Archive for January, 2010

ગઝલ – મિલિન્દ ગઢવી

લખ્યું છે બ્રેઈલમાં મારું મરણ, એની ઉદાસી છે ઉપરથી હાથ આપ્યા છે અભણ, એની ઉદાસી છે સરી ગઈ રાત સાથે ચાંદની પણ આંગળીમાંથી ન સચવાયાં હથેળીમાં કિરણ, એની ઉદાસી છે લીલાછમ ઘાસમાં વરસાદ વેરાયાની ક્ષણ વચ્ચે પગરખાં શોધવા નીકળ્યાં ચરણ, એની ઉદાસી છે સ્મરણની શ્વેત કાગળ-નાવ જ્યાં તરવા મૂકી જળમાં ચિરાયું વસ્ત્રની માફક ઝરણ, એની […]

કહો, કોની પરવા ? – સુરેશ દલાલ

શરીર સાબૂત હોય કે સાબૂત ન પણ હોય પણ મન આ મજબૂત હોય તો ડરવાનું શું ને પછી કોની પરવા ? જીવવાનું હોય યા મરવાનું હોય તો ડરવાનું શું ને પછી કોને પરવા ? તનના તંબુમાં મરણનો આરબ એનો ઊંટ સાથે હોય પણ આપણા આ હોઠ સામે અમરતના ઘૂંટ હોય આનંદ લખલૂંટ હોય પછી કોને […]

સત્ય એ જ ઈશ્વર છે – ગાંધીજી

[આજે ગાંધી નિર્વાણ દિન તેમજ શહીદ દિન નિમિત્તે પૂ. મહાત્માના ચરણોમાં વંદન કરીને તેમના ‘સત્ય એ જ ઈશ્વર છે’ પુસ્તકમાંથી કેટલાક પ્રકરણને હૃદયસ્થ કરવાનો પ્રયત્ન કરીએ. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] [1] મૌનનો મહિમા સત્યના શોધકે મૌન રહેવું જોઈએ એવું મને ઘણી વાર લાગ્યું છે. ધારેલાં પરિણામ લાવવાની મૌનની અદ્દભુત શક્તિનો મને […]

ગાંધીજીના પાવન પ્રસંગો – લલ્લુભાઈ મકનજી

[‘ગાંધીજીના પાવન પ્રસંગો’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગતો લેખના અંતે આપવામાં આવી છે.] [1] હાથમાં છોડું જ રહી ગયું ! હિંદુસ્તાન જેવા મોટી વસ્તીવાળા દેશમાં પ્રજાની ગરીબાઈ અને બેકારીના નિવારણ અર્થે રેંટિયો અને ગ્રામોદ્યોગની ગાંધીજીએ હિમાયત કરી હતી. ગ્રામોદ્યોગની પ્રવૃત્તિ દેશભરમાં ચાલે તે માટે તેમણે અખિલ ભારત ગ્રામોદ્યોગ સંઘની સ્થાપના કરી હતી અને કાર્યકર્તાઓને પ્રત્યક્ષ […]

જ્યાં હાથ નાખો ત્યાં સોનું છે – અનુ. દર્શા કિકાણી

[દક્ષિણ કોરિયાની ‘દેવૂ’ કંપનીના સ્થાપક અને ચેરમેન શ્રી કિમ વૂ ચૂંગ ના પુસ્તકનો ગુજરાતી ભાવાનુવાદ તાજેતરમાં વિચારવલોણું પરિવાર દ્વારા ‘જ્યાં હાથ નાખો ત્યાં સોનું છે’ શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ ભાવાનુવાદ અને સંક્ષેપ દર્શાબેન કિકાણીએ કર્યો છે. અભ્યાસ ક્ષેત્રે B.Sc., M.B.A., LLB, FCS, ACIS (London) કર્યા બાદ તેઓ હાલમાં રિલાયન્સ અડાગ-મુંબઈમાં વાઈસ પ્રેસિડેન્ટ […]

પુષ્પવાટિકા – સંકલિત

[1] તમે છેલ્લે ક્યારે ખડખડાટ હસ્યા છો ? – નિકેશ દેસાઈ [રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે નિકેશભાઈનો (ટોરન્ટો) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે desainikesh@yahoo.ca અથવા આ નંબર પર +001 416 916 6960 સંપર્ક કરી શકો છો.] હસવું એ વર્તમાનયુગની પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. એક નાના વેપારીથી માંડીને પ્લેનમાંની એરહોસ્ટેસ સુધી હાસ્ય વેરાયેલું […]

