ધનસંપત્તિ – અવંતિકા ગુણવંત

[‘હલચલ’ સામયિકમાંથી સાભાર. આપ શ્રીમતી અવંતિકાબેનનો આ નંબર પર +91 79 26612505 સંપર્ક કરી શકો છો.]

ટેકરા પાસેની ઝૂંપડપટ્ટીને ખસેડીને એ ખાલી જગ્યામાં પાયા ખોદાતા હતા ત્યારથી ત્વિષા એ બાંધકામ જોતી આવી છે. શરૂઆતમાં એને હતું કે એપાર્ટમેન્ટની કોઈ સ્કીમ હશે. પણ બાંધકામ શરૂ થયું ને એને ખ્યાલ આવવા માંડ્યો કે આ કોઈ હાઈરાઈઝ બિલ્ડિંગ નહિ પણ કોઈનો બંગલો બને છે. ‘ઓહોહો, આવી વિશાળ જગ્યામાં એક જ કુટુંબનો નિવાસ ! કેવાં ભાગ્યશાળી હશે આ બંગલામાં રહેનારાં !’ ત્વિષાથી બોલાઈ ગયું. બંગલો ક્રમશ: આકાર લેતો ગયો – વિશાળ ઓરડાઓ, મોટાં મોટાં બારણાં ને બારીઓ, કમાન અને ઝરૂખા, કોતરણીવાળી જાળીઓ અને કલાત્મક સ્તંભો – બધું જ અનુપમ, કલાના ઉત્કૃષ્ટ નમૂના જેવું.

ત્વિષા એ બંગલાને પસાર કરીને દૂર જાય પછીય એના ચિત્તમાં એ બંગલો રમ્યા કરે. એની નજર આગળથી એ બંગલો ખસે જ નહિ. એ વિચારે – આજકાલ તો કુટુંબો મોટાં હોતાં નથી, માંડ ચાર-છ માણસનું કુટુંબ હોય, બાકી હોય નોકરોનો કાફલો. એ કુટુંબના નોકરોનેય કેવા આલીશાન બંગલામાં રહેવાનું મળશે ! એ લોકોએય પુણ્ય કર્યા હશે, અને અરેરે, અમે કેવાં પાપ કર્યાં હશે તો બે ઓરડીના ફલેટમાં રહેવું પડે છે. જિંદગી આખી વૈતરું કરીશું તોય બે ઓરડીમાંથી ત્રણ ઓરડીઓ નહિ થાય.

ત્વિષા પોતે નોકરી કરતી હતી, એનો પતિ અરીલ પણ નોકરી કરતો હતો. સીમિત એમની આવક હતી. આજ સુધી ત્વિષા પોતાની જિંદગીથી ખુશ હતી. એને કોઈ અભાવ-અછત નડ્યાં ન હતાં. કોઈની સંપત્તિએ એને બેચેન નહોતી બનાવી. સ્નેહ, સમજ અને સંસ્કારને એ પોતાની સંપત્તિ માનતી. એ બોલતી, ‘મનથી હું મહારાણી જેવું જ ગૌરવ અનુભવું છું.’ પરંતુ એણે આ બંગલો બંધાતો જોયો છે ત્યારથી એનામાં અસંતોષ જાગ્યો છે. એનું હૈયું ચચર્યા કરે છે કે, ‘અમે ગમે એટલી મહેનત કરીએ તોય વૈભવ નહિ પામી શકીએ. અમારે લમણે તો કરકસર જ લખાઈ છે. બે રૂપિયા અને પાંચ રૂપિયાના સરવાળા-બાદબાકી કરતા રહીશું.’

