સામાજિક ટી.વી. સીરિયલો – આભા ટંડેલ

[‘ભૂમિપુત્ર સામાયિક’-2003માંથી સાભાર.]

આજે ચોતરફ સંસ્કારોની હોળી ખેલાઈ રહી છે. દેશી-વિદેશી ચેનલો અને ફિલ્મી મનોરંજનની ચેનલોએ દર્શકોના મનોરંજનના નામે હલકામાં હલકાં દશ્યો રજૂ કરવા માંડ્યાં છે. જાણે રીતસરની હરીફાઈ ઊપડી છે. ભારત પાસે ગરીબી અને ભૂખમરો છે. બેકારી અને બેહાલી છે. હજારો વર્ષ સુધી ટકી રહેલા સંસ્કારો અને સંસ્કૃતિ છે, પરંતુ આજે એક દીવાનખંડમાં ઘૂસી જઈને ટેલિવિઝન વિવિધ ચેનલો દ્વારા રીતસરનું આક્રમણ કરી રહ્યું છે, ત્યારે સંતો સિદ્ધિમાં, નેતાઓ મદમાં અને પ્રજા પ્રમાદમાં ડૂબેલી છે. ઉઘાડી આંખે જોઈ શકાય એમ હોવા છતાં દેશની સંસ્કૃતિની વાતો કરનારા, પેટ ભરીને ભાષણો ઠોકી સંસ્કૃતિને નામે મત માગનારાઓના પેટનું પાણીય નથી હાલતું.

ચોવીસ કલાક ટીવી ઉપર જુદી-જુદી ચેનલો દ્વારા ભાતભાતનો રસથાળ પીરસાતો રહે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કેટલીક ચેનલ દ્વારા દર્શાવાઈ રહેલી સામાજિક સીરિયલોના ફૂલ્યા-ફાલ્યા અજગરે સમાજના મોટા વર્ગને પોતાના ભરડામાં જકડી લીધો છે. ઝૂંપડપટ્ટીથી લઈને હાઈ-સોસાયટી સુધી, શહેરોથી લઈને નાના ગામડા સુધી ટીવી ઉપર આ સીરિયલો નિહાળનારાઓની એ એક ‘આદત’ બની ચૂકી છે જાણે.

એક સમય હતો જ્યારે અઠવાડિયામાં અડધો કલાક-કલાક દરમ્યાન આવી કોઈ સામાજિક સીરિયલ દર્શકોને મનોરંજન સાથે જીવનપ્રેરક સંદેશા આપતી. ખૂબ લોકપ્રિય બનેલી હમલોગ, ખાનદાન, સાંજા ચૂલ્હા, માલગૂડી ડેઝ જેવી સામાજિક સીરિયલો હોય, રામાયણ-મહાભારત, ક્રિષ્ણા જેવી ધાર્મિક સીરિયલો હોય કે પછી સાંપ્રત સમસ્યાઓથી ઘેરાયેલા માનવીના જીવંત પ્રશ્નોને આબેહૂબ વાચા આપતી દિગ્દર્શક જશપાલ ભટ્ટીની સીરિયલ હોય, પરંતુ એમાં ક્યાંય ભારતીય સમાજની આગવી સંસ્કૃતિનું વસ્ત્રાહરણ થયું નથી. બાવન હપ્તે પૂરી થયેલ આ સીરિયલોના કોઈ અનિચ્છનીય પ્રત્યાઘાતો પડ્યાનું બહુ જાણમાં નથી. જ્યારે આજની સામાજિક સીરિયલોની માયાજાળે સ્ત્રીઓ-પુરુષો, યુવાનોથી માંડીને બાળકો અને વૃદ્ધો ઉપર પણ પોતાની જાદૂઈ અસર ફેલાવી દીધી ન હોય તેવું લાગી રહ્યું છે. સીરિયલ નિહાળનારો એક ચોક્કસ વર્ગ રાત્રે ન વધે તેટલો દિવસે અને દિવસે ન વધે તેટલો રાત્રે વધી રહ્યો છે અને આ માત્ર સીરિયલ નિહાળવા સુધીની જ વાત હોય તો તો ઠીક, અહીં તો મોટા ભાગના દર્શકો રીતસરની ‘સીરિયલ લાઈફ’ જીવતા થઈ ગયા છે. અઠવાડિયાના ચાર દિવસ એટલે કે સોમવારથી ગુરુવાર સુધી રાત્રે સાડા આઠથી સાડા અગિયાર વાગ્યા સુધી એટલે કે સતત ત્રણ કલાક અને અઠવાડિયાના ગણો તો બાર કલાક (બાકીનો હિસાબ વાચકો જાતે લગાવે) આ સામાજિક સીરિયલોનું સામ્રાજ્ય ટીવી ઉપર છવાયેલું રહે છે. જે કંઈક દેખાઈ રહ્યું છે, તેનો આછો ચિતાર રજૂ કરવાનો પ્રયત્ન કરું છું.

