પરિવર્તન – વત્સલા સુનીલ મનીઆર

(‘જન્મભૂમિ પ્રવાસી’માંથી સાભાર.)

રવિવારની સવાર હતી. સત્યમ આરામથી ટેબલ પર છાપું વાંચતા ચાની રાહ જોઈ રહ્યો હતો. અંદર રસોડામાં ચા બનાવી રહેલી વંદના વિચારી રહી હતી કે પોતાના મનની વાત સત્યમ સમક્ષ કેવી રીતે રજૂ કરવી. એટલે જ ટેબલ પર ટ્રે મૂકવાને બદલે જરાક પછાડીને મૂકી જેથી સત્યમનું ધ્યાન તેના તરફ ખેંચાય પણ સત્યમ ચકોર હતો. ‘જરૂર પાછું પોતાને માટે ખરીદીનું કે ગૃહસજાવટનું ભૂત વંદનાના મનમાં ભરાયું લાગે છે…. એમ લાગતાં જ એણે જાણીજોઈને પત્નીની ચેષ્ટા પ્રત્યે અણજાણ બની છાપામાં વધુ ધ્યાન ખોસ્યું.

સત્યમ સરકારી ઑફિસમાં કામ કરતો ઉચ્ચ અધિકારી હતો. દોઢેક વર્ષ થતાં જ સત્યમ અને વંદના શહેરનાં પોશ વિસ્તારની સુંદર સોસાયટીમાં સરકાર તરફથી ફાળવવામાં આવેલા વિશાળ ફલેટમાં રહેવા આવ્યાં હતાં. શરૂઆતમાં આવો સુંદર આધુનિક સુવિધાઓથે ભરેલો મોટો ફલેટ મળવા બદલ બંને ખૂબ ખુશ હતાં. સત્યમ જોડે ઑફિસમાં કામ કરતા બીજા પાંચ-છ સરકારી અધિકારીઓને પણ તેમની ગ્રેડ પ્રમાણેનો ફલેટ એ જ સોસાયટીમાં મળ્યા હતા. પ્રારંભમાં વંદના પોતાની મરજી અને પતિની પગારની શક્તિ મુજબ ખરીદીઓ કરી ઘરસજાવટ ખૂબ આનંદથી કરતી હતી ને પોતાને આ નાનકડા મહેલની મહારાણી સમજતી હતી. બંને ખૂબ આનંદથી રહેતાં હતાં.

પણ આ પરિસ્થિતિ લાંબો વખત ન ચાલી, કારણ હતું સત્યમની નીતિ અને વંદનાની જીદ !! સત્યમ ઑફિસમાં બીજા અધિકારીઓથી તદ્દન અલગ હતો. સ્વાતંત્ર્યસેનાનીનો પુત્ર હતો, એટલે સૈદ્ધાંતિક વિચારો, પ્રામાણિક-પારદર્શક કાર્યપદ્ધતિ અને નીતિમય જીવન જીવવાના તેમ જ સાદગીના પાઠો તેને ગળથૂથીમાં જ મળ્યા હતા. ભ્રષ્ટાચાર પ્રત્યે તેને તીવ્ર ઘૃણા હતી, એટલે જ ભૌતિક જીવનનો મોહ તેને લલચાવી કે ડગાવી શકતો નહોતો. જ્યારે તેની ઑફિસમાં બીજા અધિકારીઓ ટેબલ નીચેથી સરકાવી ઉપરની ધૂમ કમાણી કરવામાં ઉસ્તાદોના ઉસ્તાદ હતાં. અને એ ઉપરની કમાણી તેમની પત્નીઓ ઘરવખરી કે ગૃહસજાવટની ચીજવસ્તુઓ, અલંકાર કે સાડીઓ ખરીદવામાં વાપરતી. દર બે વર્ષે નવી ગાડી લેવી કે વિદેશમાં વૅકેશન ગાળવાના પ્રોગ્રામો કરવાનું તેમને ભારે ન લાગતું.

