કિલ્લાનો એક બંદીવાન – વિભૂત શાહ

[ ‘ગુજરાત’ સામયિક (દીપોત્સવી અંક)માંથી સાભાર. ]

અત્યાર સુધીના મારા અનુભવ પરથી મને એવું લાગ્યું છે કે, આ જગતમાં કેવળ બે જ વ્યક્તિઓ મને શક્તિશાળી માને છે – એક મમતા અને બીજી બિંદી…. મમતા મારી પત્ની અને બિંદી મારી પુત્રી. અને ગમે ત્યાંથી પણ શક્તિ ભેગી કરીને મારે એમની આ શ્રદ્ધા ટકાવી રાખવી પડી છે.

બિંદીએ અત્યાર સુધીમાં મને કેટલાય જાતજાતના અઘરા આદેશો આપ્યા છે અને મેં પૂરેપૂરી નિષ્ઠાથી આ જગતની દરેક સુંદર અને વિસ્મય પમાડતી વસ્તુઓ સાથે ઘનિષ્ઠ પરિચય કેળવવાની અને એના પર તરત જ કબજો જમાવવાની અદમ્ય ઈચ્છા એનામાં સળવળી ઊઠે છે અને તરત જ મારી એ ફૂલપરી બિંદીનું ફરમાન છૂટે : ‘પપ્પા, એ લાવી આપો, તે લાવી આપો’….. કાર, ટ્રક, એરોપ્લેન અને હેલિકોપ્ટર તો મેં એને પહેલીવાર હોંશે હોંશે અપાવ્યાં જ હતાં, પણ એકની એક વસ્તુઓ વારંવાર અને તે પણ વિવિધ રંગોમાં બિલકુલ આનાકાની કર્યા વિના મારે અપાવવી પડી છે અને હસતું મોં રાખીને. મને યાદ છે કે, એકવાર એને ખુશ અને હસતી રાખવા મારે ખાસ મિસ્ત્રીને બોલાવી એક કલાકમાં જ ઘેર હીંચકો બંધાવી આપવો પડ્યો હતો – મારા પોતાના નાનકડા કામ માટે મારે મહિનાઓના મહિનાઓ થાય છે.

એકવાર સોની બજારમાં સોનીઓની વચ્ચે મારે સોનાનાં ઘરેણાં માટે નહિ પણ, ઘરેણાંના રંગીન બૉક્સ માટે મારે આમથી તેમ બિંદીને લઈ એની જીદ્દ પૂરી કરવા ફરવું પડ્યું હતું. કોઈ સોની મને ખાલી બૉક્સ આપવા તૈયાર નહોતો. છેવટે એક સોનીને મારા પર કે બિંદી પર સહાનુભૂતિ થઈ અને વિનામૂલ્યે મને સોનાનાં ઘરેણાંનું રંગીન બૉક્સ આપ્યું. બિંદી ખુશ થઈ…. હું ખુશ ખુશ થઈ ગયો, પણ પેલા સોનીને મનમાં પાકો વહેમ હતો કે હું મારી દીકરીને બગાડી રહ્યો છું.
હું અસહાય હતો.
બિંદી કોઈ પણ વસ્તુ માગી મારી સામે એવી રીતે જુએ, એવી શ્રદ્ધાથી જુએ કે એની બે આંખો સામે મારી આંખો નમાવી મારે લાવી આપવું જ પડે. હું સૂર્ય પર જઈ આવ્યો હોઉં એમ મને પૂછતી : ‘સૂર્ય પર આગ લાગી છે ને ?’
હું કહું : ‘હા.’
તો એ કહેતી : ‘ત્યાં વરસાદ પડે છે કે નહિ ? વરસાદ પડે છે તો સૂર્યની આગ કેમ ઓલવાતી નથી ? અને વરસાદ નથી પડતો તો કેમ નથી પડતો ?’….. આવી તો મારા જ્ઞાન-અજ્ઞાનની કેટલીય આકરી કસોટી થતી. હું જ્ઞાની છું એવો ઢોંગ તો મારે કરવો જ પડતો.