સીરિયલો જોનારા પરિવારમાંથી ભાગ્યે જ કોઈ સદસ્ય અલિપ્ત રહી શકતો હશે. રાત્રે 8.30 વાગ્યે મોટા ભાગના પરિવારો સોમથી ગુરુ દરમ્યાન ટીવી સામે ગોઠવાઈ જતા હોય છે. ઘણાં તો સીરિયલનો કોઈ ભાગ ચૂકી ન જવાય એ માટે લૂસ-લૂસ જેમતેમ ભોજન પતાવી નાખે. ઘણા તો રાત્રિભોજન પણ ટીવી જોતાં-જોતાં જ પતાવે. આવી રીતે ભોજન લેનાર સીરિયલના પાત્ર અને પ્રસંગની સાથે-સાથે જ જુદા-જુદા આવેગો અને ઉત્તેજના અનુભવે. આયુર્વેદની દષ્ટિએ આવું ભોજન કેટલું આરોગ્યપ્રદ મનાય ? ગૃહિણીઓ સમયસર રસોઈ બનાવી નાખવાની વેતરણમાં સહકુટુંબ ફરવા જવાનો કે પિકનિકનો અમૂલ્ય આનંદ પણ ગુમાવે. કૌટુંબિક પ્રશ્નોની ચર્ચા-વિચારણાનો પૂરો સમય સીરિયલો ખાઈ જાય. કોઈ બીમાર સંબંધીની ખબર કાઢવા જવાનું હોય તો ભૂલેચૂકેય આવા સમયગાળામાં ન જવાય અને જો ભૂલથી જઈ ચડ્યા તો યજમાનના ઘરના અન્ય દર્શકોના ચહેરા ઉપર રસમય હપ્તો ચૂકી જવાનો રંજ અવશ્ય જોવા મળે. અરે, ઘણી વાર તો ફરજિયાતપણે સાથે બેસીને સીરિયલ જોવાની સજા ભોગવવી પડે અને વધુમાં મળવા જવાનો મૂળ હેતુ જ માર્યો જાય.

ઘરમાં, ઑફિસમાં, બસમાં કે ટ્રેનમાં, શાળા-કૉલેજમાં, ચોરે ને ચૌટે બસ સીરિયલની જ ચર્ચા સંભળાય. એમાં પણ વળી કોઈ રસપૂર્વકની ઘટના જો અધવચ્ચે જ અટકાવી દીધી હોય તો તો દર્શકના જીવ દિવસ આખો તાળવે જ ચોંટેલા રહે. હવે પછી આમ થશે ને તેમ થશેની જાતજાતની પૂર્વધારણા બાંધ્યા કરે. સીરિયલના પ્રિય પાત્રના શોખ, હર્ષ, દુ:ખ બધું જ નિહાળનારનું પોતીકું બની જાય. જો કોઈ પ્રિય પાત્રનું મૃત્યુ થતું બતાવાય તો તે દિવસો સુધી જાણે પોતીકું સ્વજન ગુમાવ્યું હોય, એવો શોક મનાવનારાય ઓછા નથી જોવા મળતા. આ લેખ લખાય છે ત્યારે 2003 પ્રમાણે ‘સાસ ભી કભી બહુ થી’ની પાયલ કે આરતી હોય, ‘કહાની ઘર ઘર કી’ની પલ્લવી હોય કે પછી ‘કસોટી જિંદગી કી’ની કોમલિકા હોય. સીરિયલમાં ખલનાયિકાઓનું પાત્ર ભજવનારી જાણે દર્શકોની પોતાની જ સાત જનમની દુશ્મન હોય એટલી નફરત બતાવે, જાહેર ચર્ચામાં. સીરિયલમાં આવતી નવી નવી પ્રણાલિકાઓ, પહેરવેશ, સંવાદ, વર્તનનું વાસ્તવિક જીવનમાં કેવું અનુકરણ થતું હોય, તે જોવું હોય તો આસપાસના વાતાવરણનો જ અભ્યાસ કરો તો ખ્યાલ આવશે કે આજનો સમાજ કઈ દિશામાં દોરવાઈ રહ્યો છે. તુલસીની સાડી હોય, પાર્વતીની બિંદી હોય કે પછી પ્રેરણાનાં ઘરેણાં હોય. સીરિયલ દ્વારા જાહેરાત થતી સ્ત્રી શણગારની દરેક ચીજવસ્તુ બજારમાંથી ચપોચપ ઊઠી જાય છે. વળી, આ ફેશનનું આયુષ્ય પણ ખૂબ જ ટૂંકું હોય છે. ત્રણ-ચાર હપ્તા પછી તો એ જૂની ફેશન બની જાય. આવી તો કેટલી સીરિયલોવાળાંનાં ખિસ્સા ભરવા માટે હજારોનાં ખિસ્સાંનો ભાર હળવો થઈ રહ્યો છે, તે પણ ખુશી ખુશી.

પોતાના વર્તુળમાં આકર્ષણ જમાવવા માટે કોલેજિયનો સીરિયલમાં બતાવાતા નુસ્ખાઓનો આધાર લેતા જોવા મળે છે. અહીં તો આખે-આખી સ્ત્રીજાતિને જ ધરમૂળથી બદલી નાખવા માગતી ન હોય, તેમ સરેરાશ સીરિયલોમાં સ્ત્રીને જ ખલનાયિકા બતાવવામાં આવી રહી છે. ક્યાંક તે પૈસાના લોભે પુરુષને ફસાવતી પ્રેમિકા છે, ક્યાંક દેરાણી-જેઠાણી, સાસુ તો ક્યાંક પોતાનો બદલો લેવા આખા ઘરનું સત્યનાશ વાળતી વહુના પાત્રમાં. આજની સામાજિક સીરિયલોમાં કૌટુંબિક સંબંધોનું જે વરવું સ્વરૂપ મારી ઠોકીને વારંવાર દર્શાવી, દર્શકોના મગજનું ઓપરેશન કરતું જે સ્વરૂપ બતાવવામાં આવે છે, તે કેટલે અંશે સ્વીકાર્ય છે ? આ તો એક માત્ર ભારત જેવા દેશમાં જ ટકી રહેલી આગવી સંયુક્ત કુટુંબની સંસ્કૃતિ ઉપર કરવામાં આવી રહેલો કુઠારાઘાત નથી શું ? વાસ્તવિક જીવનમાં સાસુ-વહુ, દેરાણી-જેઠાણી કે ભાભી-નણંદનાં અંગત વેર-ઝેર કે અબોલા હોય કે પછી મનદુ:ખ હોય. બધી જ ફરિયાદો કૌટુંબિક સુખ-દુ:ખના પ્રસંગોએ ઊભી પૂંછડીએ ભાગી જાય છે. જ્યારે અહીં તો કાવાદાવા, પ્રપંચ અને બદલાની ભાવના એવી તો જવાળા ઓકતી બતાવાય છે કે છેવટે સામેની વ્યક્તિના મૃત્યુ પછી જ શાંત થાય. એ બધું કેટલું વાજબી ગણાય ? સીરિયલ જોનારા ઘણી વ્યક્તિઓના અંગત જીવનમાં પણ આ બધા પડઘા પડતા હોય છે. દંપતીનો અન્યોન્યને જોવાના દષ્ટિકોણમાં પણ ધરખમ ફેરફાર થતા હોય છે. ઘણી શંકાશીલ સ્ત્રીઓના મગજમાં કોઈક ‘કોમલિકા’ કે ‘પાયલ’ સતત છવાયેલી રહે છે. પરિણામ સ્વરૂપ પતિની સહકર્મચારિણી હોય કે સ્ત્રીમિત્ર હોય, વગર વાંકે દામ્પત્યજીવનમાં તિરાડ પાડવાનું કારણ બને. ઘણી વાર એથી ઊંઘું, પતિ મહાશયો પણ આનો ભોગ બને. આ સિવાય ઘણા પતિદેવો તો સીરિયલમાં બનીઠનીને રહેતી સ્ત્રીપાત્ર સાથે સતત પત્નીની સરખામણી કરી અસંતોષની લાગણી મનમાં ઘૂંટ્યા કરે. વૃદ્ધોના ભાગે તો નાના પડદે દેખાતા પ્રસંગો, કૌટુંબિક જીવન અને વાસ્તવિક જીવન વચ્ચેનું અવલોકન માત્ર કરવાનું આવે.

