શેખર – અંશુ જોશી

[ નવોદિત યુવા સર્જકોની કલમે લખાયેલી વાર્તાઓના સંગ્રહ ‘વાર્તાઉત્સવ’માંથી સાભાર. અમદાવાદ નિવાસી શ્રી અંશુભાઈ હાલમાં ‘દિવ્યભાસ્કર’ ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા છે. આપ તેમનો આ નંબર પર +91 9979704104 અથવા આ સરનામે anshujosh@gmail.com સંપર્ક કરી શકો છો.]

પ્રથમ તાસ પૂરો થવાનો બેલ વાગતાંની સાથે જ વર્ગશિક્ષક ચાવડાએ કલાસમાંથી વિદાય લીધી. આ સાથે જ વર્ગ 12-અમાં વિદ્યાર્થીઓનો શોરબકોર શરૂ થયો. હવે પછીનો તાસ રસિકલાલ જે. તુરખિયાનો હતો. તુરખિયા કલાસમાં લગભગ બે-ચાર મિનિટ મોડા જ આવતા. દૂર લૉબીમાં તુરખિયા આવતા દેખાયા, પરંતુ કોઈ જ વિદ્યાર્થીનું ધ્યાન તેમના ઉપર નહોતું. તુરખિયા કલાસના દરવાજે આવીને ઊભા રહ્યા તોય વિદ્યાર્થીઓનો શોરબકોર ચાલુ જ હતો.

બેઠી દડીનો ઘાટ, અદોદળી ફાંદ અને આંખ ઉપર બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માં પહેરી રાખનારા તુરખિયા ક્યારેય ઈન-શર્ટ કર્યા વિના શાળામાં ન આવતા. અચાનક જ વિદ્યાર્થી-ગણગણાટમાં પરિવર્તન થયું અને ત્યાર બાદ નીરવ શાંતિ છવાઈ ગઈ. બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માંની આરપાર તુરખિયાની આંખો ગુસ્સાથી ફાટી ગયેલી લાગતી હતી. જોકે આમ પણ બિલોરી કાચને લીધે તેમની આંખો મોટી તો લાગતી જ હતી, પણ આ વખતે આંખોનું કદ જરા વધારે વિસ્તરેલું લાગતું હતું.

નીરવ શાંતિ વચ્ચે કોલ્હાપુરી ચપ્પલના ચરડ-ચરડ અવાજ સાથે તુરખિયાએ વર્ગખંડમાં પ્રવેશ કર્યો અને આદેશાત્મક ભાવ તેમ જ અવાજ સાથે બોલ્યા, ‘અવરોધકતા એટલે શું ? તે શેની ઉપર આધાર રાખે છે ? તેની વ્યાખ્યા અને એકમ જણાવો.’ ભૌતિકવિજ્ઞાનના શિક્ષક રસિકલાલ જે. તુરખિયાના આ સવાલથી વર્ગખંડમાં સ્તબ્ધતા છવાઈ ગઈ. બધા વિદ્યાર્થીઓના ચહેરા ઉપરથી નૂર ઊડી ગયું. કલાસમાં બેઠેલા વિદ્યાર્થીઓની 80 આંખો અન્યમનસ્ક ચહેરે જાડાં બિલોરી કાચ જેવાં ચશ્માંને તાકી રહી. પોતાના પ્રશ્નનો કોઈ જ ઉત્તર ન મળતાં તુરખિયાનો ચહેરો લાલઘૂમ થયો અને એક ત્રાડ પડી, ‘એય ! મરી જશો મરી ! તમારો બાપોય બોર્ડમાં પાસ નહીં કરે. ગધેડાઓ ! હાલી શું મર્યા છો ! સાહેબ કલાસમાં સ્હેજ મોડા પડ્યા નથી કે ખાખા ને ખીખી કરીને વાતું જ કર્યા કરો છો ! તમારો કોઈ જ કલાસ નથી. આ વર્ગમાંથી એક પણ વિદ્યાર્થી બૉર્ડમાં નંબર તો શું લાવે, પાસ થવાને પણ લાયક નથી !’

એમ કહી તુરખિયા કલાસ-ટીચરની ખુરશી ખેંચીને તેના ઉપર બેઠા. તુરખિયા બેસી જાય એટલે તેમનું ભાષણ પૂરું થઈ ગયું એવું ક્યારેય ન બનતું. વળી પાછું તેમણે ચલાવ્યું, ‘વિદ્યાર્થી મહેનત કેવી રીતે કરે ઈ જોવું હોય તો મારા શેખરને જુઓ. સેંટ ઝેવિયર્સમાં ભણે છે. પહેલી ટેસ્ટમાં 89 પર્સન્ટેજ આવ્યા અને ઈ પણ બાર સાયન્સમાં ! હા, ટકા ઓછા કહેવાય, બટ હી વૉઝ ફર્સ્ટ ઈન હિઝ કલાસ.’

