શ્રદ્ધાને શરણે – ડૉ. શરદ ઠાકર

[‘જનકલ્યાણ’ સામાયિકમાંથી સાભાર. આપ ડૉ. શરદભાઈનો (અમદાવાદ) આ સરનામે સંપર્ક કરી શકો છો : drsharadthaker@yahoo.com ]

ડૉ. રે બંગાળી હતા. આમ સજ્જન પણ સ્વભાવે ઉગ્ર હતા. સમયપાલનના જબરજસ્ત આગ્રહી. મેડિકલ કૉલેજમાં પ્રોફેસર હતા. સવારે આઠ વાગ્યે એમનું લેકચર શરૂ થયું. બરાબર ત્રીસ સેકન્ડ પછી મેં પ્રવેશ કર્યો.
‘મેં આઈ કમ ઈન સર ?’
‘નો, યુ કાન્ટ !’ ડૉ. રેની નજર એમની કાંડા ઘડિયાળ પર પડી : ‘યુ. આર. લેઈટ બાય હાફ એ મિનિટ. ગેટ આઉટ !’
‘બટ, સર….! આઈ હેવ ગોટ એ વેલીડ રીઝન ટુ બી લેઈટ.’ મેં દલીલ કરી : ‘કૉલેજના કમ્પાઉન્ડમાં એક વૃદ્ધ સ્ત્રી ગબડી પડી. એનો પગ ભાંગી ગયો. આમ તો હું લેકચર માટે ખાસ્સો વહેલો હતો. પણ એને આપણી જ ગવર્નમેન્ટ હૉસ્પિટલના કેઝ્યુઅલ્ટી વિભાગ સુધી ‘શિફટ’ કરાવવામાં મોડું થઈ ગયું.’
‘યસ. ધૅટ ઈઝ એન આર્ગ્યુમેન્ટ. પણ તમે અહીં દર્દીને સારવાર આપવાનું ભણવા માટે આવો છો, એમને ઊંચકીને હૉસ્પિટલમાં પહોંચાડવાનું કામ વોર્ડબોયનું છે, ડૉક્ટરનું નહીં. આઈ કાન્ટ જસ્ટિફાય યોર એકશન. નાઉ, ગેટ લોસ્ટ…..’

હું જાણતો હતો કે ડૉ. રે ‘ગેટ આઉટ’ કહે અને ‘ગેટ લોસ્ટ’ કહે એ બે વચ્ચે મોટું અંતર હતું. પહેલામાં સૂચન હતું, બીજામાં આદેશ હતો. સૂચન સામે દલીલ થઈ શકે, હુકમ સામે નહીં. પણ મેં દલીલ કરવાની ગુસ્તાખી કરી, કારણ કે હું પ્રમાણિકપણે માનતો હતો કે મેં કંઈ ખોટું નથી કર્યું. હું મેડિકલ કૉલેજમાં ભણવા માટે આવતો હતો, મોંઘીદાટ ફી ભરીને આવતો હતો, એક ધરાશાયી થયેલી ગરીબ ડોશીને મદદ કરીને મેં ઈન્ડિયન પીનલ કોડની એક પણ કલમનો ભંગ નહોતો કર્યો અને આટલું બધું કરવા છતાં પણ હું માત્ર અડધી મિનિટ જ મોડો હતો ! એ વખતે મારાથી સહેજ ઊંચા અવાજે કહેવાઈ ગયું :
‘યસ, સર ! આઈ એમ ગેટિંગ લોસ્ટ; બટ વીલ યુ પ્લીઝ ટેલ મી વન થીંગ ? આ ડોશીની જગ્યાએ તમારા મધર હોત અને એમને મદદ કરનારું ત્યાં કોઈ ન હોત, સિવાય કે હું, તો પણ તમે મને આ જ રીતે પાછો કાઢ્યો હોત, જે રીતે અત્યારે કાઢી રહ્યા છો ?’
ડૉ.રે બરાડ્યા : ‘સ્ટૉપ ઈટ ! વન મોર વર્ડ એન્ડ યુ વીલ બી સસ્પેન્ડેડ ફોર ધી હોલ વીક…..’ એ હજી પણ કંઈક બોલવા જતા હતાં, પણ મેં તક ન આપી. હું ત્યાંથી પાછો વળી ગયો. એ આખો દિવસ મારો જીવ ચચરતો રહ્યો. કેન્ટિનમાં પણ કંઈ મન ન લાગ્યું. સાચું કહું તો હું કંઈ સંત નથી. પવિત્ર હોવાનો દાવો પણ કરતો નથી, પણ એ ક્ષણે હું સો ટકા સાચો હતો અને છતાં નિ:સહાય, નિરૂપાય હતો.