જ્યારે સત્યમ બિલકુલ ‘જળકમળવત’ હતો. સહકાર્યકરોની વૈભવશાળી જીવનપદ્ધતિથી અંજાતો નહીં કે પોતાના સાદગીભર્યા રહેઠાણથી નાનમ અનુભવતો નહીં. સોસાયટીમાં આ ઑફિસરોની પત્નીઓએ એક મહિલા કલબ શરૂ કરી હતી. તેની દરેક મહિલા સદસ્ય દર મહિને વારાફરતી પોતાને ઘરે ‘કીટી પાર્ટી’ રાખી સૌને ભેગા કરતી. શરૂઆતમાં તે દરેક પરિવારને વધુ નીકટતાથી ઓળખવા માટે, નવું જાણવા ને વિચારવાના હેતુથી આ પાર્ટીઓનું આયોજન કરવામાં આવતું પણ થોડા જ વખતમાં એ હેતુ ભૂલી જવાયો હતો અને આ પાર્ટીઓ ચીજવસ્તુ-ગૃહસજાવટ કે કપડાં-અલંકારોના પ્રદર્શન જેવી બની ગઈ હતી. દરેક આયોજક કંઈ નવું બતાવી બધાને આંજી દેવાનો જ પ્રયત્ન કરતું હોય એમ થઈ ગયું હતું…..

વંદનાને પણ આ મહિલા કલબમાં જોડાવાનું આમંત્રણ મળ્યું અને વંદના તેની સભ્ય બની પણ ગઈ…. શાંત પાણીમાં જો એક પથ્થર પડે તો તે અનેક વર્તુળો રચી પાણીને અસ્થિર બનાવી દે તેવી જ રીતે આ કીટી-પાર્ટીઓએ વંદનાના જીવનમાં નાનમ-ભોંઠપના વલયો રચી તેનામાં દેખાદેખીની ભાવના જગાડી દીધી અને તેનું શાંત-સંતોષી જીવન ડહોળાઈ ગયું. વંદનાને પોતાનું ઘર બીજાં ઘરોની તુલનામાં વામણું દેખાવા લાગ્યું. તેને પણ નવા ઘરેણા-સાડી કે ઘરવખરી કે નવી નવી ગૃહસજાવટનું ઘેલું લાગ્યું. એ માટે તે સત્યમને કોઈ વાર લાડથી કે કોઈ વાર જીદથી મનાવવા કોશિશ કરતી. સીધી કે આડકતરી રીતે વધુ કમાણી ઊભી કરવાનાં સૂચનો કરતી પણ સત્યમ જેનું નામ !! ટસથી મસ ન થતો. એ પણ કદી સમજાવટથી કે કદી કડક થઈને કે કદી બિલકુલ મૌન રહીને વંદનાની માગણી પ્રત્યે લક્ષ્ય ન આપતો. વંદના સમસમીને બેસી રહેતી. એને સત્યમ ડરપોક અને વેદિયો લાગતો. કોઈ વાર અકળાયેલી વંદના તેને સંભળાવી પણ આપતી કે ભલે ઑફિસમાં એ મોટી ખુરશી પર બેસતો હશે પણ વાસ્તવમાં બીજી નાના ઑફિસરોની હોશિયારી ને ઉસ્તાદી સામે તે વામણો હતો….

આ વખતે કીટી પાર્ટી માટેનો વારો વંદના પર આવ્યો હતો અને એને નવો જ ક્રોકરી અને કટલરીનો સેટ જોઈતો હતો. એ માટે આજે સવારથી સત્યમને કેમ મનાવવો તેની અવઢવમાં હતી. આખરે કંટાળીને તેણે સીધું જ કહ્યું :
‘સત્યમ સાંભળે છે ?’
‘હં’ છાપામાંથી ડોકું ઊંચક્યા વગર સત્યમે જવાબ આપ્યો.
‘આ વખતે આવતા મહિને કીટી પાર્ટી આપણા ઘરે છે ને તે માટે મારે નવો ડિનરસેટ લેવો છે.’
‘અરે, દિવાળી પર તો નવો લીધો હતો !!’ સત્યમે વંદનાને કહ્યું.
‘પણ એ તો બધાએ જોઈ લીધા છે.’ વંદનાએ કહ્યું.
‘અરે પણ એમ દરેક પાર્ટી માટે બધું નવું જ લેવું બરાબર નથી.’ સત્યમે વિરોધ નોંધાવ્યો.
‘તમને ખબર નથી. બધાની કીટી પાર્ટી કેવી હાઈ-ફાઈ હોય છે !! મિસિસ યાદવે એમની પાર્ટીમાં બધું ડેકોરેશન થાઈલૅન્ડથી લાવેલાં આર્ટીફિશ્યિલ ફૂલોથી કર્યું હતું. મિસિસ સંગમ હંમેશાં પાર્ટી વખતે કોઈ નવો જ દાગીનો અને સાડી પહેરે છે. મિસિસ પાલેજા તો તેમની ક્વૉલીસ કારમાં અમને બધાને તેમના ફાર્મ-હાઉસ પર લઈ જઈને ત્યાં પાર્ટી કરવાનાં હતાં પણ એમના ફાર્મ-હાઉસના ડેકોરેશનમાં કંઈ બાકી રહી ગયું હતું એટલે જ એમનો ટર્ન મને આપવામાં આવ્યો છે.’ વંદનાએ સમજાવવા કોશિશ કરી.
‘તે તમે આ કીટી પાર્ટીઓ બધાને હળવામળવા ને નવું જાણવા-શીખવા કરો છો કે નવી વસ્તુઓનો દેખાડો કરવા ?’ સત્યમને બીજું ઘણું કહેવું હતું પણ ગમ ખાઈ ગયો. તેને દહેશત હતી કે સવાર સવારમાં જ મહાભારત રચાઈ જશે. વંદના પણ સત્યમના મૌન સામે સમસમીને બેસી રહી. એણે વિચાર્યું કે થોડી વાર પછી પાછી વાત કરીશ.

