રીડગુજરાતી વિશે…. – મૃગેશ શાહ

[ વિષયપ્રવેશ : માતૃભાષા વિશે આદરણીય શ્રી ગુણવંતભાઈ શાહ કહે છે કે : ‘તમે જો એમ માનતા હો કે આપણી માતૃભાષા ગુજરાતી કદી પણ મરવાની નથી, તો તમે ભોળા માણસ છો. તમારાં સંતાનોના સંતાનો અત્યારે કેવું ગુજરાતી બોલે છે ? તેઓ કયું ગુજરાતી વાંચે છે ? તેઓ અડધાંપડધાં તમારાથી પરાયાં પરાયાં કેમ લાગે છે ? આપ પ્રશ્નો પર વિચાર કરશો તો તમને ગુજરાતી ભાષાના ધીમા મૃત્યુનો અણસાર આવી જશે. ગુજરાતની પ્રજાને મારી વિનંતી એટલી જ છે કે ગુજરાતી ભાષા લુપ્ત થાય તેની છેલ્લી કડી આપણે ન બનીએ. ભાષાને નહીં, આપણી જાતને બચાવવાની છે. ભાષાને નહીં, આપણી સંસ્કારીતાને બચાવવાની છે. ભાષાનું મૃત્યુ કલ્ચરનું મૃત્યુ. કલ્ચરનું મૃત્યુ એટલે એવું મૃત્યુ કે જેમાં સ્મશાને જવાનું ફરજિયાત નથી.’

Picture 091કંઈક આ પ્રકારના ભાવને લઈને તાજેતરમાં ગુણવંતભાઈના નેતૃત્વ હેઠળ ‘માતૃભાષા વંદના યાત્રા’ યોજાઈ રહી છે. ગાંધી નિર્વાણ દિન તા. 30 જાન્યુઆરી, 2010, ના રોજ આદ્ય કવિ નરસિંહની ભૂમિ જૂનાગઢથી શરૂ થઈને આ યાત્રા તા. 6, ફેબ્રુઆરી, 2010 શનિવારના રોજ નર્મદનગરી સુરતમાં સંપન્ન થાય તેવું આયોજન થયું. ગુજરાતનાં અઢાર નગરોમાં આ યાત્રા જાય, સભા થાય, સંમેલનો થાય, માતૃભાષાના મહિમાગાન કરતા વિવિધ કાર્યક્રમો થાય તેમજ સાહિત્ય-શિક્ષણ-સમાજના પચાસથી વધુ ટોચના મહાનુભાવો સ્થળે સ્થળે પોતાનો ટેકો કરે તેવું આયોજન કરવામાં આવ્યું. આ લખાય છે ત્યારે ગઈકાલે ‘માતૃભાષા વંદના યાત્રા’ વડોદરા આવી પહોંચી જેમાં શ્રી અંકિતભાઈ ત્રિવેદીના સંચાલન હેઠળ, શ્રી ગુણવંતભાઈ શાહ તેમજ શ્રી પ્રવીણભાઈ દરજીએ માતૃભાષા વિશે મહિમાગાન કર્યું તેમજ માતૃભાષાના સંવર્ધન અને વિકાસ માટે પોતાના સુંદર વિચારો રજૂ કર્યા.

‘નરસિંહ થી નર્મદ’ સુધીની આ યાત્રાનું આયોજન કરનાર આયોજકોને આ સાથે એ વિચાર પણ આવ્યો કે : ‘માતૃભાષા વંદના યાત્રા પછી શું ?’ તેઓને લાગ્યું કે આ વિચાર વંદનાયાત્રામાં ભાગ ન લીધો હોય તેવા સજ્જનો તેમજ સમાજના પ્રત્યેક વર્ગના લોકો સુધી પહોંચવો જોઈએ. માતા-પિતાના ગળે આ વાત ઉતારવા માટે સાહિત્યકાર-સમાજશાસ્ત્રી-ચિંતકોના શબ્દોની જરૂર પડે. લોકોને આ વાત દિલથી સમજાય તે જરૂરી લાગ્યું. આથી આ માટે એક સંપાદન તૈયાર કરવામાં આવ્યું જેમાં અધિકૃત વ્યક્તિ વિશેષના આધારભૂત શબ્દો હોય. આ પુસ્તકનું નામ રખાયું ‘માતૃભાષાનું મહિમાગાન’. ગુણવંત શાહ, વિનોદ ભટ્ટ, ફાધર વાલેસ, પ્રવીણ દરજી, રજનીકુમાર પંડ્યા, દિનકર જોષી, વર્ષા અડાલજા, અમૃતલાલ વેગડ, ભોળાભાઈ પટેલ, મણિલાલ હ. પટેલ, શાહબુદ્દિન રાઠોડ વગેરે સૌના માતૃભાષા માટેના વિચારોનો સમાવેશ કરવામાં આવ્યો. આ સંપાદનમાં ‘રીડગુજરાતી’ વિશે કંઈક લખવાનું મને પ્રકાશક શ્રી વનરાજભાઈ તરફથી નિમંત્રણ મળ્યું. જે કંઈ સહજ લખાયું તે લેખ સ્વરૂપે આ પુસ્તકમાં સમાવિષ્ટ થયું. આજે તે લેખ આપની સામે પ્રસ્તુત કરું છું. આમ તો આ સાઈટ પર ‘રીડગુજરાતી પરિચય’ અને ‘તંત્રી વિશે’ એવા બે વિભાગો છે જ – પરંતુ રોજિંકા કાર્યને લીધે તે લખવાનો સમય રહેતો નથી ! તેથી આ લેખ અહીં પ્રકાશિત કરવાનું એ જ પ્રયોજન છે કે નવોદિત વાચકોને રીડગુજરાતીનો આછો પરિચય મળી રહે. આ પુસ્તકનું શ્રી ગુણવંતભાઈના હસ્તે 30મી જાન્યુઆરીના રોજ વિમોચન થયું છે. ટૂંક સમયમાં જ આ પુસ્તક તમામ વેચાણ કેન્દ્રો પરથી મળી રહેશે. તેમ છતાં પુસ્તક પ્રાપ્તિની વિગત પ્રસ્તુત લેખના અંતે આપવામાં આવી છે. – તંત્રી, મૃગેશ શાહ.]

આજનો યુગ જેટયુગ છે. પ્રત્યેક વ્યક્તિ પાસે પોતાની માટે જ સમય હોતો નથી. ઘડિયાળના કાંટે એને દોડવાનું હોય છે. નવાઈની વાત એ છે કે જીવનની આ ભાગદોડ વચ્ચે પણ એની આનંદ પ્રાપ્ત કરવાની ઈચ્છામાં કદી ઓટ આવતી નથી. એ હંમેશા પોતાના મનને સ્વસ્થ રાખવા મથે છે. વાંચન એની માટે શ્રેષ્ઠતમ ઉપાય છે. બાહ્ય જગતના કોલાહલમાંથી થોડા સમય માટે કોઈ સાવ અલગ દુનિયામાં ડૂબી જવાની તક વાંચન આપણને આપે છે. એ દુનિયા આપણી પોતીકી હોય છે. પરંતુ સવારે નવ વાગ્યે ઑફિસે પહોંચીને રાત્રીના નવ વાગ્યે પાછો ફરતો યુવાન, કદાચ ઈચ્છે તો પણ, વાંચન માટે ક્યારે સમય ફાળવી શકે ? આનો એક જ ઉપાય થઈ શકે, જો એને એના ઑફિસ ટેબલ પર જ કંઈક ટૂંકું પણ સારું વાંચન મળી રહે – બસ, આ મથામણમાંથી જન્મ્યું રીડગુજરાતી.કોમ.

રીડગુજરાતી.કોમ એટલે જાણે કે ગુજરાતી સાહિત્યનો ફ્લાયઑવર ! સમાજના અત્યંત વ્યસ્ત એવા યુવાવર્ગ સુધી સાહિત્યને સરળતાથી પહોંચાડવાનો એક રસ્તો. સાહિત્ય તો જ જીવંત રહી શકે જો તે યુવાવર્ગના હાથ સુધી અને તે પછી છેવટે હૈયા સુધી પહોંચે. મનની શાંત પળોમાં માણેલું વાંચન મશીનમાં મુકેલા ઑઈલ જેવું કામ કરતું હોય છે. એ મનને સુસંસ્કૃત કરે છે. એ સંસ્કાર પછી પેઢીઓમાં આપોઆપ ઉતરે છે. રીડગુજરાતીનો આ સંસ્કાર વારસો જીવંત રાખવાનો એક વિનમ્ર પ્રયાસ છે.