અને એ દિવસ બપોરે સાડા ત્રણ વાગ્યે હું જમીને હૉસ્ટેલમાં મારી રૂમમાં આરામ ફરમાવી રહ્યો હતો, ત્યાં બારણે ટકોરા પડ્યા.
‘યસ પાર્ટનર ! કમ ઈન……!’ મેં પથારીમાં પડ્યા પડ્યા જ બૂમ મારી. ‘પાર્ટનર’ એ અમારી મેડિકલ હૉસ્ટેલમાં રહેતા જાણીતા-અજાણ્યા કોઈ પણ સ્ટુડન્ટને માટે વપરાશમાં લેવાતું રોજિંદુ સંબોધન હતું. દરવાજો મેં અમથો જ વાસેલો હતો. બારણું ખૂલ્યું અને….. આ શું ? ડૉ. રે ત્યાં બારણાની ફ્રેમમાં મઢેલી તસવીરની જેમ ઊભા હતા : ‘મે આઈ કમ ઈન, જેન્ટલમેન ?’
હું હડબડાઈને બેઠો થઈ ગયો. રૂમ અસ્તવ્યસ્ત હતો. ચોપડીઓ, મેગેઝિનો, ચાની તપેલી, કપ, રકાબી, જ્યાં ત્યાં ફેંકી દીધેલાં કપડાં…..! ડૉ. રેને ક્યાં બેસાડવા ? હું ખુરશી ખેંચવા ગયો, પણ એમણે મને અટકાવ્યો. ખિસ્સામાંથી એક ટેલિગ્રામ કાઢીને મારા હાથમાં મૂક્યો :
‘શું છે સર ?’ મને સમજાતું નહોતું કે એ શું કરી રહ્યા હતા.
‘માય મધર ડાઈડ યસ્ટર ડે. કલકત્તાના સબર્બમાં અમારું ઘર છે. સાંજે શાકભાજી ખરીદીને આવી રહ્યા હતા. ઘરની પાછળના ઘાસવાળા મેદાનમાં આખલાએ શિંગડું માર્યું. મારી મા ઊછળી પડી. આખલો એમના શરીર પર થઈને ચાલ્યો ગયો. દુર્ભાગ્યે એ વખતે ત્યાં કોઈ જ હાજર નહોતું. તું પણ નહીં. પૂરો એક કલાક તરફડીને કાઢ્યો હશે. મદદ પહોંચી ત્યારે સ્મશાનમાં જ શિફટ કરવી પડી.’ ડૉ. રેની આંખમાં આંસુ હતાં.
‘આઈ એમ વેરી સોરી, સર…..! પણ મારો ઈરાદો…..’ હું થોથવાયો.
‘નેવર માઈન્ડ. તારો કોઈ જ દોષ નથી. તું તો આજે સવારે એ વાક્ય બોલ્યો હતો અને આ બન્યું ગઈ સાંજે. પણ હું તારી માફી માગવા અહીં સુધી આવ્યો છું. આજે રાતની ફલાઈટમાં જ કલકત્તા જવા નીકળું છું. કદાચ પાછો ન પણ આવું. હવે ત્યાં જ રહીશ. પણ એક વાત હંમેશા યાદ રાખજે; ગમે તેટલી આંતરડી કકળે, તો પણ જિંદગીમાં ક્યારેય આવા શબ્દો ન કાઢીશ. એ શબ્દો નથી હોતા, શાપ હોય છે.’ અને એ પીઠ ફેરવીને જતા રહ્યા. હું જડવત ઊભો રહ્યો.

આમ કેમ બન્યું ? આજ સુધી મને એનું રહસ્ય સમજાયું નથી. હું ચીલાચાલુ વહેમ કે અંધશ્રદ્ધામાં માનતો નથી. પૂરો એક દાયકો રેશનાલિસ્ટ મિત્રો સાથે વીતાવ્યો છે. ઈશ્વરના ઈન્કાર વિષે એમની પોકળ દલીલો બહુ નિકટથી તપાસી છે. પણ સરવાળે સમજ્યો છું કે ઈશ્વર છે. અને એટલે જ ઈશ્વરી ન્યાય જેવું પણ કશુંક છે. નાસ્તિકો કહે છે કે ઈશ્વર છે એ વાતનો કોઈ પુરાવો નથી. ભલે કહેતા ! ઈશ્વર નથી એ વાતની પણ એમની પાસે કોઈ સાબિતી નથી. ઉપર લખી છે એ વાતને તદ્દન જોગાનુજોગ માનવા માટે હું તૈયાર નથી. એમાં કોઈક વૈજ્ઞાનિક તથ્ય હશે તો એ ભાવિ નક્કી કરશે. પણ ત્યાં સુધી મારે મન તો તુલસીદાસ જ સાચા છે : ‘તુલસી હાય ગરીબ કી કબુ ન ખાલી જાય…..’ હું માનું છું કે ‘ગરીબ’ એટલે અન્યાયનો ભોગ બનનાર કોઈ પણ સાચો માનવી.

અન્યાયનો માર ખાધેલ આવો જ એક મિત્ર હતો ડૉ. જાડેજા. જાતનો રજપૂત પણ ભણી-ગણીને ડૉક્ટર બન્યા પછી તલવારની ધાર જેવું એનું વ્યક્તિત્વ રબ્બર જેવું નરમ બની ગયું હતું. એકવાર મારા પર એનો ફોન આવ્યો : ‘એક ડિલિવરીનો કેસ છે. તકલીવાળો મામલો છે. જલદી આવી જા.’ હું દોડી ગયો. અમારા બંનેનું નિદાન એક સરખું જ થયું. સ્ત્રીનો જીવ જોખમમાં હતો. પેટ ચીરીને સિઝેરિયન દ્વારા બાળકનો જન્મ કરાવવો પડે તેમ હતું. લાંબા સમય સુધીની ‘ટ્રાયલ લેબર’ આપ્યા પછી પણ પ્રસવ ન થયો. ત્યારે નાછૂટકે ઑપરેશન કર્યું. માતા અને બાળક બંનેની તબિયત સારી હતી. પૂરા એક અઠવાડિયા પછી દર્દીને રજા આપવાનો સમય થયો. ડૉ. જાડેજાએ આગલા દિવસે જ મને ફોન પર એના દિલની ઈચ્છા જાણવી હતી : ‘પેશન્ટની આર્થિક હાલત સારી નથી. આજે ટાંકા કાઢું છું. આવતીકાલે ડિસ્ચાર્જ આપીશ. પણ બીલના પૈસા બહુ વધારે લેવાની ઈચ્છા થતી નથી. જરૂરત કરતાં વધારે તો આમ હું કોઈના લેતો નથી. પણ આની પાસેથી તો સાવ મામૂલી ખાલી ટોકન રકમ લેવાનો વિચાર છે. તું શું કહે છે ?’
‘હું શું કહું ? કોઈ સારું કામ કરતું હોય તો આપણે તો એના પાછળ જ ઊભા હોઈએ ને ? આવા કામમાં આડા થોડું ઊભા રહેવાય ?’ પણ બીજે દિવસે ખબર પડી કે ડૉ. જાડેજા સાથે ભયંકર છેતરપિંડી થઈ છે. ટાંકા નીકળી ગયા એ પછી દર્દી અને એના પતિ બાળકને લઈને ચૂપચાપ દવાખાનું છોડી ગયા હતા. ડૉ. જાડેજાને કહેવા પણ રોકાયા નહીં. ઑપરેશનની પૂરેપૂરી ફી ડૂબી ગઈ. દર્દીનું સરનામું લેવાનું પણ જાડેજા ચૂકી ગયા હતા. બીજે દિવસે હું એમને મળ્યો, ત્યારે એ ભયંકર વ્યથિત હતા. હતાશમાં માત્ર એટલું જ બોલ્યા : ‘ભગવાન એના લેખા લેશે. મેં એમનું શું બગાડ્યું હતું ?’ હું સમજી ગયો. આ શબ્દો ન હતા પણ શાપ હતો.

