બે ગઝલો – સુનીલ આર. ભીમાણી ‘અંગત’

[અભ્યાસે એમ.એસ.સી (ઈલેક્ટ્રોનિક્સ) થયા બાદ વ્યવસાય ક્ષેત્રે શાળામાં આચાર્યની ફરજ બજાવતા શ્રી સુનીલભાઈનો (પોરબંદર) આ સુંદર ગઝલો મોકલવા માટે ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે sunil_ratilal@yahoo.com અથવા +91 8140644195 પર સંપર્ક કરી શકો છો.]

[1]
લાખ ઈચ્છાનું દહન કરવું પડ્યું
આંસુઓથી આચમન કરવું પડ્યું

આપને સાદી સમજ દેવા થકી
કેટલું ઊંડું મનન કરવું પડ્યું

મેં મદદ કરવા તને ચાહી હતી
આખરે મારે સહન કરવું પડ્યું

ઓટલા પર બેસવાની લાલચે
કાયમી સરખું ભજન કરવું પડ્યું

આજ ‘અંગત’ મોતની જાણી ખબર
કૈંકને આગમન કરવું પડ્યું.

[2]
આખરે આશા બધી હણવી પડી
જિંદગીને અધ વચે લણવી પડી

કોઈએ ક્યાં હાથ પણ થામ્યો હતો
બીન વારસ લાગણી જણવી પડી

આપમેળે આવડી સૌ ને અહીં
ને અમારે જિંદગી ભણવી પડી

એક તારી લાલસાને કારણે
વેદનાઓ કેટલી ગણવી પડી

કોણ કોના છે અહીં ‘અંગત’ ભલા
એટલે આડશ ઘરમાં ચણવી પડી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બહાનાઓની વણજાર – ટીના ધીરાવાણી
વસંતરસ – હિરલ વ્યાસ ‘વાસંતીફૂલ’ Next »   

15 પ્રતિભાવો : બે ગઝલો – સુનીલ આર. ભીમાણી ‘અંગત’

 1. Tejas Pandya says:

  Really nice Gazals , its really touching to the heart. May god bless the writter to creat the creations

 2. sujata says:

  આપમેળે આવડી સૌ ને અહીં
  ને અમારે જિંદગી ભણવી પડી…………..

  ક્યા ખૂબ કહી………….જિયો…જિયો…

 3. Hardik says:

  સુનિલભાઈ,

  આપને સાદી સમજ દેવા થકી
  કેટલું ઊંડું મનન કરવું પડ્યું

  મેં મદદ કરવા તને ચાહી હતી
  આખરે મારે સહન કરવું પડ્યું
  ************************************************
  કોઈએ ક્યાં હાથ પણ થામ્યો હતો
  બીન વારસ લાગણી જણવી પડી

  આપમેળે આવડી સૌ ને અહીં
  ને અમારે જિંદગી ભણવી પડી
  ***********************************************
  વાહ ભાઈ વાહ, દિલ થી નિકળેલી ગઝલ સાંભળી ને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું.

  તમારૉ આભાર.

 4. બંને ગઝલોમાં વાસ્તવિકતા છે. શબ્દોની પાછળ ઘેરું દર્દ છે. દર્દ હ્રદયને સ્પર્શે છે.

  મને તો ઘણું યે થાય કે

  અરે કોઈ તો મને અહીં ‘અંગત’ કહે,
  ક્યાં સુધી ‘આગંતુક’ બનીને આથડું?

  પણ તેમ છતાં હકીકત તો આ જ છે.

  કોણ કોના છે અહીં ‘અંગત’ ભલા
  એટલે આડશ ઘરમાં ચણવી પડી.

 5. I COULD NOT BELIEVE THAT A SCHOOL PRINCIPAL CAN WRITE SUCH NICE POEMS –GAZALS —- BOTH ARE VERY NICE ONE –OFF COURSE IT TAKES MORE TIME TO UNDERSTAND THE THEME–THAT IS WHY READERS ARE ALSO LESS ——————–
  FRANKLY SPEAKING I HAVE TO GO THROUGH 15 MINUTUES OF CONTEMPLATION—-
  AND WHEN I TRIED TO UNDERSTOOD THE SECOND ONE –I CAME TO KNOW THAT IN THAT MY LIFE
  IS HIDDEN —I AM PERSON OF ANTARMUKHI NATURE –WANTS TO ENJOY TRAVEL –WRITING AND READING —ROAMING IN NATURE —BUT THE EXACTLY OPPOSITE IS MY SPOUSE NATURE —
  HAPPY SITTING AT HOME –WITH TV –EATING GOOD DISHES –AND VERY SIMPLE CLOTHES WITH NO ORNAMENTS —–SO WHERE IS LIFE ENJOYMENT? —
  I THINK THAT MORE WE EXPRESS OUR SELF IN SOCIETY –IN NATURE –IT GIVES MORE PLEASURE —–
  FROM INSIDE –IF WE LIVE BY OURSELVES –WE BECOMES MISER AND KEEPS OUR JOY WITH US AND DO NOT TRY TO EXPRESS OUT SIDE —IF FACT SOUL IS MORE PLEASED WHEN IT MEETS TO ALL UNKNOWNS —-
  AND WHAT IS KNOWN NOW WAS UNKNOWN BEFORE –MAY BE A PERSON –ARTICLE — BOOK–A HAPPY HOLIDAY PLACE –A TALL MOUNTAIN OR A SINGING RIVER –OR A CRUISE OR TRAVELING TO ABROAD
  OR TO0 HILL STATION OR SPIRITUAL PLACES —-

 6. Veena Dave. USA says:

  સરસ.

 7. Dr.Ekta.U.S.A. says:

  સરસ ગઝલ છે.

 8. સુંદર ગઝ્લો.

  ૧/ “લાખ ઈચ્છાનું દહન કરવું પડ્યું
  આંસુઓથી આચમન કરવું પડ્યું”

  ક્યારેક આપણે જ આપણી ઇચ્છાઓનું દહન કર્વું પડતું હોય છે…અને આપણે જ આંસુઓનું આચમન કરવાનું…સુંદર

  ૨/ “આપમેળે આવડી સૌ ને અહીં
  ને અમારે જિંદગી ભણવી પડી”

 9. nayan panchal says:

  સુંદર રચનાઓ, રામબાણ તો વાગ્યા હોય તે જ જાણે ભાઈ !!!

  આભાર,
  નયન

 10. PRASHANT says:

  Very good. Lage raho masterjiiiiii………….

  Very very nice gazzal.

 11. Nikunj says:

  very very nice maza avi gai vanchine

 12. vinit says:

  સરસ ગઝલ છે.

 13. vinit says:

  quate gaal likhi hai saheb. likhate raho.

 14. Wow Mr. Sunilbhai, What a Gazal. Really very good. Keep it up. You really writing very well.

  Shankarsinh Baria
  From Bhanvad

 15. vipul pandya says:

  બઉ સરસ.

  વેરિ NICE…………

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.