રીડગુજરાતીનો મુખ્ય ઉદ્દેશ છે યુવાવર્ગ સુધી એવા પ્રકારનું સાહિત્ય પહોંચાડવાનો કે જે તેમને આપમેળે વાંચતા કરી દે. સૌને પોતાના જીવનનું પ્રતિબિંબ એમાં દેખાય. એક એવા પ્રકારનું વાંચન જે સૌના મનને અનેરી તાજગી અર્પે. આ હેતુથી આ વેબસાઈટ પર રોજ નિયમિત રૂપે બે ચૂંટેલા લેખો પ્રકાશિત કરવામાં આવે છે. આ લેખોમાં ટૂંકીવાર્તા, નિબંધો, સત્યઘટનાઓ, બાળવાર્તાઓ, કાવ્યો, ગઝલો, લઘુકથાઓ, પ્રવાસવર્ણનો જેવા અનેક સાહિત્યપ્રકારોનો સમાવેશ થાય છે. પ્રત્યેક લેખના અંતે વાચકો પોતાનો પ્રતિભાવ લખી શકે એવી સુવિધા રાખવામાં આવી છે આથી વાચકો અને લેખકો વચ્ચે સીધો સેતુ નિર્માણ થાય છે. પોતાને ગમતી વસ્તુ અન્યને વહેંચવાની કે કહેવાની ઈચ્છા થાય તે માનવીય સ્વભાવ છે. આપણને ગમી ગયેલી ફિલ્મ આપણે સ્વાભાવિક રીતે જ મિત્રવર્તુળમાં કહેતા હોઈએ છીએ. એવું સાહિત્યનું પણ થવું જોઈએ. આ માટે દરેક લેખના અંતે ‘E-mail To Friend’ નામની સુવિધા મૂકવામાં આવી છે. જેથી એક વાચક પોતાના મિત્રવર્તુળમાંના અનેક મિત્રોને વાંચતા કરી શકે. આ રીતે છેલ્લા સાડાચાર વર્ષથી રીડગુજરાતીના રોજના નિયમિત 5,000 થી વધુ વાચકો છે.

રીડગુજરાતીની શરૂઆત ઈ.સ. 2005માં થઈ હતી. એ પછી ટેકનોલોજીના વિકાસ સાથે તેનું સ્વરૂપ સતત બદલાતું રહ્યું છે અને વધારે ને વધારે સુવિધાઓ તેમાં ઉમેરવામાં આવી છે. છેલ્લાં સાડા ચાર વર્ષમાં આ સાઈટમાં કુલ 2800થી વધુ લેખો પ્રકાશિત થયા છે. સૌથી આનંદની વાત એ છે કે સુપ્રસિદ્ધ સાહિત્યકારોની કૃતિઓ સાથે અનેક નવોદિત લોકોના લેખો પણ એટલા જ પ્રસિદ્ધિ પામ્યા છે. જે યુવાનો વિદેશ ભણવા ગયા હોય, ક્યારેય કદી લખ્યું ન હોય – એમના દ્વારા પણ સુંદર કૃતિઓ રીડગુજરાતીને પ્રાપ્ત થઈ છે અને સૌ વાચકોમાં તે મનનીય બની છે. સ્કુલમાં અભ્યાસ કરતા બાળકોથી માંડીને વડીલો સુધી સૌ કોઈ તરફથી વિવિધ પ્રકારની રચનાઓ પ્રાપ્ત થતી રહે છે જેનાથી નવોદિતોને પ્રોત્સાહિત કરવાનો ઉદ્દેશ કંઈક અંશે સફળતાપૂર્વક પાર પાડી શકાયો છે.

આ ઉપરાંત, નવોદિતોને પ્રોત્સાહન મળે એ માટે છેલ્લાં ત્રણ વર્ષથી ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા’નું આયોજન કરવામાં આવે છે જેમાં વિશ્વના અનેક દેશઓમાં વસતા ગુજરાતીઓ તરફથી વાર્તાઓ મંગાવવામાં આવે છે. જાણીતા સાહિત્યકારો આ માટે સમીક્ષક તરીકેની સેવા આપે છે અને એમ કરતાં વિજેતા થયેલા પ્રથમ ત્રણ કૃતિને રૂ. 3000, રૂ. 2000 અને રૂ. 1000 એમ પુરસ્કાર આપવામાં આવે છે. પ્રતિવર્ષ દરેક સ્પર્ધામાં 50 થી વધુ કૃતિઓ પ્રાપ્ત થતી રહે છે. આ સ્પર્ધામાં માત્ર નવોદિતો જ ભાગ લઈ શકે છે. યુવાવર્ગમાં આ સાહિત્ય વધારે પહોંચે એ હેતુથી હવે ‘રીડગુજરાતીની મોબાઈલ આવૃત્તિ’ (http://m.readgujarati.com) પણ તૈયાર કરવામાં આવી છે. જેના દ્વારા કોઈ પણ પોતાના મોબાઈલ પર ગુજરાતી લેખો વાંચી શકે છે. આ રીતે ટ્રેનમાં પ્રવાસ કરતો મુસાફર પણ પોતાના નાનકડા મોબાઈલ પર 2800 જેટલા લેખો વાંચી શકે છે ! ઈન્ટરનેટ કનેકશન ધરાવતા અને તકનીકી રીતે સુસજ્જ હોય તેવા મોબાઈલ પર આ સુવિધા શરૂ થઈ ચુકી છે. વળી, રીડગુજરાતી પર પ્રકાશિત થયેલા આ લેખો સમાજના તમામ સાહિત્યપ્રેમીઓ સુધી પહોંચે એ માટે તાજેતરમાં જ ‘રીડગુજરાતી પુસ્તિકા’નું પ્રકાશન પણ કરવામાં આવ્યું છે.

રીડગુજરાતીને અનેક લેખકમિત્રો તેમજ પ્રકાશકમિત્રો તરફથી પુસ્તકો પ્રાપ્ત થતા રહે છે. આ પુસ્તકોમાંથી એક લેખ પસંદ કરીને પુસ્તકનો પરિચય, ફોટોગ્રાફ અને પ્રાપ્તિસ્થાનની વિગત સાઈટ પર પ્રકાશિત કરવામાં આવે છે. આ રીતે સૌ વાચકોને નવા પ્રકાશિત થતાં પુસ્તકની માહિતી મળી રહે છે અને સાહિત્યરસિકમિત્રોને એ પુસ્તક ખરીદવાની સરળતા રહે છે. વિદેશમાં વસતા ભાઈ-બહેનો આ માહિતી પ્રાપ્ત કરીને પોતાને મનગમતાં પુસ્તકો મંગાવતા હોય છે.

રીડગુજરાતીનું સ્વરૂપ ‘ઈ-સામાયિક’ પ્રકારનું છે. તેમાં પ્રકાશિત થયેલા લેખો વાચકમિત્રો ગમે ત્યારે માણી શકે છે. આથી એક રીતે તે ‘ઈ-લાઈબ્રેરી’ પણ છે. આ સમગ્ર કાર્યનો ઉદ્દેશ ઓનલાઈન વાચકો સુધી ઉત્તમ અને જીવનપ્રેરક શિષ્ટ સાહિત્ય પહોંચાડવાનો છે. નવી પેઢીને નવા માધ્યમથી સાહિત્ય તરફ વાળવાનો આ એક વિનમ્ર પ્રયાસ છે. વ્યસ્તતાને કારણે જેઓ પુસ્તક વાંચી શકતા નથી અથવા તો વિશ્વના અન્ય દેશો કે જ્યાં ગુજરાતી પુસ્તકો ઉપલબ્ધ નથી, ત્યાંના વાચકો પણ ગુજરાતી સાહિત્યના વાંચનનો લાભ લઈ શકે તે માટે આ વેબસાઈટ પ્રયત્ન કરી રહી છે. ટેકનોલોજીના માધ્યમથી આપણી માતૃભાષના સાહિત્યને વૈશ્વિક સ્તરે પ્રકાશિત કરવાનો હેતુ આમાં સમાયેલો છે.