રોજ રાત્રે મારે એને એક વાર્તા પણ કહેવી જ પડે. વાર્તા સાંભળ્યા પછી જ સૂઈ જાય. હું મારી કલ્પનાશક્તિ અને સર્જનાત્મક શક્તિને કામે લગાડી કશુંક ને કશુંક કહ્યા કરું. પણ એ મર્યાદિત શક્તિ પણ કેટલું કામ આપે ! એકની એક વાર્તા થોડાક સમય પછી કહું તો પાછો પકડાઈ જાઉં…. આ પકડાઈ જતો હોઉં કે બીજાં કારણો હોય, પણ ક્યારેક ક્યારેક તે મારામાં થોડો ઘણો અવિશ્વાસ પણ બતાવતી ખરી…. પેન્સિલ છોલતાં ના આવડે અને ઊલટી ગૂંચ વધારે ગૂંચવું કે, પતંગ ઉડાડતાં ના આવડે અને ઉડાડવાં જતાં એનો ઢઢ્ઢો તોડી નાખું ત્યારે ‘લાવો પપ્પા, તમને એ નહિ આવડે’ એમ કહી એ કેટલો ઠપકો આપતી !’ ઑફિસના કામમાં ભૂલ થાય ત્યારે એટલો ઠપકો બૉસ તરફથી પણ મળ્યાનું યાદ નથી. ભણવા બેઠી હોય અને મને ઓચિંતું પૂછે : ‘પપ્પા, તેર સત્તા કેટલાં ?’ અને મને ના આવડે એટલે એવી તો ખુશ થાય…

મમતા અને હું બેઠાં હોઈએ અને બિંદી તોફાનો કરતી હોય ત્યારે જાણે અમારાં બંનેના શૈશવની ધીમી ગતિએ ચાલતી મૂવી ફિલ્મ જાણે અમે ના જોતાં હોઈએ એવું અમને લાગતું. મમતાનાં મનમાં પણ એવો ભ્રમ હતો કે, બિંદીની અક્કલ-હોંશિયારી મારે લીધે આવી છે. એનો ભ્રમ હું ભાંગતો નહોતો, પણ આ દુનિયાનાં વિશાળ દર્પણમાં હું જોઈ લઉં એટલે તરત જ ખબર પડી જાય કે, મારામાં અક્કલ-હોંશિયારી કેટલી છે. પણ મમતાને ભ્રમમાં રાખવી મને ગમતું હતું. મમતા એટલી બધી મારી સમીપ છે કે, એના વિશે દૂરત્વ રાખી લખવું મુશ્કેલ છે અને કશું જ ના કહેવાનો સંયમ રાખવો પણ મારા માટે મુશ્કેલ છે. મમતા કેવળ મારી પત્ની તરીકે જ નહિ પણ, એક સ્ત્રી તરીકે પણ સુંદર સ્વરૂપ લઈને આવી છે – શારીરિક અને માનસિક બંને. એ જન્મી છે મધ્યમવર્ગનાં કુટુંબમાં પણ એનું અંત:કરણ ખૂબ જ ઉમદા અને અદ્દભુત છે – વાર્તાઓમાં વાંચેલી અને મનોમન કલ્પેલી કોઈ રાજકુમારી જેવું. એ છે તો કૃશકાય પણ એની આંખોના ભાવોમાં, એના ચહેરાની રેખામાં અને એના દેહના વળાંકોમાં પણ સૌમ્ય મોહક ભાષા છે – જેની ભાવવાહી લિપિ કદાચ હું જ ઉકેલી શકું.

સ્ત્રીની આવી સુંદરતાનો વિચાર કરું છું ત્યારે મને લાગે છે કે આવી સ્ત્રીઓ પોતાના સૌંદર્યથી આ જગતની દરેક વસ્તુને સુંદર કરી દે છે. વિધાતાએ સ્ત્રીનું આવું સૌંદર્ય પ્રકૃતિની જેમ છૂટે હાથે વેર્યું હોત તો માનવજીવનની ઘણી કુત્સિતતામાંથી આપણે બચી જાત. મમતાના એક દુર્ભાગ્યની વાત પણ કહેવી જોઈએ. સુંદરતાની સાથે સાથે એને એનેમિયાની તકલીફ પણ છે. એનાં લોહીમાં રક્તકણ ફક્ત છ થી સાત ટકા જ છે અને એ રક્તકણોને દસથી અગિયાર ટકા સુધી લઈ જવા માટે અત્યાર સુધી કોઈ દવાઓ ગાંઠી નથી – છતાંય એ હંમેશાં સ્ફૂર્તિમાં અને પ્રફુલ્લિત જ રહે છે. પોતાની જાતને એ હંમેશા સુખી જ માને છે. મને યાદ નથી કે એણે ક્યારેય કોઈનાય વિશે કશાયની કશી ફરિયાદ કરી હોય. મેં કહ્યું એમ એ પોતાની જાતને તો સુખી માને જ છે, પણ બીજાને પણ સુખી કરવાની એનામાં અદ્દભુત શક્તિ છે – આ બીજાને સુખી કરવાની વાત મારી દષ્ટિએ બહુ વિરલ વાત છે.
મમતાનું બીજું દુર્ભાગ્ય તે હું.
મને હંમેશા શ્રદ્ધેય માની ચાલે છે એનું કારણ એ નથી કે, મારામાં કોઈ વિશેષ શક્તિ છે, પણ મારા વિશે સાશંક બનવું એણે પસંદ નથી કર્યું, એટલે જ એણે એવા કશા પ્રશ્નો ઊભા કર્યા જ નથી.
આ મારું સદભાગ્ય.
ગમે તેવા દુ:ખમાં પણ એ હસતી જ રહે છે ત્યારે, મને વિચાર આવે છે કે એનામાં કઈ એવી શક્તિ હશે કે જેથી એને આ સંસારના સુખદુ:ખ સ્પર્શતાં નથી ?

