભાઈ

     રીડ ગુજરાતી પર પ્રતિભાવો…..વિચારો આપણી ભાષામાં વ્યક્ત થાય અને તે દ્વારા
     આપણી માતૃભાષાનું જતન કરી આવનારી પેઢીને રૂડો વારસો આપીએ.

     આપણે આશા રાખીએ કે સહુ વાચકો આપણી ગરવી ગૂર્જર માતૃભાષાને ગૌરાવિંત રાખવા મથશે.
     આભાર સહ.

 9. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ લેખ. મૃગેશભાઈ, આ મુવી કેટલી વખત જોયુ ? આપે ખુબ જ સરસ રીતે દરેક પાસાને આવરી લીધા છે. લેખ પણ ૩ ઇડિયટ્સ મુવી જેટલો જ સરસ છે.

  • કુણાલ says:

   જિતેન્દ્રભાઈ, એક ખુબ નાની વાત કરું તો કોઈ પણ વાત, વાર્તા, પરિસ્થિતી, મુવી, કે કાવ્ય કે કોઈ પણ પ્રકારની અભિવ્યક્તિનું હાર્દ સમજવા માટે હંમેશા એને વારંવાર ગ્રહણ કરવી પડતી નથી… હા, જો એ ખરેખર સારી અને ગ્રાહ્ય કરવાને લાયક હોય તો એનું પુનરાવર્તન હંમેશા સ્વીકાર્ય છે… અને થવું જ જોઈએ … પણ ઘણીવાર કોઈ ચીજનું હાર્દ પહેલી જ વારમાં થઈ જતું હોય છે… 🙂

 10. જગત દવે says:

  મોટાભાગની પ્રતિભાઓનાં ઊદાહરણો ધ્યાનમાં લાવીએ તો તે કોઈ ઝળહળતી શૈક્ષણિક કારકિર્દી ઘરાવતા ન્હોતા. પણ આપણે તો શિક્ષણની દુકાનોનાં ભરડામાં અટવાઈ ગયેલી પ્રજા છીએ. સાચી વાત તો એ છે કે…..ધડતર વગરનું ભણતર ‘લંગુર કે હાથ મેં અંગુર’ બરાબર છે.

  ૧. આઈનસ્ટાઈન, ગાંધીજી, સરદાર, રામાનુજ, અબ્દુલ કલામ જેવી અનેક પ્રતિભાઓ ને ‘પગાર’ માં તોલી શકાય?
  ૨. ગાલિબ, મીરાં, કબીર, નરસિંહ, રવિન્દ્રનાથ, પન્નાલાલ પટેલ પર PhD કરી શકાય પણ તેઓને કઈ ડિગ્રી આપીશું?
  ૩. ધીરુભાઈ, બિલ ગિટ્સ પેદા કરવાની કઈ IIM -Institute ખાત્રી આપે છે?

  મારી વાત કરું તો એટલું જ કહીશ કે…….. “મને મળી નિષ્ફળતાઓ અનેક તેથી જ સફળ થયો હું કાંઈક જીંદગીમાં”

  અને આ જ વાત ગાલિબનાં શબ્દોમાં……”મુશ્કિલે મુજ પર પડી ઈતની કે આસાં હો ગઈ”

  • જય પટેલ says:

   શ્રી જગતભાઈ

   આપે IIM નો સરસ દાખલો આપ્યો.
   આધુનિક શિક્ષણની આ હાટડીઓ મલ્ટિ-નેશનલ કંપનીઓની સરોગેટ છે
   જે તેમના માટે મુનીમો પેદા કરે જ રાખે છે

   ગાંધી…સરદાર પટેલ…પન્નાલાલ પટેલ….ધીરૂભાઈના સર્જન માટે ગળથુંથી…કોઠાસૂઝ જોઈએ
   જે માતા સિવાય કોઈ આપી શકે નહી

   .

  • કલ્પેશ says:

   સરસ.

