Archive for February, 2010

છૂટાછેડાનો શાનદાર પ્રસંગ – વલ્લભ મિસ્ત્રી

[‘હાસ્ય-ઉત્સવ’ પુસ્તકમાંથી સાભાર.] હાસ્યરસના અમારા એક કાર્યક્રમમાં એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો : ‘છૂટાછેડાના પ્રસંગને શાનદાર બનાવવા માટે શું કરવું જોઈએ ?’ અચાનક જ ફેંકાયેલા બમ્પર પ્રશ્નને નીચા નમી પાસ-ઑન કરી દેવામાં અમારી ઈજ્જતનો સવાલ હતો, હુક કરીને બાઉન્ડ્રી બતાવવામાં જોખમ એ હતું કે હૉલમાં બાઉન્ડ્રી લાઈનમાં ખુરશીમાં બેસીને ફિલ્ડિંગ ભરી રહેલી મારી પત્ની ‘હુપ’ કરતાં […]

કૂંપળ – ડૉ. અશોક એચ. પટેલ

[ કેટલીક કૃતિઓ એવી હોય છે જેને વારંવાર મમળાવવી ગમતી હોય છે. રંગોત્સવના આ પર્વ દરમિયાન અગાઉ પ્રકાશિત (2006) થયેલી આ રમૂજી રચનાઓ અહીં ફરીથી પુન:પ્રકાશિત કરવામાં આવે છે. સૌ વાચકમિત્રોને હોળી-ધૂળેટીના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.] ગામ આખું કે’ છે એ હસે છે તો એના ગાલમાં સુંદર મજાના ખાડા પડે છે. હું પડ્યો પડ્યો ગણું […]

ખટમીઠો પ્રશ્ન – નટવર પટેલ

[શ્રી જયંત પાઠકના કાવ્ય ‘ખારો ખારો પ્રશ્ન’ પર આધારિત પ્રતિકાવ્ય – તાદર્થ્ય સામાયિકમાંથી સાભાર.] આખરે ઉજાગરાનો અંત આવ્યો. પરીક્ષા પૂરી થઈ ગઈ. વિદ્યાર્થી હવે દફતરની ચીજો ગણે છે. સંભારી સંભારી મેળવે છે, સંભાળી સંભાળી ગોઠવે છે. નોટો, ચોપડીઓ, ગાઈડ, અપેક્ષિત બધું બરાબર છે. ક્યાંય કશુંય ખોવાયું નથી પણ અચાનક કંઈક યાદ આવતાં એ અભ્યાસખંડની મધ્યે […]

ગીત – કેતન કાનપરિયા

પંખીનું બચ્ચું કલશોરમાં કહે છે કે ……………………… આખું આકાશ મારી આંખમાં. તડકાનું તેજ મારા લોહીમાં ઓગળતું ……………………… પીંછાનો ભાર નથી પાંખમાં. વાસંતી વાયરાની લ્હેરખીઓ અંગમાં ……………………… ને પગમાં છે ઝરણાંની બેડી; પાનખર પારણે એવી પોઢી ગઈ કે ……………………… પાંદડાંમાં પાડી મેં કેડી; આંબલાની ડાળ પર આવેલી કેરીને ……………………… પોપટડાં ફરી ફરી ચાખ મા. ……………………… પંખીનું […]

જીવનયાત્રા : ગર્ભથી ભૂગર્ભ સુધી….! – હરેશ ધોળકિયા

[‘જનકલ્યાણ’ સામાયિક : ફ્રેબુઆરી-2010માંથી સાભાર.] આ બ્રહ્માંડમાં સૌથી વધારે રહસ્યમય શું હોઈ શકે ? આમ તો બ્રહ્માંડ પોતે જ રહસ્યમય છે. તેનો કણેકણ રહસ્યમય છે. વળી તે શાશ્વત છે, પણ માનવ-મન અને દષ્ટિ મર્યાદિત છે, તેથી તેને તેણે સમયના ટુકડાઓમાં વહેંચી નાખેલ છે જેને તે ભૂતકાળ અને વર્તમાનકાળ કહે છે. અને આ ભૂત અને વર્તમાન […]

