ભરતી અને ઓટ – ભૂપત વડોદરિયા

[‘મારી તમારી વાત’ પુસ્તકમાંથી સાભાર.]

ઉચ્ચ વહીવટી અધિકારીની નોકરી, પોતાનું મકાન-મોટર ધરાવતા અને પૈસેટકે સુખી એવા ગૃહસ્થને તાજેતરમાં મળવાનું થયું. તેમણે પ્રશ્ન કર્યો :
‘મારી તબિયત તમને કેવી લાગે છે ?’
મેં જવાબમાં કહ્યું : ‘તમારી તબિયત આમ તો સારી લાગે છે પણ જિંદગી પર મનની પકડ કંઈક ઢીલી પડી ગઈ હોય એવું દેખાય છે ! હું કદાચ ખોટો પણ હોઉં !’
તેમણે કહ્યું : ‘તમારી વાત સાચી છે. બે વર્ષથી હું ‘સિવિયર ડિપ્રેશન’થી પીડાઉં છું. મુંબઈ, વડોદરા અને અમદાવાદના ઘણાબધા સારા ડૉકટરોને મળી ચૂક્યો છું. કલાકો સુધી વાતચીત કરી. મનની આ ઊંડી ઉદાસીની દવાઓ પણ મેં લીધી પણ હજી કંઈ ફરક પડ્યો નથી ! મને સમજાતું નથી કે મારે હવે શું કરવું ! હું એવી રીતે જીવી રહ્યો છું જેવી રીતે માણસ ઊંઘમાં ચાલતો હોય ! આનો શું કોઈ ઈલાજ જ નથી ?’

આ ગૃહસ્થ મનની તીવ્ર ઉદાસીનો, મંદોત્સાહનો-ડિપ્રેશનનો જે અનુભવ કરી રહ્યા છે એ નવો અનુભવ ઘણાબધાને કોઈ ને કોઈ વખતે થયો હોય છે. આવા કેસોમાં મનોચિકિત્સકોનો એક ચોક્કસ અભિગમ હોય છે અને તેમની આપેલી દવાઓને લીધે ઘણાબધાને ફાયદો પણ થાય છે. છતાં આ ગૃહસ્થ જેવા ઘણાને એમ લાગે છે કે દવાની કોઈ જ અસર તેમને થતી નથી તો હવે તેમણે શું કરવું ? આવા ઘણા કિસ્સા આપણા જોવામાં આવે છે જેમાં કોઈ દેખીતા કારણ વગર વ્યક્તિ પોતાના મનમાં ‘ઓટ’નો અનુભવ કરે છે. તેમને જાણે પોતાના જીવનમાં કાંઈ રસ રહ્યો ના હોય એવું લાગે છે. એમને કોઈની સાથે વાત કરવી ગમતી નથી. એમનું મન પાંજરામાં પુરાયેલા ઉંદરની જેમ અંદર ને અંદર દોડ્યા કરે છે અને એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ તેમને દેખાતો નથી. મનની આવી મંદીનાં કેટલાંક કારણો હોય છે. પૈસેટકે સુખી હોય છે. ચાલીસ કે પચાસ વર્ષ વટાવી ચૂક્યા હોય છે અને તેમને ‘નિરર્થકતા’ની લાગણી પ્રબળ રીતે સતાવ્યા કરે છે. એકસરખા દિવસો, એકસરખો જ નિત્યક્રમ, એક જ ઘરેડની આ જિંદગીથી તેમને કંટાળાની તીવ્ર લાગણી થાય છે. અહીંતહીં મનને પ્રફુલ્લિત કરવા માટેના ઈલાજો કરે છે પણ મન તો ઉત્સાહ-ઉમંગની કોઈ ભરતી અનુભવતું નથી ! એમને કશું જ ગમતું નથી. ક્યાંય સારું લાગતું નથી. ખોટા ખોટા વિચારો પણ આવ્યા કરે છે. જિંદગીનો એક ‘ખોફ’ તેમને ડરાવ્યા કરે છે.