   મને યાદ છે કે મે મેળાવડામા કહ્યુ હતુ કે – ગાંધી/વિવેકાનંદ અને મોટી પ્રતિભાઓના જીવનને સ્કુલમા શિખવાડવામા આવે છે.
   માત્ર સ્કુલ/કોલેજ જવાથી અથવા ફલાણી ભાષા જાણવાથી જ કોઇ મહાન થઇ ગયુ હોય, એવા લોકો કેટલા?

   જ્ઞાન સાગર જેટલુ વિશાળ છે અને તમારુ મગજ અને હૃદય પણ એટલુ જ. સ્કુલ/કોલેજ એક નાની બાટલી છે જેમા સાગરનુ થોડુ પાણી લેવામા આવે છે અને મગજ પર ઢોળવામા આવે છે.

   There is a difference between schooling and education. (શિક્ષણ અને કેળવણી)
   Pun: I never let schooling ruin my education (એક ટી-શર્ટ પર જોયેલ)

 11. જગત દવે says:

  શ્રી જયભાઈ,

  આભાર

  મને એ જ પ્રશ્ન થાય છે કે આપણે ખાસ્સી મોટી શિક્ષણ સંસ્થાઓ ઊભી કરી છે પણ છતાં…….

  ૧. આટલાં ઈજનેરો પેદા કર્યા પણ……..કલાત્મકતા ખોઈ નાખી.
  ૨. આટલાં તબીબો પેદા કર્યા પણ……..માણસાઈ ખોઈ નાખી.
  ૩. આટલાં MBAs પેદા કર્યા પણ……. એકતા (Team Spirit) ખોઈ નાખી.
  4. આટલાં શિક્ષકો પેદા કર્યા પણ…….. સંસ્ક્રુતિ ખોઈ નાખી.

  કલાપીની ‘ગ્રામ-માતા’ ના શબ્દમાં કહુ તો…..”રસહીન થઈ ધરા, કે દયાહીન થયો નૃપ?”

 12. nayan panchal says:

  ફિલ્મ જોવી પણ એક કળા છે અને મૃગેશભાઈને આ કળા પણ આત્મસાત છે તે આ લેખ વડે સાબિત થઈ ગયુ.

  મોચીનો છોકરો જો ૧૫-૧૬ વર્ષ સુધી ચામડા અને પગરખા પર સંશોધન કર્યા કરે તો તેમાં તે ચર્મશાસ્ત્રનો વૈજ્ઞાનિક બની જાય. એ જ વાત સુથાર, લુહાર, ગાયક, સંગીતકાર કે કોઈપણ રમતગમતના ક્ષેત્રને લાગુ પડે છે. પરંતુ આપણુ શિક્ષણ એવુ છે કે ગ્રેજ્યુએશનના દિવસે પણ ગ્રેજ્યુએટ (!!??) થનાર એટલો જ ક્લ્યુલેસ હોય જેટલો કોલેજના પ્રથમ દિવસે હોય છે. આવી કેવી શિક્ષણ વ્યવસ્થા કે જે આટઆટલા સમય અને શ્રમના યોગદાન પછી પૈસા તો છોડો જ્ઞાનની પણ કોઈ ગેરંટી આપતી નથી.

  મૃગેશ ‘ઇડિયટ’ ભાઈ,

  તમે તમારી ઇડિયટગીરી ચાલુ રાખો અને આ ફિલ્મ પરથી અને તમારા જેવા પરથી અન્ય ઘણા ઇડિયટ પેદા થાય એવી પ્રભુપ્રાર્થના. કાશ, હું પણ એક ઇડિયટ બની જાઉં.

  નયન

 13. HEMANT SHAH says:

  સરસ લેખ અભિનન્દન ખરેખર પીક્ચ્રૃર જોવુ પડ્શે દરેકે સમજવા જેવો લેખ

 14. મૃગેશભાઈને ધન્યવાદ!

  આનુ નામ તે ફિલ્મ વિશ્લેષણ! એક અદભુત અવલોકન. ચિત્રપટ જોવાની ‘સંજય’ દૃષ્ટિ. આભાર આપનો મૃગેશભાઈ.

