વાનગી વૈવિધ્ય – સંકલિત
[1] મેથીના પરોઠા
સામગ્રી :
3 ઝૂડી મેથી,
400 ગ્રામ ઘઉં લોટ,
10 કળી લસણ,
લીલાં મરચાં,
કોથમીર, ધાણાજીરું,
મીઠું, મરચું,
તેલ, દહીં.
રીત:
સૌપ્રથમ મેથીને કાળજીપૂર્વક ધોઈ, સારી રીતે વાટી, લીલાં મરચાં અને લસણ છૂંદી નાખો. વાટેલી મેથી, કોથમીર, મરચાં અને લસણ બધું ભેગું કરીને કથરોટમાં મૂકીને બધો મસાલો કરો. હવે તેની અંદર લોટ ઉમેરતા જાવ અને દહીં પણ ઉમેરી દો. આ રીતે તૈયાર થયેલી કણક એકદમ લીલા કલરની થશે. ત્યારબાદ તેના લુઆ કરીને, વણીને પરોઠા શેકી લો. આ પરોઠામાંથી 1500 કૅલેરી મળે છે. તેમાં મેથીનું પ્રમાણ વધુ હોવાથી કબજિયાત દૂર કરનાર અને આંખો માટે પણ ઉપયોગી છે.
[2] ચોખાની પાપડી
સામગ્રી :
1 કિલો કણકી,
125 ગ્રામ સાબુદાણા,
25 ગ્રામ લીલાં મરચાં,
ચપટી સોડા, તલ, મીઠું
જીરુંનો ભૂકો
રીત :
1 કિલો કણકી અથવા ચોખામાં 125 ગ્રામ સાબુદાણા નાંખી ઝીણો લોટ દળાવવો. જેટલી વાટકી લોટ હોય તેનાથી દોઢું પાણી લઈ, એક તપેલીમાં ઊકળવા મૂકવું. તેમાં મીઠું, ચપટી સોડા, 25 ગ્રામ લીલાં મરચાંના કટકા અને થોડા તલ નાંખવા. પાણી ઊકળે એટલે ધીમે ધીમે લોટ નાંખવો, જેથી ગાંઠા થાય નહિ. તાપ ધીમો રાખવો. બરાબર લોટ સિઝાઈ જાય એટલે ઉતારી લેવું. તેમાં જીરુંનો ભૂકો નાંખી, લૂઆ વાળી પાતળી પાપડી વણીને સૂકવવી. સુકાઈ જાય એટલે ડબ્બામાં ભરી રાખવી. જરૂર વખતે તેલમાં તળવી. (‘રસસુધા’ પુસ્તકમાંથી સાભાર.)
[3] મેથીપાક
સામગ્રી :
200 ગ્રામ મેથી,
200 ગ્રામ ગુંદર,
350 ગ્રામ ઘી,
400 ગ્રામ ખડીસાકર,
મરી, તજ, લવિંગ, જાયફળ એલચી – દરેક પાંચ પાંચ ગ્રામ.
કેસર અને જાવત્રી 1-1 ચમચી પાઉડર.
રીત:
પ્રથમ મેથીને મિક્સરમાં પાઉડર કરી તરત જ હૂંફાળા ગરમ કરેલા ઘીમાં મિક્સ કરી 24 કલાક રાખવો. ગુંદર અને ખડીસાકર ક્રશ કરવા. બાકીની દરેક વસ્તુઓનો બારીક ભૂકો કરવો. જે મેથી પાઉડર ઘી સાથે મિક્સ કર્યો છે તેમાં ક્રશ કરેલી વસ્તુઓ સારી રીતે ભેળવવી. બીજા દિવસથી 1 ચમચી રોજ સવારે લેવાથી શિયાળામાં તંદુરસ્તી જળવાઈ રહે છે. આ મેથિયામાં ચાસણી કરવામાં આવતી નથી કે શેકવા, તળવાનું કંઈ જ કરવાનું હોતું નથી. તેનાથી દરેક વસ્તુઓનો ગુણધર્મ અને સુગંધ જળવાઈ રહે છે અને તેથી તે આખી સિઝન સુધી બગડતું નથી. (‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)
[4] રીંગણ ભડથું
સામગ્રી :
1/2 કિલો મોટા ગોળ રીંગણાં,
1 બારીક કાપેલો કાંદો,
1 ચમચી ખૂબ બારીક કાપેલું લીલું મરચું,
1 બારીક કાપેલું ટામેટું,
બે ચમચી તેલ, મીઠું પ્રમાણસર.