સૌથી બૂરી દશા બાળમાનસની થઈ રહી છે. ભારેખમ ભણતરનો બોજ માંડ-માંડ ઉપાડી શકતા કોમ્પ્યુટર યુગનાં બાળકોનો આઈ.ક્યુ ભલે ઊંચો આંક બતાવતો હોય, પરંતુ એના સર્વાંગી વિકાસના પાયા સાથે જે ચેડાં થઈ રહ્યાં છે, તે તો અક્ષમ્ય જ ગણાય. શૈશવ ખોવાઈ ગયું છે, વાંચન ગયું, પુસ્તકો ગયાં, ભાઈ-ભાંડુ સાથેનાં મસ્તી-તોફાન બંધ થયાં, શેરી-રમતો અભરાઈએ ચડી ગઈ, દાદાજીની વાર્તા અને દાદીમાના હાલરડાં ખોવાઈ ગયાં. માતા-પિતા પાસે પૂરતો સમય નથી ત્યારે ભર્યાં ઘરમાં એકલા પડેલા એ બાળકના કુમળા માનસ ઉપર સંસ્કાર સીંચવાનું કામ ટેલિવિઝને ઝૂંટવી લીધું હોય ત્યારે ભાવિ પેઢી પાસેથી આપણી અપેક્ષાઓ કેવી ફળશે ? સાત-આઠ વર્ષના બાળકને સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધનો ખ્યાલ આવી જવા લાગ્યો છે. સીરિયલનાં ટાઈટલ ગીતો કડકડાટ મોઢે થઈ જાય. મોટેરાંઓની સાથે એટલા જ રસપૂર્વક સીરિયલો જુએ. એક વાર હળવાશની પળોમાં મારી શાળામાં ભણતા ચોથા ધોરણના વિદ્યાર્થીએ અચાનક જ મને પ્રશ્ન કર્યો : ‘ટીચર, તમને સીરિયલમાં આવતી કોમલિકા ગમે ?’ હું સીરિયલ જોતી નથી છતાં આસપાસના વાતાવરણમાં થતી ચર્ચાને આધારે અમુક જાણીતાં પાત્રો વિશેની આછી માહિતી ખરી તેથી મેં પ્રતિ સવાલ પૂછ્યો, ‘તને ગમે ?’ પ્રત્યુત્તરમાં એણે ના પાડી. મેં પૂછ્યું કે કેમ ? તો કહે, ‘કોમલિકા છે ને તે બહુ ખરાબ છે. પ્રેરણા અને અનુરાગનાં લગન થવા જ દેતી નથી.’ મારી સામે ઊભેલા ભાવિ નાગરિકના આ જવાબથી હું તો સ્તબ્ધ જ થઈ ગઈ. ટીવી સીરિયલના દર્શકો અને ચાહકો મને માફ કરે. ટીવી ઉપર જોવા જેવા ઘણા કાર્યક્રમો આવતા હોય છે. વળી, સામાજિક સીરિયલોમાંથી પણ ગ્રહણ કરવા યોગ્ય વિષયવસ્તુઓ મળતી હશે, પરંતુ જે પ્રકારનું ચિત્ર ઊપસી રહ્યું છે, તે ચિંતા પ્રેરે એવું અવશ્ય છે જ. આજે નાની દેખાતી આ સમસ્યા ટૂંક સમયમાં જ મોટું સ્વરૂપ પકડે તો નવાઈ નથી. આ એક ધીમું અને લાંબા ગાળાનું ઝેર સાબિત થઈ શકે. અતિ સર્વત્ર વર્જયેત. સામાજિક સીરિયલો માટેના ચાહકવર્ગનો વધુ પડતો લગાવ ભાવિ સમાજને કઈ દિશામાં દોરી જશે, એ વિશે ચિંતા અને ચિંતન બન્ને કરવાનો સમય પાકી ગયો છે. સીરિયલ-દર્શકોની વિવેકબુદ્ધિ જ આમાંથી સાચો માર્ગ કાઢી શકે.

