હું ઈશ્વર ન બન્યો – ડૉ. પ્રદીપ પંડ્યા

[ઈન્ટરનેટ પરથી પ્રાપ્ત કથાબીજ પર આધારિત વાર્તા ‘મધુવન’ પૂર્તિ ‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર. આપ લેખકનો આ નંબર પર +91 9376216246 અથવા આ સરનામે pandya47@hotmail.com સંપર્ક કરી શકો છો.]

છ મિત્રો, તેમાં ત્રણ ડૉક્ટર, બે બિઝનેસમૅન અને એક કમ્પ્યુટર નિષ્ણાત. બધા વચ્ચે આમ તો કંઈ કોમન નહિ પણ બધા એકબીજાને છેલ્લાં ચાળીસ વર્ષથી ઓળખતા હતા. તેઓને એક સૂત્રથી બાંધી રાખનાર હતી એક પત્તાંની રમત – બ્રિજ. આ બધા મિત્રોને બ્રિજનો જેને ગાંડો કહી શકાય એવો શોખ હતો. તેઓ દર ગુરુવારે કે શુક્રવારે કોઈ એક મિત્રને ત્યાં વારાફરતી બ્રિજ રમતા. રાત્રીના આઠથી સાડા આઠે ભેગા થઈને રમત શરૂ થાય તે બાર-એક વાગ્યા સુધી ચાલે. તેઓના કેટલાંક સંતાનોના જન્મ થયા ત્યારે તેઓ તે હૉસ્પિટલમાં પણ બ્રિજ રમ્યા હતા. પછી તેઓ મોટા થતા ગયા અને સંતાનો પણ. સંતાનો એક પછી એક અમેરિકા ગયાં કે લગ્ન કરીને બીજા શહેરમાં ગયાં. હવે તેઓ સાડા અગિયારે છૂટા પડતા અને કોઈક વખત તેઓ બ્રિજ રમતા ન હતા, કારણ કે કોઈ ને કોઈ બે-ત્રણ સાથીઓ એકસાથે અમેરિકા જતા રહેતા પણ આવે વખતે પણ તેઓ ભેગા તો થતા અને જૂની વાતોને યાદ કરતા. એકાદ ડ્રિંક લેતા અને છૂટા પડતા.

આજે ગુરુવાર હતો અને ત્રણ મિત્રો જ હતા. બે સાથી અમેરિકા હતા અને એક કોલકતા ગયો હતો. આજે બ્રિજની રમત શક્ય ન હતી. ડૉ. શાંતિભાઈ જેમને ત્યાં બ્રિજની રમતનો વારો હતો તેઓએ સીવાસની બોટલ કાઢી અને બધાના પેગ બનાવ્યા અને બધા વાતોએ વળગ્યા.
‘આજે મારે એક વાત કહેવી છે….’ શાંતિભાઈએ શરૂઆત કરતાં કહ્યું.
‘તમારા કોઈ કેસની વાત સાંભળવી નથી.’ એક મિત્ર ચંદ્રકાન્તે કહ્યું. બધા તેને આમ તો ચીનુ કહેતા હતા.
‘કેસની જ વાત છે પણ તે સમયે હું…… પણ તેના કરતાં હું પહેલેથી જ વાત કરું.’ અને શાંતિભાઈ વાત શરૂ કરી.

‘આજથી વીસ વર્ષ પહેલાંની વાત છે. મારી હૉસ્પિટલમાં એક સ્ત્રીની હું ડિલિવરી કરતો હતો. ડિલિવરી મુશ્કેલ હતી. સામાન્ય રીતે પ્રસુતિ થાય ત્યારે માથું પહેલાં આવે ત્યાર પછી શરીરનાં બીજા બધાં અવયવો આવે પણ આ કેસમાં મેં જ્યારે તપાસ માટે મારો હાથ ગર્ભાશયમાં નાખ્યો ત્યારે મને ખબર પડી કે માથાને બદલે નીચેની બાળક આવે છે. હવે આ પ્રસુતિ થોડી મુશ્કેલ હોય છે. મેં તેની પણ તૈયારી કરી દીધી અને જરૂર પડે તો સિઝરિયન કરવાની પણ તૈયારી કરી. મેં થોડી વધુ તપાસ કરી તો મને થયું કે તેનો એક પગ ખૂબ જ ટૂંકો છે.’ શાંતિભાઈ અટક્યા. તે સાથે ચીનુ બોલી ઊઠ્યો :
‘એટલે તમે…..’