પેલો બંગલો તૈયાર થઈ ગયો. ચારે બાજુ સરસ બાગ થયો. એક બાજુ લતામંડપ હતો અને એમાં નાજુક સરસ હીંચકો હતો. બીજી બાજુ અષ્ટકોણીય ગાઝીબો-સીટિંગ ઍરેન્જમેન્ટ હતી, રાતા રંગનું એનું છાપરું હતું અને એની પર પીળા રંગના ફૂલોની વેલ હતી. વચ્ચે સફેદ આરસનું શિલ્પ હતું. બંગલાની જમણી બાજુ નાનકડું તળાવ હતું, એમાં કમળના વેલા હતા. લાલ કમળ ફૂલ અને લીલા પાંદડાં. એ તળાવના કાંઠે ગામઠી ઢબનું નાનકડું મંદિર હતું. બાગના દરેક ખૂણે કંઈ નવું જ દેખાતું. ત્વિષા ત્યાંથી પસાર થતી ત્યારે એની ચાલ ધીમી પડી જતી. બંગલાને જ એ જોયા કરતી. ત્યાં કોણ રહેવા આવ્યું છે એ જાણવાની એને ઉત્સુકતા રહેતી. એક વાર એક વયોવૃદ્ધ દંપતી હીંચકે ઝૂલતું એણે જોયું ને એને ખ્યાલ આવી ગયો કે આ દંપતી મકાનમાલિક લાગે છે, પણ આવી મહેલ જેવી ઈમારતના માલિક આવાં સામાન્ય ! બેઉ પતિપત્ની દેખાવમાં એટલાં રુક્ષ અને સંવેદનારહિત હતાં કે ત્વિષા એક આંચકો ખાઈ ગઈ. બેઉ દેખાવમાં જાજરમાન હતાં પણ ચહેરા પર જરાય કુમાશ નહિ, આંખમાં હેત નહિ, વ્યક્તિત્વમાં સૌમ્યતા કે ભદ્રતા નહિ.

ત્વિષાને થયું આ જોડું આ ભવ્ય બંગલામાં શોભતું નથી. લાંબો વિચાર કરતાં થયું, કદાચ જીવનસંઘર્ષમાં પડેલી થપાટોએ એમને કઠોર બનાવી દીધાં હશે. જીવન દરમિયાન મળેલા દગા-ફટકાએ એમની કોમળતા છીનવી લીધી હશે એટલે એમનાં હૃદયમન સખત થઈ ગયાં હશે અને એ સખ્તાઈ એમના દેખાવમાં પ્રતિબિંબિત થતી હશે. પણ એમનાં ઊંડાણમાં તો હેતભાવ હશે. આટલી અઢળક ભૌતિક સમૃદ્ધિએ હવે તો એમના આંતર મનને સમૃદ્ધ કર્યું હશે. નાજુક ભાવોથી હૈયું રળિયાત બન્યું હશે. એ બંગલાની સુંદરતા જોઈ જોઈને ત્વિષા એટલી બધી પ્રભાવિત થઈ હતી કે, એમાં વસનારાં વિશે કોઈ અણગમતી કલ્પના જ એ કરી શકતી ન હતી. દિવસો પસાર થતાં ગયાં પણ એ બંગલામાંથી ત્વિષાનો રસ જરાય ઓછો ના થયો. જતાં-આવતાં એ બંગલાને જોયા જ કરતી.

એક દિવસ ત્વિષાએ ત્યાં કમ્પાઉન્ડમાં એક અત્યંત રૂપવતી યુવતી જોઈ. સાથે નાનાં બે બાળકો હતાં. ત્વિષા અને એની નજર મળી ને એ યુવતી હસી અને હાથ હલાવ્યો – અરે વાહ, પ્રથમ ક્ષણથી જ આવો મૈત્રીપૂર્ણ વ્યવહાર ! આ યુવતી કેવી સરળ અને મળતાવડી છે. મને ઓળખતી નથી તોય હસી. દેખાવ અને પહેરવેશે હું સામાન્ય દેખાઉં છું. તેથી એને ખ્યાલ તો આવ્યો જ હશે કે હું મધ્યમવર્ગની છું, મારા કરતાં એ ચડિયાતી છે, બધી રીતે ચડિયાતી, છતાં એનું એને અભિમાન નથી… પછી તો જો એ યુવતી કમ્પાઉન્ડમાં હોય ને ત્વિષાને જુએ તો દરવાજે આવીને ત્વિષાને ‘કેમ છે’ પૂછે અને બે-ચાર મિનિટ વાત કરે. યુવતીનો મિલનસાર સ્વભાવ જોઈને ત્વિષાના મનમાં એક આશા જાગી હતી કે એ યુવતી એક દિવસ તો જરૂર એને ઘરમાં બોલાવશે. ત્વિષાને એ બંગલો અંદરથી જોવાની તીવ્ર ઈચ્છા જાગી હતી, પરંતુ પેલી યુવતીએ કદી એને આવો કહીને ઘરમાં તો શું, કમ્પાઉન્ડમાંય ન બોલાવી. એ યુવતીનું નામ નેહા હતું. નેહા કાયમ ત્વિષા સાથે દરવાજે ઊભી રહીને જ વાતો કરતી.