ન્યારું શિરામણ – અરુણા જાડેજા

[શ્રીમતી અરુણાબેનની (અમદાવાદ) કંઈક અનોખી શૈલીમાં આ લેખ છે કે વાનગી તે કહેવું મુશ્કેલ છે ! તેમ છતાં આ લેખ ખાલી પેટે વાંચવો હિતાવહ નથી !! પ્રસ્તુત છે શિરામણની રસપ્રદ વાતો ‘જનકલ્યાણ’ ફ્રેબુઆરી-2010માંથી સાભાર. આપ અરુણાબેનનો આ નંબર પર +91 79 26449691 સંપર્ક કરી શકો છો.] અમારે ત્યાં ગુજરાતીમાં એક કહેવત છે કે : ‘કાશીનું […]

રહસ્યમય વૃક્ષો – દીપક જગતાપ

[‘વિજ્ઞાનદર્શન’ સામાયિક ડિસેમ્બર-09માંથી સાભાર.] સર્જનહારે અદ્દભુત વનરાજી સૃષ્ટિનું સર્જન કર્યું છે. ઘણી વખત આશ્ચર્ય પણ થાય કે વૃક્ષોમાં કુદરતે આટલી બધી વિવિધતા ક્યાંથી ભરી હશે ! રોજ સવારથી માંડીને સાંજ સુધીમાં, વાડામાં, બગીચામાં રસ્તાની આજુબાજુ કે જંગલોમાં દેખાતાં વૃક્ષો વિશે આપણે ઘણું બધું જાણતા થયા છીએ, પરંતુ ઈશ્વર ક્યારેક સર્જન કરવા બેસે ત્યારે માણસની જેમ […]

પ્રેમ કરવાની કલા – સુરેશ પરીખ

[‘વિચારવલોણું’ના સ્થાપક આદરણીય શ્રી સુરેશભાઈના (વલ્લભ વિદ્યાનગર) પુસ્તક ‘મન હોય તો માળવે જવાય’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર સંપર્ક કરી શકો છો : +91 9726366704. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] દુનિયામાં સૌથી શક્તિશાળી શું છે ? એનો જવાબ એક જ શબ્દથી આપી […]

હું તો લગ્ન કરવાની જ નથી….! – ભેજેન્દ્ર પટેલ

[ટૂંકી વાર્તાના પુસ્તક ‘વધામણાં’ માંથી સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.] સવારના પાંચ વાગે ઍલાર્મની ઘંટડી રણકી ઊઠી. તનીમાએ ઍલાર્મ બંધ કર્યું. તનીમા કૉલેજનાં છેલ્લાં વર્ષમાં ભણે છે. ઊઠીને ફ્રેશ થઈને તે વાંચવા બેસી ગઈ. થોડી વાર થઈ હશે ત્યાં પડોશીના ઘરમાંથી પતિ-પત્નીના જોરજોરથી ઘાંટા સંભળાવાના શરૂ થયા. બન્ને વચ્ચે વારંવાર ઝઘડા […]

ચાંદનીની ઠંડક – સંત પુનિત

[પુનિત પ્રકાશન દ્વારા પ્રકાશિત ‘ચાંદનીની ઠંડક’ (આવૃત્તિવર્ષ : 1986)માંથી સાભાર.] [1] એગ્રીપીનસની સ્થિતપ્રજ્ઞતા જુલમી રોમન સમ્રાટ નીરોના સમયમાં એગ્રીપીનસ નામે એક વીર પુરુષ થઈ ગયો. તેના ઉપર અનેક આફતો આવી છતાં તે કદી પણ ડગ્યો નહિ, કદીય નિરાશ થયો નહિ. તેના નીડર અને ન્યાયપ્રિય સ્વભાવને લીધે શાસક વર્ગ સાથે તેને ઘણી વાર ઘર્ષણમાં આવવું પડતું. […]