તુરખિયાની આ એક અજબ વિશેષતા હતી. જ્યારે પણ ભણવાની, હોશિયારીની કે પછી બ્રિલિયન્ટ કરિયરની વાત આવે ત્યારે તેઓ તેમના દીકરા શેખરના નામનો અચૂક ઉલ્લેખ કરતા. તેમના મતે શેખર વિશ્વનો આદર્શ વિદ્યાર્થી તેમ જ પુત્ર હતો. આજ્ઞાંકિત પિતાની તમામ પ્રકારે સંભાળ લેનારો, રસિકલાલ જે. તુરખિયાનો એકમાત્ર વંશજ શેખર આર. તુરખિયા. તુરખિયા શેખરની વાતો વર્ગમાં એવી રીતે કરતા કે જાણે શેખર સેંટ ઝેવિયર્સનો નહીં પણ આ જ માધ્યમિક શાળાના વર્ગ 12-અમાં ભણતો કોઈ વિદ્યાર્થી હોય. તુરખિયા દ્વારા કરવામાં આવેલા શેખરના પાત્ર-નિરૂપણથી અંજાઈને વર્ગના બે-ચાર વિદ્યાર્થીઓ તો શેખર જેવા જ બનવાનો પ્રયત્ન કરવા લાગી પડ્યા હતા. શેખર બનવાનો પ્રયત્ન કરનારા વિદ્યાર્થીઓમાં એક ચિરાગ પણ હતો. જ્યારે પણ તુરખિયાના મોંમાંથી ‘શેખર’ નામનો શબ્દ સરી પડે એટલે તરત જ ચિરાગના કાન સરવા થઈ જતા. શેખર વિશેની તમામ વાતો ચિરાગ ધ્યાનપૂર્વક સાંભળતો. શેખર વિશેની વાતો સાંભળ્યા બાદ તેને સતત એવું લાગ્યા કરતું કે તેના અને શેખરમાં કંઈ વધારે ફેર નથી. પરંતુ ભણવામાં ખૂબ જ હોશિયાર હોવા છતાં તુરખિયા ચિરાગને ખાસ મચક ન આપતા. તેમને મન બસ શેખર જ સર્વસ્વ હતો.

હાથની મુઠ્ઠીમાંથી રેત સરકે તેમ સમય સરકતો રહ્યો. દિવાળીનું વૅકેશન ક્યાં પૂરું થઈ ગયું તેની ખબર ન રહી અને 12 સાયન્સની પ્રીલિમિનરી પરીક્ષા માથે ઝળૂંબવા લાગી. આ વખતે ચિરાગે મનોમન નક્કી કરી લીધું હતું કે તુરખિયા સરના શેખર કરતાં તે એક માર્ક વધારે લાવીને બતાવશે. ચિરાગે પરીક્ષામાં પાસ થવા માટે તનતોડ મહેનત કરી. ભૌતિકવિજ્ઞાનનું પેપર લખવા વિદ્યાર્થીઓ બેઠા હતા, પણ આ શું ? પેપર વાંચતાંની સાથે જ પરીક્ષાખંડમાં બેઠેલા બધા વિદ્યાર્થીઓના મોતિયા મરી ગયા. વિદ્યાર્થીઓના ભાલપ્રદેશ ઉપર પ્રસ્વેદબિંદુઓ તગતગી રહ્યાં હતાં. ધવલ અને રીના જેવાં સંવેદનશીલ વિદ્યાર્થીઓ તો બેભાન થઈને પરીક્ષાખંડમાં જ ઢળી પડ્યાં. ચિરાગ પણ ખાસ્સો અસ્વસ્થ થઈ ગયો હતો. પરંતુ તેણે મન મનાવી લીધું. ‘આટલું અઘરું પેપર બૉર્ડમાં પુછાય તો નહીં જ. પણ પુછાશે તો ?! તો આ જ પ્રકારના પેપરની પ્રેક્ટિસ કાલથી ચાલુ કરી દઈશું. હજી તો બૉર્ડની પરીક્ષા માર્ચ 2008માં છે. પૂરા બે મહિનાની વાર છે ને ?’ એમ માનીને ચિરાગે પેપર લખવાની શરૂઆત કરી. પરિણામ અપેક્ષિત જ હતું. માધ્યમિક શાળાની ભૌતિકવિજ્ઞાનની પ્રીલિમિનરી પરીક્ષામાં 12-અના 40માંથી 39 વિદ્યાર્થીઓ નાપાસ થયા. એકમાત્ર ચિરાગ પાસ થયો હતો અને તે પણ 100માંથી 37 માર્કસ સાથે. કલાસમાં પેપર બતાવતી વખતે તુરખિયાએ ફરી એક વખત શેખરની વાતનો ઉલ્લેખ કર્યો : ‘શેખરિયાએ તો આપણી સ્કૂલનું પેપર જોઈને ફેંકી દીધું હો ! મને કહે, સાવ ફોફા જેવું પેપર છે. આવાં પેપર સોલ્વ કરવામાં હું મારો સમય ન બગાડું !’ ફરી એક વખત આખા કલાસનું મોં ખસિયાણું પડી ગયું. ફિઝિક્સમાં માત્ર 37 માર્કસ આવવાને કારણે ચિરાગનો મૂડ બગડી ગયો હતો, એટલે શેખર સાથે સ્પર્ધા કરવાનું તેણે બોર્ડની પરીક્ષા ઉપર ઠેલ્યું.

