હાસ્યમેવ જયતે – સંકલિત
[1] વહતા ભાભા – ગિજુભાઈ બધેકા
નાનું એવું ગામડું હતું. એમાં બધીય વસ્તી અજડ; કંઈ સમજેય નહિ ને સુણેય નહિ. એકેય ચીજને ઓળખેય નહિ ને કોઈને કોઈનું નામેય ન આવડે. એક વખત ચોમાસામાં એક મહોલ્લામાં દેડકું આવ્યું. જન્મારામાં દેડકું કોઈએ દીઠેલું નહિ, એટલે આખા ગામના માણસો એકઠા મળ્યા. સૌ વાંકા વળીને નીરખી નીરખીને જોવા લાગ્યા. એ શું હશે તે કોઈ કળી ન શક્યું. ત્યારે બહુ વારે એક બોલ્યો : ‘આ તે શું હશે માળું ?’
ત્યારે બીજો કહે : ‘અરે ભાઈ ! એ તો બગલું હશે, બગલું ! તમને શી ખબર પડે ?’ ત્યાં વળી ત્રીજો કહે, ‘અરે ભાઈ ! વગર વિચાર્યે કાં બોલો ? એ તો ભાઈ શિયાળ હશે શિયાળ ! ચોમાસું છે એટલે વગડામાંથી આવી ચડ્યું હોય !’
ત્યાં તો એકે કહ્યું : ‘અરે ભાઈ ! બોલાવો ને આપણા વહતા ભાભાને ! જેવું હશે એવું કહેશે. એ ઘરડું માણસ છે. એમણે ઘણાં ચોમાસાં જોયાં છે. એમણે બધું જોયુંજાણ્યું હશે. આપણે તો શું સમજીએ ? એમને જ પૂછીએ.’
એક જણ વહતા ભાભાને બોલાવવા દોડ્યો. વહતા ભાભા તો રાડો નાખતા આવ્યા : ‘અલ્યાઓ, હવે તો કંઈ શીખો ! આખો જન્મારો હું કંઈ બેસી રહેવાનો છું. તે તમને બધું કહ્યા કરીશ ? જીવીજીવીને હું હવે કેટલું જીવવાનો ? એદીપણું મૂકી દો. કંઈ શીખો.’
પછી દેડકાને જોઈ વહતા ભાભા બોલ્યા : ‘ઓહો ! આમાં તે શું ? નાખો ને ચપટી દાણા; ચણે તો ચકલું, નહિ તો મોર તો ખરો !’
[2] કેશોપચાર – મૃગેશ શાહ
મારા એક મિત્રની ખબર જોવા હું ગયો. બે-ત્રણ દિવસથી એને તાવ આવતો હતો. એની સાથે થોડીક વાતો કરી. મને લાગ્યું કે કદાચ હવામાનની અસર હશે. બે-ચાર દિવસમાં ઠીક થઈ જશે. પરંતુ બીજે દિવસે જ્યારે સવારે હું માર્કેટ ગયો ત્યાં એ મને રસ્તામાં મળ્યો ! એને તદ્દન સ્વસ્થ જોઈને મને ઘણું આશ્ચર્ય થયું. હજુ ગઈકાલે જે ગાદલાં ઓઢીને તાવમાં સપડાયેલો પડ્યો હતો, એ આજે સ્કૂટર પર ફરતો થઈ ગયો ? રસ્તાની એકબાજુ એને ઊભો રાખીને મેં પૂછ્યું :
‘કેમ ભાઈ ? તાવ ઊતર્યો કે ફરવાનું શરું ? હજી દવાનો કોર્ષ તો બરાબર પૂરો કર….’
એ હસીને બોલ્યો : ‘દવા કેવી અને વાત કેવી ? બસ, વાળ કપાવી આવ્યો એટલે બધું પતી ગયું.’ એની વાત સાંભળીને થોડીક મિનિટ તો હું એની સામે બાઘાની માફક જોઈ રહ્યો. મને થયું કે એ તાવમાં લવારીએ ચઢી ગયો છે કે શું ? બરાબર તપાસ કરવા મેં એનો હાથ પકડ્યો. પણ એ તો એકદમ તંદુરસ્ત હતો ! એની સામે નજર મેળવીને મેં કહ્યું :
‘મેં તને દવાનું પૂછ્યું છે. વાળ કપાવાનું નથી પૂછ્યું.’