અને સાત દિવસ પછી એ પતિ-પત્ની રડતાં કકળતાં ડૉ. જાડેજાના ટેબલ પર ચાર હજાર રૂપિયા મૂકી ગયા : ‘દાગતર સા’બ…. માફ કરો….. અમારો છોકરો ઊડી ગયો છે. તમારા બીલના પૈસા સ્વીકારી લો…..’ ડૉ. જાડેજાના અફસોસનો પાર ન હતો : ‘હવે મારાથી પૈસા ન લેવાય. બીલની વસૂલાત કરનાર હું કોણ ? એ તો ઉપરવાળાએ કરી લીધી. પણ સાચું કહું છું, હું જ્યારે પેલા શબ્દો બોલ્યો ત્યારે મારી એ ઈચ્છા નહોતી કે તારી સાથે સાવ આવું બને…….’ હું આ વાતનો સાક્ષી છું. બે-ચાર હજાર રૂપિયા માટે કોઈ ગરીબનો દીકરો ભગવાન ઊઠાવી લે એવી બદદુઆ તો કોઈ શૈતાન પણ ન કરે. પણ એક નબળી ક્ષણે ઘવાયેલા હૃદયમાંથી જે મૂંગી ચીસ ઊઠી હતી એ કમાનમાંથી છૂટેલા તીર જેવી હોય છે અને એ તીર પાછું નથી વળતું હોતું.

શરૂમાં ડૉ. રે સાહેબની વાત કરી એમને હાજરાહજૂર રાખીને જિંદગી જીવતો આવ્યો છું. ઘણીવાર માન-અપમાન, નફો-નુકશાન, ન્યાય-અન્યાય માણતો અને સહેતો રહ્યો છું. જીભની કમાન પરથી શબ્દોના તીર છૂટી ન જાય એ માટે સતત કાળજી સેવતો આવ્યો છું અને થોડા સમય પહેલાં જ ન બનવા જેવો બનાવ બની ગયો. નાની-મોટી જાહેર કે ખાનગી અનેક સંસ્થાઓમાં સક્રિય રહેવાનું મને સદભાગ્ય મળ્યા કરે છે. આવી જ એક સંસ્થાના પાંસઠેક વરસના એક કારોબારીના સભ્ય સાથે અન્યાયની બાબતમાં ઘર્ષણમાં ઉતરવાનું બન્યું. એ સજ્જન વડીલ હોવાનો ગેરફાયદો ઉઠાવ્યે જતા હતા. હું એટલો વિનય અને સ્વસ્થતા જાળવીને વાત કરતો હતો. છેવટે શિશુપાલના સો અપરાધ પૂરા થવા આવ્યા, ત્યારે મારાથી બોલાઈ ગયું : ‘માફ કરજો, નરેશભાઈ, તમે ગ્રામોફોનની રેકર્ડમાં ફસાઈ ગયેલી પીનની જેમ એકને એક જ વાત કર્યા કરો છો. હું સહન કરી લઉં છું કારણ કે તમે મારા પિતાની ઉંમરના છો, પણ તમે વગર વાંકે મને ક્રુસિફાય કરી રહ્યા છો, ભગવાન ન કરે ને તમારા પુત્રને……’
અને હું અટકી ગયો. આગળ બોલી ન શક્યો. બોલવું મને ઠીક ન લાગ્યું. પણ મનની અંદર મૂંગી ચીસ ઊઠી એ અશબ્દપણે પણ પૂરી તો થઈ જ ! મેં જાતને ઘણી વારી લીધી. પણ આ ઊઠેલા અંતરની રાવ હતી. બદનમાં પૂરજોશથી વહી રહેલું ખૂન જાણે ઈશ્વર આગળ મને થયેલા અન્યાયની ફરિયાદ કરવા દોડી રહ્યું હતું. એક ક્ષણ હતી જે બહુ ખરાબ હતી. શબ્દો મારા મનમાં જ પૂરા થયા : ‘કોઈ તમારા પુત્રને પણ મારી જેમ જ ક્રુસિફાય કરે તો તમને કેવું થાય ?’

ડૉ. રે સાહેબ સાચા હતા. આવા શબ્દો એક વાર બોલી જવાય, અરે, વિચારી જવાય તો પણ પછી શાપ બની જતા હોય છે. મને પૂરા એક મહિના પછી સમાચાર મળ્યા કે એ સજ્જનના એકના એક જુવાનજોધ દીકરાને કેન્સર થયું છે. એ સજ્જન એટલા સમૃદ્ધ અને સુખી હતા કે હું એમનું કશું જ બગાડી શકું એમ ન હતો. શું એટલે જ એમનો ન્યાય ઈશ્વરે પોતાના હાથમાં લીધો હશે !? – આ પણ કદાચ જોગાનુજોગ જ હશે. હું સંત નથી, પવિત્રતાનો મારો કોઈ દાવો નથી. ઈશ્વર જોડે મારું નિકટનું એવું કોઈ અનુસંધાન નથી. હું મેલી વિદ્યાનો સાધક નથી. જો હું આમાનું કશું પણ હોત તો ઈશ્વરને ફોન કરીને કહી દેત : ‘ભગવાન, મેં આવું કદી ઈચ્છયું નહોતું. તું પણ જબરો ન્યાયાધીશ છે, જ્યાં ટપલી મારવાની હોય ત્યાં તલવાર શા માટે મારે છે ? એ છોકરાને બચાવી લે.’