  રાજકુમાર હિરાણી અને વિધુ વિનોદ ચોપરા સાવ અલગ પ્રકારના પણ વિશિષ્ટ પ્રકારના વિષયો લઈને ફિલ્મ બનાવે છે. અને એઓ સફળ થાય છે એમાં પણ એક સાહસની જરૂર છે.

  જિંદગી એ એક ‘લર્નિંગ પ્રોસેસ’ છે કંઈક નવું શિખવાની ધગશ રાખો. તકની રાહ જ જોઓ. તક ઉભી કરો. મંડી પડો. આખા દિવસમાં મનગમતું એક કામ કરો.
  આપે સાચે જ કહ્યું છેઃ શિક્ષણનો મૂળ હેતુ પણ જ્ઞાનની ભૂખ જગાડવાનો જ હોવો જોઈએ..

  આપ સાચા શિક્ષક છો…અને અમારી ભૂખ જગાડી રહ્યા છો…

 15. SONAL DESAI says:

  Read Jai Vasavda’s coments on this movie in the gujarat samachar, satdal episode. Analysis is given in different angle.

   • Dr.Ekta.U.S.A. says:

    આશિશભાઈ,
    ગુજરાત સમાચાર નિ લિન્ક મા ગુજરાતિ વાન્ચિ નથિ શ્કાતુ. તો મહેર્ર્બાનિ કરિ ને માર્ગ્દર્શન આપોને.

    તમારા જવાબ નિ રાહ જોઇસ કેમ ક મને ગુજરાત સમાચાર વન્ચ્વુ ખુબજ ગમે છે.

    ધન્ય્વાદ્.

    • કલ્પેશ says:

     ગુજરાત સમાચારની વેબસાઇટ યુનિકોડમા નથી.
     વાંચવા માટે ઇન્ટરનેટ એક્ષ્પ્લોરર (Internet Explorer) વાપરશો તો વાંચી શકાશે (મોટે ભાગે).

    • જય પટેલ says:

     એકતા

     ગુજરાત સમાચારની લીંક વાંચવા માટે માઉસનું રાઈટ ક્લિક કરી નવું વેબ અથવા વિંડોમાં
     પેજ ઓપન કરી શક્શો. ઘણીવાર ગુજરાત સમાચારનું સર્વર બંધ હોય છે.
     જો આવી સમસ્યા હોય તો બીજા કોઈ સમયે પ્રયત્ન કરશો.

     • Dr.Ekta.U.S.A. says:

      ધન્યવાદ્.

     • Ashish Dave says:

      You need to install the fonts first. You need to do the following:

      1.) Go to gujaratsamachar.com and you will get the following message on the top:

      If you see junk on screen, Please Click Here for Instruction or Download the font & install on your system

      2.) Click where it says click here

      3.) Double click on Gopika.zip

      4.) Then, follow the procedure to import the Gujarati font into system fonts.

      5.) Click on Start button -> Go to Control Panel ->

      6.) Double click on Fonts folder in windows

      7.) Click File option on window menu -> Install New Font -> Select the location of Gopika.ttf and Double click on it. Or, Select the Gopika.ttf font -> Click Ok

      Any questions then let me know again and if you are in US you may also call me at 408-685-1473.

      Ashish Dave
      Sunnyvale, California

   • Ajit Desai says:

    આશૈષભાઈ

    ‘Apple MAC’ ના સફારી મા કૅવી રીત થિ વાચિ શકાય?

    • Ashish Dave says:

     Ajitbhai,

     Load the same fonts in the font’s folder. I am not a MAC expert but if you google you will get the right information.

     Ashish Dave
     Sunnyvale, California

   • trupti says:

    Click on the link below to read the updated artice on the film: 3 idots.

    http://www.gujaratsamachar.com/gsa/20100106/guj/vishesh/anu.html

 16. Ashish Dave says:

  Good observations Mrugeshbhai. Thanks for sharing.

  Education has really screwed up many people’s originality and independent out of the box thinking.