રીડગુજરાતી ન તો કોઈ સંસ્થા છે, ન કોઈ ટ્રસ્ટ છે. તેનો કોઈ ધંધાકીય હેતુ નથી. રીડગુજરાતી કોઈ પણ સંસ્થા કે પ્રકાશનગૃહ સાથે સંકળાયેલું કે જોડાયેલું નથી. જેમ રસ્તેથી પસાર થતા વટેમાર્ગુને ઘડીક લીમડાના છાંયે આરામ મળે છે એમ રીડગુજરાતી દ્વારા સુંદર વાંચન મેળવીને સૌ પોતાના જીવનમાં એ ઠંડક પામીને સભરતાનો અનુભવ કરી શકે તોય ઘણું છે. સમી સાંજે ગામના ચોરે બેસીને કહેવાતી આપણી લોકકથાઓ જેમ કર્ણોપકર્ણ સચવાઈ રહેતી હતી, તેમ આ આધુનિક માધ્યમથી અમૂલ્ય સાહિત્યને જાળવવાની આ પ્રવૃત્તિ છે. આમાં ફરક એટલો જ છે કે આ ચોરો જરા વિશાળ છે ! તમામ જાણીતા અખબારો, રેડિયો સ્ટેશનો અને ટી.વીના માધ્યમોએ રીડગુજરાતીની નોંધ લીધી છે તે વિશેષ આનંદની વાત છે.

ઈન્ટરનેટ ધરાવતા સાહિત્યરસિક મિત્રો રોજેરોજ આ વેબસાઈટની મુલાકાત લઈ શકે છે. આપના કૉમ્પ્યુટર દ્વારા ગુજરાતી સાહિત્યના ઑનલાઈન સાગરમાં ડૂબકી લગાવવા માટે, ટાઈપ કરો : www.readgujarati.com

[કુલ પાન : 118. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : મીડિયા પબ્લિકેશન, 103-4, મંગલમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ-362001. ફોન : +91 285 2650505. ઈ-મેઈલ : media.publications@gmail.com ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લાડુની જાત્રા અને બીજી વાર્તાઓ – રમણલાલ સોની
ગુજરાતી લઘુકથાસંચય – સં. મોહનલાલ પટેલ, પ્રફુલ્લ રાવલ Next »   

48 પ્રતિભાવો : રીડગુજરાતી વિશે…. – મૃગેશ શાહ

 1. મૃગેશભાઈ અને સર્વ રીડગુજરાતીના ચાહકો/વાંચકો માટે આ એક ગર્વની ઘડી છે.

  રીડ ગુજરાતી.કોમને જે રીતે મૃગેશભાઈએ શણગારી, સંવારી અને સાચવી છે એ એક સરાહનિય કાર્યયજ્ઞ છે. આપના દ્વારા આ આપણી માતૃભાષાની સાધનાનો દિપક નિશદીન પ્રજવળતો રહે અને પ્રકાશતો રહે એ જ અભ્યર્થના .

  આપનું આ લેખમાંનું જ કે વાક્ય કોપી-પેસ્ટ કરવાની ગુસ્તાખી કરૂં તો ક્ષમા કરશો.

  ‘જેમ રસ્તેથી પસાર થતા વટેમાર્ગુને ઘડીક લીમડાના છાંયે આરામ મળે છે એમ રીડગુજરાતી દ્વારા સુંદર વાંચન મેળવીને સૌ પોતાના જીવનમાં એ ઠંડક પામીને સભરતાનો અનુભવ કરી શકે તોય ઘણું છે.’

  કેટલી સરસ વાત કહી છે આપે!
  આપને હાર્દિક અભિનંદન… અને રીડગુજરાતીના તમામ ચાહકોને પણ અભિનંદન..

  આપની ભાષા…ગરવી ભાષા…મારી ભાષા…તમારી ભાષા.. ગુજરાતી ભાષા.. જુગ જુગ જીવો ગુજરાતી ભાષા.

 2. hardik says:

  મૃગેશભાઈ,

  અભિનંદન. રીડગુજરાતી ઊતરૉતર પ્રગતિ કરે.
  બહુ જ સાચી વાત છે, કલ્ચર ના મૃત્યુ વખતે સ્મશાન મા જવુ નથી પડતુ.
  આપ સદા આટલા જ ઉત્સાહ થી કાર્ય કરતા રહૉ અને રીડગુજરાતી વાત્સલ્ય/સંસ્કાર/જ્ઞાન ગંગા સતત વહેતી રહે તેવી શુભેચ્છા સહ.

 3. ON SUNDAY WE HAD GUJARATI COUPLE —BUT WHEN I MET THEM THE LADY DECLARED THAT SHE WAS
  BROUGHT UP IN DELHI –AND SHE CAN NOT SPEAK GUJARATI –AND THE BOY WAS DOCTOR AND SAID THAT HE IS ALSO SPEAKING IN ENGLISH ONLY –I JUST TOLD THAT WHICH LANGUAGE YOUR SON WILL SPEAK? THEY PROUDLY TOLD —AMERICAN ENGLISH —–
  I HAVE MADE A RULE IN MY HOUSE –AT HOME OUR MOTHER TONGUE GUJARATI –OUTSIDE YOU CAN SPEAK BUSINESS LANGUAGE –FRENCH –ENGLISH –OR ANY AS PER YOUR BUSINESS
  I AM TYPING IN ENGLISH BECAUSE IT IS EASY AND FAST –BUT IN MY WRITING AT ALL LETTERS AND ANY OTHER ARTICLE –USE GUJARATI OR HINDI —IF REQUIRED I GIVE TRANSLATION IN ENGLISH

 4. trupti says:

  મારી દિકરી ની સ્કુલમાતો એમના પ્રિનસીપલે સાદા અને સીધા શ્બ્દો મા અમને કહી દીધુ હતુ કે,” તમે ફ્ક્ત તમારી માત્રુભાષા નો ઘરમા વિચાર કરજો અને બીજી બધી ભાષા અને વિષયો નુ ધ્યાના અમે રાખશું” અને મારા ધરમા પણ વણ લખ્યો નિયમ છે કે બધાએ ફ્કત ગુજરાતી મા જ બોલવુ. આ માટે થઈ ને જ્યારે મારે સ્કુલની પસંદગી કરવાની હતી ત્યારે મે એવી સ્કુલ પસંદ કરી જયાં ગુજરાતી શીખડાવાતુ હોય અને મને ગર્વ છે કે મારી દિકરી ને ગુજરાતી લખતા, વાંચતા ને બોલતા આવડે છે.
  હું તો ભારત મા જ રહુ છું પણ પરદેશ મા રહી ને તે શ્ક્યતો છેજ ફ્ક્ત પ્રયત્ન અને ઈછ્છાની જરુર છે.

 5. મ્રુગેશભાઈ એક બીજી વાત જે readgujarati વિષે જણાવવાનુ રહી ગયુ છે

  readgujarati ના માધ્યમ દ્વારા સરખા વિચારો વાળા અમે સાહિત્યરસિકો સારા મિત્રો પણ બની ગયા છીયે.

  જેમ કે નયનભાઈ, જગતભાઈ, નટવરભાઈ, વાસંતિફુલ , ત્રુપ્તિબેન વગેરે

  બરાબર ને મિત્રો.

  અને હા બીજી એક વાત લેખ ના અંતે લેખક નો ફોન નંબર પણ આપેલો હોય છે. તેથી મે પોતે પણ કેટલાક લેખકો સાથે વાત કરેલી છે.

  આભાર readgujarati

  આભાર મ્રુગેશભાઈ

 6. Jyotindra Khandwalla says:

  જે લગન અને લાગણીથી ગુજરાતી ભાષાની સેવા કરી રહ્યા છો તે કાબીલેદાદ છે. તમારી વેબસાઈટ એક્દમજ પરફેકટ અને અપ ટુ ડેટ છે.

