ગુજરાતી ભાષાનું ભવિષ્ય – જ્યોતિલા ગ. ખારોડ
[‘અખંડ આનંદ’ ડિસેમ્બર-09માંથી સાભાર. આપ લેખિકાનો આ નંબર પર +91 79 32060605 પર સંપર્ક કરી શકો છો. ]
1968ની એટલે કે ચાળીસેક વર્ષ પહેલાંની વાત છે. વાત બિલકુલ અંગત છે, એટલે શરૂઆત આ વાતથી કરવી, ન કરવી તેની અવઢવ બહુ રહી, પણ વિષયને સ્પર્શતી હોવાથી આ વાત લખવી જ જોઈએ, એમ લાગ્યું.
લગભગ 1966માં અમદાવાદની સ્કૂલ ઑફ આર્ટિકેટમાં સિસ્ટર કૉન નામના વિઝિટીંગ પ્રોફેસર આવ્યા. 4-5 વર્ષનું રોકાણ હતું એટલે એમનાં પત્ની રૂથ કૉને અંગ્રેજી મીડિયમની નર્સરી, કે.જી. શરૂ કર્યાં. પાસે હોવાને કારણે, ચાલતા જ લેવા જવાનું સરળ પડે તેથી અમે અમારા નાના પુત્રને ત્યાં મૂક્યો. બે વર્ષ જોતજોતામાં પૂરાં થઈ ગયાં. રૂથ કૉને દરેક માબાપને પુછાવ્યું કે તેઓ તેમની શાળામાં તેમના બાળકને ચાલુ રાખવા માગે છે કે કેમ ? અમે ‘ના’ નો જવાબ લખી મોકલ્યો. એમણે અમને રૂબરૂ મળવા બોલાવ્યાં. અને અમને અમારા આ અભિપ્રાય અંગે પૂછ્યું. અમે અમારી વિચારસરણી રજૂ કરી. અમે માનતાં હતાં કે શાળાકીય શિક્ષણ જો માતૃભાષામાં બાળક લે તો તેને ઓછી મહેનતે વધુ મળે, સમજણ સ્પષ્ટ રહે, અને તે સહજપણે આગળ વધી શકે.
અમારા આશ્ચર્ય વચ્ચે એમણે અમને ખૂબ અભિનંદન આપ્યાં અને કહ્યું કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં માબાપને પોતાના બાળકને માતૃભાષા છોડી બીજી ભાષામાં ભણાવવાની ઘેલછા છે. પોતે ઘણા દેશોમાં ફર્યાં છે, પણ આવી ઘેલછા તેમણે અહીં જ જોઈ. તેમણે ત્યારે જે કહ્યું તે બરોબર યાદ છે : ‘ગુજરાતી માધ્યમમાં ભણતું તમારું બાળક અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળક કરતાં જ્યારે અભ્યાસ પૂરો કરશે ત્યારે ક્યાંય આગળ હશે.’ અમે તો ખરેખર મીઠાં ફળ ચાખ્યાં. પણ દુ:ખદ વાત એ છે કે અંગ્રેજી માધ્યમમાં બાળકને શિક્ષણ દેવાની વાતે એટલું તો જોર પકડ્યું છે કે અંગ્રેજી ન જાણતાં માબાપ પણ બાળકને અંગ્રેજી માધ્યમમાં ધકેલે છે અને આપણે આપણી માતૃભાષાથી દૂર, વધુ ને વધુ દૂર જતા જઈએ છીએ. તેનાથી વિખૂટા પડવા માંડ્યા છીએ.
અંગ્રેજી આંતરરાષ્ટ્રીય ભાષા છે. ભૌતિક અને બૌદ્ધિક વિકાસ માટે તેની જરૂર છે, એની ના જ નથી, પણ એ જેટલું જરૂરનું છે તેથીય વધુ તાતી જરૂર આપણા ‘ગુજરાતી’ને મહત્વ આપવાની છે. માને મૂકીને માસીને થોડી પૂજાય ? પણ આપણી માનસિકતા જ આ પ્રકારની થઈ ગઈ છે. માતૃભાષા, માતા અને માતૃભૂમિનું પ્રદાન વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વનું છે. ઊલટાક્રમમાં લઈએ તો માતૃભૂમિ દ્વારા આપણે આપણી ઓળખને જાળવી રાખીએ છીએ. માના ધાવણ અને માવજતથી કલેવર ઘડાય છે, મમતાના – સમજણના પાઠ મળે છે. અને માતૃભાષા (એટલે કે આપણે માટે તો ગુજરાતી જ ને !) આપણને આપણા ઘર અને આપણા સમાજ સાથે જોડાયેલા રાખે છે. માતૃભાષા એટલે કે ગુજરાતીને જો ઉવેખશું તો ઘરમાં પણ પરદેશી બની જઈશું. ગુજરાતી ભાષાને લીધે જે સંસ્કાર-આદર્શનાં બીજ બાળપણથી રોપાય અને પછી વૃક્ષ બનીને ફાલે અને મીઠાં ફળો આપણે ચાખીએ અને બીજાને, પછીની પેઢીને પણ આપીએ, તેનું વર્ણન શબ્દાતીત છે.
ગુજરાતી સાહિત્ય ખેડાયેલું સાહિત્ય છે. નરસિંહ-મીરાં-અખો-ભોજો-દયારામ-નર્મદ-ક.દ.ડા થી માંડીને ઝવેરચંદ મેઘાણી, ર. વ. દેસાઈ, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા, સ્નેહરશ્મિ, ઉમાશંકરભાઈ વગેરેએ ગુજરાતના મધુર ગૃહસંસાર, ધર્મ, આદર્શો, સંસ્કારની મોકળે મને લહાણી કરી છે, અને આપણને સંસ્કારસમૃદ્ધ બનાવ્યા છે. આ તો થોડાં જ નામો લખ્યાં છે. ગુજરાતી ભાષાએ આપણા મન અને હૃદયને વિશાળ બનાવ્યાં છે. તેથી જ આ ભાષાને વરેલા આપણે સૌએ જુદા જુદા પ્રાંતમાંથી, પરદેશથી આવેલા સૌને આપણા પોતીકા એટલી હદે બનાવ્યા છે કે તેઓ અહીં જ પોતાનું ઘર બનાવી વસી જાય છે. આવનારને ‘આવો’નો મીઠો આવકાર, અને જનારને ‘આવજો’ કહી વિદાય આપતા પાછા આવવાનું ઈજન ગુજરાતી ભાષા જ આપી શકે. એને બદલે ‘હાય’ અને ‘બાય’ આપણે અપનાવી લીધાં છે. પણ એ કોણ જાણે ‘આવો’ ‘આવજો’ જેવું સહજ નથી લાગતું.
