ગઝલ – અંકિત ત્રિવેદી

કેવો મજાનો કોણ જાણે શુંયે વટ હતો,
અજવાશના ખિસ્સા મહીં અંધારપટ હતો.

એના સુધી પહોંચતાંમાં રાત થઈ ગઈ,
પડછાયો નહિ તો મારાથી ખૂબ જ નિકટ હતો.

ઘૂમી રહ્યો છે શહેરમાં કોઈ ફકીર જેમ,
જાણે પવન એકાદ તારી ઊડતી લટ હતો.

કોઈ બખૂબી સાચવે છે રણની આબરૂ,
ભીનાશ જેવું ક્યાં હતું ને તોયે તટ હતો !

તારે લીધે દેખાઉં છું હું મારી આંખમાં,
દર્પણમાં નહીં તો હું વળી ક્યારે પ્રગટ હતો ?

પ્હોંચ્યા પછી ખબર પડી આ ચાલવા વિશે,
રસ્તા સુધીનો માર્ગ પણ ભારે વિકટ હતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઓળખ – હરજીવન દાફડા
હરિગુણ ગાતાં – પ્રિતમદાસ Next »   

22 પ્રતિભાવો : ગઝલ – અંકિત ત્રિવેદી

 1. Hemal Patel says:

  મસ્ત ગઝલ……આને કહેવાય સીધીને સમજાય એવી ગઝલ. મારા જેવા સામાન્ય માણસ માટે લખેલી ગઝલ.

 2. પ્હોંચ્યા પછી ખબર પડી આ ચાલવા વિશે,
  રસ્તા સુધીનો માર્ગ પણ ભારે વિકટ હતો.

  આટલી સરળ ને સીધી ગઝલ કોણ લખે.
  એનો લેખક તો બસ આપણો ‘અંકિત’ હતો.

  અંકિત એટલે અંકિત એટલે અંકિત એટલે અંકિત એટલે અંકિત એટલે અંકિત એટલે….

 3. સુંદર ગઝલ.

  “કેવો મજાનો કોણ જાણે શુંયે વટ હતો,
  અજવાશના ખિસ્સા મહીં અંધારપટ હતો.”

 4. ભૈ Ankit,
  Gazalma lay pan hoy…A vat tame sari rite jano chho..pachhi 4rth&6th linema lay tute avu nathi lagatun….!Gustakhi maf,mane lagyun atale kahi didhun…baki gazal gami….
  thanks….and so sorry…bye.

 5. Rajendra Namjoshi,Surat says:

  એના સુધી પહોંચતાંમાં રાત થઈ ગઈ,
  પડછાયો નહિ તો મારાથી ખૂબ જ નિકટ હતો.

  સરસ ગઝલ,ખાસ આ શેર ખુબ ગમ્યો.
  પડછાયા સાથેના સંબંધની વાત અસરકારક રહી .
  -રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ (સુરત )

 6. preeti dave says:

  સરસ ગઝલ્..

  રીડ ગુજરાતી પર ” અંકિત ત્રિવેદી ” નામ વાંચતા જ ઓટોમેટીક માઉસ અટકી જાય અને ક્લિક થઈ જ જાય !!… 🙂

 7. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Too good.

  Ashish Dave

 8. darsh says:

  one wish was there to read ankit’s gazal!
  excellent !
  kya baat he boss!
  keep it up!
  thank u.

 9. જગત દવે says:

  શ્રીસુરેશભાઈઃ

  આપને અમ્રુત ઘાયલ, મનોજ ખંડેરિયા, ગની દહીંવાલા ને પણ વાંચવા ભલામણ કરું છું. જેમ વધુને વધુ ગઝલ જેમ માણતાં જશો તેમ તેનાં લય વિષે પણ સમજણ કેળવાય જશે.

  અંકિતભાઈની ગઝલમાં ક્યાંય લય તુટતો જણાતો નથી.

 10. nayan panchal says:

  સરળ શબ્દોમાં લખાયેલી આટલી સુંદર ગઝલ,
  વાંચીને જે તુટ્યુ, તે મારો ભ્રમ હતો.

  આભાર,
  નયન

 11. સાદ્યંત સુંદર ગઝલ… બધા જ શેર ખૂબ મજાના થયા છે…

 12. sujata says:

  તારે લીધે દેખાઉં છું હું મારી આંખમાં,
  દર્પણમાં નહીં તો હું વળી ક્યારે પ્રગટ હતો

  બ હો ત ખૂ બ્…………

 13. સરસ ગઝલ. બધા જ અશઆર મિજાજ સભર છે.

 14. nirav says:

  aap ni tamam gazal mane khub j ghame chhe. wednesday “gujarat Samachaar” aap na mate j mangvu chhu.

 15. Pooja says:

  Bahut hi achi gajal he ye bat such he ki zindgi ke raste par kante to bahut hi he par jo is kanto se gujar jaye wahi Zindgi ki maja he or suchi kusi bi

 16. Harish S. Joshi says:

  વાહ ! ક્યા બાત હૈ ભાઇ અન્કિત્ ખુબ મજઆ આ ગયા.

 17. હર says:

  જગત દવે,
  સુરેશ મકવાણાએ સાચું જ કહ્યું છે. ગઝલમાં લય તૂટે જ છે. અંકિતભક્તિ નહીં કર તો જ સમજાશે. સમજ્યા. ગઝલ કોણે લખી છે એ જોયા પછી છંદ તૂટે એમ નક્કી ના થાય. હજી અંકિત શીખે છે…..અને કદાચ તમે પણ…

 18. મુ જગતભાઈ ખરેખર પહેલી પન્ક્તિમા શુયે મા પણ લિન્ગવિસ્ટ્કની દ્રશ્ટિએ ચ્હન્દ તુટૅ જ ચ્હે.બાકી આ ગઝલવાળા ક્યાન માનવાના….આભાર

  સુરેશ મકવાણા
  ભોપાલ

 19. Abhijeet Pandya says:

  સુંદર રચના.

  પ્હોંચ્યા પછી ખબર પડી આ ચાલવા વિશે,
  રસ્તા સુધીનો માર્ગ પણ ભારે વિકટ હતો.

  ઉપરોક્ત શેર્માં ” પ્હોંચ્યા પછી ખબર પડી ” માં ગા ગા લ ગા લ ગા લ ગા ” થતું જોવા મળે છે. ખબર લ ગા છે જ્યાં ગા ગા માં બ્ંધબેસ્તો શબ્દ વપ્રાવો
  જોઇએ. તો ગા ગા લ ગા ગા ગા લ ગા નું બ્ંધાર્ણ જળ્વાતું જોવા મ્ળે “પહોંચ્યા પછી માલુમ પ્ડ્યું” કરવાથી છ્ંદદોષ દુર ક્રી શ્કાય.

  અિભજીત પ્ંડ્યા ( ભાવ્નગર ).

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.