ડાઉનલોડ – મૃગેશ શાહ

રવિવારનો દિવસ હતો. ખાસ કશું કામ નહોતું. કોઈપણ પ્રકારના આયોજન વગર દિવસ પસાર કરવાની ઈચ્છા હતી. આમ તો મહાનગરોમાં કુદરતનું સાનિધ્ય મળવું મુશ્કેલ હોય છે પણ સદભાગ્યે મારા ઘરની નજીક વૃક્ષાચ્છાદિત સરસ મજાની કૉલોની આવેલી છે. એનાં ખુલ્લાં હરિયાળા મેદાનોનું આકર્ષણ તો મને પહેલેથી છે જ પણ એથીયે વિશેષ તેમાં રહેતા પ્રેમાળ લલિતકાકાનું વ્યક્તિત્વ મને વધારે આકર્ષિત કરે છે.

લલિતકાકા આમ તો જોકે ઉંમરમાં મારાથી ઘણા મોટા છે પણ એમની સાથે બેઠાં હોઈએ ત્યારે બાળપણનો કોઈ ભેરુ મળી ગયા જેટલો આનંદ થાય. નવરાશની પળોમાં અલકમલકની વાતો કરવા મને એમની ઘરે જવું ગમે. પત્નીના અવસાન બાદ કૉલોનીના મકાનમાં તેઓ સાવ એકલા. દીકરો મોટા શહેરમાં નોકરી કરે એટલે મહિનામાં એક-બે દિવસ ઘરે આવે. કંપનીએ કૉલોનીમાં ઘર આપ્યું હતું. તેઓ એટલાથી સંતુષ્ટ હતા. રોજ સવાર-સાંજ ટહેલવા નીકળું ત્યારે લલિતકાકા બાલ્કનીમાં બેસીને પોતાના મનપસંદ ફિલ્મીગીતો સાંભળતાં નજરે પડે. ઘણા સમયથી એમને મળવાનું નહોતું થયું એટલે આ રવિવારની તક મેં ઝડપી લીધી.

દાદર ચઢીને ચાલીમાં પ્રવેશતાં તેમનું પહેલું જ ઘર. બહાર નેતરની ખુરશીમાં આરામથી લંબાવીને સૂર્યસ્નાન કરતા લલિતકાકા હંમેશની જેમ આજે પણ સદાબહાર ગીતોના સંગીતમાં ડૂબેલા હતાં.
‘વાહ, વાહ શું અદા છે કાકા ! તમે તો શેષશૈયા પર વિષ્ણુ ભગવાન લંબાઈને સૂતાં હોય એમ આરામખુરશીમાં બેઠા છો !’ મેં હસીને કહ્યું.
‘ઓહો ! આવ આવ ભઈ, ક્યારે આવ્યો ખબર જ ન પડી. હું જરા આ ગીતો સાંભળવામાં તલ્લીન થઈ ગયો હતો. ઘણા દિવસે દેખાયો ને કંઈ… ચાલ, અંદર બેસીએ…’ કાકાએ આવકાર આપતાં કહ્યું.
‘ના… ના… અહીં બહાર જ બેસીએ. સરસ બાલ્કની છે. અહીં મજા આવશે…’ મેં પાસેની ખુરશી ખેંચતા ઉમેર્યું, ‘બસ, આજે રજા હતી તો થયું કે કાકાને મળી આવું. તમે કહો શું નવાજૂની ચાલે છે ?’
‘અમારે તો એ જ જિંદગી. ‘સ’ થી ‘સ’ સુધી…’
‘એટલે ? હું કંઈ સમજ્યો નહીં.’
‘એટલે કે સર્વિસથી સંગીત સુધી અને સંગીતથી સર્વિસ સુધી… નોકરી અને ગમતાં ગીતોને સહારે જિંદગી ચાલ્યા કરે છે.’
‘તમે ગીતોના બહુ મોટા ચાહક લાગો છો, કાકા. તમારી પાસે કેટલી કેસેટો હશે ?’