આવું જ ચાલ્યા કરે તો ગુજરાતી ભાષાના ભવિષ્ય વિશે વિચારતાં થથરી જવાય. અંગ્રેજી ભાષા પ્રત્યે માબાપનું વળગણ એટલું વધી ગયું છે કે ઘરમાં પણ અંગ્રેજીમાં વાતચીત કરવાનો આગ્રહ રખાય છે. અધકચરું ગુજરાતી-અંગ્રેજી બોલતાં બાળકો આપણને ઊંચા લાગે છે. ગુજરાતી ભાષાના માધ્યમવાળી શાળામાં બાળક ભણે છે કહેતાં તો માબાપ જાણે કોચલું વળી જાય છે. એટલી બધી લઘુતાગ્રંથિથી આપણે પીડાતા થઈ ગયા છીએ. ‘वसुधैव कुटुम्बकम’ ને આપણે અંગ્રેજી ભાષામાં રૂપકડું નામ આપ્યું છે : ‘Globalization’. આપણા બૌદ્ધિક, ભૌતિક વિકાસ માટે આ ખૂબ જરૂરી પણ છે, પણ આપણે સૌ તો એ વિકાસની પાછળ એટલા ગાંડા બની ગયા છીએ કે ‘અંગ્રેજી…. માત્ર અંગ્રેજી’ની માળા જપતા થઈ ગયા છીએ. આમ જ થશે, અને ચાલતું રહેશે, તો ગુજરાતી પણ સંસ્કૃતની જેમ જ મૃત ભાષા બની જશે.
હમણાં જ શ્રી રમેશભાઈ સંઘવી સંપાદિત ‘અમી ઝરણાં’ નામનું પુસ્તક વાંચતી હતી. ગાગરમાં એમણે સાગર સમાવ્યો છે. તેમાં ઉદયન ઠક્કરની કાવ્યપંક્તિઓ ‘એક જાહેરાત’ વાંચી. મનમાં રમ્યા જ કરે છે. એ પંક્તિઓ ટાંકવાની લાલચ રોકી શકાતી નથી. એમની ક્ષમાયાચના સાથે એ ટાંકવાની તક લઉં છું :
‘ગુમાઈ છે, ગુમાઈ છે, ગુમાઈ છે,
કૉન્વેન્ટ સ્કૂલના કંપાઉન્ડમાંથી,
પલક મીંચવા-ઉઘાડવાની
કોઈ એક ક્ષણે ગુજરાતી,
લખતી વાંચતી એક પેઢી,
નિશાની છે, ‘કાનુડાએ કોની મટૂકી ફોડી ?’
એમ પૂછો
તો કહેશે, ‘જેક ઍન્ડ જીલની’
ગોતીને પાછી લાવનાર માટે
કોઈ ઈનામ નથી
કારણ કે એ હંમેશ માટે ગુમાઈ ચૂકી છે.’
ભાષાને સંસ્કૃતિ-સંસ્કાર-સમર્પણ-મમતાનું ભાથું બંધાવનાર, માતા માનનારા દરેક માટે આ આંખ ઉઘાડનાર છે. અત્યારે ગુજરાતી માટે જે પરિસ્થિતિ છે તેનું એમણે કરવું જોઈએ તેવું સચોટ વર્ણન કર્યું છે. ગુજરાતી ભાષા મૃત:પાય ન બની જાય તે માટે ભેખ લેનારાની સંખ્યા પણ ઓછી નથી. ફાધર વાલેસ અહીં રહ્યા ત્યાં સુધી ગુજરાતી ન હોવા છતાં પણ પૂરા ગુજરાતી બન્યા. ગુજરાતી ભાષામાં, ગુજરાતની સંસ્કૃતિ-સંસ્કારને પૂરેપૂરાં ઉતાર્યાં. ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઊજળું રહે તે માટે શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી જે પ્રયાસો ‘અર્ધી સદીની વાચનયાત્રા’ દ્વારા કરે છે તે સરાહનીય અને વંદનીય છે. મહેન્દ્રભાઈ સાથે શ્રી રમેશભાઈ સંઘવી પણ જોડાયા છે. જો હાથમાં આવે અને નજર ફેરવવાની તસ્દી લઈએ તો ગુજરાતી સાહિત્યમાંથી મંથન કરીને તારવેલા નવનીત પર આપણે જરૂર ઓવારી જઈએ, એના મીઠા આસ્વાદને મન ભરીને મમળાવીએ. અને કહીએ કે આપણું ગુજરાત પણ કંઈ કમ નથી. પૂ. મોરારિબાપુ અને શ્રી રમેશભાઈ ઓઝા એવી વિરલ વ્યક્તિઓ છે કે જેમણે ધર્મને સરળ રીતે જનતા સુધી પહોંચાડવા ગુજરાતના સુપ્રસિદ્ધ કવિઓનાં કાવ્યો, શેર-શાયરીઓનો ઉપયોગ કર્યો છે, અને ગુજરાતીમાં રસ લેતા કરવા માટે પોતાનો અમૂલ્ય સમય ફાળવ્યો છે. આપણું સદભાગ્ય છે કે શ્રી નારાયણભાઈ દેસાઈ જેવા સમર્થ સાહિત્ય સ્વામી પણ આપણી ગુજરાતી ભવિષ્યમાં ખોવાઈ ન જાય તે માટે પુષ્કળ પ્રયાસો કરે છે. કોનાં નામ ગણાવીએ – કોનાં કોરાણે મૂકીએ ? એટલી સંખ્યામાં આપણા સાહિત્યકારો ગુજરાતી ભાષાની ગરિમાને ગુંજતી રાખવાના પ્રયાસોમાં છે.