ચાલીસ કે પચાસ વર્ષની ઉંમર છે. પુત્ર કે પુત્રી પરણી ગયાં છે અને તેમના સ્વતંત્ર માળામાં ગોઠવાઈ ગયાં છે. આવી વ્યક્તિનાં માતા કે પિતા તાજેતરમાં આ દુનિયા છોડી ગયાં હોય છે. આવક પૂરતી છે પણ કોઈ એવું કામ એમની પાસે નથી જે તેમની શારીરિક-માનસિક શક્તિને ઢંઢોળે, પડકારે, પરીક્ષા કરે ! આને લીધે તેમનાં દૈનિક કાર્યોમાં એક કૃત્રિમતા આવી ગઈ હોય છે અને તેઓ રોજિંદાં કાર્યો શૂન્યમનસ્ક કે અન્યમનસ્ક રીતે કરે છે અને જેમ ફુરસદ વધે તેમ તેમની કંટાળાની લાગણી તીવ્ર બને છે. આવા સંજોગોમાં મનની જે મંદી જન્મે, નિરાશા-હતાશાની પ્રબળ લાગણીથી મન ભરાઈ જાય અને નિરર્થકતાની-નિષ્ફળતાની એક લાગણી ડંખ્યા જ કરે ત્યારે શું કરવું ?

આનો રસ્તો છે ? છે તો ખરો. કેટલાક માણસોએ કશી દવા લીધા વિના પણ મનની આ મંદીને દૂર કરી છે. મનની મંદીની-ડિપ્રેશનની તીવ્ર લાગણી જ તેમણે કોઈ ને કોઈ વાર – ઘણીવાર તો વર્ષો સુધી અનુભવી હોય એવી વ્યક્તિઓનાં મોટાં નામ જોઈએ તો તેમાં મહાન વૈજ્ઞાનિક સર આઈઝેક ન્યૂટન, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સર વિન્સ્ટન ચર્ચિલ, અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન જેવા અનેકનો સમાવેશ થાય છે. ચર્ચિલે તો પોતાના ડિપ્રેશનને જીવતું નામ આપ્યું હતું – બ્લેક ડોગ ! ચર્ચિલને જ્યારે ડિપ્રેશનનો હુમલો આવતો ત્યારે તે કહેતા – બ્લેક ડોગ મારી પાછળ પડ્યો છે ! ડિપ્રેશનનો આ કાળો કૂતરો કોઈ ને કોઈને કરડી ગયાનો અનુભવ થાય છે અને ઘણાબધા કહે છે કે કાળો કૂતરો હજુ કરડ્યો નથી પણ તેની ભસાભસથી બહુ જ ડર લાગે છે !

ડિપ્રેશનના આ કાળા કૂતરાથી ડર્યા વગર ઘણાબધાએ મક્કમપણે તેનો સામનો કર્યો છે. આ સામનો જુદી જુદી વ્યક્તિઓએ જુદી જુદી રીતે કર્યો છે. આ બધી જુદી જુદી રીતોમાં કેટલીક સમાન રીતો પણ છે. પહેલી વાત તો એ કે મનની આવી મંદીની લાગણી તીવ્ર બને ત્યારે મનની આ ઓટને ખાળવા માટે માણસે મનમાં રીતસર ભરતી આણવી જોઈએ ! કોઈને સવાલ થાય કે ભરતી આણવાનું સૌને ગમે પણ એવી પ્રચંડ ભરતીનાં મોજાં લાવવા ક્યાંથી ? મનમાં ભરતીનાં મોજાં ઉત્પન્ન કરવાનો પણ એક માર્ગ છે. મનની ચાર દિવારીમાંથી બહારની દુનિયામાં જઈને બીજા માણસોનાં સુખદુ:ખ જોવા નીકળવાનો ! માણસ જ્યારે અરીસામાં પોતાનું જ મોં જોયા કરવાની ચેષ્ટા છોડીને બીજા લોકોના ચહેરામહોરા જોવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેમને એકદમ ભાન થાય છે કે મેં મારા મનમાં મારો જે ચહેરો દોર્યો છે – એમાં જે આંસુ ચીતર્યાં છે, દુ:ખ અને પીડાના જે ભાવો ઘેરા રંગમાં ચીતર્યા છે તેમાં કેટલી ‘સચ્ચાઈ’ છે ? મેં મારા મનમાં જ જે ‘નરક’નું ચિત્ર ખડું કર્યું છે તેમાં વાસ્તવિકતા કેટલી છે ? બહાર કેટલા બધા માણસો કેવી કેવી પીડા વેઠી રહ્યા છે ? એમની પીડાનો મુકાબલો એ કઈ રીતે કરી રહ્યા છે ? એ જિંદગીના વિકટમાં વિકટ સંજોગોની વચ્ચે પણ પોતાના ચહેરા ઉપરના સૂરજને બિલકુલ આથમી જવા દેતા નથી. આ બધા માણસોના મુકાબલે હું તો મારા મનના તખ્તા ઉપર એક દુ:ખી દુ:ખી થઈ ગયેલા માણસનું માત્ર નાટક જ ભજવી રહ્યો છું કે શું ! અનેક ગુણો અને અનેક યોગ્યતાઓ ધરાવનારા અનેક મનુષ્યોએ પોતાની જિંદગીમાં દુર્ભાગ્યોની લાંબી પરંપરા વેઠી છે – આવું એક પણ દુ:ખ હજુ મારા માથે પડ્યું નથી એટલે હું મારા મનની દીવાલ ઉપર કાળા કૂતરા-બિલાડાનાં છાયાચિત્રો માત્ર આંગળાઓની એક રમત કરીને – નવરા હાથની એક ગમ્મત તરીકે જ ઉપસાવી રહ્યો છું એવું નથી ?