‘હા, મને ખબર છે….’ એણે સહજતાથી જવાબ આપતાં કહ્યું, ‘પણ હું તો વાળ કપાવી આવું એટલે તાવ ગાયબ !’
હવે ખરેખર મને એના પર ગુસ્સો ચઢ્યો. એક તો રસ્તાની વચ્ચે એને ઊભો રાખીને ગંભીરતાથી હું એની ખબર પૂછતો હતો અને એ મારા પ્રશ્નોના આમ ઉડાઉ જવાબ આપતો હતો. પણ મારે એની પાસેથી યોગ્ય જવાબ મેળવવો હતો, એટલે મેં એ જ ગંભીર મુખમુદ્રા ધારણ કરીને એને કહ્યું :
‘હું કંઈ સમજ્યો નહિ.’
એણે રહસ્યોદઘાટન કરતાં કહ્યું : ‘કે વાત એમ છે કે, હું નાનો હતો ત્યારે જ્યારે પણ તાવ આવે ત્યારે મમ્મી મને કહેતી કે આમ પલંગ પર પડી નહીં રહેવાનું, જા બેટા, વાળ કપાવી આવ…. બસ, એ દિવસથી મારા મગજની સાયકોલોજી એવી થઈ ગઈ છે કે તાવ આવે ત્યારે જો હું વાળ કપાવી આવું તો ગમે તેવો તાવ પણ વગર દવાએ ઊતરી જાય ! અને હકીકતે એમ જ બને છે. એનાથી ઊલટું, જો નોકરી-ધંધાને કારણે કપાવાનો સમય ન મળે અને વાળ વધારે પડતા વધી જાય, તોય મને તો તાવ આવી જાય !’
ઐસા ભી હોતા હૈ ! નિસર્ગોપચાર પછી થયેલી આ નવી શોધને કેશોપચાર કહીશું ?
[3] મફતની સલાહ – સુષમા અય્યર
સંગિતાની જાન વળાવીને બધા માંડવા નીચે જ બેઠાં હતાં ને હરિકાકાને પેટમાં દુ:ખવા લાગ્યું. ત્રણ દિવસથી સાળીના ઘરે તેની દીકરી સંગિતાના લગ્નપ્રસંગે રોકાયા હતા ને પેટ ભરી-ભરીને મીઠાઈ, ફરસાણ, પૂરી, પુલાવ ખાધાં તે દુ:ખે જ ને એવું ઘણાંનાં મનમાં થયું. પેટ તો જાણે ફૂલીને ફુગ્ગો થઈ ગયું હતું.
મીઠી ફઈએ હરડે ફાકવાનું સૂચન કર્યું આથી તેમની સાળી ઈલાબેને તાબડતોબ રસોડામાંથી હરડેની ફાકી લાવી પાણીનો ગ્લાસ ધર્યો તે હરિકાકા પી ગયા. પણ હરિકાકાના દુખાવામાં કોઈ ફરક ન પડ્યો. ચૂંક આવતી જ રહી ! શાંતા માસીએ પેટ પર હિંગ ચોપડવાની સલાહ આપી. તો પત્ની કમુ હિંગની ડબ્બી લઈ આવી ને પાણીમાં પલાળી પેટ પર – વધુ સાચું તો ફાંદ પર – હિંગનો લેપ લગાવી દીધો. હિંગની વાસથી સંપૂર્ણ વાતાવરણ પ્રદૂષિત થઈ ગયું. દયા ખાવાવાળા ને મફતની સલાહ આપવાવાળા નાક પકડી આમતેમ દૂર જવા લાગ્યા. હરિકાકાને વાસથી હવે માથું પણ દુખવા લાગ્યું અને ઊલટી જેવું થવા લાગ્યું. આથી કંટાળીને બાથરૂમમાં જઈ પેટ પર બરાબર ‘લક્સ સાબુ’ ઘસીને હિંગ ધોઈ નાખી. તોય હિંગની થોડીથોડી વાસ આવતી જ રહી. ત્યાં મગનકાકા ખબર પૂછવા આવ્યા ને એમણે સોડા પીવાની વાત કહી, તે કનુ બાટલી લઈ આવ્યો ને હરિકાકાએ સોડાની આખી બાટલી ગટગટાવી નાખી. પણ દરદ ઘટવાનું નામ ન લે ! ઊલટાના ઓડકાર ચાલુ થઈ ગયા ! કદાચ સોડાનો ગેસ અવળો નીકળવા લાગ્યો હતો.