હવે માર્ચ 2008ની બોર્ડની પરીક્ષા ચિરાગ માટે શેખર સાથે સ્પર્ધા કરવાનો આખરી મોકો હતી. જો આ મોકો હાથમાંથી નીકળી જાય તો ખલાસ. શેખર આજીવન તુરખિયાના હૃદયમાં ‘હીરો’ બનીને રહી જાય તેમ હતું. તેને ખબર હતી કે એક બાપ તેના દીકરા કરતાં વિશેષ બીજા કોઈનેય પ્રેમ ન કરી શકે. જોકે ચિરાગને તુરખિયાના હૃદયમાં ક્યારેય સ્થાન લેવું નહોતું. તેણે તો માત્ર એક જ વાત સાબિત કરવી હતી કે શેખર કરતાં પણ હોશિયાર વિદ્યાર્થીઓ ઘણી શાળાઓમાં ભણે છે અને તેમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ તો તેના પિતાજી એટલે કે રસિકલાલ જે. તુરખિયાના હાથ નીચે જ ભણે છે !

અચાનક એક દિવસ શાળામાં નોટિસ નીકળી. નોટિસ પિકનિક માટેની હતી. એમાં શરત એટલી જ હતી કે જો સાયન્સના વિદ્યાર્થીઓ પિકનિકમાં જોડાશે તો તેમને રીડિંગ વૅકેશન બૉર્ડની પરીક્ષાના એક સપ્તાહ પહેલાં જ મળશે. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓએ ફરજિયાતપણે શાળાએ આવવાનું રહેશે. જોકે આ અંગેનો નિર્ણય વિદ્યાર્થીઓએ આચાર્ય સમક્ષ મૌખિક જણાવવાનો હતો. ધવલ પંડ્યાને આ પ્રકારની ઈતર પ્રવૃત્તિઓમાં વધારે રસ હતો. વળી, તેની નેતૃત્વ-શૈલી પણ સારી હોવાને કારણે તેણે આખાય કલાસને પિકનિક માટે ‘પટાવી’ લીધો. ચિરાગની ઈચ્છા પિકનિકમાં જવાની બિલકુલ નહોતી, પરંતુ અભ્યાસમાં તેજસ્વી હોવાને કારણે તેના પિતાએ પણ તેને પરવાનગી આપી અને ચિરાગે પણ મનમાં વિચાર્યું કે ‘એક મહિનાના રીડિંગ વૅકેશનને શું ધોઈ પીવાનું છે ? પિકનિક પૂરી થયા બાદ સ્કૂલમાં આવીને રીવિઝન કરીશું.’

હંમેશની આદત મુજબ તુરખિયાને પિકનિક સામે મોટો વાંધો હતો. એક વાર લાઈબ્રેરી પાસેની લૉબીમાં ચિરાગ ઊભો હતો ત્યારે તુરખિયાએ કહ્યું હતું કે ‘તમારે મન પિકનિકનું આટલું બધું શું મહત્વ છે ? ભણો, કારકિર્દી બનાવો. તમે આઠમા-નવમામાં નથી કે પિકનિકમાં જાઓ છો. આપણી સ્કૂલનું મૅનેજમેન્ટ પણ સાવ બુડથલ છે. તમારા કલાસની જવાબદારી મને સોંપી છે એટલે મારે કમને પણ પિકનિકમાં આવવું જ પડશે. તું તારી કરિયરને ગંભીરતાથી લે. આ તો મને તારામાં જરા સ્પાર્ક દેખાય છે એટલે કહું છું.’ તુરખિયા પોતાને એક સારો વિદ્યાર્થી માને છે તે જાણીને ચિરાગને હાશકારો થયો. પિકનિકના દિવસે તુરખિયાનો આખો મૂડ જ બદલાઈ ગયો હતો. વિદ્યાર્થીઓએ તેમને આટલા બધા મૂડમાં ક્યારેય જોયા નહોતા. બસમાં સીડી પ્લેયર વાગ્યું કે તરત જ તુરખિયાના પગ થનગની ઊઠ્યા. બેઠી દડીના અને અદોદળી ફાંદ સાથે પણ તુરખિયાએ ડાન્સ કર્યો. આ ઘટનાને વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટ તેમ જ કિકિયારીઓ સાથે વધાવી લીધી.