બપોરનું જમવાનું બન્નેએ મુંગા-મુંગા ખાધું. બન્ને પોતાની વાત બીજાને કેમ સમજાવવી તે જ વિચારી રહ્યાં હતાં….. ત્યાં અચાનક સોસાયટીના કમ્પાઉન્ડમાં ધડાધડ ગાડીઓ આવવાના ને પોલીસની સાયરન અને જીપગાડીઓ આવવાના અવાજ સંભળાયા. સર્વકોઈ શું થયું જોવા બાલ્કનીમાં ઊભા રહી ગયા. પોલીસની ગાડીમાંથી વર્દીધારી પોલીસો અને સાદી ગાડીમાંથી સાદા વેશધારી માણસો ઊતરી ધડાધડ મિ.યાદવ, મિ. સંગમ, મિ. પાલેજા, મિ. સાહુ વગેરેના ઘરે વહેંચાઈ ગયા. ફકત સત્યમના ઘરે કોઈ ન આવ્યું. પૂછપરછ કરતાં ખબર પડી કે એ બધાને ઘરે ઈન્કમટૅક્સની રેડ પડી હતી. આવક કરતાં વધુ સંપત્તિ રાખવાના અપરાધ બદલ તથા કરચોરીના ગુના હેઠળ તેમને ત્યાં દરોડા પાડી ધરપકડ કરવાના સમન્સ હતા. કોઈને પણ મોબાઈલ ફોન વાપરવાની કે ઘરની બહાર નીકળવાની રજા નહોતી. પંચનામા કરી રોકડ રકમ, દાગીના, કીમતી વસ્તુઓ, દસ્તાવેજો તથા બૅન્કનાં લોકર્સની ચાવીઓ જપ્ત કરવામાં આવી. મોડેથી સર્વ અપરાધી અધિકારીઓને પોલીસચોકી લઈ જવામાં આવ્યા. સત્યમ-વંદના આ બધું જોઈ રહ્યાં હતાં.

સત્યમે સૂચક નજરે વંદના સામે જોયું-વંદના બધું જ સમજી ગઈ. ડઘાઈ ગયેલી અને અવાક બની ગયેલી વંદનાને જીવનમાં પહેલી વાર પતિના સૈદ્ધાંતિક અને નીતિમય જીવનની મહત્તા સમજાઈ. આજ સુધી જેને ડરપોક-ભીરુ ને વામણો સમજતી હતી તે પતિ એને મુઠ્ઠી ઊંચેરો માનવી દેખાયો. સત્યમના વેદિયાપણાએ આજે તેમને દરોડાના ટેન્શન અને બદનામીમાંથી બચાવી લીધા હતા. દેખાદેખીના પોતાના છીછરા વિચારોથી પતિની મહત્તા માપવામાં તે કેટલી મોટી થાપ ખાઈ ગઈ હતી તે સમજાયું. આજે વિધાતાએ એક જ ઘટના દ્વારા વંદનાને સમજાવી દીધી. સત્યમ વંદનાને બાજુની ખુરશી પર બેસાડીને બોલ્યો : ‘સુંદર, સત્ય અને શિવની સાથે સુંદરતાને પણ માનવજીવનની સંસ્કૃતિમાં સ્થાન મળ્યું છે…. શણગાર સજવા કે ગૃહસજાવટ કરવી એ તો દરેક ગૃહિણી-સ્ત્રીનો અધિકાર છે. તમે કેવળ દેખાડો ને પ્રદર્શન જ બની રહો છો. એ સજાવટ સજાવટ ન રહેતાં ઠઠારો બની જાય છે. સારા વિચાર, વિવેકપૂર્ણ વર્તન અને સંસ્કારી વાણી જ વ્યક્તિના સાચા શણગાર છે. દરેક વસ્તુઓની વ્યવસ્થિત ગોઠવણી અને આંગણે આવેલા મહેમાનોને ઉષ્માભર્યો સુસ્મિત આવકાર ને વિવેકપૂર્ણ સરભરા જ ઘરની સાચી સજાવટ છે.’