હવે બધાંને ખરેખર ચિંતા થવા લાગી. કોઈ બોલ્યું, ‘જોજો, એપેન્ડિક્સનું દરદ ન હોય !’ પણ ત્યાં પહેલાં કંપાઉન્ડરનું કામ કરી ચૂકેલ ચીનુ અનુભવી ડૉક્ટરની જેમ બોલ્યો, ‘ના, એ તો જુવાન માણસને થાય !’ એટલામાં જમકુ માસી ધીમેથી બોલ્યાં : ‘કંઈક સિરિયસ વાત લાગે છે, આ એટેક ન હોય !’
‘હેં ! એટેક… ? ના, ના….’ હરિકાકાના ધબકારા વધી ગયા. ગયા વર્ષે જ સંપૂર્ણ ચેકઅપ કરાવેલો. જોકે આ વરસે રહી ગયો હતો. બધાંનાં મોઢાં પર ચિંતાનાં વાદળો ઘેરાઈ વળ્યાં. પત્ની પેટના બદલે છાતી પર હાથ ફેરવવા લાગી હતી. ત્યાં જમકુ માસીએ પાછું ઠાવકું મોં રાખી ઉમેર્યું, ‘યાદ છે, પેલા બારડોલીવાળા ગિજુકાકા… ગેસનો પ્રોબ્લેમ સમજેલા ને નીકળ્યો હાર્ટ એટેક ! તે સુરત પહોંચતાં તો… ખેલ ખલાસ….!’
હરિકાકાને હવે વધુ ગભરામણ થવા લાગી, ત્યાં કોઈ પેડલ પંખો લઈ આવ્યું તે બરાબર તેમની સામે ફૂલ પંખો ચાલુ કર્યો, થોડી રાહત થઈ, પણ ત્યાં ઠંડી લાગવા લાગી, ધ્રુજારી ચડી. મધુ માસીએ ડબકું મૂક્યું, ‘મેલેરિયા પણ હોઈ શકે ! આજકાલ મચ્છરનો ત્રાસ છે વળી તાવ વગર પણ રોગ થાય છે ! અમારે સુરતમાં તો ચિકનગુનિયા, લેપ્ટો, ડેન્ગ્યુ…’
‘બસ, બસ. ચૂપ રહો !’ કોઈએ એમને અટકાવ્યાં.
‘માસી, એ બધા રોગમાં પેટમાં ન દુ:ખે.’ પિંકલભાઈએ પોતાનું જ્ઞાન પ્રદર્શિત કર્યું. પછી ઉમેર્યું, ‘આ તો કરમિયા પણ હોય ! સાંભળ્યું છે મોટા-મોટા અળશિયાં જેવા કરમ…..’
‘બસ, ચૂપ…..’ બધાંને હવે ચીતરી ચઢવા લાગી હતી.
પછી તો સૌ કોઈએ હરિકાકાને અજમો, પાન, તુલસી, આદુ વગેરે ચાવવા આપ્યાં, પણ પેટની ચૂંક બંધ થવાનું નામ ન લે ! હદ તો ત્યારે થઈ જ્યારે સાઢુભાઈએ કારેલાંનો જ્યુસ પરાણે ઢીંચાવ્યો !
હવે તો પેટમાં ગડગડાટી થવા લાગી હતી. હરિકાકાના પેટના પટારામાં એક ગ્લાસ જીરાવાળી છાશ, એક બોટલ સોડા, એક મોટો પ્યાલો લીંબુપાણી, વરિયાળીનું શરબત, હરડે, ફાકી, અજમો, દીવેલનો મોટો ચમચો, કારેલાંનો જ્યુસ બધાં જ ભેગાં મળીને કુસ્તી કરતાં હતાં. ઉપરથી ગેસનો ગોળો ગોળગોળ ફરતો લાગ્યો. કોઈએ સૂચન કર્યું કે બાજુના વૈદને બોલાવીએ. વૈદજી આવ્યા. નાડી તપાસી. આંખ-જીભ જોઈને બોલ્યા, ‘ચરી પાળવી પડશે. સાવ ભૂખ્યા રહેવાનું. બે દિવસ કંઈ પણ ખાવા-પીવાની મનાઈ.’ બે કલાક જેમ-તેમ હરિકાકાએ કાઢ્યા. હવે ખરેખર પેટમાં દુ:ખવાનું થોડું ઓછું થયું હતું. પણ હવે તેમને તરસ લાગવા લાગી હતી. વળી ચા પીવાની તો જબરી તલપ લાગી, પણ બધાં ચોકી કરતાં બેઠાં હતાં. કોઈએ પાણી પણ પીવા ન દીધું. અને કંટાળીને હરિકાકાએ ઘરે જવાનું નક્કી કર્યું. રિક્ષા બોલાવી પતિ-પત્ની ઘરે પહોંચ્યાં. ઘરના જાણીતા માહોલમાં થોડી શાંતિ વળી ત્યાં હરિકાકા દોડ્યા પાછા શૈચાલય તરફ !