પણ ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજ્જવળ રાખવું હોય તો સહુથી સંનિષ્ઠ પ્રયાસો ઘર અને શાળામાંથી થવા જોઈએ. અંગ્રેજી માધ્યમમાં બાળક ભણે ભલે, પણ ગુજરાતી ભાષામાં સરસ મજાનાં જોડકણાં, સરસ વાર્તાઓ – બકોર પટેલની બાલવાર્તાઓ, ગીજુભાઈ બધેકાની બાળવાર્તાઓ, રમણલાલ સોનીની કલ્પનાસભર બાળવાર્તાઓ અને બાળગીતોથી માબાપ બંને થોડો સમય કાઢીને બાળકોને પણ પરિચિત કેમ ન કરાવે ? સ્નો-વ્હાઈટની વાર્તા માટે બરફના પ્રદેશમાં જવું પડે, જે આપણે માટે અપરિચિત માહોલ છે. ‘ગોળ કેરી ભીતલડી, શેરડી કેરા સાંઠા, ટોપરડે તો છાપરી છાઈ, બચ્ચાં બારણાં ઉઘાડો’ આપણો પરિચિત માહોલ, પરિચિત શબ્દો, બાળકોને જરૂર વધુ ગમે જ. આપણામાંથી જે મળતું હોય તેનાથી બાળકોને પરિચિત કરશું તો ગુજરાતી પણ તેમને ગમશે, એ માટેની તેમની વાંચનભૂખ પણ ઊઘડશે અને નવું શોધવાની અને વાંચવાની ઝંખના જાગશે. એક વાત આપણી ગુજરાતી પ્રજા માટે કહેવાય છે, ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત.’ પ્રીતિ સેનગુપ્તા કે પન્નાનાયક અમેરિકન સિટિઝન હોવા છતાં ગુજરાતીને ભૂલ્યાં નથી અને પ્રવાસવર્ણનો દ્વારા અને કાવ્યો દ્વારા સમૃદ્ધ નજરાણાં ધરે જાય છે. એ ગુજરાતી ભાષા માટે ઓછા ગૌરવની વાત નથી.
ગુજરાતી ભાષાની સમૃદ્ધિનો, અસ્મિતાનો બાળકોને ખ્યાલ આવે એટલા માટે અંગ્રેજી માધ્યમ હોય કે ગુજરાતી માધ્યમ, બંનેમાં ઈતિહાસ-ભૂગોળ જેવા વિષયો ગુજરાતીમાં શીખવવા જોઈએ અને તે પણ સરળ અને રોચક રીતે, તો બાળકોને ઈતિહાસ, ભૂગોળમાં જરૂર રસ પડે જ, અને જે તે વિષયો વિશે તે વધુ વાંચવા પ્રેરાય અને ગુજરાતી ભાષાને તે વધુ આત્મસાત કરે. ભાષા જ વ્યક્તિનું ઘડતર કરે છે. હમણાં હમણાં આપણે ત્યાં I.Q. આઈ ક્યુ અને E.Q. બે શબ્દોની બોલબાલા છે. I.Q. એટલે બુદ્ધિ ક્ષમતા તો અંગ્રેજી કે ગુજરાતી કોઈની પણ તેની બુદ્ધિમત્તા પર આધાર રાખે છે. પણ E.Q. એટલે કે સંવેદનશીલતાનું શું ? મારા મતે સંવેદનશીલતા આપણે માટે જરૂરી છે, અને તે આપણી ગુજરાતી ભાષા દ્વારા જ મળે છે. બાળપણની વાત કરીએ તો બાળક જ્યારે ‘બા મને ચપટી વગાડતાં આવડી ગઈ’ કે ‘પેલાં પંખીને જોઈ મને થાય….’ ગાય તો મા સાથે કે પંખી સાથે તે પૂરું ઓતપ્રોત થઈ જાય છે, અને બાળપણનો આનંદ સહજ તેને મળી રહે છે. યૌવનનો ઉલ્લાસ, રોમાંચ ‘તારી આંખનો અફીણી’ કે ‘સાંવરિયો રે મારો સાંવરિયો, હું ખોબો માંગુ ને દઈ દે દરિયો’ જેવાં ગીતો વડે જ અનુભવાય. અને પ્રૌઢાવસ્થાની ધીરગંભીરતાને ‘હિમાલયનો પ્રવાસ’, ‘ધરતીની આરતી’ જેવા માહિતીસભર પુસ્તકો જ ધરવી શકે. વૃદ્ધાવસ્થાને ઉંબરે પગ મૂકેલી માતા અને રજાઓ દરમિયાન પુત્ર-પુત્રીઓ આવ્યાં, તેમને વળાવીને પગથિયે બેસી ગયેલી માતાનું હૃદયસ્પર્શી વર્ણન ‘વળાવી બા આવી’ જેવાં કાવ્યોમાં જ મળે. અંગ્રેજી સાહિત્યમાં આ બધું છે જ, પણ આપણી ભાષા સાથેની આપણી આત્મીયતાને કારણે આપણે જુદા જુદા વખતની સંવેદનશીલતાને વધુ સારી રીતે અનુભવી શકીએ છીએ.
માતૃભાષા જ સંબંધોને આગવાં નામ આપે છે. મામા-મામી-કાકા-ફોઈ-ફુવા-ભાણેજ-ભત્રીજા, નણંદ-ભોજાઈ અને બીજાં અનેક નામ સંબંધોને અપાયાં છે. અને આ નામકરણને કારણે જ સંબંધો વધુ વ્હાલપભર્યા બન્યા છે. સંબંધોની મીઠાશ કેમ ગુમાવાય ? સંસ્કૃત છોડીને ઘણું ગુમાવ્યું છે. એ ભાષાના સુભાષિતોએ આપણને ઘણું આપ્યું છે. આપણી ગુજરાતી પણ આપણને સતત આપ્યે જ રાખે છે. ગુજરાતનું વાતાવરણ, ગુજરાતનું ગૌરવ ગુજરાતીને લીધે છે. ગુજરાતી છે તો ગરબે ઘુમાય છે, ગીતો ગુંજાય છે, લોકસંગીત-લોકગીતોની-લોકવાર્તાઓની લહાણી થાય છે. ગરબામાં પણ હીંચ-હુડો-ઘોડો જેવા પ્રયોગો થાય છે. રવીન્દ્રનાથ ટાગોર આપણી ગરબે ઘૂમતી ગુજરાતણોને જોઈ ઘેલા બન્યા હતાં. ગુજરાતીઓનો સ્વભાવ ગાજવાનો નથી તેથી આપણે આપણી ભાષાને ગજવી નથી. ઘણી વખત ગુજરાતી કુટુંબોની વાતોને વર્ણવતી ટીવી સિરિયલ જોઉં છું ત્યારે આપણી ગુજરાતી જાત માટે ગુસ્સો આવે છે. ઝઘડાઓ-કાવાદાવા, પ્રેમની વિકૃત રજૂઆત, પંચાત એ જાણે ગુજરાતી પ્રજાની ખાસિયત હોય તેવી રજૂઆત ટી.વી. પર થતી હોય છતાં આપણા પેટનું પાણીયે ન હલે ? અમારી ભાષામાં કાકમંજરી છે, મુંજાલ-મીનળદેવી છે, કોકિલા છે, રુદ્રદત છે, રંજન છે, ચંદા છે, અમારી ગુજરાતી ખમીરવંતી છે, એનો અહેસાસ થોડે ઘણે અંશે પણ પ્રસાર માધ્યમો અને પ્રચાર માધ્યમોને આપણે કરાવી શકીએ તો આવી વાહિયાત સીરિયલો બંધ થાય. ગુજરાતી ભાષાનું ગૌરવ અને તેની નમણાશ સહુને જાણવા અને માણવા મળે. જે તે સમયના સાંપ્રત સમાજનું આબેહૂબ વર્ણન એ તો ભાષા અને સમાજદર્શન પરની લેખકની અજબ પકડ બતાવે છે.