રીત :
સૌપ્રથમ રીંગણાને કાળારંગના થઈ જાય ત્યાં સુધી ગેસની ઝાળ પર શેકવા. હવે છાલ કાઢીને બરાબર છૂંદી લેવા. બીજી બાજુ તેલ ગરમ કરીને કાંદાને અડધી મિનિટ સુધી સાંતળવા. તેમાં લીલાં મરચાં નાખીને ફરી તેને થોડી વાર સાંતળવા ત્યાર બાદ તેમાં એ જ રીતે ટામેટાં ઉમેરીને સાંતળી લેવા. છેલ્લે તેમાં છૂંદેલા રીંગણા અને મીઠું નાખવું. આ રીતે તૈયાર થયેલું રીંગણનું ભડથું ગરમાગરમ પીરસવું. (‘સહિયર’ પૂર્તિમાંથી સાભાર.)
[5] સીંગ-સૂરણની ખીચડી
સામગ્રી :
100 ગ્રામ સીંગદાણા
600 ગ્રામ સૂરણ
વાટેલા આદુ-મરચાં,
ખાંડ, કોથમીર, સિંધવ,
તલ, લવિંગ, કોપરું,
તેલ, તજ
રીત:
સૌપ્રથમ સૂરણની છાલ ઉતારો. તેને ખમણીથી છીણીને પાણીમાં પલાળો. પછી નિચોવો. તેલ મૂકીને આ છીણમાં તજ-લવિંગનો વધાર કરો. હવે સીંગદાણાને શેકી, ફોતરાં કાઢી, તેનો ઝીણો ભૂકો કરો અને વઘારેલા છીણમાં નાખો. તેમાં સિંધવ, વાટેલ આદું-મરચાં, તલ, ખાંડ નાખી ભેળવો. ધીમા તાપે ચઢવા દઈ નીચે ઉતારી પ્લેટમાં કાઢી લીંબુનો રસ, સમારેલ કોથમીર, કોપરાનું છીણ નાખી ઉપયોગ કરો.
[6] ભાતની કટલેસ
સામગ્રી :
વધેલો ભાત
સીંગદાણા
કોથમીર, પૌંઆ,
બટાટા, લીંબુ,
હળદર, મીઠું, મરચું,
ખાંડ, તેલ, આદું.
રીત:
આ વાનગી વધેલા ભાતમાંથી બનાવી શકાય છે. સૌપ્રથમ વધેલા ભાતમાં મીઠું, મરચું, હળદર, ખાંડ, વાટેલ આદું-મરચાં, કોથમીર, સીંગનો ભૂકો, બાફેલ બટાટાનો ભૂકો અને લીંબુનો રસ નાખી, તેને બરાબર મસળીને તેની કટલેસ બનાવો. હવે પૌંઆને શેકી, ખાંડી, ચાળી ને તેનો રવા જેવો ભૂકો બનાવી, તૈયાર કરેલી કટલેસને તેમાં રગદોળો. તવા પર તેલ મૂકી કટલેસ બદામી રંગની તળી લો. કોઈ પણ દહીંની ચટણી સાથે ખાવાથી તે સ્વાદિષ્ટ લાગે છે. કટલેસમાં બટાટાનો ઉપયોગ થતો હોવાથી સ્ટાર્ચ, પ્રોટીન અને વિટામીન ‘સી’ મળે છે. (‘સુપર પાકશાસ્ત્ર’માંથી સાભાર.)
Print This Article
·
Save this article As PDF
મેથિ મા સૌથિ વધુ કેલ્સિયમ હોય
કલર્
સુરતિ ઉધિયા ની રિતઃ
સામગ્રીઃ
પા કિલો સુરતિ પાપડી
૧૦૦ ગ્રામ કતારગમ દાણા વગર ની પાપડી.
૧ ગાઠ સુરતિ ક્ન્દ
પા કિલો સુરતિ સક્ક્રરિયા
૧ ઝુડી કોથમીર
૧ ઝુડી મેથી
૧ લીલુ નારીયેળ
૫-૬ નાના કદ ના બટાકા
૨-૩ સુરતિ રવૈયા (વેગણ)
૨ રાજળી કેળા
૬-૭ નગ ખારેક
સ્વાદ અનુસાર વાટેલા લીલા મરચા, મીઠુ, સાકર, લાલમરચા ની ભુકી, ધાણાજીરુ, હળદર,હિગ, ગરમ મસાલો.
૨-૩ ચમચી તેલ ( સભારીયા મસાલા માટે) અને ઉધિયુ બનાવવા માટે આસરે ૧-૧/૨ વાટકી તેલ
૨-૩ ચમચી તલ
મુઠિયા માટે ની સામગ્રીઃ
૨ વાડકી ઘઉ નો લોટ
અડધી વાટકી મુઠિયા નો લોટ
સ્વાદ અનુસાર વાટેલા લીલા મરચા, મીઠુ, સાકર, લાલમરચા ની ભુકી, ધાણાજીરુ, હળદર,હિગ અને તેલ નુ મોણ. તળવા માટે તેલ.