વંદનાએ પહેલી વાર સિદ્ધાંતવાદી પતિની પત્ની બનવા બદલ એણે ગૌરવ અનુભવ્યો. પતિના નીતિ-સિદ્ધાંતોને માન આપવાની મનોમન પ્રતિજ્ઞા પણ કરી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કેટલીક બાળવાર્તાઓ – સંકલિત
પાછો વળ – રશીદ મીર Next »   

17 પ્રતિભાવો : પરિવર્તન – વત્સલા સુનીલ મનીઆર

 1. સુંદર વાર્તા.

  સત્યને ક્યારેય આંચ આવતી નથી, સત્યને વળગી રહેનાર માણસ ક્યારેક વેદિયો લાગે પણ એને ક્યારેય ખોટી બદનામી નો ભોગ બનવું પડતું નથી. અને એ માણસ હંમેશાં સંતોષથી જીવી શકે છે.

 2. Akash says:

  સરસ વાર્તા.

 3. dipak says:

  વાર્તા સરસ છે પણ હકીકત એ છે કે આ વાર્તા જ છે અને આવુ વાર્તા મા જ થાય છે….જ્વ્વ્લેજ જોવા મળતુ સત્ય છે….

  Good effort and nice story….

 4. VERY GOOD STORY –BUT IT HAPPENS NOT IN INDIA—-ONE MORE UPDATE IS THAT ARREST AND ALL

  THESE ARE NOT POSSIBLE FOR GOVT SERVANT AS THEY ARE HAVING STRONG UNIONS AND IF THEY

  GO ON STRIKE –THERE IS MORE PROBLEM —AND ON TOP OF THAT THEY ALSO KNOW THE MINISTER

  AND DEPARTMENTAL HEADS –THEY ARE NOT THAT MUCH PURE TO SAY THAT WE ARE NOT THERE

  SO THIS IS ONLY IMPOSSIBLE STORY !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  I AHVE SEEN WITH MY OWN EYES WHO HAD GATHERED CRORES OF MONEY —ON TOP LEVEL AND

  RETIRED PEACEFULLY —THEY WERE ONLY CHAGESHEETED –AND GOT THEIR PENSIONARY

  BENEFITS LOST —BUT WHEN THEY HAVE MILLION TIMES THAN SALARY WHO CARES?

  YES THIS IS TRUE IN US OR UK –FRANCE–GERMANY –BU NOT IN INDIA—————————

  I WILL SUMMARISE WITH THAT IT HAPPENS ONLY IN INDIA!!!!!!!!!!!–THAT YOU GO TO ANY GOVT OFFICE

  AND GET YOUR WORK DONE WITHOUT CORRUPTION !!!!!!!!!!!!!!!!!! A VERY BEAUTIFUL DREAM

 5. anand says:

  આ સત્ય ને અમલ મા મુક્વુ કથિન ચ્હે

 6. Ramesh Desai. USA says:

  I hope lots of Govt. officers will read this story and stop CORRUPTION. Nice Dream!!!!! Isn’t it?

 7. Veena Dave.USA says:

  સરસ વારતા પણ વાસ્તવિકતાથી ઘણી દૂર.

 8. જય પટેલ says:

  પ્રામાણિકતા અને સત્યનિષ્ઠાના પાઠ શિખવતી પ્રેરણાત્મક વાર્તા.

  આપણા ગુજરાતમાં ભ્રષ્ટાચાર…લાંચ…રૂશ્વત કઈંક અંશે બીજા રાજ્યોની સરખામણીએ કાબુમાં છે.
  રાજ્ય સરકાર દ્વારા કર્મયોગી અભિયાનના પણ સારા પરિણામ મળ્યા છે.
  જો દરેક ગરવો ગુજરાતી મક્કમતાથી લાંચ નહિ આપવાનું
  મનોબળ રાખે તો લાંચ લેનારને લાંચ આપશે કોણ…?

  આજે સવારે જ મેં એક મિત્રને સિધ્ધાંત ઉપર SMS કર્યો હતો.