અગાઉ જણાવ્યું તેમ, શરૂઆતથી જ હું આવી કોઈ સીરિયલો જોતી નથી. મારી આસપાસ થતી લોકજીભે ચર્ચાતી વાતો અને આસપાસના વાતાવરણનો થોડા સમયના અભ્યાસ પછી જ મેં ઉપરોક્ત ચિતાર રજૂ કર્યો છે. માત્ર સીરિયલનાં ઉપરોક્ત કેટલાંક પાત્રો અંગેની યથાર્થતા નક્કી કરવા પૂરતી જ દસેક મિનિટ જેટલો એ સીરિયલોનો કેટલોક ભાગ જોયો છે. અગર જો કોઈ સંસ્થા દ્વારા આ વિષય ઉપર રીતસરનું સર્વે કરી અભ્યાસ કરવામાં આવે તો તેનાં તારણો ચોક્કસ આપણા સૌની આંખો ચાર કરી દેનારાં હશે જ, એવા વિશ્વાસ સાથે વિરમું છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દીકરો – વિનોદિની નીલકંઠ
અગ્રંથસ્થ શબ્દયાત્રા – રાવજી પટેલ Next »   

30 પ્રતિભાવો : સામાજિક ટી.વી. સીરિયલો – આભા ટંડેલ

 1. gujarati_gujju says:

  સાચી વાત કરી. ટીવી સીરીયલો નુ આ ધીમુ ઝેર કુટુંબીક ભાવનાઓ ને મારી રહ્યુ છે.

 2. કલ્પેશ says:

  ખબર પડતી નથી શુ લખુ.

  મને લાગ્યુ કે આનો કોઇ ઇલાજ તમારી પાસે હશે. વિવેકબુદ્ધિ હોત તો શુ કહેવુ?
  બધા મહાપુરુષોની જરુર જ ન પડતે ને?

  અને ભારતીય સંસ્કૃતિ આટલી નબળી હોય તો એનો શો અર્થ?

  મા-બાપ માટે કોઇ અભ્યાસક્રમ શરુ થાય તો ઘણુ સારુ થશે. જેમ પૈસા આપીને જમવાનુ મંગાવી શકાય છે તેમ દરેક પોતાના બાળકોને ભણાવવાનુ કામ આઉટસોર્સ કરી રહ્યા છે. શિક્ષકોને પૈસા આપો અને એમના પર જવાબદારી નાખો.

  જેમ હોટલમા શુ ખાઇએ છીએ અને એમા શુ ભેળવવામા આવે છે એ આપણે જાણતા નથી (અને કદાચ જાણવા માંગતા નથી), કદાચ એવો જ વિચાર ભણતરનો થઇ રહ્યો છે.

  એક બીજી વાતઃ હંમેશા ભૂતકાળમા ઘણુ સારુ હતુ એમ બધાને લાગે છે. તે છતા, વર્તમાનમા આપણે એનુ અનુકરણ કરતા નથી.
  બધા પોથીના પંડિત છીએ, નહી?

  • Vijay says:

   વિવેકબુદ્ધિ????? – આ તે વળી કઈ બલાનુ નામ???? –

   Seller can survive only if BUYER SUPPORTS.

   જેમ હોટલમા શુ ખાઇએ છીએ અને એમા શુ ભેળવવામા આવે છે એ આપણે જાણતા નથી (અને કદાચ જાણવા માંગતા નથી), કદાચ એવો જ વિચાર ભણતરનો થઇ રહ્યો છે.

   >> જેમ હોટલમા શુ ખાઇએ છીએ અને એમા શુ ભેળવવામા આવે છે એ આપણે જાણિએ છીએ, – Still we eat it with proud…. Same way we know about education (preapring kids for future life’s slavary) but still we do it. Because…….વિવેકબુદ્ધિ????

   આભાર

 3. સાચી વાત. શું જોઇએ છીએ અને શું ગ્રહણ કરીએ છીએ તે અગત્યનું છે.

 4. Gandabhai Vallabh says:

  “અગર જો કોઈ સંસ્થા દ્વારા આ વિષય ઉપર રીતસરનું સર્વે કરી અભ્યાસ કરવામાં આવે તો તેનાં તારણો ચોક્કસ આપણા સૌની આંખો ચાર કરી દેનારાં હશે જ, એવા વિશ્વાસ સાથે વિરમું છું.“

  આ લેખ તો 2003માં લખાયો છે. આજે 2010માં પરીસ્થીતી વધુ વણસી હશે કદાચ. પણ આપણે ત્યાં ભારતમાં આવી સર્વે કોઈ કરે છે ખરા? આ સાત વર્ષમાં કોઈએ કશું કર્યું છે?

  પણ આનો ઉપાય શો?

  મારા જેવા વર્ષોથી પરદેશમાં રહેનારને તો કશો ખ્યાલ આવે તેમ નથી. હા, અત્યારે અહીં ન્યુઝીલેન્ડમાં પણ આ સીરીયલો જોવા મળે છે, અને સીટીંગ રુમમાં બેઠેલો હોઉં આથી કેટલોક ભાગ જોવા મળે છે, જે આ લેખમાં જણાવ્યા મુજબ જ હોય છે એમ લાગે છે.

  સરસ ઉપયોગી લેખ.

 5. ખુબ સુંદર લેખ
  tv ભૂત છે આનો સામુહિક બહિસ્કાર કરવો જોઈએ
  નાના બાળકો ને માયકાંગલા અને સત્વ હીન બનાવે છે

  વિવેકબુદ્ધિ ની વાત કરતા હોય તો ઉભા રહેજો ભાઈ
  બાળકો માં વિવેકબુદ્ધિ ના હોય

 6. જગત દવે says:

  પહેલાં મારા પિતાજીએ અને હવે મેં આવી રેઢીયાળ ધારાવાહિકો ન જોવાની પરંપરા આમારા પરિવારમાં જાળવી રાખી છે. સદભાગ્યે મને મારી અર્ધાંગિનીનો સહકાર પણ મળ્યો છે. કોમ્પ્યુટર / વિડીયો ગેઈમથી પણ બાળકો ને હજુ દુર જ રાખ્યાં છે.

  બીજા પરિવારો ને પણ આમ જ કરવાની વિનંતીથી વધું તો શું કરી શકાય??????

