વસંતરસ – હિરલ વ્યાસ ‘વાસંતીફૂલ’

[નવોદિત યુવાસર્જક હિરલબેન (અમદાવાદ) વ્યવસાયે સોફટવેર એન્જિનિયર હોવાની સાથે સાહિત્યક્ષેત્રે કંઈક નવું સર્જન કરતાં રહે છે. તેમની કેટલીક અછાંદસ રચનાઓ આ અગાઉ ‘જનકલ્યાણ’ સામાયિકમાં પણ સ્થાન પામી છે. આજે તેમના એક મનનીય વિચારબિંદુ સાથે કેટલીક અછાંદસ રચનાઓ માણીએ. આપ તેમનો આ સરનામે hiralthaker@gmail.com અથવા આ નંબર પર +91 9099020579 સંપર્ક કરી શકો છો.]

[1] યાત્રા : સંઘર્ષથી આનંદ સુધીની….

આપણે ઘણાને કહેતા સાંભળીએ છીએ કે, ‘ભાઈ, મેં મારા જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, સખત મહેનત કરી છે…’વગેરે…. પરંતુ જરાક ઊંડાણપૂર્વક વિચારીએ તો સમજાય છે કે પ્રત્યેક જીવ સંસારમાં આવે છે ત્યારથી તે સંઘર્ષ તો કરતો જ હોય છે. બાળક પ્રકાશનું પહેલું કિરણ જોવા પામે તે માટે તેણે ખાસ્સા નવ મહિના ગર્ભના અંધકાર સામે સંઘર્ષ કરવો પડતો હોય છે. બાળક બોલતાં ન શીખે ત્યાં સુધી પોતાની વાત માતા સુધી પહોંચાડવા માટે તેણે હાથપગ હલાવીને વાત સમજાવવાનો સંઘર્ષ કરવો પડે છે. ઊભા થવાનું અને ચાલવાનું શીખવા માટે એણે સતત સંઘર્ષ કરવો પડે છે. એ સંઘર્ષ દોડતા થવા સુધી લંબાતો જાય છે..

કહેવાનું તાત્પર્ય એ છે કે સંઘર્ષ કરવામાં કંઈ દુ:ખ કે નાનમ અનુભવવા જેવું નથી. ઘણું ખરું આપણે ઓછી આવકને કારણે થતા સંઘર્ષની કોઈક વાર ફરિયાદ કરતાં હોઈએ છીએ. પરંતુ એક ક્ષણ થોભીને વિચારીએ તો ખ્યાલ આવે છે કે જો કરોડોની મિલકત આમ જ વારસામાં આપણને મળી જાત તો એની કિંમત હોત ખરી ? શું કોઈ વસ્તુ ખરીદતાં પહેલાં આપણે એનો ભાવ પૂછત ખરાં ? શું પેટ્રોલ કેટલા રૂપિયે લિટર છે એની દરકાર રાખત ખરા ? એ રીતે ઘરનું ઘર બનાવવા માટે આપણા પિતાએ તનતોડ મહેનત કરી હશે. ઑવરટાઈમ કરીને ઉજાગરા વેઠ્યા હશે. ઘરનું સપનું સાકાર કરવા માટે મમ્મીએ પાઈ-પાઈની કસર કરી હશે અને ત્યારે જઈને કેટલાય સંઘર્ષ બાદ ઘરનો પાયો નંખાયો હશે. કદાચ એ કારણથી જ જિંદગીના પાછલા વર્ષોમાં તેઓ સંતોષ અને હાશ અનુભવતા હોય છે, કારણ કે તેમણે સંઘર્ષ જોયો છે. કોઈને પોતાના ઘરનું સરનામું આપતા તેઓ ગૌરવથી કહી શકતા હશે કે, અમારે ત્યાં આવજો… આ અમારા ઘરનું સરનામું છે… – અવાજની આ બુલંદીના પાયામાં કેટલાય વર્ષોનો સંઘર્ષ સમાયેલો હોય છે.