 7. આ પ્રકારના આયોજનોની આજે સાચે જ ખુબ જરૂર વર્તાઈ રહી છે .. અને મને લાગે છે કે આપણે કંઈક અંશે તો આગ લાગી ત્યારે કૂવો ખોદવાની પ્રવૃત્તિ આદરી છે પણ જેમ જાગ્યા ત્યાંથી સવાર તે રાહે આ જાગૃતિ હવે અગનજ્વાળ બની રહે એવી અભ્યર્થના પ્રાર્થવી રહી…

  પણ હું એક વિચાર સાથે થોડો અલગ અભિગમ ધરાવું છું… તમે કહ્યું કે, “માતા-પિતાના ગળે આ વાત ઉતારવા માટે સાહિત્યકાર-સમાજશાસ્ત્રી-ચિંતકોના શબ્દોની જરૂર પડે.”… તો હું એ પૂછીશ કે આજનો સામાન્ય વ્યક્તિ જેને આપણે તેના બાળકોને ગુજરાતીનું મહત્વ સમજાવવાનું કહી રહ્યાં છીએ, તેમાંના કેટલાં ને એમના માતા-પિતાએ વાંચનનો ગુણ આપ્યો અને કેટલાં મા-બાપો આજના “સાહિત્યકાર-સમાજશાસ્ત્રી-ચિંતકો” ને ઓળખે છે – જાણે છે ??? અલબત્ત કેટલી શાળાઓ(ગુજરાતી-અંગ્રેજી માધ્યમ બંને)ના આચાર્યો અને શિક્ષકો એમને જાણે છે અને જાણવા છતાં એમની નજરમાં એમની મહત્તા કેટલી કે એઓ એમના દ્વારા કહેવામાં આવેલી વાતોને ગળે ઉતારે !!?? અને આ પ્રકારના જાગૃતિ અભિયાનોના સંમેલનોમાં કેટલાં એવાં મા-બાપોની હાજરી મળે જેમને એની સાચી જરૂર છે ???

  મને લાગે છે કે આ પ્રવૃત્તિ જો પાયાના સ્તર પર, એટલે કે શાળાઓમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાથી જ જો શરુ થાય તો એની અસર ધાર્યા મુજબ આવી શકે … જે માનસ પૂર્વગ્રહથી ખંડિત નથી થયું, જે માનસ એની ડીગ્રીઓ, એના જ્ઞાનથી ગર્વિત નથી – એટલે કે બાળમાનસ – એને જ જો ટાર્ગેટ કરવામાં આવે તો એની ધારી અસર થાય એવું મારું માનવું છે…

  આવો જ અભિગમ આજની મોટાભાગની જાહેરખબરો અપનાવે છે…. તમે જો ડીઓડરન્ટ અને વાળના જેલની જાહેરાતો જોઈ હશે તો ખ્યાલ હશે કે એમાં એકદમ ૧૧-૧૨ મા ધોરણમાં ભણતાં હોય એટલી ઉંમરના છોકરાંઓને એ બધા ઉત્પાદનો વાપરીને બીજાને ઈમ્પ્રેસ કરતાં બતાવવામાં આવે છે…. જે ખુબ જ નકારાત્મક અભિગમ છે પણ આ જ અભિગમ જો આ પ્રકારના હકારાત્મક હેતુઓનાં માટે પણ અપનાવવામાં આવે તો કેવું ?? કારણ કે બાળમાનસ જ એક એવી કોરી પાટી છે જેનાં પર જે કંઈ પણ લખીએે એ ઊંડે સુધી ઉતરે…

  અહીં હૈદરાબાદમાં પણ એક ગુજરાતી મિડિયમ શાળા છે કોટી વિસ્તારમાં અને સારી એવી સંખ્યામાં બાળકો ત્યાં ભણે પણ છે… અને જ્યારે આપણે ગુજરાતમાં જ એક પ્રકારની દેખાદેખીની અસર હેઠળ ગુજરાતીની અવગણના થતી જોઈએ ત્યારે વિચલિત થઈ જવાય….

 8. પણ તે છતાં રીડગુજરાતીએ જે પ્રકારે અને જેટલાં જથ્થામાં લોકમાનસમાં પેનિટ્રેટ (જુઓ ગુજરાતીથી દુર જવાનો પ્રતાપ!! પેનિટ્રેટ કરવાની વાતને દર્શાવતો ગુજરાતી શબ્દપ્રયોગ યાદ જ ન આવ્યો !!) કર્યું છે એ સાચે જ પ્રશંસાને પાત્ર છે અને એનો તથા ગુજરાતી ભાષા સંવર્ધન કાર્યક્રમનો વ્યાપ વધુ ને વધુ વિસ્તરતો રહે એવી પ્રાર્થના ….

 9. Chintan says:

  અભિનંદન મૃગેશભાઈ,

  હમણા થોડા દિવસો પહેલા મારી સ્કૂલના આચાર્યશ્રિને મળવાનુ થયુ હતુ ત્યારે ગુજરાતી સાહિત્ય તેમજ ઇન્ટરનેટ વિશે વાત થતા તેમને રીડગુજરાતી વિશે જાણ કરી. આપણી આ સાઈટ તેમને ખુબ ગમી…એકદમ ખુશ થઈ ગયા જાણીને કે હવે આટલુ સરસ ગુજરાતી સાહિત્ય ઓનલાઈન માણવા મળશે. ગુજરાતી સાહિત્યનો આ ઓનલાઈન અભિગમ તેમને ખુબ ગમી ગયો. તેમણે પણ મૃગેશભાઈને ખુબખુબ અભિનંદન પાઠવ્યા છે.

  આભાર મૃગેશભાઈ.

 10. trupti says:

  મ્રુગેષભાઈ ને આવુ સરસ સેવા નુ કામ કરવા બદલ ખુબજ અભિનંદન અને પરમ કૃપાળુ પરમેશ્વર ને પ્રાથના કે તમને વરસો વરસ આવુ સુંદર કાર્ય કરવા માટે તંદુરસ્તી બક્ષે.

 11. Vijay Narayandasani says:

  ગુજરાતી સાહિત્ય ,ભાષા ને જીવન્ત રાખવા માટે અને
  આ વેબ સાઈટ માટે ખુબ ખુબ આભાર.

  plz forgive me in case i have done mistake in typing gujarati. jay jay garvi gujarat and gujarati.

 12. Ketan Parekh says:

  કમ્પની માઈન્ડ્ ફ્રેશ માટે મને જોઇએ;
  કાક ની ચાહ અને મૃગેશ શાહ નુ readgujarati.com;
  મૃગજ્લ પણ્ તરસ છીપાવી શકે ;
  કાગળ ના ફુલ પણ્ સુગન્ધ આપી શકે ;
  જો હોઇ વાંચન નો શોખ ;
  તો readgujarati પણ્ ગુજરાતી આપી શકે ;
  મૃગેશ સાહેબ બહુ સરસ;
  Thanks for your સેવા to Gujarati Sanskruti.
  Please continue …..

 13. Sachin says:

  ajna jamana ma jyare mata pita badakone english medium ma bhanava mate muke che tyare kharekhar dukh ni lagni anubhavu chu, Ajna mata pita na vicharo eva thayigaya che ke English medium ma bhane to j balak saro engineer ke doctor bani shake…………..

  Readgujarati.com site kharekhar apdi matrubhasha ne navu jivatdan apyu che.

  Mrugesh bhai tamaro khub khub abhar……….

  જય જય ગરવિ ગુજરાત

 14. bhinde says:

  મ્રુગેશભાઇ,

  હુ પોતે પન ગુજરતિ વન્ચવનો ખુબ જ્જ શોખિન ચ્હુ.
  મારુ ગુજરતિ વાચન શરુ કરવાનો શ્રેય સફારિ માસિક સામઇક ના તન્ત્રિ હર્શલ પુશ્કર્ના ને જાય ચ્હે . ..

  મારા મતે તમે અને હર્શલ પુશકર્ના બન્ને ગુજરતિ ભાશા નિ ઘનિ રિતે સેવા કરિ રહ્યા ચ્હો . . .

 15. pappu patel says:

  Gujarati bhashano vikas thay te ghanu agatyanu chhe. pan sathe sathe e pan agatyanu chhe ke aapna balko duniyani sathe vikas ma tal milave te mate jaruri chhe english nu gnan. maru manvu chhe ke fakt bhashanu gnan j je te bhasha ma aapvu joie, bakina tamam vishayo jevake, ganit, itihas, bhugol, vignan vagere englishma bhanavva joie. atyarna samayma to germany, france vagere desho je english ne neglect karta hata te pan english nu mahatva have samajva lagya chhe ane tya pan english loko bhane chhe.