ત્વિષાને થતું કે નેહા છે પ્રેમાળ, સરળ અને નિખાલસ. એને પૈસાનો જરાય ઘમંડ નથી લાગતો. અમારે પરિચય થયે ખાસ્સો સમય થયો છે, છતાં એ મને અંદર કેમ નહિ બોલાવતી હોય ? એના કમ્પાઉન્ડમાં ચાર ચાર મોટરો તો પડી જ હોય છે. એકાદ માળી કમ્પાઉન્ડમાં કામ કરતો જ હોય. આટલા ઐશ્વર્યમાં રહેનારી એ મારા જેવી પગે ચાલીને જનાર સાથે કેટલા ભાવથી વાતો કરે છે. એને મારા માટે સાચુકલો ભાવ લાગે છે, કોઈક વાર તો મને એવું લાગે છે કે એ જાણે મારી રાહ જોઈ રહી છે. મને જોઈને એ ખીલી ઊઠે છે, હાથ ઊંચો કરીને મારું અભિવાદન કરતી દરવાજે આવે છે છતાં મને ઘરમાં કેમ નથી દોરી જતી ? – ત્વિષાના મનમાં આવું મંથન ચાલતું હતું ત્યાં આ શું ? એ દિવસે નેહાએ ત્વિષાને જોઈને હાથ હલાવ્યો પણ એની સાથે વાત કરવા દોડી ના આવી અને એના ચહેરા પર પેલું ચિરપરિચિત હાસ્ય ન હતું. હાસ્યના ઠેકાણે ઉદાસીનતા હતી. ત્વિષાનું હૈયું એક આંચકો ખાઈ ગયું. ઓહ, નેહા દુ:ખી છે. નેહા કેમ દુ:ખી છે ? આ મહેલ જેવા મકાનમાં રાજરાણીનું ઐશ્વર્ય ભોગવવાનું ભાગ્ય કોને મળે, તો પછી એની આંખમાં આંસુ કેમ છે ?

તે દિવસ પછી તો નેહા બહાર દેખાતીય બંધ થઈ ગઈ. ત્વિષાને એની ચિંતા થવા માંડી. ત્યાં એક દિવસ એણે નેહાને જોઈ, અને એને ધ્રાસકો પડ્યો, ખરેખર આ નેહા છે કે એની લાશ ? એ નેહાની નજીક ગઈ, વહાલથી એનો હાથ પકડીને એની સામે જોયું. એકબીજાની આંખ મળી. પણ નેહા કશું બોલી નહિ, ત્વિષા એને કશું પૂછી શકી નહીં પણ એના હૈયે હાહાકાર ઊઠ્યો કે શું નેહા સુખી નથી ? સુખી તો નથી જ, પણ એટલી બધી દુ:ખી છે કે સાવ મૂંગી થઈ ગઈ ! મને જોઈને એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં હતાં. મારો હાથ એણે પકડી રાખ્યો હતો. મારા સમભાવની એને આટલી જરૂરત ? મારા જેવી સામાન્ય સ્ત્રી પાસેથી એને ઉષ્મા મળે છે. તો આ બંગલામાં તેને એનું પોતાનું કોઈ નહિ લાગતું હોય ?!