તાવ – પૂજા તત્સત્

[‘નવનીત સમર્પણ’ સામાયિક નવેમ્બર-2009માંથી સાભાર.] ‘જય શ્રીકૃષ્ણ, કેમ છો ?’ એરપોર્ટ પહોંચતાં જ લેવા આવેલા સૌને બે હાથ જોડીને આદિત્ય સસ્મિત બોલ્યો : ‘તમે વૈદેહીભાભીને ? સાક્ષાત દુર્ગા…..’ વૈદેહી સામે જોઈને એ બોલ્યો. વૈદેહી થોડું શરમાઈને હસી, ‘આવો આવો આદિત્યભાઈ, વેલકમ ટુ ઈન્ડિયા…’ એને આજે સવારથી પાછું થોડું તાવ જેવું….. પછી પગે લાગવાનો વિધિ ચાલ્યો. […]

મહારાજના મુખેથી અને બીજી વાતો – સં. મગનભાઈ જો. પટેલ

[ જેમને મૂકસેવક રવિશંકર મહારાજ વિશે જાણવું હોય અને તેમના જીવનપ્રસંગો માણવા હોય તેમણે આ પુસ્તક ખરેખર વસાવવા લાયક છે. લોકજીવન, સમાજજીવન અને ઉચ્ચ વિચારોનું સુંદર ભાથું આ સંપાદનમાં સમાયેલું છે. મહારાજના અંતેવાસી શ્રી મગનભાઈ પટેલે આ પુસ્તકમાં અનેક રસપ્રદ ઘટનાઓ વર્ણવી છે. આમાંથી આજે માણીએ કેટલાક પ્રસંગો સાભાર. પુસ્તક પ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં […]

માનવસેવા એ જ પ્રભુકૃપા ! – બંસરી પટેલ

[ પ્રસ્તુત લેખ ‘ભૂમિપુત્ર’ સામાયિક (માર્ચ, 2003)માંથી સાભાર લેવામાં આવ્યો છે. લેખની શરૂઆતમાં ‘ભૂમિપુત્ર’ના એક લેખિકા હરવિલાસ બેન લખે છે કે : ‘અવારનવાર ઘણા પૂછતા હોય છે કે અમે સંસારમાં રહીનેય અમારી ઘર-ગૃહસ્થી સંભાળતાં-સંભાળતાં શું કરી શકીએ ? નિવૃત્ત થયેલા તેમજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધેલાં ભાઈ-બહેનો પૂછતાં હોય છે, અમે હવે મુક્ત છીએ, અમે સમાજ માટે […]

ચૂંટેલી બાળવાર્તાઓ – રમણલાલ સોની

[‘લાડુની જાત્રા અને બીજી વાર્તાઓ’ પુસ્તકમાંથી સાભાર.] [1] મિયાં-બીબી રહીમભાઈ શેઠના દીકરાની શાદી હતી. દેશપરદેશથી કેટલાયે મહેમાનો પધાર્યા હતા. ભારે જલસો થયો. પણ શેઠ પોતાના ગરીબ પડોશી કડુમિયાંને જલસામાં નિમંત્રણ આપવાનું ભૂલી ગયા. શાદી ધામધૂમથી પતી ગઈ. કડુમિયાં બીબીને કહે : ‘આવડો મોટો રહીમભાઈ શેઠ, એના દીકરાની શાદી અને પડોશીનું મોં ગળ્યું ન થાય એ […]

થોર અભ્યારણ્યની મુલાકાતે – સૃજના કાલે

[નવોદિત યુવા હિન્દીભાષી સર્જક સૃજનાબેન (અમદાવાદ) વ્યવસાયે હાલમાં સોફટવેર એન્જિનિયર તરીકે એક કંપનીમાં ફરજ બજાવી રહ્યાં છે. વાંચન-લેખન અને ચિત્રકામનાં તેઓ શોખીન છે. તાજેતરમાં તેમણે લીધેલી ‘થોર અભ્યારણ્ય’ની મુલાકાતના હિન્દી લેખનો આ અનુવાદ છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે srijanakale@gmail.com સંપર્ક કરી શકો છો. (અનુવાદ : મૃગેશ […]