આપણી ભાષા જો નબળી પડશે, તો આપણે જ ગુમાવવાનું રહેશે. આ માટે, નાનાં-મોટાં, યુવાન-વૃદ્ધ, સ્ત્રી-પુરુષ, ગરીબ-તવંગર સહુ કોઈએ આપણી ગુજરાતી માટે, તેના અસ્તિત્વ માટે ઝઝૂમવાનું રહેશે. અને નર્મદના શબ્દોમાં જ કહું તો ‘સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે, યાહોમ કરીને પડો ફતેહ છે આગે’ – આપણી ગુજરાતીનું ભવિષ્ય ઊજળું જ રહેશે અને તેના થકી આપણે ઊજળા જ રહીશું. સમાપન કરું છું, ત્યારે ગાંધીજીએ બીજા સંદર્ભમાં કહેલાં વાક્યો યાદ આવે છે. કેટલું જોમ-કૌવત છે એ વાક્યોમાં ? ‘દેશ-વિદેશની સંસ્કૃતિના વાયરા શક્ય એટલી મુક્ત રીતે મારા ઘરમાં વહે એવી મારી પણ ઈચ્છા છે પણ તેના કારણે મારા પગ મારી ભૂમિમાંથી ઊંચકાઈ જાય અને હું દૂર ફંગોળાઈ જાઉં, એની સામે મારો સખત વિરોધ છે, એ હું હરગીજ સહન ન કરું.’
આપણી ગુજરાતીને સમૃદ્ધ-જીવંત રાખવા માટે આપણે પણ એવું જ કંઈક નક્કી કરીએ. બધી સંસ્કૃતિ બધી ભાષાઓ માટે ગુજરાતનાં બારણાં હંમેશાં ખુલ્લાં છે પણ અમારી ગુજરાતીને ભોગે તો હરગીજ નહીં.
Print This Article
·
Save this article As PDF
મેમ,
મા બાપ નિ આન્ખ્ ઉગાદ્દવા માતે ખુબ ખુબ ધન્યવાદ!
સાવ સાચી વાત.
આ બાબતે વાંચકો એ ઘણું અગાઊ પણ લખ્યું છે. પણ હું થોડા મુદ્દાઓ કહીશઃ
૧. ગુજરાતી ભાષા ભલે નથી મરી ગઈ પણ તેને લકવો જરુર લાગ્યો છે. કેવી રીતે? આજે ગુજરાતની કોઈ પણ શાળાનાં પ્રાંગણમાં જાવ અને વિદ્યાર્થિઓનાં સંવાદો સાંભળો. એક પુરુ વાક્ય એક ભાષામાં નહી બોલી શકે. ગુજરાતી કુટુંબનાં જ બે બાળકો વચ્ચે હિન્દીમાં સંવાદ થતો પણ જોવા મળે છે. (વડોદરામાં મને આ બાબત ખાસ ધ્યાન પર આવી છે.)
૨. ગુજરાતમાં હાલમાં એક પૂરી પેઢી એવી તૈયાર થઈ છે કે જેને ગુજરાતી વાંચન વૈભવનો બિલકુલ પરિચય નથી. (મને એવા ઘણાં ગુજરાતી (?) લોકોનો પરિચય છે.) લેખિકાએ જે સાક્ષરો નો ઉલ્લેખ કર્યો છે એ તેમને કુટુંબનાં કોઈ દુરનાં મામા-માસી કે કાકા-કાકીનાં નામો જેવા વધારે લાગે છે.
૩. વિડંબના તો એ છે કે આ જ પેઢીનાં મોટાભાગનાં ને અંગ્રેજી સાહિત્ય વૈભવનો પણ પરિચય નથી. આજે એ પેઢીનાં મોટાભાગનાં ઘરોમાં એ ‘ભાષા-સંસ્કાર’નો અભાવ ઊડીને આંખે વળગે તેવો હોય છે. અને આપણાં દુર્ભાગ્યે તેઓનાં ઘરોમાં એક એવી બીજી પેઢી તૈયાર થઈ રહી છે જે ગુજરાતી ભાષા વૈભવને વધારે નબળી બનાવે છે.
૪. એવા ઘરોમાં ન તો ગુજરાતી પુસ્તકો વંચાય છે ન તો અંગ્રેજી પુસ્તકો વંચાય છે. તેમનાં બેઠકખંડોમાં હલકા મનોરંજન પિરસતા ચમકતા પૃષ્ઠો ધરાવતાં સામાયિકો અને અંગ્રેજી દૈનિકો સજાવેલ હોય છે. (જેનું સ્તર પણ હાલનાં સમયમાં ઘણું ઊતરતું થયું છે) ગુજરાતી સમાચાર પત્રો પણ હાલમાં એ રવાડે જતાં જોવા મળે છે પણ તે અલગ વિષય થઈ જશે.
૫. ગુજરાતી શાળાઓનાં શૈક્ષણિક સ્તર પણ ઘણાં ઉતરતા થઈ ગયા છે….. તે પણ એક કારણ બને છે ગુજરાતી ભાષા ને નબળી બનાવવામાં. આ માળખું પણ સુધારવાની જરુર છે.
૬. બાળકોને બે ભાષાઓ તેના પૂરા વૈભવને અકબંધ રાખીને શિખવી શકાય તેમ છે (જેમ કે અંગ્રેજી મૂળાક્ષરોનાં સહારે આજે આપણે આ ગુજરાતી લખાણ લખીએ છીએ) પણ તે માટે રાજકીય અને શૈક્ષણિક અને પારિવારિક પ્રયત્નોની જરર પડે.
૭. ગુજરાતી લખવું આટલું સરળ હોવા છતાં રીડ-ગુજરાતી પર અંગ્રેજી પ્રતિભાવો નો પ્રવાહ આજે પણ વિપૂલ પ્રમાણમાં જોવા મળે છે. પ્રતિભાવો વાંચનાર ગુજરાતી વાંચી શકતો હોય અને અંગ્રેજી key-pad થી પરિચીત હોય અને છતાં પણ જો તે અંગ્રેજીમાં પ્રતિભાવો આપે તો તેને તેનો આત્મા અચૂક ડંખવો જોઈએ.