  Ashish Dave
  Sunnyvale, California

 17. Veena Dave. USA says:

  સરસ લેખ.
  શ્રી મૃગેશભાઈએ જીવનના પાસાઓની ભાષામા વિશ્લેષણ કર્યુ અને શ્રી વસાવડાભાઈએ ફિલ્મનુ વિશ્લેષણ કર્યુ. બન્ને લેખ સરસ. ફિલ્મ જોઇ ત્યારે એ જ વિચાર આવ્યો કે પ્રસુતિવાળો સીન્ ફિલ્મના હાદૅમા કંઇક વિચિત્ર લાગે છે.
  પસંદ અપની ખયાલ અપના.
  રીડગુજરાતીની જેમ અનાવૃત અને સ્પેક્ટ્રોમીટર વાચવાની ટેવ છે.
  આભાર શ્રી મૃગેશભાઈ. બધા પોઇન્ટ્સ ‘A’ ગ્રેડ્ના છે.

 18. Vipul Panchal says:

  ખરેખર ખુબજ મજા આઈ,

  આલ ઇઝ વેલ…

 19. Divyesh Modi says:

  સરસ બહુ સરસ લેખ છે.

 20. Rajni Gohil says:

  આપણે જગ બગડ્યું છે એવું કહીને બેસી રહીએ એ માટે મૃગેશભઇએ આ સરસ મઝાનો લેખ નથી લખ્યો પણ બધાને વિચાર કરતાં કરી મૂકે તેવો લેખ છે.
  “Be the change you want to see in the world.” Mahatma Gandhi.
  આજની શિક્ષણ પ્રણાલિમાં ફેરફાર અનિવાર્ય છે એવું બધાને લાગે છે. શરૂઆત આપણામાંથી જ કોઇકે કરવાની છે. શરુઆતમાં થોડી મુશ્કેલી આવે પણ ખરી. ગાંધીબાપુએ આપણને કેટલી બધી મુશ્કેલી વેઠીને સ્વરાજ અપાવ્યું છે. શું આપણે આ ઉમદા વિચાર માટે જરૂર પડ્યે આંદોલન ન કરી શકીએ? અંગ્રેજોએ આપણને સ્વતંત્રતા આપી તો પછી અપણા પરં અંગ્રેજોએ જે શિક્ષણ પ્રણાલિ ઠોકી બેસાડી છે તેને ફગાવીને આપણને યોગ્ય શિક્ષણપ્રણાલિ બેસાડવાની જવાબદારીમાંથી આપણે કેવી રીતે છટકી શકીએ?
  સરકારની જવાબદારી ખરી પણ તે અદા ન કરે તો એમની સાન ઠેકાણે લાવાની જવાબદારી આપણા પર જ આવેને?
  કેવી રીતે આ કામ પાર પાડવું જોઇએ તે માટેના વિચારો એકઠા કરી તે ને અમલમાં મૂકવાનો પ્રયત્ન શરું કરીશું કે પછી ફક્ત મૃગેશભઇને અભિનંદન આપીને બેસી રહીશુ?

 21. Dr.Ekta.U.S.A. says:

  શ્રિ.મ્રુગેશ ભાઈ,
  ખુબજ સુન્દર રિતે મુવિ માથિ મહત્વન મુદ્દા ઓ નુ અવ્લોકન કર્યુ છે.

  આજે ખરેખર આપ્ણિ શિક્ષણ વ્ય્વસ્થા ને બદ્લાવ નિ જરુરત છે.
  ખાસ કરિને ગુજરાતિ મા બાપ જે રિતે નનુ છોક્રુ જન્મે ત્યર્થિ જ જે રિતે અંગ્રેજિ મા ભણાવ્વા પાછડ આંધડિ દોટ મા લગિ જાય છે, એ લોકો માટે આંખો ખુલિ કરવા જેવો લેખ તેમજ મુવિ છે.

  અંગ્રેજિ મા જ ભણાવાનુ જે રિત સર નુ ઘેલુ લગ્યુ છે ,અને જે મન્સિક્તા ઘર કરિ ગઈ છે.કે અંગ્રેજિ જ ડીગ્રિઆપવ્સે,પૈસા ,સમ્રુધધિ કે સુખ અપાવશે, એ બદ્લવાનિ જરુર છે.