જિંદગીમાં અવારનવાર આપણને બધાને આવા અનુભવો થતા જ રહે છે. આમાં સાચું શું છે એ કદાચ ભવિષ્યમાં વિજ્ઞાન સાબિત કરી બતાવશે. પણ સાયન્સ જ્યાં સુધી કશું સિદ્ધ ન કરે ત્યાં સુધી આપણે તો શ્રદ્ધાને શરણે જ જવાનું ને ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કિલ્લાનો એક બંદીવાન – વિભૂત શાહ
ડૂબકી (ભાગ-3) – વીનેશ અંતાણી Next »   

67 પ્રતિભાવો : શ્રદ્ધાને શરણે – ડૉ. શરદ ઠાકર

 1. Vipul Panchal says:

  અદભુત લેખ્…..

  • Viren Shah says:

   શરદ ઠાકરે બહુજ સારો લેખ લખ્યો છે.
   પરંતુ આમાં ‘મેં કહ્યું એટલે આવું થયું’ એવો એમનો અહંકાર છતો થયા વગર રહેતો નથી.

   • Krunal Choksi, NC, USA says:

    આમાં અહંકાર ની કોઇ વાત જ નથી આવતી. અહીં માત્ર એક જ વાત કહી છે કે શબ્દ અને વિચાર એ ઊર્જા થી ભરપૂર હોય છે. એ ઊર્જા ને જે દિશા માં Channel કરો એ રીતે પરિણામ જોવા મળે છે. આ લેખ મા એમ જ કહ્યુ છે કે તમારે તમારી પાસે રહેલી ઊર્જા ને યોગ્ય દિશા માં Channel કરવી જોઇએ.

   • s r k says:

    અહન્કાર ક્યઅન ચ્હે

   • Hetal says:

    Viren Bhai,

    There is no ego of the writer. The base is, where you will channelize your energy, the same situation will occur. Thoughts are also our energy. If you be always positive, the good things happens and vise versa.

    In the above article, the writer wants to tell that , for a time being, his thought has been diverted in to other way, or negative way and the negative situation occurred. The thought diversion was not implicit, rather it was by mistake. The same principle is described in the best seller book, “The Secrete”..

    • Viren Shah says:

     ‘ધ સીકરેટ’ પુસ્તક મેં વાંચ્યું છે અને એનર્જી ફલોની વાત પણ વાંચી છે.
     તમે જો વર્ષો થી શરદ ઠાકરના લેખો દર અઠવાડિયે બે લેખે વાંચતા હોવ તો એવું અનુભવ્યા વગર ના રહી શકો કે લેખક અંદરખાનેથી અહંકારી છે.
     એમની લેખનશૈલી અને લેખો ખુબ જ રસિક અને અદભુત છે પણ એનાથી વ્યક્તિ નીરઅહંકારી અને સાત્વિક જ હોય એવું કઈ રીતે કહી શકાય?

     • nisarg says:

      વિરેન ભાઇ,

      મને તો લેખક કરતા તમારા શબ્દોમા અહંકાર દેખાય છે. કોઇને મળ્યા વિના કે જાણ્યા વિના કોઇ પણ જાતનો અભિપ્રાય બાંધી લેવો તે મારા મત મુજબ એક અહંકાર જ છે. કહે છે ને અધુરો ઘડો છલકાય ઘણો. બે ચોપડી શુ વાંચી લીધી તમે તો પોતાને પંડિત સમજી બેઠા.

      એમની લેખનશૈલી અને લેખો ખુબ જ રસિક અને અદભુત છે પણ એનાથી વ્યક્તિ નીરઅહંકારી અને સાત્વિક જ હોય એવું કઈ રીતે કહી શકાય? —– જો વ્યક્તિ નીરઅહંકારી અને સાત્વિક હોય એવું ના કહી શકાતુ હોય તો એવુ કેવી રીતે કહી શકાય કે વ્યક્તિ અહંકારી છે?

      મહાભારતમાં એક પ્રસંગ છે. કૃષ્ણ ભગવાને દર્યોધનને હસ્તિનાપુરમાં જઇને કોઇ એક સજ્જન શોધી લાવવાનું કીધું. પણ એ ખાલી હાથે પાછો આવ્યો. એજ પ્રમાણે યુધિસ્થિરને હસ્તિનાપુરમાં જઇને કોઇ એક દુર્જન શોધી લાવવાનું કીધું. પણ એ ખાલી હાથે પાછો આવ્યા. તો શું હસ્તિનાપુરમાં એક પણ સજ્જન કે દુર્જન ન હતાં? બન્યુ એવું કે યુધિસ્થિર સજ્જન હતાં એટલે એમને હસ્તિનાપુરમાં એક પણ દુર્જન ન દેખાયો અને દર્યોધન દુર્જન હતો એટલે એને હસ્તિનાપુરમાં એક પણ સજ્જન ન દેખાયો.

      તમારી સાથે પણ આવુંજ કાંઇ બન્યુ છે. તમારી અહંકારી આંખે તમને બધા અહંકારી જ દેખા છે.

      છેલ્લે ફ્ક્ત એટલું જ કહીશ GET WELL SOON

     • Viren Shah says:

      ભલે.

      આભાર.