ગલતેશ્વરના નદીકિનારે એકાંતની પળોમાં ચિરાગે તુરખિયાની નજીક આવવાનો પ્રયત્ન કર્યો. શેખરની વાત સિવાય બીજી એવી કોઈ વાત નહોતી કે જે તુરખિયા અને ચિરાગ વચ્ચેનો સંવાદ શરૂ કરાવી શકે. ડરતાં-ડરતાં ચિરાગે પૂછ્યું : ‘સર, શેખરને પિકનિકમાં લઈ આવ્યા હોત તો સારું હતું.’
મજાકમાં હસી કાઢતા હોય તેમ તુરખિયાએ કહ્યું, ‘ભાઈ, શેખર તમારી જેમ ઉછાંછળો નથી. અત્યારે હું બહાર છું, પણ ઘરે જઈશ એટલે એણે તમામ વિષયનાં પેપર લખીને રાખ્યાં હશે. એનું ધ્યેય મેડિકલ લાઈન સિવાય બીજે ક્યાંય નથી. અમારા બેય વચ્ચે અત્યારથી જ ડીલ થઈ ગઈ છે કે જો એ મેડિકલમાં એડમિશન લે તો મારે તેને 55,000નું બાઈક અપાવવાનું અને જો તેનો બોર્ડમાં નંબર આવે તો 75,000નું બાઈક અપાવવાનું.’ હવે હદ થઈ ગઈ હોય તેમ ચિરાગથી ન રહેવાયું. તે બોલી ઊઠ્યો :
‘સર, હું શેખર કરતાં વધારે માર્કસ લાવીને બતાવું તો !’
ચિરાગના સવાલથી તુરખિયા સ્તબ્ધ થઈ ગયા. તેઓ ચિરાગની નજીક આવ્યા અને બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માં ઉતારીને ચૂંચી આંખો સાથે ચશ્માં સાફ કરતાં બોલ્યા : ‘પ્રયત્ન કરવા સિવાય તારી પાસે બીજી કોઈ જ આવડત નથી, દોસ્ત !’

આ વખતે તો શેખરિયાનું આવી જ બન્યું, એમ વિચારીને ચિરાગે બૉર્ડની પરીક્ષા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી. સદનસીબે પ્રશ્નપત્રો પણ ચિરાગના ધાર્યા કરતાં ઘણાં સહેલાં નીકળ્યાં. પ્રૅક્ટિકલ પણ ખાસ અઘરા નહોતા. આખા વૅકેશન દરમિયાન ચિરાગ તેના રિઝલ્ટની રાહ જોતો રહ્યો. રિઝલ્ટ કરતાં શેખરની સરખામણીએ તેના કેટલા માર્કસ આવશે તે જાણવાની તાલાવેલી તેને વિશેષ હતી.
અંતે પરિણામ જાહેર થયું.
ચિરાગ 94 ટકા માર્કસ સાથે શાળામાં પ્રથમ અને બોર્ડમાં ચોથો આવ્યો હતો. માર્કશિટ લઈને ચિરાગ સીધો સ્ટાફરૂમમાં ગયો, પણ તુરખિયા શાળામાં હાજર નહોતા. ઓહ ! આજે તો શેખરનું પણ રિઝલ્ટ છે ને, એટલે સર ઘરે જ હશે – તેમ વિચારી ચાવડા સર પાસેથી તુરખિયાનું સરનામું લઈને તે તુરખિયાના ઘરે જવા નીકળ્યો. તુરખિયાના ઘરે પહોંચતાં જ ચિરાગને ફાળ પડી. ઘરના આંગણામાં રૂપિયા 75,000ની કિંમતનું ચકચકિત, નવુંનક્કોર એક બાઈક પડ્યું હતું.

‘હવે એ જોવાનું છે કે શેખર બૉર્ડમાં પહેલો, બીજો, ત્રીજો કે પાંચમો ?’ એમ વિચારીને ચિરાગે દરવાજો ખખડાવ્યો. તુરખિયાએ દરવાજો ખોલ્યો. અસ્તવ્યસ્ત વસ્તુઓથી ભરેલા તુરખિયાના ડ્રૉઈંગ રૂમમાં તે દાખલ થયો.
‘આવ-આવ, શું નામ તારું ? હું ભૂલી ગયો…..’ તુરખિયાએ રુક્ષ સ્વરે પૂછ્યું.
ચિરાગે નમ્રપણે જવાબ આપ્યો : ‘ચિરાગ શાહ.’
‘હં…. શું રિઝલ્ટ આવ્યું ?’
‘જી, 94 ટકા, સર ! સ્કૂલમાં ફર્સ્ટ અને બૉર્ડમાં ફોર્થ……’
‘સરસ, શેમાં જવું છે ? મેડિકલમાં કે એન્જિનિયરિંગમાં ?’
‘મેડિકલમાં, સર !’
‘સારું, બેસ. હું તારા માટે આઈસક્રીમ મગાવું.’
એમ કહીને તુરખિયા ઊભા થયા. પરંતુ ચિરાગની અધીરાઈની કોઈ સીમા નહોતી. તે તરત જ બોલી ઊઠ્યો :
‘સર, શેખર….. શેખરનું રીઝલ્ટ શું આવ્યું ?’
આ વાક્ય સાંભળીને તુરખિયાના પગ થંભી ગયા. હળવેકથી તેઓ ચિરાગ તરફ મોં કરીને વળ્યા. તેમની આંખમાંથી આંસુ સરી પડ્યાં, જે બિલોરી કાચ જેવાં જાડાં ચશ્માંની આરપારથી વાસ્તવમાં ‘બોર-બોર’ જેવડાં મોટાં લાગતાં હતાં. મંથર ગતિએ ચાલતા-ચાલતા તેઓ કબાટ પાસે આવ્યા. કબાટ ખોલીને તેમણે એક મીડિયમ સાઈઝનો લેમિનેટેડ ફ્રેમ કરેલો ફોટો કાઢીને ચિરાગ તરફ ફેરવ્યો.