 16. Kavita says:

  મને પન ગુજરાતી વાન્ચવાન્નો ઘણો શોખ છે. આભર તમારો મ્રુગેશ્ભાઈ. આ વખતે ગુજરાતી મા લખવાનો પ્રયત્ન કરુ છુ તો જોઙણી માફ કરશો.

 17. Harshad KAPADIA says:

  Gujarati language will die, if the parents do not speak with their children in Gujarati. Most of the children understand Gujarati, but they will answer in English. I advise that do not reply them in English, if they do not speak in Gujarati. I hope , we keep alive Gujarati. Mrugeshbhai has written a good article.

 18. ગુજરાતી આ પણી મા તે મરવી ના જોઇએ

 19. Veena Dave. USA says:

  શ્રી મ્રુગેશભાઈ,
  આપના ઉમદા કાયૅ માટે અભિનંદન, આભાર અને શુભેચ્છા.

 20. આપનો આ ઉમદા પ્રયત્ન પ્રશંસાપાત્ર છે!

 21. google has introduced new easy gujarati typing language bar
  which does all the job very easy of typing
  please find the link below

  http://www.google.com/ime/transliteration/index.html
  select gujarati & download & install
  once installed it will show “GU” in language bar.. taskbar>>right click>> toolbars>>language bar>>select “GU”

  to switch faster from english to GU or viceaverca do press “left shift”+ “alt”

 22. Ami Patel says:

  Thanks Mrugeshbhai. I dont drink Coffee, Tea or Alcohol, but I need Redgujarati everyday…!! It takes away me from routine stress.

  • rutvi says:

   હુ તમારી સાથે સહમત છુ અમી બેન્ ,
   school and college માથી સમય ના મળે વાંચવા નો તો મન જ ના લાગે કોઈ કામ કરવાનુ , એક જાતનુ “ટોનિક ” પુરુ પાડે છે, ઘણીવાર જીવનને લગતી સમસ્યાનો હલ પણ વાંચનમાથી જ મળી જાય…
   રુત્વી

   • trupti says:

    અમીબહેન અને રુતવીબહેન,
    તમારા મત જોડે સંમત છુ. મને પણ આ સાઈટ નુ એટલુ વળગણ છે કે કોઈ કારણસર એકાદ દિવસ ન વાંચવા મળે તો દિલ બેચેન થઈ જાય છે.

 23. Jagruti Vaghela U.S.A. says:

  મૃગેશભાઈને ખૂબ ખૂબ અભિન્ંદન

  આ વેબસાઈટ દ્વારા ખૂબ સરસ ગુજરાતી સાહિત્ય વાંચવા મળે છે
  ખૂબ ખૂબ આભાર

 24. Dr.Ekta.U.S.A. says:

  અહિ ગુજરતિ વાંચિ ને લાગે છે કે હઝારો કિલોમિટર અંતર હોવા છ્તા પણ હુ મારા ગુજરાત મા છુ.
  શ્રિ.મ્રુગેશ ભાઇ નો ખુબ ખુબ આભાર્.

 25. ranjan pandya says:

  હું નથી માનતી કે મા ગુજરાતિ ની આથી વધુ સેવા થઈા શકે….

 26. NATURALLY THIS PAGE IS HOME AWAY FROM HOME PAGE —-SO MANY COME AND VISIT AND GETS A LOT TO DRINK —A SATVIK DRINK LIKE INDIAN CURRY — A WELL KNOWN IN WEST ——————–

  BUT I THINK BEYOND THAT –AS PER EXAMPLE –KUTCHHI IS NOT A LANGUAGE –YET IT HAS GOT ITS OWN PLACE — ALTHOUGH GOVERNMENT OF GUJARAT HAS NOT ACCEPTED FOR LANGUAGE STATUS —-
  SO EVEN INSTEAD SPEAKGUJARATI.COM IS KEPT –MUCH BETTER—-

  THE KUTCHHI LANGUAGE IS AN STRIKING EXAMPLE –EVEN THOUGH IT HAS NO ALPHABETS —YET IT SURVIVES —BUT GUJARATI WILL VANISH AFTER SOME TIME AS WHEN I AM SPEAKING IN IT PEOPLE SAYS THAT YOU ARE OLD –KAKA AND WHEN IN ENGLISH SAYS THAT YOU ARE FORWARD UNCLE

 27. Urvi pathak says:

  સવારની ચાની તલપ લાગે એમ જ રોજના બે નવીન લેખોને વાંચવાની તલપ લાગે છે.
  નીચેની વાત મારી નથી ક્યાંક વાંચીતી’ ને સ્પર્શી ગઈતી’ તો આજે અહીં જોડુ છુ.

  ‘વિશ્વ માતૃભાષા દિવસ’ – February 21, 2010
  ——————————————————–
  2009માં સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોએ લુપ્ત થવાને આરે હોય તેવી ભાષાની યાદી તૈયાર કરી છે. ભારત માટે દુઃખની વાત છે કે સૌથી વધુ ૧૯૬ ભાષા સાથે આ યાદીમાં ભારત ટોચના ક્રમે છે. મતલબ કે ૧૯૬ ભારતીય ભાષાઓ થવાની સ્થિતિમાં આવી ગઈ છે.

  વિશ્વના બીજા સૌથી મોટા લોકશાહી દેશ અમેરિકામાં ૧૯૨ ભાષા લુપ્ત થવાની સ્થિતિમાં આવી ગઈ છે અને તે યુનેસ્કોની આ યાદીમાં બીજા ક્રમે છે. ઈન્ડોનેશિયા ૧૪૭ ભાષા સાથે ત્રીજા ક્રમે છે. સંયુક્ત રાષ્ટ્રની સાંસ્કૃતિક બાબતો પર કામ કરતી એજન્સી યુનેસ્કોએ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની પૂર્વ સંધ્યાએ વિશ્વની જે ભાષાઓ સામે લુપ્ત પામવાનો ખતરો છે તેવી ભાષાની નવી યાદી સાથેની તમામ વિગત જાહેર કરવામાં આવી છે. આ એટલાસ મુજબ વિશ્વમાં બોલાતી ૬,૦૦૦ પૈકી ૨૫૦૦ ભાષા નાશ પામે તેવી સંભાવના છે. બાકીની ૩૫૦૦માંથી પણ ૨૦૦ ભાષા બોલનારા ૧૦થી પણ ઓછા લોકો છે અને અન્ય ૧૭૮ ભાષા બોલનારા ૧૦થી ૫૦ લોકોનો નાનકડો સમૂહ છે.

  યુનેસ્કોના આ એટલાસ મુજબ છેલ્લી ત્રણ પેઢીમાં ૨૦૦ ભાષા લુપ્ત થઈ ગઈ છે, ૫૩૮ ભાષા ગંભીર રીતે લુપ્ત થવાને આરે છે, ૫૦૨ ભાષા લગભગ લુપ્ત થવાની તૈયારીમાં છે, ૬૩૨ ભાષા ચોક્કસપણે નાશ પામવાની છે અને ૬૦૭નું ભવિષ્ય અસલામત છે.

  યુનેસ્કોના ડિરેક્ટર જનરલ કોઈચિરો માત્સુરાએ કહ્યું હતું કે ભાષા લુપ્ત થઈ જાય તેની સાથે તેનો મૂલ્યવાન સાંસ્કૃતિક વારસો અને પરંપરા પણ લુપ્ત થઈ જાય છે.
  ——————-
  ઘણી વખતે ‘ગુજરાતી ભાષા બાપડી’ એવું વાક્ય હું સાંભળું છું, ત્યારે મને ક્રોધ છૂટે છે. આ સંસ્કૃતની એક વહાલી દીકરી એ બાપડી હોય તો દોષ કંઈ ભાષાનો નથી, પણ આપણે કે જે ભાષાના વાલી છીએ તેનો છે. આપણે તેને તરછોડી છે, તેને વિસારે પાડી છે, પછી તેનામાં જે તેજ, શૌર્ય વગેરે હોવાં જોઈએ તે ક્યાંથી હોય? – મહાત્મા ગાંધીજી
  —-
  જય ગુજરાત
  અને કરીએ ગુજરાતીની જય
  ૫  માતાઓ (જન્મદાતા મા, માતૃભૂમિ, માતૃભાષા, ગૌમાતા, જગતમાતા) પૈકીની માતૃભાષાને વંદન
  —–
  ભાષા પ્રત્યેનો પ્રેમ બરકરાર રહે તેવી ઈશ્વરને પ્રાર્થના
  ગુજરાતી ભાષામાં જ વિશ્વભરનું જ્ઞાાન મેળવવાનું હવે શક્ય બન્યું છે. ‘ગુજરાતી વિશ્વકોશ’ના ચોવીસ ગ્રંથો-મહાગ્રંથો હવે બધે જ મળી શકે છે.