  ૧. રજાના દિવસે બાળકો ને / પરિવાર ને બાગમાં, મ્યુઝીયમ, પ્રાણી સંગ્રહાલય લઈ જાવ.
  ૨. બાળકોને out-door રમતો રમવા પ્રોત્સાહન આપો/ out-door રમતનાં સાધનો લઈ આપો.
  ૩. tv જોતાં સમયે બાળકોની હાજરીનો ખ્યાલ રાખી ને તેમનાં કુમળા મન પર અસર કરે તેવા દ્રશ્યોથી દુર રાખો.
  ૪. કોઈ એવા દ્રશ્યો આવી જાય તો તેને શું સારુ ને શું ખરાબ તેની સમજણ આપો.
  ૫. પુસ્તકો વસાવો, વાંચો અને વંચાવો.
  ૬. પુસ્તકાલય જો નજીકમાં હોય તો સભ્ય બનવામાં વિલંબ ન કરો.
  ૭. નવરાશનાં સમયે સમયાંતરે બાળક સાથે ચેસ, કેરમ કે લુડો, વેપાર કે જેવી રમતો રમો.
  ૮. પારિવારીક મિત્રો સાથે સહ-પરિવાર વાર્ંવાર ઘર અથવા બહાર મળવાનું રાખો. (tv જોવાની આદત અને સમય ઓછા થશે)
  ૯. શારીરીક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગતા કેળવો, શારીરીક પ્રવૃતિની આદત અને તે માટે મનોબળ કેળવો
  ૧૦. આ લખેલ સુત્રો ને અપનાવો અને પ્રસ્ન્નતાને મહેસુસ કરો.

  • Namrata says:

   ખૂબ સરસ સૂચનો જગતભાઈ

  • trupti says:

   જગતભાઈ,
   ખુબજ સરસ અને બધાજ મા-બાપે અનુસરવા જેવા સુચનો. આવા સરસ સુચનો આપવા બદલ આભાર પણ મહદ અંશે જોવા મા આવ્યુ છે કે ઘણીવાર મા-બાપજ ટી.વી. ના edict હોયછે. અને જયારે કુંવા માં હોય તો હવાડા માં આવે. પહેલા મા-બાપે સમજવાની જરૂર છે. મેં તો ધણા ઘર મા જોયુ છે અને સાંભળીયુ છે કે, પતીદેવો ને સીરીયલ ના ટાઈમે ઘરમા આવવાની પણ મનાઈ ફરમાવતા ઘણી સ્ત્રીઓ અચકાતી નથી.
   હવે મુંબઈ જેવા શહેરમા જ્ગ્યાનીં તંગી ને લીધે દિવાનખાના એ ઘરમા રહેતા ધરડા મા-બાપ અને દાદા-દાદી નો શયનખંડ નું સ્થાન લઈ લીધુ છે. સ્વાભાવીક છે તેઓની ઉંમરને જોતા તેઓ ધરકામ મા કોઈ રીતે ઉપયોગી ન થઈ શકે અને ન તો તેઓ બપોર ના સમયે બહાર જઈ શકે એટલે સમય પસાર કરવા ટી.વી. થી બીજુ કંઈ સસ્તુ અને સુગમ માધ્યમ હોયજ ન શકે, એ પણ એક કારણ ટી.વી. નો વ્યાપ વધવાનુ છે. બીજુ કારણ બન્ને મા-બાપનુ કામ કરવા બહાર જવુ. મા-બાપ બાઈ ના ભરોસે પોતાના બાળક ને મુકી ને કામ પર જતા રહે પછી, બાઈ ને વધુ વખત કટકટ વગર બાળકનુ ધ્યાન રાખવાનુ હોય ત્યારે આસાન રસ્તો બાળકને શાંત રાખવાનો ટી.વી.જ છે. બાળકને કાર્ટુન નેટ વર્કે કે પોગો ચાલુ કરી આપો, ચું કે ચાં કર્યા વગર એક જગ્યાએ બેસીને ટગર-ટગર જોયા કરશે. તેની સાઈડ ઈફેક્ટ ‘Obesity’ and ‘arrogance’

   • Gopal Shah says:

    ત્રુપતિ બેન,

    જય શ્રી ક્રિષ્ણ. જો શિખવા મળે તો એ શિખો કે TV, Computer, Video Game આ બધુ એ ક્ષણિક આનંદ અને અધિક માથા નો દુઃખાઓ આપે છે…. મારા દિકરા એ એના ઘરે આપડિ હિન્દિ TV ચેનલો કરતા – English નિ અને એમા પણ Science and Discovery – Cartoon Network – Baby TV એવિ ચેનલો લિધિ છે…. અને સાચુ પુછો તો એકતા કપુર નિ સિરિયલ માં વાસ્તવિક કરતાં કાલ્પનિકતા વધુ હોય છે….. દરેકે દરેક સિરિયલો નિ પાછળ એકજ ઘટિ પિસિ કહાનિ…. અને એમાં પણ સ્ત્રીઓના પાત્ર તો જાણે કયા યુગ માંથિ શોધિને લાવે છે – રામ જાણે…. હુ તો હંમેશા કહુ છું કે એકતા કપુરે તો ભારતીય નારી ને ક્યાં થી ક્યાં લઇ આવિ…. કેવા કપટો અને દાવપેજ રમતિ દેખાડિ છે…. એને દરેકે દરેક ધારવાહિકો માં ભારતીય નારિ નિ સભ્યતા, સંસ્ક્રુતી, સુંદરતા, માન અને મર્યાદા નાં “વસ્ત્રહરણ” કર્યા છે….. મેને એમ સમજાતુ નથિ કે આવા ધારવાહિકો બનાવિને, પ્રસારિત કરિ ને અને જોય ને લોકો નો શો ફાયદો થતો હશે? કોઇ ને કાંઇ શિખવા મળતુ નથિ….