બે ઓરડાનું એમનું કૉલોનીનું ઘર તો સાવ સામાન્ય હતું. નાનકડું એવું ટેપરેકોર્ડર પણ ઘણું જૂનું લાગતું હતું. પરંતુ મને થયું કે સંગીતમાં આટલો રસ ધરાવનાર પાસે કેસેટોનો બહુ મોટો સંગ્રહ હશે. એટલે મેં સહજ પૂછી નાખ્યું. ટેપરેકોર્ડરનો અવાજ થોડો ધીમો કરીને પાસે પડેલી ટ્રે મારી તરફ ધરીને તેઓ બોલ્યાં :
‘ના રે ભઈલા… આ જો.. ફક્ત બાર થી પંદર કેસેટો છે.’
‘ઓહ ! તો તમે આ એકની એક જ કેસેટો સાંભળ્યા કરો છો ?’
‘હા. આ ‘બૈજુબાવરા’ની છે ને એ મેં નહીં નહીં તોયે ચાલીસ-પચાસ વાર સાંભળી હશે. આ બીજી ‘મિલન’ની તો સાવ ઘસાઈ જવા આવી, પણ તોય મજા આવે છે. આમાંની એકેય પચ્ચીસ-ત્રીસ વારથી ઓછી નહીં હોય.’
‘તો તમે બીજી નવી કેસેટો કેમ નથી ખરીદતા ?’ મેં આશ્ચર્યથી પૂછ્યું.
‘નવી શું કામ ? જરૂર શું છે ? જે દવા માફક આવી જાય એ ચાલુ રાખવાની ! સંગીતનો હેતુ આનંદ મેળવવાનો તો છે ! જેમ જેમ એ પરિચિત થતું જાય તેમ તેમ એમાં એક નવી મીઠાશ ઉમેરાય છે. ખરલમાં જેમ દવા ઘૂંટાય અને તેનો પ્રભાવ વધતો જાય એમ એકનું એક સાંભળીને તે આપણા અસ્તિત્વનો એક ભાગ બની જાય છે. જેમ સાંભળતા જઈએ તેમ એ વધારે મધુર લાગતું જાય છે.’ એમ કહેતાં એ જ ચિરપરિચિત સ્મિત કાકાના મોં પર રમતું હતું.

લલિતકાકા પોતાની દુનિયામાં મસ્ત હતાં. લીંબુનું શરબત બનાવનાર જેમ લીંબુનું ટીપે-ટીપું નિચોવી લે તેમ તેઓ પોતાની પાસે આવેલી દરેક ચીજને મન ભરીને માણી લેતાં. એમના કબાટમાં ગોઠવેલા પુસ્તકોની સ્થિતિ જોઈને જ અંદાજ આવી જતો કે એ પણ પેલી કેસેટોની જેમ અનેકવાર વંચાઈ ગયા હશે. બિનજરૂરી ચીજવસ્તુઓનો ખડકલો કરવાની તેમને ટેવ નહોતી. જેટલું ઉપયોગી હોય તેટલું જ તેમની પાસે ટકતું. કૉલોનીના વૃક્ષોની ઘટામાં શીત લહેરોની ઠંડક માણતાં લલિતભાઈ સાથે વિચારગોષ્ઠી કરીને હું બપોરે ઘરે આવ્યો.

બળબળતા બપોર પછી ઉનાળાની સાંજનો પવન આહલાદક લાગે છે. એ સાંજ જો રવિવારની હોય તો વધારે ગમે છે કારણકે એ એક જ દિવસ એવો છે જ્યારે મિત્રોના ઘરે ફોન કર્યા વગર જઈ શકાય છે. બાકી તો રોજની દોડધામ ભરી જિંદગીમાં પાસે રહેતા મિત્રને પણ ફોન કર્યા વગર જવાનું મન નથી થતું. એટલે આજે હું સીધો જ વિશાલના ઘરે જઈ પહોંચ્યો. એ બહાર હિંચકે ઝૂલતો હતો. મને જોઈને એ ઝડપથી મારી નજીક આવ્યો અને મને કહે :
‘શું યાર ! કેટલા દિવસે દેખાયો. પેલા દિવસે તને ફોન કર્યો તો કેમ ઊંચકતો નહોતો ?’
‘હું રસ્તામાં હતો. ટ્રાફિકમાં ક્યાં ફોન લઉં ? પણ પછી તને ફોન કરવાનો રહી ગયો. તારે શું ચાલે છે એ સંભળાવ…. નવી જોબ કેવી છે ?’
‘અરે એકદમ જોરદાર ! આવી જોબ તો કરોડો આપતાંય ના મળે.’
‘એટલે ? તને કંપનીનો ડાયરેક્ટર બનાવી દીધો છે કે શું ?’
‘એમ સમજને કે ડાયરેક્ટર જેવી જ આઝાદી છે… પૂરેપૂરું ઈન્ટરનેટ ફ્રી વાપરવા મળે… અને….’
‘એક મિનિટ… એક મિનિટ…’ મેં એને અટકાવતાં લેપટોપ તરફ આંગળી ચીંધીને પૂછ્યું : ‘આ નવું ક્યારે લીધું ?’
‘અરે હા ! એ તો કહેવાનું ભૂલી જ ગયો. આ હમણાં ગયા મહિને જ નવું લીધું.’ વિશાલે ઉત્સાહથી કહ્યું.
‘તો પેલું જૂનું ?’
‘વેચી દીધું. એમાં તો શું સમાય ? હવે મારે વધારે જગ્યા અને કેપેસિટીવાળું જોઈએ ને…. અને આ પણ અડધું ભરાઈ ગયું….’
‘ઓહો ! એટલું બધું કામ ઑફિસમાં રહે છે કે તારે બધો ડેટા લઈને ઘરે આવવું પડે ?’ મેં તેનું લેપટોપ હાથમાં લેતાં આશ્ચર્યથી પૂછ્યું.