ચંપકલાલ-ટપુડાની જુગલજોડી ! – તારક મહેતા

[ ‘ચંપકલાલ-ટપુની જુગલજોડી !’ પુસ્તકમાંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] દુનિયામાં બે પ્રકારના શ્રીમંત હોય છે. એક શ્રીમંતાઈ પચાવીને બેઠેલા ઠરેલ, સંસ્કારી, સમજુ શ્રીમંત અને બીજા શ્રીમંતાઈથી છાકટા બની ગયેલા છીછરા, અણઘડ, અલેલટપુ શ્રીમંત. આ બીજા પ્રકારના શ્રીમંતો જ સમાજમાં કાળો કેર વર્તાવતા હોય છે. માણસ ફૂટપાથ ઉપર કશાકની ફેરી કરતાં […]

ઈંડા જેવડો દાણો ! – ટૉલ્સ્ટૉય

[‘ટૉલ્સ્ટૉયની 23 વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર. આ વાર્તાઓનો અનુવાદ શ્રી જિતેન્દ્રભાઈ દેસાઈએ કર્યો છે. તેની પ્રસ્તાવના કાકાસાહેબ કાલેલકરે લખી છે. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] રજાના કોઈ એક દિવસે ગામનાં બાળકો રમતાં રમતાં ગામ નજીક આવેલી ટેકરીઓમાં જઈ ચડ્યાં. ત્યાંથી તેમને એક અજાયબ વસ્તુ મળી. આ વસ્તુનો આકાર ઘઉંના દાણા જેવો હતો અને […]

વચનામૃતો – રવિશંકર મહારાજ

[ ‘ઘસાઈને ઉજળા થઈએ’નો જીવનમંત્ર આપનાર ગાંધીયુગના પરમ આદરણીય શ્રી રવિશંકર મહારાજના પુસ્તક ‘વચનામૃતો’માંથી સાભાર.] [1] ઊંડી અને પહોળી ઊંઘ તમારે રોજનીશી લખવી જોઈએ. કેટલો વખત કામમાં ગાળ્યો અને કેટલો વખત આળસમાં ગયો એનો તમારે હિસાબ રાખવો જોઈએ. ચોવીસ કલાકમાં એક મિનિટ પણ નકામી ન જવી જોઈએ. ઊંઘવું એ નકામું નથી. જરૂર પૂરતી ઊંઘ લેવી […]

ધનસંપત્તિ – અવંતિકા ગુણવંત

[‘હલચલ’ સામયિકમાંથી સાભાર. આપ શ્રીમતી અવંતિકાબેનનો આ નંબર પર +91 79 26612505 સંપર્ક કરી શકો છો.] ટેકરા પાસેની ઝૂંપડપટ્ટીને ખસેડીને એ ખાલી જગ્યામાં પાયા ખોદાતા હતા ત્યારથી ત્વિષા એ બાંધકામ જોતી આવી છે. શરૂઆતમાં એને હતું કે એપાર્ટમેન્ટની કોઈ સ્કીમ હશે. પણ બાંધકામ શરૂ થયું ને એને ખ્યાલ આવવા માંડ્યો કે આ કોઈ હાઈરાઈઝ બિલ્ડિંગ […]

સરોવરોનું શહેર : ઉદયપુર – હરસુખ થાનકી

[‘સાંવરી’ સામાયિક (કોલકતા)માંથી સાભાર. રીડગુજરાતીને આ લેખ માટે પરવાનગી આપવા બદલ શ્રી હરસુખભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે thankibabu@gmail.com અથવા +91 9427606043 પર સંપર્ક કરી શકો છો.] ‘ટ્રાવેલ એન્ડ લેઈઝર’ મેગેઝિન દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં રાજસ્થાનના ઉદયપુરને વિશ્વનું શ્રેષ્ઠ શહેર જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રતિષ્ઠિત સ્થાન મેળવનારું તે માત્ર ભારતનું જ નહિ, […]

ડો. જે.સી. કુમારપ્પા – મીરા ભટ્ટ

[ આજના પ્રજાસત્તાક દિને ગાંધીયુગના અમર સ્વાતંત્ર્યસેનાઓ પૈકીના એક ડૉ. જે.સી.કુમારપ્પાનું સ્મરણ કરીને સૌ સ્વાતંત્ર્યસેનાનીઓને વંદન કરીએ. જાણીતા સાહિત્યકાર મીરાબેન ભટ્ટ (વડોદરા)ની કલમે લખાયેલા 84 જેટલા મહાન વ્યક્તિત્વોનો ‘ગાંધી યુગની આકાશગંગા’ પુસ્તકમાં સમાવેશ કરાયો છે, જે પૈકી ડૉ. જે.સી. કુમારપ્પા એક છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ મીરાબેનનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ […]