૮. હવે મારી વાત……જરા પણ દંભ વગર…..મારી દિકરી અહીં ગલ્ફમાં અંગ્રેજી માધ્યમમાં ભણે છે. અલબત તે હજું ૩જા ધોરણમાં જ છે પરંતુ જે વાતાવરણ અને મિત્ર વર્તૂળમાં તે મોટી થાય છે તેથી મને ઘણીવાર એ વિચાર અકળાવી મુકે છે કે તે શું ‘ચૌદ વરસની ચારણ કન્યા’ , ‘એ પંખીની ઊપર પથરો’ ‘કબુતરોનું ઘૂ ઘૂ ઘૂ’ જેવી કૃતિઓ માણી શકશે? મેં ઘણાં ગુજરાતી બાળ પૂસ્તકો વસાવી રાખ્યા છે અને વારંવાર તેને તેમાંથી વાર્તા પણ કહું છું કવિતાઓ ગાઊ છું……છતાં પણ………તે વાતાવરણ નથી મળતુ તેનો અજંપો જરૂર રહે છે.
૯. આ બધાં છતાં આપણી ભાષાનું ભવિષ્ય મને ‘રીડ-ગુજરાતી’ વાંચ્યા પછી ઊજળુ લાગે છે.
જગતભાઈ,
તમારા પ્રતિભાવો ઘણાજ સરસ અને આજના દરેક મા-બાપ (મારા સહિત) ને સમજવા લાયક પણ હુ એટલુ પણ ગર્વ જોડે કહીશ કે, મે મારા માતૃ ભાષાના પ્રેમ ને કારણે મારી દિકરી ને એવી અગ્રેજી શાળા મા મુકી કે જ્યા ભણવા નુ માધ્યમ ભલે અગ્રેજી હોય પરન્તુ, બીજી ભાષા ગુજરાતી હોય અને હુ આજે ગર્વ સાથે કહુ છે કે મારી દિકરી ને ગુજરાતી લખતા અને વાચતા આવડે છે. તે ધો.૧ થી ભાષા ભણે છે અને ધો.૧૦ સુધી સ્કુલ મા અને ધો.૧૨ સુધી કોલેજ મા ભણશે. હુ એ પણ કબુલુ છુ કે તેનુ ભાષા જ્ઞાન વિશાળ નથી પણ મને ખાત્રિ છે કે જેમ જેમ એ મોટી થશે તેમ જ્ઞાન પણ વધશે.
તમારી સાથે બીજી એક વાત મા પણ સ્મ્ત થાઊ છુ કે, આજે મા-બાપ ને બાળકો ને અગેજી માધ્યમ મા એટલે મુકવા પડે છે કારણ ગુજરાતી માધ્યમ નુ કથળતુ સ્તર.
હુ રિડ ગુજરાતી નો અને મારા બધા વાચક ભાઈ-બહેનો અને ખાસ કરી ને મ્રુગેષ નો આભાર માનુ છે, કારણ આ બધા ને કારણે જ હુ ગુજરાતી મા ટાઈપ કરી શકુ છુ, જોકે ઘણી જોડણી ની ભુલો થતી હશે, પણ મને ખાત્રિ છે કે મારા વાચક મિત્રો દરગુજર કરશે.
તૃપ્તિ
મને આનંદ છે કે હવે આપ ગુજરાતીમાં વિચારો વ્યક્ત કરો છો.
ગુજરાતી લખવામાં થતો અંતરનો ઉમળકો શબ્દોમાં વ્યક્ત કરવો શક્ય નથી.
જોડણીની ભુલો ધીરે ધીરે દૂર થશે.
જય્,
વિચારો તો પહેલા પણ વ્યક્ત કરી શકતી હતી, પણ ગુજરાતી ટાઈપ કરતા નહોતુ આવડતુ. Maybe I never tried.
ઘનો સરસ લેખ. હુ, મારિ પત્નિ અને ત્રણ બાળકો તો USA (California) માં છેલ્લા ૧૫ વષૅ થિ રહિયે છે…. હુ મારિ જાત ને ઘણો ધન્ય માનુ છું. આજે ૧૫ વષૅ પછિ પણ મારા ત્રણેય બાળકો, મારિ બને વહુઓ અને મારિ ૨ વષૅનિ પૌત્રિ પણ આપડિ માત્રુ ભાશા બોલે છે અને એકદમ સરસ બોલે છે… પણ્ મેં એ પણ જોયુ કે બીજા આપણા ભારત વાસીઓ માત્રુ ભાષા કરતા પણ English બોલવાનુ વધારે પસંન્દ કરે છે…. આ જોઇ ને મને ઘણુ દુઃખ થાય છે પણ English નો એવો ચસકો છે કે ના પુછો વાત…. ગુજરાતિ આવડતુ હોય છતા પણ English મા વાતો કરે…. શા માટે એ મને હજિ શુધી સમજાતુ નથી.!!! આ માટે હુ બાળકો ને નહિ પરંતુ મા-બાપ ને દોશી ગણાવુ છું. જ્યારે મારા બાળકો મારી સાથે માત્રુ ભાષા મા વાત કરે ત્યારે હુ બીજા ને જોઊ અને ત્યારે મને એવી શાંતી નો અનુભવ થાય કે ના પુછો વાત… અને અહિ જે લોકો માત્રુ ભાષા મા વાત કરવા નો પ્રયત્ન કરે છે એ જ્યારે પણ મો ખોલે તો અવુ લાગે કે કોઇ ગંદી ગારો બોલિ રહ્યુ છે…. કાન પાકી જાય…. પણ બીજી સંસ્ક્રુતી ના લોકો એમની માત્રુ ભાષા બોલે ત્યારે આપણે કેટલા નાના લગીયે એમની આગળ… ભલે એ ૮૦ વષૅનો ડોસો હોય કે પછી ૫ વષૅ ની બાળક કોય…. વિદેશો મા તો આપણા ભારતીયો જ એક બીજા સાશે English માં વાત કરતા જોયા છે. બાકી તો બીજા બધ્ધા એમની માત્રુ ભાષા મા વાત કરે છે….
ભાઇશ્રી જગતભાઇ,
ખરેખર ખુબજ ચિવટથી મુદાવાર પ્રતિભાવ આપ્યો.
આભાર.
વ્રજ દવે
rally true story.
સાહેબ,
ભાષા વાંચવાવાળા મરી જશે પણ ભાષા મરશે નહી.