‘ના યાર… આ તો બધું ઈન્ટરનેટથી ડાઉનલોડ….. જો બતાવું…’ એમ કહીને એણે મારા હાથમાંથી લેપટોપ લઈને ચાલુ કર્યું. કી-બોર્ડ પર તેની આંગળીઓ ફટાફટ ફરી રહી હતી. ટચ-પૅડ પર આંગળી ફેરવીને એણે એક પછી એક બધો ડેટા મને બતાવવા માંડ્યો : ‘આ જો…. આફ્રિકાના જંગલોમાં ઉતારેલી એક જોરદાર ડોક્યુમેન્ટરી ફિલ્મ છે. મેં હજુ જોઈ નથી પણ બહુ પ્રખ્યાત ફિલ્મ છે એમ સાંભળ્યું છે…. અને આ બીજું ફોલ્ડર જો… આમાં 1500 અંગ્રેજી ઈ-બુકસનું કલેકશન છે. બધી જ ઘેર બેઠાં વાંચી શકાય… જો કે હજુ એમાં બીજી 200 ઈ-બુક ખૂટે છે જે હું શોધું છું, પણ મળતી નથી. હવે આ જે 500-600 ફાઈલો દેખાય છે એ બધા 1940 થી 1970 સુધીના જૂના ગીતોનું કલેકશન છે… આ મારી આંગળી મૂકી છે ત્યાં ગુલાબી રંગનું જે ચિત્ર દેખાય છે એ ક્લિક કરવાથી 200 જેટલી નવી ગેઈમ્સ રમવા મળે…. આ ફોલ્ડરમાં આખા રામાયણ અને મહાભારતના વિડિયો સંગ્રહિત કર્યા છે….. એની બાજુમાં યુ-ટિયુબ પરથી ડાઉનલોડ કરેલા નવા ગીતોનું સંકલન છે. હવે આ જો…. એન્સાઈક્લોપિડિયાની 17 સીડીનો સેટ આમાં કોપી કરીને રાખ્યો છે. એની સાથે 200 રેસિપીની વિડિયો છે….. આ ફોલ્ડરમાં 1200 જેટલા વૉલપેપર છે… અને એની સાથે…..’
‘બસ…બસ….’ એને અટકાવીને મેં પૂછ્યું : ‘આટલું બધું તને જોવાનો સમય ક્યારે મળે છે ?’
‘ના રે… જોબમાંથી સમય જ ક્યાં છે ? આ તો બધું ડાઉનલોડ કરી રાખ્યું. ક્યારેક કામ આવે !’ એ જરા સંકોચ સાથે બોલ્યો.

વિશાલને વિદાય આપતાં અનાયાસે મારાથી તેની લલિતકાકા જોડે સરખામણી થઈ ગઈ. એકની પાસે માંડ ગણત્રીની કેસેટો હતી અને તેમાં એ આનંદમગ્ન હતાં. જ્યારે વિશાલની પાસે માહિતીનો એવો ખજાનો હતો જેમાં તેણે ક્યારેય ડૂબકી મારી નહોતી ! એકની કેસેટો ઘસાઈને તરડાઈ ગઈ હતી જ્યારે અહીં બીજાને એનો ખ્યાલ પણ નહોતો કે આ મેં શામાટે ડાઉનલોડ કર્યું છે ! સાધનોનો સદુપયોગ કરીને વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં આગળ વધે તેમાં કશુંય ખોટું નથી. પરંતુ માહિતીના આ ઘૂઘવતા સાગરમાંથી પોતાને કામનું શું છે એનો વિવેક તો વ્યક્તિએ જાતે જ કેળવવો પડે છે. અંતે તો જે કંઈ આપણી પાસે હોય તેને પૂરતું માણી લેવું, એ માણવા માટે સમય ફાળવવો, એને વારંવાર ઘૂંટવું એ જ મુખ્ય બાબત છે. ફક્ત ‘ડાઉનલોડ’ કરવાથી એ આપણું નથી થઈ જતું. રવિવારની કોઈક સાંજે આપણા કોમ્પ્યુટરના D, E, F, G ડ્રાઈવ પર ક્લિક કરીને જોઈ લેવા જેવું ખરું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સુખી જીવનનાં સાધન – અનુ. રત્નસિંહ પરમાર
આકાશગંગા – સંકલિત Next »   

46 પ્રતિભાવો : ડાઉનલોડ – મૃગેશ શાહ

 1. Nitin says:

  બહુ જ સરસ સમજ્વાલાયક લેખ. મૃગેશ ભાઈ એ બે વાસ્તવિક ઉદાહરણો દ્વારા કહેવાની વાત કહી છે. આપણી પાસે ગમે તેટલી વસ્તુઓ નો સંગ્રહ હોય પણ જો તેનો યોગ્ય ઉપયોગ ના થતો હોય તો તેનો કોઈ અર્થ નથી. કોઈ પણ વસ્તુનો વિવેકપુર્ણ ઉપયોગ ખુબ જ જરુરી બાબત છે અને તો જ આપને તેના ઉપયોગ ધ્વારા સાચો આનન્દ મેળવી શકીએ.