શાંતિભાઈએ એક ઘૂંટ લીધો અને બોલવાનું શરૂ કર્યું : ‘ચીનુ, તું ઉતાવળો છે પણ અહીં ઉતાવળ ન ચાલે. આ બહેનની સોનોગ્રાફીની તપાસ મેં કરી હતી. અને મને ખબર હતી કે આવનારું બાળક કન્યા છે. હું એક ક્ષણ માટે વિચારતો હતો કે હું જો થોડી વાર કરું અને આ બાળકને બહાર ન આવવા દઉં તો આ બાળક અંદર જ મૃત્યુ પામે. આમ વિચારવાનું એકમાત્ર કારણ એ કે આ કન્યા હતી અને તે પણ પાછી ખોડખાંપણ સાથેની. તેના જન્મ પછી આખી જિંદગી તેને અને તેનાં માતાપિતાને સહન કરવાનું હતું. તેના મેરેજની ચિંતા અને બાળકને આખી જિંદગી ઓશિયાળા રહેવાનું હતું. મારે એકાદ મિનિટમાં જ વિચાર કરવાનો હતો. તે સમયે મને થયું કે ઈશ્વર આમ કેમ કરતો હશે અને…. હું અટક્યો. તે બાળક બહાર આવવા માટે મથામણ કરતું હતું અને તેની નીચેનો ભાગ બહાર આવી રહ્યો હતો અને મેં નિર્ણય કર્યો કે હું ક્યાં ઈશ્વર છું અને તે બાળક બહાર આવ્યું.’

બધાને વાત સાંભળવામાં હવે રસ પડ્યો હતો. તેમણે વાત આગળ ચલાવી, ‘તે બાળકીનો પગ ટૂંકો હતો અને તે પગમાં કોઈ આંગળીઓ ન હતી. મને થયું કે આ છોકરી કેવી રીતે ચાલશે અને તેને સમાજમાં સહન કરવું પડશે અને તેના મૅરેજ જો થશે તો તેને કોઈ અપંગ જ મળશે. એક નર્સે તે બાળકીને સાફ કરીને માતાના હાથમાં આપી. માતાએ પણ તેનો પગ જોયો અને મારી સામે જોયું. મને ખબર ન પડી કે તે આંખમાં શું હતું ? નિરાશા ? દુ:ખ કે પ્રશ્ન કે આવી બાળકીનું શું થશે ? હું ત્યાંથી બહાર આવ્યો ત્યાર પછી બીજા બે દિવસ હું તેને મળવા જવાનું ટાળતો હતો અને છેલ્લે દિવસે જ્યારે તેને રજા આપી ત્યારે પણ થોડીક વારમાં તેની સાથે થોડી વાત કરીને જવા દીધી. પછીથી તે માતા અને બાળકી મારા ચિત્તમાંથી નીકળી ગયાં.’

શાંતિભાઈએ ઊંડો શ્વાસ લઈને વાત આગળ ચલાવી, ‘બે દિવસ પહેલાં હું એક સંગીતના કાર્યક્રમમાં ગયો હતો અને એક યુવતી ત્યાં તેના મધુર કંઠેથી ગુજરાતી ગીતો ગાતી હતી અને તેની સાથે એક યુવક પણ હતો. યુવક હેન્ડસમ હતો અને યુવતી પણ સુંદર હતી. મને થયું કે કેટલું સુંદર જોડું છે. મેં શાંતિથી તે ગીતો માણ્યાં. કાર્યક્રમ પૂરો થયો અને એક સ્ત્રી મારી પાસે આવી,
‘ડૉક્ટરસાહેબ, મારી ઓળખાણ પડી ?’
મેં યાદ કરવાનો પ્રયત્ન કર્યો, પણ કંઈ યાદ આવ્યું નહિ. તે ચહેરો ધૂંધળો-ઓળખીતો લાગતો હતો.
‘ડૉક્ટરસાહેબ, મારું નામ સુનીતા છે અને અઢાર વર્ષ પહેલાં તમારી હૉસ્પિટલમાં મેં એક દીકરીને જન્મ આપ્યો હતો.’ આટલું કહીને તેણે પેલી ગીત ગાતી યુવતીને બોલાવી. તે આવી. તે લાકડીને ટેકે સહેજ લંગડાઈને ચાલતી હતી. તેની સાથે પેલો યુવક પણ હતો. તે યુવકે તેનો હાથ પકડ્યો હતો. તે નૉર્મલ હતો. એકાએક મને અઢાર વર્ષ પહેલાંનો બનાવ યાદ આવ્યો. હું તે યુવતીને જોતો રહ્યો. યુવતી અને યુવક મારી પાસે આવ્યાં અને મને પગે લાગ્યાં.
‘ડૉકટરસાહેબ, તમારા જ પ્રયત્નોથી મારી આ દીકરીનો જન્મ થયો હતો. આજે તેણે સંગીતમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે અને હવે તે આવા કાર્યક્રમો કરે છે.’
‘શું નામ છે બેટા ?’ મેં પૂછ્યું હતું અને તેણે કહ્યું કે ‘નિશા.’ અને સાથે કહ્યું કે આ મારો મિત્ર નિમિષ છે અને અમે બન્ને બે મહિના પછી મૅરેજ કરવાનાં છીએ.’ હું આભો બનીને તે યુવક સામે જોઈ રહ્યો. આટલો સુંદર યુવક તેનો સાથી બનવાનો હતો અને નિશા પણ સરસ હતી.

