ઓળખ – હરજીવન દાફડા
કોઈ સાધુ-ફકીરને ઓળખ,
તે પ્રથમ આ શરીરને ઓળખ.
ધન વગર મોજશોખ માણે છે,
કો’ક એવા અમીરને ઓળખ.
આયખાનો અવાજ રૂંધે છે,
એ અહમની લકીરને ઓળખ.
તું ઝવેરી જ હોય સાચો તો,
હેમ ઓળખ, કથીરને ઓળખ.
તું જ આસન લગાવ અંતરમાં,
તું જ તારા કબીરને ઓળખ.
Print This Article
·
Save this article As PDF
તુજ તારા કબીરને ઓળખ ખુબજ સુન્દર
ખુબ સુંદર
“તું જ આસન લગાવ અંતરમાં,
તું જ તારા કબીરને ઓળખ.”
ખૂબ સુંદર વાત લાવ્યા છે કવિ આ ગઝલમાં.
કોઈ એક પંક્તિને ટાંકવી એ અન્ય પંક્તિઓને અન્યાય કરવા જેવું થાય એવું છે !
એટલે,
શ્રી હરજીવન દાફડાને આખે-આખી ગઝલ બદલ
સળંગ અભિનંદન.
આયખાનો અવાજ રૂંધે છે,
એ અહમની લકીરને ઓળખ.
હરજીવન દાફડાની વાત ખરેખર વિચારવા જેવી છે.ઘણાને માટે તો અહમની લકીર જ જીવન બની જતી હોય છે,ઍટલે આ વાત મહત્વની છે.ખુબજ સરસ રચના.
–રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ (સુરત )
ખૂબ સરળ ભાષા છ્તાં ખૂબ ઉંડો અર્થ !..
સરળ છતાં સચોટ ફિલોસોફી !!
વાહ કવિ વાહ !
Too good.
Ashish Dave
આખેઆખી કવિતા સુંદર.
આભાર,
નયન
ખુબ સુન્દર્….