ત્વિષાએ ઘેર જઈને એના પતિ અરીલને વાત કરી. અરીલ પણ દુ:ખી થતો ને ધીરેથી બોલ્યો : ‘ત્વિષા, આ છે જીવનની વાસ્તવિકતા. માણસમાં હોશિયારી હોય, કાબેલિયત હોય ને ભાગ્ય સાથ આપે તો એને પુરુષાર્થ ફળે છે, એ લખલૂટ ધન કમાઈ શકે છે, પછી એ હુકમ કરે ને બીજા લોકો એને ભવ્ય મહેલ બાંધી આપે પણ કોઈ એને રાજા ન બનાવી શકે. રાજા તો માણસે પોતે બનવાનું છે, પોતાનાં હૃદયમનનાં દ્વાર ખોલી નાખીને, પોતાના દૈવતથી, પોતાનાં કાર્યોની ઉદાત્તતાથી, લાયકાત કેળવીને. નેહા બિચારીને મહેલ જેવા બંગલામાં રહેવા મળ્યું, પણ કેવા લાગણીહીન માણસો સાથે ! નેહાનાં સાસરિયાં મહેલ જેવા બંગલામાં ઠાઠથી રહે છે. કલાકારોએ એમના એ મહેલને સજાવી આપ્યો, માળીએ ચારેબાજુ હરિયાળી લહેરાવી આપી પણ એમનાં હૈયાં ! એમનો સ્વભાવ ! એ તો એમણે પોતે કેળવીને રાજાશાહી બનાવવાનાં છે. પણ એમનામાં એ સૂઝબૂઝ નથી. ભૌતિક સંપત્તિ કમાયા પણ આંતરિક વિકાસ વગર હૃદયમન સંપત્તિવાન ક્યાંથી બને ! નેહા માટે સહાનુભૂતિ જાગે છે, પણ આપણે શું કરી શકીએ ?

ત્વિષા બોલી : ‘અરીલ આપણે મહેલમાં વસતાં નથી તોય રાજા છીએ. રાજા બનવા દિલ જોઈએ, અરીલ, તારા જેવું દિલ.’ થોડી વાર મૌન રહીને મનોમન કબૂલાત કરતી હોય એમ ત્વિષા બોલી, ‘આજ સુધી નેહાના નસીબની મને ઈર્ષા આવતી હતી. હું આપણા ફલેટમાં પગ મૂકું ને મારાથી નિસાસો મૂકાઈ જતો; હું અકળાઈ ઊઠતી પણ આજે થાય છે, આપણો આ ફલેટ રાજમહેલથી કમ નથી. અહીં સુખ, સુખ અને સુખ જ છે. અહીં પ્રેમની સત્તા ચાલે છે. એનાં સૂત્રો મારા હાથમાં છે. હું રાજરાણી છું. તું રાજા. આ ચાંદો, સૂરજ અને તારલાઓ બધા આપણા માટે ઊગે છે ને તેજ રેલાવે છે. આપણા જીવનમાં કોઈ કમી નથી.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સરોવરોનું શહેર : ઉદયપુર – હરસુખ થાનકી
વચનામૃતો – રવિશંકર મહારાજ Next »   

23 પ્રતિભાવો : ધનસંપત્તિ – અવંતિકા ગુણવંત

 1. સરળ પણ ખૂબ સરસ

 2. trupti says:

  કઈક ખુટતુ હોય એવુ લાગ્યુ. છેવટ સુધી ઘરમા રહેનારા વિશે જાણવા ન મળ્યુ. નેહા કોણ? પેલા વ્રુધ્ધ દન્પતિ વિશે પણ કઈ જાણવા ન મળ્યુ. હા એટલો મેસેજ આ વાર્તા એ જરૂર થી આપ્યો કે જરૂરી નથી કે મોટા ઘર મા રહેવા વાળા બધાજ સુખી હોય છે. પણ લેખીકા એ જો બગલા મા રહેનારા નો થોડો પરીચય આપ્યો હોત તો વધુ મઝા આવી હોત. નેહા ના દુઃખ નુ કારણ જાણવા ની તાલાવેલી પુરી ન થઈ.

 3. સુંદર વાર્તા.

  મોટા બંગલા માં ઝરુખા હોય છે પણ બે રુમ – રસોડાના નાના ફ્લેટની નાની બાલ્કીનીમાં ઉભા રહેવાની જે મજા માણી શકે છે તેવી મજા મોટા બંગલાના ઝરુખા વાળા નથી માણી શકતા. નાની અગાશી પર પતંગ ચગાવવાની મજા મળે છે પણ બંગલામં એ મજા નથી મળતી. મોટા બંગલા મોટે ભાગે મ્યુઝ્યમ જેવા હોય છે….આંખો ને આશ્ચર્યથી ભરી દે તેવા પણ ત્યાં ક્યાંય જીવંતતા નથી હોતી.

  આપણી સુખની વ્યાખ્યા નક્કી કરે છે કે આપણે કેટલા સુખી છીએ.

  • જગત દવે says:

   હિરલબેનઃ

   તમે બહું જ સરસ વિચારો મુક્યા.