     • Ravi Patel says:

      વાહ સરસ જવાબ આપ્યો નિર્સર્ગ ભાઇ

 2. trupti says:

  THINK BEFORE YOU LEAP

 3. સાવ સાચી વાત. શબ્દો બોલતા પહેલાં ઘણું વિચારવું કારણકે ક્યારેક આવેશમાં કે દુઃખમાં બોલાયેલ વેણ કોઇને દુઃખ પહોંચાડી શકે છે.

 4. કેતન રૈયાણી says:

  વાહ ઠાકરસાહેબ…!! સવાર-સવારમાં મજા પડી ગઈ..!!

 5. Jashubhai K Patel says:

  Very good article. Excelent.

 6. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ.

 7. Chintan says:

  એકદમ સરસ વાત કહી ડૉક્ટર સાહેબે.

  આભાર મૃગેશભાઈ.

 8. Niraj says:

  Hi,
  What about politicians and corrupt people? Does this rule applies to them too?
  🙂

 9. જગત દવે says:

  બહું જ સરસ સંદેશ આપતાં પ્રસંગો. બસ આ જ તો કર્મ-યોગ છે….!!!!! તમે તેના વિષે ગમે તેટલો તર્ક કરો પણ તેનાં પરિણામોથી છટકી શકાતું નથી. મને તો તે આઈનસ્ટાઈનનાં “E=mc2” જેટલો જ વૈજ્ઞાનિક લાગે છે.

  ગીતાજી માં કહેવાયેલ કર્મ-યોગ ને કહેવાતા બૌધ્ધિકો/ સાધુઓએ એટલી બધી ઉલજાવી દીધી કે લોકો પોતાનો સગવડીયો ‘યોગ’ તેમાંથી શોધી લે છે.

  આવા અનેક પ્રસંગો નાં સાક્ષી બન્યા પછી……ઈશ્વર પ્રત્યેની શ્રધ્ધા એટલી પ્રબળ બની છે કે હવે ઈશ્વરનાં હોવા વિષે કોઈ પૂરાવાની જરૂર નથી.

  આવા પ્રસંગોથી ઈશ્વરનો ડર નહી પણ તેનાં પર શ્રધ્ધા રાખી ને જીવવાની પ્રેરણા મળે છે.

  • trupti says:

   જગતભાઈ,
   સાવ સાચ્ચી વાત કીધી તમે.

   • જગત દવે says:

    આભાર તૃપ્તિબેન અને હાર્દિકભાઈ,

    મને ઈશ્વરનાં હોવા વિષે અનેક આવા અનુભવો થયાં છે……પણ સાથે સાથે જીવનમાં નસીબવાદ અને અકર્મણ્યતા પણ નથી અપનાવી…..પણ જયારે જયારે સંજોગો પ્રયત્ન કર્યા પછી પણ મારા હાથમાં ન રહે ત્યારે દિલમાં થી એક અવાજ જરૂર ઊઠે છે અને તે ક્યારેય તેણે પાછો ઠેલ્યો નથી.

    • trupti says:

     જગતભાઈ,

     મને પણ ભગવાન પર અપાર શ્રધ્ધા છે અને જ્યારે મન હતાસ થઈ જાય ત્યારે મનનો ભાર ઠાકોરજી ના શરણે નાખી દઉ છે અને મન ને એક અજીબનો આરામ મળે છે. જયારે પણ કઈ ખરાબ થવાનુ છે એવો અણસાર આવે ત્યારે પણ હુ મનથી વિચારી લઉ છુ કે, મે ક્યારે કોઈ નુ ખરાબ નથી કર્યુ તો ઠાકોરજી મારુ શુ કરવા ખરાબ કરે? અને ભગવાન જે કરશે તે સારા માટે જ સરશે, અને તમે નહી માનો પણ મારો ભરોસો કાયમ, કાયમજ રહ્યો છે. જે માને તેને માટે ઈશ્વર છે ને નથી માનતા તેને માટે નથી. પણ જે માને છે તેને તમે કહ્યુ એ પ્રમાણે કોઈ પુરાવા ની જરુર નથી.

 10. preeti dave says:

  કહેવાય છે કે દિવસમાં એક વખત સરસ્વતિ જીભ પર બિરાજે છે.. અને આ ક્ષણે બોલાયેલી સાચી-ખોટી કોઈ પણ વાત સત્ય બને છે ! ખબર નથી કે આ વાત કેટલી સાચી છે છતાંયે કઈં સારું બોલીએ તો ઠીક છે પણ કઈંક વસમું બોલતા પહેલા સો વાર વિચારવું સારું..

  ખૂબ સરસ લેખ શરદ સર ! 🙂

 11. hiral says:

  REAALY TOO GOOD. AAP NA MAN MA KOI NA MATE KHARAB BHAV NATHI HOTO BUT AMUK SAMAY AEVO HOY CHE KE BOLELU SACHU THAI JAY SO KOI NA MATE PAN MAN MA KADI KHARAB VICHAR NA LAVVO JOI AE. REAALY BAHU J SARO LEKH CHE

 12. સાવ સાચિવાત કોઇ ને શાપ આપો નાહિ સૌનુ ભલુ કરો

 13. સુભાષ પટેલ says:

  ડો. શરદ ઠકરના લેખો વાંચવાની કોઇ તક ચૂકવા જેવી નથી. તંત્રી શ્રી મૃગેશભાઇની જેટલી પ્રસંશા કરો તેટલી ઓછી છે.

