કોણ ? – સુન્દરમ

પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
પૃથ્વીઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?

કોણ બદલતું સંધ્યાકાશે પલપલ નવલાં પ્રેમળ ચીર ?
કોણ ઊછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવરતીર ?

અહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી સાખ રસાળ ?

કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?

ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ ?
અહો ફલંગે કોણ અધીરું વાદળવાદળ માંડી ફાળ ?

અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળતણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અત્તરનાં પૂમડાં – સંકલિત
ઓળખ – હરજીવન દાફડા Next »   

5 પ્રતિભાવો : કોણ ? – સુન્દરમ

 1. સુન્દરમ

  “અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?”

 2. sima shah says:

  અરે વાહ……..,અમારે નિશાળમાં ભણવામા આ ક્વીતા આવતી…..
  તે વખતે તો નાના હતાં એટલે આટલુ સમજમાં ન’તું આવતુ,
  પણ અત્યારે વાંચીને ખૂબ આનંદ થયો.
  આભાર, મૃગેશભાઈ
  સીમા

 3. Veena Dave. USA says:

  સરસ કાવ્ય.
  જ્યારે નથી સમજાતુ એવી ઉંમર હોય ત્યારે જ ભણવામા આવુ બધુ હોય એ વાત મને પણ નથી સમજાતી.
  મારી દિકરી ૧૦મા ધોરણમા હતી ત્યારે મે તેની ગુજરતી વિષયની ચોપડી વાંચેલી ત્યારે તેમા મોટાભાગની વાતો નિરાશાથી ભરેલી હતી. બાકી તો પોસ્ટ ગ્રેજ્યએટ થયેલાને પંચતંત્રની વાતો કે બોધપાઠ જેવી બાબતો જીવનમા ઉતારવિ ગમશે? અરે એ વાંચશે જ બાળક ઉમ્મરે કે જ્યારે એનો બોધ શુ છે એ ખબર જ પડે.
  રસહિન થઈ ધરા કે દયાહિન થયો નૃપ એ કવિતા તો પ્રધાનોને શપથ લેતી વખતે શીખવાડવિ જોઇએ ખરુ કે નહિ?

  • જગત દવે says:

   વિણાબેનઃ

   મને પણ બહું ખ્યાલ ન્હોતો આવતો ભણતી વખતે…….પણ ‘માફ નહી નીચું નિશાન’ એ ન્યાયે હવે એવું લાગે છે કે ઊત્તમ રચનાઓ ભણ્યા હતાં એટલે જ આજે એ સંવેદનશીલતા કેળવાઈ છે અને સારા-નરસાનો ભેદ કરી શકવા સમર્થ બન્યા છીએ. ભણાવનાર શિક્ષકો ને પણ નમન કરવાનું કેમ ભુલાય?

 4. BHARAT says:

  મારું નામ થશે પ્રખ્યાત જરૂર એ મારા મરણ પછી
  મારા ખુબ વખાણ કરશે જેવો આજ મને વગોવે છે

  કહે છે હાથી જીવે તો લાખનો,મરે તો સવા લાખનો
  દુનિયા જીવતા ઓની કીમત શું હાથીની જેમ કરે છે?

  તેઓ એ ઈસુને ખીલે ખીલે માર્યો ગાંધીને પણ માર્યો
  શું મારીનેજ આ દુનિયા સૌને મહાન બનાવે છે?

  જીવતો માણસ ડૂબે છે ને એક લાશ તરીને આવે છે
  કુદરત પણ જુઓ અહી કેવળ મરેલાને જ તારે છે.

  કદર શું કરસે મારા જીવનની ક્યારેય આ જગત
  કે જ્યાંનાં લોકોતો કેવળ મરેલાને જ વખાણે છે.

  નથી હું ‘સૈફ’ હું નથી ‘બેફામ’કે નથી હું ‘ઘાયલ’
  મારી કીમતતો લોકો ‘શૂન્ય’ નીજ સમજે છે

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.