બિંદીની સાથે અમે અમારું જીવન પસાર કરી રહ્યાં છીએ ત્યારે, અમને એવું કદીય નથી લાગ્યું કે અમે ગરીબ છીએ કે એવા પણ કોઈ ભ્રમમાં નથી કે અમે શ્રીમંત છીએ. બસ, અમે બંને અમે છીએ. એકબીજાની સાથે જીવન જીવવાના આનંદની સુખદ અનુભૂતિથી જીવન જીવીએ છીએ. અત્યાર સુધી આ બધું હું જે કાંઈ કહી રહ્યો છું એ કદાચ અસામાન્ય નહિ લાગે, અમારા જીવનની આ ઘટનાઓ પણ અસમાન્ય નહિ લાગે, પરંતુ અમારા જીવનમાં એક ઘટના ખરેખર અસમાન્ય બની.

બહુ લાંબા સમયથી કરવા ધારેલું એક કામ હાથ પર લઈ હું બેઠો હતો ત્યાં તો હળવા પગલે ઓચિંતી બિંદી આવી અને એની પોતાની આગવી રીતે, પણ લજ્જાપૂર્વક મારી સંમતિ માંગી – એણે પોતે એક છોકરો પસંદ કર્યો હતો – નામ હતું સાંપ્રત વસા. – અને ત્યારે જ મને ખબર પડી કે મારી બિંદી હવે મોટી થઈ ગઈ છે.
અને મારા માટે આ અસામાન્ય ઘટના હતી.
હું બિંદીની સામે જોઈ રહ્યો. આ એ જ બિંદી હતી જે એક દિવસ મારી સાથે ઘર-ઘર રમતી હતી અને આજે હવે પોતાનું સ્વતંત્ર જીવન શરૂ કરવા ઈચ્છે છે ! જીવનનો આ પ્રવાહ આટલી ઝડપથી વહી ગયો ! આ ક્ષણ, આ તબક્કો ક્યારેક તો મારા જીવનમાં આવશે એ મારે જાણવું જોઈતું હતું. મારે એને માટે તૈયાર રહેવું જોઈતું હતું. બિંદી મારી સામે નત મસ્તકે બેઠી હતી. મમતાએ એને એકલી જ મારી પાસે મોકલી હતી. બિંદી પોતે જ એની આ વાત કહે એવું મમતા ઈચ્છતી હશે ? મારી જાતને જ પૂછતો હોઉં એમ મેં તદ્દન ધીમેથી બિંદીને પૂછ્યું :
‘આ સાંપ્રત વસા શું કરે છે ?’
મેગેઝિનના પાનાં આમતેમ ફેરવતાં ફેરવતાં બિંદીએ જવાબ આપ્યો, ‘ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, કૉસ્ટ ઍકાઉન્ટિંગમાં ફર્સ્ટ કલાસ આવ્યો છે.’
‘પણ તારું ગણિત તો કાચું છે, તને વળી ઍકાઉન્ટન્ટમાં ક્યાંથી રસ પડ્યો.’ જવાબમાં બિંદી ફક્ત હસી. બિંદીએ જીવનનું આ બધું ગણિત ક્યારે કર્યું હશે એનો હું વિચાર કરવા લાગ્યો. મને તો કશી ખબરેય ના પડી !

