છમ્મવડું – ડૉ. નલિની ગણાત્રા

[ જેમના હાસ્યલેખો આપણે અવારનવાર માણીએ છીએ તે, ડૉ.નલિનીબેનના તમામ પુસ્તકોમાં પ્રત્યેક પ્રકરણને અંતે આપેલા રમુજી ટૂચકાઓ અહીં એક સાથે પ્રકાશિત કરવામાં આવ્યા છે. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9428351120. ]

એક બહેને વેપારી પાસે દરેક આઈટમમાં એટલા બધા ભાવો ઓછા (વાજબી) કરાવ્યા કે વેપારીએ કંટાળીને કહ્યું : ‘બહેન, તમે મારી આખી દુકાન જ દસ રૂપિયામાં લઈ લ્યો !’ તો પેલાં બહેને કહ્યું : ‘પેલો બાજુવાળો વેપારી તો મને એની આખી દુકાન પાંચ રૂપિયામાં આપવા તૈયાર થયો’તો !!’
************

‘આપઘાત કરવા નીકળ્યા ?’
‘હાસ્તો !’
‘કેટલા વાગે પાછા આવશો ?’
************

‘તમે ક્યારે આપઘાત કરો છો ?’
‘બચાવવાનો સમય તમને ક્યારે છે ?’
************

‘ડૉ. સાહેબ, મને વારંવાર આપઘાત કરવાના વિચાર આવે છે, હું શું કરું ?’
‘એકવાર કરી નાખો, પછી નહીં આવે !’
************

‘લે મગનકાકા ગુજરી ગયા ? હજી સવારે તો મારી પર ફોન આવ્યો કે આવતીકાલે મળવા આવું છું.’
‘તો હવે, મિત્રભાવે તમે મળવા જાવ !’
************

કોઈક ભાગ્યવાનને અન્યના બેસણામાં જતાં રસ્તામાં અકસ્માત થતાં પોતાના બેસણાની તક સાંપડી જાય છે !!
************

સારા અક્ષરોને લીધે હોંશિયાર વિદ્યાર્થીને વધારે માર્કસ આવે છે અને ડોબો વિદ્યાર્થી સારા અક્ષરોને લીધે જ ફેઈલ થાય છે !!
************
સાસુ : ‘અમે તો આજ છીએ ને કાલ નથી.’
વહુ : ‘પણ આજ તો કાઢવી ને ?!’
************

‘પત્ર લોકલ હોય તો ય દસ દિવસે મળે છે, એવું કેમ ?’
‘કેમ વળી ? લોકલ ટ્રેનો મોડી નથી પહોંચતી ?’
************

‘મેં આ વખતે લાંબો પત્ર લખેલો. વાંચવામાં તમને બહુ સમય બગડ્યો હશે નહીં ?’
‘ના રે, અલ્પવિરામ, પૂર્ણવિરામ નહોતાં મૂક્યાં એટલે ઝટ વંચાઈ ગયેલો !’
************

‘તું અમિતાભ બચ્ચન જેવો લાગે છે’ એમ કહેવું તે પ્રશંસા અને ‘અમિતાભ બચ્ચન તારા જેવો લાગે છે’ એમ કહેવું તે ખુશામત !
************

‘તમે કઈ બાબતમાં વધારે જાગૃત છો ?’
‘ઊંઘવામાં !’
************

આ જગતનો સૌથી બડો કમભાગી હોય તો એ ઈશ્વર. જેને બધા યાદ કરે, પણ એના ઘરે જવું કોઈને ગમે નહીં.
************

‘લગ્ન કરતી વખતે જીવન દિવાળી જેવું લાગે છે. પણ લગ્ન પછી હોળી જેવું કેમ થઈ જાય છે ?’
‘એ તો અગ્નિ ફરતે ફેરા ફરીને લગ્ન થાય છે ને એટલે !’
************

‘એક ઓક્ટોપસ બીજા ઓક્ટોપસને મળે ત્યારે શું કરે…?’
‘મળે જ નહીં.’
‘કેમ ?’
‘મળે તો 64 વખત હાથ, મિલાવવા પડે ને એટલે…!!’
************

‘કેમ છે તબિયતપાણી ?’
‘આ ત્રણ દિવસથી પાણી આવતું નથી એની લ્હાયમાં જ તબિયત બગડી છે !!’
************