આશરે સોળ-સત્તર વર્ષના એક રૂપકડા છોકરાના ફોટા નીચે લખ્યું હતું : શેખર આર. તુરખિયા : જન્મતારીખ : 12-2-1980, સ્વર્ગવાસ તારીખ : 21-1-1996. ચિરાગ દિગ્મૂઢ ચહેરે તુરખિયાની સામે જોઈ રહ્યો અને તુરખિયાએ વહેતી અશ્રુધારા સાથે બાઈકની ચાવી ચિરાગ સામે ધરી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભરતી અને ઓટ – ભૂપત વડોદરિયા
ખાયેગા ખાનેવાલા – બીરેન કોઠારી Next »   

54 પ્રતિભાવો : શેખર – અંશુ જોશી

 1. trupti says:

  બહુજ સવેદનસિલ વાર્તા.

 2. Nilam kharachia says:

  very nise story

 3. Balkrishna A. Shah says:

  શેખર વાર્તા વાંચી. છેલ્લાં બે વાક્યો વાંચી કઠણ હ્રદયના માણસના આંખના ખૂણે એક અશ્રુબિંદુ જામે એમ પણ બને.
  ઍજ છેલ્લા વાક્યમાં મી. તુરખીયાનો પુત્ર પ્રેમ ———બેમિસાલ.

 4. ખુબ જ સુંદર…. એક બાપ તરીકે કેટકેટલી ઇચ્છાઓ પોતાના પુત્ર માટે રાખી હશે. અને એના બળે બીજાને પ્રેરણા આપતા હશે.

 5. Pravin V. Patel says:

  અકલ્પિત અંત.
  અતિ સંવેદનશીલ વાર્તા.
  લેખકની ખુબજ સુંદર માવજત.
  યશદાયી સાહિત્ય સફર રહે એવી મંગલ કામનાઓ.
  અંશુભાઈ, હાર્દિક અભિનંદન.
  આભાર.

 6. Chintan says:

  સરસ વાર્તા છે.
  લેખકને હાર્દિક અભિનંદન.

 7. nayan panchal says:

  વાર્તા ખૂબ સરસ છે પણ અત્યારે ૩ idiots જોયા પછી અને મુંબઈમાં જે રીતે છેલ્લા ૧૦ દિવસમાં ઘણાબધા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે તે જાણ્યા પછી આવી ‘હરીફાઈ’ને ઉત્તેજન આપતી વાર્તા અજૂગતી લાગી. આ વાર્તામાં પણ લખ્યુ છે કે બાળકો પરીક્ષાખંડમા બેભાન થઈ ગયા.

  ચિરાગનુ પાત્ર અનુકરણીય પણ વાર્તાની થીમ વિશે એવુ ન કહી શકાય. જે રીતે શેખરના પાત્રનો વારંવાર ઉલ્લેખ આવતો હતો તેના પરથી લાગતુ હતુ કે આ પાત્ર કદાચ કાલ્પનિક હશે જેને તુખરિયા સાહેબે એક બેઝલાઈન તરીકે પેદા કર્યુ છે.

  દુઃખદ અંત ટાળી શકાત.

  આભાર,
  નયન

  • Anshu Joshi says:

   Thank you sir but the story was written one year back and was broadcast on Aakashvaani in March 2009 and was published in September 2009

   • nayan panchal says:

    અંશુભાઈ,

    હું એમ નથી કહેવા માંગતો કે તમે ફિલ્મ પરથી પ્રેરાઈને આ વાર્તા લખી છે. (ફિલ્મ પોતે ક્યાં ઓરિજીનલ છે !!)

    આ તો તુખારિયા સાહેબ જે રીતે સામ-દામ-દંડ-ભેદ માંથી સામને બદલે દંડનો માર્ગ અપનાવે છે તે માટે આવી કોમેન્ટ આપી. બાકી તુખારિયા સાહેબનુ પાત્ર સહ્રદયી જ છે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

    આભાર,
    નયન

  • જય પટેલ says:

   શ્રી નયનભાઈ

   ફિલ્મી અસરથી પ્રેરાઈને દેશનું યુવાધન આત્મહત્યા કરે તો બહેતર છે કે દેશનું ભવિષ્ય
   અંધારમય કરતી આવી નકારાત્મક ફિલમને ઉતારી લેવામાં આવે અને નિર્માતા પર ક્રિમીનલ કેસ
   ચલાવવામાં આવે.