અનોખી સિદ્ધિ – ચંદ્રિકા થાનકી

[‘સાંવરી’ સામાયિકમાંથી સાભાર.] નાનપણથી સંઘર્ષ કરીને જેણે ઉંમરના આઠ દાયકા વિતાવ્યા હોય એવી મહિલા 81મા વર્ષે શું કરતી હોય, એવો પ્રશ્ન જો કોઈને પૂછીએ તો એવો જવાબ મળે કે આ ઉંમરે મહિલા બહુબહુ તો પ્રભુભજનમાં સમય વ્યતિત કરતી હોય, સવારસાંજ દેવદર્શને જતી હોય, પોતાનાં પૌત્રો-દૌહિત્રોને રમાડતી હોય અને એ રીતે સમય પસાર કરતી હોય – […]

ભગવાન આજ્ઞા કરે તેથી થોડું મનાય ! – હરેશ ધોળકિયા

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર.] ‘રિચાર્ડ બાક’ એક ઉત્તમ વિચાર-પ્રેરક લેખક છે. મૂળે પાયલોટ, વિમાન ઉડાડવાનો અને અનંત આકાશમાં વિહરવાનો જબરો શોખીન. પણ સાથે વિચારક, એટલે આ આકાશ-ઉડ્ડયનને તત્વજ્ઞાનમાં પલટાવી નાખ્યું અને અદ્દભુત પુસ્તકો આપ્યાં. આપણે તેને તેની નાનકડી નવલકથા ‘સાગરપંખી’થી ઓળખીએ છીએ જેમાં જોનાથન નામનું એક સી-ગલ પક્ષી તેના માટે અશક્ય મનાતાં કાર્યને સિદ્ધ કરે છે […]

કાવ્ય – મુકેશ જોષી

એક તો તું પોતે મધ જેવી, એમાં તારું સ્મિત ………………………………. જાણે મધમાં સાકર નાખી મારી દષ્ટિ કેમ આટલી મીઠી, એ ના પૂછ ………………………………. મેં તો તને નજરથી ચાખી કડવાથી કડવા લીમડાની ડાળ પરે, ………………………. મધપૂડો બેસે એવી મારી હાલત આખા જગમાં ખોબેખોબા ખૂબ ……………….પતાસાં વહેંચું એવી ગળચટ્ટી આ બાબત બંગાળી મીઠાઈ સમી તું સાંજ મને […]

ધારો મને – ભગવતીકુમાર શર્મા

કેદ છું સળિયાઓ વચ્ચે, આપ છુટકારો મને; ઓ ભલા આકાશ, મોકલ તારો અણસારો મને. શ્વાસમાં ઘૂંટો અને સ્વપ્નોમાં કંડારો મને; તોય ના પ્રત્યક્ષ લાગું તો પછી ધારો મને. મેઘ, પારેવાં, ટપાલી, પત્રનો કંઈ ખપ નથી, પ્રેમ કરવો હોય તો કરજે તું પરભારો મને. હું તો મારી મેળે મારી વારતા કહી જાઉં છું, એ જરૂરી પણ […]

જીવ તારું જીવતર નાનું – પ્રજ્ઞા પટેલ

જીવ તારું જીવતર નાનું ને પળોજણ ઝાઝી માથે ધોળા વાળ, તને લાગે કુંપળ તાજી. આવડે તો આનંદે ગાવું, નહીંતર રહેવું ચૂપ મનની મસ્તીનો મેળો, એવો કરવો ધૂપ. જીવ તારું જીવતર નાનું ને પળોજણ ઝાઝી… શાને કરતો દોડાદોડી, કોને કરતો રાજી વાટ જોઈને ઊભું છે, જગ બનવા કાજી ફાવે તો ફરવું, નહીંતર ઊભા રહેવું. મેલી જળની […]

ઉમળકો – આર. એસ. દૂધરેજિયા

સવારનો કૂણો તડકો મને કહે – બપોરે આવજે તને ઉમળકો આપીશ ખરા બપોરનો તડકો મને કહે – સાંજે આવજે તને ઉમળકો આપીશ ઢળતી સાંજનો તડકો મને કહે – રાત્રે આવજે તને ઉમળકો આપીશ રાત્રે તો તડકો ક્યાંથી હોય….? બસ, અંધારું રે અંધારું…..! અંધારું મને કહે – તારા વર્ષો જૂના મિત્રને ફોન કર તને જરૂર ઉમળકો […]

ચાલીના પાડોશીઓ – અંજની મહેતા

[પુન:પ્રકાશિત] મારી ચાલીમાંના એક એક ભાડૂત એટલે કે અમારા પાડોશીઓને જોઈને મારો વહેમ પાકો થતો જાય છે ભાઈ ! આખી દુનિયામાંના નંગમાં નંગ લોકો અહીંજ ભેગા થયા છે. દુનિયા એ ગાંડાઓનું બજાર છે એ ઉક્તિ તમે અમારી ચાલીમાં આવશો તો તત્ક્ષણ સોએ સો ટકા સાચી લાગશે. આ અમારા શાખપાડોશી કુમારકુમારનો જ દાખલો લો. તમને આ […]