‘Old News’નું ગુજરાતી શું ?’
‘નવા-જૂની !’
************

‘ગંદકીની શોખીન માખી આપણાં ચોખ્ખાં કપડાં પર શા માટે બેસતી હશે ?’
‘પોતાના ગંદા પગ લૂછવા !’
************

‘ઓહો, તમારી સોનુના ગાલ તો મજાના ઢોકળા જેવા ફૂલી ગયા છે ને !’
‘એ તો સાજીના ફૂલનું ઈન્જેકશન આપ્યું છે એટલે !!’
************

‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય.’
‘ખોટી વાત. અમારી પડોશમાં રહેતા પ્રાણકાકાને ગુજરી ગયે પંદર વરસ થયાં. હજુ પ્રકૃતિકાકી ગયાં નથી !’
************

‘તમે કેમ પતંગ ચગાવતાં નથી ?’
‘શોક છે.’
‘તો સફેદ પતંગ ચગાવો ને !’
************

‘તમે દાંત કોની પાસે પડાવ્યા ?’
‘કડિયા પાસે.’
‘કડિયા પાસે ??’
‘ડેન્ટીસ ડૉ. કડિયા પાસે.’
************

‘કલ્પેશ શેઠ’ને એના બોસે પણ શેઠ કહેવો પડે !
************

વાઘ જેવી પત્ની અને બકરી જેવા પતિને સાથે ચા પીતાં જોઈને ‘વાઘબકરી’ ચા એવું નામ પડ્યું !
************

‘જનકલ્યાણ’ વાંચવા માટે જાગવું જરૂરી છે, જનકલ્યાણ કરવા માટે ઊંઘવું જરૂરી છે !
************

‘તમારા લેખ પરથી લાગે છે કે તમને ‘ગાંડા’નો ખાસ્સો અભ્યાસ છે.’
‘હાસ્તો વળી, વર્ષોથી તમારી સાથે ઘર જેવો નાતો ખરો ને !’
************

‘ગાંડા વિશે લેખ લખોને, પ્લીઝ…’
‘માર વિશે લેખ લખોને’ એમ કહેતાં શું તમને સંકોચ થાય છે ?’
************

‘ગીત ગાતી મમ્મીને દીકરો શું કહે ?’
‘ગાય માતા’
************

‘તમારો મનિયો બારમામાં કેવી રીતે પાસ થઈ ગયો ?’
‘છબરડાને ભોગે…..!’
************

કલાસમાં ભણાવતાં ભણાવતાં ઝોકું ખાતા ટીચરને જોઈને ચંગુ બોલ્યો : ‘આ ટીચર પરીક્ષા વખતે આવે તો કેવું સારું !’
************

‘બેટા, સ્કૂલમાંથી પેન્સિલ નહીં ચોરી લાવવાની.’
‘તો શું ચોરી લાવવાનું ?’
************

‘ભિખારીને ચશ્માં ન હોય !’
‘મતલબ ચશ્માં વગરનાં બધાં ભિખારી…..ઈ…ઈ….!!’
************

‘મણિબહેનની ખબર કાઢવા જવું છે ?’
‘મેં હજુ હમણાં જ ચા-નાસ્તો કર્યો, કાલે જઈશું !!’
************

‘હું તને મોબાઈલ મારીશ.’
‘તો હું તને લેન્ડલાઈન મારીશ જા !’
************

‘યાદ-બાદ કરો છો કે નહીં ?’
‘બંને શક્ય નથી બનતું એટલે માત્ર બાદ કરું છુ !’
************

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઓડકાર અમૃતનો – ડૉ. આઈ. કે. વીજળીવાળા
જીવનની ભેટ – સં. સંજીવ શાહ Next »   

29 પ્રતિભાવો : છમ્મવડું – ડૉ. નલિની ગણાત્રા

 1. trupti says:

  એક દિવસ એક ગામડીયો મુબઈ આવ્યો. જયારે એ ગામ છોડી રહ્યો હોય છે ત્યારે બીજા ગામડીયા એ પહેલા ને કીધુ, “ભાઈ શહેર મા જ્યારે તુ ખરીદી કરવા જાય ત્યારે જરા સભાળજે, કારણ શહેર ના લોકો બધીજ વસ્તુ ના બમણા ભાવશે, તારે ભાવ ઓછા કરાવવાના.” પેલા ગામડીયા એ કીધુ, “સારૂ”.
  શહેર આવી પેલો ગામડીયો છત્રી ખરીદવા ગયો.
  દુકાનમા જઈ તેને દુકાનદાર ને પુછ્યુ,” ભાઈ આ છ્ત્રી કેટલાની?”
  દુકાનદારઃ “૫૦ રૂ. ની”
  ગામડીયોઃ “૨૫ મા આપવી છે?”
  દુકાનાદારઃ “ના, પણ ૩૦ મા લઈ જાવ”
  ગામડીયોઃ ” ૧૫ મા આપવી છે?”
  દુકાનાદારઃ “ના, પણ ૨૦ મા લઈ જાવ”
  ગામડીયોઃ ” ૧૦ મા આપવી છે?”
  દુકાનાદારઃ “સારૂ લઈ જાવ”
  ગામડીયોઃ “૫ મા આપવી છે?”
  દુકાનાદારઃ “એક કામ કરો પેલી ખુણા મા પડી છે એ મફત મા લઈ જાવ”
  ગામડીયોઃ “તો ૨ આપવી છે?”

 2. payal says:

  nice jokes…
  Truptiben.. I was thinking of the same joke you wrote above.. that is a nice one too.

 3. Chintan says:

  Nice One Liners 🙂

 4. trupti says:

  એક ગામડીયો મુબઈ ફ્રરવા આવ્યો. શહે ફરતા ફ્રરતા તેને મોટા ગગન ચુબી મકાનો જોયા. એક એવાજ મકાન આગળ તે ઉભો રહી ને ઉચે જોવા લાગ્યો. એટલા મા એક ગઠીયો આવ્યો અને ગામડીયા ને પુછવા લાગ્યો, “કેમ ભાઈ, આમ મફત મા મકાન જોય છે?, અહી મકાન જોવા ના દરેક માળ દીઠ ૫ રૂ. થાય છે. તુ કયા માળે જોય છે?” ગામડીયા એ જવાબ આપ્યો, “૫ મા માળે.” તો લાવ ૨૫રૂ. ગઠીયા એ કહ્યુ. ગામડીયા એ પેલા ગઠીયા ને રૂ. ગણી ને આપી દીધા. પરન્તુ તેના ગયા બાદ્દ તેની બાજુ મા ઉભેલા માણસ ને કહ્યુ, ” મે પેલા માણસ ને કેવો ઉલ્લુ બનાવ્યો, હુ તો ૨૫ મા માળે જોતો હતો.”

 5. hardik says:

  મમ્મી ને બે શબ્દ મા એમ કહેવુ હૉય કે ધાબા પર આવૉ?
  આઃ મધર ટેરેસા(mother terrace)

  છૉકરી જે તેના પપ્પા ને ધક્કૉ મારે તેનુ નામ શું?
  આઃ પુષ્પા (push paa)
  *************************************************************************************************************
  भिखारी- कुछ खाने को दो बाबा..
  रामू- टमाटर खाओ।
  भिखारी- रोटी दे दो बाबा..
  रामू- टमाटर खाओ..
  भिखारी- तो टमाटर ही दे दो।
  रामू के पड़ोसी ने कहा ये तोतले हैं, कह रहे हैं कमाकर खाओ।
  *************************************************************************************************************
  रामू की अम्मा मर गयी 1 आदमी रोते हुए बोला अम्मा मुझे भी साथ ले जाती..2-4 लोग और बोले अम्मा हमें भी साथ ले जाती।
  रामू- सब चुप हो जाओ..अम्मा क्या टाटा सूमो करके गयी है।

  *******************************************************************************************************
  अध्यापक (चिंटू से)- बिजली कहां से आती है?
  चिंटू (अध्यापक से)- मामा के घर से
  अध्यापक- वो कैसे?
  चिंटू- क्योंकि जब भी बिजली जाती है पापा कहते है सालों ने फिर काट दी!