  • Akbarali Narsi says:

   શ્રી વ્રજેશ ભાઈ
   ગુજરાતી ભાષા વિશે મને જરાય ચિંતા નથી, ગુજરાત ઘણો મોટો પ્રાંત છે.
   ત્યાં ગુજરાતી જ (મોટે ભાગે) બોલાય અને લખાય છે, વળી ગુજરાતી પોતે
   પણ ગુજરાતી ભાષા માટે ગર્વ અનુભવે છે,
   અમો અહીં હ્યુસ્ટન માં ‘ગુજરાતી સાહિત્ય સરિતા’ નાં નામે અક મંડળી ચલાવી એ
   છીયે, જેની દર મહીને કોઈ એક સભ્ય ને ત્યાં બેઠક રાખીયે છીએ અને ગુજરાતી
   ભાષા સાહિત્ય, કવિતા વકવ્ય વગેરે નો ઘણો આનંદ મેળવી એ છીએ, જેમાં ઘણા
   સારા કવિ મીત્રો અને સ્રોતા ઓ ભાગ લઈએ છીએ, અને ઘણો આનંદ આવે છે.
   જો કે હું પોતે ફક્ત સ્રોતા તરીકે જ હાજર રહેવા પ્રયત્ન કરુ છુ, મને ગુજરાતી
   ભાષા માટે ભારે ગર્વ છે, દરરોજ રાત્રે મારી ત્રણ વર્ષ ની પોત્રી ગુડ નાઈટ અને
   શુભ રાત્રી કહી ને જ સુવા જાય, કયારેક મારા પહેલા કહે દાદા જાન શુભ રાત્રી,
   સબ-ખેર.
   અકબર અલી નરસી

 28. શ્રી શાહભાઇ,
  ૬દાયકા પહેલા કોમ્પ્યુટર કે ઇન્ટરનેટ નો પરિચય આ બાજુ કાઠીયાવાડ તરફ ઓછો. જેથી ભણતર કે નોકરી મા આનો કોઇ અનુભવ નહી. ત્રણેક વરસ પહેલા કોમ્પ્યુટર ની ખરીદી કરી અને નેટનું કનેકસન લીધું. અંગ્રેજીનું પણ ખાસ જ્ઞાન નહી. હવે મારા માટે તો વિપદા થૈ. પણ પછી તો “રીડગુજરાતી” સાથે મુલાકાત થૈ. અને દરરોજ નું વ્યસન જ સમજો ને.તેના થકી બીજા કેટલાય બ્લોગ મલ્યા. લેખક,વાંચક,સંપાદક મિત્રો મલ્યા આ છે “રીડગુજરાતી” અને આપનો પ્રેમ.
  આપનો અંતરથી આભાર.
  વ્રજ દવે

 29. rupal says:

  i strongly belive that today’s generation kids should know their mother tongue.my both kids knows how to read ,write and speak gujarati.

  they go to sunday school for learning gujarati in usa..

 30. Manhar Sutaria says:

  મ્રુગેશ્ભાઈ,
  આપનો ખૂબ ખૂબ આભાર, અમારી અને ગુજરાતી ભાષાની સેવા બદલ. તમે તમારૂ કામ તન, મન અને ધન થી કરો જ છો. હવે અમારા તરફથી (વાચકો અને ગુજરાતી ભાષા ના ચાહકો) યોગ્ય સહકાર, પ્રતીભાવ મળે તોજ આપણા સૌ નુ ભલુ છે. વાચકો માટે આપના તરફથી સમય સમય પર જરુરિ સુચનો અને જરુરીયાતો જણાવતા રહેશો તો તે આપણા બધાનુ સહયારુ કાર્ય બની જશે.
  આપનુ કાર્ય આપનુ વ્યક્તીત્વ દર્શાવે છે અને અમારા સૌના માટે તે પ્રેરણાદાયી છે.
  આભાર અને અભિનન્દન
  મનહર સુતરીયા

 31. govind shah says:

  Dear Mrugeshbhai,
  Congratulation on yr valuable contribution & noble srevice – dedication to Gujarati language.keep it up- govind shah

 32. Bhavesh Patel says:

  Mrugeshbhai,
  I read about 100 books being sold on this Yatra (read in Chitralekha/Sandesh in one of article of Gunvant Shah). Can you please give some details about those books? I live in Canada but would like to buy those books.

  Regards,
  Bhavesh

  • Editor says:

   નમસ્તે ભાવેશભાઈ,

   આપની વાત સાચી છે. એ યાત્રામાં 100 જેટલા વિવિધ પ્રકારના પુસ્તકો 40% ડિસ્કાઉન્ટથી આપવામાં આવ્યા હતાં. મેં પણ તેમાંથી થોડા ખરીદ્યા છે. જો કે એ યોજના ફક્ત યાત્રા દરમિયાન જ હતી. તેમાં ગુજરાતી સાહિત્ય પરિષદથી લઈને વિવિધ પ્રકાશકોના પસંદગી કરેલા પુસ્તકો હતાં. હવે એ પુસ્તકો નિયમિતરૂપે આપ જે તે પ્રકાશક પાસેથી મંગાવી શકો છો.

   લિ.
   તંત્રી, રીડગુજરાતી

 33. Ashish Dave, Sunnyvale, Califronia says:

  ગુજરાતી જ્યાં સુધી બોલાતી રહેશે ત્યા સુધી એ મરશે નહિ…

  And thak you Mrugeshbhai for running the site with keeping the quality at its highest level…

 34. જય પટેલ says:

  ગુજરાતી ભાષાના સંવર્ધન માટે શ્રી ગુણવંત શાહની માતૃભાષા યાત્રાએ પ્રજાને સજાગ કરી છે.

  માતૃભાષા યાત્રાને શિક્ષણ જગતમાંથી સહકાર ખુબ સાંપડ્યો….સરકાર તરફથી નગણ્ય..!!
  ભાષાના સંવર્ધન માટેની આહલેક એક ચિંતકે કરી અને પ્રજામાંથી સહકાર પણ નગરે…નગરે મળી રહ્યો છે.
  ગુજરાતમાં જે ગતિથી એસબીએસસીની શાળાઓ ખુલી રહી છે તે જોતાં લાગે છે નવી પેઢી ગુજરાતી ભાષાનો
  અમુલ્ય વારસો જાળવી શકશે નહિ. એસબીએસસી શાળાઓ ગુજરાતી સંસ્કૃતિનું નિકંદન કાઢી નાખશે.

  ભાષાને પ્રજા જીવાડે છે અને જો પ્રજા જ તેનાથી વિમુખ થાય તો તેનું પતન નિશ્ચિત છે.
  સંસ્કૃત ભાષાનું પતન આપણી નજર સમક્ષ થયું છે.

  નવી વ્યવસ્થાના ભાગરૂપે નવું માળખું ઉભું કરવાની તાતી જરૂર છે જેથી માતૃભાષા ગુજરાતીનો વારસો જળવાઈ રહે
  અને અંગ્રેજીથી વંચિત ના રહીએ….કારણ કે દુનિયાનું શ્રેષ્ઠ જે કંઈ છે તે અંગ્રેજી બારીમાંથી જ જોઈ શકીશું..!!

  જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત.
  જય જય ગરવી ગુજરાત.

 35. Sanjay Upadhyay says:

  ગુજરાતીને જીવાડવા શું કરવું? મ્રુગેશ શાહ કરે છે એ.
  નવી પેઢીને ગુજરાતી વાંચતી-લખતી-બોલતી રાખી શકીશું તો ગુજરાતી જીવશે જ.
  માતૃભાષા યાત્રાએ શરૂ કરેલું કાર્ય અટકે નહિ એ જોવાની ફરજ તો આપણી સૌની જ છે.
  સરકાર કે સાહિત્ય પરિષદને દોષ આપવા કરતાં સમજદાર વર્ગ આ કાર્ય પોતાની શક્તિ મતિ અનુસાર કરી શકે – જેમ મ્રુગેશભાઈ કરી રહ્યા છે.