આપણા વાચકો અને એમના પરિવારમા પણ ગુજરાતી ભણાવવામા આવે (લખતા, વાંચતા અને બોલતા) તો પણ બહુ છે, પછી ભલેને લોકો અંગ્રેજીમા ભણતા.
આપણી માનસિકતા ટોળા જેવી છે અને આપણે ગુલામ છીએ.
દરેક વિદેશી વસ્તુ દેશી કરતા સારી હોય એવા આપણા થોડેઘણે અંશે માનીએ છીએ (હું પણ બાકાત નથી). આ ગેરમાન્ય્તા દૂર કરીએ, એવી વસ્તુઓ બનાવીએ કે લોકો સામે પગલે પાછા આવે. અંગ્રેજીને દોષ આપવાથી કંઇ નહી વળે.
સ્વમાનની જરુર છે. એક વખત સ્વ્માન જાગૃત થાય એટલે લોકો વિચારતા થશે.
આજની તકલીફ એ છે કે “હું કેમ રહી જઉં” જો ફલાણો અંગ્રેજીમા ભણે છે. અને મારો પોરિયો અંગ્રેજીમા નહી ભણે તો એના ભવિષ્યનુ શુ થશે?
અસલામતી અને સ્વ્માનનો અભાવ એટલે ટોળાવૃત્તિ (વિચાર કર્યા વગર ચાલવુ).
ગરવી ગૂર્જર ભાષાના જતન માટે આહલેક જગાવતું ચિંતન.
કોઈ પ્રજાને મૃતઃપાય અને વામણી કરવી હોય તો તેની માતૃભાષા પર પ્રહાર કરો.
આપણે ગુજરાતીઓ એજ મહાકાર્ય (!) માં લગનથી લાગ્યા છીએ.
ગુજરાતી ભાષાનો વૈભવ માણવો હોય તો માતૃભાષાના મહાસાગરમાં ડૂબકી લગાવવી પડે.
માતૃભાષાના મહાસાગરમાં ડૂબકી લગાવનાર મરજીવાને મળે….
માડી તારૂ કંકુ ખર્યુને સૂરજ ઉગ્યો…..થી
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા જેવા અણમોલ રત્નો.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગુજરાતીમાં જ હોવું જોઈએ.
ગળથુથીમાં માતૃભાષાનું સિંચન થયું હશે તો બાળકનો માતૃભાષા પ્રત્યેનો પ્રેમ હંમેશા જળવાઈ રહેશે.
જય જય ગરવી ગુજરાત.
લેખિકાએ ગુજરાતી કુટુંબોની વાતોને વર્ણવતી ટીવી સિરિયલ વિષે બળાપો વ્યક્ત કર્યો છે…….તે બાબતે જણાવવાનું કે ટી. વી. પ્રસારણનાં શરૂઆત નાં તબ્બકામાં બહું સારા ગુજરાતી અને હિન્દી ધારાવાહિકો રજુ થયાં અને લોકો એ વધાવ્યા પણ ખરાં…..પણ પાછળથી કોણ જાણે કેમ સાવ રેઢીયાળ ધારાવાહિકો નો પ્રવાહ ચાલ્યો અને તેને તેવા દર્શકો(?) પણ મળ્યા !!! (“તમાશાને તેડું ન હોય”) આ બધું પછી મુડીવાદનાં રંગે રંગાયુ……અને હવે………ચાંદીનાં સિક્કાઓ ની પાછળ દોડતાં કલાકારો, દિગ્દર્શકો, નિર્માણકારોને “ચાંદની” કોને કહેવાય તેની શું ખબર પડે???
અને હવે તો……..ગાલિબ સાહેબનાં શબ્દોમાં
बाज़ीचा-ए-अत्फ़ाल है दुनिया मेरे आगे
होता है शब-ओ-रोज़ तमाशा मेरे आगे
બાઝીચા=રમત, અત્ફાલ=બાળકો
તમે ગાલિબ ને બદ્લે કોઇ ગુજરતિ કવિ નિ પન્ક્તિ વાપરિ હોત તો વધારે સારુ થાત્…
રમેસ્
રમેશભાઈ,
આપે સાચું કહ્યું…….આપ જ કોઈક સારી પંકતિ શોધી આપો તો આપનો ખુબ આભારી થઈશ.
ખુબજ સરસ લેખ. આ વિષય પર અગાઊ પણ ઘણી વાર વાદ્સંવાદ થયા છે તેમજ ઘણુ લખાયુ છે – મારા મતે અંગ્રેજી માધ્ય્મ માં ભણાવવા થી વિશેષ ફરક નથી પડતો પણ આપણા પોતાના ઘરે અને આસપાસ જે વાતાવરણ હોય તે અસર કરે છે. હુ અંગ્રેજી કે અંગ્રેજી માધ્ય્મ ની તરફેણ નથી કરતો પણ અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવુ પણ એટ્લુજ જરૂરી છે.
ફ્ક્ત એટ્લી વાત યાદ રાખવી કે આપણી માતૃભાષા ઘર માં બોલાતી રહે, વંચાતી રહે અને લખાતી રહે – કેમકે “અભિવ્ય્ક્તી ની સરળતા માતૃભાષા માંજ છે.” – બાળક ને અને પુખ્ત વય ની વ્ય્ક્તી ને પણ .
ખુબ જ સુંદર લેખ છે. રોગ પકડાય પછી સત્વરે તેનો ઇલાજ થવો જ જોઇએને!
સહુથી પહેલી વાત છે, હકારાત્મક વિચારોની (Positive Thinking). અને પછી ૧૦૦% વિશ્વાસ સાથે તે દીશામાં પ્રયત્નો. હકારત્મક વિચારોની શક્તિ અગાધ છે.
What we think, we become. All that we are, arises with our thoughts. With our thoughts, we make the world.
Your worst enemy cannot harm you as much as your own unguarded thoughts. ………….. The Buddha
With faith we can achieve the impossible, without the faith we can not cross the threshold.
ગુજરાતી ભાષા માનું ધાવણ પાય છે : અંગ્રેજી ભાષા જગતસાહિત્યમાં લઈ જઈ મૂકે છે. સંસ્કૃતભાષા સર્વેનો અદ્દભુત સમન્વય, ગગનમંડળ સમો, સર્જે છે. એ ત્રણ ભાષાઓનાં ભાષાજ્ઞાન વિના ગુજરાતી બાળક પંગુ જ રહે…….. કવિવર શ્રી નાન્હાલાલ
તેઓ પણ અંગ્રેજી ભણવાની વાત સ્વીકારે છે પણ ગુજરાતી ભાષાના ભોગે નહીં.