   વડોદરામાં મારી કારકિર્દીનાં શરુઆતનાં વર્ષોમાં સાયકલ પર ઓફીસ જતો અને તે રસ્તો તે સમયે શહેરનાં સૌથી સમૃધ્ધ એવા અલકાપુરી વિસ્તારમાં થી પસાર થતો. ત્યાંના બંગલાઓ નાં સુંદર ઝરુખાઓ હંમેશા વિરાન રહેતાં જોઈને આશ્ચર્ય થતું જે હજુ પણ અકબંધ છે. આજ સુધી સુંદર બંગલાઓ નાં ઝરુખાઓ માં ક્યારેય જીવંતતા જોઈ નથી……શું કારણ હશે?

   સમૃધ્ધિની અધિકતા? કે સમયની દરિદ્રતા? કદાચ એ બંગલાઓનું અસ્તિત્વ જ આવા કારણો ને લીધે હશે.

   • જગતભાઇ,

    એવા લોકોને સમ્યની વ્યસ્તતા ઝાઝી નડતી નથી હોતી…ખાસ કરી ને ઘરના બાળકો કે સ્ત્રીઓને. પણ એમ ઝરુખામાં ઉભા રહેવું એ એમના હોદ્દાને માનને કે પ્રતિષ્ઠાને ઠેસ પંહોચાડે છે.

    હું અમદાવાદમાં રહુ છુ અને મારા ફ્લેટની આસપાસ સોસાયટીઓ છે જેમાં મોટા મોટા બંગલા છે…અને દરેક બંગલાની ફરતે મોટી મોટી દિવાલો છે…પણ એ દિવાલ કૂદી ને કદાચ કોઇ અજાણ્યું એમના ઘરમાં ઘૂસી જતું નથી….પણ એ ઘરમાં દુઃખ કે મૃત્યુ નહિ આવી શકે એવું ક્યાં છે???

    • જગત દવે says:

     એકદમ ખરી વાત પણ…….એમને રવિશંકર મહારાજનાં “વચનામૃતો” કોણ વંચાવે. 🙂

  • Navin N Modi says:

   મોટા બંગલાના ઝરુખા વાળા મજા નથી માણી શક્તા એ વિધાન સાથે હું સહમત નથી થઈ શક્તો. મજા એ વ્યક્તિની આંતરિક બાબત હોય છે; એને મોટા ઝરુખા કે નાની બાલ્કની સાથે કોઈ સંબંધ નથી હોતો. તમે સમાજમાં નજર કરશો તો જોઈ શક્શો કે ક્યાંક ક્યાંક નાની બાલ્કની વાળા પણ મજા નથી માણાતા. તમારું છેલ્લું વિધાન એ વાતની સાબિતિ છે.

   • જગત દવે says:

    નવિનભાઈઃ

    “મોટા બંગલાના ઝરુખા વાળા મજા નથી માણી શક્તા” એવું વિધાન જો કે મેં કયાંય લખ્યું નથી પણ તમે તેનો તેવો ગર્ભિત અર્થ તારવી લીધો છે. વાર્તાના સંદર્ભને ધ્યાનમાં રાખીને જ બંગલા વિષે લખ્યું છે.

    મજા એ આંતરીક બાબત છે તે વાત તમારી બિલકુલ સાચી પણ મેં વડોદરાનું જે ઊદાહરણ આપ્યું છે તે પણ એકદમ સત્ય છે. અને એ મારું આશ્ચર્ય હજુ પણ અકબંધ છે. અહીં બંગલાવાળાઓ ની ઈર્ષ્યાનો હેતુ બિલકુલ નથી કે એવો કોઈ પૂર્વગ્રહ પણ નથી. બસ એટલી જ પ્રાર્થના છે કે………ભગવાન સહુના ઝરુખાઓ ને હર્યા-ભર્યા રાખે.

    નવિનભાઈ નો ઝરુખો પણ 🙂

 4. Sachin says:

  સરસ વાર્તા અન્ત મા બન્ગ્લા મા રહેનાર વિશે માહિતિ ના મલિ

 5. Jayesh parekh says:

  Some thing is missing, but nice.

 6. Ravi says:

  good message!! but it not seems as Avantika ben’s story.
  many thing missing from the story.
  but as usual very interesting name of characters “Tvisha” and “Aaril” !!

