ઉમળકો – આર. એસ. દૂધરેજિયા

સવારનો કૂણો તડકો
મને કહે –
બપોરે આવજે
તને ઉમળકો આપીશ
ખરા બપોરનો તડકો
મને કહે –
સાંજે આવજે
તને ઉમળકો આપીશ
ઢળતી સાંજનો તડકો
મને કહે –
રાત્રે આવજે
તને ઉમળકો આપીશ
રાત્રે તો તડકો ક્યાંથી હોય….?
બસ, અંધારું રે અંધારું…..!
અંધારું મને કહે –
તારા વર્ષો જૂના મિત્રને ફોન કર
તને જરૂર ઉમળકો મળશે.
મેં એમ કર્યું –
તેની પત્નીએ ફોન ઉપાડ્યો
મને કહે –
‘એ તો સુતા છે.’

મારી મા મરી ગઈ છે
નહીં તો હું પણ
તેના ખોળામાં માથું મૂકી
ધ્રૂસકે ધ્રૂસકે
રડતો રડતો
સૂઈ જાત……!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચાલીના પાડોશીઓ – અંજની મહેતા
જીવ તારું જીવતર નાનું – પ્રજ્ઞા પટેલ Next »   

6 પ્રતિભાવો : ઉમળકો – આર. એસ. દૂધરેજિયા

 1. સુંદર કાવ્ય.

  ક્યારેક સમયની વ્યસ્તતા આપણને ખરા આનંદથી, પોતાનાઓથી અનેકગણી દૂર કરી નાખે છે.

 2. જોરદાર મજા આવિ ગઈ હો.

 3. yagnesh says:

  મજા આવિ હો……….

 4. રાજકોટના સન્મિત્ર દુધરેજીયાજીની સરસ રચના.. આભિનઁદન.

 5. JALPA B. GONDALIA says:

  good poem. .

 6. Jalpa B. Gondalia says:

  ઉમળકો કાવ્યનુ નામ ખુબ જ યોગ્ય.
  ખુબ સરસ્ .

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.