ઈશ્વર સાથે ઑનલાઈન – ગોવિંદ શાહ

[ એક પ્રચલિત ઈ-મેઈલના વિચારબીજ પર આધારિત આ સુંદર કૃતિ રીડગુજરાતીને મોકલવા માટે શ્રી ગોવિંદભાઈનો (વલ્લભ વિદ્યાનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sgp43@yahoo.co.in અથવા આ નંબર પર +91 9375012513 સંપર્ક કરી શકો છો.] એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો. ઈશ્વર : ‘શું તું […]

દે છે સહાય પણ – દિનેશ ડોંગરે ‘નાદાન’

[‘અખંડ આનંદ’માંથી સાભાર.] મુશ્કેલ જીવવાનું છે એના સિવાય પણ, તેથી જ હું દેતો નથી એને વિદાય પણ. મૂકે છે મારી સામે સમસ્યાઓ હરઘડી, આવીને પાછો એ જ તો દે છે સહાય પણ. એ સત્ય છે કે હાજરી એની બધે જ છે; ને, આમ પાછો એ નથી દેખાતો ક્યાંય પણ. મજબૂર ફૂલ ડાળ ત્યજીને ન જઈ […]

ગઝલ – હરીશ મીનાશ્રુ

મયદાનવની નગરી લાગે અટકળ આજે અઘરી લાગે પળપળ ચાંપે કોઈ પલીતો જન્મારો જામગરી લાગે ઉપર આભ નીચે ધરતી છે પડછાયા ઘરવખરી લાગે દંડકવનમાં શુષ્ક બોરડી વણચાખેલી શબરી લાગે આંસુને ઘડવા બેઠેલી નદીઓ બહુ કામગરી લાગે તું જો ઓઝલ, અષ્ટ પ્રહર આ દષ્ટિ સાવ જ નવરી લાગે ટગરટગર તું તાકી રહે તો ત્રાટક કરતી ટગરી લાગે […]

સ્વભાવનો સ્વભાવ – મધુકાન્ત જોષી

[‘અખંદ આનંદ’ ફ્રેબુઆરી-2010માંથી સાભાર.] કરવી જ હોય તો ચાલો…. સ્વભાવની જ વાત કરીએ… ‘અહો ! વૈચિત્ર્યમ સ્વભાવમ !’ એમ સ્વભાવ વિશે કહેવું પડે ! ખાસ કરીને ગુલાબી-મિજાજી-રંગીન-ગમતીલો હસમુખો હોય તેને આપણો સ્વભાવ કહીએ છીએ. બાકી તો ચીડિયો સ્વભાવ તો દેશ-પરદેશમાં પણ પ્રખ્યાત છે. વાત-વાતમાં વાંકું પડી જાય એવો વાયડો સ્વભાવ ઘેર ઘેર જોવા મળે છે. […]

દાનની ગરિમા – મૃગેશ શાહ

ગત સપ્તાહે ‘કલાના અનન્ય ઉપાસક’ લેખ અંતર્ગત આપણે કશ્યપભાઈ વિશે વાત કરી હતી. મને એ જણાવતાં અત્યંત આનંદ થાય છે કે રીડગુજરાતીના સૌ વાચકોએ ભેગા મળીને આપેલા યોગદાનથી આજે તેઓ પોતાનું નવું કોમ્પ્યુટર મેળવી શક્યા છે. માત્ર એટલું જ નહિ, તેમના કાર્યને અનુરૂપ થાય એવું ખૂબ સારી શ્રેણીનું કોમ્પ્યુટર તેમને પ્રાપ્ત થયું છે. લેખના અનુસંધાનમાં […]