  આ લેખ ઇશ્વર પર જરુર શ્રદ્ધા વધારે છે. પણ મને નીચેના શબ્દોએ વિચારે ચડાવ્યો છે કે –

  ‘કોઈ તમારા પુત્રને પણ મારી જેમ જ ક્રુસિફાય કરે તો તમને કેવું થાય ?’
  ડૉ. રે સાહેબ સાચા હતા. આવા શબ્દો એક વાર બોલી જવાય, અરે, વિચારી જવાય તો પણ પછી શાપ બની જતા હોય છે. મને પૂરા એક મહિના પછી સમાચાર મળ્યા કે એ સજ્જનના એકના એક જુવાનજોધ દીકરાને કેન્સર થયું છે. એ સજ્જન એટલા સમૃદ્ધ અને સુખી હતા કે હું એમનું કશું જ બગાડી શકું એમ ન હતો. શું એટલે જ એમનો ન્યાય ઈશ્વરે પોતાના હાથમાં લીધો હશે !? ‘ભગવાન, મેં આવું કદી ઈચ્છયું નહોતું. તું પણ જબરો ન્યાયાધીશ છે, જ્યાં ટપલી મારવાની હોય ત્યાં તલવાર શા માટે મારે છે ? એ છોકરાને બચાવી લે.’

  એ વાતની જરાય શંકા નથી થતી કે ઇશ્વર ન્યાય જરુર કરે છે પણ અતિ અથવા અલ્પ કરે છે? અંતરાત્મા તો એમ કહે છે કે એક અણુભાર પણ ફેરફાર નહિં થતો હોય.

 14. rajnichheda says:

  એકદમ સરસ વાત કહી ડૉક્ટર સાહેબે.

 15. nayan panchal says:

  જોગાનુજોગ એ તો આપણી ટુંકી દ્રષ્ટિનુ પરિણામ છે. જે પણ જોગાનુજોગ કે અનિશ્ચિતતાઓ લાગે છે એ ઉપરવાળાની બહુ મોટી નિશ્ચિતતાનો જ એક ભાગ છે.

  Matrix Reloadedનો એક સંવાદ છે,” Where others see chances, I see consequences”.

  ઠાકર સાહેબનો એક અદભૂત લેખ, આભાર મૃગેશભાઈ.
  નયન

 16. vd.bhavdeep ganatra says:

  your name is ”શરદ”, but ur articles r made 4 all ”મૌસમ”. again a very good article sir…

 17. Pravin Shah says:

  ખોટુ કરનાર ને તેનો બદલો જરુર મળે છે. આપણે કઇ કરવુ પડતુ નથેી. કુદરતેી રેીતે જ તેને બદલો મળેી જાય છે.

 18. Smita Kamdar says:

  સુઁદર લેખ- જે વાઁચવાથી આપણાઁ વિચારો ને પોજીટીવ સમર્થન મળે છે.
  જ્યારે આપણે પુરેપુરા ઈશ્વરને સમર્પિત થઈ જઈયે છીએ ત્યારે એના હોવા ન હોવાના કોઈ જ પુરાવાની જરુર નથી પડતી.
  મેઁ પોતે અનુભવ્યા છે એના સાક્ષાતકારને. .ડગલે ને પગલે એના હોવાના એહસાસ ને હુઁ માણતી આવી છુઁ.

  • Vijay Solanki says:

   I agree with you Smitaben. It really gives positive energy by reading such wonderful articles.

   I am grateful to the readgujarati.com for providing precious study material on Gujarati language which otherwise is lost or not reaching upto the people like us.

   Best wishes to readgujrati and hearty congratulations to Dr. Sharad Thakar.

   Warm regards,

   Vijay Solanki

 19. Sakhi says:

  After long time I read good artical from Dr.Sarad Thakar

  It is really very true and real artical.

 20. darshana says:

  ત્રુપ્તિબેન્,

  ઠાકોરજી કરે એ ઠિક …હુ પન એવુ જ્ માનુ છ્હુ…

 21. Veena Dave. USA says:

  શ્રી ઠાકરસાહેબની વાતો અદભુત જ હોય.
  આભાર શ્રી મ્રુગેશભાઈ.

 22. Chirag says:

  One of the best article so far on this site. My humble request to Mrugesh Bhai to include this article in upcoming book (when ever it maybe). So much reality – such a nice message – outstanding… This is Read Gujarati at its best… Not reality – but actuality. For a realistic and very logical person like me – can really appreciate this one. Far much better than બોધ પાઠ – સાસુ અને વહુ – માં બાપ અને સંતાન – અને કાલ્પનીક સમસ્યાઓ થી ઉપર…

 23. Devyani says:

  ખુબ જ સુન્દર લેખ. આભાર.

 24. હુ દિવા દોરા કે ધાગા માનતી નથિ પણ કોઇ પ્ર્શન નો જવાબ આપણ ને ન મળે ત્યારે સાચા દિલ થિ ભગવાન ને પુછિ એ તો જરુર મળિ જાય છે ,એટલે ભગવાન નુ આપણિ સાથે હોવુ નક્કિ છે એમા બે વાત નથિ.

 25. Pravin V. Patel says:

  શ્રધ્ધા માણસની જીવાદોરી છે.
  ઉચ્ચ હોદ્ધા પર બિરાજતા કેટલાક મહાનુભાવો “અહં” ના શિકાર હોય છે.
  જે જાણે અજાણે અન્યને દુઃખ પહોંચાડતા હોય છે, જે બુમરેંગ બને છે.
  આપણી વાણી બીજા માટૅ શાપરુપ ના બને એજ પરમકૃપાળુ પરમાત્માને
  નમ્ર પ્રાર્થના.
  ડૉ. શરદ ઠાકરે પોતાની આપવીતી નિખલસતાથી રજુ કરી છે, જે એમના
  હ્ર્દયની પારદર્શિતા દર્શાવે છે.
  આભાર.

 26. Dr.Ekta.U.S.A. says:

  ડૉ.શરદ્ ભાઇ નિ કલમ થિ લખાયેલ લેખો ખુબજ સારા હોયે છે. અને મને ખુબજ ગમે છે.

  અહિયા પ્રિતિબેન નિ વાત મને સાચિ લાગે છે કે દિવસ મા એક વખત સરસ્વતિ જિભ પર બિરજે છે.અને જે બોલય જય એ સાચુ પડૅ છે.
  જાણતા કે અજાણતા કોઇ વિસે ખરાબ ના બોલિયે.ક્યારે સાચુ પડિ જયે એ નક્કિ નથિ હોતુ.