મેં બિંદીને પૂછ્યું : ‘તમે ક્યાં મળ્યાં ? ક્યારે મળ્યાં ? કેવી રીતે મળ્યાં ? એટલે કે…. એટલે કે…. તમારો પરિચય’ – મારા આ બધા પ્રશ્નો હું પૂરાં કરું એ પહેલાં બિંદીએ ટૂંકોટચ જવાબ આપ્યો, ‘મારી એક બહેનપણી શ્યામાનો એ ભાઈ થાય…. પપ્પા, તમે એને નથી ઓળખતા.’
‘અચ્છા, અચ્છા તારી આ શ્યામાને હું નથી ઓળખતો, એ બરાબર…. હા પણ એના પપ્પા શું કરે છે ?’ મેં પૂછ્યું. બિંદીએ જવાબ આપ્યો :
‘એક ફર્મમાં લૉ ઑફિસર છે.’
થોડીક વાર વિચાર કરીને મેં કહ્યું : ‘તારી મમ્મીને તો તેં વાત કરી જ હશે…. તો એ કેમ તારી સાથે ના આવી ?’ બિંદી સહેજ મૂંઝાઈ ગઈ, પછી બોલી, ‘મમ્મીએ એવું કહ્યું કે તું જ પપ્પાને વાત કર.’ પછી કશું આગળ બોલ્યા વિના બિંદી મારી સામે એકી ટશે જોઈ રહી. એની આંખોમાં નરી ઉત્કંઠા તરવરતી હતી. મેં પૂછ્યું : ‘તારી મમ્મીએ આ સાંપ્રત વસાને જોયો છે ?’
બિંદીએ નીચું જોઈ જવાબ આપ્યો : ‘ના.’
બિંદી પોતે જ પોતાની નાનપણની છબી સામે જોઈ રહી હતી. અત્યારે શી ખબર એના મનમાં શું ચાલતું હશે ! મેં એને કહ્યું : ‘હું અને તારી મમ્મી સાંપ્રત વસાને જોઈએ તો ખરાં, આવતા રવિવારે સાંજે સાત વાગે લાવીશ ને ?’
નત મસ્તકે જ બિંદીએ જવાબ આપ્યો : ‘હા.’
બિંદીનું હાસ્ય, એની બોલવાની ઢબછપ, એની ચાલ, એની વર્તણૂંક….. બધું જ બદલાઈ ગયું હતું – જાણે રવિવારની પ્રતીક્ષામાં ઉભડક જીવન જીવી રહી હતી. મમતાના મનમાં પણ જાણે પ્રસન્નતા હતી.

અને એ રવિવાર આવ્યો પણ ખરો. સાંજે બિંદી સાંપ્રત વસાને ઘેર લાવી અને મારી સામે ડ્રોઈંગ રૂમમાં બેસાડી પોતે રસોડામાં જતી રહી. મમતાએ પૂછવા જેવા બધા જ પ્રશ્નોના સાંપ્રત વસાને પૂછી નાખ્યા. એવું લાગતું હતું કે, સાંપ્રત વસાના જવાબોથી એને સંતોષ થયો હતો. મને સાંપ્રત ચાર્ટર્ડ ઍકાઉન્ટન્ટ કરતાં ઍડવોકેટ જેવો લાગ્યો. મેં એને કહ્યું : ‘બિંદીએ તો અમને તમારા વિશે કહ્યું, પણ તમે કહેશો કે તમે બિંદીને શા માટે પસંદ કરી છે ?’ મારા આ પ્રશ્નની અપેક્ષા ના રાખી હોય એમ એ સહેજ મૂંઝાયો અને પછી ધીમેથી બોલ્યો : ‘બિંદીને મેં એટલા માટે પસંદ કરી છે કે……કે….. બસ બિંદી બિંદી છે, મને ગમે છે, વધારે તો મેં કશો વિચાર કર્યો નથી.’ એનો આ જવાબ સાંભળી મમતાનો પ્રતિભાવ જાણવા મેં એની સામે જોયું, પણ મને લાગ્યું કે એ મનોમન કશોક ઊંડો વિચાર કરી રહી છે. પછી હસતાં હસતાં મેં સાંપ્રતને કહ્યું :
‘કદાચ તમને ખબર નહિ હોય, પણ અમારી બિંદીનું ગણિત ઘણું કાચું છે, તમે શું કરશો ?’
મારો આ પ્રશ્ન સાંભળીને તે તરત જ બોલી ઊઠ્યો : ‘પણ મારું ગણિત તો પાકું છે ને ?’ બિંદી ચા અને બિસ્કીટ લઈ આવી હતી અને મારા ચહેરા સામે જોઈ રહી હતી. સાંપ્રતને મેં કહ્યું : ‘બસ, હવે મારે કશું વિશેષ પૂછવું નથી.’

સાંપ્રતના ગયા પછી બિંદી મારી સામે આવી બેઠી. મમતા હજી અંદર જ હતી. મેં બિંદી સાથે થોડીક આડી અવળી વાતો કરી, ‘સીવવા આપ્યા હતા એ ડ્રેસ આવી ગયા કે નહિ, વાંચવાનું કેવું ચાલે છે ? અમેરિકા ગયા પછી સંગીતાનો પત્ર આવ્યો કે નહિ…..’ છેવટે એનાથી ના રહેવાયું એટલે એણે મને સીધું જ પૂછ્યું : ‘પપ્પા, હું સાંપ્રતને શું કહું ?’ એની નાનપણની છબી સામે જોઈ મેં જવાબ આપ્યો, ‘હજુ મેં વિચાર નથી કર્યો.’ એટલામાં તો મમતા આવી અને બિંદી અંદર ગઈ. એના ચહેરા પરથી લાગતું હતું કે મારા જવાબથી એ વધારે મૂંઝાઈ હતી. થોડાક દિવસ આવી જ રીતે પસાર થયા. બિંદી એવી જ રીતે ઉભડક જીવન જીવી રહી હતી. બોલવાનું અને હસવાનું પણ ઓછું કરી નાખ્યું હતું. આશ્ચર્યની વાત એ હતી કે મમતા પણ મને કશું કહેતી નહોતી.