 36. aarohi says:

  મને નથી લાગતુ કે ગુજરાતી ભાષા એમ જલ્દી મરે. કેમ કે ઘરમાં દાદા-દાદી જોડે વાત કરવા માટે ગુજરાતી બોલવુ પડે છે. થોડા ઘણા english word આવી જાય પણ તદ્દન આ ભાષા લુપ્ત નહી થાય્ . પણ એના માટે ઘરમાં books રાખવી જ પડશે. જો ઘરમાં મોટાઓ ને વાચવુ ગમશે તો નાના વાચશે. બને ત્યા સુધી ગુજરાતી સમાચાર પત્ર જ મંગાવો. એફ.એમ. રેડીઓ માં પણ બને ત્યાં સુધી ગુજરાતી જ રાખો. પછી વાન્ધો નહી આવે.

  અને મોટી વાત એ કે જે રીતે ગુજરાતી સિરિઅલ બને છે તે રીતે ગુજરાતી મુવી બનાવો. તો લોકો એ પણ જોવા જશે. આટલુ સરસ સાહિત્ય આપણી પાસે છે તો એનો ઉપયોગ કરો. જુનુ નહી આજનુ ગુજરાત બતાવો. latest લેખકો જેવા કે કાજલ ઓઝા, જય વસાવડા, મહેશ યાગ્નીક્ વગેરે વગેરે જેવાનુ માર્ગદર્શન લો.

  all the best.

  • trupti says:

   આરોહી બહેન,
   તમારી વાત સાચ્ચી છે કે દાદા-દાદી જોડે વાત કરવા તો ગુજરાતી જાણવુ જરુરી જ છે, પણ હવે પછી ની પેઢી ના તો દાદા-દાદી પણ અંગ્રેજી બોલશે…………….ત્યારે શું???????????????? ગુજરાતી સિરયલો કેટલી અને કેવી બને છે? ગુજરાતી ફિલ્મ ઉધ્યોગ તો જાણે લુપ્તજ થઈ ગયો છે. અને ફિલ્મો બને છે તે પણ કેવી કે આજની પેઢી ને તો શું આપણ ને પણ જોવી ન ગમે તેવી હોય છે. હજી ગઈકાલ નો જ દાખલો આપુ તો રવિવાર હોવાને લીધે અમે ચેનલ સુર્ફ કરતા હતા અને ત્યારેજ ગુજરાતી ચેનલ પર મેરૂ માલણ નામનું પિક્ચર ચાલુ થયુ, વિચાર્યુ કે ચાલો બહુ વખતે ગુજરાતિ પિક્ચર ની મોજ માણીયે, પણ ૧૦ મિનીટ માંડ જોઈ શ્ક્યા કારણ pooer editing, poor cinemetography and sound effects. પાત્રો પણ એટલા સરસ નહીં. નહિ વાર્તા મા દમ, ૧૦ વરસ ના ગરીબ છોકરા ને તેનીજ ઉંમરની રાજ કુંવરી જોડે પ્રેમ કરતા અને ઘરે થી મા-બાપ થી છાના મળતા બતાવે અને હિંદી પિક્ચરો મા જેમ હિરો હિરોહીન ઝાડ ફરતે અને ખંડિયર મા જેમ ગિતો ગાય તેવા બતાવ્યા હતા. અને નતો હિરો ના ઠેકાણા ન તો હિરોહીન ના. જે પણ પિક્ચર જુવો તેમા એક જ હિરો-નરેશ કુમાર અને એક જ હિરોઈન-સ્નેહલતા અને ગરબા સિવાય ગુજરાતી પિક્ચર તો જાણે અધુરૂ! જ્યારે બીજી ભાષા જેવી કે મરાઠી, ક્ન્નડ તમીલ્ મલયાલમ, બંગાળી, તમે પિક્ચર જુવો તો દિલ ખુશ થઈ જાય. પહેલા તો સારા ચહેરા અને એક મજબુત ફિલ્મ ઉધ્યોગ ની જરુર છે પછી સારા પિક્ચરો બનશે. જોકે ગુજરાતી રંગભુમી સારા નાટકો લઈને જરુરથી આવે છે.

   • જય પટેલ says:

    તૃપ્તિ

    ગુજરાતીમાં એક કહેવત છે કે ત્રીજી પેઢીએ લુણો લાગે.

    ગુજરાતી ચલચિત્ર ઉધોગને લુણો ક્યારનોય લાગી ચૂક્યો છે. શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીના આથમણા
    બાદ લુણો લાગવાની શરૂઆત થઈ ચુકી હતી. શ્રી નરેશ કનોડિયાનું આગમન ગુ.ચ. ઉધોગના
    ઉઠમણાનું નિમીત્ત બન્યું. શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીનો સૂરજ તપતો ત્યારે મોટાભાગનાં ગુજરાતી પરિવારો
    સિનેમામાં જઈને ચલચિત્રો માણતાં. આપ જૂનાં ગુજરાતી ગીતો સ્વ. શ્રી મહેંન્દ્ર કપૂર અને આશા ભોંસલે
    ઉષા મંગેશકર….સુમન કલ્યાણપૂર વગેરેના સ્વર મઢ્યાં ગીતો સાંભળો તો બસ સાંભળ્યા જ કરો.

    નવા દાદા-દાદીને માડી તારૂં કંકુ ખર્યુ ને સૂરજ ઉગ્યો… કે પછી….મારી આંખે કંકુના સૂરજ આથમ્યા
    વિષે ખબર જ નહિ હોય તો પછી ગુજરાતી અસ્મિતાનો મહાન વારસો ચોક્કસ આથમશે..!!

    માડી તારૂં કંકુ ખર્યુ ને સૂરજ ઉગ્યો જેવી અમર રચના
    આશા ભોંસલે….રાસબિહારી દેસાઈ….વિભા દેસાઈ….સોલી કાપડિયા ના સ્વરમાં સાંભળો તો
    આપણા માટે અશક્ય થઈ પડે કોણ શ્રેષ્ઠ ? ગુજરાતી ભાષા…..સુગમ સંગીતની આ તાકાત છે.

    • trupti says:

     જય,
     ગુજરાતી સુગમ સંગીત ની હું પહેલી થી ચાહક રહી છું. જુના ગુજરાતી પિક્ચર જેવા કે, જેસલ તોરલ, કાશી નો દિકરો, દાદાહો દિકરી, મેના ગુર્જરી અને અનેક જેના નામ પણ અત્યારે યાડ નથી. સંજીવુ કુમા અભીનીત એક પક્ચર જેના પરથી હીંદી પિક્ચર બન્યુ હતુ જેમા સંજીવુ કુમાર એક માનસીક બિમારી થી પિડાતા હોય છે. અભિનેતા રાજીવ અભીનીત પણ એક પિક્ચર જોયુ હતુ. એક પિક્ચર મા લલિતા પવાર દાદી ના પાત્ર મા છે જે પોતાની વહુ અને પોતરાઓ ને ત્રાસ આપતી બતાડાય છે. આ બધા ચિત્રો એટલા બધા મન મા ઘર કરી ગયા છે પણ નામ યાદ નથી કારણ વરસો વીતી ગયા સરસ ગુજરાતી પિક્ચરો ને જોયા ને. રહી વાત ગાયકો ની તો જો તમે સોલી કાપડિયા ના કંઠે ગવાયેલુ ‘મારા ધ મા બિરાજતા શ્રીનાથજી યમનાજી મહાપ્રભુજી’ સાંભળો તો લાગે કે આટલુ સરસ તો કોઈ જ્ન્મ જાત વૈષ્ણવ પણ ન ગાઈ શ્ક્યુ હોત
     જગત ભાઈ તમારી વાત સાથે પણ સંમત છુ. આપણી રાષ્ટ્રીય પ્રવાહમા જોડાવા ની ખાસીયત ને લીધે તો આપણી પ્રજા એઅ બીજા રાજ્યની વ્ય્ક્તી ની સરખામણી મા બમણી કે તેના કરતા પણ વધુ તરક્કી કરી છે. આજે જ્યા જયા જાવ આપણા વતન મા કે બહાર ના દેશો મા આપની પ્રજા એ એક પોતાનો આગવુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.