મનની મંદી-ઓટ-ઉદાસીમાંથી મુક્ત થવા માટે માણસે એકાંતની અંધારી કોટડીમાંથી બહાર નીકળવું જ પડે છે. પોતાની જાતે રચેલા એક કોચલામાંથી બહાર નીકળીને માણસે બીજા મનુષ્યોના ચહેરા-હૃદય વાંચવાની કોશિશ કરવી જોઈએ. સુખદુ:ખનાં જાતજાતનાં તોફાનોમાં ઘેરાયેલા જિંદગીના મહાસાગરને કિનારે ઊભાં ઊભાં પણ જે તેનું દર્શન કરે છે તેના મનમાં મંદી લાંબુ ટકી શકતી નથી. દરિયો તોફાની છે તે જાણ્યા છતાં પોતાની હોડી કે વહાણને પોતાના કોઈક મુકામ પર પહોંચાડવા તત્પર સાગરખેડુઓને જે જુએ છે તેને માત્ર પોતાની મનની ઉદાસીના ખાબોચિયામાં જ પડ્યા રહેવાનું મન થાય જ નહીં !

બીજી વાત એ કે મનની મંદી હકીકતે તમારી જાતને તમારા જ અંતરાત્માએ પૂછેલો પ્રશ્ન છે. હું માણસ છું ? ખરેખર હું માણસ છું તો મેં માણસને છાજે તેવું શું કર્યું છે ? એક માણસ તરીકેની જે કાંઈ રચનાત્મક ગુંજાશ મારામાં છે તેનો મેં શું ઉપયોગ કર્યો ? આજીવિકા માટે તો સૌ કોઈ કાંઈ ને કાંઈ કરે જ છે. આજીવિકા અને જીવનધોરણ માટે પાંચસો, કોઈ પાંચ હજાર તો કોઈ પચાસ હજાર કે પાંચ લાખ મહિને કમાતા હશે, પણ આજીવિકાને બાજુએ રાખીને મેં મારો જીવનધર્મ બજાવવા શું કર્યું ? બીજા કોઈની જિંદગીમાંથી એકાદ આંસુ ગ્રહણ કરીને મેં તેને મારું એકાદ સ્મિત ભેટ આપ્યું ? ઘણાબધા માણસો તો પોતાના કુટુંબ માટે ઘસાઈ મર્યાની લાગણી સાથે એક પ્રકારનો ધરાઈ ગયાનો ઓડકાર ખાય છે. કોઈ કહે છે કે દીકરાને ઉત્તમ શિક્ષણ આપ્યું, દીકરીને લાડકોડમાં ઉછેરી અને સારા ઘેર પરણાવી દીધી. પત્નીએ માંગ્યું તે આપ્યું. તેની તબિયતની કાળજી લીધી અને ચાર ધામની જાત્રા પણ કરાવી. સારી વાત છે, પણ એક માણસ તરીકે તમારા લોહીના કુંડાળાની બહાર પણ બીજા એક માણસ સાથેની તમારી સગાઈ છે જ અને એ સગાઈ તમારે કબૂલ રાખવી જ જોઈએ. તમે જેમ જેમ એક માણસ તરીકેની બીજા માણસ સાથેની તમારી સગાઈને બુલંદ બનાવવાની કોશિશ કરશો તેમ તેમ તમારા પોતાના જ મનમાં અને જીવનમાં ઉમંગની એક પાતાળગંગા ફૂટશે. તમે બીજી ગમે તે ફરિયાદ ભલે કરો, તમે ડિપ્રેશનની ફરિયાદ નહીં કરો !

