વાંચો કથા ગુજરાતની – મનહર દિલદાર

કોણ કે’છે કે નમાલી છે પ્રજા ગુજરાતની ?
શૌર્યની ઈતિહાસમાં વાંચો કથા ગુજરાતની.

ગર્વ લેવા જેવી છે કૈં કૈં કથા ગુજરાતની
કઈ કહું ? કઈ ના કહું ? મોંઘી મતા ગુજરાતની.

આ અમારું ભોળું ઉર ને એ જ ભોળા ઉર મહીં
ભોળી ભોળી ભાવનાઓ છે અહા ! ગુજરાતની.

મશ્કરી મારી તમે કરશો તો હું સાંખી લઈશ,
પણ નહીં સાંખી શકું નિર્ભર્ત્સના ગુજરાતની.

છે ભલે ને માળવાની મેંદી તેથી શું થયું ?
રંગ હા લાવી શકે એ તો કલા ગુજરાતની.

રહી ગયેલી પુણ્યવંતા પૂર્વજોની એક દી’
એષણા પૂરી અમે કરશું કદા ગુજરાતની.

આ હૃદયના ટાંકણા પર કોતરીને રાખશું
રક્તથી જેણે જલાવી જ્યોત આ ગુજરાતની.

આ વિરંચીએ રચેલી સૃષ્ટિ સૌ ખૂંદી વળો
ક્યાંય નહીં જડશે તમોને જોડ આ ગુજરાતની.

એ ખરા ગુજરાતીઓ બાકી બધા તો નામના
પ્રાણથી પ્યારી કરી જેણે ધરા ગુજરાતની.

ઝાઝું તો હું શું કહું સુરભૂમિથી પણ અધિક
વહાલી વહાલી છે મને આ ભોમકા ગુજરાતની

એમની પાસેથી હું ‘દિલદાર’ માગું શું બીજું ?
સ્થાપજો સેવા મને કરવા સદા ગુજરાતની.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગાંધી ગુજરાતે ઊતર્યા – ગિરીશ
કોઈક – રેણુકા દવે Next »   

7 પ્રતિભાવો : વાંચો કથા ગુજરાતની – મનહર દિલદાર

 1. સુંદર

  ગુજરાત એટલે ભારતનું ગૌરવ

 2. nayan panchal says:

  આ વર્ષે જ્યારે ગુજરાતની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થશે ત્યારે ગુજરાતની ગરિમા વિશ્વ સમક્ષ રજૂ કરતુ એક આવુ જ ગીત બનાવવુ જોઈએ. હવે તો બચ્ચનસાહેબ પણ બ્રાન્ડ એમ્બેસેડર બનવા તૈયાર થઈ ગયા છે.

  આવતીકાલના નાગરિકોમાં દેશદાઝની ભાવના આવા શૌર્યગીતો વડે પ્રબળ બનાવી શકાય.

  ખૂબ સરસ રચના બદલ આભાર,
  નયન

  • જગત દવે says:

   નયનભાઈઃ

   સામાન્ય રીતે બચ્ચનને છીંક આવે તો તેને પણ સમાચાર બનાવતાં અંગ્રેજી-હિન્દી મીડીયા એ (સમાચાર પત્રો તેમજ ચેનલો) આ વાતની નોંધ નથી લીધી તે દેખાડે છે કે પત્રકારત્વ અને સમાચાર પત્રો તેમજ ચેનલો પણ પૂર્વગ્રહથી કેટલાં ગ્રસિત થઈ ગયા છે.

   ગુજરાતની પ્રગતિની ઈર્ષ્યા છે કે નરેન્દ્ર મોદી સાથે ગજગ્રાહ છે તે સમજાતું નથી.

 3. yatish says:

  Both the poems of Manharbhai ‘s on Gujarati and Girishbhai’s on Bapu are heart touching…Abhinandan ane Aabhar

 4. trupti says:

  ગર્વ સે કહો હમ ગુજરાતિ હે!!!!!!!!!!!!

 5. AK says:

  સારિ કવિતા પન We should stop acting as a gujarati,marathi, punjabi and start acting as an indian.
  Proud to be an indian.
  ( This is what I think no offense)

 6. dhruval dave says:

  જય જય ગરવી ગુજરાત
  સુંદર રચના

  આભાર

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.