 27. જય પટેલ says:

  બદલાની ભાવનાવાળા દૂષિત મનની ઈન્દ્રિયોને નાથવી અતિશય કપરી છે.

  દૂર્યોધનનું પડવું અને દ્રૌપદીના અટ્ટહાસ્ય સાથે મુખમાંથી નિકળેલ ઉદગાર…આંધળાનાં આંધળા
  વિષ્ફોટ કરે છે મહાભિષણ મહાયુધ્ધ મહાભારત.
  એક નબળી ક્ષણે ઉચ્ચારાયેલો શબ્દ મહાવિનાશનું કારણ બન્યો.

  કોઈની નબળી પળે ઉચ્ચારાયેલો શબ્દ
  આપણા પર ઈશ્વરની કૃપાને અતિક્રમી જાય ?

  સૌથી શ્રેષ્ઠ અને સરળ માર્ગ
  કોઈની સાથે વાકયુધ્ધ ટાળવું…..સંહાર અટકતો હોય તો રણછોડ બનવું….!!!!

 28. Veena Dave. USA says:

  ગુરુવારના ગુજરાત સમાચારની પૂર્તિમા આકાશની ઓળખ શિષૅક હેઠળ આવતા લેખમા મહાભારતના સંહાર પછી શ્રી ક્રુષ્ણ અને ગાંધારી વચ્ચે વાર્તાલાપ થાય છે એ લખ્યો છે જે વાંચવા જેવો છે.
  કોઇની પણ સાથે એવુ વતૅન જ ના કરીએ કે કોઇને બદદુવા આપવાનુ મન થાય્.

 29. Rajendra Namjoshi,Surat says:

  શરદભાઈની લેખનશૈલી સરળ અને સહજ હોવાથી એ જધુ અસરકારક બને છે.બોલાયેલા અને નહીં બોલાયેલા શબ્દોની અસર થતી જ હોય છે એટલે હંમેશા બોલતા પહેલા ખુબ જ વિચારવું જોઈએ.
  -રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ (સુરત )

 30. કલ્પેશ says:

  એક ઘટનાને બીજી ઘટના સાથે સાંકળવુ યોગ્ય નથી.
  જો આપણા બોલવા પ્રમાણે જ કંઇ થઇ જતુ હોય તો બધા સારુ જ બોલવા લાગે અને સારુ જ થાય.

  એટલે આ વાત માનવી તર્કસંગત નથી કે લેખકના બોલવાથી (ભૂલમા પણ) કંઇ વિપરીત પરિણામ બીજાને ભોગવવુ પડ્યુ.

  એક સાર હુ આ લેખમાથી લઇ શકુઃ બોલતા પહેલા થોભો, વિચારો અને વાક્યની સાર્થકતા હોય તો જ બોલો. કમાનમાથી નિકળેલુ તીર અને જબાનથી નિકળેલા શબ્દો પાછા આવતા નથી.

 31. Suchita says:

  બહુ સરસ !!!!
  મોરારી બાપુએ એક વાર કહેલુ “આપણુ ધારેલુ થાય તો હરી ક્રુપા ને ન થાય તો હરી ઇચ્છા” એમ વિચારી ને જીવન જીવીએ તો કોઇ મુશ્કેલી ના પડે.

 32. Mital Parmar says:

  ખુબ સરસ શબ્દોમા સમજાવ્યુ……..

 33. Jigna Bhavsar says:

  વાંચી ને મને મારા ફાધર નાં દોસ્ત યાદ આવી ગયા, જે હવે નથી. પણ એમની જબાન ને ” કાળી જબાન” જ કહેતાં. કારણકે તેઓ જે કહેતાં તે સાચું પડતું, મજાક માં કહેલું પણ. અને તેઓ પણ બહાર થી એટલા ધાર્મિક નહોતા.

  એ માત્ર પણ coincidence હોઈ શકે.

 34. ભગવાન સ્વામીનારાયણ જયારે કિશોર અવસ્થામાં નીલકંઠ વર્ણી વેસે વન વિચરણ કરતા હતા ત્યારે એક શિકારી દ્વારા પારેવાને મારતા જોઈ ને બોલી ગયા કે “બળ્યું આ શહેર ” અને આખું શહેર બળવા લાગ્યું ત્યારે એમને પસ્તાવો થયો અને એમણે પોતાની વાણી ને શાપ આપ્યો કે “ક્યારેક આવું બોલાઈ જાય તો મારી વાણી નિષ્ફળ જાય “

  • જગત દવે says:

   ધીરજભાઈઃ

   આ પુરાણ કથાઓ માંથી ચમત્કારોને બાદ કરી ને તેનો સંદેશ જ તારવીયે તો?

   શાપ અને આશિર્વાદનાં ચમત્કારોની પાછળ આપણી પ્રજા ધેલી અને નમાલી બની ગયેલ છે. વાણી ઉચ્ચારાઈ ગયા પછી કયારેય પાછી ફરતી નથી તે તેની અસરો છોડી જ જતી હોય છે.

 35. ખુબજ સરસ વાર્તા હ્તી
  બનિ શકે તો જિન્દ્ગ્ગી મ ક્યરે ય પન કોઇ ન વિશે ખરાબ ન વિચર્વુ કે લકોઇ નુ ખરાબ ન કર્વુ – ભગ્વાન હમેશા આપ્નુ પન સરુ જ કર્શે
  તે જ આ લેખ નો અભિગમ હતો
  વિપુલ પુરોહિત – ૯૪૨૬૪ – ૪૭૪૮૮ – રાજ્કોટ

 36. raj agnihotri says:

  very nice
  this is true ,if you harrest somebody GOD will punish you and I saw in my life many times.this apply to politician too.I know ,and i saw that politician too,but they are not showing their emotion in public .GOD ALWAYS PUNISH IF YOU DON’T FOLLOW THE RULES,NO EXCEPTIONS
  GREAT

 37. Tejal Thakkar says:

  ખુબ જ સરસ અને સમજવા જેવો લેખ…

 38. Ashish Dave says:

  Yet another fantastic article from Shri Sharadbhai. I have always enjoyed him and am still enjoying him in Divyabhaskar.