છેવટે બિંદીથી ના રહેવાયું, એટલે ફરી પાછી એક દિવસ મારી પાસે આવી અને નીચું મોં રાખીને જ બોલી, ‘પપ્પા, સાંપ્રત પૂછતો હતો કે…. કે… તારા પપ્પાએ શો વિચાર કર્યો ? પપ્પા, સાંપ્રતને હું શું કહું ?’ થોડીવાર સુધી અમારી બે વચ્ચે ચૂપકીદી છવાઈ ગઈ. બિંદી ઘડિયાળના કાંટા સામે જોઈ રહી હતી. છેવટે મેં એને કહ્યું : ‘જો બિંદી, આજે હું તને એક સ્પષ્ટ અને નિખાલસ વાત કહેવા માગું છું. સાંપ્રત માટે મારી સંમતિ નથી…. છતાંય તારી ઈચ્છા હોય તો મારી સંમતિ વગર સ્વતંત્રપણે સાંપ્રત સાથે તું લગ્ન કરી શકે છે…..’ બિંદી સ્તબ્ધ અને અવાક થઈ મારી સામે જોઈ જ રહી અને પછી ‘જી પપ્પા’ કહી હળવે પગલે મમતાની રૂમમાં ગઈ. મમતાએ આ પ્રશ્ન મારા પર જ છોડી દીધો હોય એમ એણે મને ક્યારેય કશું કહ્યું નહિ, પણ જે દિવસો પસાર થઈ રહ્યા હતા એ ભારે અજંપામાં અને તંગદિલીમાં પસાર થઈ રહ્યા હતા અને ખાસ કરીને બિંદી માટે.

એક દિવસ મેં જ મમતાને પૂછ્યું : ‘બિંદી તને કશી વાત નથી કરતી ?’ આ સાંભળી મમતા મારી સામે આશ્ચર્યથી જોઈ રહી અને પછી બોલી, ‘તમારી ઈચ્છા વિરુદ્ધ અને તમારી સંમતિ વગર એ લગ્ન કરવા નથી માગતી.’ પછી આગળ કશું બોલી નહિ, હું પણ કશું બોલ્યો નહિ. થોડા દિવસ આવી જ રીતે પસાર થયા. બિંદી એવી જ રીતે ઉભડક અજંપાભર્યું જીવન જીવી રહી હતી, ત્યાં તો એક દિવસ મારા આશ્ચર્ય વચ્ચે મારી પાસે આવી અને ખૂબ જ હિંમત ભેગી કરી હોય એમ મને સીધેસીધું કહી જ દીધું :
‘પપ્પા, તમારી સંમતિ વગર હું લગ્ન નથી કરવાની એ ચોક્કસ છે, પણ મારે જાણવું છે કે તમે શા માટે ના પાડો છો ? સાંપ્રતને શા માટે તમે સ્વીકારતા નથી ?’ આટલું પૂછતાં પૂછતાં બિંદી રડુ રડુ થઈ રહી હતી. હું એની પાસે ગયો અને એના માથા પર વહાલથી હાથ પસવારતાં કહ્યું :
‘બિંદી, હું એટલા માટે ના પાડું છું કારણ કે….. કારણ કે મને એમ લાગે છે કે તું સાંપ્રતને પ્રેમ નથી કરતી.’
બિંદી મારી સામે વિસ્ફારિત નેત્રે ટગર ટગર જોઈ રહી પછી ધ્રૂજતા લાગણીભર્યા અવાજે બોલી, ‘પપ્પા, તમે શું કહો છો ! હું સાંપ્રતને પ્રેમ નથી કરતી ! આવું તમે કઈ રીતે કહો છો ?’
હસતાં હસતાં મેં એને કહ્યું : ‘તો બિંદી, તું જીદ કેમ નથી કરતી ? જે વસ્તુ જોઈએ એ છીનવી કેમ નથી લેતી ? સાંપ્રતને પ્રેમ કરે છે તો તું એમ કેમ નથી કહેતી કે, પપ્પા તમે સંમતિ નહિ આપો તોય હું લગ્ન તો સાંપ્રત સાથે જ કરીશ…… પ્રેમ કરીએ એ પાત્રને મેળવવાનું જ હોય છે….. હું તારા પ્રેમની કસોટી કરતો હતો….. યાદ છે બિંદી, તું નાની હતી ત્યારે હું ના પાડતો હોય તોય મારી લખવાની ડાયરી છીનવી લઈ તું એમાં કેવા લીટા કરતી હતી ! અને પછી મોં ગંભીર રાખી કેવું કહેતી હતી, આ ડાયરીને અડશો નહિ, મારે કામની છે….. બિંદી, હું તારી પાસેથી એવું જ સાંભળવા માગતો હતો કે સાંપ્રતની ‘ના’ ના પાડશો, નહિ તો……..’