ઘડિયાળનું ટાવર – નિરંજન ત્રિવેદી

[પુન:પ્રકાશિત] ક્યારે પણ કોઈ વાત ઉપર એકમત નથી થઈ શકતા એવા મારા નજીકના બે મિત્રો, એક વાત ઉપર તો જરૂર એકમત છે, અને તે છે કે મારી પાસે કોઈ વસ્તુ ટકી શકતી નથી. મારા પક્ષે એટલું હું જરૂર કહી શકું કે આ છાપ ટકાવી રાખવાના મારા નમ્ર પ્રયાસો જારી છે, મેં જેટલા ચોમાસાં જોયાં છે […]

માર્ગદર્શન – નટવર પંડ્યા

[ કટાક્ષિકા – ‘નવનીત સમર્પણ’માંથી સાભાર. શ્રી નટવરભાઈનો (સુરત) આપ આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9375852493 ] માનવીને મૂંઝવણ જેટલો મૂંઝવી નથી શકી તેનાથી અનેકગણો માર્ગદર્શને મૂંઝવ્યો છે. જેને કશું જ માર્ગદર્શન નથી મળ્યું તેના કરતાં જેને ખૂબ જ માર્ગદર્શન મળ્યું છે, તે વધારે મૂંઝાય છે. ‘મૈં ઈધર જાઉં યા ઉધર […]

બે લઘુકથાઓ – ધૂમકેતુ

[1] જડભરત બધા એને જડભરત કહેતા. અમારા ગામને પાદરે એક મોટો લીમડો હતો. ત્યાં એ ભિખારી પડ્યો રહેતો. જે દિશામાં લીમડાની છાયા ઢળે તે દિશામાં લબાચો ફેરવ્યા કરે. તેની પાસે નાનકડું પોટલું હતું. એમાં એની બધી માલમતા આવી જતી હતી. તે સૂનમૂન પડ્યો રહેતો, એટલે સૌ એને જડભરત કહેતા. એક વખત એવું બન્યું કે એ […]

શક્તિ અને શાતાનો સ્ત્રોત – પુરુષોત્તમ ગણેશ માવળંકર

[‘પ્રાર્થના’ વિષય પર વિવિધ સાહિત્યકારોની કલમે લખાયેલા લેખોના સંપાદિત પુસ્તક ‘પ્રાર્થનાની પળોમાં’થી સાભાર. આ પુસ્તકનું સંપાદન ડૉ. કાન્તિ રામીએ કર્યું છે. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] પ્રભુ આગળ કરેલ અરજ, એનું નામ પ્રાર્થના ! કશી ગરજને કારણે કરેલી માગણી નહીં, પણ સહજ ભાવે ભગવાન સમક્ષ રજૂ થયેલી ભાવાંજલિ એ સાચી પ્રાર્થના ! પ્રાર્થના […]

નીતિનાશને માર્ગે (ભાગ:3) – ગાંધીજી

[રોજ સવારના અખબારથી લઈને રસ્તા પરના હોર્ડિંગો અને છેક રાત્રી સુધીના ટીવી કાર્યક્રમો સુધી આપણી આંખમાં એવા ઉતેજક દ્રશ્યો નજરે પડે છે જે મનને ક્ષુબ્ધ અથવા વિચલિત તો કરે જ છે સાથે સાથે એટલી હદ સુધી નબળું બનાવી મુકે છે કે આપણને લાગે છે કે ‘આ બધું તો આમ જ હોય !’ પ્રતિકાર કરવાની વાત […]

સ્ત્રીનું ચોથું સ્વરૂપ : સાસુ – દિનકર જોષી

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] આપણા લોકસાહિત્યમાં સ્ત્રીની ત્રણ અવસ્થા અથવા એનાં સ્વરૂપો વિશે રસપ્રદ વર્ણન કરવામાં આવ્યું છે. કોઈ પણ સ્ત્રીનું સહુથી પહેલું સ્વરૂપ કન્યા અથવા પુત્રીનું છે. આ પુત્રી અવસ્થા સમયાંતરે ગૃહિણીમાં પરિવર્તિત થાય છે. લગ્ન પછી એ પુત્રી મટી નથી જતી પણ હવે એના સ્વરૂપમાં પત્ની અવસ્થા પ્રાધાન્ય ભોગવે છે. ગૃહિણીના આ સ્વરૂપ પછીનું […]

Copy Protected by Chetan's WP-Copyprotect.