    • Mitali says:

     Namashte Gopalbhai,
     I am agree with you 100%, These hindi TV serials are very bad, I never liked then. when my in-laws visited us for 1 year in US, i notice that my mother in law was very addicted to these TV serials that my husband had to get few channels for her. I also notice that when my MIL miss any episodes she get very irritated and gets mad at my FIL. I though it was funny, but then i have read many articles like these online about how these soaps are addicative, specially for house wife back home, and they really do react to it. I even see that my husband and my MIL used to argue about her watching too much of it, but then it has been happening for many years now i think she is very addictive to it just like alcoholism. Something needs to be done about this soaps. It has been affecting big group of people back home as well i think.

    • trupti says:

     ગોપાલભાઈ,
     જયશ્રી કૃષણ,

     હું તમારી જોડે ૧૦૦% સંમત થાઉ છું. હું પોતે એક્તા કપુરની એકે સીરીયલ જોતી નથી. અને સાચ્ચુ કહું તો મને ટી. વી. જોવાનુ જરાય ગમતુ એ નથી અને એકી સાથે એક જગ્યાએ હું બેસી પણ શકતી નથી. પિક્ચરતો મને યાદ નથી મેં કયારે છેલ્લુ ટી.વી. પર જોયુ હતુ. ગુજરાતી નાટકનો શોખ છે, સી.ડી પર ઘરમા ચાલુ કોઈએ કર્યુ હોયતો તે પણ મે એકી સાથે બેસીને જોય નથી.
     આતો બધા ધંધા ધારી લોકો છે તેમનુ પ્રોડક્ટ વેંચવા નીકળ્યા છે, એતો આપણા પર નિર્ભર છે કે આપણે શું ખરીદવું.

 7. ટી.વી. સીરીયલ નો અતિરેક નુકસાનપ્રદ હોઇ શકે. બાકી TRPના યુધ્ધમાં દર્શકો ધારે તે સીરીયલ ને પાણીચું આપી શકે છે.
  સામાજિક અસર —
  “–સાત-આઠ વર્ષના બાળકને સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધનો ખ્યાલ આવી જવા લાગ્યો છે.”
  અલગ અલગ પ્રજાની દ્રષ્ટિ અલગ હોય છે. મારો હમણાંનો અનુભવ–>
  અહિં ઑકલેન્ડમાં મારા દોહિત્ર માટે એક પ્લે સ્કુલમાં પ્રવેશ માટે ગયા. સુવિધાઓમાં મે જોયુઁ કે છોકરા-છોકરી માટે કૉમન ટૉયલેટ હતું. મેં આ વિષે પુછ્યું તો જવાબ મળ્યો,’ તો જ બાળકોને સ્ત્રી-પુરુષનો ભેદ સમજાયને !’

 8. hiral says:

  I can not resist to tell the soultion which I learnt from my mother. (In childhood time, when children follows their parents blindly)

  after ramayan she used to sing…”Time is money” …”Time is Money”….and start preparing food..switch off the TV and then tell us…..see…”TV walao ne kamani nu sadhan chhe serials bananvvi …aapne ne jova na paisa male chhe?…..”…je jova jevu hatu e to joyu j ne…..these words were constant bombarding on our mind and we learnt the art that how to be away from TV or from unnecessary things….

  then either we have to go to library (sunday afternoon – gujarat vidhyapith) or need to sit for some creative work….
  and that is the reason..till today, I don’t watch TV by thinking…. “aapan ne jovana paisa male chhe?”…..time is money…time is money…..and do planty of creative work…and result is….i can focus more on my dreams

  • hiral says:

   Pujay Ajay Sagarji maharaj sahebe ek vaar saras vaat kaheli about internet…
   constant information bombarding era..now we need to learn first what is useful information and what is not?
   if we don’t learn that…then we are worse then cow and baffelo…who eat whatever they get on road in city..infact we become pig.

 9. Harshad KAPADIA says:

  New generation is glued on watching garbage on television or internet. They do not like to read books or do any useful activity. It is shame. With global market, the companies will be putting new items in market and they do not care about the moral. When people watching serial, they do not answer any phone call.

  I hope this will change one day. The leaders are worried about their pockets, so they can fill them fast.

 10. Gopal Shah says:

  ઘણો સરસ લેખછે. જો શિખવા મળે તો એ શિખો કે TV, Computer, Video Game આ બધુ એ ક્ષણિક આનંદ અને અધિક માથા નો દુઃખાઓ આપે છે…. મારા દિકરા એ એના ઘરે આપડિ હિન્દિ TV ચેનલો કરતા – English નિ અને એમા પણ Science and Discovery – Cartoon Network – Baby TV એવિ ચેનલો લિધિ છે…. અને સાચુ પુછો તો એકતા કપુર નિ સિરિયલ માં વાસ્તવિક કરતાં કાલ્પનિકતા વધુ હોય છે….. દરેકે દરેક સિરિયલો નિ પાછળ એકજ ઘટિ પિસિ કહાનિ…. અને એમાં પણ સ્ત્રીઓના પાત્ર તો જાણે કયા યુગ માંથિ શોધિને લાવે છે – રામ જાણે…. હુ તો હંમેશા કહુ છું કે એકતા કપુરે તો ભારતીય નારી ને ક્યાં થી ક્યાં લઇ આવિ…. કેવા કપટો અને દાવપેજ રમતિ દેખાડિ છે…. એને દરેકે દરેક ધારવાહિકો માં ભારતીય નારિ નિ સભ્યતા, સંસ્ક્રુતી, સુંદરતા, માન અને મર્યાદા નાં “વસ્ત્રહરણ” કર્યા છે….. મેને એમ સમજાતુ નથિ કે આવા ધારવાહિકો બનાવિને, પ્રસારિત કરિ ને અને જોય ને લોકો નો શો ફાયદો થતો હશે? કોઇ ને કાંઇ શિખવા મળતુ નથિ….