     જય જય ગરવિ ગુજરાત.

 37. જગત દવે says:

  તૃપ્તિબેનઃ

  ગુજરાતી ચલચિત્રો, ટી. વી. ધારાવાહિકો બાબતનો તમારો બળાપો એકદમ યોગ્ય…..પણ મને અન્ય રાજ્યો ની સરખાંમણીમાં ગુજરાતી પ્રજા વધારે રાષ્ટ્રિય પ્રવાહો સાથે જોડાયેલી હોય તેવું લાગે છે. આપણે જો ભાષા પ્રેમ અને ફક્ત ગુજરાત પ્રેમ ને પકડી રાખ્યો હોત તો કદાચ ગુજરાત સિવાયનાં ભારત ને સંજીવકુમાર, મહેશ ભટ્ટ, સંજય લીલા ભણસાણી, જયકિશન (શંકર-જયકિશન વાળા), કલ્યાણજી-આણંદજી, જે. ડી. મજેઠીયા, કેતન મહેતા, પરેશ રાવલ જેવી હસ્તીઓ નો પરિચય ન થયો હોત. એવી જ રીતે રાજકીય ક્ષેત્રમાં પણ ઘણી પ્રતિભાઓ ને ગણાવી શકાય. (જો કે નરેન્દ્રમોદીનાં આવ્યા પહેલા રાજકીય ક્ષેત્રમાં લગભગ ૪૦-૪૫ વર્ષ સુધી દુકાળ જ રહ્યો છે)

  મારા દક્ષિણ ભારતીય મિત્રો હંમેશા તેમની સ્થાનિક ભાષાનાં જ ટી. વી. ધારાવાહિકો, ચલચિત્રો (તે ભાષાઓમાં પણ હલકી ગુણવતાનાં ટી. વી. ધારાવાહિકો, ચલચિત્રો પ્રસારીત થાય જ છે) ને જોયા કરતાં જોવું છું ત્યારે મને ઘણીવાર તેમની દયા પણ આવે છે. તેથી જ તેઓ ધણીવાર અમુક રાજકીય/ રાષ્ટ્રિય પ્રવાહ સાથે એટલી સંવેદનાથી જોડાઈ શકતા નથી. સ્થાનિક રાજકીય પક્ષોમાં ભારતીય રાજકારણ વિખાય જવાનું એ પણ એક કારણ છે.

  બંગાળીઓ, કેરાળીઓ, તમિલો નો આજે પણ રાષ્ટ્રિય પ્રવાહથી દુર હોવાનો અહેસાસ બાકી ભારતવાસીઓ ને થતો જ હશે. ન્યુઝ ચેનલો, મનોરંજન ચેનલોમાં ગુજરાત, પંજાબ, રાજસ્થાન અને અન્ય હિન્દીભાષી રાજ્યોનું પ્રભુત્વ જોવા મળે છે. જ્યારે બંગાળીઓ, કેરાળીઓ, તમિલો સ્થાનિક ન્યુઝ ચેનલો, મનોરંજન ચેનલોમાં થી બહાર આવી શકતા નથી.

  ભાષા પ્રેમ જરુર રાખવો જોઈએ પણ રાષ્ટ્રિય પ્રવાહની સાથે રહી ને. આ બાબતનું ગાંધીજીથી વધુ મોટુ ઊદાહરણ કોણ હોય શકે????

  • જય પટેલ says:

   શ્રી જગતભાઈ

   ગુજરાતી પ્રજા રાષ્ટ્રીય પ્રવાહ સાથે જોડાયેલી છે મત સાથે સંપૂર્ણ સંમત છું.
   આપણી કાઠી ગાંધીજી….સરદાર પટેલ…વીર વિઠ્ઠલભાઈ પટેલ જેવા રાષ્ટ્રીય નેતાઓના હાથે ઘડાયેલી છે.
   ગુજરાતી ભાષા નવી પેઢી જાળવી રાખે તેના ઉપાય શું ? રાજ્ય કક્ષાએ સરકારી નીતિનો વ્યાપ જોતાં
   આજની પેઢીએ વિચારવું રહ્યું કે ગુજરાતી અસ્મિતાનો સૂરજ ના આથમે તેના માટે શું કરી શકાય ?

   ગુજરાતી થી અંગ્રેજી તરફનું પ્રયાણ ક્રમશઃ થાય તો ગુજરાતી બુનિયાદી શિક્ષણ પણ મળે અને
   અંગ્રેજીથી બાળકો વંચિત ના રહી જાય. દૂનિયાનું જે કંઈ શ્રેષ્ઠ છે તે અંગ્રેજીમાં છે.

   મારા વિચાર પ્રમાણે…..

   ૧) ૧ થી ૭ ધોરણ ગુજરાતીમાં શિક્ષણ….અંગ્રેજી વિષય સાથે
   ૨) ૫ થી ૭ ધોરણમાં વિજ્ઞાન…પર્યાવરણ…જેવા વિષયો અંગ્રેજીમાં રાખવા.
   ૩) ૮ થી ૧૨ બધા જ ધોરણ અંગ્રેજીમાં….ગુજરાતી વિષય સાથે.

   ગુજરાતી ભાષાને બચાવવા અને આપણાં બાળકો આજે અંગ્રેજીમાં કાચાં પડે છે તેના ઉપાય માટે
   હાઈબ્રીડ કરવું જ પડશે. શિક્ષણનો પાયો ગુજરાતીમાં અને ઈમારત અંગ્રેજીમાં.
   આપણી શાળાઓ જો ઉત્તમ શિક્ષણ પૂરું પાડવા સક્ષમ હશે તો બહારવાળા
   પોલું નહિ ભાળે. આજે ગુજરાતમાં ચોરે ને ચૌટે SBSCવાળાની હાટડીઓ ખુલેલી છે…!!

   જાગો ગુજરાતી જાગો.

   • hiral shah says:

    મ્રુગેશભાઈ, આપને ખુબ ખુબ અભિન્ંદન, હું પોતે ૫ – ૭ વરસ પછી ગુજરાતી સાહિત્ય ફરીથી વાંચતી થઇ , અને એમાં રીડગુજરાતીનો મોટો ફાળો છે.

    જયભાઇ , તમારા હાઈબ્રીડ શિક્ષણનાં આ વિચાર સાથે હું ૧૦૦% સહમત છું. આમપણ ગુજરાતી અને અંગ્રેજી મા અને પત્ની જેવી છે એક છોકરા માટે. બેમાંથી એકપણ વગર ના ચાલે.

    તમારી કોમેન્ટમાંથી,

    ૧) ૧ થી ૭ ધોરણ ગુજરાતીમાં શિક્ષણ….અંગ્રેજી વિષય સાથે
    ૨) ૫ થી ૭ ધોરણમાં વિજ્ઞાન…પર્યાવરણ…જેવા વિષયો અંગ્રેજીમાં રાખવા.
    ૩) ૮ થી ૧૨ બધા જ ધોરણ અંગ્રેજીમાં….ગુજરાતી વિષય સાથે.

    ગુજરાતી ભાષાને બચાવવા અને આપણાં બાળકો આજે અંગ્રેજીમાં કાચાં પડે છે તેના ઉપાય માટે
    હાઈબ્રીડ કરવું જ પડશે. શિક્ષણનો પાયો ગુજરાતીમાં અને ઈમારત અંગ્રેજીમાં.
    આપણી શાળાઓ જો ઉત્તમ શિક્ષણ પૂરું પાડવા સક્ષમ હશે તો બહારવાળા
    પોલું નહિ ભાળે. આજે ગુજરાતમાં ચોરે ને ચૌટે SBSCવાળાની હાટડીઓ ખુલેલી છે…!!

    જાગો ગુજરાતી જાગો.

 38. Rachana says:

  મ્રુગેશભાઈ

  જ્યા સુધી દુનિયામા તમારા મારા જેવા સાહિત્યરસીકો રહેશે ત્યા સુધી ગુજરાતી સાહિત્યનુ મ્રુત્યુ લગભગ અશક્ય છે…બરોબરને…
  Keep it up….very nice try…best of luck.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.