મુઠિયા બનાવવા ની રિતઃ
ઘઉ ના લોટ મા સમારેલી મેથી, મુઠિયા નો લોટ અને મસાલા નાખી બરાબર મિક્ષ કરવુ, થોડુ થોડુ પાણી લઈ નાના મુઠિયા વાળી તેલ મા અધકચરા તળી લેવા.
સભારિયુ બનાવવા ની રીતઃ
કોથમીર ને ઝિણી સમારી લેવી, લીલુ કોપરુ ખમણી લેવુ.
સમારેલી કોથમીર અને ખમણેલા કોપરાને ભેગુકરી તેમા ગરમ મસાલો, ૨-૩ ચમચી તેલ, મીઠુ, સાકર,તલ, લીલામરચા, લાલમરચા,હળદર અને ધાણાજીરુ નાખી બરાબર હલાવવુ.
બધાજ શાકને બરાબર સાફ કરી બહુ નાના નહી અને બહુ મોટા નહી એવા ટુકડા કરી લેવા. પાપડિ ની નસ કાઢી લેવી..
બટાટા,વેગણ,કેળા અને સક્ક્રરીયા ના ટુકડા ને વચ્ચેથી કાપી લેવા. કાપેલા શાકની ફાટ પહોળી કરી સભારીયાનો મસાલો ભરી લેવો.
ખારે ને ૬-૭ કલાક પલાળી તેના ઠળીયા કાઢી લેવા અને તેની ફાટ મા પણ સભારીયા નો મસાલો ભરી લેવો.
મોટી કડાઈ મા તેલ ગરમ કરવા મુકવુ (મુઠિયા તળેલુ તેલ પણ વાપરી શકાય) તેલ ગરમ થાય એટલે તેમા હીગ અને અજમા નો વઘાર કરવો. (અજમો સરખા પ્રમાણ મા નાખવો, કારણ પાપડિ વાયડિ હોવાને લીધે ગેસ કરે છે.) તેમા પ્રથમ પાપડિ નાખી કડાઈ ને ઢાકી દેવી. થોડિ વાર બાદ સમારેલુ કન્દ નાખવુ. શાક ને બહુ હલાવવુ બને ત્યાસુધી ઉછાળો મારવો. એક પછી એક શાક નાખવુ. છેલ્લે કેળા અને કારેક નાખવી. બધાજ શાક નખાઈ જાય તેની બાદ તળેલા મુઢીયા નાખી દેવા. અન્ત મા વધેલો સભારીયા નો મસાલો પણ નાખી દેવો. બધાજ શાક બરાબર ચઢી જાય એટલે ગેસ બધ કરી દેવો.
ઉધીયુ પુરી અને મઠા જોડે બહુજ સ્વાદીષ્ટ લાગે છે.
લસણ ખાતી વ્યક્તી સભારીયા ના મસાલા મા વાટેલુ ળીલુ લસણ નાખી શકે છે.
Wooow sounds so great Truptibahen. You must be a great cook. But how am I going to get fresh Surti papadi in California?
Thnaks for sharing.
Ashish Dave
Sunnyvale, California
Thanks Trupriben. તમે સરસ રસોઇ બનાવતા હશો એમ લાગે છે. અહિ તો ફ્રોઝન શાકભાજી મલે એટલે ઓરીજીનલ ટેસ્ટ ના આવે. ત્યાના જેવિ જલેબી ખાવા અહીં કદિ ના મળી.
very good…….racipes
આશિષભાઈ અને વિણા બહેન,
તમારા પ્રતિભાવ બદલ આભાર. હુ સમજી સકુ છુ કે અમેરિકા મા તાજા ભારતના શાક-ભાજી મળવા મુસ્કેલ છે પણ તે તમે ક્યા રહો છો તેની પર આધાર છે કારણ ન્યુ જર્સી મા અને શિકાગો મા મે તાજા શાક-ભાજી જોયા છે. ન્યુયોર્ક મા જલેબી પણ ખાધી છે.બાકી તો જ્યા જે મળે તેમાજ ખુશ થવુ પડે. કાઈ પામવા માટે કાઈ તો ખોવુ પડે,અમેરીકાનુ આરામદાયક જીવન જીવવામાટે એટલો ભોગતો આપવોજ રહયો. જીદગી મા બધાને બધુ તો નથી જ મળતુ.
તમે ક્હ્યુ એ પ્રમાણે, ખાઈ શકાય એવી ઠિક ઠાક રસોઈ બનાવુ છુ, કારણ ભલે જ્ન્મે મુબઈચી મુલગી છુ પણ લોહી તો સુરતનુ છે અને તમે તો જાણતાજ હસો કે સુરતના લોકો ખાવાના કેટલા સોખીન હોય છે.