  આભાર મૃગેશ ભાઈ આટલી ઉપયોગી વાત હળવી શૈલી મા સુંદર ઉદાહરણો થી સમજાવવા બદલ.

  નિતિન પટેલ
  વડગામ થી

 2. સાચી વાત.

  ક્યારેક કેટલીક સ્ત્રીઓ થોડી સાડીઓમાં ચલાવી લેવાને બદલે પેલી પાસે તો ૫૦ સાડી ઓ છે મારી પાસે પણ હોવી જોઇએ એવી હુંસાતુંસીમાં નવી સાડીઓ ખરીદી લાવે છે પણ કદાચ એનો એટલો ઉપયોગ થતો જ નથી.

  માણસનું મન સંતોષી હોય તો જેટલું છે તેટલામાં’ય આનંદ મળે અને જો સંતોષી ન હોય તો જેટલું છે તે’ય અઓછું પડે.

 3. Chintan says:

  પ્રથમ તો આપનો ખુબ આભાર મૃગેશભાઈ આ લેખ આપવા બદલ.
  બંને વાસ્તવિક વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો છે મૃગેશભાઈ આપે આજના લેખમાં. ફરીથી આપના ઘરે આવાનુ થશે તો લલિતકાકાને મળવું ચોક્કસ ગમશે.
  આપ આ રીતે આપના લેખ સમયાંતરે આપતા રહો તેવી આશા.

 4. કલ્પેશ says:

  Information overload.

  આજે આપણી પાસે ચપટી વગાડતા માહિતી મળે એવા સાધનો છે પણ એનો ઉપયોગ?
  શરુમા મે પણ થોડુ આવુ કર્યુ હતુ. હવે ડાઉનલોડ થોડું ઓછુ થઇ ગયુ છે

  કદાચ આની પાછળ વિચાર એવો છે કે બધુ મારી પાસે હોય તો જ્યારે મન થાય ત્યારે વાંચી/સાંભળી શકાય.
  પણ એ બધુ પણ ઘરમા પડેલ અજીરો (શબ્દ બરાબર છે?) થઇ જાય છે. આપણા ઘરમા પણ કેટલી આવી વસ્તુ હશે?

  પાણી ઓછુ ઘરે આવતુ હોય તો ઘણુ ભરી રાખો? અનાજનુ પણ એમ જ? (તે છતા તેને સંઘરવાની એક લિમિટ છે)
  આપણે પાણી લેવા દૂર જવુ પડતુ હોય તો કોણ તસ્દી લે ભરી રાખવાની?, ઉંચકીને લઇ કોણ જાય અને કેટલી વખત?
  જુના સમયમા બધી વસ્તુઓ લેવા જવુ પડતુ અને નવા સમયમાં સામેથી આવે છે.

  આના પર સારુ સંશોધન થયુ છે/થાય છે.
  શુ ઘણી બધી ચોઇસ માણસ માટે સારી? (અમેરિકામા કોફી અથવા ગ્રોસરી (કરિયાણા) દુકાનમા જવુ, આ માટે)

  ઓછી વસ્તુઓથી માણસ ચલાવી શકે છે અને ઘણી હોય તોય મન ન ભરાય.
  માણસ તરીકે આપણે વિચિત્ર પ્રાણી છીએ.

  • જય પટેલ says:

   કલ્પેશ

   અજીરો નહિ….અજીર્ણ.

   • Raj says:

    Jay,

    I think what Kalpesh means to say is ‘HAJIRO’ = ‘SANGRAHSTHAN’ OR ‘SANGRAHAALAY’

    ‘AJIRNA’ MEANS ‘APACCHO’ = ‘INDIGESTION’

    • કલ્પેશ says:

     રાજ,

     બરાબર. એ શબ્દ “હજીરો” છે જેના અનેક અર્થ છે.
     અને એમાથી એક – કચરાનો ઢગલો; ઉકરડો. જેમકે, ઘરમાં ઘણો હજીરો પડયો છે.

     http://www.gujaratilexicon.com/index.php?action=GGDictionary&sitem=%E0%AA%B9%E0%AA%9C%E0%AB%80%E0%AA%B0%E0%AB%8B&type=1&dict=2&page=0&p=1

     • જય પટેલ says:

      કલ્પેશ

      આપ અજીરો શબ્દની વાત કરી રહ્યા હતા….હજીરો નહિ.
      મેં જ્યારે અજીરો શબ્દ સર્ચમાં મુક્યો ત્યારે લેક્સીકૉનનું સર્ચ કહે….
      અજીરો શબ્દ મળ્યો નથી.