  If you Believe in Principles
  Practice it.
  Hypocricy may undermine you.

 9. Jigna Bhavsar says:

  હમણાં તાજેતર માં જ આવા કેટલાક અધીકારી ઓ પકડાયા છે. ન્યુઝ માં થી જણાયું છે. તો ભારત ને અને ભારતીય ને ઓછા ના ગણવા જોઈએ. અને આપણા માં ન એનઆરઆઈ ઓ જ એરપોર્ટ પર પહોચતાં જ જલ્દી બહાર નીકળવાની લાલચે પૈસા આપવા તૈયાર હોય છે.

  • Ashish Dave, Sunnyvale, Califronia says:

   Jignabahen,

   I have been harassed by customs in Amdavad but I never have paid a dime to any body. Next time I will go one step forward and take their names and send it to authority.

 10. trupti says:

  આગળ કસે વાંચી હતી આ કે આના જેવી વાર્તા. આજના ભ્રષ્ટાચારના વાતાવરણ મા આવુ બનવુ ધણુ અઘરુ છે પણ અશ્ક્ય પણ નથી. જો બધાજ સરકારી (અને બીન સ્રરકારી પણ) કર્મચારીઓ પ્રમાણીક થઈ જાય તો દુનીયા કેવી સરસ જીવવા જેવી થઈ જાય!!!!!!!!!

  • Chirag says:

   ત્રુપતિ બેન,

   જો દુનિયા ભર ના સરકારિ અને બિનસરકારિ લોકો સિધા થઇ જાસે તો તકલિફ પણ આપણનેજ થાશે…. AIDS or Cancer ના રોગો ને દુર કરવાનો કિમિયો શોધિ શકાશે પરંતુ, ભ્રષ્ટાચાર – એ દુર કરવાનો કિમિયો બધાજાણે છે પણ કોઇ અમલ મા નહિ મુકે અને મુકવાદે…. જો એવુ થાશે તો ભગવાનને સ્વ્રર્ગ છોડિને આપણિ વચ્ચે રહેવું પડશે…. અને હજુ ભગવાન એ માટે તૈયાર નથી….

 11. HITESH MEHTA says:

  sari varta che… kharekhar aam loko j adhikari ne bhasachari banave che….. loko j khotu karava lanch ape che…. jo darek loko j sachu j kam karavu khotu nahi aevo dhyey rakhe to ?

 12. nayan panchal says:

  વધુ પૈસા કમાવવામાં ખોટું નથી, પરંતુ રીત સાચી હોવી જોઈએ.

  સત્યમ જેવા માણસોએ શું હંમેશા ગમ ખાતા જ રહેવુ પડશે?? વંદના જેવાઓએ સમજવુ જોઇએ કે જે સંબંધોના પાયામા નર્યો દંભ હોય તે કેટલા ખોખલા હોય છે. આવા સંબંધોને પોષવા માટે સાચા સંબંધોને અવગણવા તો મૂર્ખતા જ છે ને.

  અભિપ્રાય કરતા અનૂભુતિનુ સુખ જ સાચુ સુખ છે તે એ વાર્તા વડે વધુ એક વાર સાબિત થયુ.

  નયન

 13. Bhalchandra, USA says:

  I know only one government servant in India, out of so many, who is NOT corrupt. Being a close friend and meeting him once in five years for tea, for last forty years, I could not resist to ask him for his reasons for not taking bribes. His reply was interesting, “Only for one reason, and in Hindi, it is HASTE HUVE NIKLE DUM”. I could never forget that sentence from a song of V. Shantaram’s old movie, “Ae, malik tere bande hum..”

 14. Rajni Gohil says:

  ખુબજ આવકારવા દાયક અને અમલમાં મુકવા લાયક સત્યની રજુઆત કરી છે.
  સારા વિચાર, વિવેકપૂર્ણ વર્તન અને સંસ્કારી વાણી જ વ્યક્તિના સાચા શણગાર છે. દરેક વસ્તુઓની વ્યવસ્થિત ગોઠવણી અને આંગણે આવેલા મહેમાનોને ઉષ્માભર્યો સુસ્મિત આવકાર ને વિવેકપૂર્ણ સરભરા જ ઘરની સાચી સજાવટ છે.’

  પાપની કમાઇ સાચું સુખ ન આપી શકે. સમય પાક્યે પૈસા સાથે આબરુ પણ ગુમાવવાનો વારો આવે જ છે. સત્યમેવ જયતે.
  There is no greater spiritual practice than adhering to the principles of truth and love………Sai Baba

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.