ઘરમાં ગુજરાતી ભાષાનું મહત્વ સ્વીકારી તેને પ્રોત્સાહન મળે તેવા પ્રયત્નો કરવા જોઇએ. અહિં પણ હકારાત્મક વિચારો ખૂબજ જરૂરી છે. એવું કદાપિ ન વિચારવું કે બધા બાળકો ને અંગ્રેજીમાં વધારે રસ છે માટે મારૂં બાળક પણ તેમ જ કરવાનું. બીજા લોકો ગર્વથી કહે છે કે મારા છોકરાઓને ગુજરાતી અવડતું નથી. આવું તો સ્વપ્નામાં પણ વિચારવુ કે બોલવું નહિં. આવું નકારાત્મક વિચારીને આપણે પોતે જ અપણા પગ પર કુહાડો મારીએ છીએ. આવું વિચારીને આપણે અડધું યુધ્ધ હારી જઇએ છીએ. દરેક બાબતમાં હકારાત્મ જ વિચારવું જોઇએ. Burning Desire જ સફળતા તરફ દોરી જાય છે.
આપણે બધાએ અત્યારથી જ વિચારવાનું શરું કરી દેવું કે ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજળું જ છે. અને તે માટેના પ્રયત્નો પણ આજથી જ શર કરી દેવા જોઇએ. જેવાકે બીજાને પણ હકારાત્મક વિચારો દર્શાવી પ્રોત્સાહન આપવું. અને વિચારોની અપ લે કરી તેમાંથી કઇ ક નક્કર શીખી પ્રયત્નો વધુ સતેજ બનાવા. પ્રેમપૂર્વક ગુજરાતીમાં પ્રેરણાત્મક વાર્તા કહેવી. આપણે પોતે પણ રોજ ગુજરાતીમાં થોડું પણ વાંચવાનું રાખવું જોઇએ. કરોળિયો દસ વખત પડીને પ્રયત્ન ન છોડતા પ્રયત્ન કરીને સફળતા મેળવ છે.
ફાધર વૉલેસ શું સવાયા ગુજરાતી નથી? તો પછી અપણે શા માટે ગુજરાતીમાં પાછા રહી જઇએ. ગુજરાતીમાં સુંદર પ્રેરણાત્નક વાર્તાઓ અપનાર ડૉક્તર આઇ કે વીજળીવાળા શું ગુજરાતી છે? તો પછી અપણે ગુજરાતી માટે શા માટે નાનમ અનુભવવી જોઇએ?
Failure is the opportunity to begin again, more intelligently………………Henry Ford
The difference in winning and losing is most often…. not quitting………………..Walt Disney
Dreams become reality through consistent application……………………………… Dr. Anthony Fernando
હું અશા રાખું છુ કે ગુજરાતી ભાષા માટેના પ્રયત્નો માટે વિચારોની આપ-લે અને પ્રયત્નો અત્યારથી જ શરૂ થઇ જાય.
રજની ગોહિલજી,
તમારી કઈ ભુલ થતી હોય એવુ લાગે છે. ડો. વિજળીવાળા સાહેબ મારા મતે ગુજરાતી છે.
તંમારિ વાત સાચિ .ડડો. વિજળીવાળા સાહેબ ગુજરાતી જ જ્છે.
,ભાવનગર મા રહે છે.
જય જય ગરવી ગુજરાત આ લેખ માટે તમોને લાખ લાખ વંદન ભાષાની આવી સેવા આપણે સહુ સાથે મળી ને કરી શકીએ તેવી પાર્થનાઓ
===
ઝડપી લખાણ માટે આ લીંક બહુજ સારી છે
http://www.google.com/transliterate/indic/Gujarati
રાજેશભાઈ આપનો અભાર. આવુજ કૈંક હું શોધી રહ્યો હતો. ગુજરાતી લખવામાં ઘણો સમય નો દુર્વયે થાય છે.
આશિષ દવે
Sunnyvale, California
આશિષભાઈ હજુ વધુ જાણવા http://www.bhashaindia.com (microsoft website for indian bhasha)આ સાઈટ વિઝિટ કરો
તમારો આ લેખ રિડગુજરાતી પર જોઇ ખુબ આનદ થયો. આ માધ્યમ દ્વરા વિદેશમા વસતા લોકોને પણ તમારો લાભ મલ્યો.
— આશા
આ ચિંતા અને બળાપો બીલકુલ અસ્થાને છે. અહી બે ચાર શબ્દો લખવા પુરતી સેવા કરો કે ન કરો ભાષા ને કોઇ આંચ નહી આવે. વર્ષો થી અંગ્રેજી મીડીયમ અને અંગ્રેજ દેશ માં જવાનો મોહ રહયો છે છતાય મારા માનવા પ્રમાણે ભાષા ની જીવતંતા એટ્લી જ છે. હું જ્વ્વલે ટી વી જોઇ શકું છું પરંતુ સીરીયલો અને ફીલ્મો માં આંપણી ભાષાનાં અને રીવાજ નાં ઉપયોગ થી ગર્વ અનુભવુ છું. સીરીયલો વાહીયાત છે તે સહમતી પણ તેમાં ભાષા નો બળાપો શૂ કામ? એકજ વાત યાદ રાખો – આવનારી પેઢીને અથવા હાલ માં ન જાણનાર ને ગુજરાતી માં લખતા વાંચતા અને ગાતા શીખવો- અને આવી બધી ભારે ચિંતાઓ મુકો! થોડા વખત પહેલા મારી ૧૪વર્ષની ભાણી ને મેં અચાનક પત્ર લ્ખ્યો જેમાં કહ્યુ કે ઓરકુટફેસબુક્મોબાઇલ સાથે આ કળાને પણ જીવંત રાખજે!!
આ લેખની અનુરુપ સમાચાર. લેખિકાનો બળાપો ખોટો નથી.
http://abgdeshgujarat.blogspot.com/2010/01/blog-post.html
આશા
સરસ લેખ.
જેટલી વધુ ભાષા આવડે એ ગવૅ લેવા જેવિ હોશિયારીની વાત છે એવુ બાળકને સમજાવવુ, પણ એ પહેલા મા-બાપે એ બાબત સમજવિ પડે.
અહિ તમે કોઈને કહો કે મને અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને થોડુ સંસ્ક્રુત આવડે છે તો તમારી સામુ આશ્ચયૅથી જોશે.