  હેમેશા તોલી ને બોલવું. આપણને કોઈ એવું કહે તો આપણને કેવું લાગે તે હમેશા પહેલા વિચારવું. કોઇએ કરેલું આપમાન વર્ષો સુધી યાદ રહેતું હોઈ છે.

  Ashish Dave,
  Sunnyvale, California

 39. Jyotindra Khandwalla says:

  ડો. શરદ ઠાકરની સત્ય ઘટનાઓની સ્વાનુભૂતિ અને તેને શબ્દદેહ આપવાની તેમની રસાળ લેખનશૈલી વાચકને શરૂથી અંત સુધી જકડી રાખે છે. ‘શ્રધ્ધાને શરણે’ લેખમાં વર્ણવેલી વાતોમાં અહંકાર નથી લાગતો. પરંતુ વાણીના સંયમની આવશ્યકતા જરૂર છે. કોઈ પણ મનુષ્ય આટલી આસાનીથી શાપ આપી શકતો હોય તો તો દુનિયાનું આવી જ બને. ભૂલેચૂકે પણ જો વાણીથી શાપ જેવું કઈ પણ અપાય જાય તેથી કહેવાતો શાપ આપનારી વ્યક્તિને પણ ચોક્કસ દોષ લાગે છે જ. સાત્વિક કર્મનુંજ ફળ સાત્વિક હોય છે. માટે ભૂલથી કે આવેશમાં આવીને આવું કરનારી વ્યક્તિએ પણ પશ્ચાતાપ કરવાની જરૂર છે.

  • trupti says:

   જ્યોતિન્દ્ર ભાઈ,

   મારા મતે લેખક કહેવા માગે છે કે, કોઈ પણ વાક્ય બોલતા પહેલા બે વાર વિચાર કરી ને બોલવુ, કારણ ભાથામા થી નીકળેલુ તીર ને મોઢા માથી નીકળેલા વચન પાછા લઈ સકાતા નથી. શાપ આપવો સહેલો નથી પણ એવી વાણી ન બોલવી જેથી કરી ને બીજાને દુઃખ થાય.હોય શકે છે કે લેખકે જે પણ પ્રસગો અહી પ્રદસીત કર્યા છે તે ખાલી જોગાનુ જોગ પણ હોય શકે.

 40. jesal says:

  its not always true. but sometimes it happens n we blame us for that. good story by d way

 41. dipak says:

  very nice & excellant article.think before you say.

 42. Amrish Mehta says:

  મને આ ક્રુતિ એક દમ વાસ્તવિક લાગિ તમારો ખુબ ખુબ આભાર્

 43. Ashokkumar Desai says:

  વિરેનભાઇ

  લેખ તેમજ તે પર ના અભિપ્રાય વાંચતા લોક માનસ ના સુંદર દર્શન થયા, આપણને હંમેસ કોઇ એક પ્રસંગ કે વાત, જે તે સમયે માનસ પટ્ પર થોડા સમય પુરતિ જ અસર કરતી હોઇ છે તેવું સામન્ય સંજોગમાં આપણે જોતા હોઇએ છે., લેખ સારો છે સાથે કુદરતની જે લીલાની વાત છે તે હકિકત ને પણ સમજવી અને સ્વીકારવી એટલીજ જરુરત છે., કુદરત સાષ્વત છે જે એક પ્રસંગ પુરતુ જ ન સમજતા તે સત્યને કાયમ સ્વિકારતા ન હોવાથી પ્રસંગ સામે આવતા ડર લાગે છે અને જેને લીધે અંધશ્રધા ઉપજતી જોવા મળતી હોઇ છે.
  હકિકત ર્કમ ના સિધાંત ને સમજ્વો એટલોજ જરુરી છે જે આપણે માનવા તૈયાર નથી., કોઇ ની હાઇ ક્યારેય ન લેવી જોઇએ તે પણ હક્કિત સમજવી એટલીજ અંહિ જરુરી છે જે ખુબજ સરળ રીતે આ લેખમાં સત્ય ઘટનાની રજુઆત કરી તમે સમજાવવા કોશિશ કરેલ છે.
  આભર
  અશોકકુમાર દેશાઇ

 44. Chaitanyaa Pandyaa says:

  હોય જો શ્રધ્ધાનો વિષય તો પુરાવાની જરુર નથી
  કુરાનમા ક્યાય પયગમ્બરની સહિ નથી.
  અદભુત લેખ……………
  ખુબ લેખ ગમ્યો………………

 45. urvi says:

  hello doctor sir.
  i read ur many novel and l personally like” tadka vasant na” .
  but this article give me deep in sight thought if i cant say good for the others but i should not say anything wrong. nice and really good one.

 46. aerika kapadiya says:

  સાવ સાચિ વાત.

 47. જિજ્ઞેશ શનિશ્વરા says:

  ડૉ. શરદ ઠાકરના ઘણા લેખો વાંચ્યા છે. આ પણ ‘જનકલ્યાણ્’માં વાંચ્યો છે. એમની શૈલી ખુબ સરસ છે.

 48. ketan shah says:

  yes its really true.i have been passed from this type of things many time.

 49. dr. biren joshi says:

  doctor it’s hapen in life the turu way of life is that pl. dont puniss ane one without know true reasult

 50. payal says:

  aa story par thi ghanu sikhva madyu, vichar kari ne j bolvu jove karan ke vaani na ghhaa rujata nati….

 51. one should always be remained humble by toung and action.we dont have right to justify any body else.

 52. one should always be remain humble by action and toung,as we dont have right to justify anybody else actionu

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.