કાવ્ય – મુકેશ જોષી

એક તો તું પોતે મધ જેવી, એમાં તારું સ્મિત
………………………………. જાણે મધમાં સાકર નાખી
મારી દષ્ટિ કેમ આટલી મીઠી, એ ના પૂછ
………………………………. મેં તો તને નજરથી ચાખી

કડવાથી કડવા લીમડાની ડાળ પરે,
………………………. મધપૂડો બેસે એવી મારી હાલત
આખા જગમાં ખોબેખોબા ખૂબ
……………….પતાસાં વહેંચું એવી ગળચટ્ટી આ બાબત

બંગાળી મીઠાઈ સમી તું સાંજ મને મોકલતી
……………………………. ઉપર સ્પર્શનું અબરખ રાખી

તેં તો ખાલી છાંટો વાવ્યો ને
……………… મારામાં શેરડીનું આ ખેતર ઊગી આવ્યું
મને જેમણે દાતરડાથી કાપ્યો,
…………………… એના ખોબામાંયે અમરત શું ઢોળાયું
જગમાંથી કડવાશ હટાવી રેલાવું મીઠાશ
……………………………. મને જો મળી જાય તું આખી

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધારો મને – ભગવતીકુમાર શર્મા
ભગવાન આજ્ઞા કરે તેથી થોડું મનાય ! – હરેશ ધોળકિયા Next »   

10 પ્રતિભાવો : કાવ્ય – મુકેશ જોષી

 1. મીઠી વાત, મીઠો લય – મીઠું ગીત.

 2. gopal parekh says:

  મઝા પડી ગૈ સવારમાઁ,

 3. trupti says:

  બહુજ સુન્દર રચના.

  કડવાથી કડવા લીમડાની ડાળ પરે,
  મધપૂડો બેસે એવી મારી હાલત
  અને

  તેં તો ખાલી છાંટો વાવ્યો ને
  મારામાં શેરડીનું આ ખેતર ઊગી આવ્યું………………….

  આ બેવ પક્તિ સહુથી વધુ ગમી.

 4. દરિયા જેવો દરિયો છલકે એવી વાત કહ્યી છે તે
  રોમે રોમે વ્હાલમ મલકે એવી વાત કહ્યી છે તે……..

  મુકેશભાઈ ખુબ સુંદર વાત વહ્યી છે …..
  આભાર

  અમિત ત્રિવેદી

 5. nayan panchal says:

  ખૂબ સુંદર રચના,
  આભાર.

  નયન

  મુકેશભાઈ,

  જો તે ન મળે તો પણ તેને યાદ કરી કરીને કડવાશ હઠાવીને મીઠાશ ઉમેરતા જવાનું…

 6. Mukesh Pandya says:

  વાહ.

 7. Ashish Dave, Sunnyvale, Califronia says:

  Too good…

  Ashish Dave

 8. varsha tanna says:

  મધમીઠી કવિતા વાંચી મઝા આવી ગઇ

 9. hetal says:

  i m your fan……..a liked your poems very much but i liked most your poetry recitation….an your voice vibrations

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.