  આજે જ્યારે પહેલા ધોરણ મા ભણતા છોકરા ઓ ને ૫ કિલો નુ બેગ લઈ ને જાતા જોઇ ત્યારે દુખ થાય છે અને વિચાર આવે છે કે ક્યા જઈ ને અટક્શે???????????

  ક્યારે આંખો ખુલશે????????????????????????

 22. જોઈ. જાણીને તેમજ વિચારીને પગલું ભરવાથી મોટેભાગે સાચી દિશામાં જવાય છે.
  પણ પછી આપણી આવડત પર વાત જાય છે.
  આંધળું અનુકરણ પથ્ય નથી..
  મૃગેશભાઈ અભિનંદન.
  ભાવાત્મક પિરસતા રહેશો.
  આભાર.

 23. Mohit chauhan says:

  Khub saras mrugeshbhai,
  pn aa matra thoda divso ni vat 6,loko bs movie jose,njoy krse,wah wah krine bs pa6a hta emj.Apne je krta hoy e kro aa bdhu krvano time nthi.Pela marks lavie p6i joyu jase…

 24. MILIND HIRPARA says:

  ખુબ જ સરસ ….
  મૃગેશભાઈ અભિનંદન.
  આવા જ લેખ પિરસતા રહેશો..
  આભાર……….

 25. keval says:

  વાહ ખુબ સરસ કૃતિ છે.

 26. Jigar Modi says:

  કેમ છો ….મને મારા મિત્રો દ્વારા આપની વેબ સાઈટ ની ખબર પડી. ખુબ સરસ.”અભિનંદન”

 27. I have read whole article and felt like i am seeing the film.But i am going to see it to-day and will enjoy it for sure because the way in which you(Mrugesgbhai) has described the film ,I will certainly have all the points in my mind.Our company had recruited MBA(we used to make the full form of as MANE BADDHU AAVDE CHHE) who were paid higher salary than us but they brought our company to huge downfall and ultimately brought company to a close(we dont feel jealous of them for their higher salary than us but inexperieced recruitment )
  They all had degree but no solutions to the real problems.simply presenting figures which even a lay man can do it .so that “s the reality of life.They didn”t make use of their wisdom to give a boost to the company.REALLT VERY GOOD ARTICLE “READABLE”

 28. hardik says:

  mrugeshbhai,

  agree with point 14 to 16.
  ekdam awesome movie che..Chamatkar speech to ekdam jhakaas..bahu time pachi pet na muscles ne aatli jordar exersice mali gayi..Must watch

  cheers,
  hardik

 29. Vraj Dave says:

  વાહ નવું નવું આપવાની અનોખી અદા છે.લેખ ઉમદા છે. હાં મારે પણ ફિલ્મ જોવી પડશે તે નક્કી જ છે.અને આપની આ ક્રતિને પ્રતિભાવોએ ખુબજ ભાવથી વધાવી છે.ગર્વછે કે હંમેશા કાઇ ને કાઇ નવું અને અનોખું આપોછો.
  ખુબ ખુબ આભાર સહુનો.
  વ્રજ દવે

 30. naimuddin says:

  આ ઍનાલિસિસ અને જય વસાવડા નો લેખ સરખામણી કરીને નિચોડ કરવાનો છે.જાણ્યા કરતા જોયુ સારુ.અવ્તાર પછી આ ફિલ્મ ફરી એક વાર માધ્યમ ની અસરકારકતા પુરવાર કરે છે.

 31. Hardik Sodha says:

  Good Thoughts
  Good Article

  I agree with thought given Here!