તમારી અંદર જે કાંઈ રચનાત્મક ગુંજાશ છે તેને પહેલાં શોધી કાઢો અને પછી તેને અનુરૂપ નવાં જીવનધ્યેયો નક્કી કરો. તમે તમારી વ્યવસાયી કારકિર્દીનાં પગથિયાં જ ગણ્યા કરવાની સ્વાર્થની સાપસીડીની રમત પૂરી કરીને કે છોડી દઈને હવે એક કોઈક બીજું નાનું કે મોટું ધ્યેય નક્કી કરો ! તમારી ‘સર્જકતા’ને ઢંઢોળીને તેમાંથી કશુંક પ્રાપ્ત કરો ! આમાંથી પણ પૈસા કે કીર્તિ મેળવવાની લાલસા કેળવશો તો બધું જ નકામું જશે. માત્ર આનંદ ખાતર કંઈ પણ કરો અને પછી તેમાંથી કાંઈ પણ નીકળે તો તે ભલે બીજા કોઈને મળે એવી ભાવના રાખો.

જેમને મંદ જઠરાગ્નિ હોય એટલે કે ભૂખ ઓછી લાગતી હોય કે બિલકુલ ના લાગતી હોય તો તેનો ઈલાજ તેઓ કઈ રીતે કરે છે – વધુ મહેનત કરીને, વધુ કસરત કરીને, પોતાની પાચનશક્તિને શુદ્ધ અને શક્તિશાળી બનાવીને તેઓ જઠરાગ્નિને તેજ બનાવે છે. મનની મંદીને દૂર કરવાનો એક ઈલાજ પણ કંઈક એવો જ છે. મનને ઔષધ તેમજ ખોરાક આપવાં જોઈએ અને મનને ઔષધ આપવાનો એક માર્ગ છે પોતાના ઈષ્ટદેવનું કે ઈષ્ટ વ્યક્તિનું સ્મરણ-ચિંતન કરવું, મહાન પુરુષોના જીવન વિશે જાણવું, હૃદયમાં શ્રદ્ધા ભરે તેવું વાચન કરવું અને પોતાના મનને કોઈક કામમાં બરાબર પરોવવું. ‘નવરું મન એ શેતાનનો ચરખો કે કારખાનું છે’ એવી એક કહેતી છે તેમાં ઘણું તથ્ય છે. ખાસ તો એ અર્થમાં કે મન જ્યારે કોઈક હેતુલક્ષી કે આનંદલક્ષી કાર્યમાં પરોવાયેલું ના હોય ત્યારે તે એક ઘંટીની જેમ ફોગટ ચાલ્યા કરે છે. અંદર દળવા માટે કાંઈ અનાજ તો નાખ્યું નથી એટલે ઘંટીનાં બે પડ જેમ વ્યર્થ ફર્યા કરે તેના જેવી માણસના મનની દશા થાય છે અને તેમાંથી માત્ર મિથ્યા ઘર્ષણના તણખા કે રજ ઊડે છે. મનને આ રીતે ખાલીખમ રાખવાનાં જોખમો ઘણાં છે. તેને ભર્યુંભર્યું રાખવું જોઈએ. તેને ભર્યુંભર્યું રાખવા માટે જીવનમાં સભરતા ઊભી કરવી જોઈએ અને સાથે તેમાં જીવનના શુભમંગલમાં ઊંડી શ્રદ્ધાનું રસાયણ પણ હોવું જોઈએ, જે તેનું જતન કરે અને નિષ્ફળતા કે નિરાશાની પરિસ્થિતિમાં પણ કડવાશ પેદા થવા ના દે.