   વર્ષો પહેલાં હોલિવુડની ફિલ્મના દ્રષ્યમાં એક કેબીનમાં માણસને પુરી દઈ તેને
   જીવતો સળગાવવામાં આવે છે. ફિલ્મના આ દ્રષ્યમાંથી પ્રેરણા લઈ ન્યુ યોર્કના સબ-વે ટોકન બુથમાં
   કામ કરતા કર્મચારીને ટોકન બુથમાં જીવતો સળગાવી કોઈએ હત્યા કરેલ.
   ન્યુ યોર્કની આ ઘટના બાદ અમેરિકન સરકારે તુરંત આ પ્રકારના દ્રષ્યો પર પ્રતિબંધ મુકેલો
   .
   આપણે વાણી સ્વાતંત્રયને બહું જ હળવાશથી લઈએ છીએ.
   વિકસીત લોકશાહીમાં વાણી સ્વાતંત્રયના અધિકાર ભોગવવાની પણ કોઈ કિંમત હોય છે.
   અને તે છે શિસ્ત અને ઘણીવાર સરકારને તેના પાલન માટે ના-છૂટકે ડંડો ચલાવવો પડતો હોય છે.

   • nayan panchal says:

    શ્રી જયભાઈ,

    ૩idiots થી પ્રેરાઈને યુવાધન આત્મહત્યા કરે છે તે વાત તદ્દન બેહુદી છે. મેડિકલ કોલેજમાં રેગિંગમાં પકડાયેલા લોકો કહે છે કે તેમને રેગિંગની પ્રેરણા આ ફિલ્મમાંથી મળી. ફિલ્મ તો રેગિંગ વિરુધ્ધનો અને આત્મહત્યા વિરુધ્ધનો હકારાત્મક સંદેશ આપે છે.
    ફિલ્મ સહેજ પણ નકારાત્મક નથી.

    કોઈનુ ખૂન કરીને કોઈ એમ કહે કે મને તો આની પ્રેરણા ફિલ્મ પરથી મળી છે તો? કોઈ છોકરીને ફોન પર પરેશાન કરીને સડકછાપ રોમિયો એમ કહે કે મને આની પ્રેરણા ફિલ્મ પરથી મળી છે તો?

    આ ફિલ્મ તો મા-બાપ અને શિક્ષકો માટે સંદેશાસભર છે. પહેલા બાળક અઢી વર્ષનુ થતુ ત્યારથી તેને પ્લેસ્કૂલમાં મૂકવામાં આવતુ. આજકાલ માત્ર દોઢ વર્ષના (જી હા, માત્ર અઢાર મહિનાના) બાળકને “લિટલ સ્કૂલ”માં એડમિશન આપવામાં આવે છે. આવા માબાપને શું કહેવુ?

    આજની શિક્ષણપ્રથામ બાળક ૯૦% લાવે એટલુ હોશિયાર તો થઈ જાય છે પણ એક નાની અમથી નિષ્ફળતાથી ભાંગીને ભૂક્કો પણ થઈ જતા વાર નથી લાગતી.

    આભાર,
    નયન

    • trupti says:

     નયનભાઈ,
     મે પણ મારી દિકરી ને માત્ર ૧૮ મહિને પ્લે સ્કુલ મા મુકી હતી પણ મને નથી લાગતુ કે એમા મે કોએ ભુલ કરી હોય આજ કાલ સ્યુક્ત કુટુબો તુટતા ગયા છે અને મા-બાપ ફક્ત ૧ કે ૨ સતાનનો જ વિચાર કરે છે. મોટે ભાગે ફક્ત ૧જ. પ્લે સ્કુલ મા મુકવા નો આશય એટલોજ કે આપણુ બાળક બીજા બાળક જોડે ભળે અને વસ્તુ ને share કરતા સીખે. હુ સ્યુક્ત કુટુબ મા રહેતી હતી પણ મારા વર ને કોઈ ભાઈ નથી અને મને ફક્ત ૧જ સતાન છે, એમા મારુ બાળક કોઈ જોડે ભળતુ ન હતુ અને કોઈ અજાણ્યા ને જોઈ ને કે ઘરે જઈ ને પણ રડતુ હતુ એટલે મે મારા બાળક ને ૧૮ મહીને પ્લે સ્કુલ મા મુક્યુ. પરન્તુ મા-બાપે મુકતા પહેલા પ્લે સ્કુલ વિષે બધી માહિતી જાણી લેવી જોઈએ. મે જે પ્લે સ્કુલમા મારી દિકરી ને મુકી હતી તે સ્કુલ મા તેઓ ફક્ત રમાડતા રમાડતા ABCD, Nursury Rhyms, numbers અને ગુજરાતી જોડકણા કરાવતા હતા અને પેનસિલ થી કલર કરવાનુ અને લીટા કરવા નુ સીખવતા હતા અને મારી દિકરી એ તે ઘણુ enjoy કર્યુ અને અત્યારે તે ધો.૮ મા છે છતા પણ તે તેના પ્લે સ્કુલ ના દિવસો અને મિત્રો ને ભુલી નથી. મારે તેને સ્કુલમા લઈ જવા કદી રડાવવી નથી પડી પણ ત્યાથી લાવવા જરૂરથી રડાવવી પડી છે. પહેલા ના જમાના મા બાળકો ઘેરેજ ઘણુ શીખી જતા કારણ સ્યુક્ત કુટુબ ને ઢગલા બધ ભાઈ-ભાધૂ ઓ. જમાના પ્રમાણે બદલાવવુ પડે.

