હરિગુણ ગાતાં – પ્રિતમદાસ

જીભલડી રે તને હરિગુણ ગાતાં,
……….. આવડી આળસ ક્યાંથી રે,
લવરી કરતા નવરી ન પડે,
……….. બોલી ઊઠે મુખમાંથી રે…. જીભલડી

પરનિંદા કરવાને પૂરી,
………… શૂરી ખટરસ ખાવા રે;
ઝગડો કરવા ઝૂઝે પહેલી,
…………. કાયર હરિગુણ ગાવા રે…. જીભલડી

દવ લાગ્યા પછી કૂપ ખોદાવે,
………… આગ એ કેમ ઓલશે રે;
ચોરો તો ધન હરી ગયા,
………… પછી દીપકથી શું થાશે રે ?….. જીભલડી

તલ મંગાવો ને તુલસી મંગાવો
……….. રામનામ લેવડાવો રે,
પ્રથમ તો મસ્તક નહીં નમતું,
……….. પછી શું નામ સુણાવો રે ?…….. જીભલડી

હરિનામમાં દામ ન બેસે,
………… કામ ખરે નહીં કરવું રે,
સહેજે પંથનો પાર ન આવે;
……….. ભજન થકી ભવ તરવું રે ?…… જીભલડી

જેનું નામ જપે જોગેશ્વર,
……….. શંકર શેષ વિરંચી રે;
કહે પ્રીતમ પ્રભુનામ વિસાર્યું
………… તે પાણી પરપંચીરે…… જીભલડી

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલ – અંકિત ત્રિવેદી
કલાપી – યજ્ઞેશ દોશી Next »   

4 પ્રતિભાવો : હરિગુણ ગાતાં – પ્રિતમદાસ

 1. ખરેખર હરિગુન ગાતા જ જીભલડી ને આળસ આવે છે બાકી કોઇની નીંદા કુથલી માં કાંઇ વાંધો નથી.

  જોવોને આ ક્રુતી ને કેટલા ઓછા comments મલ્યા છે.

 2. nayan panchal says:

  હે ભગવાન ! તુ જીભમાં હાડકુ મૂકવાનુ કેમ ભૂલી ગયો ??

  તારી આ ભુલને લીધે ઘણીવાર લોકોના દાંત તુટે છે, કોઈકવાર હાડકા પણ તુટે છે પરંતુ મન તો ઘણીવાર તુટે છે.

  રે જીભલડી ! તુ બરાબર વળજે, અન્યથા ગોખલામાં બંધ રહેજે.

  આભાર, મૃગેશભાઈ.
  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.