ગાંધી ગુજરાતે ઊતર્યા – ગિરીશ

[ શ્રી જુગતરામ દવે દ્વારા લિખિત બાળકો માટેની ‘ગાંધીજી’ પુસ્તિકામાંથી સાભાર.]

એવા ગાંધી ગુજરાતે ઊતર્યા રે !
એનું સૂકું શરીર જાણે લાકડી રે,
માંહે જોરાવર છે જીવ….. એવા ગાંધી…

એણે ઘેર ઘેર રેંટિયા મોકલ્યા રે,
……. લેવા સૂતરને તાંતણે સ્વરાજ…. એવા ગાંધી…

એણે સાદાઈ શીખવી દેશને રે,
……. ચા, દારૂ કરાવ્યાં દૂર….. એવા ગાંધી….

લોક વાટ જુએ છે પ્રભુ આવશે રે,
……. નવ જાણે આવ્યો આવનાર…. એવા ગાંધી…..

એનો ધન્ય જનમ, ધન્ય જીવવું રે,
……. માતાએ ઉપાડ્યો ધન્ય ભાર…. એવા ગાંધી…..

એનો મોંઘો આદેશ લોકો ઝીલતા રે,
……. બોલી ભારતનો જયજયકાર…… એવા ગાંધી….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્મરણયાત્રા – કાકા કાલેલકર
વાંચો કથા ગુજરાતની – મનહર દિલદાર Next »   

2 પ્રતિભાવો : ગાંધી ગુજરાતે ઊતર્યા – ગિરીશ

 1. જગત દવે says:

  મેં થોડા દિવસ પહેલાં જ મે આ ફોરમ માં આ લખ્યું હતું કે…….

  “લોકો સમજે તો ગાંધી જ કલ્કી અવતાર હતાં પણ આપણે તો મોરપીંછનાં છોગા શોધવામાં જ રહી ગયા” આ જ વિચાર જુગતરામ દવે એ વર્ષો પહેલાં લખેલી આ પંક્તિઓમાં રજુ થયા છે.

  “લોક વાટ જુએ છે પ્રભુ આવશે રે,
  ……. નવ જાણે આવ્યો આવનાર…. એવા ગાંધી…..”

  એ કેવો યોગનુ યોગ કે કવિનું નામ જુગતરામ દવે અને મારું નામ જગત દવે છે!!!!!!!!!!!.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.