 7. વાર્તાના અંતમાં અરિલ અને ત્વિષાનો નિષ્કર્ષ બિલકુલ પ્રતીતિજનક નથી સુખની વ્યાખ્યા પણ છીછરી લાગે છે.
  “–કેવા લાગણીહીન માણસો સાથે ! નેહાનાં સાસરિયાં મહેલ જેવા ‌‌‌‌‌——— પણ એમનામાં એ સૂઝબૂઝ નથી. ભૌતિક સંપત્તિ કમાયા પણ આંતરિક વિકાસ વગર હૃદયમન સંપત્તિવાન ક્યાંથી બને ! ”
  બંગલાવાસી વિષે કોઇ માહિતી નથી તો તેમના માટે આવો અભિપ્રાય કેવી રીતે બંધાયો?

 8. rajnichheda says:

  વાર્તા અન્ત મા બન્ગ્લા મા રહેનાર વિશે માહિતિ ના મલિ

 9. dipti says:

  at one point i thought may be the old couple is blind ,so no expressions on face. then Neha came and i thought they were rich, accounted some accident and by building such house they might making some home away from home for needy people. but story was only about self satisfaction of middle class and so the big house just remain in the background and act as side kick of hero or junior artist on stage kind . story might have more depth and detail with more interesting twists and end.

 10. Navin N Modi says:

  હું ગુણવંતભાઈ તથા અવંતિકાબેનના લખાણોનો મોટો ચાહક છું. પરંતુ આજની અવંતિકાબેનની આ વાર્તા વાંચી નિરાશા થઈ.

 11. IT LOOKS THAT THIS STORY IS WRITTEN LIKE SOME ONE FROM MOON HAS COME AND DESCRIBING THEHOUSES–PERSONS–METHODS–CITY OR NAGAR —SO WHAT IS BASICALLY MISSING IS HUMAN VALUES AND THEIR PROPER DESCRIPTION AND THAT TOO BY A WELL KNOWN WRITER —————————
  IT LOOKS THAT AS I WAS CIVIL ENGINEER BY PROFESSION –I WOULD HAVE WROTE LIKE THIS —SO MUCH DESCRIPTION WITHOUT HUMAN ANGLE OR FACES —-TRULY SPEAKING I WAS IN GOVERNMENT JOB AND MY WORLD WAS LIKE THIS –NOT TO SEE FEELINGS FOR OTHERS –AND JUST TO REPLY WITHOUT SYMPATHY AND NOT TO HELP ANY BODY FOR ANY EXTRA FACILITIES–QUOTING ON NAME OF LAW AND NORMS–

  STILL I REMEMBER ONE LITTLE GIRL WANTED SOME CHANGE IN FLAT TO PLAY AND ENJOY –BUT I REFUSED AND ON TOP OF THAT I TOLD THAT IF YOU GET IT DONE I WILL WRITE TO DEPARTMENT—-BUT NOW I FIND THAT IT WAS VERY WRONG IRONY STEP AND I HAVE TAKEN AWAY SOME HAPPINESS THAT SHE WOULD HAVE ENJOYED AT THAT TIME OF CHILDHOOD –AND NOW I HAVE SEEN MANY ILLEGAL CHANGES IN MANY GOVERNMENT QUARTERS AND THESE BULLS ENJOYING AND MY SOUL SAYS –YOU HAVE MADE THAT LITTLE GIRL TO CRY WHERE IN YOU COULD HAVE HELPED
  HER FOR SMALL AMBITION —

  NOW REALLY IT BOTHERS ME THAT WHENEVER IF WE GET A CHANCE TO HELP SOME BODY WE SHOULD EXTEND IT FOR OUR OWN SOUL–SINCE BY HELPING WE ARE GETTING INNER JOY WHICH
  WILL EVER WITH US —-AND THAT SHOULD BE DESCRIBED IN SUCH ARTICLES —-NOT THE SIZE OF
  DWELLINGS—WHAT REALLY MATTERS IS THE HEARTS OF PERSONS LIVING IN SMALL OR BIG HOMES
  AND ONE CAN HAVE BIGGER HEART WHILE LIVING IN BIG BUNGALOWS ALSO!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 12. Tarun Patel says:

  હું અવંતિકાબેનના બધા જ લખાણોનો મોટો ચાહક છું. પરંતુ આજની આ વાર્તા તેમના Standard પ્રમાણે નથી.

