જીવ તારું જીવતર નાનું – પ્રજ્ઞા પટેલ

જીવ તારું જીવતર નાનું ને પળોજણ ઝાઝી
માથે ધોળા વાળ, તને લાગે કુંપળ તાજી.
આવડે તો આનંદે ગાવું, નહીંતર રહેવું ચૂપ
મનની મસ્તીનો મેળો, એવો કરવો ધૂપ.

જીવ તારું જીવતર નાનું ને પળોજણ ઝાઝી…

શાને કરતો દોડાદોડી, કોને કરતો રાજી
વાટ જોઈને ઊભું છે, જગ બનવા કાજી
ફાવે તો ફરવું, નહીંતર ઊભા રહેવું.
મેલી જળની માયા, ભીતર ભીના વહેવું.

જીવ તારું જીવતર નાનું ને પળોજણ ઝાઝી…

હસવું-રોવું, લેવું-ખોવું બેધારી બાજી
હૈયાને હોંકારે હાંકજે હોડી, ખુદ બની માઝી.

જીવ તારું જીવતર નાનું ને પળોજણ ઝાઝી….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઉમળકો – આર. એસ. દૂધરેજિયા
ધારો મને – ભગવતીકુમાર શર્મા Next »   

7 પ્રતિભાવો : જીવ તારું જીવતર નાનું – પ્રજ્ઞા પટેલ

 1. poonam says:

  love is to good fileeng……..

 2. આવડે તો આનંદે ગાવું, નહીંતર રહેવું ચૂપ
  મનની મસ્તીનો મેળો, એવો કરવો ધૂપ.

  સરસ અભિવ્યક્તિ.

 3. આવડૅ તો આન્દે રેવુ નાહિ તર રેવુ ચુપ ઘનુ જ સરસ

 4. Gagubha Raj says:

  સુઁદર રચના. “આવડે તો આનઁદે ગાવુઁ, નહીંતર રહેવુઁ ચૂપ” સ્પર્શી ગયું. જગત કાજી થવા તત્પર છે ત્યારે આવી સુંદર શીખ આપવા બદલ બહેન પ્રજ્ઞાબેનને અભિનંદન. વધુ ને વધુ આ પાને શબ્દદેહે મળાય તેવી અભ્યર્થના સાથે – ગગુભા રાજ.

 5. gopal parekh says:

  હૈયાને હોકારે… કડી ખૂબ જ ગમી.

 6. sudesh amin says:

  ખુબ જ સરસ ફિલોસોફિ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.