કવિવર શ્રી રાજેન્દ્ર શાહનું મહાપ્રયાણ

ભારતના સર્વોચ્ચ ‘જ્ઞાનપીઠ એવોર્ડ’ વિજેતા કવિ શ્રી રાજેન્દ્ર શાહ ગત શનિવારે રાત્રે તેમના પુત્રના નિવાસસ્થાને શાંતિપૂર્વક ચિરનિદ્રામાં પોઢી ગયા હતા. તેઓની વય 97 વર્ષની હતી. ગાંધીયુગના કવિઓમાં તેમણે અનોખી ઓળખ ઊભી કરી હતી. ‘શાંત કોલાહલ’, ‘શ્રુતિ’, ‘આંદોલન’ જેવા તેમના અનેક કાવ્યસંગ્રહો સુપ્રસિદ્ધ બન્યા છે.  તેઓ મુખ્યત્વે સૌન્દર્યલક્ષી કવિતાઓના કવિ હતા. ‘રામવૃંદાવની’ નામે તેમણે ગઝલો પણ લખી હતી. બાળકાવ્યો સહિત  કાવ્યાનુવાદનું કાર્ય પણ તેમણે વિપુલ પ્રમાણમાં કર્યું હતું. તેમના જ સુપ્રસિદ્ધ કાવ્ય ‘કેવડિયાનો કાંટો’ દ્વારા આજે રીડગુજરાતી તરફથી તેમને સાદર શ્રદ્ધાંજલિ સમર્પિત છે :

036કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,
મૂઈ રે એની મ્હેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે.

બાવળિયાની શૂળ હોય તો
……………. ખણી કાઢીએ મૂળ,
કેરથોરના કાંટા અમને
……………. કાંકરિયાળી ધૂળ;

આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે.
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

તાવ હોય જો કડો ટાઢિયો
……………. કવાથ કૂલડી ભરીએ,
વાંતરિયો વળગાડ હોય તો
……………. ભૂવો કરી મંતરીએ;

રૂંવે રૂંવે પીડ જેની એ તો જડે નહિ કહીં ભાંગ્યો રે.
કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.

નોંધ : આજના આ વિશેષ લેખની સાથે હંમેશની જેમ અન્ય બે લેખો પણ પ્રકાશિત  કરવામાં આવ્યા છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુજરાતી ભાષાનું ભવિષ્ય – જ્યોતિલા ગ. ખારોડ
સત્ય હતું કે દુ:સ્વપ્ન….. – જયવતી કાજી Next »   

14 પ્રતિભાવો : કવિવર શ્રી રાજેન્દ્ર શાહનું મહાપ્રયાણ

 1. Chintan says:

  પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને પરમશાંતિ અર્પે એજ પ્રાર્થના.

 2. જગત દવે says:

  એ તો ‘કેવડીયાનો કાંટો’ જેને વાગ્યો હોય અને જેમને ‘અણદીઠાનો અંગે ખટકો’ લાગ્યો હોય તે જ આવી રચનાઓ રચી શકે.

  તેઓનું સાહિત્ય સર્જન અને તેઓની દિર્ધાયુ બંને તેમનાં પવિત્ર જીવન અને આત્માની ઓળખ આપે છે.

  ઈશ્વરને પણ આ ‘કેવડીયાનો કાંટો’ વાગે અને ગુજરાતીઓ ને આવા સંવેદનશીલ કવિઓ અને લેખકો તે આપતો રહે તેવી પ્રાર્થના.

 3. nayan panchal says:

  પ્રભુ, સદગતના આત્માને શાંતિ આપે…

 4. જય પટેલ says:

  આઝાદીની ચળવળથી શરૂ કરીને ગુજરાતી સાહિત્યની નિઃસ્વાર્થ સેવા કરનાર
  કવિશ્રી રાજેન્દ્ર શાહને ભાવભરી શ્રધ્ધાંજલિ. પ્રભુ તેમના આત્માને શાંતિ બક્ષે.

  ધન્ય ધન્ય ધરા ગૂર્જર.

 5. Chetan Tataria says:

  કવિશ્રી રાજેન્દ્ર શાહને ૨૦૦૧ માં તેમના ‘ઘ્વનિ’ કાવ્ય સંગ્રહ માટે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો.
  ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

 6. Chirag says:

  ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

 7. Ramesh Patel says:

  દેશ પ્રેમી,સૌંદર્યથી મઢી અનોખી કવિતા કરનાર કવિને તથા સૌના હૃદયમાં વસી જનાર
  અને અમારા પાડોશી વતન કપડવંજની ધરતીની સુગંધની સૌને પરિચય
  દેનાર સાહિત્યશ્રેષ્ઠીને શ્રધ્ધાંજલી સાથે વંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)યુ એસ એ

 8. Veena Dave. USA says:

  ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
  ભાવભરી શ્રધ્ધાંજલિ.

 9. ‘આ તો અણદીઠાનો અંગે ખટકો જાલિમ જાગ્યો રે.

  કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે.’

  કવિશ્રી રાજેન્દ્ર શાહને ભાવભરી શ્રધ્ધાંજલિ..

  રાજેન્દ્ર અને ત્રિવેદી પરીવાર.

 10. કવિ શ્રી રાજેન્દ્રભાઈ શાહને ભાવભીની શ્રધ્ધાંજલિ. ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એમનું યોગદાન વર્ષો સુધી રહ્યું . અનેક રચનાઓ આપી . ફાલ્ગુની પાઠકને કંઠે ગવાયેલ ગીત
  “” ઈંધણાં વીણવાં ગઈતી મોરી સૈયર…….”””
  એટલુ બધું પ્રચલીત થયેલુ છે , કે એ ગીત દરેક ગુજરતીને કંઠે હશે .
  એ ગીતની રચના શ્રી રાજેન્દભાઈએ કરી હતી..
  એમના આત્માને ભાવભરી સ્મરણાંજલિ
  કીર્તિદા

 11. yatish says:

  May his soul rest in PEACE… Gujarati literature has lost its most loved and talented son….

 12. the great poet was truely tagor of gujrat.we will miss him for ever.

 13. Ashish Dave says:

  God bless his soul. No question we are going to miss him.

  Ashish Dave
  Sunnyvale, California

 14. mounang shah says:

  પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને પરમશાંતિ અર્પે એજ પ્રાર્થના.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.