 13. જય પટેલ says:

  વૌ કોન થી ?

  વાર્તામાં નેહાનું કેરેકટર લેખિકાએ અવિકસીત રાખી વાચકોને અસમંજસમાં રાખ્યા..!!
  નેહાએ કદી ત્વિષાને કમ્પાઉંડમાંય ન બોલાવી તેના પરથી નેહા ઘરની નોકરાણી હોવાની
  સહેજ શંકા જાય છે.

  વાર્તામાં લેખિકાની સમાજવાદી વિચારધારા પ્રતિબિંબીત થાય છે.
  અર્વાચીન ભારત અને ૧૯૯૧ પહેલાંના ભારતમાં જમીન-આસમાનનો ફર્ક છે. સરકાર અને પ્રજાની
  વિચારધારા ધરમૂળથી બદલાઈ છે. આપણા દેશમાં કેપિટાલીઝામે દબાતે પગલે તેના મૂળ ફેલાવી
  દીધા છે.

  મોટા બંગલામાં રહેનારાઓ વિષે મનમાં ખોટા ભ્રમ ના રાખીએ તો વધારે ઉચિત રહેશે.
  સમાજમાં શિક્ષણનું સ્તર ઉચું જતાં પ્રજાની જીવન પધ્ધતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
  પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે જે….પ્રજાની રહેણી-કરણીમાં પણ જોવા મળે છે.

 14. Rajni Gohil says:

  સંતોષી નર સદા સુખી એ ઉક્તિને યાદ કરાવનાર આ જીવનમાં ખુબ જ ઉપયોગી વાર્તા આપવા બદલ અવંતિકાબેનને ધન્યવાદ. સુખ આપણી અંદર જ છુપાયેલું છે એને બહાર ગોતવા જવાની જરુર નથી.

  ભૌતિક સંપત્તિ કમાયા પણ આંતરિક વિકાસ વગર હૃદયમન સંપત્તિવાન ક્યાંથી બને !

 15. nayan panchal says:

  વાર્તા એકપક્ષીય લાગી. લેખિકા જે કહેવા માંગે છે તે વાર્તાના અંતભાગમાં આવી ગયુ છે.

  હવે જો આ જ વાર્તામાં બંગલામાં રહેનારા એકદમ જીવંત, સહ્રદયી માણસ હોત તો ?? તો પછી ત્વિષા અને અરીલ વચ્ચેનો સંવાદ કેવો હોત ?

  માણસ પોતાનાથી ઉપરના જોઇને હંમેશા ગરીબી અને પોતાનાથી નીચેનાને જોઈને અમીરી અનુભવે છે. જે નથી તેની માટે રડવા કરતા જે છે તેને માણો તો ઘણી ફરિયાદ ઓછી થઈ જાય.

  આભાર,
  નયન

 16. Kalpesh says:

  Nothing for this story….but I fail to understand that why India is against prosperity and why everyone cursing the wealthy? How can India prosper when people thought process is for easy dull life and adjustment everywhere? We say it satisfaction…Hypocrisy again….everybody wants to drive Merc but then praise M800 in public …

  We have to come out of this and for that writers needs to shift their mindset….India worship goddess Laxmi and ancient India was never against wealth…please change the thinking that wealthy are always with problems and they don’t get peace and happiness in their life…Please don’t get hollow satisfaction out of this kind of stories..Work hard and get wealthy…..would you like to change after you become rich ? If answer is NO then why anybody else would be ?

  KP

 17. Ashish Dave, Sunnyvale, Califronia says:

  રાજા તો માણસે પોતે બનવાનું છે.. this is the heart of the story.

 18. jatin maru says:

  મહ્ત્વ વાર્તા નુ નહિ તેમા થિ મલતા સન્દેશ નુ હોય ચ્હે, ઘના વાચક મિત્રો એ આ વાર્તા ને ભલે વખોદિ કાધિ હોય પન હુ તો એમ જ કહિસ કે વાર્તા સરસ ચ્હે, અને બિજુ એ કે દરેક વાર્તા મનોરન્જન ના આશય થિ નથિ લખાતિ. ખુબ જ સરસ અવન્તિકા બેન્!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.