 32. binta patel says:

  mane tamaro aa lekh khubaj gamyo bahuj samajva jevu lakhyu 6 tame ane aa film pan bahuj sari 6……………..

  binita patel

 33. Jay Patel SURAT says:

  Very Nice……very inspirable…………..માણસ પોતાના જીવન દરમ્યાન સારા અને ખરાબ એમ બંને પ્રકારના કર્મો કરતો હોય છે. સારા કર્મો કરવાથી ખરાબ કર્મો ખતમ નથી થઈ જતાં. ખરાબ કર્મોનું ખરાબ ફળ તો ભોગવવું જ પડે છે પરંતુ જો સારા કર્મોની માત્રા વધારે હોય તો ખરાબ કર્મો ભોગવવાની શક્તિ વધે છે. આંતરિક સહનશક્તિ મજબૂત બને છે. એ રીતે ‘ઑલ ઈઝ વેલ’ એમ બોલવાથી કંઈ આસપાસની પરિસ્થિતિ બદલાઈ જતી નથી. પરંતુ પ્રાપ્ત થયેલી પરિસ્થિતિને સહન કરવાની શક્તિ ચોક્કસ વધે છે.

 34. Sunita Thakar (UK) says:

  ખૂબ સરસ વિષ્લેશણ.

 35. parag mehta says:

  very nice article. Afterall its our real life’s truth. Rest all are bakwas. Very nice.

 36. જિજ્ઞેશ શનિશ્વરા says:

  મૃગેશભાઈ,
  હું શિક્ષણનાં ધંધામાં (હા, ફરીથી ધંધામાં) પડેલો માણસ છું. વાલીઓની વાતો સાંભળીને ચક્કર આવી જાય છે.
  ૧. બાળકોને કેટલું આવડે છે, તેમાં કોઇ રસ નથી. તેને કેટલાં માર્ક્સ આવે છે. તેમાં રસ છે.
  ૨. બાળકોને ગાઈડ કે અપેક્ષિત સિવાય બીજું કોઈ પણ પુસ્તક વાંચવાનું પ્રોત્સાહન તો બાજુ પર, પણ પરવાનગી પણ આપવામાં આવતી નથી.
  ૩. હિંમતનગર જેવા ટાઉનમાં પણ L.K.G. માં ભણતાં બાળકને રોજનું ૨-૩ કલાકનું ટ્યુશન હોય છે.
  ૪. સ્કુલ, ટ્યુશન અને તેમનાં હોમવર્કમાંથી જો થોડો સમય મળે, તો ટીવી કે વિડિયો ગેઈમ્સમાં સમય પસાર થાય છે.
  ૫. વાલીઓની દયા આપણને ત્યારે આવે છે કે જો તેનાં બાળકને કોમ્પ્યુટરમાં ગેમ્સ રમવા સિવાય બીજું કાંઇ પણ ન આવડતું હોય તો પણ તે ખુશ થઈને કહેશે કે મારાં છોકરાને તો કોમ્પ્યુટર આવડે છે. (આ જોક નથી, મારી સામે બનેલા કિસ્સા છે.)
  ૬. આપણે જે રમતાં હતા તેવી શારીરિક કે માનસિક કસરત થાય તેવી રમતો હાલ ક્યાં જોવા મળે છે?

  જો વાલી (આપણે પણ આવી ગયા) નહી જાગે તો આગળ તો જાણે શું થશે.

  મારો ૭ વર્ષનો દિકરો ઉત્તરાયણનાં પહેલાના રવિવારે સવારે સ્કુલની ચોપડી લઈને બેઠો હતો, મેં તેને કહ્યું કે ઉત્તરાયણને આટલો જ સમય બાકી છે અને તું અત્યારે ઘરમાં છે? મેં તેને તાબડતોબ ચોપડી મુકાવીને અગાશી પર મોકલ્યો.

  જરાં આપણું બાળપણ યાદ કરો..
  જો રીડગુજરાતીનાં બધાં વાચકમિત્રો પોતાનાં બાળપણનો એક લેખ પણ લખે તો કેવી મજા આવી જાય?…

  છેલ્લે એક ખાનગી વાત તમને સૌને કહેવી છે… અહીં મેં કોઇનો ચહેરો જોયેલો નથી, છતાં પણ નિયમિત વાચકો પ્રત્યે એક આત્મીયતા સર્જાઈ ગઈ છે.
  વ્રજભાઈ દવે, આશિષ દવે, નયન પંચાલ, જય પટેલ, કલ્પેશભાઈ, તૃપ્તિબેન, કિર્તિદાબેન અને ઘણા બધાં,
  સૌને મારા નમસ્કાર.