      સંગ્રહ કરેલું જ્યારે ઉપયોગમાં ના લેવાય ત્યારે ધીરે ધીરે જીર્ણ થવા માંડે.
      ખોરાકમાં પાચનશક્તિની મર્યાદા બહાર આરોગીએ ત્યારે અપચો…અજીર્ણ થાય…!!!

      અમારા ચરોતરમાં સામાન્ય બોલીમાં અજીરો કે હજીરો શબ્દ ક્યારેય સાંભળ્યો નથી.

     • જગત દવે says:

      હું કાઠીયાવાડી છું અને ભાવનગરી પણ અને હજીરો શબ્દ મારા કાને અનેકવાર અથડાતો રહ્યો છે. કાઠીયાવાડ આજે પણ આવા ઘણાં ‘અપ્રાપ્ય’ શબ્દો નું પ્રાપ્તિસ્થાન છે.

      શ્રી જયભાઈ ભાવનગર ભુલા પડવા જેવું છે હોં…….

 5. nayan panchal says:

  મૃગેશભાઈ, તમારો આ લેખ આજના સમયમાં ખરેખર ખૂબ ઉપયોગી છે.

  ફરી એક વાર, જયવતીજીનુ વાક્ય “સુખ સાધનોમાં નથી, એ તો સાધનોમાંથી આનંદ નીપજાવવાની આપણી ક્ષમતા પર છે” યાદ આવી ગયુ.

  મને પણ આવી જ રીતે ઇન્ટરનેટ પરથી ઘણુ બધુ ડાઉનલોડ કરવાની ટેવ હતી. કલ્પેશભાઈએ કહ્યુ તેમ ફુરસદમાં જોઈશુ, પરંતુ તે ફુરસદ તો નથી આવતી, માત્ર નવુ નવુ જમા થયા કરે છે.
  એ જ વાત ઓડિયો કેસેટ્સ, સીડી વગેરેને લાગુ પાડી શકાય. બધુ ઢગલો તો થયા કરે પરંતુ એ સાંભળવા, માણવા માટેનો સમય, મૂડ વગેરે એટલુ આસાનીથી નથી મળતુ.

  આ જ વાત કપડા, જૂતા અને અન્ય ભૌતિક વસ્તુઓને પણ લાગુ પાડી શકાય. ઘણીવાર આખુ વાર્ડરોબ ભરેલુ હોવા છતા આપણને જે પહેરવાનુ મન હોય તેવુ શર્ટ મળતુ નથી. કોઈક વાર ખાસ વ્યક્તિએ આપેલુ એક શર્ટ બીજા પચીસ શર્ટની ગરજ સારે છે.

  આ જ વાત વાંચનને પણ લાગુ પાડી શકાય. ઘણુ બધુ વાંચવાનુ મહત્વનુ નથી. ઘણીવાર ઘણુ બધુ વાંચવા જતા તેમાનો અર્ક ચૂકી જવાય કે પૂરેપૂરી રીતે ગ્રહણ ન કરી શકાય તેવી શક્યતા ખરી. આખા વર્ષમાં માત્ર બે-ત્રણ પુસ્તકો વાંચીએ અને સમજીએ તો ય ઘણું.

  આ જ વાત સંબંધોને પણ લાગુ પડે છે. ઘણી વાર ખાસ કરીને આગલી પેઢીના લોકો અમુક મૃતઃપ્રાય સંબંધોને જબરદસ્તીથી જીવડાવવા માગે છે. ઘણા બધા સંબંધો હોવા કરતા હ્રદય સાથે જોડાયેલા બહુ થોડા સંબંધો વધુ મહત્વના હોય છે. કેટલા સંબંધો જીવિત છે તેના કરતા સંબંધોમાં કેટલુ જીવન છે તે વધુ મહત્વનુ છે.

  આભાર,
  નયન

 6. Divyesh Aghera says:

  વોરન બુફ્ફેટ નિ યાદ આવી ગઇ આ લેખ વાચીને. ઘણૉ જ સરસ લેખ છે.

 7. મસ્ત લેખ્… I can relate myself to Vishal….. Now a days even 1 Tera Byte HDD is not enough…. 🙂

  • Chirag says:

   Anand,
   1TB? Dude, I’ve got RAID of 4TB in Drobo – and still not enough space. Planning to create another RAID with 16TB. I download lots of HD Movies (English, Hindi), I’ve got songs from 1950 to 2010 (All songs, All movies) yet – I need more space to run my web apps and hosting!

   • Raj says:

    Guys (Anand, Vishal and Chirag)……

    I thought I was one of those crazy ones….glad to know I am not the only Gujarti – there are others like me…… 🙂

   • જગત દવે says:

    ચિરાગભાઈઃ

    તમારો ખજાનો તો લુંટવા જેવો લાગે છે. 🙂 મારી પાસે ૧ ટેરાબાઈટ જેટલો તો છે જ.