પણ હું વાક્ય પૂરું કરું એ પહેલાં તો બિંદી અધવચ્ચે જ બોલી ઊઠી, ‘મમ્મીએ મને કહ્યું હતું કે તારા પપ્પા ક્યારેય મારી સામે જીત્યા નથી, કાયમ હાર્યા જ છે…. તો તારી સામે પણ એક દિવસ હારશે જ….’ આટલું કહી બિંદી હસી પડી. બિંદીના શબ્દો હું સાંભળી જ રહ્યો. મમતાએ કેટલી મોટી વાત કહી હતી !…… ‘તારા પપ્પા ક્યારેય મારી સામે જીત્યા નથી, કાયમ હાર્યા જ છે…..’ આટલા સાદા અને થોડાક શબ્દોમાં એણે કેવા ગહન અને નિ:શેષ પ્રેમને વ્યક્ત કર્યો !………. અને મમતાએ આ તદ્દન સાચી વાત પણ કહી હતી. મમતાએ મારા જીવનમાં આવી મને કંઈક એવો પ્રેમ આપ્યો કે, એની પાસે મારા અહમનો કોઈ પુદ્દગલ કે પિંડ બંધાયો જ નહિ…. અને એવું પણ બન્યું છે કે મારા અહમનો પરચો હું મારી જાતને પણ બતાવી શક્યો નથી….. હા, એની પાસે હું કાયમ હાર્યો છું, હું હું નથી રહ્યો, હું એના કિલ્લાનો એક બંદીવાન થઈને રહ્યો છું….. અને આ સારું છે કે ખોટું એ કિલ્લાનો એક બંદીવાન શું કહી શકવાનો હતો !

એટલું કહી શકું કે આ બંદીવાન થવું મને ગમ્યું છે.
આ જ વાત મેં મમતાને કહી હતી. એક દિવસ ઢળતી સાંજે સમુદ્ર કિનારે ભીની ભીની રેતીમાં અમે બેઠાં હતાં. સામે સમુદ્ર શાંત હતો. આછાં હિલોળાં લેતાં મોજાં સામે જોઈ મેં મમતાને કહ્યું, ‘હું તો તારા કિલ્લાનો બંદીવાન છું.’ મમતાએ મારો હાથ એના હાથમાં લઈ વહાલથી પસવારી એના મૃદુ અવાજે કહ્યું : ‘એમાંથી તમારે આઝાદ થવું છે ?’
એની આંખોમાં આંખો પરોવી મેં જવાબ આપ્યો, ‘મમતા, કદાચ મારો આ જન્મ તારા પ્રેમના અનુભવ માટે જ થયો છે, આ જગતમાં મારું હોવું, આ જગતનો મારો પરિચય એ તારા પ્રેમદ્વારા જ છે….. તારાથી આઝાદ થઈ આ જગતની બહાર હું ક્યાં જાઉં ?…..’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
શ્રદ્ધાને શરણે – ડૉ. શરદ ઠાકર Next »   

34 પ્રતિભાવો : કિલ્લાનો એક બંદીવાન – વિભૂત શાહ

 1. ખુબ સુંદર હ્રદયસ્પરર્શી વારતા.

 2. trupti says:

  બહુજ સરસ ને અનોખી વાર્તા. દરેક દિકરી ના મા-બાપે આ પળ થી પસાર થવુ પડતુ હોય છે. ધણી વાર હુ જ્યારે મારી દિકરી ને મોટી થતી જોઉ છુ ત્યારે આવોજ ભાવ અને લાગણી નો અહેસાસ કરુ છુ જેવો બિંદી ના પિતા એ કર્યો છે.

 3. Neal says:

  I don’t have a words to describe…It’s very well executed from the beginning to end …Great Work Vibhut Shah..Keep it up.

 4. Pravin V. Patel says:

  પિતાની લાગણી ખૂબ અસરકારક રીતે રજુ કરી છે.
  મમતાનુ એકજ વાક્ય, પતિના જીવનમાં ધન્યતાનો સાગર છલકાવે છે.
  જકડી રાખતી સુંદર ઘટના.
  અભિનંદન.

 5. kumar says:

  ખરેખર ખુબ સરસ

 6. tejal tithalia says:

  Nicee story

 7. DHIREN says:

  Very nice story writtern to read for family and expressing so many feelings of father, daughter, mother.