કેટલાક લોકો પોતાની અંદર કાં તો પોતાની સામે એક મુકદ્દમો ચલાવ્યા જ કરે છે. પછી પોતે જ આપેલો ચુકાદો બધાને સંભળાવ્યા કરે છે. હું નિર્દોષ છું ! મેં કશું ખરાબ કે ખોટું કર્યું નથી ! મેં કોઈનું કાંઈ બગાડ્યું નથી ! – આમાંથી બહાર નીકળવાનો રસ્તો છે. પોતાને ક્ષમા આપવી અને બીજાઓને પણ માફી બક્ષવી ! દરેક નવા દિવસને પોતાની જાતને બહેતર બનાવવાની એક તક સમજવી અને ગઈકાલને ફરીથી જીવવાની કોશિશ કરવાને બદલે આવતીકાલને વધુ સારી જીવવાની કોશિશ કરવી. કેટલાક વળી એવો અફસોસ કરવામાંથી જ ઊંચા નથી આવતા કે હું નિષ્ફળ ગયો છું ! પોતાની ‘નિષ્ફળતા’ માટે કેટલાક પોતાની જાતને દોષિત ઠરાવે છે તો બીજા કેટલાક પોતાની વિરુદ્ધના એક વ્યવસ્થિત કાવતરાની વાત આગળ કરે છે ! ખરેખર જીવનને માણવું હોય તો માણસે આ સફળતા-નિષ્ફળતાના ચક્કરમાંથી બહાર નીકળી જવું પડે છે. અમેરિકાના નવલકથાકાર અર્નેસ્ટ હેમિંગ્વેને મુદ્દલ ‘સફળતા’ મળી નહોતી એમ તો કોઈ કહી નહીં શકે પણ એક ક્ષણે તેમને લાગ્યું કે પોતાની સર્જનશક્તિ ખલાસ થઈ ગઈ છે અને પોતે એક નિષ્ફળ માણસ છે. મનમાં એટલી ઓટ આવી કે તેમણે આત્મહત્યા કરી ! આવા જે કોઈ લોકો આત્મહત્યા કરતા નથી તેઓ પોતાની અંદર જ પોતાની જાતને મારી નાખે છે પછી કલ્પાંત કર્યા કરે છે.

ખરેખર પીડા તો આવી જ નથી છતાં તે પહેલાં પોતાના તનમનને કોઈએ શા માટે મૂર્છિત કરવાં જોઈએ ? ભીષ્મ પિતામહ બાણશય્યા ઉપર પણ પળેપળે જીવે છે. ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં પણ જીવ પરોવીને જીવવું એ જ જીવન છે. માણસને જ્યારે એવું લાગે કે તેનો જીવનરસ સુકાઈ રહ્યો છે ત્યારે તેણે બીજા માણસોમાં રસ લેવાનું શરૂ કરવું જોઈએ. માણસ જ્યારે પોતાને ખાતર નહીં પણ બીજાને ખાતર જ બીજા કોઈને ચાહે છે ત્યારે તેની પોતાની અંદર જ જીવનરસનું નવું ઝરણું ફૂટે છે. તમે તમારી જિંદગીની કિતાબમાં જેટલાં નામો સામેલ કરશો, લાગણીનું એક ખાતું ખોલીને સામેલ કરશો એ બધાં નામોની જિંદગીની કિતાબમાં આપોઆપ તમારું નામ દાખલ થઈ જશે. પોતાની જ અંદર સંકોચાઈ સંકોચાઈને એકલવાયા બનીને જે કોઈ જીવે છે તેની જીવનશક્તિ ક્ષીણ થતી જાય છે. પોતાના જીવનરસનો છંટકાવ અત્તરની જેમ બીજાઓ પર કારનારાના પોતાના જ શ્વાસ અચૂક સુગંધિત બની જાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પંચામૃત – સં. દેવેન્દ્ર એલ. ત્રિવેદી
શેખર – અંશુ જોશી Next »   

24 પ્રતિભાવો : ભરતી અને ઓટ – ભૂપત વડોદરિયા

 1. Bhupendra says:

  First of all i really thankful to Mr. Bhupat Vadodaria bcz i also suffering from depression. By read this article i get my self. TAKE INTEREST IN OTHER’S LIFE AND ADD NAMES IN YOUR LIFE’S BOOK, YOUR NAME WILL BE AUTOATICALLY ADD IN OTHER’S LIFE BOOK – it is really a very good sentence.