કાર્યક્રમ તો પૂરો થયો હતો તેમ છતાં મેં કહ્યું :
‘બેટા, મને એક ગીત વધુ સંભળાવ.’
અને આખા હૉલમાં મેં એકલાએ નિશા અને નિમિષનું ગીત સાંભળ્યું. મારી આંખમાં આંસુ હતાં. તે ક્ષણે મને થયું કે તે દિવસે હું ઈશ્વર ન બન્યો તે કેટલું સારું થયું. તે ભૂલ ન કરી તે માટે આજે હું ઈશ્વરનો આભાર માનું છું.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કલાપી – યજ્ઞેશ દોશી
બ્રહ્માંડ એટલે ખરેખર શું ? – ડૉ. પંકજ જોષી Next »   

25 પ્રતિભાવો : હું ઈશ્વર ન બન્યો – ડૉ. પ્રદીપ પંડ્યા

 1. જય પટેલ says:

  કુદરતની ક્રુરતાથી શરીરના અવયવની ખોડ સાથે જન્મતા બાળકોની છઠી ઈન્દ્રિય
  ખુબ જ તેજ હોય છે અને અનુકુળ માહોલ મળતાં જ ખીલી ઉઠે છે.

  પ્રસ્તુત વાર્તામાં ડૉક્ટર સાહેબે ઈશ્વર પર દોષનો ટોપલો ઓઢાળવાનું ટાળી પોતાના આત્માને
  કલંકિત થતો અટકાવ્યો….અને કર્ણપ્રિય ગાયિકાનો જન્મ થયો.
  ડોકટર પાસે મહામૂલા જીવનની દોરી અતૂટ રાખવાની અપેક્ષા રાખવામાં આવે છે
  પણ આજના માહોલમાં મહૂમૂલા જીવનને બચાવવાના મુલ્યો બદલાતા જાય છે…..મર્સિ કિલીંગના નામે..!!
  .
  માણસ ગમે તેટલો જ્ઞાની હોય પણ સ્વંયને છેતરીને ક્યાં જશે ?

  • Navin N Modi says:

   જયભાઈ,
   આપની વાત ખરી છે.
   આ વાર્તામાં ખોડ સાથે જન્મતા બાળકોના મા-બાપ માટેનો એક સંદેશ પણ છૂપાયેલો છે – “ખોડ વાળા બાળકની તેજ છઠ્ઠી ઈન્દ્રિયને જાણવા, સમજવા તથા તેને વિકસાવવા પ્રયત્ન કરો.”

 2. Viren Shah says:

  સુંદર કથા.

  આના પરથી મને એક વાત યાદ આવી. ડોકટરે તો અહી સરસ કામ કર્યું પણ આપણે લોકો સમય આવ્યે શું કરીએ છીએ?

  અમદાવાદમાં હાઈસ્કુલ માં અને કોલેજમાં ભણતી વખતે કોઈક વાર અત્યંત ઠંડીમાં રાત્રે ખુબ થથરતા માણસો અને ભૂખથી દુ:ખી બાળકો સાથેના પરિવારો રસ્તા પર સુતા હોય એવું જોવા મળે. ત્યારે એમને જોઇને મને દુ:ખ ઘણું થાય. પણ હું કશું કરતો નહિ. મારું માનવું હતું કે હું આ લોકોને મદદ કરવા સમર્થ નથી. પછી જેવું એમનું નસીબ એમ કરીને હું ત્યાંથી નીકળી જતો.

  હજુ પણ ઘણીવાર આવા દ્રશ્યો જોવા મળે. હવે હું વિદ્યાર્થી નથી અને વધુ મદદ કરી શકીએ એવી શક્યતા ખરી પરંતુ છતાયે હું ખાસ કશી મદદ કરતો નથી. તો આવી રીતે નીકળી જવું વ્યાજબી ખરું?