 11. Veena Dave. USA says:

  કોઈ સોસાયટીવાળાએ પહેલ કરી ? કે અમે કોઇ ચેનલ જ નહિ લઈએ અમે બધા સાથે મળીને એક રવિવારે પિકનિક કરીશુ, બીજા રવિવારે સાંજે વારતા કરીશુ (આ કામ વડિલો કરી શકે), ત્રીજા રવિવારે કોમનસેન્સ/દુનિયાના સારા સમાચારની વાત અને ચોથા રવિવારે બાળકો પોતાની વાતની રજુઆત્ કરે વગેરે વગેરે……
  સંસ્કાર અને સંસ્ક્રુતિ શબ્દ બોલી બોલીને ઘસી નાખ્યો છે. શરુઆત પોતાનાથી થવી જોઈએ, પોતાના પર અંકુશ નહિ અને સલાહ મફતમા.
  ટી વી સિરીયલે કેટ્લાયના ઘર બરબાદ કરયા છે. કોણ ઘરમાં ભારે સાડિઓ અને ઘરેણાંથી લથબથ થઈને બેસે છે? ખોપડિયામે બેલેન્સ હૈ યા પાર્ટી ઉઠ ગઈ હૈ?
  રીમોટ કન્ટોલ હાથમા રાખુ છુ.

  • trupti says:

   વિણાબહેન,

   બહુજ ઉમદા વિચાર, પણ અમલ કોણ કરશે? બહાર પિકનીક પર જવા ના પૈસા પડશે! વાર્તા મા કોને રસ છે?, કોમનસેન્સ એ કઈ બલાનુ નામ છે? અને બાળકો પોતાની શું રજુઆત કરશે? કયો મોબઈલ સારો, કે ક્યા બાન્ડ નુ જીન્સ ટી શર્ટ લેવુ કે બીજુ કાંઈ? આખી ને આખી સિસ્ટમજ ખરાબ છે.
   તમે કીધુ એ પ્રમાણે કોણ ધરેણા અને મેક- અપ કરી ને ઘર મા બેસે છે? પણ છતાએ લોકો જુએ છે અને અનુસરે છે. સીરીયલમા પહેરાતા ધરેણા અને ચાંદલા ઓ માટે હવે રીતસર ના ધરમા બજેટ બને છે! આતો બધા ધંધા ધારી લોકો છે તેમનુ પ્રોડક્ટ વેંચવા નીકળ્યા છે, એતો આપણા પર નિર્ભર છે કે આપણે શું ખરીદવું. પણ દેખાદેખી ના જમાના મા કોણ કોને સમજાવે?

   • trupti says:

    વિણાબહેન,
    બીજી એક વાત, હવે તો કેબલના જમાના ગયા અને ડિશ ટી.વી. આવ્યા. ટાટા સ્કાય, રિલાય્ન્સ, ડિશ ચેનલ વિ. જેમા અમુક ચેનલો જોડે અમુક ફ્રી…………… CNN, BBC, Discovery, Animal Planet, SportsChennal, ESPN, વિ. ચેનલો લેવી હોય તો એની જોડે સ્ટાર, સોની, જી વિ. તો આવવાનીજ. કરવુ શું? કેબલ કે ડિશ ન લઈએ તો ફ્ક્ત ડી.ડી. નેટવર્કેજ જોવા મળે અને તેના પર ખાલી સ્થાનીક કાર્યક્ર્મજ આવે, દેશ-દુનીયા જોડે સંપર્ક કેવી રીતે રાખવો? જેમ દરેક સારી બાજુ ની નરસી બાજુ હોય છે તેમ નરસીબાજુ ની સારી બાજુ પણ હોય છે. બેલેન્સ આપણે કરવા નુ છે.

    • Veena Dave. USA says:

     મે ચેનલ કે ડિશ મારા ઘરમા લીધુ જ નથી અને હા મને સવારમા અને સાજે ન્યુઝ જોવાની ટેવ છે, ઘણા ન્યુઝ ઇન્ટ્રનેટ પરથી મળી જાય્ વાત પૂરી થઈ. મે મારા ઘર પુરતુ સંભાળી લીધુ છે અને કોઇ એક્સક્યુઝ પણ નહિ.

    • Chirag says:

     Dear Trupti Didi,

     You should get the “V” cheep – that acts as “Parental Control”. You can block any channel you want. So you select all the channels you don’t want to see – add them to the V Cheep List and thats all – all you will see is the heading of the channel but if its blocked – you will never see anything on TV. That way you control what you want to see and its has Password protection so no one can unlock blocked channels unless they know your password. I don’t have that in my TV but its a great option!

     • trupti says:

      ચિરાગભાઈ,
      તમારો માહિતિ આપવા બદલ આભાર. ભગવાનની દયાથી, મારા ઘરમા ટી..વી. ચેનલોની બદી ધુસી નથી ગઈ માટે મારે ચાઈલ્ડ લોક કરવાની જરુર નથી પડી. પણ આજના ટેકનોલોજી ના જમાના સેટૅલાઈટ ટી.વી વાળાઓ એ સુવીધાઓ પણ આપેછે જેનો મા-બાપે ઉપયોગ કરવો જોઈએ.