મે મારા ફોનનો રીંગટોન ‘સાંવરિયો રે મારો ………’ રાખ્યો છે.(મારા પતિનો ફોન હોય ત્યારનો રીંગટોન). સરસ ગુજરાતી ગીત છે.એ ગુજરાતી ગીતો, ગરબા, ભજનો ની મઝા કંઇક ઑર જ છે. સંન્તાનોને આઈપોડમા ગુજરાતી ગીતો મુકવાનુ કહેવાનુ, ઘરમા ગુજરાતી જ બોલવાનુ……. વગેરે વગેરે પ્રયત્ન કરી શકાય……
મને તો ઘણી વાર એવુ લાગે છે કે પરદેશમા રહેતા ભારતીઓ, ‘ભારતીઓ’ બનીને રહેવાનો વધુ પ્રયત્ન કરતા હોય છે બધી રીતે…….
સરસ લેખ. અને પ્રતિભાવો પણ ઉતમ.
વ્રજ દવે
We are now in NEW ZEALAND and have two grand daughters,one is in grade 3 .She speaks English well but she speaks GUJARATI and HINDI as well.WE feel pround to be an INDIAN and GUJARATI .One might think I am boasting but we speak only in GUJARATI in the house and she forbids us if we converse with her in English .One who understands the importance of our mothertounge is GREAT.
લેખ વાંચીને ખુબ આનન્દ થયો. અમેરીકામા વસતા ગુજરાતી મા-બાપ પોતાના બાળકૉ ને સ્પેનીશ અથવા ફ્રેન્ચ ભાષા શીખવે છે અને તેનુ ગૌરવ લે છે,કાશ ગરવી ગુર્જરગિરા ને માટે આજ ગૌરવ તેમના દિલમા હોત? પરદેશ મા ભુંસઈ જતી માત્રુ ભાષા
ના કારણો અનેક છે. છવાઈ ગયેલુ અંગ્રેજી વાતાવરણ, મિત્ર વર્તુળ, પાઠય પુસ્તકૉ, અને સૌથી અગત્યનુ મા-બાપ નુ પોતાનુ લોપાતુ ગુજરાતી માટે નુ અભિમાન.જ્યોતિલા ખારોડ ને આ સરસ લેખ લખવા બદલ અભિનંદન.
મે તો જોયુ છે કે અહિયા અમેરિકામા થોડા ગુજ્રરાતિ એવા છે જેમને ગુજ્રરાતિ બોલવુ પસ્ન્દ નથિ. they would never make a small effort to teach their child to atleast speack little gujrati, they think that since kids will be living here in USA why do they need gujrati. Just one thing to those, be proud to be gujrati, its our identity, doesn’t matter where you are born, you are gujrati and no one and nothing can change that.
ઘનો સરસ લેખ. હુ, મારિ પત્નિ અને ત્રણ બાળકો તો USA (California) માં છેલ્લા ૧૫ વષૅ થિ રહિયે છે…. હુ મારિ જાત ને ઘણો ધન્ય માનુ છું. આજે ૧૫ વષૅ પછિ પણ મારા ત્રણેય બાળકો, મારિ બને વહુઓ અને મારિ ૨ વષૅનિ પૌત્રિ પણ આપડિ માત્રુ ભાશા બોલે છે અને એકદમ સરસ બોલે છે… પણ્ મેં એ પણ જોયુ કે બીજા આપણા ભારત વાસીઓ માત્રુ ભાષા કરતા પણ English બોલવાનુ વધારે પસંન્દ કરે છે…. આ જોઇ ને મને ઘણુ દુઃખ થાય છે પણ English નો એવો ચસકો છે કે ના પુછો વાત…. ગુજરાતિ આવડતુ હોય છતા પણ English મા વાતો કરે…. શા માટે એ મને હજિ શુધી સમજાતુ નથી.!!! આ માટે હુ બાળકો ને નહિ પરંતુ મા-બાપ ને દોશી ગણાવુ છું. જ્યારે મારા બાળકો મારી સાથે માત્રુ ભાષા મા વાત કરે ત્યારે હુ બીજા ને જોઊ અને ત્યારે મને એવી શાંતી નો અનુભવ થાય કે ના પુછો વાત… અને અહિ જે લોકો માત્રુ ભાષા મા વાત કરવા નો પ્રયત્ન કરે છે એ જ્યારે પણ મો ખોલે તો અવુ લાગે કે કોઇ ગંદી ગારો બોલિ રહ્યુ છે…. કાન પાકી જાય…. પણ બીજી સંસ્ક્રુતી ના લોકો એમની માત્રુ ભાષા બોલે ત્યારે આપણે કેટલા નાના લગીયે એમની આગળ… ભલે એ ૮૦ વષૅનો ડોસો હોય કે પછી ૫ વષૅ ની બાળક કોય…. વિદેશો મા તો આપણા ભારતીયો જ એક બીજા સાશે English માં વાત કરતા જોયા છે. બાકી તો બીજા બધ્ધા એમની માત્રુ ભાષા મા વાત કરે છે….
મિતાલીબહેન, તમારી વાત કદાચ સાચી હશે પરંતુ સિકાની બીજી બાજુ પણ છે. મારી ૮ વર્ષની દિકરી ઘણું સુંન્દર ગુજરતી વાચી લખી શકે છે. સાથે સાથે ગુજરાતીમાં જયારે વાત કરે ત્યારે કોઈ કહી ન શકે કે તે સમજણી થયા પછી ક્યારે પણ ઇન્ડિયા ગઈ નથી.
આશિષ દવે
Sunnyvale, California
ગુજ્રરાતિ ભાસાનુ ભુલતા જવુ એ દુખદ્જ્નક વાત ખરિ આ મુદ્દ્દો બધાના ધ્યાન્મા લાવ્વા બદલ લેખિકા ને અભાર્ . મારો અભિપ્રાય – ભાસા ભુસઈ જાય્
જ્યારે તેનો વપરાશ બન્ધ કરિ દેવાય્ . પરદેશ્મા રહેવથિ આ હકિકત હુ દર્રરોજ અનુભવુ અને ગુજરતિ સાથેનો સમ્પર્ક ચાલુ રાખવા સતત પ્રય્ત્ન કરતિ રહુ તો
જ મરિ જાત ને ગુજરતિનિ ખરિ પ્રેમિ માનુ.
સુંન્દર લેખ. ભૂતકાળમાં આ વિષયની ચર્ચા અવારનવાર થઈ છે.
આશિષ દવે
Sunnyvlae, California
શાલા મા ગુજરાતિ ભાશા માતે સિક્ષકો એ ભાર આપવો જોઇયે.
ગુજરાતિ ભાશા ચે તો જ આપને ગુજરાતિ લોકો ચ્હિયે.
I am typing first time in gujarati, so pls forgive me for some typo.
ભાર્ગવ