કહો, કોની પરવા ? – સુરેશ દલાલ

શરીર સાબૂત હોય
કે સાબૂત ન પણ હોય
પણ મન આ મજબૂત હોય
તો ડરવાનું શું ને પછી કોની પરવા ?
જીવવાનું હોય
યા મરવાનું હોય
તો ડરવાનું શું ને પછી કોને પરવા ?

તનના તંબુમાં
મરણનો આરબ
એનો ઊંટ સાથે હોય
પણ આપણા આ હોઠ સામે
અમરતના ઘૂંટ હોય
આનંદ લખલૂંટ હોય
પછી કોને પરવા ને કોની પરવા ?

આપણે તો મરજી-વા
ડૂબવા નીકળ્યા
ને જળની કેડી પર નીકળ્યા ફરવા
હવે કોને પરવા ને કોની પરવા ?

રોજ રોજ ડૂબવાનું
રોજ રોજ તરવાનું
રોજ રોજ ઊગવાનું
ને આપણે આથમવાનું:
ફરી પાછું ઊગવાનું:
કાંઈ નહીં પૂછવાનું:
સ્મિત નહીં લૂછવાનું:
કહો, કોને પરવા ?
કહો, કોની પરવા ?

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સત્ય એ જ ઈશ્વર છે – ગાંધીજી
ગઝલ – મિલિન્દ ગઢવી Next »   

2 પ્રતિભાવો : કહો, કોની પરવા ? – સુરેશ દલાલ

  1. VK says:

    આ પ્રાસની રમતને કવિતા કહેવાય?

  2. Chirag says:

    લાગે છે કે કોઇ ફ્લોપ હિન્દિ ફિલ્મ નું ગીત હોય…. બસ અંત્યાનુપ્રાસ બેસાડિ દિઘો છે….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.