  • વિરેનભાઈ
   સૌથી પહેલા તો તમને ધન્યવાદ કે તમને તે ગરીબોની દયા આવે છે. ઘણા લોકો ને તો દયા પણ નથી આવતી.

   હવે તમારા પ્રશ્નનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીયે “શુ તેમને મદદ કરવી કે નીકળી જવુ?”

   જો તમે મદદ કરી શકો એમ હોય તો બેશક મદદ કરવી પણ તેઓ પોતે જો પોતાની મદદ કરી શકતા હોય તેમ છતા આમજ રહેતા હોય તો તમે મદદ કરીને પણ કંઈ ખાસ સારૂ નથી.

 3. સુંદર વાર્તા. શરીરની ખોડખાંપણથી પર જઇ ને પણ ઘણું ખરું અશ્ક્ય એવું હાંસિલ કરી શકાય છે.

  જ્યારે આજના સમાજમાં પણ દીકરી જન્મે તો મોટેભાગે મા-બાપ દુઃખી થતા હોય છે તેવા સમાજ માં એક ખોડખાંપણ વાળી દીકરીને જન્મ આપીને સ્વમાનથી જીવવાનો પાઠ શીખવાડ્યો તે વંદનીય છે.

 4. Vipul Panchal says:

  સરસ કથા.

 5. કલ્પેશ says:

  “ઇશ્વર ન બન્યો” આનો અર્થ શુ?

  “ઈશ્વર આમ કેમ કરતો હશે” – હું કદાચ વધારે લખી રહ્યો હોઉ એમ લાગશે પણ આમા ઈશ્વરકાકા ક્યાથી આવ્યા?

  જયભાઇઃ કુદરત ક્રુર નથી હોતી. એનુ પોતાનુ ચર્ક ચાલ્યા કરે છે.

  હૈતીમા ભૂકંપ આવ્યો તો બધા કુદરતને દોષ આપે અથવા પુર્વજ્ન્મના કર્મોને દોષ આપે એ તાર્કિક રીતે સમજાતુ નથી.
  ઘણી વખત લાગે છે કે આપણા કરતા પશુઓ સમજદાર છે. ભૂક્ંપ પતી ગયા પછી એ લોકો વિચાર નહીં કરે કે કુદરત કેમ આવુ કરે છે?

  આ કોમેન્ટ વ્યક્તિગત રીતે નથી પણ મને આ વિચાર સામે તકલીફ છે.

  હિંદી ફિલ્મોમા એક સંવાદઃ ચાર સંતાન પછી એક વધુ સંતાન આપતા લોકો કોઇને વધાઇ આપે છે તો પિતાશ્રી કહે છે – સબ ઇશ્વરકા પ્રસાદ હૈ. :p

  • જય પટેલ says:

   શ્રી કલ્પેશભાઈ

   કુદરતની ક્રુરતા….લાગણી વ્યકત કરવા માટે જન-સામાન્ય માનસમાં વણાઈ ગયેલો શબ્દ છે.
   વિજ્ઞાનની દ્રષ્ટિએ….સ્ત્રી-પુરૂષના ક્રોમોઝોન( રંગસૂત્રો )ની સંખ્યામાં થતી વધ-ઘટ
   જીનેટિકલ ડિસઑડરમાં રૂપાંતરિત થાય છે અને
   રંગસૂત્રોનું ઈમબેલેંસ થવાથી ખોડવાળા બાળકો જન્મે છે.
   વિજ્ઞાનના વિકાસથી આજે ગર્ભાધાન પહેલાં ઘણાં દંપતિઓ જીનેટિક ટેસ્ટ કરાવે છે.

   કુદરતની સાયકલમાં કશું અનિયમિત નથી. માણસ જાત જ્યારે કુદરતના સ્ત્રોતોનું અનિયંત્રિત
   બેકાબુ દોહન કરે છે ત્યારે ઈમબેલેંસ સર્જાય છે અને ઈમબેલેંસ સર્જાવાથી
   ધરતીકંપ…ચક્રવાત…પ્રલય…પુર આવે છે.
   જનસામાન્ય તેને….કુદરત રૂઠી…કહે છે.