    મને કોઈ કહે કે આ બધું સાંભળવાનો/ જોવાનો ટાઈમ મળે છે? તો કહું છું કે ‘આ તો મારી નિવૃતિની તૈયારીઓ છે’

    જો કે મારી પાસે ૧૯૪૦ થી ૨૦૧૦ સુધીનાં ગીતો છે અને તેને સાંભળવાનો સમય ઓફીસ જતી આવતી વખતે મળી રહે છે. સાયગલ થી માંડીને સોનુ સુધી અને કાનનદેવી થી માંડી ને શ્રેયા સુધી જે પણ કાંઈ સુરીલું છે તે માણી શકું છુ. જાઝ પણ ગમે અને સિમ્ફોનીઝ પણ ગમે અને ભારતીય શાસ્ત્રીય સંગીત વિષે તો લખીએ તેટલું અને સાંભળીએ તેટલું ઓછું છે.

    તમારો ખજાનો લુંટવા ‘ખુલ જા સીમ સીમ’ બોલું તો?

    • Chirag says:

     જગત ભાઈ,
     ખજાનો તો લુટાવવા માટે છે…. લુટવા માટે નહિ…. કો તો ખરા – કયા ગીત જોઈયે છે…. MP3 Link મોકલી આપુ…. તમને મ રફિ અને કિશોર કુમાર ના ગુજરાતિ ગિતો ગમે? મારી પાસે એ પણ છે….

     • જય પટેલ says:

      ચિરાગ

      મને રફી અને કિશોરકુમારના ગુજરાતી ગીતોમાં રસ છે.
      આપનો મધુર સંગીતનો ખજાનો રીડ ગુજરાતીના વાચકો માટે ખોલવા બદલ આભાર.
      MP3 લિંક આપવા વિનંતી છે. મને ગુજરાતી ગીતોમાં વધુ રસ છે…ખાસ કરીને ઑલ્ડીસ.

      આભાર.

     • Tarun Patel says:

      ચિરાગ

      Please send me your mp3 link. Thank…Here is my email id

      tarun1@mail.com

      Thanks Again.

    • Veena Dave. USA says:

     ‘શાહજહાં’ ફિલ્મના શમશાદ બેગમે ગાયેલા ગીતો કોઈની પાસે છે? એક ગીત જેના શબ્દો કંઇક ‘બાદલને ગેસુ બિખરાયે
     આ સાથી ઝુમ ઝુમ્ ‘ એવા છે મને બરાબર્ ગીત જેવા જ શ્બ્દો યાદ નથી આ ગીત કોઇક વખત રવિવારે સાંજે ૪ વાગ્યા પછી જુની ફિલ્મોના ગીતો રેડિયો પરઆવતા એમા કોઇ વખત આવતુ.

     • Jagat Dave says:

      વિણાબેનઃ

      મારી પાસે લગભગ છે જ…….હું આપને ૨ દિવસમાં શોધી ને કહીશ. આપનો ઈ-મેઈલ આઈડી આપશો. મારો ઇ-મેઈલ છે. ja_bha@yahoo.co.in

      ગીતનાં શબ્દો છે….’જબ ઊસને ગેસું બિખરાયે બાદલ આયા રુમ-ઝુમ કે’ ગીતકાર હતાં મજરુહ સાહેબ અને સંગીતકાર નૌશાદ સાહેબ. એજ મજરુહ સાહેબે ૭૫ વર્ષની ઉમરે ‘પહેલાં નશા પહેલા ખુમાર’ જો જીતા વોહી સિકંદર માટે લખેલુ.

      ચિરાગભાઈ નો ખજાનો તો જાણે ખુલ્લો જ છે આપ બસ લીંક મારા ઇ-મેઈલ મોકલી આપશો…..આપને જોઈતા કોઈ અપ્રાપ્ય ગીતો હોય તો જણાવશો.

      મન્નાદા એ ગાયેલું ‘હુ તુ તુ તુ તુ જામી રમતો ની ઋતુ’ અને પંખીઓ એ કલશોર કર્યો ભાઈ’ શોધું છુ. અમીરબાઈ કર્ણાટકી એ ગાયેલ ‘રાણકદેવી’ ફિલ્મનાં ગીતો (ખાસ કરી ને મારે તે ગામડે એક વાર આવજો’ )જો મળી જાય તો કેટલું સારું!!!.

    • Veena Dave. USA says:

     મા. શ્રી જગતભાઈ,
     આપનો ખુબ ખુબ આભાર.
     હુ અથવા મારા પતિ શ્રી દિલેશ દવે આપને ચોક્કસ ઇમેઈલ કરીશુ.