સંઘર્ષ સાથે અનાયાસે પીડા જોડાયેલી હોય છે પરંતુ પીડા વગર સર્જનનો આનંદ ક્યારેય પ્રાપ્ત થતો નથી. પીડાના સમયમાં આપણે ઈશ્વરની સમીપ હોવાની અનુભૂતિ કરી શકીએ છીએ. આપણા સંઘર્ષનું પરિણામ એ ઈશ્વરની પ્રસાદી છે. પ્રસવની પીડા સહન કર્યા બાદ પ્રથમવાર બાળકને હાથમાં લેતાં માતાને જે આનંદ થતો હશે, એને શબ્દોમાં વર્ણવી શકાય ખરો ? એ તો મા જ કહી શકે. એ રીતે કોઈ કલાકારને પણ સતત સંઘર્ષ કરવો પડતો હોય છે. ક્યારેક પોતાની સાથે તો ક્યારેક પોતાના વિચારોની સાથે. આ મથામણ બાદ યથાયોગ્ય સમયે કોઈ ઉત્તમ કલાકૃતિ તેના હાથે અવતરીત થતી હોય છે. દરેકને કોઈને કોઈ સ્વરૂપે આ સંઘર્ષની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તેથી સંઘર્ષથી પરિસ્થિતિમાં દુ:ખી થવા કરતાં તેને આનંદથી સ્વીકારીને આગળ વધીએ તો કદાચ એ લાંબો સમય ટકી નહીં શકે.

સંઘર્ષથી શરૂ થતી યાત્રા વચ્ચે ઘણા સ્ટેશને ઊભી રહે છે પણ તેનું અંતિમ સ્ટેશન તો આનંદ અને સંતોષ જ હોય છે.

[2] સારથિ

જીવન યુદ્ધમાં
સતત લડતો
અર્જુન હું…
અને
કૌરવો એટલે,
મારી અંદર ઊગતો વિષાદ
મારી અંદર ઊગતો ક્રોધ
મારી અંદર ઊગતો દ્વેષ
મારી અંદર ઊગતી હિંસા
ન થાય સંધ્યા
ન થાય શંખનાદ
કેટલીય યુદ્ધનીતિ, રણનીતિ, કુટનીતિ
મનમાં રચાય…
પણ છેવટે તો મારા કૃષ્ણ-શબ્દો જ
બને મારા સારથિ !

[3] બાણશૈયા

મારા હૃદયને
છલ્લી કરી નાખ્યું છે
કોઈના શબ્દોએ
ને હૃદય મારું
પડ્યું છે
લગભગ નિર્જીવ થઈને
બાણશૈયા પર !

[4] નવી શરૂઆત

ઋતુ કોઈ પણ હોય,
ઘડિયાળના કાંટા
સતત ખીલતા રહે છે…
કદાચ
કોઈ દિવસ
એમ પણ બને કે,
પાનખર આવે ને,
એ કાંટા ખરી પડે !
જો એવું બને,
તો એ શું હશે ?
કોઈ યુગનું પતન
કે નવી શરૂઆત ?

[5] રડતું ઘડિયાળ

કોઈની સાથે
ખભેખભો મીલાવીને
ચાલતા હોઈએ
બસ એમ જ
આપણે ચાલ્યા કરીએ છીએ
ઘડિયાળના કાંટા સાથે.
છ વાગ્યા : દૂધવાળો હશે….
આઠ વાગ્યા : છાપાવાળો હશે…
દસ વાગ્યા : શાકવાળી હશે….
બાર વાગ્યા : રિક્ષાવાળો હશે…
ચાર વાગ્યા : ફેરિયો હશે….
અને
અચાનક એક દિવસ
આપણે ચાલ્યા જઈએ છીએ
ક્યાંક દૂ…..ર…….
ઘડિયાળને રડતું મૂકીને !!

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે ગઝલો – સુનીલ આર. ભીમાણી ‘અંગત’
વિજ્ઞાન-અધ્યાત્મ – વિનોબા ભાવે Next »   

30 પ્રતિભાવો : વસંતરસ – હિરલ વ્યાસ ‘વાસંતીફૂલ’

 1. ખરું છે, સંઘર્ષ વિનાની સિદ્ધિની કદર અને કિમત નગણ્ય હોય છે.
  (કાયમ તમને “આપનો અભિપ્રાય’ રેખાની નીચે વાંચ્યા છે આજે આ રેખાનેી ઉપર તમને વાંચવાનો આન્ંદ અનોખો છે.
  અભિનંદન !)