 6. tejal thakkar says:

  ખુબ જ સુંદર વાર્તા

 7. Jyotindra Khandwalla says:

  ‘ખોડ તેની જોડ નહી!’ આ વાર્તા વાંચ્યા પછી આ વિધાન સાચું લાગે છે. હકીકતમાં વાર્તાના ડો. ઈશ્વર નહી બન્યા એ વાત બાજુએ મુકો, પરંતુ શયતાન નહી બન્યા તેજ વાત યોગ્ય લાગે છે. ધન્યવાદ તો માતાને જ આપવો જોઈએ કે તેણે અને તેના પરિવારના સભ્યોએ આવી જન્મજાત ખોડવાળી દીકરીને પ્રેમ અને લાડકોડથી ઉછેરી અને તેનામાં રહેલી સંગીતની સુષુપ્ત કલાને વિકસવાની તક આપી. જીવન આશાઓ, ઉમંગો અને અરમાનો પર જીવતું હોય છે.

 8. divyesh joshi says:

  મને ખુબ આનદ થય તમારા લેખ વચી

 9. Rajendra Namjoshi,Surat says:

  “ઇશ્વર ન બન્યો” …. ખુબ જ સરસ અને અર્થપુર્ણ વાર્તા.
  માણસે પહેલા તો માણસ બનવાનું હોય છે એ વાત ખાસ યાદ રાખવાની જરુર છે. ઈશ્વર બની જવું કદાચ સરળ હશે પણ ઈશ્વર બની રહેવું ખુબ જ મુશ્કેલ છે.
  – રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ ( સુરત )

 10. sunil shah says:

  good,excellent i am very happy

 11. Kirtikant Purohit says:

  ડૉ.પ્રદીપભાઇ પોતે જ સ્ઁવેદનશીલ સફળ ડૉ.-લેખક છે.સરસ ભાવવાહી વારતા. મને યાદ છે, આજથી પચાસ વરસ પહેલાઁ મુઁબઇમાઁ અમારી સાથે ભણતો હરીષ નામે મિત્ર શાળાની એક પગે લ્ઁગડાતી બાળાના પ્રેમમાઁ હતો અને તેને પરણ્યો પણ હતો..આપણે કદિ ઇષ્વરના આયોજનમાઁ ટાઁગ ન અડાવીએ તે જ બરાબર છે.

 12. kantibhai kallaiwalla says:

  The fact and the truth is described in the BEST WAY, confirming the existence of God. I am thankful to Dr.Pradeep Pandya for giving actual incident happened in life . In the end, THE BEST.

 13. Veena Dave. USA says:

  સરસ વારતા.

 14. Ashish Dave, Sunnyvale, Califronia says:

  I knew that Pradeepbhai writes medical thrillers but did not know he writes short stories as well. Nice story.

  Ashish Dave

 15. Ramesh Desai. USA says:

  Does anybody think what would have Doctor thought, if that lady was his wife?

 16. જીતેન્દ્ર તન્ના says:

  ખુબ સરસ વાર્તા.

 17. જોરદાર વાર્તા

 18. રાઠોડ દીપા says:

  બહુ સરસ વાર્તા.પ્રદીપ પંડ્યા,પહેલેથી જ સરસ લખે છે. તેમની બધી નવલકથાઓ વાંચી છે,અદભૂત છે.તેઓ પાસે જે વર્ણન શક્તિ છે તે વિવિધતાથી ભરેલી છે.અભિનંદન.પ્રદીપભાઇ લખતા રહો,અમને પ્રેરણા મ્ળે છે. દીપા

 19. mamta says:

  excellent story…i was in tears…

 20. nayan panchal says:

  ખૂબ જ સુંદર વાર્તા. આ વાર્તાનો સંદેશ કદાચ આખી મનુષ્યજાતિ માટે છે. મનુષ્યએ કદી પણ ઈશ્વર બનવાની ચેષ્ટા ન કરવી જોઈએ.

  હમણા મેં ફેસબુકમાં એક ગ્રુપ શરૂ કર્યુ છે,”I want to sue GOD, are you with me?”. આટલી સરસ વાર્તા વાંચીને થાય છે કે જો થોડી ધીરજ રાખીએ (કોઈકવાર જન્મોજન્મની ધીરજ) તો ઇશ્વરની કાર્યપ્રણાલિ પરની શંકા આપોઆપ દૂર થઈ જાય.

  ખૂબ આભાર,
  નયન

 21. pushpa r rathod says:

  ISHWERNU KAM ISHWENEJ KERVA DEVU EMA MATHU JO MANUSHYO MARE TO JIVONU AVIJ BANYU, KARNKE JO DOCTORE POTANA MANPRAMNE KARY KRYU HOT TO SARAS GYIKA SUNITANU GEET SABHALVA N MALYU HOT “MANI MAVJAT FLI ” KHODVALI DIKRINA MDHUR AVAJNI PSNDGINE LIDHE SARS PATNER MLYO E HAKIKAT MOUJUD CHE

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.