 37. Vinubhai Valand says:

  Khrekhar! Vachegujarat abhinandane patra 6. 3idi.na vicharo chhs vare sixanma ferfarkarnarne khas vanchava.

 38. Jatin Gandhi says:

  સરસ લેખ.
  એન્જિનિઅરિન્ગ મા આવિ ગયા છતા લોકો ગોખતા હોઈ છે.

  પણ હકિકત એ છે કે કેમ્પસ મા સિલેકટ થયા બાદ જ સાચિ કેરિઅર શરુ થાય છે.

 39. DARSHANA says:

  Hi,

  I like this article & I agree with this. As we know that literate ratio is increasing day by day in metro city, but in actual its literate person? Why parents spend much time in their chile(girl) education if they just want that her daughter settle in his in law family & saying that beta “its life”I have seen that many lady girl who is CA, MBA, etc. but don’t practise & just handling her family after marriage, then tell me what the imporatant of education? All that household work also better done by a lady who is living in village, who is illterate. Isn’t it true? All of us should be practicle…Even MBA, CA, DOCTOR student get degree just know about his field don’t know anything else.I show 1 student who is graduate don’t know process of Payorder, DD to take from post office & bank etc. Even I show many person who is at higher post in goverment co. or private co. just have knowledge of theri field don’t have other knowledge also fear to go in other corporate……

 40. Bharat Patel [U.S.A.] says:

  I LIKE VERY MUCH THIS STORY.

  THANKS TO MRUGESHBHAI;

 41. HAPPY PATEL says:

  THANK YOU MRUGESHBHAI.
  VERY NICE ARTICAL

 42. Nisha says:

  મે ગુજરાત સમાચાર નો લેખ તથા આ લેખ બન્ને વાચ્યા.

  મારા મતે બન્ને નો જોવનો અભિગમ અલગ છે. કોઇક ને પ્યલો અડધો ભરેલો તો કોઇક ને અડધો ખાલિ ભાસે છે.

  ગુજરાત સમચાર ના લેખક ના મતે અમુક અભિવ્યક્તિ અધુરિ છે.

  મારા મતે રણ્છોડ નુ પાત્ર આજ ની દુનિયા મા અવાસ્તવિક લાગે છે. તમે ગમે તે કરો પણ આટ્લુ બધુ અલગ વિચારવુ અને વર્ત્વુ અને એવિ અપેક્ષા રાખવિ કે એ સમાજ મા આવકાર્ણિય હશે, એ ખુબ વધુ પડતુ લાગ છે.

 43. praful says:

  it is very nice project by Gujarat gov.
  i fell that like many project come
  many peple come out their tendecy
  thank
  cont-8866456645

 44. Whatever says:

  Nice Article!!! I LOVE THIS MOVIE!!! No Other Comments!!!!!!

 45. નિરવ ભીંડે says:

  મારા Engineering ના દિવસો મા હુ “સાફારી” મેગેઝીન મા આવેલા ટેકનીકલ લેખ વાચીને પરિક્ષા આપવા જતો (૧ ગુજરાતી મિડીયમ વળો) . . . આને લીધે મને ક્યારેય ૭૦% ઉપર આવ્યા નથિ . . . પરંતુ મને જો ટી.વી. વિશે નો સવાલ હોય તો , મારો જવાબ બધા કરતા જુદો જ હોય અને ચોપડીયા જ્ઞાન થી અલગ હોય (સફારી મા જે રીતે ટી.વી. સમજાવ્યુ હોય એ રીતે) . . . મે મારુ BE ૬૮% સાથે પાસ કરેલુ છે – પરંતુ અત્યારે મને કોઇ જ વન્ધો નથી . . .

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.