 6. trupti says:

  છગન ભાઈ ના મ્રુત્યુ પ્રસ્ન્ગે લીલા બહેન ખરખરો કરવા છગનભાઈ ની પત્ની પાસે આવ્યા. આવી ને પુછે છે કે, “મગળા બહેન ભાઈને શુ થયુ હતુ?”.મગળા બહેન કહેઃ કશુ નહી, મે તેમને રવિવાર હતો તો બાજુ ની વાડી માથી દુધી તોડી લાવવાનુ કીધુ, કારણ મને દુધી બટાટાનુ શાક ખાવુ હતુ,તેઓ ત્યા ગયા અને પડી ગયા અન ત્યાને ત્યા જ ખલાસ થઈ ગયા.” લીલા બહેનઃ ” તો પછી તમે શુ કર્યુ?”
  મગળા બહેનઃ “કાઈ નહી, પછી એકલા બટાટા નુ શાક કર્યુ.”

 7. nayan panchal says:

  મજા પડી ગઈ, આભાર.

  1)Tere Pyaar Mein Paagal Ho Gaya Peter …
  .
  .
  Waah! Waah!
  .
  .
  Tere Pyaar Mein Paagal Ho Gaya Peter …
  Ab Hero Honda Splendor, 80 km Prati Litre .. !!

  2)Bahaar Aane Se Pehle Fizaa Aa Gayii …
  .
  .
  Waah! Waah!
  .
  .
  Bahaar Aane Se Pehle Fizaa Aa Gayii …
  Phool Ko Khilne Se Pehle Bakri Kha Gayii .. !!

  4) Yashomati Maiyya Se Bole Nandlala …
  .
  .
  Waah! Waah!
  .
  .
  Yashomati Maiyya Se Bole Nandlala …
  “Maa, Tata Sky Laga Daala To Life Jhingalala ..!!”

  5)Hoton Pe “Haan” Hai …
  Dil Mein “Naa” Hain ….
  .
  .
  Waah! Waah!
  .
  .
  Hoton Pe “Haan” Hai …
  Dil Mein “Naa” Hain …
  Shashi Kapoor Kehta Hai: “Mere Paas Maa Hai …”

  6) Aapki Surat Mere Dil Mein Aise Bass Gayii Hai …
  .
  .
  Waah! Waah!
  .
  .
  Aapki Surat Mere Dil Mein Aise Bass Gayii Hai …
  Jaise Chhote Se Darwaaze Mein Bhens Phass Gayii Hai .. !!

  ૭) – Saap Ne Piya Bakri Ka Khoon …
  .
  .
  Waah! Waah!
  .
  .
  Saap Ne Piya Bakri Ka Khoon …
  Good Afternoon! Good Afternoon! Good Afternoon!!

 8. trupti says:

  એક સરદારજી એક છોકરી રડતી હતી તેને શાન્ત કરવા નો પ્ર્યત્ન કરતા હતા. ત્યાથી એક માણસ પસાર થયો અને તેને સરદારજી ને પુછ્યુ, ” ઓ સરદારજી ક્યા કરતા હે?”
  સરદારજીઃ “યે રોટી (રોતી) હે, મે બટાટા (બતાતા) હુ.”

 9. ખુબ સરસ થોડા થોડા સમયે આવા સરસ ટૂચકા આપતા રહો

 10. Balkrishna A. Shah says:

  લખાણમાં અને જવાબોમાં મર્માળુ હાસ્ય છે. બંને ગમ્યાં. લેખક અને વાંચક બંને ને અભિનંદન.

 11. Navin N Modi says:

  વાહ ભાઈ વાહ ! નલિનીબેનની સાથે સાથે બીજા વાંચકોએ પણ વડા પીરસી દીધા. આજે ઘણો હાસ્યાસ્વાદ મળ્યો. ચાલો હવે આનંદના ઓડકાર ખાઈએ. સર્વેનો આભાર.

 12. jignesh says:

  ખુબ સરસ લખાણ છે.ઘણો હાસ્યાસ્વાદ મળ્યો.

 13. Pinal says:

  great sense of humour……..

  Enjoyable….

 14. hassan says:

  there were three girls who were conducting sale of vegetable
  shouting 5 rupiye me 1 ki lo 10 rupye mei 3 ki lo
  any how today’s article also offers in whole sale
  real fun
  keep it on
  regards

 15. Veena Dave. USA says:

  વડા+ચટની મઝેદાર બન્યા.

 16. બાપુ બેંકમાં કાર લોન મેળવવા માટે ગયા. ત્યાં જઈને મેનેજરને પુછ્યું કે મારે ક્યા ક્યા દસ્તાવેજો આપવા પડશે?