  • hardik says:

   હીરલબેન,
   ઘડીયાળ અને સારથી વાળી રચનાઑ ખુબ સરસ.

   બહુ સરસ કીધું નાણાવટી અંકલ

 2. Bindiya says:

  અછાંદસ રચનાઓ એકદમ ચોટદાર અને વિચારપ્રેરક. સુંદર સંઘર્ષ યાત્રા….

 3. Pravin V. Patel [USA] says:

  સંઘર્ષથી સિધ્ધિ પ્રાપ્ત થાય છે ત્યારે એનું જે ફળ મળે તે છે સંતોષ-પરમ આનંદ.
  બેનશ્રી હિરલબેન,
  ખુબજ સુંદર રજુઆત.
  આપની રચનાઓ વહેતી રહે.
  હાર્દિક શુભેચ્છાઓ.
  અભિનંદન.

 4. જગત દવે says:

  સંઘર્ષ વગરની સફળતા મેળવનાર પાસે ઘણીવાર ‘માનવતા’ નામની મૂડી નથી હોતી અને તેની એ ‘દરિદ્રતા’ ની દયા દરિદ્ર ને પણ ઘણીવાર આવતી જોઈ છે.

  સંઘર્ષનું પૂર્ણવિરામ…….અહમની શરૂઆત ન બને તેનું સતત ધ્યાન રાખવું ઘટે.

  અછાંદસ રચનાઓ…..સુંદર.

 5. અરે વાહ! પ્રતિભાવકમાંથી આપે તો લેખિકા તરીકેની છલાંગ લગાવી અને શ્રી ભજમનસાહેબે કહ્યું તેમ રેખાની નીચેથી ઉપર પહોંચી ગયા.

  બધી જ રચનાઓ ગદ્ય અને પદ્ય સરસ છે અને કાઈ ને કાઈ સંદેશ આપે છે.

  ખુબ ખુબ ધન્યવાદ.

  • સ્વાભાવિક રીતે આપણી સરકાર સતત પ્રયત્ન કરે છે કે ગરીબો ગરીબી રેખાની ઉપર આવે….આમાં પણ એવું જ કંઇક છે ને!

 6. Ramesh Desai USA says:

  ખુબ જ સરસ. After reading all your opinions,now I know you are a good writer too.Keep writing Good reading material. આભાર

 7. જય પટેલ says:

  વસંત બારણે ટકોરા મારી રહી છે ત્યારે નવતર સાહિત્યત્યિક વસંતરસ પણ માણવો ગમ્યો.

  સંઘર્ષ પરના વિચારો આજની વૈશ્વિક મંદીમાં પ્રેરણાત્મક બની રહેશે.
  રડતું ઘડિયાળ…ગમ્યું….પણ રોજિંદી આ ઘટમાળમાંથી કોઈ છુટી શક્યું છે ?

  નવોદિત યુવાસર્જક સુશ્રી હિરલબેનની કલમમાંથી સાહિત્યિક રસ મળતો રહેશે તેવી અભિલાષા સાથે.

 8. હિરલ બહેનની સરસ વાતો. સંઘર્ષ અંગેનું મનોમંથન સુંદર મનનિય છે.

  કરો સંઘર્ષ તો છેલ્લે મળશે હર્ષ. આપની વેબસાઈટ પર તો આપને મળતા જ રહીએ છીએ પણ અહિં આપને એક સર્જક તરીકે લાઈનની ઉપર (કર્ટસીઃભજમનભાઈ) મળવાનો અનેરો આનંદ થયો.

  આપના અછંદાસ કાવ્યોમાં ચમકારા હોય છે.

  જનકલ્યાણમાં આપની કૃતિ પ્રકાશિત થઈ એ બદલ અભિનંદન.

 9. Veena Dave. USA says:

  હિરલબેન્,
  સરસ. આમ જ લખતા રહેજો જેથી વાચકોને વાંચનરુપી મહેક મળતી રહે અને કોઈને લખવાની પ્રેરણા પણ મળી રહેશે.
  આભિનંદન્.