     • bhavin kotecha says:

      trupti ben, thanks for your comments. actually I have argue with my wife about my son who is 18 months old, my wife want to put Nihar in play school, while I want to put him after 24 months. we are also leaving alone in africa and same condition like you. after reading your comments, I think my wife is right. ( though she didn’t have your point, she says – let’s his teacher suffer 🙂 … )
      thanks for your comments again….

    • જય પટેલ says:

     શ્રી નયનભાઈ

     આપનો પહેલો પ્રતિભાવ…..
     વાર્તા ખુબ સરસ છે પણ અત્યારે 3 idiots જોયા પછી અને મુંબઈમાં જે રીતે છેલ્લા ૧૦ દિવસમાં
     ઘણા બધા વિદ્યાર્થિઓ આત્મહત્યા કરી રહ્યા છે….
     .
     આપનો પ્રત્યુત્તર મારા પ્રતિભાવ પર….
     3 idiotsથી પ્રેરાઈને યુવાધન આત્મહત્યા કરે છે તે વાત તદ્દન બેહુદી છે.

     આપના બન્ને વકત્વ્યો વિરોધાભાસી છે.
     …..ફિલ્મ જોયા પછી વિદ્યાર્થિઓ આત્મહત્યા કરી રહ્યા છે……આત્મહત્યા કરે છે તે વાત બેહુદી છે.
     With all due respect…..ઘણીવાર આપના પ્રતિભાવ અને પ્રત્યત્તરમાં
     વિરોધિતાનો ભાવ જોવા મળ્યો છે..!!!.

     આજના હેડલાઈન ટૂડેમાં….
     ફિલ્મ જોયા બાદ ૯ વિદ્યાર્થિઓએ મુંબઈમાં કરેલી આત્મહત્યા.
     વિદ્યાર્થિઓના નામ અને સ્કૂલ સાથે પ્રસિધ્ધ થયેલો રિપોર્ટ
     .

     • Kaivan Shah says:

      You all are blaming to 3 idiots movie because of the reason that someone has committed suicide due to depression or some one is ragging in their college inspired from the movie. I would like to say that there are many more movies where we can get good motivation, but how many of us are inspired just because of that good character.
      There are so many things available in the market, what to choose and what not that is totally depends on us, how and what we want to take it.

      Thanks

      Kaivan Shah

 8. કુણાલ says:

  ખુબ જ સુંદર વાર્તા …

 9. Jayesh parekh says:

  Nice sesitive story.

 10. ધુમકેતુ ની ક્ષેણિ મા મુકિ શકાય તેવિ કરુણ વાર્તા…..

 11. Rajendra Namjoshi,Surat says:

  પ્રેરણા આપવાની અલગ-અનોખી રીત દર્શાવતી વાર્તાઆંશુભાઈની શૈલી અસરકારક લાગી.

  -રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ (સુરત )

 12. Vishal Patel says:

  Did anyone watch 3I? Sounds similar? please come up with creativity.

 13. hassan says:

  I liked it much
  but I was expecting the same end of story
  it is like
  class teacher says u have done best…………
  ………….BUT NOT EXCELLENT ……….
  thanks

 14. Veena Dave. USA says:

  સરસ.

 15. Dr.Ekta.U.S.A. says:

  લેખકે અંત સુધિ જકડિ રાખે એવિ વારતા લખિ છે. સુંદર લેખ્.

 16. Veena Dave. USA says:

  અંશુભાઈ, આવી સરસ વારતાઓ લખતા રહેજો. શુભકામના અને આભાર.

 17. જય પટેલ says:

  શિક્ષણમાં સ્પર્ધાને પ્રોત્સાહન આપતી વાર્તા લય જાળવવામાં સફળ થઈ છે.

  રૂ.૭૫૦૦૦નું બાઈક આંગણામાં હોવાથી શેખર તેના પિતાશ્રીની મુરાદ પૂરી કરવામાં
  સફળ થયો છે તો શેખરનું મૃત્યુ આકસ્મિક હોઈ શકે ?

  આત્મહત્યા વિષેનો સંશય અતાર્કિક છે કારણ કે શરત બોર્ડમાં નંબર આવશે તેની હતી
  ક્યો નંબર આવશે તેની નહિ. શરતો પૂરી કરતા પુત્રનું આકસ્મિક મૃત્યુ થવાથી તુરખિયા સાહેબની
  શિક્ષણ પધ્ધતિમાં તુમાખી અને તોરાજી આવી ગઈ ?

  તેજસ્વી પુત્ર ગુમાવવાથી સ્વભાવમાં ઋજુતા ના આવી તે દુઃખદ કહી શકાય.