  By read this article i came out from depression.

 2. Balkrishna A. Shah says:

  મુ. ભૂપતભાઈનો લેખ વાંચ્યો. મારા લીસ્ટમાંના ઍક પ્રીય લેખક. સાદી ભાષા છતાં પ્રવાહિતા ગજબની. ભાષામાં કોઈ
  આડંબર નહીં. છતાં હ્રદયમાં સાંસરવી ઉતરી જાય. જીવનમા પ્રશ્નો ઊઠે અને કબાટમાં “પંચામ્રુત” કે જાગરણ” જેવાં બે ચારતેમનાં
  પુસ્તકો હોય અને તે ઉથલાવીએ તો પ્રશ્નનો જવાબ અચૂક મળી જાય. ભૂપતભઈને અભિનંદન આપવાની ગુસ્તાખી ન કરાય.

 3. ખુબ જ પ્રેરણાદાયી લેખ.

  “પોતાના જીવનરસનો છંટકાવ અત્તરની જેમ બીજાઓ પર કારનારાના પોતાના જ શ્વાસ અચૂક સુગંધિત બની જાય છે.”…..આપણે આપણી જીંદગી ને અત્ત્તર બનાવવી છે કે અધ્ધર બનાવવી છે તે આપણા હાથમાં જ છે.

 4. કલ્પેશ says:

  એક હિંદી ગીત

  દુનિયામે કિતના ગમ હૈ, મેરા ગમ કિતના કમ હૈ
  લોગોકા ગમ દેખા તો, મૈ અપના ગમ ભુલ ગયા.

  સરસ લેખ.

 5. Navin N Modi says:

  વાનપ્રસ્થ જીવનમાં પ્રવેશેલા લોકોને માર્ગદર્શન આપતો સુંદર લેખ. ખરેખર તો નાનપણમાં જેમ વ્યવસ્થિત શિક્ષણ અપાય છે એજ રીતે આ અવસ્થામાં પણ શિક્ષણની આવશ્યક્તા હોય છે. આ વાતનું મહત્વ સમજાવતો લેખ “વાનપ્રસ્થ શિક્ષણનું મહત્વ” મેં લખેલ છે જે “અખંડ આનંદ”ના ડીસેંબરના અંકમાં પ્રકાશિત થયેલ છે. જેમને આ વિષયમાં રસ હોય એ આ લેખ જરુર વાંચે. મને વાંચકોના પ્રતિભાવો જાણવાનું પણ ગમશે.

 6. Hemal says:

  સુંદર લેખ!!!!!!!!!!!!!!!

 7. nayan panchal says:

  ખૂબ સરસ લેખ.

  આ લેખમાં ડીપ્રેશન કે પછી નર્વસ બ્રેકડાઉન જેવી અવસ્થામાંથી બહાર નીકળવા માટેના સચોટ રસ્તા બતાવ્યા છે. આ અવસ્થાની એક મુશ્કેલી એ છે કે તે તો જે પીડાતો હોય તેને જ તેની જાણ હોય. ઘણીવાર તો તેને પોતાને પણ ખબર ન હોય.

  આવા લેખ વાંચીને પોતાનુ સ્વ-મૂલ્યાંકન કરવુ જોઇએ અને જો શંકા લાગે તો લેખમાં વર્ણવેલા ઉપાયો અજમાવવા માંડો.

  પ્રભુ સૌને શારીરિક અને માનસિક સ્વાસ્થય આપે એવી પ્રભુપ્રાર્થના.