 10. Jagruti Vaghela U.S.A. says:

  Hiralben
  Congretulations!
  Keep it up

 11. કલ્પેશ says:

  સરસ.

  પ્રભુ મને શક્તિ આપે કે હું કંઇ લખી શકુ, તમારાથી પ્રેરાઇને.

 12. Dr.Ekta.U.S.A. says:

  હિરલ બેન્,
  ખુબજ સરસ રચનાઓ.
  જિવન સંધષૅ નિ વાતો ખુબજ ગમિ .દરેક કવ્ય પંક્તિ પણ સુંદર છે.
  આભાર્.
  એક્તા

 13. Chirag Patel says:

  બહુ જ સરસ હિરલ!!
  we hope to read more n more beatiful creations from you in the future.

 14. Tejal Thakkar says:

  ખુબ જ સરસ અને પ્રેરક રચનઓ.
  પ્રભુ તને આમ જ સફળતા અપાવે. રીડગુજરાતીમાં તારી રચનાઓ વાંચવાની ખુબ જ મજા આવી.
  તારો અને રીડગુજરાતીનો ખુબ ખુબ આભાર.

 15. “રડતું ઘડિયાળ ” ખુબ સુંદર રચના

  રડવા ની કે હસવાની કે બોલવાની કે ચુપ થવાની માનુંષિક ભાવનાઓ ઘડિયાળ માં કલ્પીને કમળ કર્યો

  બીજીજ આવી રચના માણવા click કરો

  http://thakkardhiraj.wordpress.com/

 16. trupti says:

  હિરલબહેન,
  સુંદર રચનાઓ પિરસવા બદલ અભિનંદન.
  તમારી સંઘર્ષ અને ધડિયાલ વિશે ની રચના ખુબજ ગમી. આવુજ સરસ લખતા રહો.

 17. Maulesh,Africa says:

  Words are one of the important resource of POWER…

  Your creations of words are providing the fuel to our thought process towards the positive aspects of life and empower us with inspiration to make our life LIVE!!

  So please keep it up………

  Thanx from : Minal-Maulesh.

 18. Hitul Patel says:

  ખૂબ ખૂબ અભિનંદન..

  સતત સંઘર્ષ કરનાર અને વગર સંઘર્ષે જેણે મળી ગયું છે તે બંનેને પ્રેરણાં આપે તેવી ખૂબ સરસ આ રચના છે.

 19. Chintan says:

  હિરલબહેન..ખુબ સુંદર રચનાઓ છે આપની…સંઘર્ષ વિનાની જીત જીવનમાં એટલો આનંદ નથી આપતી..ખુબ સરસ લેખ છે આપનો. અછંદાસ કાવ્યો પણ ખુબ સરસ છે. આપને ખુબ ધન્યવાદ.

 20. nayan panchal says:

  હિરલબેન,

  સુંદર રચનાઓ, સારથિ સવિશેષ ગમી. તમારા તરફથી વધુ ને વધુ સર્જન માણવા મળે એવી શુભેચ્છા.
  આભાર,
  નયન

 21. MILIND says:

  બહુ જ સરસ ….

 22. બહુ સરસ હિરલ ગદ્ય અને પદ્ય બન્ને ગમ્યા…

 23. Bhavika says:

  Really very good creations and happy to see them on this site.\
  Keep it up.

 24. Hiralben
  Really I like your all creation .It is very strong point of u . that Software engineer write literature.

 25. Lata Hirani says:

  પણ છેવટે તો મારા કૃષ્ણ-શબ્દો જ
  બને મારા સારથિ !

  કેટલુઁ સરસ….

 26. Manoj Thaker says:

  Hiral,
  It is nice creation I myself Gita & your brother are very much impressed and we have no words how we can give ours feelings for these.God gives you more and more happines in creation your feelings.

 27. kamini says:

  હિરલ્ તારા લેખ અને કવિતાઑ બન્ને બહુ ગમ્યા. બધીજ રચનાઓ ખુબ સરસ છે.

 28. Ashish Dave says:

  Very nice Hiralbahen. All of them are nice but I really liked # 2. Keep writing…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.