  • Anshu Joshi says:

   બોસ તમારિ વાર્તા વાચવા મા જ ભુલ થૈ શેખરે આત્મહત્યા નથિ કરિ એ તો વર્શો પહેલા ગુજરિ ગયો હતો પન તુરખિયા ના દિલ મા જિવ્ત જ હતો જે લોકો પન 3 Idiots સાથે આ વાર્તાને સર્ખાવતા હોય તો તેમનિ આ જ એક મોતિ ભુલ કહિ શકાય્

   • જય પટેલ says:

    શ્રી જોશીજી

    બોસ
    તમે લેખકજી થઈને પણ પ્રતિભાવ બરાબર વાંચી – સમજી શકતા ના હોય તો મારે કંઈ
    કહેવાનું રહેતું નથી.

    ત્રીજી લાઈન
    આત્મહત્યા વિશેનો સંશય અતાર્કિક છે….!!!

    શુભેચ્છાઓ સાથે.

    • drggtank says:

     Dear Anshu Joshi,
     Very good story.
     I would suggest you to not to respond to foolish comments about the story. People who doesn’t have respect and manner to write a healthy response should not get any importance at all. You would have known by now regarding whom I am talking about.
     Keep posting stories like this with positive energy.
     Regards,
     Dr G G Tank.

 18. Chirag says:

  Excellent story – 3 idiots Story – When one of the bright student kills him self over the final project and writes “I GAVE UP!”. – But in this story – different end. Reminded me of my Math Teacher (in India) – Parikh Sir (Dont know his first name – never knew his first name). He was just like this teacher however he did have his Son – his son (Rutvik) was in our class and now he is a heart surgeon in India (Baroda). Where I am – Network Engineer.

 19. Pritha Gupta says:

  ૩ Idiots was a boring picture and far from reality… This story is close at least in matter of evil professors who tears down morale of the whole class…
  ‘એય ! મરી જશો મરી ! તમારો બાપોય બોર્ડમાં પાસ નહીં કરે. ગધેડાઓ ! હાલી શું મર્યા છો ! સાહેબ કલાસમાં સ્હેજ મોડા પડ્યા નથી કે ખાખા ને ખીખી કરીને વાતું જ કર્યા કરો છો ! તમારો કોઈ જ કલાસ નથી. આ વર્ગમાંથી એક પણ વિદ્યાર્થી બૉર્ડમાં નંબર તો શું લાવે, પાસ થવાને પણ લાયક નથી !’

 20. raj agnihotri says:

  good story
  student need some kind of inspiration,this story is good examle
  raj

 21. joshiriddhin says:

  this story is very sensitive and nice.

 22. trupti says:

  bhavin kotecha,
  Thank you for giving positive reply on my comments. The way a coin has two sides, each situation also has two sides and it has its advantages and disadvantages, it is up to the individual to balance the situation. After putting my child in to the play school, I could see the remarkable difference in her. She was very introvert and reserved kind of a person and had no idea of sharing as well as had never seen children of her age. As in our housing society, also there were no children of her age. She used to even cry if we take her to someone’s house. However, she used to (even as of now) get along very well with my sister-in-law’s son and used to enjoy whenever she used to come to stay with us with her son. She used to go mad looking at the children of her age when we used to take her out. All these things forced me to put her in the play school at a very early age. The advantage I got out of it was, she opened up and started mixing up with the children of her age and she could get away with her shyness and reserved nature. Most of her play school friends went to the same school from Junior KG onwards, and as of know they are her in the special friends list.

 23. Ashseh says:

  ખુબ સરસ વર્તા.

 24. Dear Anshu Joshi ji

  First time i read your story , unfortunately i don’t read any story of u. Regularly i read story of Dr. Sharad Thakar. But now onwards i m also your fan ‘coz i love this type of short story which is TOUCH TO HEART. kindly send me list of name of all story which was written by u.
  My mail id is vipulpurohit999@yahoo.co.in / vipulpurohit999@gmail.com
  Regards

 25. Ashish Dave says:

  Dear Anshubhai,

  Very well written story. Though end was dramatic and some what predictable you have made me read through the story in one shot. I have seen many Turakhiasaheb kind of personalities through out my school days.

  I do not think your story has any thing to do with 3I.

  Looking forward to your next story.

  Ashish Dave
  Sunnyvale, California

 26. jesal says:

  ખુબ જ સરસ વાર્તા

 27. Sapan Shah says:

  vERY NICE STORY…..

 28. Nishant Desai says:

  Dear Anshubhai,

  You have written a wonderful story and please keep up the good work. I do read all the stories and this one touched the heart. There is no relation of this story to 3 Idiots. They both are right at their own places.

 29. Chetan Chauhan says:

  Dear Anshubhai !

  Really good story, I have read many times as I liked it like anything.

  Thanks.

 30. JALPA B. GONDALIA says:

  Excellent good & sensitive story..

 31. LAJJA says:

  બહુજ સુન્દર વર્તા .અદ્ભ્હુત્

 32. Parag says:

  ખુબ જ સરસ વાર્તા. આ વાર્તા ને થ્રિ ઇડિયટ નેી વાર્તા સાથે કોઇ સમ્બન્ધ નથેી.

 33. Hetal says:

  nice story and nice comments- i enjoyed both-

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.