 8. Ami says:

  મ્રુગેશ્,

  એકદમ સાચી વાત કહી તમે. બિનજરુરી વસ્તુ ભેગી કરવાનો માણસનો સ્વભાવને કારણે ઘણી સારી “વસ્તુ”ઓ ને આપણે સમાવી શકતા નથી – અથવા ધ્યાન બહાર રહી જાય છે.

  આજે જ હુઁ બધા “ડ્રાઈવ” ચેક કરી લઈશ … માત્ર કોમ્પયુટરના જ નહી… જિવન ના પણ..

  આભાર..

 9. જય પટેલ says:

  ડાઉનલૉડના વળગણને દ્રષ્ટાંત સાથે હળવીશૈલીમાં પ્રતિબીંબિત કરતા સુંદર વિચારો…

  સાયકૉલોજીકલ દ્રષ્ટિએ જોઈએ તો ડાઉનલૉડનું વળગણ અસુરક્ષાની ભાવના વ્યક્ત કરે છે.
  હાર્ડ ડ્રાઈવમાં દુનિયા આખીની માહિતી એકઠી કરવી….જે ક્લિક કરવા માત્રથી ફરીથી ઉપલબ્ધ છે ત્યારે
  આવી સંગ્રહખોરીને ઈ-સંગ્રહખોરી જેવું બિરૂદ આપી શકાય.

  મૂળે તો માનવીય સ્વભાવ એકઠું કરે જ રાખવાનો છે જેને આપણે માયા કહીએ છીએ.
  સ્વભાવની આવી નબળાઈઓ….માયા….નફરત….ધૃણા શિષ્ટ વાંચનથી પણ દૂર ના થઈ શકતી હોય
  તો તે સ્વભાવની વિકૃતિઓ જ કહી શકાય જે પ્રાણ સાથે જ જાય.

  વિકાર દૂર કરે તે વાંચન….શિષ્ટ વાંચન.

  • Navin N Modi says:

   શ્રી જયભાઈ,
   સ્વભાવની વિક્રુતિઓ પ્રાણ સાથે જ જાય એ આપનું વિધાન નકારાત્મક છે. સારું વાંચન માત્ર સતત વાંચવાથી લાભ થતો નથી. ભલે થોડું, પણ વાંચ્યા બાદ મનન કરવાથી ધીરે ધીરે મન જ્યારે વાંચનમાં બતાવેલ માર્ગને સ્વીકારવા લાગે ત્યારે આપણા આચરણમાં એ માર્ગ સહજ, ખાસ કંઈ પ્રયત્ન વિના જ, ઉતરવા લાગે છે. આ અનુભવસિદ્ધ વાત છે. આથી જ કહેવાયું છે કે મન જ માનવીનો સાચો ગુરુ છે.

   • જય પટેલ says:

    શ્રી નવિનભાઈ

    આપે અનુભવના નિચોડ રૂપી કહેવત સાંભળી હશે….પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય.

    સારો સત્સંગ….સારી મિત્રતા ( સંગ તેવો રંગ )….શિષ્ટ વાંચન ( ઑફ કોર્સ મનન સાથે )
    માનવીય સ્વભાવની નબળાઈઓ જેવી કે માયા…નફરત….ધૃણાને વિસર્જિત કરવામાં
    મહત્વની ભુમિકા અદા કરે છે પણ જો આટલા સારાં પરિબળોના સંપર્કમાં આવ્યા છતાં
    સ્વભાવની વિકૃતિનું વિસર્જન અથવા કઈંક અંશે
    કાબુમાં ના થાય તો પછી આપણા વડિલોને જ યાદ કરવા ઘટે…!!

    પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય.
    આભાર.

 10. Sakshar says:

  વિશાલભાઇ ને હમણા ફ્રી ઇન્ટરનેટ છે તો ડાઉનલોડ કરિ રાખે છે… પછિ નિવ્રુત્તિ મા બધુ જોઇ કાઢશે જો જો…

 11. Chirag says:

  This story reminds me of English TV Show – Singfield – Show is about NOTHING AT ALL – Just Four Friends and their daily life and how funny things are with them…. yet show is about NOTHING AT ALL!

 12. Veena Dave. USA says:

  સરસ લેખ્ આભાર શ્રી મૃગેશભાઈ.
  સંગીત જીવનને પ્રસન્ન કરી શકે છે મારા ૨૨ અને ૨૬ વષૅના સંતાનો જ્યારે રફીસાબના, કિશોરકુમારના , લતાજી, આશાજીના અને શારદાના જુના ગીતો સાંભળતા હોય ત્યારે એમના ચહેરાની પ્રસન્નતા જોઈ મને પણ આનંદ થાય છે.
  વાંચીને મનમાં ડાઊનલોડ થાય એ મહત્વનુ .

  • rutvi says:

   અને ડાઊનલોડ થઈને જીવનમા ઉપયોગ થાય તો ઘણુ…
   સરસ કોમેન્ટ વીણાબેન ,
   રુત્વી

 13. Vaishali Maheshwari says:

  ‘Download’ – a small real-life story depicting two completely opposite characters: Lalitkaka and Vishal.
  There is a vast difference in the thinking and thoughtfulness of both the characters.