  બેંક મેનેજરે કહ્યું – એકે નહીં, માત્ર પાંચ બાપુના નામ લાવી આપોને કે જેમણે લોન ભરપાઈ કરી હોય.

 17. Gopal Shah says:

  એક ભાઇ મને આવી ને કહે કે આ બાવન સત્રી ને માં સમાન ગણવી…. અને કાંઇક બાવન સત્રી ના નામ લખેલા હતા… તો મેં પુછ્યું – કે તમને આવુ કોણે કહ્યું? તો કે – ગઇ કાલે મેં ગાંધિજી ની આત્મકથા વાંચી… એમા બાપુ એ કહ્યું છે કે બાવન સત્રી ને માં સમાન ગણવી… તો મે એ ચોપડી માગી…. એ મા હતુ કે “૫૨” સત્રી ને માં સમાન ગણવી…. લોકો આવુ પણ લોહિ પીજાય છે….

 18. trupti says:

  રમેશનુ ઓપરેશન થવાનુ હતુ. ઓપરેશન થિયેટરમાં જતા પહેલા તેને પોતાની પત્નીને કહ્યુ – જો મને કંઈ થાય તો તુ કેમે કરીને આ જ ડોક્ટર જોડે લગ્ન કરજે, તો જ મારા આત્માને શાંતિ મળશે. પત્ની – તમે આવુ કેમ કહો છો ? રમેશ – કારણ કે તેને મારુ ઓપરેશન બગાડ્યુ તો તેની સાથે બદલો લેવાનો આનાથી વધુ સારો કોઈ ઉપાય નથી.

  શિક્ષક – તે આ પ્રશ્નનો જવાબ કેમ ન આપ્યો ? આ એટલો સહેલો પ્રશ્ન છે કે કોઈ મૂર્ખ પણ આનો જવાબ આપી દે. વિદ્યાર્થી – એટલે જ તો મે તેનો જવાબ ન લખ્યો.

  નેતા – ઠીક છે, હુ તમને ડ્રાઈવરની નોકરી પર રાખી લઉં છુ, તમારી સ્ટાર્ટિંગ સેલેરી રહેશે ત્રણ હજાર રૂપિયા બોલો મંજૂર છે. ડ્રાઈવર – જી સર મને મંજૂર છે. સ્ટાર્ટિંગ સેલેરી તો ઠીક છે, પણ ગાડી ચલાવવાના કેટલા મળશે એ પણ બતાવી દો.

  શોપિંગ મોલમાં ખરીદી કરતી વખતે એક યુવકને એક વૃધ્ધ સ્ત્રી સતત જોઈ રહી હતી. યુવક જેવો બિલ કાઉંટર તરફ વધ્યો કે એ ડોશીમાં તેની પાસે આવીને બોલ્યા – બેટા, તુ મારા પુત્ર જેવો લાગે છે. યુવકે લાગણીશીલ થઈને હાથ જોડ્યા. ડોશીમાં બોલ્યા – સુખી રહે. પછી એ વૃધ્ધા સામાન લઈને નીકળી ગઈ વૃધ્ધા જતા ક્લર્કે યુવકને જે બિલ આપ્યુ તે જોઈને તે નવાઈ પામ્યો. ક્લર્કે તેને કહ્યુ તમારુ બિલ તો 500 રૂપિયાનુ જ છે, પરંતુ તમારા માતાનુ બિલ 3200 રૂપિયાનુ છે.

  મગન શેઠ -છગન, તું દરરોજ ઓફિસે મોડો કેમ આવે છે? છગન – શું કરું સર, ઘરનું બધું કામ મારે જ કરવું પડે છે. મગન શેઠ – તો તું લગ્ન કેમ નથી કરી લેતો? છગન – સર, હું પરણેલો જ છું.

  એક ફોટો ગ્રાફર એક દાદાજીની 98મી વર્ષગાંઠ નિમિત્તેના ફોટા પાડી રહ્યો હતો, ફોટા પાડી લીધા પછી જતા જતા તેણે કહ્યુ – દાદાજી હું આશા કરુ છુ કે હુ તમારા 100મી વર્ષગાંઠ સુધીના ફોટા પાડતો રહુ. દાદાજી – હા હા જરૂર પાડીશ, તુ તો બિલકુલ સ્વસ્થ જ લાગી રહ્યો છે.