 8. Arpita buch says:

  Awesome Story ! My feelings are also resemblence to the story…
  Excellent Work by Mr. Vibhut Shah

 9. hiral says:

  BAHU J SARAS BAHU J GAMI GAI AA STORY MANE REAALY NICE CHE

 10. Rajendra Namjoshi,Surat says:

  પ્રેમનું બંધન કેટલું પ્રબળ અને મજબુત હોય છે એની પ્રતિતિ કરાવતી વાત.ખુબજ અસરકારક વાર્તા.
  — રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ (સુરત )

 11. nayan panchal says:

  એક પિતા-પુત્રી વચ્ચેના સંબંધને વધુ સરસ રીતે વર્ણવ્યુ છે કે એક પતિ-પત્ની વચ્ચેના સંબંધને તે નક્કી કરવુ મુશ્કેલ થઈ જાય છે.

  આવો પ્રેમ બધાને મળે તેવી પ્રભુપ્રાર્થના.

  ખૂબ સુંદર, ફરી ફરીને વાંચવી ગમે એવો લેખ.
  આભાર,
  નયન

  હા, એની પાસે હું કાયમ હાર્યો છું, હું હું નથી રહ્યો, હું એના કિલ્લાનો એક બંદીવાન થઈને રહ્યો છું…..

 12. yogesh says:

  એક્દમ સરસ વાર્તા. મારી જ પુત્રિ ની વાર્તા હોય તેવુ લાગ્યુ, જોકે હજુ તે ઘણી નાની ચે પરન્તુ એક પિતા ને touch કરી જાય તેવી સુન્દર વાર્તા.
  આભાર્
  yogesh

 13. Nishant Desai says:

  Excellent stoyry Vibhut bhai. Probably, one of the best i have ever read. Presentation is fantastic. I will remember this story forever.

 14. Sakhi says:

  Very nice tuching artical .

 15. Chirag says:

  Good story – but lack of discipline in the kid. I am not in favor of fulfilling every little demands of the kids…. Yes they are little and don’t know better but as a parent(s), its your responsibility to make the aware of things. I see nothing but trouble in Bindi and her parents in future. She (Bindi) doesn’t know the meaning of “NO”. Her parents (especially her father) doesn’t know how to put his foot down – Since she doesn’t take NO for an answer and her father doesn’t know how to say NO – nothing but dark and really harsh life ahead. When she will grow up and realize that you don’t get everything – or most of the things you wish and hope for in life… People are going to say NO to you on your face for any and all reasons – and if you are not ready to take that rejection – the only person will suffer is YOU!!!! – Here parents should teach their kid(s) that they don’t get everything they want, wish and hope for. Earlier the better…. And yes, I am a father of two and half year old my self and I don’t want my little one to be like Bindi thus, my wife and I are making sure of that!!!

  • yogesh says:

   Dear Chirag,

   I think if u read the story, there isnt anytime bindi fought with her father when he said no to bindi to get married to samprat. Infact bindi seems to have reacted very well, she does not want to go beyond her father’s no.

   I am not disputing or disagreeing with what u have to say. I do have 4 yrs old daughter and yes we do try to teach her what she could have and what she can not, but this particular story touched me because it reflects nice emotion between father and daughter. Daguthers have more rights over fathers then sons do. I see it in my sister who argues and fights with my father and he does not mind her doing it to him then i would do with him.

   Same way, my 6 yrs old son does not fight with me the way my 4 yrs old daughter. I guess the purpose of the story is, daughters are different in many ways and always special for father. Now a days, sons after getting married, probably dont care for parents, daughters do. I mean we can argue back and forth, i respect your opinion and i think bindi to me does not look spoiled.

   Thanks bhai
   Yogesh

   • Chirag says:

    Dear Yogesh Bhai,

    I understand your point of view and I understand that there is a special bond between son and mother and father and daughter. And this a story of a bond between a father and his princess. I also understand that Bindi didn’t go beyond his father’s wishes how ever my point is – do not fullfill all the wishes and demands of your kinds – either son or daughter – because in real word – reality is very harsh! Rejection is every were and acceptance is somewhere. I know when my two and half year old daughter gets mad at me for not buying her a toy vs. how she gets mad at her mother for the same reason – there is a vast difference in between her madness yet – my wife and I both try to make her realize that one fact of life – which is “There are no FREE lunches in the world – Learn to live your life with NO” – In this story when Bindi made fuss about getting a jewelry box – her father should have said NO with authority rather give it up to her demands. I don’t think Bindi is spoiled – however I do think that her father should have started to put his foot down sooner and with full authority. If the tree doesn’t grow strong – you cannot blame the seeds – you have to blame the caretaker. Bindi’s father was lucky to have a daughter like her who understood things – can you imagine how bad the story have gone if Bindi was not like that??? The best way to survive from an accident is not get into one first place.

    Thank you,
    Chirag

    • Divya says:

     Chiragbhai,

     Don’t you think your views are a bit harsh and negative. Childhood is the only time in life that you get and feel pampered and protected. So if kids have to be serious about the realities of life so early on then where’s the magic of childhood left in there. I am not saying that we should spoil our kids but every now and then a small yes can brighten ours and the child’s day.