  આભાર,
  નયન

 8. હું અને મારા એ છ સાત દસકા નિ મ્ંઝિલ કાપિ ચુક્યાછિએ…..આટલિ લાંબિ મજલ મા સારા નરસા અનુભવો તો થવાના જ્…પણ અમારા પોત પોતા ના શોખ પ્રમાણે જિંદગિ જિવિ રહિયા છિએ જેમકે એમને લખવા નો શોખ નાનપ ણ થિ હતો અને અત્યારે પત્રકાર તરિખે ખુબ ઉંચુ સ્થાન ધરાવે છે.જ્યારે હું સ્ંગિત નુત્ય મા રસ ધરાવતિ હતિ પણ લગ્ન પછિ એ શક્ય ના હોય સાહિત્ય મા રસ ચાલુ જ રાખ્યો છે…….

 9. Jayesh parekh says:

  Khub sunder prenadayi lekh.

 10. yogesh says:

  Very nice article. Me being a psychiatrist, i do understand how depression impacts one. Though i can not feel anyone’s pain,yet at the same time, depression has touched me and it did require an effort on myside and now it seems like i know how to touch the deep water since i have gone through that. Life teaches us how to be strong and face depression and other emotional issues. Some support helps a lot.
  thanks
  yogesh

 11. Veena Dave. USA says:

  એક ખુબ સરસ અને ઉપયોગી લેખ જીવનના યોગ્ય સમયે મળી ગયો.
  આભાર મા. શ્રી વડોદરિયાજી અને શ્રી મ્રૃગેશભાઈ.

 12. Dr.Ekta.U.S.A. says:

  અત્યારે કંઇક આવા જ લેખો નિ જુરુર છે.
  મોટિ ઉમર્ ના લોકો જ કૈ ડિપ્રેશન થિ પિડાય છે.એવુ નથિ રહ્યુ હવે તો નાનિ ઉમરે પણ જિવન મા કંઇક મેડવાનિ દોડ મા નાનિ ઉમર ના લોકો અરે બાળકો પણ ડિપ્રેશન થિ પિડાય છે.
  લેખકે આપેલા ઉપ્ચાર જ ડિપ્રેશન મા ઉપયોગિ થાય છે.

 13. જય પટેલ says:

  વૈશ્વિક મંદીમાં પ્રેરણા આપતો લેખ.

  મનની ઉદાસિનતા ખંખેરવાનો એક માત્ર સરળ ઉપાય….મિત્રો….સ્વજનો….પરિચીતોને
  નિયમીત મળવાનું શરૂ કરી દો. દવાઓ…સાઈકિયાટ્રિટ…..બધું બકવાસ છે.
  ( અહી તો સાઈકિયાટ્રિટ પોતે જ ભોગ બન્યાનું પ્રામાણિકતાથી કબુલ કરે છે…!! )

  મન તો મર્કટ છે આપણે તેને જેમ નચાવી તેમ તે નાચે પણ જ્યારે તે આપણને નચાવે ત્યારે
  સમજવું કે ઉંધી દિશા પકડાઈ ગઈ છે.

  આજની વૈશ્વિક મંદીને હંફાવવા મનની ફોલાદી મક્કમતા જોઈશે જે સાઈકિયાટ્રિટ આપી નહિ શકે.

  The size of your problem is Nothing…compared with your Ability to solve them.
  But
  By Overstating the problem you are Undermining Yourself.

  Believe in Yourself….in any time.

  • yogesh says:

   Jay bhai,

   sometimes in our lives, we come to a cross road or may be a deadend and mind can not give u options. Though u have a point, sometimes it may not be easy for u or me to break that barrier.

   Yes i am the one who admitted that depression touched me and there wont be many exceptions who did not suffer from depression. Not that because i am psychiatrist i dont like your opinion, but seeking help from anyone, like u mentioned, friends, families anyone may be a psychiatrist, surely works.

   I am graceful that my faith, spirituality, my family and many friends like u, kept my spirits high and that experience has made me more humble and caring individual then who i was 5 yrs back and trust me, it has helped me care for many of my patients. One has to just believe in him/herself, like u said.
   thanks
   yogesh

 14. Rajni Gohil says:

  જે ડિપ્રેશનનો ભોગ બન્યા છે તેમને તો આ લેખ જરૂર માર્ગદર્શન આપે જ છે પણ ભવિષ્યમાં જેમને પાણી પહેલાં પાળ બાંધવી હોય તેમને પણ આમાંથી માર્ગદર્શન મળી રહે છે. હકારાત્મક વિચારો સારું પરીણામ લાવે છે. આજના સમયમાં ખૂબ જ ઉપયોગી લેખ આપવા બદલ શ્રી ભૂપતભઇ વડોદરિયાને અભિનંદન.