થોડી વારમાં ખુશખુશ થતા આવ્યા ને પત્નીને કહ્યું, ‘સરસ ચા મૂક. હું નાહી ને આવું છું. રાત્રે વઘારેલી ખીચડી ને કઢી બનાવજે.’ એમ કહી બાથરૂમમાં નહાતાં-નહાતાં આખો દિવસ પોતે લીધેલા ઈલાજનો વિચાર કરતાં-કરતાં હસી પડ્યા. (‘હાસ્યઉત્સવ’ પુસ્તકમાંથી સાભાર.)
Print This Article
·
Save this article As PDF
🙂
આનંદદાયક…………
ભરતી આવ્યા કરે.
અભિનંદન.
All articals are excelent.
The moment you are in tension
You will loose your attention
This will put you in total confusion
And you will feel the irritation
Which might spoil your personal relation
Ultimately you wont get cooperation
Which will cause complication
You’ll then need to watch your BP with caution
And you might have to take medication
Instead understand the situation
Try to think of a solution
Many problems will be solved by discussion
Which will work better in your profession
This is not my free suggestion
It is only for prevention
If you understand my intension
You’ll never come again to tension
Truptiben
One thing I have to mention
It is a very good creation
very good nice….
hum…..
nice story…especially no.3
very nice articals
This type of funny articals please send me on my e-mail ID : hellolalitg@yahoo.com
IN COLD WINTER I WAS GETTING BORED –JUST OPENED THIS ONE –AND I WAS LUCKY — MY MORNING BECOME EXCELLENT –NOW I WILL GET COFFEE AND BREAK FAST FROM MY DAUGHTER—- SHE IS NOT HAVING TIME TO READ SINCE LEAVING FOR JOB –SO GIVE SOME SUMMARY TO HER —
I LIKED trupti bens COMMENT –VERY GOOD LIKE A POEM & FOR SMS –BUT THEN I REMEMBERED TO WHOM I WILL SMS IN USA AS I HAVE TO BE IN USA FOR SOME
THIS TYPE OF HALKA FULAKA ARTICLES ARE FAR BETTER THAN DISCUSSING FOR ECONOMY –PHILOSOPHY AND DEEP THINKERS –WHICH INSTEAD OF LIGHTENING TENSION –INCREASE–
AND NOT WORTHY TO WELCOME
મજા આવિ
ખુબજ સરસ. હાસ્યના ફુવારા છુટે તેવું.
વ્રજ દવે
ગુજરાતી ખરેખર ખુબ સુંદર ભાષા છે અને તેનો આવો સરસ ઉપયોગ થતો જોઇને આનંદ થયો.–વિનોદરાય કમળશીભાઈ શાહ.સુરેન્દ્રનગર.
વાહ્.. બહુજ સુન્દર્.. મજા આવેી ગઈ
DELHI SAYS, :”SAVE PETROL”
MUMBAI SAYS, “SAVE WATER”
KASHMER SAYS, “SAVE US”
AP SAYS, “SAVE TELANGANA”
BUT
GUJARAT SAYS, “SEV GATHIYA, SEV PAPADI, SEV KHAMAN, SEV MAMARA, SEV PURI,SEV TAMETA”
Good… need to eat them today…
Really Mouthwatering dishes. “Ek dish to aaje khavij padshe.”
બહુ જ સરસ
After reading a last lines I recalle the ” Ankh ma Anjani” lesson. …. Really this was a cool article.