  મગન શેઠ -છગન, તું દરરોજ ઓફિસે મોડો કેમ આવે છે? છગન – શું કરું સર, ઘરનું બધું કામ મારે જ કરવું પડે છે. મગન શેઠ – તો તું લગ્ન કેમ નથી કરી લેતો? છગન – સર, હું પરણેલો જ છું.

  પુત્રીએ પોતાના પિતાજીને પુછ્યુ – પપ્પા, રીના આંટીના ઘરને દરવાજો નથી શુ ? પપ્પા – નહી બેટા, તેમની ત્યાં તો ઘણા દરવાજા છે. પુત્રી – તો પછી તમે તેમની ઘરે બારીમાંથી કેમ જાવ છો ?

  મગન – બોલ યાર, આખી જીંદગી કોણ આપણને સાથ આપી શકે, પત્ની કે પ્રેમિકા ? છગન – આમ તો બંને સાથ આપે, પણ જો બંન્નેને એકબીજા વિશે ખબર પડી જાય તો બંનેમાંથી એકપણ નહી.

  એક કૂવા વિશે એવી માન્યતા હતી કે તેમા સિક્કો નાખીને જે માંગવામાં આવે એ ઈચ્છા પૂરી થઈ જતી હતી. એક પતિ-પત્ની ત્યાં ગયા. સૌ પ્રથમ પતિએ સિક્કો નાખી પ્રાર્થના કરી અને ત્યાંથી સરકી ગયો. હવે પત્ની ગઈ, વધુ નમવાને કારણે એ અંદર પડી ગઈ. પતિ ખૂબ ખુશ થઈ ગયો અને બોલ્યો – અરે આ તો ખરેખર ચમત્કારી કૂવો છે. મારી મનોકામના તરત જ પૂરી કરી નાખી.

  મગને નવી કાર ખરીદી. જ્યારે તે કાર ચલાવીને ઓફિસ જતો હતો. રસ્તામાં તેણે ટ્રાફિકનું બોર્ડ જોયું. તેને જમણી બાજુ ટર્ન લેવો હતો, પરંતુ બોર્ડ પર ફ્રિ લેફ્ટ ટર્ન લખેલુ જોઈને તે ઊભો રહી ગયો. ત્યાં ઉભેલા ટ્રાફિક સિગ્નલવાળાને તેણે પૂછ્યુ – ભાઈ હવે જમણી બાજુ ટર્ન લેવા કેટલા પૈસા ચૂકવવા પડશે ?

  મુન્નાભાઈ : દાંત વગરનું કૂતરું કરડે તો શું કરવાનું? સર્કીટ : બોલે તો સોય વગરના ૧૪ ઈન્જેકશન લઈ લેવાના.

  છગનનો પુત્ર તેના મમ્મી-પપ્પાના લગ્નનો વીડિયો જોઈ રહ્યો હતો. અચાનક એ બોલ્યો – પપ્પા હુ પણ મારા લગ્નમાં તમારી જેમ જ આઈટમ ગર્લ્સને નચાવેશ. છગન – ઓય ગધેડા, આ આઈટમ ગર્લ્સ નથી, તારી ફોઈ, માસી અને મામી છે.

  એક પરીક્ષામાં પ્રશ્ન હતો, ચેલેન્જ કેવી રીતે કરી શકાય છે? વિધાર્થીએ આખું પાનું કોરું છોડી દીધું અને નીચે લખ્યું, હિંમત હોય, તો પાસ કરી બતાવ.

 19. હરીશ આર.ત્રિવેદી રાધિકા અચે.ત્રિવેદી says:

  ખૂબજ સરસ લેખ છે.

 20. Ashish Dave says:

  Hilarious…

  Ashish Dave
  Sunnyvale, California

 21. hiral says:

  વોવ મજ આવિ ગૈ આખ દય્સ નો થક ઉતરિ ગયો રેઅલ્લ્ય તોૂ ગોૂદ્

 22. JAYESH PAREKH says:

  Chammvada ghana svadist lagya

 23. darsh says:

  majja avi gai boss!
  keep smiling u also.
  thank u.

 24. Mihir Varsani says:

  I just don’t have words…..
  Superb….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.