  We are also either like Lalitkaka or Vishal.
  Most of us enjoy collecting things, but we do not use them often.
  This is human nature.

  I shall also try to utilize all the resources that I have and enjoy those instead of collecting new things and keeping those lying unused.

  Thank you so much for this wonderful article Mrugeshbhai.

 14. જીતેન્દ્ર તન્ના says:

  સરસ લેખ આભાર શ્રી મૃગેશભાઈ.
  બિનજરુરી વસ્તુ ભેગી કરવાનો માણસનો સ્વભાવને કારણે ઘણી સારી “વસ્તુ”ઓ ને આપણે સમાવી શકતા નથી – અથવા ધ્યાન બહાર રહી જાય છે. અને ઘણી વખત તો આપણી આસે શું પડ્યુ ચે એ પણ ખબર નથી હોતી.

 15. મૃગેશભાઈ
  બહુજ સરસ લેખ. સામાન્ય ઉદાહરણ આપીને જીવન ઉપયોગી વાત દર્શાવી છે.
  આ સમયમાં ખરેખર બંને પ્રકારના લોકો મળશે. લલીતકાકા જેવા તો જીવનને જીવી જશે,
  જીવનને જીવ્યાનો સાચો આનંદ પણ લઈ લેશે. પરંતુ બીન ઉપયોગી ચીજ ને એકઠી કરનારાઓ બધેજ મળશે..
  દરેક વ્યકિએ આ પ્રકારની ભૂલ કરી જ હશે. નાનકડુ ઉદાહરણ દરેકને વિચારતા કરી શકે છે. આપણી પાસે કેટલી બધી વસ્તુઓ એવી પડેલી હોય છે જેને લાંબા સમય થી ઉપયોગમાં લીધી ન હોય. દુબઈમાં વારંવાર ઘર બદલવાનુ થાય ત્યારે
  આ અનુભવાયુ છે.
  કમ્પ્યુટર ની વાત કરીએ તો DOWNLOAD કરે છે , માત્ર જાણકારી માટે. ઉપયોગ કેટલો થતો હશે એ ખુદ જાણે. હા સમયની બરબાદી જરુર થાય. .પછી અફસોસ સિવાય કંઈ હાથ ન આવે. .
  અંતિમ વાત ખૂબ ગમી
  “” માહિતિના ઘૂઘવતા સાગર માંથી પોતાને કામનું શું છે એનો વિવેક તો વ્યક્તિ એ જાતે જ કેળવવો પડે.”
  આ પ્રકારના ઉત્તમ લેખો આવકાર્ય છે
  આભાર્ મૃગેશભાઈ
  કીર્તિદા

 16. govind shah says:

  Dear Mrugeshbhai,

  Very interesting article having new thought.Mere dowunloading all information will lead to explosion of information & chaos. — govind shah

 17. darshana says:

  અમદાવાદ મા રાનિ નો હજિરો આવેલો છ્હે… કદાચ ઈ રાનિ બહુ સામાન ભેગો કરતા હશે…

  જોડનિ ખરાબ છ્હે તો દરગુજર કરશોજિ….

  • જિજ્ઞેશ શનિશ્વરા says:

   દર્શનાબેન, તમારી જોડણી વાંચીને મજા આવી ગઇ. હું તમારી મજાક કરવા માટે નથી કહેતો. દિલથી કહું છું.
   આવું ગુજરાતી વાંચીને સુરત અને પારસીઓની યાદ આવી ગઇ. અને તે બંનેને હું ખુબ જ ચાહું છું.

 18. Vipul Chauhan says:

  Mrugeshbhai,

  Very thoughtful article !

  Many a times things are just stored somewhere… and then not even seen then after…. leads to waste of energy / time /resources…

  We need to improve upon this…

 19. Ashish Dave, Sunnyvale, Califronia says:

  I always note a date on what I am keeping and if I have not used it in next one year then the only place that thing goes is my recycle bin in computer or in my office.

 20. khushali shah says:

  ખુબ સરસ લેખ આનુભવો કહેવા જોઇએ.

  ખુશાલી શાહ

 21. Pankita Bhavsar says:

  khub j saras lekh!

 22. maitri vayeda says:

  ઘણો જ સરસ લેખ…
  ઉદાહરણ્ આપી ને વાત કહેવા ની આ રીત મને “સુધા મુર્તિ” ના લેખન ની યાદ અપાવી ગઇ… તેઓ પણ આ જ રીતે ઉદા. આપી ને ખુબ જ સચોટતા થી વાત સમજાવે છે….

 23. Dhaval,Baroda says:

  nice article mrugeshbhai

 24. sanjay says:

  ખુબ જ સરસ્ લેખ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.