 12. Jagruti Vaghela U.S.A. says:

  ખરેખર આવી વાહિયાત સામાજિક સિરિયલોનુ દુષણ લોકોને ખોખલા બનાવી દેશે.
  અમે આવી સિરિયલો બતાવતી ચેનલો જ નથી લીધી..બાળકને કેટલો સમય અને કેવા પ્રોગ્રામ્સ જોવા દેવા જોઈએ તે માબાપે જ નક્કી કરવું જોઈએ. જ્યારે લોકો પોતાના મનથી મક્કમ થઇ પોતાને અને બાળકો તથા પરિવાર માટે શું સારુ છે તે નક્કી કરે ત્યારે જ આવા દુષણથી દૂર રહી શકાય.. અહી લાયબ્રેરિમા બાળકો માટે ખૂબજ સરસ વિવિધ પુસ્તકો ઉપલબ્ધ હોય છે ઉપરાંત બાળકો માટે લાયબ્રેરિમા સ્ટોરિટાઈમ, ડ્રોઈંગ,પેઈંટિગ, બોર્ડગેઈમ્સ વિગેરે પ્રોગ્રામ્સ્ પણ હોય છે તેમ ત્યાં પણ્ આવી એક્ટિવિટિઝ કરાવી શકાય. આવી સિરિઝો જોવા કરતા આ બધી પ્રવ્રુત્તિમા ગૃહિણીઓ વોલેન્ટિઅર વર્ક કરી શકે. અહીંયા ક્યારેક કડક્ડતી ઠ્ંડી અને સ્નો ને કારણે ઘરમા રહેવાનુ ફરજિયાત થઈ જાયછે જ્યારે આપણે ત્યાં તો આવા પ્રોબ્લેમ નથી તો આઊટ્ડોર ગેઈમ્સ રમી શકાય.

 13. Ramesh Desai. USA says:

  very nice article. Let us hope that the most of families will follow this. Thanks

 14. ranjan pandya says:

  ટિ વી સિરિયલો માં કામ કરતા કલાકારો હોય કે ફિલ્મમાં કામ કરતા, તેઓ તેમના ખિસ્સા લાખો કરોડોમાં ભરે છે અને આપણા ખાલી થાય છે બીલ ભરીને. બદલામાં દર્શકને શું મળે? સમયની બરબાદી, પૈસાની બરબાદી ,સંસ્કારોની બરબાદી , બાળકોના ભણતરની બરબાદી, કંઇક અંશે આરોગ્યની પણ બરબાદી,સાચ્ચે જ ઇડિયટ બોક્સની બલિહારી છે…..

 15. કૈલાશ ભટ્ટ says:

  એકતા કપૂર અને એના જેવા લોકોએ ભારતની સંસ્કૃતિની ઘોર ખોદી છે – આ લોકો સૌથી મોટા ટેરરિસ્ટો છે.

  આપણાં મન અને બુધ્ધિની બે બાજુ હોય છે – conscious and subconscious.

  કદાચ પુખ્ત વયનાં conscious મન અને બુધ્ધિ નક્કેી કરેી શકે કે શું સારૂં અને શું ખરાબ પણ જે subconscious મન / બુધ્ધિ પર જે ખરાબ અસર પડે એનું ભાન લાંબા ગાળે થાય અને જ્યારે એ ભાન થાય ત્યાં સુધીમાં ભયંકર નુકશાન થઈ ગયું હોય છે.

  એટલાં માટે જ આપણાં શાસ્ત્રોમાં શું જોવું અને શું સાંભળવું એના માટે સાવચેત રહેવાનું કહેલ છે.

  ટીવી સિરીયલો બનાવવાવાળાં તો હરામખોરો છે પણ જોવાવાળાં તદ્દ્ન મૂરખાઓ છે.

  કુમળી વયનાં બાળકોને શું જોવા દેવું અને શું જોવા ન દેવું એ વિચાર ન કરનારા લોકો પોતાનાં બાળકોનાં સૌથી મોટા દુશ્મન છે. મેં એવા મા-બાપો પણ જોયા છે જે ચાર / છ વર્ષનાં બાળકોને લઈને મલ્લિકા શેરાવતનાં સિનેમા જોવા જતા હોય અને પોતાની દિકરી મલ્લિકા શેરાવત જેવો ડાંસ કરે તો ગર્વ અનુભવે!

  અમારાં ઘરમાં બાળકો નાનાં હતા ત્યારે અમે કયારેય ટીવી સિરીયલો બતાવી નહીં અને હવે જ્યારે મોટા થઈ ગયા ત્યારે જો ટીવી સિરીયલો ચાલુ હોય તો પણ એમને જોવામાં રસ પડતો નથી. મારાં બન્નેં બાળકો ભણવામાં તો હોંશિયાર છે જ પણ એમનાં શોખોમાં વાંચન અને સંગીત છે જે જો અમે ટીવી સિરીયલોનાં નાદમાં પડયા હોત તો એ માણી ન શકતે.

  ખરેખર આ વિષય એવો છે કે જેમાં શું સાચું અને શું ખોટું એ સાવ સીધું છે તેમ છતાં લોકોની અક્કલ ચાલતી નથી અને સમાજનું સત્યાનાશ થઈ રહ્યું છે!

 16. Ashish Dave, Sunnyvale, Califronia says:

  તારક મેહેતાએ એક વાર કહયુ હતુઃ મગજ વગરના બનાવે અને મગજ વગરના જુવે એનુ નામ તે આજની સીરીયલ… અને હવેતો લોકોના સ્વયંમવરો પણ TV ઉપર થાય છે.

  There are many good TV programs that can be watched and learned from so no point in blaming TV. Kids do not understand that and therefore they must be controlled.

  Outdoor activities are must and I have always enjoyed them with my family. I love to play cricket and I am playing for our local league throughout the year. I love hiking and enjoy that with friends time to time.

  Nice article and equally enjoyable comments…

 17. Bhalchandra, USA says:

  TV is not bad. It is like fire. You can either cook your food or burn down house. TV can help you to learn what great minds think about important concepts and goals in our short life. TV can help you to make social networking and sharing. I enjoy watching Amercan football with my son, Bollywood movies with my daughter and wife and when I am alone, I watch news on Public Broadcasting Service. TV is NOT bad, how we use it makes it good or bad!!!!

 18. કૈલાશ ભટ્ટ says:

  Indeed – not all programs are bad. My son enjoys watching National Geographic and History channel on TV. But the point is that if parent’s mentality is so pit-class that they only enjoy “Baa Baby and whatever nonsense” or “Saas bhi kabhi…” etc. – how can one expect children to cultivate better interest? The other sicko on Indian TV is reality shows – they are ultimate sick mentality…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.