ધારો મને – ભગવતીકુમાર શર્મા

કેદ છું સળિયાઓ વચ્ચે, આપ છુટકારો મને;
ઓ ભલા આકાશ, મોકલ તારો અણસારો મને.

શ્વાસમાં ઘૂંટો અને સ્વપ્નોમાં કંડારો મને;
તોય ના પ્રત્યક્ષ લાગું તો પછી ધારો મને.

મેઘ, પારેવાં, ટપાલી, પત્રનો કંઈ ખપ નથી,
પ્રેમ કરવો હોય તો કરજે તું પરભારો મને.

હું તો મારી મેળે મારી વારતા કહી જાઉં છું,
એ જરૂરી પણ નથી કે દે તું હોંકારો મને.

મારી નૌકાને ખરાબાથી વધારે છે લગાવ,
તોય કાંઠેથી હજી સંભળાય હેલ્લારો મને.

લોહી પિવડાવીને લાગણીઓ ઉછેરી મેં સતત,
કોણે દીધો વારસામાં સર્પનો ભારો મને ?

કોને જઈને રાવ કરવી કે મને જાસો મળ્યો ?
મારો પડછાયો જ આપે છે હવે ડારો મને !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવ તારું જીવતર નાનું – પ્રજ્ઞા પટેલ
કાવ્ય – મુકેશ જોષી Next »   

3 પ્રતિભાવો : ધારો મને – ભગવતીકુમાર શર્મા

 1. JALPA GONDALIA says:

  I LIKE THIS GAZAL. . excellent. KEEP IT UP..

  • Alap says:

   I think you don’t know Mr Bhagvatikumar Sharma that’s only why you have wrote “Keep It Up”…
   Please Search for this great “Sahityakar”…
   I’m sorry I don’t know proper english word for “Sahityakar”… If you know then plz tell me…

 2. Rajendra Namjoshi,Surat says:

  મેઘ, પારેવાં, ટપાલી, પત્રનો કંઈ ખપ નથી,
  પ્રેમ કરવો હોય તો કરજે તું પરભારો મને.
  પ્રેમ કરવાનો સીધો ને સટ રસ્તો દેખાડનારી પંક્તિ ખુબ ગમી. આખી ગઝલ સરસ છે.

  -રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ ( સુરત )

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.