 15. મા. ભૂપતભાઈનો આભાર અને સાથે સાથે મૃગેશભાઈનો પણ.

  દબાતે પગલે આવતો આ મનોરોગ – ડિપ્રેશન ઊધઈ જેવો છે. વ્યક્તિ અંદર અંદર કોરાઈ જાય છે. ખવાય જાય છે. એનો ઉથલો ગમે ત્યારે મારે.

  આજના યુગમાં એ રોગોનો રાજા છે. જે દવાને રવાડે ચડે એ કદાચ આખી જિંદગી એ દવાના ગુલામ બને એવું પણ બને. મુન્નાભાઈની ભાષામાં મગજમાં ‘કેમિકલ લોચો’ થઇ જાય. એ ‘લોચો’ માણસને નોંચી લે છે.

  એકલતા આ રોગના ઉથલા માટે ઉદ્દ્દીપનનું કામ કરે.

  લાખ લાખ લોક વચ્ચે રહી હું સાવ અલાયદો રહ્યો.
  મને ઓળખતો થયો,ચાલો, એટલો તો ફાયદો થયો.

  વાંચતા સારી લાગે છે ને આ પંક્તિ?
  પરન્તુ, આપણે જ આપણને ઓળખી નથી શકતા. આપણે કોણ છીએ?
  આપણે આપણી ક્ષમતા જાણીએ..સમતાને જાણીએ.. સ્વસ્થતાને જાણીએ.

  ક્યારેક “All is Well” પણ કામ ન આવે. ત્યારે?
  કુદરતને ખોળે માથું મુકી દો.

  ભૂપતજી એ કહ્યું છે એમ ‘તમારી અંદર જે કાંઈ રચનાત્મક ગુંજાશ છે તેને પહેલાં શોધી કાઢો અને પછી તેને અનુરૂપ નવાં જીવનધ્યેયો નક્કી કરો.’

  એ ધ્યેય પ્રાપ્ત જ થાય એવી મમત ન કરો. ક્યારેક ધ્યેયની પાછળ દોડવાથી એ દુર હોય એમ લાગે. બસ, પ્રયત્ન કરો.

  થોડાં ઊંડા શ્વાસો-શ્વાસ અને બંધ આંખો સાથે સ્વની સાથેના સંવાદો જિવનમાં પ્રાણ પુરે છે.
  અઠવાડિયામાં બે-ત્રણ દિવસમાં થોડો સમય મનગમતી રચનાત્મક/સર્જનાત્મક એક્ટિવીટી કરો.

  હું જ્યારે નવસારી ટાટા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો ત્યારે અમારા આચાર્ય શ્રી જમિયતરાય શુક્લ સાહેબ હતા. એઓ રવિવારે એક પ્રવૃત્તિ ચલાવતાઃ Know Thyself!
  આજે એની જરૂર છે Know Thyself..

 16. urmila says:

  “વાનપ્રસ્થ શિક્ષણનું મહત્વ” request to Mrugeshbhai to print this article from Akahand Anand Please

 17. Ashish Dave, Sunnyvale, California says:

  Nice article. Keep your self busy with what ever you like and enjoy what you do or just enjoy the enjoyment of others around you is what can make you feel better. By the way I strongly recommend learning sudershan kriya or pranayam to breath out the stress.

  Ashish Dave

 18. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ લેખ. સાથે સાથે ભુપતભાઈની “સો વાતની એક વાત જીંદગી” પુસ્તક વાંચવાની ખાસ ભલામણ કરૂ છું. આ પુસ્તક પણ ખુબ જ સરળ ભાષામાં પણ ખુબ જ સરસ રીતે લખાયેલું છે.

 19. nilam doshi says:

  as usual..nice one
  i have great respect for bhupatbhai and his writings

 20. Mohammad Arif says:

  Very useful artcile, thanks mr. Bhupat sir, if other people do not under stand their problem and if we could do some thing and if we try to help them god help him and to us also in our life’s problem also

  as usual a very nice article by sir

  Thanks

  Mohammad Arif

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.