એક પત્ર…..એક જવાબ – ડૉ. ચારૂતા ગણાત્રા

[વ્યવસાયે હોમિયોપેથી ડૉક્ટર એવા ચારૂતાબેનની (રાજકોટ) કૃતિઓ જનકલ્યાણ સહિત અન્ય અનેક સાહિત્યિક સામાયિકોમાં સ્થાન પામતી રહે છે. તાજેતરમાં તેમની આ કૃતિઓ ‘સ્પંદન’ નામના પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ છે. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર. આજે માણીએ તેમાંથી એક વાર્તા. આપ તેમનો આ સરનામે dr_charuta81@rediffmail.com અથવા આ નંબર પર +91 281 2467109 […]

માનસિક શાંતિના ઉપાયો – સ્વામી શિવાનંદ સરસ્વતી

[ઋષિકેશમાં આવેલ ‘દિવ્ય જીવન સંઘ’ના સ્થાપક-પ્રણેતા તરીકે સ્વામી શિવાનંદ સરસ્વતીને સૌ કોઈ જાણે છે. આદર્શ સામાજિક જીવન અને સ્વસ્થ જીવન વિશેના તેમના વિચારો મનનીય છે. તેમના આ પ્રસ્તુત લેખમાં મનની શાંતિના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આજના સમયમાં માનસિક વિકારો અને રોગો સામે ટકવા માટે આ વિચારોનું સતત મનન ખૂબ અગત્યનું બની રહે […]

પાત્રતા – ગિરીશ ગણાત્રા

આમ જોઈએ તો બંને કુટુંબોએ એકબીજા જોડે સંબંધ બાંધવાનું નક્કી જ કરી નાખ્યું હતું. ચંદ્રકાન્તભાઈને શરદભાઈની પુત્રી રૂપા ગમી ગઈ હતી. એના પુત્ર સ્નેહલ માટે રૂપા બધી રીતે યોગ્ય હતી. એ જ્યારે સ્નેહલ માટે યોગ્ય પાત્રની તપાસ કરી રહ્યા હતા ત્યારે એના મિત્રે શરદભાઈની પુત્રી રૂપા સૂચવી. શરદભાઈ સાથે જ્યારે મુલાકાત થઈ ત્યારે ચંદ્રકાન્તભાઈને ખબર […]

આમ આદમીની વાત – સંકલિત

[ ‘અરધી સદીની વાચનયાત્રા’માંથી સાભાર.] [1] મુંબઈનો માળો – સુરેશ દલાલ મુંબઈ જેવું વિશાળ શહેર, એમાં ભરચક લત્તાઓ, એમાં એક નાનકડી સાંકડી ગલી, એમાં એક ચાર મજલાનું મકાન, મકાનની લગોલગ લગનની વાડી, વાડીમાં પીપળાનું ઝાડ, પીપળાના ઝાડમાં ભેરવાયેલા ફાટેલા પતંગો અને ચાર માળ પર રહેતા માણસોનો બબ્બે ઓરડીઓમાં સચવાયેલો સંસાર…. મકાનને દાદરે બેસી વાડીમાં ઘણી […]

વાત્સલ્યની દીક્ષા – જયવતી કાજી

[‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.] પ્રિય સૌમિલ ! રાતના બાર વાગી ગયા છે. શિયાળો શરૂ થયો છે. હવામાં ઠંડક છે. તું તારા નાના પલંગમાં તારો રાત્રીપોશાક પહેરી ટૂંટિયું વાળી સૂતો છે. હું આસ્તેથી તને ઓઢાડું છું. તારા વિખરાયેલા વાળને અને આંસુથી ઓગરાળા પડેલા તારા કોમળ ગાલને ચંદ્રકિરણો ચૂમી રહ્યાં છે. આખા દિવસની નાની નાની અનેકવિધ પ્રવૃત્તિઓને સંકેલી […]

Copy Protected by Chetan's WP-Copyprotect.