     • Chirag says:

      Divyaben,

      Yes I agree with you that Childhood is the only time when we get to feel pampered and protected – however it doesn’t mean that one should spoil the kid up to a point where kids are not able to take NO. I am pretty sure when you were a kid – not all your demands were fulfilled and niter were my. If you pampered your kids to a point where they are used to get all they want – they will never “grow-up”. My comments were not harsh and/or negative. My comments were based on truth and what we all see around us every day.

      Thank you,
      Chirag

 16. bhavik Mehta says:

  આ ખુબ સરસ લેખ છે.

 17. Rohit says:

  Very nice story. Amazed with a relationship between husband and wife. Are you aware of such couple ? I would like to meet them as I am having hard time getting along with my wife’s moods and she never understands my views. The husband-wife relation ship is not discussed much in story but in reflects a great depth. I would love to see the extension of these characters sometime from the same author as my wife may learn something from reading this type of creation.

  • Chirag says:

   Rohit Bhai,

   I am such a couple – My wife and I have the best understanding – communication and respect for one another. I am not a marriage counsel but do something special for your wife and sweep her off of her feet – Oy yaara – kudi kithe jaaye gi!!!!

 18. જય પટેલ says:

  થોડા સમય પર રીડ ગુજરાતી પર એક લેખ
  ( ચિંતનમાલા – કલ્પેશ ડી. સોની…શનિવાર જાન્યુઆરી ૦૨ ૨૦૧૦ ) આવેલ
  જેમાં બાળકને ના સાંભળવાની…હમણાં નહિ…રાહ જોવાની…સહન કરવાની વગેરે
  ટેવો પાડવા માટે વાચકોને પ્રેર્યા હતા.

  પ્રસ્તુત વાર્તામાં બિંદીને ના સાંભળવાની આદત જ નથી. બચપણથી પપ્પા બધી જ ફરમાઈશ
  પૂરી કરતા આવ્યા છે. જીવનમાં પહેલી વાર પપ્પાની ના સાંભળીને ઘરમાં દિગ્મૂઢ થઈને ફરે છે
  અને છેવટે…જક….નો વિજય થાય છે.

  ભવિષ્યમાં સાંપ્રતને અને તેના દૂરગામી પરિણામો રૂપે
  બિંદીના છૂટાછેડામાં પણ પરિણમી શકે છે. જે છોકરીને બચપણથી જ ના સાંભળવાની આદત નથી
  તેના લગ્નજીવનનું ભવિષ્ય શું હોઈ શકે તે કલ્પના કરવી અઘરી નથી…!!

  બાળકોને નાનપણથી જ
  ના સાંભળવાની
  હમણાં નહિ…રાહ જોવાની
  સહન કરવાની ટેવો પાડો…જેથી બાળકો અંદર સે સોલિડ બને.

  આજના ભારતને આવા…અંદર સે સોલિડ…બાળકોની જરૂર છે.

 19. preeti says:

  ખુબ સરસ વરતા છે….

 20. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ વાર્તા.

 21. ખુબ જ ભાવનાત્મક લેખ.

 22. Nilam kharachia says:

  this article remind me my days .very sentimental story.

 23. hassan says:

  Saras ne kana matra nathi hota….very correctly organized story
  something is missing
  instead of accepting silently
  parents and daughter could have argued little
  plus as per comments above parents must teach the way of life
  Esp. mother must be more concern
  as per the story daughter is only child
  me also father of one and only single daughter
  what my mother taught is that one should not keep fear of what if i say no or what if say yes
  she used to say that it is better you keep silence or listen to others
  but for your dear and near one’s you must be clear
  in this author’s view is not clear
  is he advising others to adopt his way
  and let daughters and sons do as they wish
  by saying “NO” with no objection if they if they do otherwise
  a sentence of author says much when a jeweler gave the colorful box in free
  showing his expressions that you are spoiling the child
  any way “SARAS” is SARAS that is you can read saras forward or backward
  Thanks and regards

 24. Ashish Dave says:

  Very well written story. All characters are shown with all needed shades.

  Ashish Dave
  Sunnyvale, California

 25. Eren says:

  જબર્જસ્ત ક્રુતિ. ખુબ જ ગમેી

 26. Eren says:

  I like it so much. And very heart-touching story to youngsters like me

 27. KINJAL MUSCAT says:

  દરેક મા બાપ અવુ જઈછે ક અમ્ના બાળક ને એ બધુ જ મલે જે માતે તેમ્ને હમેશા ના જ કેહવા મા આવતિ મતે બાલ્કો ને બધુ જ આપ્વુ સાથે સાથે autometically સમજ પણ આવિ જસે.

 28. reema says:

  khub j saras chhe, darek ni life avi j saras hoy to ketli maza

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.