કોઈક – રેણુકા દવે

કોઈક તો એવું જોઈએ
………. જેની સાવ અડોઅડ હોઈએ
આમ તો નર્યા સપનાંઓને આંબવા લાગી હોડ
એક ન પૂરું થાય ત્યાં બીજું આવતું દોડાદોડ
સપનાંઓને બાજુએ મુકી
શ્વાસ ખાવાની ક્ષણમાં રુકી,
તાપભર્યા ખેતરની વચ્ચે, ભાત ખાવાના માંડવા જેવું
……….. કોઈક તો હોવું જોઈએ
……….. જેની સાવ અડોઅડ હોઈએ

આમ તો નર્યા ઝાંઝવાભર્યું રણ છે જીવનઘાટ
પ્યાસ તો ભર્યો સાગર અને ક્યાંય આરો ના ઘાટ
ઝાંઝવાઓમાં નેજવાં જેવું
મઝધારે એક નાવનું હોવું
આમ ન કોઈ નામ ને તોયે મનમાં તો ભગવાન જેવું
………… કોઈક તો હોવું જોઈએ
…………. જેની સાવ અડોઅડ હોઈએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાંચો કથા ગુજરાતની – મનહર દિલદાર
ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ Next »   

6 પ્રતિભાવો : કોઈક – રેણુકા દવે

 1. Neha says:

  very nice!! Thanks.

  • bobby says:

   જ્યારે પન્ક્તિ પોતાનિ સાથે જોત્રાય ત્યારે કૈક કહેવા શબ્દો નથિ હોતા હોય તો માત્ર ભિનિ આન્ખો…………..

 2. nayan panchal says:

  સુંદર રચના,
  નયન

  કોઈક તો એવુ હોવું જોઈએ
  જેની સામે સાવ નગ્ન હોઈએ…

 3. કોઇક તો એવુ હોવુ જોઇએ કે મઝધારે પણ ડુબતિ નાવ ને સંભાળિ કિનારો બતાવે!

 4. bobby says:

  જ્યારે પન્ક્તિ પોતાનિ સાથે જોત્રાય ત્યારે કૈક કહેવા શબ્દો નથિ હોતા હોય તો માત્ર ભિનિ આન્ખો…………..

 5. Ashish Dave says:

  Too good…

  Ashish Dave
  Sunnyvale, California

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.